અનુયાયીઓ

મંગળવાર, 9 જૂન, 2015

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા 

સરસ્વતી સન્માન સમારોહનું આયોજન 

જેતપુર તા.9

સમર્પણ ગુર્પ જેતપુર દ્વારા માત્ર ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેઓ પોત પોતાની શાળામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય તેઓને સન્માનિત કરાશે.  સન્માન સમારોહમાં જોડવા ઈચ્છુક ઉપરોક્ત ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામની ઝેરોક્સ કોપી સંસ્થા કાર્યાલય, પરાગ પુસ્તકાલય, ખોડપરા મેઈન રોડ, જેતપુર ખાતે પહોંચતી કરવા સંસ્થા પ્રમુખ હરીશભાઈ મણીયારનો અનુરોધ છે.

 

 

 

 

 

જેતપુરમાં નવનિર્મિત શીતળા 

માતાજીના મંદિરનું લોકાર્પણ

જેતપુર તા.9

જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ વર્ષોજુના શીતળા માતાજીના મંદિરની કાયાપલટ શહેરના જાણીતા દાતા જગદીશ પાંભરે કરાવી હતી. નવનિર્મિત મંદિરના લોકાર્પણ માટે ગઈકાલે મંદિરની જગ્યામાં હોમ-હવનનું આયોજન કરાતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જગદીશભાઈ પાંભરે પોતાની સેવાનો સિલસિલો ચાલુ રાખી મંદિરનું પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.

 

 

 

પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્રના માનમાં 

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

જેતપુર તા.9

જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર(દેવ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મેઘવાળ જ્ઞાતિના મુક્તિધામ ખાતે બનાવાયેલ દેવસ્મૃતિ જગ્યામાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા કર્મીઓ સહીત મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો  લાભ લીધો હતો. તકે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવું યોગેશ મકવાણાએ જણાવ્યું હતું.. 

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

 

સોમવાર, 8 જૂન, 2015

જેતપુર પાલિકા દ્વારા આયોજિત 

રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં મેદાન 

મારી જતી ઉપલેટાની ટીમ 

જેતપુર તા.8

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઉપલેટાની યોગી ટીમનો વિજય થયો હોવાનું પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણજારાએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ અહીના જીમખાના મેદાનમાં જેતપુર નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના ફાઈનલ મેચમાં ધોરાજીની શિવશક્તિ ઇલેવનના ખેલાડીઓએ નિર્ધારિત ઓવર્સમાં 106 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકને પાર પાડવાની નેમ સાથે ઉતરેલ ઉપલેટાની યોગી ઈલેવનના ખેલાડીઓએ આસાનીથી 107 રન બનાવી લેતા તેનો વિજય થયો હતો.

દરમિયાન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, ભાજપ અગ્રણી મનસુખભાઈ ખાચરીયા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા વિગેરેની હાજરીમાં ફાઈનલ મેચ દરમિયાન જાહેર કરાયેલા મેન ઓફ ધી સીરીજ સંજય ડેર, બેસ્ટ બેટ્સમેં મજહરખાન, બેસ્ટ બોલર જયદીપસિંહ ઝાલાને પારિતોષિક ઇનામો એનાયત કરાયા હતા. ફાઈનલ મેચની વિજેતા ઉપલેટાની ટીમને રાજ્ય મંત્રી જયેશ રાદડિયા દ્વારા રોકડ રૂ.11000, તથા રનર્સઅપ ટીમને રોકડ રૂ.5000 અપાયા હતા. તકે પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર મકવાણાની યાદમાં શિલ્ડ તેમજ ઇનામો અપાયા હોવાનું અરવિંદ વણજારા જણાવે છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

 

જેતપુર ડાઈંગ એશો.- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 

ભાટગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ 

જેતપુર તા.8

તાજેતરમાં જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. તેમજ જેતપુર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુત્રો દ્વારા જેતલસર પંથકના ભાટગામ(સાડી ધોલાઈઘાટ ટ્રીટમેન્ટ)  ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તકે બંને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વૃક્ષરોપણ કરી અન્યોને વૃક્ષારોપણનો રાહ ચીંધ્યો હતો.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

 

