અનુયાયીઓ

સોમવાર, 25 મે, 2015

જેતપુરમાં રાજ્યમંત્રી-પાલિકાસુત્રોએ સાફસફાઈ હાથ ધરી


જેતપુરમાં રાજ્યમંત્રી-પાલિકાસુત્રોએ સાફસફાઈ હાથ ધરી
જેતપુર તા.25
ગઈકાલે રવિવારે જેતપુરમાં રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા અને જેતપુર નવાગઢ નગર પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાના નેજા હેઠળ મહાત્મા ગાંધી રોડ પર સાફસફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના હિતેશ રાવલ, મીનાક્ષીબેન સોજીત્રા, બિંદીયા મકવાણા, કિશોર શાહ, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, વિગેરે જોડાયા હતા.
કશ્યપ જોશી જેતપુર 99742 62812

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા તૈયાર નથી, બોલો !!

જેતપુરમાં કોઈ શાળા સંચાલકો ગરીબોને ભણાવવા  તૈયાર નથી, બોલો !!
આરટીઈ અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં જેતપુરના શાળા સંચાલકોના રીતસરના ઠાગાઠૈયા ! વાલીઓ ભારે મુજવણમાં !?
જેતપુર તા.25
જેતપુર શહેરના મોટાભાગના શાળા સંચાલકો પોત પોતાની શાળામા ધોરણ 1 ના વિદ્યાર્થીઓની સંખ્યા અને ફીના ધોરણ બાબતે સ્થાનિક વાલીઓ અને શાશનાધીકારીને જાણે ઉંધા ચશ્માં પહેરાવી ગરીબ બાળકોને પ્રવેશ(આરટીઈ અંતર્ગત) આપવામાં રીતસરના ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે જેતપુર નવાગઢ શહેર વાલી મંડળે લાગતા વળગતા શૈક્ષણિક સત્તાધીશોને લેખિત રજુઆતો કરી છે.
 આ બાબતે મળતી વિગતો મુજબ, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિગેરેને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે જેતપુર શહેરમાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ મેળવવા 268 જેટલા બાળકોએ ધો.1 માં પ્રવેશ ફોર્મ ભર્યા છે. બીજીબાજુ દરેક ખાનગી શાળામાં સરકારના આ નિયમ મુજબ 25 ટકા બાળકોને પ્રવેશ ફરજીયાત આપવો તેવો સરકારના આદેશ છે. 
પણ અહીના શાળા સંચાલકો પોત પોતાની શાળામાં ભણતા ધોરણ 1 ની સંખ્યામાં વ્યાપક ગોટાળા કરી, સ્થાનિક શાશનાધિકારીને અને વાલીઓને ઉંધા ચશ્માં પહેરાવાની કોશિશ કરતા હોય, ઉક્ત 268 છાત્રોમાંથી પણ અનેક બાળકો પ્રવેશથી વંચિત રહી જાય તેવો તાલ સર્જાયો છે.
બોક્સ: છાત્રોની સંખ્યા બાબતે શાળા સંચાલકોએ આવું કર્યું !!?? 
જેતપુર: સરકારી નિયમ મુજબ ફરજીયાત 25 ટકા બાળકોને પોતાની નિશાળમાં પ્રવેશ આપવાના સરકારી પરિપત્રથી મુંજાયેલા જેતપુરના મોટાભાગના શાળા સંચાલકોએ પોત પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની ઓછી સંખ્યા દેખાડવા માંડ્યા?! દા.ત. જો કોઈ શાળા સંચાલક પોતાની શાળામાં ધો.1 ના છાત્રોની સંખ્યા 100 બતાવે તો 25 ગરીબ બાળકોને પ્રવેશ આપવો પડે. તેના બદલે 26, 36, 42 એવી સંખ્યા બતાવતા સ્થાનિક વાલીમંડળને શંકા જતા આ બારાની ઉચ્ચ શિક્ષણ તંત્રને રજુઆતો કરી છે.
બોક્સ: જી.શિક્ષણાધિકારી આટલું તપાસે એટલે સત્ય બહાર આવે !?
જેતપુર: જેતપુર નવાગઢ વાલી મંડળના પ્રમુખ જીતુભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ વી. જણાવે છે કે ધો.1 ના બાળકોને સંખ્યા બાબતે વાલીઓ સહીત સૌને ઉંધી ટોપી પહેરાવી રહેલા જેતપુરના શાળા સંચાલકોની આંખો ઉઘાડવા છેલ્લા 3 વર્ષ (2013-14-15) ના હાજરી પત્રકો, છાત્રોની માસિક ફી, સત્ર ફી, પ્રવેશ ફી વી.ની તાત્કાલિક કાર્બન કોપી જીલ્લા શિક્ષણાધિકારી મંગાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવાની શક્યતાઓ નકારી શકાય નહિ !? (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના લેખકનું સન્માન 
જેતપુર તા.25
તાજેતરમાં વઢવાણમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન નિર્મિત મેગેઝીન દ્વારા જેતપુરના લેખક જીતુભાઈ ધાધલને શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્યિક પત્રકારત્વ એવોર્ડ(2014-15) એનાયત કરીને સન્માનિત કરાયા હતા.
ફોટો : જીતુભાઈ ધાધાલનો એવોર્ડ સાથે  (કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)
++++++++++++++++++++++++++++++++++++++++++++++
રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડે પકડી લીધો 
પોરબંદર-જુનાગઢ-રાજકોટ જીલ્લામાંથી નાશતો ફરતો 
પ્રોહીબીશન બુટલેગર જેતપુરના બસસ્ટેન્ડમાંથી પકડાયો
જેતપુર તા.25
દેશી દારૂ પકડાવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમય થયા પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકા પોલીસના ગુનાઓમાં નાશતા ફરતા જુનાગઢના આરોપીને આજે જેતપુરમાંથી એલસીબી રાજકોટના ભુરાભાઈ માલીવાડે પકડી પાડ્યો હતો.
મળતી વિગતો મુજબ જુનાગઢના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતો મુળુ અરજણ રબારી પોરબંદરના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં, જુનાગઢના ઈ ડીવીજન પોલીસ સ્ટેશનમાં અને રાજકોટના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અનેક વાર દેશી દારૂના વેંચાણમાં પકડવાના ગુના સબબ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પણ વખતો વખત સંબંધિત પોલીસને દારુ દરોડા દરમિયાન હાથતાળી આપી મુળુ  નાશવામાં સફળ રહેતો હોય, ત્રણ જીલ્લાની પોલીસ તેમને શોધતી હતી.
દરમિયાન આ પ્રોબીશન બુટલેગર જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં આવ્યો હોવાની રાજકોટ રૂરલ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા, એલસીબીના પીઆઈ ઉનડકટની સુચનાથી સ્ટાફના નીલેશભાઈ, નરેન્દ્રસિંહ રાણા વિગેરેએ અહીના બસસ્ટેન્ડમાંથી મુળુને પકડી પાડી જેતપુર તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યાં કાયદેસરની વિધિ બાદ મુળુંને ટ્રાન્સફર વોરંટ દ્વારા જુનાગઢ અને કુતિયાણા પોલીસ તરફ રવાના કરાશે.(કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812)

