અનુયાયીઓ

ગુરુવાર, 9 જુલાઈ, 2015

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી

જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આગામી 17 મી જુલાઈએ ચુંટણી 
જેતપુર તા.9
આગામી 17 મી જુલાઈએ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની સને 2015 થી 2018 ના વર્ષ માટેની ચુંટણી ઘોષિત કરાઈ છે. આ માટે આજે તા.10 ઉમેદવારી ફોર્મ વિતરણનો છેલ્લો દિવસ છે. તા.11 ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારાશે, તા.12 ના રોજ ઉમેદવારી પત્રો ચકાસાશે, તા. 13 ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે. જયારે તા.17.7. ના રોજ અહીના જુનાગઢ રોડ ઉપર આવેલ રોટરી હોલ ખાતે બપોરના 2 થી 7 દરમિયાન મતદાન નક્કી કરાયું હોવાનું જેતપુર ચેમ્બરના સેક્રેટરી જણાવે છે.
હિતેશ સાવલિયા જેતપુર 

જેતપુરમાં કાલે પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સત્કાર સમારંભ 
જેતપુર તા.9
આવતીકાલ તા.11 ના રોજ અહીના ભાદર રોડ પર આવેલ પ્રભુવાડી ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, ઉદ્યોગપતિ જયંતીભાઈ રામોલીયા વિગેરે હાજર રહી આયોજકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે..

નવાગઢમાં અપૂરતી સેવાઓની ફરિયાદ કરાઈ 
જેતપુર તા.9
જેતપુરના નવાગઢના ખાટકીવાળમાં અપૂરતું પાણી, લાઈટ, સફાઈ અને રોડ રસ્તા પરત્વે અજીમુદ્દીન ફખરુદ્દીન કાદરીએ સંબંધિતોને ફરિયાદ કરી છે. આ બાબતે પાલિકા પ્રમુખે જણાવેલ કે થોડા દિવસો પહેલાજ નવાગઢમાં જરૂરીયાતવાળા વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નખાઇ છે. ગંદકી હટાવવા પાલિકા તંત્રના સાધનો  ક્રમશ બધા વિસ્તારોમાં ફરી રહ્યા છે. વરસાદી તારાજીમાં ઘણા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ ઉભી થઇ હોય, લોકોનો સહકાર જરૂરી છે.

જેતપુરના પછાત વિસ્તારોમાં 2000 દફતર વિતરણ કરાયા 
જેતપુર તા.9
જેતપુરના વોર્ડ નંબર 3 અને 14 માં આવતા પછાત વિસ્તારો જેવા કે ગોંદરા, ગોંડલ દરવાજા, દલીતવાસ, ભાદર સામા કાંઠો, હાર્વો ઘાટ વિગેરે વિસ્તારોમાં રાજકોટ જીલ્લા ડેરીના સહયોગથી બાળકોને નોટબૂક, વોટર બેગ્સ, નાસ્તા બોક્સ, કંપાસ વી વસ્તુઓ સાથેના 2000 દફતર દીપક લુણી, કિરણ લુણી તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના હસ્તે વિતરણ કરાયા હોવાનું જણાવ્યું છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : 9974262812


જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો પ્રારંભ..

જેતપુરમાં આજથી શ્રીમદ સત્સંગીજીવન 
સપ્તાહ પારાયણનો પ્રારંભ.. 
જેતપુર તા.9
અમરેલીના પરમ પૂજ્ય શ્રી ભક્તિસંભવદાસજી સ્વામીના આશીર્વાદ વચ્ચે આવતીકાલ તા.10.7. થી જેતપુર સત્સંગ સમાજના સર્વે મોક્ષાર્થી જીવાત્માઓની લાગણી અને ઉત્સાહને ધ્યાને લઇને અહીના ગાયત્રી મંદિર નજીકની કોટડીયા વાડી ખાતે સાત દિવસીય શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનો શુભારંભ થશે. 
કથાના વક્તા પદે શ્રી સુક્સ્વરૂપદાસ સ્વામી અને પ.પુ.શા.શ્રી હરી સ્વરુપુદાસ સ્વામી પોતાની આગવી શૈલીમાં કથાનું સત્સંગીઓને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન તા.11 ની રાત્રીના ઘનશ્યામ મહોત્સવ, તા.12 ની રાત્રીના અમર્રેલી મંદિર બાળયુવક મંડળનો સાંસ્ક્રતિક કાર્યક્રમ, તા.13 ની રાત્રીના ગાડી પટ્ટાભિષેક, તથા તા.15 ની સાંજે અન્નકૂટ ઉત્સવ વી. પ્રસંગો ધામધૂમથી ઉજવવાના હોય, કથાના યજમાન અ.ની. મૃગેશ રમેશભાઈ રાણાભાઈ મકવાણા તથા ગોપાલમુનીદાસ સ્વામીએ સત્સંગીઓને અનુરોધ કરેલ છે.
ફોટો: કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 99742 62812


જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું

જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ 
અને વોંકળાની આરસીસી રેલીંગનું કામ શરુ કરાયું
જેતપુર તા.9
ભારે વરસાદથી જેતપુરના ગોંદરા વિસ્તારમાં કબ્રસ્તાનવાળો પુલ અને વોંકળામાં ભારે નુકશાની થઇ હતી. પુલને પૂર્વવત કરવા અને વોંકળા કાંઠે બંને બાજુ આરસીસી દીવાલો બનાવાનું શરુ કરાયું છે.
આ બાબતે વિગતો આપતા જેતપુર નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ જણાવેલ કે ગોંદરા વિસ્તારમાં ભારે વરસાદી પાણીએ તારાજી સર્જતા કબ્રસ્તાન વાળું પુલ ખળભળી તૂટી જતા તેને પૂર્વવત કરવા તેમજ વોંકળાની બંને બાજુ આરસીસી દીવાલ ઉભી કરવા નગર પાલિકાએ સ્વભંડોળમાંથી રૂપિયા 25 લાખ ફાળવી યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે. 
ફોટો : કશ્યપ જોશી  : સમાચાર : કશ્યપ જોશી  : જેતપુર : 9974262812
 

સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત

જેતપુરમાં ખાનગી હોસ્પીટલના તબીબની સરાહનીય મહેનત વચ્ચે 
સાડા છ માસે જન્મેલ બાળકી અત્યારે ભારે તંદુરસ્ત
તબીબ સીતાપરા કહે છે કે બેદરકારી દાખવાઈ હોત તો બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !
જેતપુર તા.9 (કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં બાળકોના તબીબ સીતાપરાએ મહામહેનતે સરાહનીય ફરજ વચ્ચે એક મહિલાને સાડા છ માસના સમયમાંજ પ્રસુતિ કરાવેલી બાળકી અત્યારે ભારે તંદુરસ્ત અને ગેન્ગેટીયા કરતી હોવાની વિગતો મળી રહી છે.

સામાન્યતઃ નવ મહિનેજ મહિલાઓને કરાવતી પ્રસુતિની વાતથી સૌ વાકેફ હોય છે. અધૂરા મહિના એટલેકે નવ મહિના પહેલાની પ્રસુતિના અસંખ્ય કિસ્સાઓમાં જન્મ પામનાર બાળક કે બાળકીના મોત થતા આવતા હોવાની ઘટનાઓમાં પણ ઘણાં દંપતીઓ દુઃખી થયા હોવાના દાખલાઓ ગણીએ તેટલા ઓછા પડે તેમ છે.

