અનુયાયીઓ

ગુરુવાર, 23 એપ્રિલ, 2015

APANG-ANDH-MANDBUDHDHI SEVA - KASHYAP JOSHI JETPUR

જેતપુરમાં અંધ-અપંગ-નિરાધારો-મંદબુદ્ધિના બાળકો માટે 
મફત રહેવા-જમવાની સેવા કરતુ 
માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ !!
(કશ્યપ જોશી ) જેતલસર  તા.23
સેવા અનેક પ્રકારની થતી કે કરાતી હોય છે. પણ કુદરતની લાઠીનો ભોગ બનેલા અને સાંપ્રત સમાજમાં પ્રથમ દ્રષ્ટીએ તિરસ્કાર પામનારા માણસ જીવોની સેવા એ ઉત્તમ સેવા ગણી શકાય..
બસ આવાજ શુભાશય સાથે જેતપુર શહેરમાં માં ખોડલ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ શરુ કરાયેલ સેવાની શહેરીજનોમાં પ્રશંશા થઇ રહી છે.
આ બાબતે માહિતી આપતા આ ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ સી. રાંક જણાવે છે તેઓના ટ્રસ્ટ દ્વારા જેતપુરમાં ગુજરાતીની વાડીના ભાવિકનગરમાં આવેલ શ્રીપાર્કના  બ્લોક નંબર 12 ખાતે અંધ, અપંગ, અને નિરાધારો માટે બિલકુલ મફત રહેવા તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મંદ બુદ્ધિના બાળકોને પણ અહી સ્થાન આપવાનું આયોજન છે, પણ માનવીને કુદરતે બક્ષેલી જીવનની રોજીંદી ક્રિયાઓ - લઘુશંકા તેમજ ગુરુશંકા સ્વમેળે કરી શકે તેવા જ મંદ બુદ્ધિના બાળકોને પ્રવેશ અપાશે.
આ મફત સેવાનો લાભ લેવા ઈચ્છતા અંધ, અપંગ , નિરાધાર અને મંદ બુદ્ધિના બાળકોના વાલી-વારષોએ ટ્રસ્ટ પ્રમુખ હરેશભાઈ રાંક(9727573446) તથા ઉપપ્રમુખ ગોવિંદભાઈ(7043572901)  નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે.જોશી  જેતલસર જેતપુર 9974262812

બુધવાર, 22 એપ્રિલ, 2015

જીલ્લા પોલીસવડાની કડક કામગીરી જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર

વિરપુરના પો.જમાદારને ભરખી જતું ક્રિકેટ સટ્ટા પ્રકરણ !
જીલ્લા પોલીસવડાની કડક કામગીરી 
જમાદાર ચાવડાને સસ્પેન્ડ કરતા ચકચાર 
જેતપુર તા.22
જેતપુર તાલુકાના પીઠડીયા ગામે તાજેતરમાં ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડવા પામતા આ  વાતમાં જીલ્લા પોલીસવડાએ  બેદરકાર જમાદાર વરજાંગભાઈ ચાવડાને સસ્પેન્ડ કરી દેતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ચાર દિવસ પહેલા જેતપુરના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાંચે છાપો મારી વાડી માલિક સહીત 5 ને સવા લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લેતા સંબંધિત તમામ પોલીસની નીંદ હરામ થઇ ગઈ હતી.
બીજીબાજુ કામગીરી ક્ષેત્રે કે આંખ મીચામણા વચ્ચે આવો ક્રિકેટ પર ખેલાતો સટ્ટો પકડાતા કડક કામગીરીના ભાગરૂપે જીલ્લા પોલીસ વડે વીરપુર પોલીસના સંબંધિત પોલીસ જમાદારને આ  જુગાર પરત્વે બેદરકાર માની સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. સસ્પેન્શનની નોટીસ બજવણીમાં વીરપુર પોલીસના ફોજદાર જાડેજા રોકાયા હોવાનું ફોન ઉપાડનાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
સમાચાર - કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