શનિવાર, 23 મે, 2015

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના 15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! 
જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના  
15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!
જેતપુર તા.23
જેતપુરના વાડાસડા ગામે આજથી ચાર દિવસ પહેલા ગામલોકોની બાતમી પરથી જેતપુર સ્થિત વનખાતાના સ્ટાફે વાડાસડા દોડી જઈ, પાંજરું ગોઠવી દીપડીને પકડવા પ્રયાસો કર્યા હતા. પણ શેરડીના વાડમાં ધીંગામસ્તી કરતા 15-15 દિવસના 2 બચ્ચા મળી આવતા બચ્ચાને દૂધ પીવડાવી ઉછેરવાની વનખાતું સેવા કરતુ હોવાનું આરએફઓ નંદાણીયે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ ગઈ 19-5.  રોજ જેતપુર તાલુકાના વાડાસડા ગામે એક દીપડી બચ્ચા સાથે સીમમાં ફરી રહી હોવાની બાતમી મળતા જેતપુર વનખાતાના એમ.ડી.નંદાણીયા સ્ટાફ સાથે આ ગામની સીમમાં દોડી જઈ પાંજરું ગોઠવ્યું હતું.
પણ દીપડી પાંજરા તરફ ફરકતી નહોતી. બીજીબાજુ વાડાસડાના યુવા આગેવાન અશોકસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વનખાતું દીપડીની શોધમાં હતું ત્યારે ગામની સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ કાનજીભાઈ ચૌહાણની વાડીમાંથી ખેતપાકની વચ્ચેથી ધીંગામસ્તી કરતા કરતા 2 બચ્ચા (15-15 દિવસના) મળી આવતા વન તંત્રે આ બંને બચ્ચાને વહાલથી ઉપાડી લઇ ગુપ્ત સ્થળે રાખી છેલ્લા 4 દિવસ થયા દુધની બોટલ દ્વારા દૂધ પાઈ ઉછેર કરી રહ્યા છે. જો કે દીપડી હજુ પકડાઈ નાં હોય ગામના સીમ ખેડૂત વર્ગમાં ભયનું લખુંલખું પસાર થઇ ગયું છે. અમુક ધીરજ ગુમાવી બેસેલા ખેડૂતોએ ત્યાં સુધી કહ્યું કે દીપડી નાં પકડાય તો કોઈ વાંધો નહિ, પણ વન તંત્ર દીપડીના બચ્ચા જ્યાંથી હાથ લાગ્યા ત્યાં મૂકી જાય તો માં તે માં ની કથની મુજબ દીપડી ગમે ત્યાંથી બચ્ચા સુધી પહોચી જશે.

બોક્સ:  રોજ બચ્ચા રાત્રે પાંજરે મુકાય છે !
જેતપુર: વનખાતાના આરએફઓ નંદાણીયાએ એક મુલાકાત દરમિયાન જણાવેલ કે છેલ્લા ચાર દિવસ થયા રોજ રાત્રીના દીપડીના બચ્ચાને વાડાસડા સીમમાં લઇ જઈને પાંજરે રાખી દીપડીને પકડવા કવાયત આદરાઈ રહી છે. પણ દીપડી જાણે ડરપોક હોય તેમ પાંજરા પાસે ફરકતી નથી.તેઓએ એમ પણ જણાવેલ બચ્ચા ખુબ નાના હોય, બંનેનો જન્મ વાડાસડાની સીમમાં જ થયો હોવો જોઈએ અને દીપડી પણ તેટલા વિસ્તારમાંજ હોવી જોઈએ. આ બાબતે જે હોય તે પણ વાડાસડા ના ખેડૂતોનો ભય દુર કરવા દીપડી પાંજરે પુરાય તે જરૂરી છે.
કશ્યપ જોશી જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++
15 દિવસ પહેલા અકસ્માતે દાઝેલા 
જેતપુરના વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત
જેતપુર તા.23
જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સવિતાબેન ભાણાભાઈ નામના વૃધ્ધા આજથી એક પખવાડિયા પહેલા રસોડામાં પ્રાયમસની ઝાળે દાઝી જતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત થયાનું શહેર પોલીસ દફતરે જાહેર કરાયું હતું.
જેતપુરમાં જુગાર દરોડો, ખેલંદો ભાગી ગયો !
જેતપુર તા.23
જેતપુરમાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં એક કે યુવાન પોતાના મોબાઈલ પર જુગાર રમાડતો હોવાની અહીના એએસપી દેસાઈને બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે એએસપીએ સ્ટાફને સાથે રાખી ઉપરોક્ત વિસ્તારમાં ત્રાટકતા મહિપત ઝીલુભાઈ નામનો દરબાર યુવાન પોલીસેને જોઇને નાશી છૂટ્યો હતો. પોલીસે મહીપતના ઘરમાંથી એક મોબાઈલ, રોકડ રૂ.26000 તથા એક બાઈક મળી કુલ રૂ.57000 નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 કશ્યપ જોશી -જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



શુક્રવાર, 22 મે, 2015

જેતપુરમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ - (કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત 

જેતપુર તા.22

આજે વહેલી સવારે જેતપુર નઝીક ધોરાજી રેલ્વે ફાટક પરથી પસાર થતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક અજાણ્યા યુવાનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પરની ફાટક પાસેથી પસાર થયેલી વેરાવળ તરફ જતી ટ્રેન હડફેટે ચડી ગયેલ એક યુવાનનું કરુણ મોત થયાની ઘટનાની જાંણ પરથી શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશ સરકારી હોસ્પીટલે ખસેડી છે. 30 વર્ષના અજાણ્યા યુવાનને કોઈ જાણતું  હોય કે વાલી વારસ હોય તો શહેર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. (કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ 

જેતપુર તા.22

જેતપુર નગર પાલિકા આયોજિત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો ગઈકાલથી જેતપુરના જીમખાના મેદાનમાં ભવ્ય શુભારંભ થયો હતો.

બાબતે માહિતી આપતા પાલિકાના રમ્મત ગમ્મત ચેરમેન અરવિંદ વણઝારાએ જણાવેલ કે પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલે સ્થાનિક એએસપી સુધીર દેસાઈના હસ્તે પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, ચીફ ઓફિસર વ્યાસ, સુધરાઈ સભ્યો પ્રમોદ ત્રાડા, જીમખાના પ્રમુખ વસંત પટેલ વિગેરેની હાજરીમાં થયો હતો. ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો છે. 10 દિવસ ચાલશે તેમજ 29.5. ના રોજ ફાઈનલ મેચ રમાશે.   

(ફોટો : કશ્યપ જોશી - જેતપુર – 9974262812)

 

 


ગુરુવાર, 21 મે, 2015

વરલી ફીચરના આંકડા લેતા ચાર સામે પોલીસની કાર્યવાહી

જેતપુર તાલુકાના ડેડરવા-સ્ટેશન વાવડીમાં 
વરલી ફીચરના આંકડા લેતા ચાર સામે પોલીસની કાર્યવાહી 
જેતપુર તાલુકા પોલીસે ગઈકાલે તાલુકાના ડેડરવા સ્ટેશન વાવડી ગામે વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્શોને પડકી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમટીયાએ સ્ટાફના દિવ્યેશ આહીર, વિગેરેને સાથે રાખી પ્રથમ  ડેડરવા ગામે રાત્રીના વરલીના આંકડા લખતા પ્રવીણ ભીમજી ચાવડાને વરલીના સાહિત્ય અને રોકડ 1970 રૂપિયા સાથે પકડી પાડ્યો હતો. પ્રવીણ, મનું નામના યુવાનને આંકડા કપાત કરાવતો હોવાની વિગતો પોલીસે પોલીસે તેમને પણ પકડવાની કવાયત હાથ ધરી છે.
જયારે સ્ટેશન વાવડી ગામે પણ વરલીના આંકડા લખતા વિક્રમ ગોવિંદ આહિરને રોકડ 5520 રૂપિયા અને વરલીના સાહિત્ય સાથે પકડી પાડ્યો હતો. ફોજદાર કરમટીયાએ જણાવેલ કે વાવડીનો વિક્રમ આહીર જેતપુરના પ્રવીણ દામોદર લોહાણાને કપાત કરાવતો હોય તેમની પણ અટક કરવાની વિધિ હાથ ધરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812


બુધવાર, 20 મે, 2015

રાજકોટ જીલ્લાના જેતપુર શહેર તાલુકાના વિવિધ વર્તમાન - કશ્યપ જોશી - પત્રકાર - જેતપુર - 9974262812

જેતપુર નગર પાલિકા આયોજિત 

રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી જેતપુરમાં પ્રારંભ 

જેતપુર તા.20

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો આજે તા.21 ના રોજ રાત્રીના 7-45 વાગ્યેથી, બસ સ્ટેન્ડ સામેના જીમખાના મેદાનમાં પ્રારંભ થશે. ગામડા અને શહેરોના ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર શરુ થનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટક તરીકે રાજ્ય મંત્રી જયેશ રાદડિયા અને સહઉદ્ઘાટકો તરીકે જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, પાલિકા ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, જેતપુર જીમખાના પ્રમુખ વસંતભાઈ પટેલ વી.હાજર રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટનો નઝારો માણવા ક્રિકેટ રસિકોને રમતગમત ચેરમેન અરવિંદ વણઝારા અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસનો અનુરોધ છે.