પણ અધૂરા મહીનેજ ખુબ પ્રસવ વેદના વચ્ચે કોઈ મહિલાની ભયમુક્ત વાતાવરણમાં પ્રસુતિ કરાવાય અને જન્મ પામનાર બાળકી કે બાળક તંદુરસ્તી સાથે ઉવાં..ઉવાં કરી જન્મદાત્રી અને ઉપસ્થિતોને રાજી કરી દે તો આ વાતને પણ મારે, તમારે કુદરતી ચમત્કાર જ ગણવો પડે ! આવોજ ચમત્કાર હકીકતમાં બદલવા અહીના ખાનગી તબીબને જે મહેનત કરવી પડી તેની શહેરની તબીબી આલમમાં સરાહના થઇ રહી છે.

કિસ્સો જોઈએ તો મૂળ પોરબંદરના હાલ રાજકોટ રહેતા બીપીનભાઈ ડાભીના પત્ની દક્ષાબેન(રહે.પેઢલા, તા.જેતપુર) ને પ્રેગ્નન્સીના સાડા છ માસના સમયમાંજ પ્રસવ વેદના ઉપાડતા અહીની બાળકોની ખાનગી હોસ્પીટલમાં તા.20.6.2015 ના રોજ દાખલ કરાયા હતા. આ હોસ્પીટલના તબીબે બેદરકારી દાખવ્યા વગર, વિનાવિલંબે પ્રસુતિની કાર્યવાહી હાથ ધરતા દક્ષાબેનને 890 ગ્રામ વજનની લક્ષ્મીરૂપ બાળકી અવતરી હતી !

તબીબે પણ અચરજ સાથે આ ટબુકડીનું સ્વાસ્થ્ય જલ્દી કેમ સુધારે ? અને બચાવી કેમ શકાય ? તે અંગેની દાકતરી સારવાર શરુ કરી દીધી પણ પરિવારજનોને બાળકીનું શરીર બીવડાવી ગયું હોય તેમ 890 ગ્રામમાંથી બાળકીનું વજન 780 ગ્રામ થઇ જતા તબીબી વર્તુળો ઉપરાંત પરિવારજનોના ચહેરાઓ ઉપર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. પણ ઘણી વખત મનુષ્યના જીવન મરણ વચ્ચે એક તબીબ મહત્વનો ભાગ ભજવી જીંદગી બચાવી સૌને ખુશી બક્ષે તેવી વાત જેતપુરના ખાનગી તબીબે સાબિત કરી બાળકીનું વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પૂર્વવત કરી પરિવારજનોને સોંપી હોસ્પિટલમાંથી વિદાય આપતા ઉપસ્થિતો હર્ષાશ્રુ રોકી શક્યા નહોતા !!

બોક્સ: તો...બાળકી ધરતી પર નહિ સ્વર્ગમાં હોત !!
જેતપુર : અધૂરા મહીને એટલે કે સાડા છ મહીને દક્ષાબેન ડાભીની પ્રસુતિ કરાવી બાળકીને બચાવવા ઊંચક જીવે તબીબી પ્રકિયા કરનાર ડો. સ્નેહલ સીતાપરા અને ડો. રિદ્ધિ સીતાપરાએ જણાવેલ કે સ્ટાફના ક્રિષ્નાબેન, કૃપાબેન, રઘુભાઈ, ભાવેશભાઈ, નીરવભાઈ અને નરેશભાઈ એમ તમામની બનતી મદદથી આદરાયેલ ફરજ-સેવામાં કોઈ કચાસ રાખી નહોતી, બેદરકારી દાખવી હોત તો બાળકી "ધરતી" પર નહિ "સ્વર્ગમાં હોત !!
ફોટો કશ્યપ જોશી   : સમાચાર કશ્યપ જોશી  : જેતપુર : 9974262812 


બુધવાર, 8 જુલાઈ, 2015

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું ! આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!

જેતપુરની ખાનગી હોસ્પીટલમાં દર્દીનું ખિસ્સું કપાયું !
આરોપી ટેણીયા હતા એટલે પોલીસે જવા દીધા !!
જેતપુર તા.8
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારની એક ખાનગી હોસ્પીટલમાં મેડીકલ સ્ટોરમાં બીલ ચુકવવામાં વ્યસ્ત એક દર્દીનું ગજવું હળવું કરી એક ટાબરિયો ભાગવા ગયો પણ પકડાઈ ગયો હતો. થોડી ઢોલ થપાટ બાદ આ બનાવમાં વધુ બે એટલે કે ત્રણ ટેણીયાની ત્રિપુટી પકડાવા પામી હતી. પણ ત્રણેય સગીર હોય પોલીસે રહેમરાહ રાખી જવા દીધાની વાત ચર્ચાસ્પદ બની છે.
મળતી વિગતો મુજબ વડીયાના હનુમાન ખીજડીયા ગામનો આહીર આશિષ કરશનભાઈ આજે પોતાના પિતાની પગની સારવાર માટે અહીના કણકીયા પ્લોટમાં આવેલી સંજીવની નામની હોસ્પીટલમાં લઈને આવ્યો હતો.
દરમીયાન જતી વેળાએ દવાખાનાન મેડીકલ સ્ટોરમાં આશિષ બીલની રકમ ચુકવવામાં વ્યસ્ત હતો ત્યારે એક આઠ-નવ વર્ષના ટાબરીયાએ આશિષના શર્ટના ઉપરના ગજવામાંથી રૂપિયા 2700/- સેરવી ભાગવા ગયો હતો. પણ તે પકડાઈ ગયો હતો.
દરમિયાન થોડી ધોલથપાટ વચ્ચે ટાબરિયાએ તેઓ 3 ટેણીયા હોવાની કબુલાત આપતા દવાખાનાન તુષાર પટેલ નામના યુવાને પકડાયેલ ટાબરિયાની વિગતો પરથી અન્ય બે ને પણ મોટર સાઈકલમાં બેસાડી, દવાખાને લઇ આવી પોલીસને સોપી દીધા હતા.
ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ ત્રણેયને ગાડીમાં બેસાડી પોલીસથાણે  લઇ ગયા હતા. પણ ત્રણેય અત્યંત ગરીબ વર્ગના અને સગીર હોય, ગુનો નોંધી શકાય તેમ ના હોય, પોલીસે ત્રણેયને છોડી મુક્યા હતા. બીજીબાજુ આ ત્રિપુટી પોલીસમાંથી છૂટીને બીજાના ગજવા હળવા નહિ કરે તેની શું ખાતરી ? તેવા પ્રશ્ન સાથે આ દવાખાનામાં અન્ય દર્દીઓ પણ પોત પોતાના ગજવા સલામત કરતા દેખાયા હતા.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....

ભાટગામ ખાતે સાડી ધોલાઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં, બેરોકટોક ચારે બાજુ ધોવાતી સાડી !
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર સ્થિત વિજીલન્સ જેતપુર 
પંથકમાં ત્રાટકી, 3 કારખાનેદારો સામે પોલીસમાં ફરિયાદ....
પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે જેતપુરના જેપુર ગામ નજીકમાં ગેરકાયદેસર સાડી ધોતા 3 વાહનો, 4500 સાડીઓ કબજે કરી 
3 કારખાનેદારો સામે વીરપુર પોલીસમાં નોંધાવી ફરિયાદો : તંત્ર કહે છે કે ઘાટ સાંજે તોડીએ  સવારે પાછા ચણાય જાય છે !

જેતપુર તા.8
જેતપુરના 3 કારખાનેદારોની  પર્યાવરણને નુકશાન થાય તે રીતે ધોવાતી સાડીઓ અને વાહનો કબજે કરી ગાંધીનગર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વિજીલન્સ ટીમના સુપ્રીન્ટેન્ડેન્ટ એન્જીનીયર વાછાણીએ સ્થાનિક પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કાર્યવાહકોને અંધારામાં રાખી, પોલીસ ફરિયાદો નોંધાવી કડક કાર્યવાહી કરતા, જેતપુર પંથકમાં ગેરકાયદેસર સાડી ધોલાઈઘાટ ચલાવતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ દેશ વિદેશમાં પ્રખ્યાત એવા જેતપુરના સાડી સાદી ઉદ્યોગનું લાલ પાણી પ્રદુષણ સદંતર મિટાવી દેવાના આશય સાથે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેષણ દ્વારા જેતલસરથી આગળ, ભેસાણ તાલુકાના ભાટગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે , સરકારી મદદ વચ્ચે અદ્યતન સાડી ધોલાઈ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવાયો છે.