AAVEDAN KASHYAP JOSHI JETPUR JETALSAR

પાલિકાની વિકાસના કામો પ્રત્યે ઘોર ઉદાસિનતાના વિરોધમાં 
જેતપુરમાં વોર્ડ-8 ના પ્રજાજનોએ પ્રતિક ઉપવાસ કરી 
પાલિકાસુત્રોને આપ્યું આવેદન : અનશન આંદોલનની ચીમકી 
જેતપુર તા.22
જેતપુર શહેરમાં વોર્ડ નંબર-8 માં પ્રજાકીય વિકાસના કામો પરત્વે સદંતર નિષ્ફળ ગયેલ પાલિકા સુત્રોની નીતિ-રીતી સામે ખુદ  વોર્ડના મહિલા સદસ્યા ચેતનાબેન મનોજભાઈ પારઘીએ પ્રજાજનોને સાથે રાખી, પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ  યોજી,પાલિકા સુત્રોને એક આવેદન પાઠવી અણઉકેલ પ્રશ્નો હલ નહિ કરાય તો અનશન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનમાં ફરિયાદ કરાઈ છે કે વોર્ડ-8 માં ખોડિયાર મંદિર સામેના અવેડા નજીકનો બંધ સબમર્સીબલ પંપને ચાલુ કરવા અનેક વખત લેખિત-મૌખિક ફરિયાદો કરી છે, છતાં સંબંધિતો આ બાબતે જાણી જોઇને ચલક ચલાણું રમતા હોય, પ્રજા કાળઝાળ ઉનાળામાં પાણી વગર ભટકે છે.
આ વોર્ડમાં આઝાદી પછી પણ રોડ-રસ્તાઓની હાલત સુધારાતી નાં હોય, કાચા-ધુલિયા રસ્તાઓથી પ્રજા ત્રાસી ગઈ છે. ખોડિયાર મંદિર વાળા વિસ્તારમાં પાણીની નવી પાઈપ લાઈનો નંખાઈ છે, પણ  મુખ્યલાઈનમાં  જોઈન્ટ આપવામાં તંત્રને છ મહિના થયા કોઈ સારું ચોઘડિયું મળતું નથી !  સ્ટ્રીટ લાઈટો નવી નાંખવાની માંગણી તો સ્વીકારાતી રાતી નથી, પણ બંધ છે તે રીપેર કરાતી ના હોય, રાત્રીના મહિલાવર્ગને કાયમ ભય ઓઢી હરવું ફરવું પડે છે.
આવેદનમાં ચેતનાબેન પારધીએ એવી પણ માંગ દોહરાવી છે કે, પાલિકા દ્વારા સેનિટેશન, પવડી અને વોટરવર્કસ શાખાઓ  અંતર્ગત ક્યાં ક્યાં  કોન્ટ્રાકટો અને કેટલા સમય માટે અપાયા છે તે  લેખિતમાં આપો.

 બોક્સ: મહિલા સદસ્યાનો  ખુલ્લો પડકાર,  
લોકમંચ પર આવો, ગેરરીતી સાબિત કરી  આપું !
જેતપુર :  પાલિકાના મહિલા સદસ્યા સદસ્યા  ચેતના પારઘીએ લેખિતમાં પાલિકાસુત્રો અને ચીફ ઓફિસરને ખુલ્લો પડકાર કરતા જણાવેલ છે કે લોકમંચ  ઉપર આવો, પાલિકામાં ચાલતા અને ચલાવાતા ભાસ્ત્રાચારને સાબિત કરી આપું અને જો આમ ના થાય તો રાજીનામું  આપી દઉં ! ત્યારે પાલિકાસુત્રો હવે આ વિસ્તારની પ્રજાની સમસ્યા હલ કરશે કે  કેમ ? તે સમય જ બતાવશે.. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812
    