કશ્યપ જોશી જેતપુર 

--------------------------------------------------------------------------

જેતપુરના ગોંદરા વિસ્તારમાં વોંકળાની સફાઈ કરાઈ 

જેતપુર તા.20

જેતપુર શહેરમાં પ્રતિ ચોમાસાની ઋતુ દરમિયાન જુદા જુદા વોંકળામાં ચારે તરફથી વરસાદી પાણીમાં કચરો તણાઈને આવતા હોય ઘણી વખત વોંકળાના પાણી છલકીને રોડ રસ્તા પર આવી ગયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આગામી ચોમાસાને ધ્યાને લઇ, ''પાણી પહેલા પાળ'' જેવી કહેવત સાબિત કરીને જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ શહેરના ગોંદરા વિસ્તારમાં પાલિકાની સેનિટેશન શાખાને સાથે રાખી વોંકળાની સફાઈ કરાવી હતી તે પ્રસ્તુત તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે.  ફોટો : કશ્યપ જોશી જેતપુર 

---------------------------------------------------------------------------------------

સન્માન: જેતપુર પાલિકા પ્રમુખનું 

તાજેતરમાં રાજકોટ ખાતે ભારતીય જનતા પક્ષની એક બેઠક યોજાયી હતી. જેમાં જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.   ફોટો : કશ્યપ જોશી જેતપુર 

-----------------------------------------------------------------------------------------

જેતપુરના વાર્તાકારની 24 મીએ, આકાશવાણી પર વાર્તા રજુ થશે

જેતપુર તા.20

જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપના પ્રમુખ અને જાણીતા વાર્તાકાર હરીશભાઈ મણિયાર આગામી 24.5.ને રવિવારના રોજ, આકાશવાણી કેન્દ્રના બાલસભા કાર્યક્રમમાં, સવારે 9:30 કલાકે બાળવાર્તા રજુ કરશે.તેઓનો આ 23 મો કાર્યક્રમ રેડિયો પરથી રજુ થનાર હોવાનું વાર્તાકાર જણાવે છે.     ફોટો : કશ્યપ જોશી જેતપુર 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના વેપારી સહીત 2 જણા  

ભેળશેળની ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા 

જેતપુર તા.20

જેતપુરમાં કરીયાણાના વેપારી કેશુભાઈની દુકાનમાં ત્રાટકેલા ફૂડ ઇન્સ્પેકટરને હિંગમાં ભેળશેળની શંકા જનતા નમુનો લઇ દુકાન માલિક તથા હિંગ ઉત્પાદક સુનીલ કાચા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ફરિયાદનો કેઈસ જેતપુરની જ્યું.મેજી.કોર્ટમાં ચાલી જતા તહોમતદાર પક્ષે વકીલ જનક પટેલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે બંનેને નાં કસુરવાર માની નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો..

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

જેતપુરના દેરડી ગામે પરણીતાને ધમકી મળી !

ગામ મૂકી જતી રહેજે નહીતર આખા પરિવારને મારી નાંખીશ !

જેતપુર તા.20

જેતપુર તાલુકાના દેરડી ગામે એક પરિણીતાને તે જ ગામના શખ્શે ગામ મૂકી જતી રહેવા અન્યથા આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ તાલુકાના દેરડી ગામે રહેતી રશ્મિતાબેન જયેશભાઈ ભાયાણીને તે જ ગામના દીલું શેખવા નામના યુવાને ''ગામ મુકીને જતી રહેજે અન્યથા તારા આખા પરિવારને જાનથી મારી નાખવાની મોબાઈલમાં ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવેલ કે ફરિયાદી અને તહોમતદાર કોઈ ચક્કર ચાલતું હોય, અગાઉ પણ આ બારાની ફરીયાદ કરાઈ હતી. બનાવની વધુ તપાસ જમાદાર બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


મંગળવાર, 19 મે, 2015

જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



જેતપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત - જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત - જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી

જેતપુરના વૃદ્ધાનું  ઝેરી ટીકડા ખાતા મોત 
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર જમાદારની વાડી વિસ્તારમાં  રહેતા શારદાબેન પરસોત્તમભાઈ કયાડા નામના 70 વર્ષના વૃધ્ધાએ આજે કોઈ અગમ્યો કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયાનું શહેર પોલીસના એડી રજીસ્ટરમાં નોંધાયું છે. પોલીસે શારદાબેનને આવું પગલું કેમ ભરવું પડ્યું ? તે અંગે તપાસ હાથ ધરી છે.
જેતલસર નઝીક રીક્ષા પલટી ખાતા ચાલકનું મોત 
જેતપુર તા.19
જેતલસર ગામના દલિત કાનજીભાઈ ઘેલાભાઈ મહીડા(ઉ.વ.60) ગત રાત્રીના પોતાની તલની ગુણો ભરેલી છકડો રીક્ષા લઈને જેતલસર થી ગોંડલ તરફ જતા હતા. ત્યારે તત્કાલ બાઈપાસ રોડ ઉપર શાળા પાસેની ગોળાઈમાં રીક્ષા પલટી ખાઈ જતા ચાલક કાનજીભાઈ રીક્ષા અને તલના કોથળા નીચે દબાઈ જવાથી મોત પામ્યા હતા. બનાવની જાણ પરથી તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં રૂ.72 હજારની ઘરફોડ ચોરી
જેતપુર તા.19
જેતપુરના અમરનગર રોડ પર વિપ્ર પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી, શહેર પોલીસને પડકાર ફેંકી તસ્કરો રૂ.72 હજારની મત્તા ચોરી કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગત મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ નંદનવન સોસાઈટી પાછળ રહેતા કાન્તિલાલ મોહનલાલ જોશીના બંધ મકાનનો મોકો જોઇને, મકાનના તાળા-નકુચા તોડી તસ્કરોએ, અંદર પ્રવેશી, કબાટ તેમજ રસોડા સહીત જુદી જુદી જગ્યાએ રાખેલા રોકડ 40 હજાર, રૂ.5 હજારનો એક મોબાઈલ તેમજ રૂપિયા 27 હજારના સોનાના પેડલ-બુટી મળી કુલ 72 હજારની મત્તા ચોરી જતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
કશ્યપ જોશી- જેતપુર - 9974262812 



વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર સાફ કરતુ પાલિકા તંત્ર

પ્રજા ફરિયાદને કારસામાં ખપાવતા જેતપુર પાલિકા પ્રમુખ !! 
વડલી ચોક વિસ્તારની ભૂગર્ભ ગટર 
સાફ કરતુ પાલિકા તંત્ર
પાલિકા પ્રમુખ રમાબેન કહે છે કોઈ હિતશત્રુઓ જાણીજોઇને ભૂગર્ભ ગટર બુરવાના હીન પ્રયાસો કરે છે !
(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તા.19
જેતપુરના વડલી ચોક વિસ્તારમાં એક ભૂગર્ભ ગટરને કોઈ હિતશત્રુઓ જાણી જોઇને બુરવાનો પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ કરી આજે આ ભૂગર્ભ ગટર સાફ કરાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના વડલી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળતા હોવાની ફરિયાદ બાદ જેતપુર પાલિકા પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ તંત્રના માણસોને લઈને જેસીબી સાથે ફરિયાદવાળી જગ્યાએ દોડી ગયા હતા. 
જ્યાં ભૂગર્ભ ગટર ખોલીને તપાસ કરાતા ગટરમાંથી કચરો, ગાભા, અને પથ્થરો નીકળતા, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા હોવાનો પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પત્રકારો સમક્ષ આક્ષેપો કર્યા હતા. પાલિકા પ્રમુખે એક લેખિત યાદીમાં એવું પણ જણાવેલ છે કે તેમને બદનામ-હેરાન કરવા કોઈ તત્વો ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈ જાય તે રીતે ગટરમાં ગાભાના ડુચ્ચા, પથ્થરો નાખી દે છે. પણ આ વાતની ખાનગી રાહે તપાસ કરાવી, ભૂગર્ભ ગટર બુરવા પ્રયાસો કરતા તત્વો પકડાશે તો કાયદેશરની કાર્યવાહી હાથ ધરાશે..
ફોટો : - કશ્યપ જોશી જેતપુર  
 

સોમવાર, 18 મે, 2015

AVSAAN NONDH JETALSAR KASHYAP JOSHI JETPUR JETALSAR


​અવસાન નોંધ :
જેતલસર(ગામ): જમનભાઈ રૂડાભાઈ ઠુંમરના પુત્ર જીજ્ઞેશભાઈ(ઉ.વ.39) તે દિશાન્તના પિતાનું તા.17.5.15 ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.21 ને ગુરુવારના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જેતલસર(ગામ) ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

રવિવાર, 17 મે, 2015

જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી

ભિક્ષાવૃતિ કરતી અને માનસિક અસ્થિરતા ધરાવતી મહિલાની
જૂની સાંકળીની સીમમાંથી કોહવાઈ ગયેલી લાશ મળી 
જેતલસર તા.17
આજે બપોરે જેતલસર પંથકના જૂની સાંકળી ગામની સીમમાંથી એક ભટકતી અસ્થિર મગજની મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જૂની સાંકળી ગામની સીમમાં, જેતલસરના રમેશભાઈ ભુવાની વાડીના કુવા નઝીકની એક અવાવરું ઝાળીમાં એક મહિલાની લાશ પડી હોવાની જાણ કરતા તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી, દિવ્યેશ  આહીર,જયવીરસિંહ રાણા, બાબુભાઈ સોસા વિગેરેને લઈને જૂની સાંકળીની સીમમાં પહોચ્યા હતા.
દરમિયાન આજુબાજુના સીમ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ લાશ આશરે 35 થી 40 વર્ષ ધરાવતી, ભિક્ષાવૃત્તિ કરતી અને માનસિક અસ્થિરતા વચ્ચે રખડતી ભટકતી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ કોહવાઈ ગયેલી લાશને પીએમ માટે પ્રથમ જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા, વિશેષ પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજમાં ખસેડી છે. બનાવની વધુ તપાસ ફોજદાર કરમટીયા અને બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 99742 62812

જેતલસર પંથકનું એક ગામ, નવી સાંકળી જ્યાં... ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !

જેતલસર પંથકનું એક ગામ,  નવી સાંકળી જ્યાં...
ચાની એક પણ દુકાન નથી ! ગુટખા વેંચાણ પર પ્રતિબંધ !
ગામમાં દરેક શેરી-રોડ સીસીથી પાકા, ઘરે ઘરે કબૂતરના માળા, ટ્યુબ લેવલથી પાણી વિતરણ ગામની ખાસિયત !
(કશ્યપ જોશી) જેતલસર તા.17
  જેતલસર પંથકના 12 ગામો પૈકીના એક નવી સાંકળી ગામના લોકોની રહેણી-કેહણી, જીવનશૈલી અને ખાસિયતો જાણવા જેવી છે.
આજથી આશરે 150 વર્ષ પહેલા થાણાદેવળી(અમરનગર) સ્ટેટના  રાજાશાહીનો દબદબો હતો ત્યારે આ સ્ટેટના ગણાતાં જૂની સાંકળીના દરબાર પરિવારોના ભાઈઓમાં ભાયુંભાગ પડતા નવી સાંકળી અસ્તિત્વમાં આવ્યું હતું.
     આવા સમયે ગણ્યાંગાંઠ્યા જ ખેડૂતો હોય, તેમજ તમામ સુખી સંપન્ન, ઢોર- ઢાંખર ધરાવતા હોય, બધા દૂધ, છાસ, દહીં, માખણ અને ધી નો છૂટથી ખાવાપીવામાં ઉપયોગ કરતા. મોટાભાગના બધા નિર્વ્યસની હતા. અમુક બીડીના બંધાણી હતા, પણ દુધની વ્યાપક ઉપજથી કોઈને ચાના પીણાનું વ્યસન નહોતું, એટલે ચાની દુકાન કરવી પડે તે વાતને કોઈ સ્થાન અપાયું નહોતું..
આટલી વાતો પછી ગામની ખાસિયતો અને સુવિધાઓ પર પ્રકાશ ફેંકતા 96 વર્ષની જૈફ વય ધરાવતા જેરામભાઈ જેઠાભાઈ ઠુંમર નામના ખેડૂત આતાએ જણાવેલ કે ભાઈ ગામમાં કોઈ એક કિલો ફરસાણ બનાવે તોય ખાધા વગર બગડી જતું !
      માત્ર વીશેક ખાતેદાર ખેડૂતોથી વસેલો નવી સાંકળી ગામનો ટીંબો અત્યારે 740 જનસંખ્યા, 6 વોર્ડમાં વસેલું અને 521 મતદારોનું ગામ બની ગયું છે. આજે અહી 150 જેટલા ખાતેદાર ખેડૂતો ખેતીકામ કે નાના મોટા ધંધા, રોજગાર અને વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ગામના વયોવૃધ્ધો ધર્મપરાયણતામાં રચ્યા પચ્યા રહે તે માટે અહી શ્રી રામજી મંદિર, શિવ મંદિર અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરો પણ બંધાયેલા છે.
બોક્સ: ગામમાં ગુટખા વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ !
જેતલસર: ગામના સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે નવી સાંકળીમાં અત્યારે પાંચેક પાન-સોડાની દુકાનો છે, પણ ગુટખા વેંચાણ પર સ્વયં દુકાનદારોએ પ્રતિબંધ લાદયો હોય ગામની એક આ ખાસિયત ગણાવાય છે.
બોક્સ: ઘરે ઘરે કબુતર-પક્ષીઓના માળા ! 
જેતલસર: વર્તમાન હાઈટેક યુગમાં દયા-પ્રેમની લાગણીઓનું અધઃપતન થતું જોવા મળે છે ત્યારે નવી સાંકળીના પ્રજાજનોનો પક્ષીપ્રેમ છાપરે ચડીને પોકારતો હોય તેમ અહી ઘરે ઘરે કબૂતરના-પક્ષીઓના માળા જોવા મળ્યા હતા. આવા માળાઓ ઘરે ઘરે લટકાવાની સેવામાં ગામના પ્રભુદાસભાઈ ગીરધરભાઈ રૂપાપરા ઉર્ફે દાસભાઈની ઉઘાડા પગે કરાતી સેવાની સૌમાં સરાહના થતી સાંભળવા મળી હતી. દાસભાઈ ગામની જય અંબે ગરબી મંડળમાં પણ પોતાની સેવાનું મહત્તમ યોગદાન  આપતા હોવાનું જાણવા મળ્યું હતું..
બોક્સ: ટ્યુબ લેવલથી પાણી વિતરણ, અન્ય ગામોએ ધડો લેવા જેવું !!
જેતલસર: ગામના પ્રભુદાસભાઈ ઉર્ફે દાસભાઈએ પોતાની માસ્ટરી દ્વારા નવી સાંકલીમા રહેણાંક મકાનના ડેલે ડેલે ટ્યુબ લેવલથી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાઈ છે. જેમાં પહેલા ગામનું પાણી વિતરણ  ટાંકીમાંથી પાણી છોડાય ત્યારે પાણી સૌ પ્રથમ મકાનોના ડેલા બહાર ઉભા કરાયેલ નળમાંથી નીચેના પાઈપમાં પાણી છોડાય છે જે પાઈપ વાટે પાણી ઘરમાં આવે  છે. આવી વ્યવસ્થાથી કોઈ દિવસ કોઈને પાણી ખેંચવા ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવો પડતો નથી. આજુબાજુના કે જેતપુર તાલુકા બહારના ગામડાઓના પંચાયતસુત્રોએ નવી સાંકળી પહોચી દાસભાઈએ અમલી બનાવેલ ટ્યુબ લેવલથી પાણી વિતરણનો ધડો લેવો જોઈએ..
બોક્સ: છેલ્લા 30 વરસથી સમરસ થતા 
નવી સાંકળીમાં અત્યારે 9 માં સરપંચનું રાજ !
જેતલસર: નવી સાંકળીના વયોવૃદ્ધ જેરામબાપા સહિતના  લોકોના કહેવા અનુસાર  આ ગામમાં અત્યાર સુધીમાં એટલેકે જ્યારથી નવી સાંકળી પંચાયત બની ત્યારથી 9 સરપંચોના પંચાયતમાં રાજ ચાલ્યા. તેમાં સૌ પ્રથમ ડાયાલાલ પોપટલાલ પંડયા,  હરિભાઈ રણછોડભાઈ રૂપાપરા, કરમશીભાઈ નાથાભાઈ ઠુંમર, વેલજીભાઈ પોપટભાઈ રૂપાપરા, વજુભાઈ વસ્તાભાઈ વાલાણી, રમેશભાઈ નારણભાઈ રૂપાપરા, નીતાબેન લખુભાઈ વાલાણી, કુમનભાઈ છગનભાઈ ઠુંમર તથા વર્તમાનમાં કાંતાબેન ભગવાનજીભાઈ રૂપાપરા સરપંચ તરીકે સેવા આપે છે. મુકેશ લશ્કરી સહિતના યુવાનોએ જણાવેલ કે 1985 થી નવી સાંકળી ગામની પંચાયત સમરસ થતી આવે છે. હાલ આ ગામમાં સૌથી મોટી ઉમરના ગોબરભાઈ ભાણાભાઈ માંગરોલીયા હયાત છે.