આ ટ્રીટમેંટ પ્લાન ખુલ્લો મુકાયો ત્યારે સરકારી પ્રધાન, પદાધિકારીઓ તેમજ પાણી પ્રદુષણ બોર્ડના ટોપ ટુ બોટમ સુધીના અધિકારીઓની હાજરીમાં ઉપસ્થિત તમામ કારખાનેદારો, ઉદ્યોગપતિઓની હાજરીમાં જાહેર કરાયું હતું કે તમામ કારખાનેદારોએ પોત પોતાના કારખાનામાં પ્રિન્ટ થતી સાડીઓ અહીજ (ભાટગામ ) જ લાવવી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ કચાસ નહિ રખાય.

આમ છતાં અમુક નાના કારખાનેદારો કોણ જાણે ભાટગામના ટ્રીટમેંટ પ્લાન્ટમાં જોડાઈ નથી શકતા કે જાણીજોઇને પ્રદુષણ ફેલાવી જેતપુરના સાડી ઉદ્યોગનું પતન નોતરવા નિમિત્ત બની રહ્યા છે ? તે સમજાયા વગરની વાત અમુક કારખાનેદારો કોઈનું માનતા ના હોય( સ્થાનિક પ્રદુષણ નિયંત્રણ કચેરીના સતાવાળાઓને રાજી રાખી !?) બેરોકટોક ગમે ત્યાં નદી નાળામાં કે કોઈના વાડી ખેતરોમાં સાડી ધોલાઈ કરી પર્યાવરણને નુકશાન પહોચે તે રીતે પાણી છોડતા હોવાની છેક ગાંધીનગર ખાતે ફરિયાદો થતા,
આજે સવારથી જ ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણની વિજીલન્સ ટીમના સુપ્રી.એન્જી. વાછાણી પોતાના કાફલા સાથે, સ્થાનિક તંત્રને અંધારામાં સુતું રાખી જેતપુર પંથકમાં ત્રાટકતા, તાલુકના જેપુર ગામ નજીકની નદીમાં સાડી ધોતા 3 વાહનો 4500 સાડીઓ સાથે પકડાઈ ગયા હતા. જે બાબતે મળતી વિગતો મુજબ દીપવીન ઈન્ડસ્ટ્રીજ(ગઢની રાંગ ) ના સચાલાકોનો જીઆરપી 5442 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડી, જોન્સન ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ (ચામ્પ્રાજ્પુર રોડ)ના સંચાલકોનો જીજ3એક્સ 1826 નંબરનો મેટાડોર અને તેમાં રહેલી 1500 સાડીઓ તથા જલદર્શન ડાઈંગના સંચાલકોનો જીઆરપી 5220 નંબરનો મેટાડોર 1500 સાથે કબજે કરી ત્રણેય સામે વીરપુર પોલીસ સ્ટેશનમાં જેતપુર પ્રદુષણ નિયંત્રણ કચેરીના  નાયબ ઈજનેર પ્રવિણચંદ્ર બાબુલાલ કટેશીયાને ફરિયાદી બનાવી ગુનાઓ નોંધાવતા ચકચાર જાગી છે. વીરપુર પોલીસના ફોજદાર જોશીએ  ફરિયાદ મુજબ ત્રણેય મેટાડોરની કીમત રૂપિયા 1-1-1 લાખ એટલેકે 3 લાખના વાહનો અને 1500-1500-1500 મળી કુલ રૂપિયા 6 લાખની સાડીઓ કબજે કરી ધોરણસરની વિધિ હાથ ધરી છે.

બોક્સ: એક કારખાનેદારનું બધું લીગલી નીકળ્યું !
જેતપુર : આ લખાય છે ત્યારે રાત્રીના પોણા આઠ વાગ્યે પોલીસ અને આધારભૂત વર્તુળોમાંથી એવી વિગતો સાંપડી હતી કે દીપવીન ઇન્ડ. ના સંચાલકો પાસસે સાડી ધોલાઈ ઘાટનું કાયદેસર કન્સાઈન હોય તેઓનું મેટાડોર તથા સાડીઓ તેઓ બધું લીગલી કાગળો રજુ કરી વીરપુર પોલીસ પાસેથી છોડાવી આવ્યા છે. પણ એક વખત પોલીસમાં એફઆઈઆર થયા પછી બધું કોર્ટ મારફતે જ મળી શકે તે વાતે અનેક ચર્ચાઓ જન્માવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812





અવસાન નોંધ :

અવસાન નોંધ :
જેતપુર : લુહાર સ્વ.પ્રાણલાલ ઘુસાભાઈ ડોડીયાના જમાઈ પંકજકુમાર દેવજીભાઈ પીઠવા(ઉ.વ.45) તા.4.7. અવસાન પામ્યા છે. બેસણું તા.9 ને ગુરુવારે, સાંજે 4-30 થી 6-00, ગાયત્રી મંદિર કોટડીયાવાડી પાસે, જેતપુર ખાતે રાખેલ છે.


કશ્યપ જે. જોશી જેતપુર
​જેતલસર 9974262812

JETPURMA KAAMDHENU GAU RAKSHK GRUPU DWARA MORBI PASHU ATYACHAR SAAME MAM...





JETPURMA AAJE KAAMDHENU GAU RAKSHAK GROUP-TRUST ANE STUDENT UNION NA SANYUKT UPKRAME MORBIMA PASHUO PAR ATYAACHAR AACHARNAAR HARAMKHOR TOLKINE TAATKALIK ZABBE KARI AAKRI SAJA KARVAANI MAANG SAATHE EK RAILY NU AAYOJAN KARAYU HATU. JE SHAHERNA RAAJ MARGO PAR FARI HATI..TYAARBAAD AHINA MAMLATDAR JITENDRABHAI BHORANIYANE AAVEDAN AAPI GHATATU KARAVVANI GAU BHAKTO TEMAJ VIDHYAARTHI AAGEVAANOE MAANG KARI HATI.

001 - KASHYAP JOSHI JETPUR 9974262812

મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન દ્વારા મામલતદારને અપાયું આવેદન..

http://www.sendspace.com/filegroup/Z%2B6JuCUvf4gdOXtjPqr5yrjc1N6zi2T0



મોરબીમાં પશુઓ પરના અત્યાચારના વિરોધમાં જેતપુરમાં 
કામધેનું ગૌ રક્ષક ગ્રુપ - સ્ટુડંટ યુનિયન 
દ્વારા મામલતદારને અપાયું આવેદન..
જેતપુર તા.8
મોરબીમાં પશુ પર આચરાયેલ અમાનવીય અત્યાચારના વિરોધમાં આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ અને સ્ટુડંટ યુનિયનના ગૌસેવા પ્રેમીઓએ એક રેલી યોજી જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું.