JETPURNA YVANNI DEADBODY BANGLORTHI JETPUR AAVI--KASHYAP JOSHI

ÿþœ
Á
µ
¾
¨
œ
Ë
§
�ª
Á
¤
Í
°
¨
Á

�¬
Ç


²
Ë
°
¥
À
�¶
¬
�†
µ
¤
¾
� �
�œ
Ç
¤
ª
Á
°
¨
Ë
�–
¾

Ÿ
�ª
°
¿
µ
¾
°
�­
¾


À
�ª
¡
Í
¯
Ë
�!� �¬
Ç
¨
¡
À
¨
¾
�µ
¿
²
¾
ª
¥
À
�†

¾
�²
¤
Í
¤
¾
¨
À
�†


Ë
�­
À
¨
À
�¥

�!� �
�(�•

Í
¯
ª
�œ
Ë

À
�)� �œ
Ç
¤
ª
Á
°
�¤
¾
.�2�2� �
�œ
Ç
¤
ª
Á
°
¨
¾
�–
¾

Ÿ
�ª
°
¿
µ
¾
°
¨
Ë
�•
¾
³
œ
¾
�•
Ç
°
Ë
�•
Ÿ

Ë
�¬
Ç


Í
²
Ë
°
¥
À
�œ
Ç
¤
ª
Á
°
�¸

¾

�®
¾
Ÿ
Ç
�¨
À

³
Ç
�¤
Ç
�ª
¹
Ç
²
¾
œ
�¯
®
°
¾
œ
¾

�¤
Ç
®
¨
À
�œ
À
µ
¾
¦
Ë
°
À
�–
Ç

š
À
�²
À
§
¾
�¬
¾
¦
�†
œ
Ç
�†
�¯
Á
µ
¾
¨
¨
Á

�¶
¬
�ª
Ë
¤
¾
¨
¾
�®
¾
¦
°
Ç
�µ
¤
¨
��
µ
¾
�œ
Ç
¤
ª
Á
°
�†
µ
À
�ª
¹
Ë

š
¤
¾
�–
¾

Ÿ
�ª
°
¿
µ
¾
°
¨
¾
�¤
®
¾
®
�¸
­
Í
¯
Ë
�°
À
¤
¸
°
¨
¾
�­
¾


À
�ª
¡
Í
¯
¾
�¹
¤
¾
�¤
Ë
�¬
Ç
¨
¡
À
¨
¾
�µ
¿
²
¾
ª
¥
À
�‰
ª
¸
Í
¥
¿
¤
�²
¤
Í
¤
¾
µ
¾
¸
À
"
¨
À
�†