 સમાચાર અને ફોટો કશ્યપ જોષી- જેતલસર(જેતપુર) 9974262812
ફોટો ની વિગત : 
1..સિમેન્ટના રસ્તાઓની સુવિધાવાળું નવી સાંકળી ગામ, ઇન્સેટમાં જેરામબાપા વિગતો આપતા દેખાય છે.
2..ગામલોકોનો પક્ષીપ્રેમ, ઘરે ઘરે કબૂતરના માળા દેખાયા..
3..પાન માવાની દુકાનો પણ ગુટખા વેંચાણ પર સદંતર પ્રતિબંધ..
4..ટ્યુબ લેવલ પાણી વિતરણના જન્મદાતા દાસભાઈ આ સુવિધા બતાવતા દેખાય છે.



શનિવાર, 16 મે, 2015

જેતપુરમાં આજે ગર્લ્સ સ્કુલમાં વાલી મીટીંગ

મફત શિક્ષણની છાત્રોને  માહિતી આપવા 
જેતપુરમાં આજે ગર્લ્સ સ્કુલમાં વાલી મીટીંગ 
જેતપુર તા.16
જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારની સરકારી-ખાનગી શાળાઓમાં સરકારના રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત મફત શિક્ષણ મેળવવા માટે જે વિદ્યાર્થી બાળકોએ ફોર્મ ભર્યા છે તેઓને ક્યાં અને કેમ શિક્ષણ મેળવવું ? તે અંગેની ચર્ચા વિચારણા માટે આજે તા.17-5-2015 ના રોજ સ્ટેન્ડ ચોક સ્થિત ગર્લ્સ હાઈસ્કુલમાં સાંજે 5-00 કલાકે વળી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ શિક્ષણનો લાભ લેવા જોડાયેલા બાળકોના વાલીઓએ ખાસ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

શુક્રવાર, 15 મે, 2015

KASHYAP JOSHI JETALSAR JETPUR કશ્યપ જોશી જેતલસર જેતપુર

લોહાણા મહાજન દ્વારા રવિવારે 
જેતપુરમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન 
જેતપુર તા.15
આગામી તા.17.5. ને વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે જેતપુરમાં લોહાણા મહાજન દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાઈટી અને લોહાણા મહા પરિષદના આર્થિક સહયોગ વચ્ચે થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
અહીના ફૂલવાડી રોડ પર આવેલ જૂની લોહાણા મહાજન વાડી ખાતે સવારના 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાનાર આ કેમ્પનો  માત્ર લોહાણા જ્ઞાતિના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો, 35 વર્ષથી નાના પરણિત-અપરણિત ભાઈ-બહેનો, તેમજ સગર્ભા બહેનો લાભ લઇ શકશે. કેમ્પનો લોહાણા જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં લાભ લ્યે તેવો જેતપુર લોહાણા મહાજનના મંત્રી સૂર્યકાંતભાઈ મગેચા અને લોહાણા જ્ઞાતિ અગ્રણી શાંતિલાલ માધવાણીએ અનુરોધ કર્યો છે.


રાજકોટ જીલ્લા તાલુકા પંચાયત કન્વીનર નિમાયા 
જેતપુર તા.15
તાજેતરમાં રાજકોટ જીલ્લા કર્મચારી સંઘની બેઠક મળી હતી. જેમાં સંઘના પ્રમુખ નલીનભાઈ ડઢાણીયાએ જેતપુર તાલુકા પંચાયતના સીનીયર ક્લાર્ક જે.બી.અગ્રાવતને રાજકોટ જીલ્લા તાલુકા પંચાયતના કન્વીનર તરીકે નિયુક્ત કરતા, જેતપુર ત.ક.મંત્રી મંડળના એ.વી. સાકરિયા, અશોકભાઈ પંડયા, તાલુકા પંચાયતના તમામ સ્ટાફ, આઈ.આર.ડી.તેમજ આઈ.સી.ડી.એસ.ના તમામ કર્મીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.



આખું ગામ આ દરવાજામાંથી પસાર થતું હોય..
જેતપુરના અમરનગર ગામના મુખ્ય 
પ્રવેશદ્વારની જર્જરિત હાલત સુધારવા માંગ 
જેતપુર તા.15
જેતપુર તાલુકાના અમરનગર ગામમાં પ્રવેશવાના અને માધમેડી તરીકે ઓળખાતા મુખ્ય પ્રવેદ્વારની હાલત જર્જરિત બની હોય, તાકીદે મરામત કરાવવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામમાં જવાના, રાજા રજવાડાઓએ બનાવેલ મુખ્યપ્રવેશદ્વાર(માધમેડી) ની હાલત વર્તમાન દીવસોમા ભયજનક બની છે. આ પ્રવેશદ્વારમાંથી રોજ આખું ગામ પસાર થાય છે. જર્જરિત પ્રવેશદ્વાર કોઈ દિવસ અકસ્માત સર્જી, કોઈના સેન્થાનો સિંદુર ભૂંસી નાખે કે કોઈના ભરથાર, બાળ, બચ્ચાઓનો ભોગ લ્યે તે પહેલા સંબંધિત સરકારી તંત્રે તાકીદે આ પ્રવેશદ્વારનું મરામતકાર્ય હાથ ધરવું જોઈએ તેવું ભીખુભાઈ જયસ્વાલ સહિતના રહીશોની માંગ છે.