મળતી વિગતો મુજબ તાજેતરમાં મોરબી ખાતે પાંચથી વધુ પશુઓ ઉપર કોઈ હરામખોર ટોળકીએ એસીડ છાંટવા ઉપરાંત તલવાર અને ધારિયાના ઘા ઝીંકી અમાનવીય કૃત્ય આચરતા આ વાતના જેતપુરના ગૌસેવા પ્રેમીઓમાં ઘેર પડઘા પડ્યા હતા. 
પશુઓ પર આમ આવી રીતે નિર્દયપણું રાખનાર તત્વોને તાકીદે પકડી પાડી આકરી સજા કરવાની માંગ સાથે આજે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ ટ્રસ્ટ જેતપુરના કિશોર ગેવરીયા, ગોપાલ ડોબરિયા, ભાવેશ બાલધા, પંકજ સોલંકી, મુકેશ પટોળીયા, સતીશ ગોંડલિયા, રવિ ભડલીયા, અમિત ટાંક, નરેન્દ્ર લાખાણી, દીપક પટોળીયા, સાગર મોરબીયા, રાહુલ ભુવા, 

સ્ટુડંટ યુનિયનના મયુર સરવૈયા, રવિ વઘાસીયા, ચીરાગ ગોહેલ-દોમડીયા, પીયુષ ભુવા, લાલજી વઘાસીયા, હિન્દ ગૌ રક્ષક ગ્રુપના સંજય ટોળીયા, કપિલ ભટ્ટ, હિતેશ ડાભી, ચિરાગ જોશી વિગેરે એ અહીના જુનાગઢ રોડ પરની કોલેજ ખાતેથી એક બાઈક રેલી યોજી હતી. જે તીનબત્તી ચોક, મહાત્મા  ગાંધી રોડ, ભીડભંજન મહાદેવ રોડ, ખોડપરા મેઈન રોડ થઈને મામલતદાર કચેરીએ પહોચી હતી.

મામલતદાર કચેરીના પ્રાંગણમાં ઉપરોક્ત તમામ ગૌભક્તોએ ગૌવંશ અત્યાચાર અને હત્યા બંધ કરવો, પશુઓ પણ આત્યાચાર કરનાર હરામખોર ટોળકીને તાકીદે ઝેર કરી જાહેરમાં આકરી સજા કરો  વી. માંગો દોહરાવતા સુત્રોચ્ચાર કરી મામલતદાર જીતેન્દ્ર ભોરણીયાને આવેદન પાઠવ્યુ હતું.

મામલતદારને આવેદન આપનાર તમામ ગૌ ભક્તોએ એકીસુરે જણાવેલ કે ઈશ્વરે જેને કોઈ વાચા આપી નથી, માનવીની જેમ કોઈ પણ પ્રકારના કાળા-ધોળા કરવાની કે કાવાદાવા રમવાની શક્તિ નથી અર્પી અને એકદમ મૂંગા પશુઓ તરીકે જન્મ આપ્યો છે તેને આજનો પામર માનવી રાક્ષસી વૃત્તિ આચરી હેરાન કરે, એસીડ છાંટે, તલવાર, ધારિયાના ઘા ઝીંકી ઘાયલ કરે તે વાત એક હિન્દુના સુપુત્રો તરીકે અમો સ્વીકારી શકીએ નહિ. આવું હીન કૃત્ય કરનાર મોરબીના તત્વોને બને તેટલા જલ્દી પકડાવાની માંગ કરતુ આમારું આવેદન છે. મામલતદારે આવેદન સ્વીકારી પોતાની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું ગૌ સેવકો કિશોર ગેવરીયા અને ગોપાલ ડોબરીયાએ જણાવ્યું હતું...
કશ્યપ જોશી જેતપુર 9974262812

માત્ર જાણ : ઉપરની ત્રણેય લીન્ક્સ આ 
મેટરની વિડીયો ક્લિપ્સ છે.કશ્યપ જોશી જેતપુર 

મંગળવાર, 7 જુલાઈ, 2015

જુનાગઢના 2 યુવાનો દારૂ-બીયર સાથે પકડાયા

જુનાગઢના 2 યુવાનો 
દારૂ-બીયર સાથે પકડાયા 
જેતપુર તા.7
જેતલસર નજીકના ચોકી ધાર પાસેથી નંબર વગરના મોટર સાઈકલને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઈ માલીવાડે રોકી પૂંછપરછ કરતા ચાલક અને પાછળ બેઠેલ એમ બંને ગેંગેફેંફે કરવા લાગ્યા હતા. દરમિયાન પોલીસે એવિયેટર મોટર સાઈકલની ડીકી ખોલી તપાસતા તેમાંથી 2 વિલાયતી શરાબની બોટલ અને 8 બીયરના ટીન  મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 52400 ના મુદામાલ સાથે જુનાગઢના શક્કરબાગ નજીકના રામદેવપરામાં રહેતા ઇદ્રીશ આમદ સંધી અને અશરફ રફીક ઘાંચી એમ બંનેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

અવસાન નોંધ



કશ્યપ જોશી જેતપુર

અગ્નિસ્નાન કરનાર બોરડી સમઢીયાળાની પરિણીતાનું મોત 
---------------------------------
જેતપુર તા.7
ગઈકાલે જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામની પરિણીતા શાંતુબેન રણછોડભાઈ કોળીએ અગમ્યો કારણોસર શરીરે કેરોસીન છાંટી ભડ ભડ સળગીને દાઝી જતા તેમને જેતપુરથી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ, જ્યાં ગણતરીની કલાકોની સારવાર દરમિયાન શાન્તુબેનનું મોત થયાનું તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયું છે.

--------------------------------------------------------------------------------------
જેમાંથી રોજીરોટી રળવાની હતી તે ઘાસ, મૂર્તિની ડાઈ ખાક થઇ ગઈ !
જેતપુરમાં શોક સર્કીટથી મૂર્તિ બનાવનાર કારીગરનું ઘાસ ખાક 
----------------------------------
જેતપુર તા.7
જેતપુરના અમરનગર રોડ ઉપર ગઈ કાલે મોડી રાત્રીના વીજ તારના ઝરેલા તણખાથી ગણપતિ બાપની મૂર્તિ બનાવનાર કારીગરની 40 ગાંસડી ઘાસ બળીને ખાક થઇ ગયાની ઘટના શહેર પોલીસ દફતરે જાણ કરાઈ હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર રોડ પર વર્ષો થયા ઝુંપડા બાંધી રહેતા અને ગણપતિબાપની મૂર્તિ બનાવી રોજીરોટી રળતા નારાયણભાઈએ પોતાના ઝુંપડા પાસે આશરે રૂપિયા 50 હજારની કિમતનું ઘાસ અને મૂર્તિ બનાવવાની ડાઈ જેવા આદિ સાધનો રાખ્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રીના સાડાબાર વાગ્યાની આસપાસ તેમના ઝુંપડા ઉપરથી પસાર થતી વીજ તંત્રના તારમાંથી ખરેલા તણખાથી ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.
ચંદુભાઈ ટોળિયા નામના સેવાભાવી આગેવાને જેતપુર પાલિકાને જાણ કરી હતી કે ભારે પવન વચ્ચે લાગેલી આગ કોઈ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરને મોકલો, આવી જાણકારી મળતાજ જેતપુર નગર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા ઉર્ફે ચકુ બોસ અગ્નિશામક બંબાને લઈને ઘટના સ્થળે દોડી જઈ આગ ઠારવામાં બનતી મદદ કરી હતી. પણ ત્યાં સુધીમાં કારીગરનું રોજી રોટીનું દિવાસ્વપ્ન એવું ઘાસ અને સાધનો આગમાં ખાક થઇ જતા કારીગર પરિવારે  રોકકળ કરી બધું ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. વીજ તંત્ર આ બનાવની ખરાઈ કરાવી કારીગર પરિવારને બને તેટલી જલ્દી આર્થીક સહાય અપાવે તેવી માંગ કરી હતી.