ગૌસેવાના લાભાર્થે 

જેતલસર પંથકના રૂપાવટી ગામે આજે રામામંડળ 

જેતલસર તા.8

જેતલસર પંથકના રૂપાવટી ગામે કામધેનું ગૌ રક્ષક ગ્રુપ દ્વારા, ગૌશાળાના લાભાર્થે આજે તા.9.6. ને મંગળવારે રાત્રીના 9 વાગ્યે રામામંડળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા રણુજા જગ્યાના મહંત કરશનદાસબાપુરાજ્યમંત્રી જયેશ રાદડિયા, જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, જેતપુરમાં દાનવીર તરીકે જાણીતા જગદીશ પાંભર સહિતના અગ્રણી આગેવાનોની હાજરીમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આજુબાજુની ધર્મપ્રેમી જનતાને કામધેનું ગૌ રક્ષક ગ્રુપ કમિટી, રૂપાવટી દ્વારા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર 99742 62812

 

શુક્રવાર, 5 જૂન, 2015

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા

જેતપુર શહેર પંથકમાં વરસાદના અમી છાંટણા 
જેતપુર તા.5
જેતપુર શહેર અને પંથકમાં આજે બપોર સુધી પ્રજાને ગરમીએ અકળાવ્યા બાદ સાંજે એકાએક હવામાનમાં પલટો આવતા વાઝળી શરુ થઇ હતી. જોતજોતામાં આકાશમાં કાળા વાદળા અને વાતાવરણમાં ઠંડી લહેરકી પ્રસરી જતા શહેરીજનો જુમી ઉઠ્યા હતા. એક તબક્કે રસ્તે આવતા જતા રાહદારીઓ અને પ્રજાજનો આકાશ સામે મિટ માંડી જાણે મેઘરાજાને બોલાવી રહ્યા હોય અને મેઘાએ પણ જેતપુરવાસીઓના આવકારાને વધાવ્યો હોય તેમ અમી છાંટણાં ચાલુ કરતા સૌમાં રાજીપો છવાયો હતો. પંથકના જેતલસર ગામે પણ એક વરસાદી ઝાંપટાએ ગરમીથી અકળાઈને મકાનોની અગાશી ઉપર સુતા લોકોને ગાદલા ગોદળા નીચે ઉતારવા દોડાવ્યા હોવાની વિગતો મળી હતી.
કશ્યપ, જેતપુર-જેતલસર 

Fwd:

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના પ્રમુખની માનવતા 
રૂ.8 હજારનો મળેલો મોબાઈલ 
મૂળ માલિકને શોધી પરત આપ્યો
રબારીકાના યુવાને કાળી મજુરી કરી મોબાઈલ ખરીદ્યો હતો.
જેતપુર તા.5
જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ જોષીએ નવાગઢ રોડ પરથી મળેલ રૂપિયા 8000 નો મોબાઈલ મૂળ માલિકને શોધી પરત આપી '' માનવતા મરી ના પરવારી હોવાની'' કહેવત સાબિત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા અને સાડી ધોલાઈઘાટમાં મજુરી કરતા મુકેશ બચુભાઈ ભડલિયાનો ગત રાતીના મોબાઈલ ખોવાઈ ગયો હતો. પરસેવાની કમાણીમાંથી ખરીદેલુ સંદેશાવ્યવહારનું આ પ્રસાધન ખોવાઈ જતા મુકેશ હાંફળો ફાંફળો થઈને મોબાઈલ શોધતો હતો. પણ ક્યાંય મળ્યો નહોતો.
બીજીબાજુ પોતાના જીવનને સેવામાં સમર્પિત કરી દેનાર, વર્તમાન સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ અને જેતપુરમાં શ્રી હરિઓમ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય દ્વારા માત્ર 10 રૂપિયામાં ગરીબોને ભાવતું ભોજન પીરસતા જેન્તીભાઈ ઉર્ફે કાળુભાઈ ઉર્ફે જોશીબાપાને નવાગઢ નેશનલ હાઈવે પરથી આ મોબાઈલ મળતા તેઓએ ઉપરોક્ત મૂળ માલિકને શોધીને કોઈ પણ અપેક્ષા વગર મોબાઈલ પરત કરી બ્રહ્મસમાજમાં માનવતાના દર્શન કરાવ્યા હતા. કાળુભાઈએ ઉપરોક્ત યુવાનને માત્ર એક શીખ આપી હતી કે કોઈ પણ વસ્તુ તમોને મળે તો કુદરતનો ડર રાખી મૂળ માલિકને પહોચાડજો, ભગવાન તમને બદલો આપી દેશે..
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર 

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓને સન્માન્વાનું આયોજન - સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન

જેતપુરમાં બ્રહ્મસમાજના તેજસ્વી 
તારલાઓને સન્માન્વાનું આયોજન
જેતપુર તા.5 
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સત્કારવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.19.7.2015 ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓએ વિજય ઝેરોક્ષ - તીનબત્તી ચોક, સરસ્વતી બૂક સ્ટોર - સ્ટેન્ડચોક, અવધ વિદ્યાલય - ભાદર સામા કાંઠે, જેતપુર ખાતેથી ફોર્મ્સ મેળવી, ભરી તા. 8.7.2015 સુધીમાં પરત કરી જવા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ સહિતની કારોબારી સમિતિનો અનુરોધ છે.