જેતપુરના વાળાડુંગરા ગામે આગામી તા.21 થી 23.5 દરમિયાન 
શ્રી જાગૃત હનુમાનજી મંદિરના ત્રિદિવસિય 
પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન
જેતપુર તા.15
જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામે શ્રી જાગૃત હનુમાનજીના મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું દબદબાભેર આયોજન કરાયું છે.
આ બાબતે વિગતો આપતા વાળાડુંગરના સરપંચ ભૂપતભાઈ સોલંકીએ જણાવેલ કે આગામી તા.21.5. થી 23.5. દરમિયાન શ્રી જાગૃત હનુમાનજી મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આચાર્યો તરીકે લલીતભાઈ ઠાકર, અનિલભાઈ ઠાકર ઉપસ્થિત રહી, વૈદિક, શાસ્ત્રોક વિધિ વચ્ચે તા.21.ના રોજ હોમ-હવન સાથે સવારના 8 કલાકથી દેહશુદ્ધિ, ગણપતિ પૂજા સંપન્ન કરાવશે. તા.22.5. નારોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સવારના 9 થી 12 વાગ્યા દરમિયાન રોટરી કલબ જેતપુર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાશે.
જેતલસર, ઉમરાળી, હરીપર વી.ગામોના સંતો મહંતો તેમજ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજ્યમંત્રી જયેશ રાદડિયા, રાજુભાઈ હિરપરા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોટેરિયનમિત્રો તેમજ મેવાસા, ઉમરાળી, જેપુર, જાંબુડી, રબારીકા, સેલુકા, થોરાળા, વીરપુર અને ખીરસરા વી.ગામોના સરપંચોની હાજરી-સહયોગ વચ્ચે તા.23.5 ના રોજ મારુતિ હનુમાન યજ્ઞ, મૂર્તિ ન્યાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, પુર્ણાહુતી-મહાઆરતી બાદ રાતીના 11 વાગ્યે મંદિર સ્થળે ધીરુભાઈ સરવૈયાના હાસ્યનો કાર્યક્રમ રાખેલ છે.
બોક્સ: તા.23 ના રોજ નિવૃત કર્મીઓને વિદાયમાન 
જેતપુર: વાળાડુંગરા ગામના તલાટી અશોકભાઈ પંડયા(જેતલસર)એ જણાવેલ કે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે, તા.23.5. નારોજ રાત્રીના 9 વાગ્યે, ગામની શાળાના આચાર્ય તેજાભાઈ ગજેરા, મેવાસની વિદ્યાલયના ક્લાર્ક પાંચાભાઈ ચાવડા, જેતપુરની કમરીબાઇ શાળાના શિક્ષક ભીખુભાઈ ગુજરાતી તથા તલાટી મંત્રીઓ વાય મર્યાદાના કારણે નિવૃત થતા હોય તમામને ભાવભેર વિદાયમાન અપાશે. આમ ઉક્ત ત્રણેય દિવસ દરમિયાન ધર્મપ્રેમી જનતાએ પ્રતિષ્ઠા, રક્તદાન, ડાયરો તેમજ વિદાયમાન કાર્યક્રમમાં જોડવા સરપંચ ભુપતભાઈ સોલંકીનો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
તાક: વાળાડુંગરાના સમાચાર મંદિરના ફોટો સાથે લેવા વિનંતી છે.

ગુરુવાર, 14 મે, 2015

100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ

જેતપુરના અમરનગર ગામેથી 10 વર્ષ પહેલા 
100 બીપીએલ લાભાર્થીઓ પાસેથી સિલાઈમશીનના 
રૂ.250/- લઇ ગયા છે પણ મશીનો ના અપાયાની રાવ 
ગામના જાગૃત નાગરિક ભીખુભાઈ જયસ્વાલ કહે છે કે ગોંડલ કપુરિયા પરામાં રહેતા અને રાજકોટ સમાજ કલ્યાણ ખાતાના કર્મચારી તરીકે ઓળખ આપી ગયેલ માણસ પૈસા લઇ ગયો તેને 10 વર્ષ થયા, પણ સિલાઈ મશીન આપવા હજુ કોઈ ફરક્યું નથી !!
જેતપુર તા.14
જેતપુરના અમરનગર ગામેથી સિલાઈ મશીન અપાવવાનું જણાવી કોઈ માણસ એકસો જેટલા લાભાર્થીઓ પાસેથી રૂપિયા 250-250 ઉઘરાવી ગયા તેને આજે 10 વર્ષ વીતી ગયા છતાં કોઈ સરકારી માણસ આ ગામના લાભાર્થીઓને સિલાઈ મશીન આપવા ફરક્યું ના હોય આ વાતની તપાસ કરવા માંગ ઉઠી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના અમરનગર ગામે આજથી 10 વર્ષ પહેલા ગોંડલના કપુરિયા પરામાં રહેતા હોવાનું તેમજ રાજકોટ ખાતે સમાજ કલ્યાણ કચેરીમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી એક કર્મચારી રાજ્ય સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને સિલાઈ મશીન આપવાનું આયોજન હોય, નામ નોંધણી સમયે રૂ.250/- અને સિલાઈ મશીન આવ્યા પછી રૂ.250/- ભરવાનું જણાવતા અમરનગરના જાગૃત નાગરિક ભીખુભાઈ કરશનભાઈ જયસ્વાલ અને તેમના બહેન વર્ષાબેન જયસ્વાલ સહીત ગામના સોએક બીપીએલ લાભાર્થીઓએ રૂ.250/- આપી તે માણસ પાસે નામો નોંધાવ્યા હતા.
આ વાતને આજે 10 વર્ષ વીતી ગયા છતાં અને છેલ્લા 10 વર્ષ દરમિયાન અનેક વખત રજુઆતો કરાઈ હોવા છતાં સમાજ કલ્યાણ કચેરીમાં કોઈ સંતોષકારક જવાબ મળતો ના હોય છેતરપીંડી થયાના આક્ષેપ સાથે આ વાતની તપાસ કરવા ભીખુભાઈ જયસ્વાલે માંગ કરી છે.
બોક્સ: પૈસા ઉઘરાવનાર સરકારી માનસ કે ગઠીયો ?
જેતપુર: અમરનગરના લાભાર્થીઓમાં એક એવો પણ પ્રશ્ન ચર્ચાતો હતો કે સરકારની આવી સિલાઈ મશીન ગરીબોને આપવાની કોઈ યોજના હતી કે નહિ ? ગામના ગરીબો પાસેથી રૂ.250-250 ઉસેડી ગયો તે વ્યક્તિ ખરેખર સરકારી માણસ હતો કે કોઈ ગઠીયો કળા કરી ગયો ? વિગેરે પ્રશ્નોની સમાજ કલ્યાણ ખાતે તપાસ કરવી જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812
 