----------------------------
જેતપુરમાં ભાદર કેનાલના 6 કિમી સર્વિસ રોડ-આરસીસી રેલીંગ 
માટે રૂપિયા1.80 કરોડ મંજુર કરાવતા રાજ્યમંત્રી રાદડિયા 
--------------------------------
જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર મુખ્ય કેનાલના અંદાજીત ૬ કિમીના  સર્વિસ રોડને ડામર સપાટીથી નવિનીકરણ અને આર.સી.સી. રેલીંગના અંદાજીત  રૂા. ૧ કરોડ ૮૦ લાખના કામો ગુજરાત સરકારના નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા, જેતપુર – જામકંડોરણા મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય તથા પાણી પૂરવઠા અને પ્રવાસન મંત્રી જયેશ રાદડીયા મંજૂર કરાવતા 
શહેરના ધોરી સમાન આ રસ્તાના નવિનીકરણ અને રેલીંગના કામ મંજૂર થવાથી જેતપુર શહેરની તમામ જનતામાં આનંદ ફેલાયો  છે. ચોમાસા દરમિયાન તેમજ વખતો વખત ખેતીવાડી માટે ભાદર ઈરીગેશન તંત્ર જેતપુરની અ ભાદર કેનાલમાં પાણી છોડતું હોય, કેનાલ ભમરીયા કુવાનીજેમ કાંઠાથી ધારોધાર વહેતી હોય, તેમજ કેનાલની બંને બાજુ ઔદ્યોગિક-રહેણાંક વસાહત, કારખાના અને હનુમાનજીનું મંદિર આવેલું હોય, આરસીસી રેલીંગ બનાવવાથી રાહદારીઓ, વાહનચાલકો ભયમુક્ત બનશે..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



જેતપુરના છાત્રો કુદરતના ખોળે !

જેતપુરના છાત્રો કુદરતના ખોળે !
ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના છાત્રોએ તાજેતરમાં પાટણવાવ સ્થિત ઓસમ પર્વતની મુલાકાત લઈને કુદરતી વાતાવરણનો લહાવો લીધો હતો.અહી છાત્રોએ પર્વતારોહણ, રેસ્ક્યુ, કેવિંગ, લેડરીંગ, ઈમરજન્સી લેન્ડીંગ વી કરતબો  પ્રેક્ટીસ કરી સ્કુલના શૈલેશ બુટાણી અને જીતુભાઈના માર્ગદર્શન હેઠળ કુદરતના ખોળે મોજ માણી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુર યાર્ડના વેર્પારીઓ હવે દુકાને દુકાને ડસ્ટબિન રાખી ગંદકી અટકાવશે

સ્વચ્છ ભારત-સ્વચ્છ ગુજરાત અભિયાનને ટેકો 
જેતપુર યાર્ડના વેર્પારીઓ હવે દુકાને દુકાને 
ડસ્ટબિન રાખી ગંદકી અટકાવશે 
જેતપુર તા.7
વડાપ્રધાન મોદીએ છેડેલા સ્વચ્છ ભારત અભિયાને દેશની સંસ્થાઓ જુદી જુદી રીતે સ્વચ્છતા જાળવવાની રીત-રસમો અમલમાં મૂકી રહી છે. જેતપુર યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ પણ પોતાની માર્કેટ યાર્ડમાં ઝીરો ટકા ગંદકી કરવા ડસ્ટબિન વસાવી દુકાને દુકાને રાખી ગંદકી, કચરો વ્યક્તિગત એકઠો કરવાનો નિર્ણય અમલી બનાવ્યો છે. આ ડસ્ટબીનનો કચરો રોજ પાલિકા સંચાલિત કચરો એકત્ર કરતા સાધનો લઇ જશે. જેતપુર માર્કેટ યાર્ડને એકદમ કચરા રહિત રાખવાના આ પગલાને યાર્ડમાં કાર્યરત વેપારીઓની સરાફી મંડળીના  પ્રમુખ ચંદુભાઈ પાઘડાર, બજાર સમિતિના ડીરેક્ટર લાલજીભાઈ કાકડિયા, વેપારી એશો.ના પ્રમુખ નલીન ભુવા, મનોજ ગોંડલિયા વિગેરેનો સહકાર સાંપડી રહ્યો હોવાનું યાર્ડ ચેરમેન દિનેશ ભુવા જણાવે છે.

ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812

બસસ્ટેન્ડમાં બાંકડા તો નંખાયા, મુતરડી, પરબ ગાયબ ??!

ÿþœ
Ç
¤
²
¸
°
®
¾

¥
À
�ª
¸
¾
°
�¥
¤
À
�«
Ë
°
Ÿ
Í
°
Ç

�°
Ë
¡
¨
À
�•
¾
®

À
°
À
�ª
Â
°
À
�¥

�—
ˆ
� �
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�¬
¾


¡
¾
�¤
Ë
�¨


¾
¯
¾
,� �®
Á
¤
°
¡
À
,� �ª
°
¬
�—
¾
¯
¬
�?�?�!� �
�°
Ë
¡
�•
¾
®
�•
°
¤
À
�•

ª
¨
À

�•
¹
Ç
²
�•
Ç
�°
Ë
¡
�•
¾
®
�ª
Â
°
Á

�¥

Ç
��
Ÿ
²
Ç
�®
Á
¤
°
¡
À
�…
¨
Ç
�ª
°
¬
�¬
¨
¾
µ
À
�¦
Ç

Á

,� �ª
£
�•
Í
¯
¾
°
Ç
�?� �ª
Í
°
œ
¾
�ª
Í
°

Í
¨
.�.� �
� �
�œ
Ç
¤
²
¸
°
�¤
¾
.�7� �
�œ
Ç
¤
ª
Á
°
�¤
¾
²
Á

¾
¨
¾
�œ
Ç
¤
²
¸
°
�—
¾
®
®
¾

¥
À
�ª
¸
¾
°
�¥
¤
À
�œ
Ç
¤
ª
Á
°
�¸
Ë
®
¨
¾
¥
�«
Ë
°
�²
¾
ˆ
¨
�°
Ë
¡
¨
À
�•
¾
®

À
°
À
�ª
Â
°
Í
£
�¥

�—
ˆ
�›
Ç
.� �²
Ë

Ë
¨
À
�®
¾


�®
Á
œ
¬
�°
Ë
¡
�•
¾
®
�•
°
¨
¾
°
�•

ª
¨
À

�°
Ë
¡
-�"
µ
°
¬
Í
°
À
œ
¨
À
�¬

¨
Ç
�¬
¾
œ
Á
�«
¾
ˆ
¬
°
¨
¾
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�‰
­
¾
�•
°
Í
¯
¾
�›
Ç
.� �†
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�²
¾

¬
Ë
�¸
®
¯
�•
Ë
ˆ
�¬
Ç
 

�µ
Í
¯
µ
¸
Í
¥
¾
�¨
¹
¿
�—
Ë
 
µ
¾
¤
¾
�—
¾
®
¨
¾
�¶
È
²
Ç

(�—
À
§
Ë
)� � 
Á

®
°
�¸
¹
¿
¤
¨
¾
�œ
¾

Ã
¤
�¯
Á
µ
¾
¨
Ë

�†
�¬
¾
¬
¤
Ç
�•
°
Ç
²
À
�«
°
¿
¯
¾
¦
¨
Ç
�…

¬
¾
°
Ë
®
¾

�¸
Í
¥
¾
¨
�®
³
Í
¯
Á

�¹
¤
Á

.� � �
� �
�•
¦
¾
š
¿
¤
�…

¬
¾
°
À
�…
¹
Ç
µ
¾
²
Ë
¨
¾
�ª
¡
˜
¾
°
Â
ª
�¥
¯
Ç
²
À
�•
¾
®

À
°
À
�•
°
À
�¸

¬

§
¿
¤
Ë

�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
®
¾

�¬
¾


¡
¾
�«
À
Ÿ
�•
°
À
�†
°
¾
®
¦
¾
¯

�¬
Ç
 

�µ
Í
¯
µ
¸
Í
¥
¾
�‰
ª
²
¬
Í
§
�•
°
À
�¦
Ç
¤
¾
�¹
¾


¾
°
¾
�¸
¾
¥
Ç
�†
�¸
Á
µ
¿
§
¾
¨
Ë
�²
Ë

Ë
�²
¾
­
�²
Ç
¤
¾
�¦
Ç

¾
¯
�›
Ç
.� �ª
£
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�¨
œ
À

�œ
�¦
Á

¾
¨
�§
°
¾
µ
¤
¾
�¹
¸
Á
­
¾
ˆ
�­
Á
µ
¾
,� �¶
È
²
Ç

� 
Á

®
°
�µ
¿

Ç
°
Ç
�µ
Ç
ª
¾
°
À
"
¨
Á

�•
¹
Ç
µ
Á

�›
Ç
�•
Ç
�œ
Ç
¤
²
¸
°
¨
¾
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�ª
°
¨
¾
�¨
¾
¨
¾
�®
Ë
Ÿ
¾
�¬
¾