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા 
11-11 સમુહલગ્ન-યજ્ઞોપવીતનું આયોજન
જેતપુર તા.5
સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા આગામી 6-12-2015 ના રોજ અહી માત્ર બ્રહ્મસમાજના 11 સમૂહલગ્ન તથા 11 બટુકોના યજ્ઞોપવીત(જનોઈ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોનો લાભ લેવા ઈચ્છતા યુવક યુવતીઓના તેમજ બટુકોના વાલીઓએ પ્રમુખ જેન્તીભાઈ જોશી(9426900363), મંત્રી હિતેશભાઈ રાવલ(9426968307), કારોબારી સભ્યો પ્રવીણભાઈ વ્યાસ(9879683835), ઉપેન્દ્રભાઈ વ્યાસ(9979441244), તથા આશિષ પંડ્યા(9429474711) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જોશી જેતપુર (જેતલસર) 

 

ગુરુવાર, 4 જૂન, 2015

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત

જેતપુર નાઝીક બાઈક સ્લીપ થતા અનીડાના પ્રૌઢનું મોત 
જેતપુર તા. 4
ગઈકાલે સાંજે જેતપુરના જાંબુડી પાસે બાઈક સ્લીપની ઘટનામાં અનીડાના એક વણકર પ્રૌઢનું મોત થયાની ઘટના તાલુકા પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછાડાના વણકર કરશનભાઈ પોલોઅભાઈ વાઘેલા ગઈકાલે સાંજે કડિયા કામ પતાવી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમનું બાઈક જેતપુર ના જાંબુડી ગામ નજીક સ્લીપ થઇ જતા તેમને માથામાં ગંભીર ઈજાઓ સાથે સરકારી એમ્બ્યુલન્સ 108 માં જેતપુર સરકારી હોસ્પીટલે લઇ જવાતા હતા. પણ કરશનભાઈનો મૃતદેહ જ દવાખાને પહોંચ્યો હતો. સરકારી હોસ્પીટલે પીએમ માટે આવેલ આ ડેડબોડી અંગે હોસ્પિટલસુત્રોની જાણ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાની હાથ ધરી છે.

જેતપુરમાં ચોરીનો વિચિત્ર બનાવ !!
તસ્કરો રૂ.1.50 લાખની 3 ભેંસ ચોરી ગયા !!
જેતપુર તા.4
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં એક વાડામાં બાંધેલી 3 ભેંસ કોઈ તસ્કરો હંકારી ઉઠાવી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ અચરજ પામી ગઈ છે.
અત્રેના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મનજીભાઈ પાંભર નામના ખેડૂતે પોતાના વાડામાં બાંધેલી રૂપિયા 1 લાખ 50 હજારની ત્રણ ભેંસ કોઈ પશુચોર ગઈ મોડી રાત્રીના ખીલેથી છોડી, હંકારી, ઉઠાવી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ નવતર ચોરની શોધખોળ આદરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ યમરાજાને 24 કલાક કોઈની જીવાદોરી ના ખેંચવા દીધી !