બુધવાર, 13 મે, 2015

જેતપુરના યુવાનને વિદેશી શરાબની 3 બોટલ સાથે પકડી લેતી તાલુકા પોલીસ


-જેતપુરના યુવાનને વિદેશી શરાબની 3 
બોટલ સાથે પકડી લેતી તાલુકા પોલીસ
જેતપુર તા.13
ગત મોડી રાત્રીના જેતપુર તાલુકા પોલીસે જુનાગઢ બાઈપાસ પાસેથી જેતપુરના યુવાનને વિલાયતી શરાબની 3 બોટલ સાથે પકડી પાડી સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ચાવડા, સ્ટાફના દિવ્યેશ આહીર વિગેરે સાથે નાઈટ પેટ્રોલિંગ હતા ત્યારે પુરપાટ ઝડપે જુનાગઢ બાઈપાસ, ધવલ સ્કુલ પાસે રોકી તલાશી લેતા પોલીસને વિલાયતી શરાબની 3 બોટલ હાથ લાગી હતી.
પોલીસે શરાબ સાથે પકડાયેલ જેતપુરના સુરેશ ભીખા આહિરને શરાબ ક્યાંથી લીધો ? તે અંગે પૂછપરછ કરતા સુરેશે મેહુલ નરેશ  પાસેથી  આ શરાબ લીધો હોવાની કબુલાત આપતા ફોજદાર ચાવડા સ્ટાફ સાથે જેતપુરના  જનતા નગર સ્થિત મેહુલના ઘરે છાપો મારતા ત્યાંથી પોલીસને વિદેશી શરાબની એક બોટલ મળી આવી હતી. જયારે મેહુલ બારોટ પોલીસને જોઇને નાશી છૂટ્યો હતો.
તાલુકા પોલીસે રૂ.900 ની કિમતની 3 બોટલ શરાબ સાથે રૂ.30 હજારના બાઈક સાથે શુરેશ અહીરને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

મંગળવાર, 12 મે, 2015

તડકાપીપળીયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

જેતપુરના મંડલીક્પુર નજીકના અકસ્માતમાં ઘવાયેલા 
તડકાપીપળીયાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત 
જેતપુર તા.12
આજથી એક ચાર દિવસ  પહેલા જેતપુરના મંડલીક્પુર ગામ નજીક બાઈક સ્લીપ થતા ઘવાયેલા તડકા પીપળીયા ગામના ચમાર વૃદ્ધનું આજે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયાનું તાલુકા પોલીસ દફતરે નોંધાયું છે.
મળતી વિગતો મુજબ ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના બધાભાઈ વાલાભાઈ મહીડા નામના 65 વર્ષીય વૃદ્ધ પોતાના પુત્રના બાઈક પાછળ બેસીને ગત તા. 8.5. નારોજ  ધોરાજી તરફ જતા હતા. 
આવા સમયે મંડલીક્પુર ગામ પાસે અચાનક બાઈકનું ટાયર ફાટતા, બાઈક સ્લીપ થઇ જતા બધાભાઈને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટ ખસેડેલ, જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા ગુંદાળાના દલિત યુવાનનું  ઝેરી દવા પીતા મોત
જેતપુર અ.12
તાલુકાના રાજેશ માધા વાઘેલા નામના 22 વર્ષના યુવાને કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીની સંજીવની હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોની જાણ પરથી તાલુકા પોલીસે કાયદેસરની વિધિ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812



સોમવાર, 11 મે, 2015

AVSAN NONDH KASHYAP JOSH JETALSAR બાબરા તાપડીયા આશ્રમના મહંતના પિતાશ્રી રામશરણ પામ્યા

બાબરા તાપડીયા આશ્રમના મહંતના 
પિતાશ્રી રામશરણ પામ્યા 
જેતલસર : બાબરા તાપડીયા આશ્રમના મહંત ઘનશ્યામદાસબાપુ તેમજ મોજેરામબાપુ, જગદીશબાપુ અનેબટુકબાપુના પિતાશ્રી જીવરામબાપુ વજેરામબાપુ નિમાવત(ઉ.વ.95) તા.11.5.2015 ના રોજ શ્રી રામ શરણ પામેલ છે. હિતેશભાઈ જસાણી સહિતના ભક્તોએ જણાવેલ કે જીવરામબાપુ જીવ્યા ત્યાં સુધી સાદગી સભર અને શ્રીરામનામ માં લીન હતા. તેઓના અવસાનથી તાપડીયા આશ્રમના ભક્તગણમાં શોક ફેલાયો છે.
કશ્યપ જોશી જેતલસર 


જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર ! અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન

જેતલસર જંકશનની સબ પોસ્ટઓફિસમાં એકમાત્ર પોસ્ટમાસ્તર !
અપૂરતા સ્ટાફથી અરજદારો હેરાન પરેશાન 
ગોંડલ સ્થિત ડીવીજનના પોસ્ટલ સુત્રો કહે છે કે 10 દિવસમાં એક સ્ટાફ વધારી દેવાશે..
( કશ્યપ જોશી ) જેતલસર તા.11
જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફીસના સ્ટાફને હાલતા ચાલતા ડેપ્યુટેશન કામગીરીના બહાને અન્યત્ર મોકલી દેવતા હોય, અહી એક માત્ર સબ પોસ્ટમાસ્તર '' એક સાંધે ત્યાં તેર તૂટે'' જેવી કહેવતનો સામનો કરી રહ્યા હોવાની જંકશનવાસીસોની ફરિયાદ તાકીદે ગોંડલ હેડ પોસ્ટઓફીસ સુત્રો ધ્યાને લે તેવી માંગ દોહરાવી છે.
આ બાબતે જંકશન વાસીઓની લાંબા સમયની ફરિયાદ છે કે આજુબાજુના 11 ગામોની સબ પોસ્ટઓફીસ એવી જેતલસર જંકશનની પોસ્ટ ઓફિસમાં કાયમી અપૂરતા સ્ટાફની રામયણ હોય અહી ફરજ બજાવતા સબપોસ્ટ માસ્તર રોજબરોજ કઈ કામગીરી કરવી ? તે વાતના અવઢવમાં મુકાઈ જાય છે. 
જાણકારો કહે છે કે આ પોસ્ટ ઓફિસમાં એસબી, આરડીના ખાતાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પીએલઆઈ તથા  આર પીએલઆઈ નું મોટું કામકાજ છે. એટલુજ નહિ અહી વીજ કંપનીના બીલો પણ મોટી સંખ્યામાં લેવાતા હોય, માત્ર એક પોસ્ટમાસ્તર આટલા મોટા કામમાં પહોચી શકતા ના હોય, વીજ બીલો ભરવા આવતા અરજદારોને  2-3 કલાક લાઈના ઉભા રહેવાની હાડમારી ભોગવવી પડે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે ભૂતકાળમાં સ્ટાફ બાબતે આવી જ હેરાનગતિથી વાજ આવી ગયેલા પોસ્ટમાસ્તર વસોયા પેરેલીસીસ અટેકનો ભોગ બની ચુક્યા છે અને આજે તે જ પોસ્ટમાત્ર એકલા બધું સંભાળતા હોય, પ્રજાને સમયસર અને ઝડપી સેવા મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ગોંડલ હેડ પોસ્ટ ઓફીસના સુપ્રિન્ટેન્ડેન્ટ જેતલસર જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં તાકીદે પુરતો સ્ટાફ નીમે તેવી જંકશનવાસીઓની માંગ છે.
બોક્સ: ડીવીજન પોસ્ટ ગોંડલ સુત્રો શું કહે છે ?
જેતલસર: જંકશનની સબ પોસ્ટ ઓફિસમાં સ્ટાફ બાબતે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ થઇ છે ? તે વાતના પ્રશ્નનો જવાબ આપતા ગોંડલ સ્થિત ડિવીજન પોસ્ટ ઓફીસના મહેતાભાઈએ જણાવેલ કે ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સેવા ચાલુ કરી હોય, અને આ સેવા ચલાવવમાં કોઈ તકલીફ ઉભી ના થાય તે માટે તંત્ર દ્વારા જુદી જુદી પોસ્ટ ઓફીસના સ્ટાફને ગોંડલ ખાતે ડેપ્યુટેશન ઉપર બોલાવવા પડતા હોય છે. અને આવું 8-10 દિવસ જ ચાલતું હોય, જે પોસ્ટ ઓફિસમાંથી સ્ટાફને ગોંડલ બોલાવ્યો હોય તેવી પોસ્ટ ઓફીસના કે જે તે ગામના લોકો થોડો દિવસ સહકાર આપે તે જરૂરી છે. દશેક દિવસમાં જંકશનની પોસ્ટઓફિસમાં પુનઃ સ્ટાફ આવી જશે તેવું મહેતાએ જણાવેલ..
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812