§

¾
®
�¹
Ÿ
¾
µ
À
�°
Ë
¡
�¤

¤
Í
°
Ç
�«
Ë
°
�²
¾
ˆ
¨
¨
À
�•
¾
®

À
°
À
�†
°

­
À
�¤
Í
¯
¾
°
Ç
�†
�°
Ë
¡
�‰
ª
°
��

�®
Á
¤
°
¡
À
�…
¨
Ç
�ª
¾
£
À
¨
Á

�ª
°
¬
�¹
¤
Á

,� � �
� �
�†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
"
�ª
£
�ª
Á
¨
ƒ
�¬
¨
¾
µ
À
�¦
Ç
µ
¾
�•
¹
Ç
µ
¾
¯
�›
Ç
�•
Ç
�¨
Ç

¨
²
�¹
¾
ˆ
µ
Ç
�"
¥
Ë
°
À
Ÿ
À
¨
Á

�•
¾
®
�•
°
¤
À
�•

ª
¨
À

�µ
š
¨
�†
ª
Í
¯
Á

�¹
¤
Á

,� �ª
£
�†
œ
Ç
�²
¾

¬
¾
�¸
®
¯
�ª

À
�ª
£
�†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
�‰
ª
²
¬
Í
§
�¨
¾
�¥

�¹
Ë
¯
,� �µ
¿

¾
³
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�µ
¿
¸
Í
¤
¾
°
¨
¾
�µ
Ç
ª
¾
°
À
"
,� �®
¹
¿
²
¾
�µ
°
Í

¨
Ç
�²
˜
Á



¾
�®
¾
Ÿ
Ç
�­
¾
°
Ç
�…

µ
¡
¤
¾
¨
Ë
�¸
¾
®
¨
Ë
�•
°
µ
Ë
�ª
¡
Ç
�›
Ç
.� �¤
Ë
�°
¾
¹
¦
¾
°
À
"
�¸
¹
¿
¤
¨
¾
�…
œ
¾
£
Í
¯
¾
�µ
¾
¹
¨
�š
¾
²

Ë
¨
Ç
�¤
°
¸
�›
À
ª
¾
µ
µ
¾
�¹
Ë
Ÿ
²
Ë
¨
Ë
�¸
¹
¾
°
Ë
�²
Ç
µ
Ë
�ª
¡
Ç
�›
Ç
.� �†
�¬

¨
Ç
�¸
Á
µ
¿
§
¾
�ª
°
¬
�…
¨
Ç
�®
Á
¤
°
¡
À
�¤
¾

À
¦
Ç
�¬
¸
¸
Í
Ÿ
Ç
¨
Í
¡
�‰
ª
°
�¬
¨
¾
µ
µ
¾
� �ª

š
¾
¯
¤
¸
Á
¤
Í
°
Ë
�ª
£
�§
Í
¯
¾
¨
�†
ª
Ç
�¤
Ç
µ
À
�ª
Í
°
œ
¾
�®
¾


�ª
Í
°
¬
³
�¬
¨
À
�›
Ç
.� � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � �(�«
Ë
Ÿ
Ë
�…
¨
Ç
�¸
®
¾
š
¾
°
�:� �•

Í
¯
ª
�œ
Ë

À
�œ
Ç
¤
²
¸
°
�œ
Ç
¤
ª
Á
°
�9�9�7�4�2�6�2�8�1�2�)� �
� �

જેતલસરમાંથી પસાર થતી ફોરટ્રેક રોડની કામગીરી પૂરી થઇ ગઈ 
બસસ્ટેન્ડમાં બાંકડા તો નંખાયા, મુતરડી, પરબ ગાયબ ??!
રોડ કામ કરતી કંપનીએ કહેલ કે રોડ કામ પૂરું થશે એટલે મુતરડી અને પરબ બનાવી દેશું, પણ ક્યારે ? પ્રજા પ્રશ્ન..
જેતલસર તા.7
જેતપુર તાલુકાના જેતલસર ગામમાંથી પસાર થતી જેતપુર સોમનાથ ફોર લાઈન રોડની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. લોકોની માંગ મુજબ રોડ કામ કરનાર કંપનીએ રોડ-ઓવરબ્રીજની બંને બાજુ ફાઈબરના બસસ્ટેન્ડ ઉભા કર્યા છે. આ બસસ્ટેન્ડમાં લાંબો સમય કોઈ બેઠક વ્યવસ્થા નહિ ગોઠવાતા ગામના શૈલેશ(ગીધો) ઠુંમર સહિતના જાગૃત યુવાનોએ આ બાબતે કરેલી ફરિયાદને અખબારોમાં સ્થાન મળ્યું હતું. 

કદાચિત અખબારી અહેવાલોના પડઘારૂપ થયેલી કામગીરી કરી સંબંધિતોએ બસસ્ટેન્ડમાં બાંકડા ફીટ કરી આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેતા હાશકારા સાથે આ સુવિધાનો લોકો લાભ લેતા દેખાય છે. પણ બસસ્ટેન્ડ નજીક જ દુકાન ધરાવતા હસુભાઈ ભુવા, શૈલેશ ઠુંમર વિગેરે વેપારીઓનું કહેવું છે કે જેતલસરના બસસ્ટેન્ડ પરના નાના મોટા બાંધકામ હટાવી રોડ તંત્રે ફોર લાઈનની કામગીરી આરંભી ત્યારે આ રોડ ઉપર એક મુતરડી અને પાણીનું પરબ હતું, 

આ બંને સુવિધાઓ પણ પુનઃ બનાવી દેવા કહેવાય છે કે નેશનલ હાઈવે ઓથોરીટીનું કામ કરતી કંપનીએ વચન આપ્યું હતું, પણ આજે લાંબા સમય પછી પણ આ બંને સુવિધા ઉપલબ્ધ ના થઇ હોય, વિશાળ બસસ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ, મહિલા વર્ગને લઘુશંકા માટે ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તો રાહદારીઓ સહિતના અજાણ્યા વાહન ચાલકોને તરસ છીપાવવા હોટલોનો સહારો લેવો પડે છે. આ બંને સુવિધા પરબ અને મુતરડી તાકીદે બસસ્ટેન્ડ ઉપર બનાવવા  પંચાયતસુત્રો પણ ધ્યાન આપે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ...


સરકાર કહે બને તેટલા વધુ વૃક્ષો વાવો, અહીંના સતાધીસો કહે હોય એટલા વૃક્ષો કાપો !!??
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા
વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ...

જેતલસર તા.7
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાવા લાગતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ સ્થાનિક પત્રકાર સહીત સતાધીસોને ટેલીફોનીક ફરિયાદ કરી હતી કે તપાસ કરાવો જેતલસર જંકશનમાં પર્યાવરણનું નિકંદન કઢાઈ રહ્યું છે.