જેતપુરના સ્મશાનગૃહમાં બનેલી અચરજભરેલી ઘટના !!
''વિસામા'' પરની ભૂદેવની પ્રથમ અર્થીએજ  યમરાજાને       24 કલાક કોઈની  જીવાદોરી ના ખેંચવા દીધી !
----------------------------------------------------------------
વિસામાના લોકાર્પણ બાદ 24 કલાક જેતપુરમાં કોઈનું  મૃત્યુ ના થતા આ વાતે પાછલા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો ! સ્વભંડોળમાંથી ઉભી કરાયેલી સેવાનું ફળ મળ્યાનો પલીકાસુત્રોનો મત : પા.પ્રમુખ 
------------------------------------------------------------------------------------------------------------------
જેતપુર તા.5
જેતપુરમાં મુખ્ય સ્મશાનઘાટમાં બે દિવસ પહેલા ડાઘુઓ માટે  શરુ કરાયેલ ''વિસામા'' ની સેવા દરમીયાન આ સેવાનો લાભ સ્થાનિક ભૂદેવની અર્થીને લાભ મળ્યા બાદ આ સ્મશાન ગૃહમાં 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા આ પ્રજા સુવિધાનું ફળ તાત્કાલિક મળી ગયાની એક આસ્થા જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ વ્યક્ત કરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાએ સ્વભંડોળમાંથી અહીના ભાદર નદી કાંઠે આવેલ સ્મશાનગૃહમાં ડાઘુઓ માટે  ''વીસામો'' અને ચબૂતરાની રૂપિયા 3.70 લાખના ખર્ચે સેવાઓ ઉભી કરી છે. આ બંને સેવાઓ ગઈ તા.2-6-2015 ના રોજ વપરાશ માટે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર ભરત વ્યાસ,  પવડી ચરમેન મંગલાણી, ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, વિગેરેની હાજરીમાં ખુલ્લી મુકાઈ હતી.
આવા સમયેજ શહેરના એક વયોવૃદ્ધ દિનકરભાઈ  પંડયાની ડેડબોડી અંત્યેષ્ટિ માટે આવતા આ પ્રથમ મૃતદેહ નવનિર્મિત વિસામા પર ડાઘુઓએ રાખી હતી. આ ઘટના સાથે આસ્થાની એક એ વાત વણાઈ ગઈ હતી કે વિસામા પર દિનકરભાઈનો મૃતદેહ  પછીની 24 કલાક સુધી કોઈની ડેડબોડી અંત્યેષ્ટિ માટે નહિ આવતા પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે દિનકરભાઈનો મૃતદેહ વિસામા ઉપર રખાયા બાદ યમરાજાએ 24 કલાક સુધી કોઈની જીવાદોરી નાં ખેંચી એટલેકે કોઈનું જેતપુરમાં મૃત્યુ ના થતા, આ એક  છેલ્લાં 25 વર્ષની પહેલી ઘટના હોવાની આસ્થા પાલિકા સુત્રોએ વ્યક્ત કરી હતી. 
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર 




પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ

ફેસબુક ઉપર બ્રહ્મસમાજના આરાધ્ય દેવ એવા 
પરશુરામજી ભગવાન બાબતે અભદ્ર ટીપ્પણી કરનાર 
તત્વોને શોધી સજા કરવા જેતપુર બ્રહ્મ સમાજની માંગ 
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના આગેવાનોનું મામલતદારને આવેદન 
જેતપુર તા.5
કોઈ હરામખોર તત્વોએ બ્રહ્મ સમાજના આરાધ્યદેવ એવા શ્રી પરશુરામજી ભગવાન વિષે અભદ્ર ટીપ્પણી ફેસબુક પર ફરતી કરતા આ વાતને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી કસુરવાર તત્વોને પકડી પાડી સજા સરાવવા સમસ્ત બ્રહ્મ સમાજના આવેવાનોએ આજે જેતપુરના મામલતદારને આવેદન આપ્યું હતું..
મળતી વિગતો મુજબ છેલ્લાં 2 દિવસ થયા ફેસબુક ઉપર '' ભારત એક રહસ્ય '' નામની આઈડી ઉપર કોઈ હરામખોર તત્વોએ ભૂદેવોના આરાધ્ય દેવ ઉપરાંત સકળ સૃષ્ટિ માટે પૂજનીય રામાવતાર શ્રી પરશુરામજી ભગવાનના ફોટો ઉપર અહી લખી નાં શકાય તેવા અભદ્ર શબ્દો લખી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.
આવી બોગસ આઈડી બનાવી કોઈ પણ કોમ, સમાજ, દેવી-દેવતાઓને ઉતારી પાડવા કે તેઓ વિષે અભદ્ર વાણી વિલાસ કરવો તે સંબંધિત ધર્મ, સમાજ માટે દુઃખ-રોષના આંચકારૂપ  હોય, આવી ગુસ્તાખી કરી ધાર્મિક વિવાદ છેડનારને પકડી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ જયંતીભાઈ(કાળુભાઈ)જોશી, હિતેશભાઈ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, અલ્પેશ વ્યાસ, ઉમાશંકર જોશી, નીલેશ જોશી, કશ્યપ જોશી(પત્રકાર) ઉપેન્દ્ર વ્યાસ, શુભાષ તેરૈયા, દીપક ત્રિવેદી, અશ્વિનભાઈ વ્યાસ, બ્રહ્મસમાજ મહિલા મંડળના  ક્રિષ્નાબેન તથા નીતાબેન મહેતા આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી મામલતદાર ભોરણીયાને આવેદન સુપ્રત કર્યું હતું..
ફોટો અને સમાચાર- કશ્યપ જોશી જેતપુર 



મંગળવાર, 2 જૂન, 2015

જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !

જેતપુરના વાલીમંડળે સફળતાના કર્યા શ્રીગણેશ !!
જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !
સ્પેસ સ્કુલના સંચાલકો બાળકોને લુંટવા માંગતાં હતા, પણ વાલીમંડળના આગેવાનો પહોચી ગયા. રૂ.1600 ના 2600 ફી કરી હતી પણ હવે માત્ર રૂ.1760/- ફી જ લેવા શાળા સંચાલકોની વાલી મંડળને ખાતરી અપાતા બાળકો-વાલીઓ ભારે ગેલમાં !!
જેતપુર તા.2
જેતપુર શહેરમાં ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં કરાયેલ ફી વધારા બાબતે કોઈનો વિરોધ ના થાય તો બને તેટલા બાળકોને ફી બાબતે લુંટી લેવાની નીતિ અખત્યાર કરતા શાળા સંચાલકો સામે સ્ટેપ બાય સ્ટેપ પગલા ભરવા અને ભરાવવા કટ્ટીબદ્ધ જેતપુર નવાગઢ શહેર વાલીમંડળના આગેવાનોને આજે ગજબની સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું..
જો કે ''ચમત્કાર વગર નમસ્કાર નહિ'' એવી કહાવત અક્ષરસઃ સાબિત થઇ હોય તેમ અહીની ખાનગી સ્કુલ સ્પેસના સંચાલકોએ અગાઉની નિયત ફી રૂપિયા 1600/- માં રૂપિયા 1000/- નો વધારો કરી ચાલુ સત્રથી રૂપિયા 2600/- તોતિંગ ફી વધારો વસુલવાનું નક્કી કરતા આ વાત જેતપુરના વાલીમંડળની અદાલતમાં આવી પહોચી હતી.
આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવવા અને ફી વધારો પાંછો ખેંચાવવાના આશય સાથે આજે આ શાળા પર વાલીમંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ, અન્ય હોદેદારો શૈલેશ સાવલિયા વિગેરે દોડી ગયા હતા. અને બાળકોને લુંટવાનું બંધ કરો, ફી વધારો પાંછો ખેંચો, વિગેરે વાતોનો સુત્રોચ્ચાર કરી શાળા પરિસરને ગુંજવી દેતા, શાળા સંચાલકો ભારે મુંજવણ ભરેલી સ્થિતિમાં આવી જઈ વાલીમંડળના આગેવાનો સાથે બેઠક કરી,, સહકારાત્મક અભિગમ વચ્ચે રૂપિયા 1000 નો ફી વધારો પાંછો ખેંચી, નિયત ફી માં માત્ર રૂ.160 વધારો સુચવી રૂ.1760/- જ ફી લેવા ખાતરી આપતા ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં રાજીપો છવાયો હતો. આ તકે આવતીકાલ તા.4.6.15 ના રોજ સવારે 10 કલાકે સ્પેસ સ્કુલના પરિસરમાં જ વાલીમંડળે એક બેઠકનું આયોજન કર્યું હોય, વિદ્યાઓ વિદ્યાર્થી ઓને મળતી સેવાઓ અને પડતી અગવડતાઓ બાબતે ચર્ચા વિચારણા કરવાની હોય, આ શાળાના વાલીઓએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
હવે બીજી શાળાઓમાં ફી વધારો પાછો ખેચાવાશે !
જેતપુર: વાલિમંડળના આગેવાનોએ પોતાની સફળતાના શ્રીગણેશ કર્યા બાદ તે શાળામાં ઉપસ્થિત શાળા સંચાલકો અને વાલીઓને જણાવેલ કે જેતપુર નવાગઢની હજુ ઘણી શાળાઓમાં પાછલા બારણેથી ફી વધારો ઠોકી બેસાડયો હોવાની ફરિયાદો મળી છે. કોઈ વાંધો ના ઉઠાવે તો અસહ્ય ફી વધારો વસુલવા પાછીપાની નાં કરવી તેવી નીતિમાં રાચતા શાળા સંચાલકો સામે જરૂર પડ્યે આંદોલનાત્મક કાર્યક્રમો પણ રજુ કરતા વાલીમંડળ અચકાશે નહિ તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

સમાચાર અને ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર 9974262812