રવિવાર, 10 મે, 2015

URGENT METTER BY KASHYAP JOSHI JETPUR


>>
>> > ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રા.લી. બાબતે કુપ્રચાર કરતા 
>> > વિઘ્નસંતોષિઓનો નકાબ ચીરતા ડાઈંગ એશો.સુત્રો 
>> > સભ્ય ફી નાં ભરવી પડે એટલે તૂત ઉભૂ કરી કારખાનેદારોને બદનામ કરવાનો પ્રયાસ બહાર આવ્યો !
>> > જેતપુર તા.10
>> > જેતપુર શહેરના ઉદ્યોગપતિઓ અને ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે કુપ્રચાર કરતા વિઘ્નસંતોષીઓનો પરપોટો ફોડી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા વિગેરે જણાવેલ કે ઉક્ત કંપનીમાં નિયત ફી ભરવી નાં પડે તે માટે તૂત ઉભું કરી મોટા ગજાના કારખાનેદારોને બદનામ કરવાના હીન પ્રયાસ સિવાય કોઈ વાત નથી.
>> > જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના મુખ્ય કાર્યવાહકો રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, ધીરુભાઈ રાણપરિયા, દીપુભાઈ જોગી તેમજ મનસુખભાઈ ખાચરીયા વેગેરેએ આજે એક પત્રકાર પરિષદ બોલાવી, તેઓ કે ભાટગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ બાબતે શહેરમાં ફેલાવતા ગેરપ્રચાર બાબતે માહિતી આપતા જણાવેલ કે જે લોકો તેઓને બદનામ કરવા હાલી નીકળ્યા છે તેઓને દેવાના થતા લાખો રૂપિયા ભરવા નાં પડે એટલે આવી હીન ચેષ્ટા પ્રચારના તમામ માધ્યમોમાં ફરતી કરી છે.
>> > આ પહેલા એટલેકે શનિવારે અશોશીયેશનની રોટરી કલબ ખાતે બોલાવાયેલી ડાઈંગ એશો.ની સાધારણ સભામાં પણ ઉપરોક્ત ડાઈંગ અશો.સુત્રોએ જણાવેલ કે ભાટગામ વોશિંગ શુદ્ધિકરણ યોજનામાં ના જોડાયેલા ગુણવંત ઘોરડા અને જગદીશ પાંભર એમ બંનેએ નિયત કોન્ટ્રીબ્યુશન ભર્યું નથી.  આશરે 15 થી 20 જેટલા આનુશંગીક ધંધા, રોજગારો અને વ્યવસાયોના આધારસ્તંભ એવા જેતપુરના સાડી ઉદ્યોગને દિન પ્રતિદિન લાગી રહેલા પ્રદુષણના ગ્રહણને મહત્તમ દુર કરવાના ભાગરૂપે, માત્ર સુચારુ વહીવટ માટે, સરકારી ધારા ધોરણો તેમજ કંપની એકત 25 મુજબ ઉભી કરાયેલી ભાટગામ વોશિંગ ઘાટ યોજના પ્રાઈવેટ લીમીટેડ કોઈ ત્રણ વ્યક્તિની માલિકીની નથી પણ સમસ્ત જેતપુરના ઉદ્યોગ જગતની કંપની છે. આ કંપનીમાં કોઈ આવક થવાની નથી એટલે નિયત 3 ડિરેકટરોને રાતી પાઈ પણ વેતન આપવાનું કે મળવાનું નથી ! તો પછી કંપની ઉભી કરી ડાઈંગ એશોશીયેશનના પૈસા ખાવાની કે ખાઈ જવાની વાત ક્યાંથી ઉભી થાય !?
>> > બોક્સ : પહેલા દેરડી રોડ ઉપર સામુહિક ઘાટ યોજના બનત !
>> > જેતપુર : રાજુભાઈ પટેલે જણાવેલ કે સૌ પ્રથમ સામુહિત ઘાટ યોજના જેતપુર ખાતે દેરડી રોડ ઉપર કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનનાર હતો. પણ ગામ લોકોનો વિરોધ થતા તેમજ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ અંતર્ગત યોજના માટે પ્રોજેક્ટના 90 ટકા અથવા તો મહત્તમ રૂપિયા 9 કરોડ ની સહાય મળતી હોય, પ્રોજેક્ટની સાથોસાથ એશોશીયેશને ઉભી કરેલ એસવીપી (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ-ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવતી કંપની )ને પણ પડતી મુકવામાં આવી હતી. અને તે બાબતે કોઈ નાણાકીય વ્યવહારો કરાયા નથી.
>> > બોક્સ: હાઈકોર્ટની ગાઈડલાઈન પળાઈ  છે...
>> > જેતપુર:  ડાઈંગ એશો.સુત્રોએ જણાવેલ કે હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબજ ભાટગામ વોશિંગઘાટ સુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ના નામથી ખાસ હેતુ માટે ઉભી કરવામાં આવેલી આ કંપનીને ચલાવવા કે તેના વહીવટ માટે ડીરેકટરો નીમવા પડ્યા છે. જે એશો.ના સભ્યોની સર્વસમંતિથી થયું છે. કોઈને અંધારામાં રાખવાની કે કોઈને અન્યાય કરવાની વાત નથી. કોઈ પણ કારખાનેદારને કઈ ગેરસમજ થતી હોય તો તે એશોશીયેશનની ઓફિસે આવી, બધું જોઈ તપાસી શકે છે. એટલુજ નહી કોઈને આ બાબતે કે કારોબારી સમિતિના સંચાલનમાં વિશ્વાસ નાં હોય તો તેઓ રાજીનામું આપવા પણ તૈયાર હોવાનું રાજુભાઈ સાધારણ સભામાં ચેલેન્જ કરી હતી.
>> > બોક્સ: પૈસા અટકાવ્યા, વિવાદ ફેલાવ્યો !!
>> > જેતપુર : રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા અને દીપુભાઈ જોગી એમ ત્રણ ઉદ્યોગપતિઓને બદનામ કરવાની શાજીસનો જેઓ પર આરોપ છે તેવા ગુણવંત ઘોરડા ગ્રુપ યુનિટો આદિત્ય પ્રોસેસર્સ, અવિનાશ પ્રોસેસર્સ ને  રૂ.5,9760/- આપવાના બાકી છે. જયારે જગદીશ પાંભર ગ્રુપ યુનિટો સત્યમ પ્રિન્ટ, શ્રી રામ પ્રિન્ટ અને શિવમ પ્રિન્ટ એમ તમામ પાસે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશોશીયેશનના રૂ.31,96,560-00 લેણા બાકી છે. 
>> > બોક્સ: વિવાદ શું હતો ?
>> > જેતપુર: જેતપુરના ગુણવંત ઘોરડા, જગદીશ પાંભર વી.એ એક એવી અફવા અને ગેરપ્રચાર ફેલાવ્યા હતા કે રાજુભાઈ પટેલ, જયંતીભાઈ  રામોલીયા, અને દીપુભાઈ જોગીએ ઘરની કંપની ભાટગામ વોશિંગઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઈવેટ લીમીટેડ ઉભી કરી 1200 કારખાનેદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. સાડી દીઠ પૈસા ઉઘરાવાયા હોવા છતાં માત્ર 3 સિવાય કોઈને આ કંપનીમાં કોઈ સ્થાન ના અપાયું, કારખાનેદારોને અંધારામાં રખાયા તે વાતને કોર્ટમાં પડકારાશે..