મળતી વિગતો મુજબ જેતલસર જંકશનની પંચાયત કચેરીના મેદાનમાં ઉભેલા વૃક્ષોમાંના 3 વૃક્ષો કાપવાની મંજુરી મળ્યા બાદ પંચાયત સત્તાધીસોએ આ કામગીરી ચાલુ કરાવતા મૂંગા મોઢે, સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ આ વાતથી પત્રકારો સહીત લાગતા વળગતાઓને મોબાઈલ કરી

જાણ કરી હતી કે સરકાર લીલાછમ વાતાવરણ અને લીલોતરી માટે કરોડો રૂપિયાની અખબારોમાં જાહેરાતો આપી વૃક્ષો વાવવાના અભિયાનો યોજે છે, ગામની એકમાત્ર કચેરી એવી પંચાયત ઓફીસની આજુબાજુ પણ ઘટાદાર વૃક્ષો હોય તો આ વાતાવરણ પર્યાવરણની શોભા વધારે છે. ત્યારે જંકશનના પંચાયત સત્તાધીસોને કચેરીના મેદાનમાં ઉભેલા એ 3 વૃક્ષો કેમ કાપવાની મંજુરી લેવી પડી અને કપાવી નાખ્યા ?

જોકે પર્યાવરણ પ્રેમીઓએ ત્યાં સુધી કહ્યું કે 3 વૃક્ષો જ કાપવાના હતા, પણ પંચાયતના સત્તાધીસોએ વધારે વૃક્ષો કપાવવા માંડ્યા છે !? આ બાબતે જંકશન ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરવૈયાએ જણાવેલ કે 3 વૃક્ષો કાપવાની મંજુરી મળતા આ કામગીરી શરુ કરી હતી, પણ ઉપસરપંચ હનીફ બ્લોચે આજુબાજુના રહીશોને નડતરરૂપ વૃક્ષો (મકાનના નળિયામાં ડાળીઓ ભટકાતી હોય, રાત દિવસ અવાજથી નીંદ હરામ થઇ જતી જોય) પણ કાપી નાખવાની આપેલી સુચના કે આદેશની ખબર પડતા મંજુરી સિવાયના વૃક્ષો કાપવાની કામગીરી રોકી દેવાઈ છે.

-------------------------------------------------------બોક્સ: આખા વૃક્ષો નહિ, ડાળીઓ કાપો..--------------------------------------------------------------
જેતલસર : પર્યાવરણ પ્રેમીઓને નામ ના આપવાની શરતે જણાવેલ કે પંચાયત કચેરીની આજુબાજુના રહેણાંક મકાનો પાસેના વૃક્ષો જો ઉપાધી સર્જતા હોય તો મકાનના નળિયા સાથે અથડાતી ડાળીઓ કાપો, વર્ષોની મહેનત પછી છાંયડા આપતા વૃક્ષો આમ જડમૂળમાંથી કાપી નંખાય એ તો પર્યાવરણનું નિકંદન કાઢવાની વાત છે. તલાટી સરવૈયાએ પણ આ વાત દોહરાવી, વીજ તંત્રના સહારે વીજ પુરવઠો બંધ હોય ત્યારે ડાળીઓ કાપવાની કામગીરી હાથ હાથ ધરાશે તેવું જણાવેલ...
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812


સરકાર કહે બને તેટલા વધુ વૃક્ષો વાવો, અહીંના સતાધીસો કહે હોય એટલા વૃક્ષો કાપો !!??
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા 
વૃક્ષો કપાતા પર્યાવારણ પ્રેમીઓમાં ભારે ઉહાપોહ... 
જેતલસર તા.7
જેતલસર જંકશન ગ્રામ પંચાયતના મેદાનમાં ઉભેલા વૃક્ષો કપાવા લાગતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ સ્થાનિક પત્રકાર સહીત સતાધીસોને ટેલીફોનીક ફરિયાદ કરી હતી કે તપાસ કરાવો જેતલસર જંકશનમાં પર્યાવરણનું નિકંદન કઢાઈ રહ્યું છે.

મળતી વિગતો મુજબ જેતલસર જંકશનની પંચાયત કચેરીના મેદાનમાં ઉભેલા વૃક્ષોમાંના 3 વૃક્ષો કાપવાની મંજુરી મળ્યા બાદ પંચાયત સત્તાધીસોએ આ કામગીરી ચાલુ કરાવતા મૂંગા મોઢે, સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ આ વાતથી પત્રકારો સહીત લાગતા વળગતાઓને મોબાઈલ કરી 

જાણ કરી હતી કે સરકાર લીલાછમ વાતાવરણ અને લીલોતરી માટે  કરોડો રૂપિયાની અખબારોમાં જાહેરાતો આપી વૃક્ષો વાવવાના અભિયાનો યોજે છે, ગામની એકમાત્ર કચેરી એવી પંચાયત ઓફીસની આજુબાજુ પણ ઘટાદાર વૃક્ષો હોય તો આ વાતાવરણ પર્યાવરણની શોભા વધારે છે. ત્યારે જંકશનના પંચાયત સત્તાધીસોને કચેરીના મેદાનમાં ઉભેલા એ 3 વૃક્ષો કેમ કાપવાની મંજુરી લેવી પડી અને કપાવી નાખ્યા ? 

જોકે પર્યાવરણ પ્રેમીઓએ ત્યાં સુધી કહ્યું કે 3 વૃક્ષો જ કાપવાના હતા, પણ પંચાયતના સત્તાધીસોએ વધારે વૃક્ષો કપાવવા માંડ્યા છે !? આ બાબતે જંકશન ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સરવૈયાએ જણાવેલ કે 3 વૃક્ષો કાપવાની મંજુરી મળતા આ કામગીરી શરુ કરી હતી, પણ ઉપસરપંચ હનીફ બ્લોચે  આજુબાજુના રહીશોને નડતરરૂપ વૃક્ષો (મકાનના નળિયામાં ડાળીઓ ભટકાતી હોય, રાત દિવસ અવાજથી નીંદ હરામ થઇ જતી જોય) પણ કાપી નાખવાની આપેલી સુચના કે આદેશની ખબર પડતા મંજુરી સિવાયના વૃક્ષો કાપવાની કામગીરી રોકી દેવાઈ છે.

બોક્સ: આખા વૃક્ષો નહિ, ડાળીઓ કાપો..
જેતલસર : પર્યાવરણ પ્રેમીઓને નામ ના આપવાની શરતે જણાવેલ કે પંચાયત કચેરીની આજુબાજુના રહેણાંક મકાનો પાસેના વૃક્ષો જો ઉપાધી સર્જતા હોય તો મકાનના નળિયા સાથે અથડાતી ડાળીઓ કાપો, વર્ષોની મહેનત પછી છાંયડા આપતા વૃક્ષો આમ જડમૂળમાંથી કાપી નંખાય એ તો પર્યાવરણનું નિકંદન કાઢવાની વાત છે. તલાટી સરવૈયાએ પણ આ વાત દોહરાવી, વીજ તંત્રના સહારે વીજ પુરવઠો બંધ હોય ત્યારે ડાળીઓ કાપવાની કામગીરી હાથ હાથ ધરાશે તેવું જણાવેલ...
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 6 જુલાઈ, 2015

જેતપુરની કિશોરીનું અપહરણ , બોરડી સમઢીયાળાની પરિણીતાએ અગન પછેડી ઓઢી

જેતપુરની  કિશોરીનું અપહરણ 
જેતપુર તા.6
જેતપુરના દેરડી રોડ પર પાલિકાની આવાસ યોજનાના મકાનોમાં રહેતા જગદીશ ઉર્ફે જગુભાઈ ઘેલાભાઈ હરિયાણી-બાવાજી ની 14 વર્ષ 8 માસની સગીર પુત્રીને તે જ વિસ્તારમાં રહેતો જીતું વાસુર સોલંકી-દેવીપુજક નામનો યુવાન લલચાવી, ફોસલાવી બદકામના ઈરાદે અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પીઆઈ વી.એમ.ગોહિલે તપાસ હાથ ધરી છે.

બોરડી સમઢીયાળાની પરિણીતાએ અગન પછેડી ઓઢી 
જેતપુર તા.6
તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતી શાંતુબેન રણછોડભાઈ મકવાણા-કોળી(ઉ.વ.35) એ કોઈ અગ્મ્યો કારણોસર આજે તેમના ઘરે શરીરે કેરોસીન છાંટી સળગી જતા, તેણીને પ્રાથમિક સારવાર જેતપુર આપી વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે. તેર વર્ષનો લગ્નગાળો ધરાવતી અને 2 દીકરી, 1 દીકરો એમ ત્રણ સંતાનો ધરાવતી શાન્તુબેનને કેમ આવું પગલું ભરવું પડ્યું ? તે અંગે જમાદાર રામજીભાઈ બગડાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

રવિવાર, 5 જુલાઈ, 2015

9 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં બોકાસો !


​જેતલસર સહીત પંથકના ગામોમાં વીજતાર સામસામાં ભટકાવાથી 
9 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોમાં બોકાસો ! 
જેતપુર સ્થિત લાગતા વળગતાઓએ આખો દિવસ કોઈના ફોન ઉપાડ્યાજ નહિ ! વીજ તંત્રની કચેરીના 
લેન્ડલાઈન ફોન પર જવાબ મળ્યો કે વીજતાર અથડાતા હોય, ફોલ્ટ શોધવા મથામણ ચાલુ છે !!

જેતપુર તા.5
     જેતપુર તાલુકાના જેતલસર સહીત આજુબાજુના ત્રણ ચાર ગામોમાં આજે સવારથી ખોરવાયેલ વીજપુરવઠો આ લખાય છે ત્યારે 10 કલાક પછી પણ વીજ પુરવઠો પૂર્વવત થયો નાં હોય, લોકોમાં ભારે બુમરાણ મચી હતી.
આ બાબતે જેતલસરના યુવાન ખેડૂત અરવિંદ રૂપાપરા સહિતના ગામલોકોએ જણાવેલ કે આજે સવારે 10 વાગ્યાથી ગુલ થયેલ વીજપુરવઠો 9 કલાક પછી પણ પુનઃ નહિ ઝબુકતા લોકો ભારે અકળાયા હતા. 
     ખાસ કરીને વીજળીથી ચાલતા આ વિસ્તારના સિમેન્ટ પ્રોડક્શન જેવા લઘુઉદ્યોગોના માલિકોએ ધંધો બંધ રહેતા બેકાર બેસીને મજુરોને વેતન આપવાની નોબત સહવી પડી હતી. જેતલસર સહિતના ગામોમાં આટલો લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ રહેવાનું કારણ શું ? તેવા સવાલના જવાબમાં જેતપુર સ્થિત વીજ કંપનીની રૂરલ કચેરીના ફોન ઉપર એવો જવાબ મળ્યો હતો કે જેતપુર થી જેતલસર વચ્ચે ભારે પવનને લીધે વીજતાર અથડાયા હોય, કોઈ જગ્યાએ ફોલ્ટ સર્જાયો છે, જે આજે આખા દિવસની મથામણ પછી પણ મળ્યો નથી.
     તો જેતપુર રૂરલ વીજ કંપનીના અધિકારી સાવલિયા અને ડીવીજનના અધિકારી ધીંગાણીએ અનેક વખત મોબાઈલ પર કોલ કરવા છતાં એક પણ કોલ રીસીવ નાં કરીને રવિવારની રજાનો આનંદ લૂટ્યો હતો, પણ જેતલસર સહીત આજુબાજુના ગામોની પ્રજાએ ગરમીથી પરસેવે રેબઝેબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.  અહીના લોકોએ તંત્રની કામગીરી પરત્વે ભારે રોષાગ્ની બતાવ્યો હતો.
     જેતલસરના યુવાન અરવિંદ રૂપાપરાએ એવું પણ જણાવેલ કે આજુબાજુના 4-5 ગામો વચ્ચે 1 જ વીજ હેલ્પર હોય તંત્ર એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થાનો ભોગ બની રહ્યું છે આમછતાં સ્ટાફ વધારાતો નથી. ખેતીવાડી માટે પણ એક અલગ રીપેરીંગ માટે ટીમની માંગણી કરાઈ છે, પણ લાગતા વળગતા સત્તાધીસો આ બાબતે આંખ આડા કરતા હોય, ચોમાસા દરમિયાન કોઈ ફોલ્ટ સર્જાશે તો ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવી પડશે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812 



શનિવાર, 4 જુલાઈ, 2015

જાતી પ્રત્યે હડધૂત કરનાર સામે એસ્ટ્રોસીટી

જેતપુરના પાંચ પીપળા ગામે દલિત આધેડ મહિલાને 
જાતી પ્રત્યે હડધૂત કરનાર સામે એસ્ટ્રોસીટી 
જેતપુર તા.4
જેતપુરના પાંચ પીપળા ગામે રહેતા રત્નાભાઈ ટપુભાઈ ડાભીના પત્ની દુધીબેન (ઉ.વ.45) ને તે જ ગામના નીતિન મગન લાલકીયા નામના યુવાને ભૂંડી ગાળો આપી, જાતી પ્રત્ર્યે અપમાનિત કરતા દુધીબેને જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
ફરિયાદમાં દુધીબેને જણાવ્યું છે કે આજ થી અઠવાડિયા પહેલા તેના દીકરા વિજય સાથે નીતિનને બોલાચાલી થઇ હતી. જે વાતનો ખાર રાખી આજે નીતિને પોતાને(દુધીબેનને) બેફામ ગાળો આપી, જાતી પ્રત્યે હડધૂત કર્યા હતા. તાલુકા પોલીસે આ વાતની ફરિયાદ લઈને નીતિનને  તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

જેતપુરના રબારીકા ગામેથી ખનીજ ચોરી પકડાઈ ચકરડી-ટ્રક સહીત 4.60 લાખનો મુદામાલ કબજે

વિરપુરના ફોજદાર જોશીનો વધુ એક સપાટો !
જેતપુરના રબારીકા ગામેથી ખનીજ ચોરી પકડાઈ 
ચકરડી-ટ્રક સહીત 4.60 લાખનો મુદામાલ કબજે
જેતપુર તા.4
જેતપુરના  રબારીકા ગામે ગેરકાયદેસર થઇ રહેલી ખનીજ ચોરી સ્થળે દરોડો પાડી વીરપુર પોલીસના પીએસઆઈ જોશીએ ખનીજ ચોરીના સાધનો-ટ્રક મળી કુલ રૂપિયા 4.60 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામની સીમમાં બેરોકટોક મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની વીરપુર પોલીસના ફોજદાર જોશીને બાતમી મળી હતી. દરમિયાન ફોજદાર જોશીએ બાતમીવાળી જગ્યાએ ડોગવોચ રાખતા ગઈ રાત્રીના સરકારી જમીનમાં વ્હાઈટ લાઈમ (સફેદ બેલા) નું જમીન ખોદી ખનન કરાતું હોવાનું જણાતાં વીરપુર પોલીસે જેતપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાને સાથે રાખી દરોડો પાડતા  હાલ સેલુકા(તા.જેતપુર) રહેતો અને મૂળ સરખાયણ(તા.કુતિયાણા)નો દેવા લીલા ઓડેદરા ને રૂપિયા 60 હજારની, બેલા કાઢવાની ચકરડી, તથા રૂપિયા 4 લાખનો ટ્રક અને ટ્રક ચાલક રતિલાલ મુલજી ડાભી(રહે.નવાગઢ)ને પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા ફોજદાર જોશીએ એક ભાજપના આગેવાને જુગાર દરોડા દરમિયાન જરા પણ મચક નાં આપી કડક અમલદારનો દાખલો બેસાડ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812