Ë
�­
À
¨
À
�¥

�—
ˆ
�¹
¤
À
.� �
�ª
Í
°
¾
ª
Í
¤
�µ
¿

¤
Ë
�…
¨
Á
¸
¾
°
�œ
Ç
¤
ª
Á
°
¨
¾
�²

Í
·
Í
®
À
¨

°
�µ
¿
¸
Í
¤
¾
°
¨
À
�†
¸
Ë
ª
¾
²
µ
�¸
Ë
¸
¾
ˆ
Ÿ
À
®
¾

�°
¹
Ç
¤
¾
�…
¨
Ç
�Ÿ
Í
°

�¡
Í
°
¾
ˆ
µ
°
�¤
°
À

Ç
�œ
À

¦

À
�œ
À
µ
¤
¾
�°
®
Ç

­
¾
ˆ
�®

µ
¾
£
¾
¨
Ë
�ª
Á
¤
Í
°
�­
Ã

Ç

�¹
¾
²
�¬
Ç


Í
²
Ë
°
�–
¾
¤
Ç
� �µ
¿
µ
¿
§
�¡
À

Í
°
À
²

Í
·
À
�•
Ë
°
Í
·
À
¸
¨
À
�¸
¾
š
À
�¦
¿

¾
�¬
¤
¾
µ
¤
¾
�¸
Í
Ÿ
¡
À
�¸
Ç
¨
Í
Ÿ
°
¨
¾
�ª
Í
°
¤
¿
¨
¿
§
¿
�¤
°
À

Ç
�¨
Ë

°
À
�•
°
¤
Ë
�¹
¤
Ë
.� �
�­
Ã

Ç

¨
À
�¸

¾

�¨

Í

À
�¥
¤
À
�¹
Ë
¯
�ª
¿
¤
¾
�°
®
Ç

­
¾
ˆ
�…
¨
Ç
� �®
¾
¤
¾
�¹

¸
¾
¬
Ç
¨
Ç
�­
Ã

Ç

¨
Ç
�œ
Ç
¤
ª
Á
°
�¤
Ç
¡
¾
µ
Í
¯
Ë
�¹
¤
Ë
.� �¹
°

˜
Ç
²
¾
�­
Ã

Ç

Ç
�¬
Ç


Í
²
Ë
°
®
¾

�…
¨
Í
¯
� �œ
Ç
¤
ª
Á
°
¨
¾
œ
�µ
¿
¦
Í
¯
¾
°
Í
¥
À
¨
Ç
�†
�¶
Á
­
�¸
®
¾
š
¾
°
�¦
Ç
µ
¾
�¬
¾
ˆ

�²
ˆ
¨
Ç
�¨
À

³
Í
¯
Ë
�¹
¤
Ë
.� �ª
£
�°
¸
Í
¤
¾
®
¾

�­
Ã

Ç

�…

¸
Í
®
¾
¤
¨
Ë
� �­
Ë

�¬
¨
À
�—
¯
Ë
�¹
¤
Ë
.� �
�¬
Ç


Í
²
Ë
°
®
¾

�†
�¦
Á

¦
�˜
Ÿ
¨
¾
�¬
¨
Í
¯
¾
�ª

À
��

�µ
§
Á
�•
°
Á
£
¾
¨
Ë
�ª
Í
°
¸


�®
Ã
¤

�¯
Á
µ
¾
¨
¨
¾
�ª
°
¿
µ
¾
°
œ
¨
Ë

�…
¨
Á
­
µ
Í
¯
Ë
�•
Ç
�²
¾
¡

µ
¾
¯
¾
�¦
À

°
¾
¨
À
�¡
Ç
¡
¬
Ë
¡
À
�œ
Ç
¤
ª
Á
°
�²
¾
µ
µ
À
�•
Ç
®
�?� �ª
£
�œ
Ç
¤
ª
Á
°
¨
¾
�†
�–
¾

Ÿ
�ª
°
¿
µ
¾
°
¨
À
�µ
¹
¾
°
Ç
�†
µ
À
�¡
É
.� �ª
Í
°
¿
¯
µ
¦
¨
�•
Ë
°
¾
Ÿ
,� �¡
É
.�ª
Í
°
¿
¯
µ
Í
°
¤
�œ
Ë

À
,� �…
®
°
Ç
²
À
¨
¾
�§
¾
°
¾
¸
­
Í
¯
�§
¾
¨
¾
£
À
,� �µ
¿
µ
Ç

¾
¨

¦
�¸
Í

Á
²
¨
¾
�­
Â
¤
ª
Â
°
Í
µ
�¬
Ç


Í
²
Ë
°
�¸
Í
¥
¿
¤
�µ
¿
§
¾
°
Í
¥
À
�¨
²
À
¨
�š
Ë
µ
Ÿ
¿
¯
¾
,� �®
Ç
¹
Á
²
�–
¾
š
°
À
¯
¾
,� �¬
Ç


Í
²
Ë
°
�œ
À
²
Í
²
¾
�¯
Á
µ
¾
�•
Ë


Í
°
Ç
¸
¨
¾
�ª
Í
°
®
Á

�…
®
À
¨
­
¾
ˆ
,� �œ
Ç
¤
ª
Á
°
¨
¾
�œ
¯
¦
À
ª
�­
¾
¡
¦
¿
¯
¾
,� �°
Ç
¨
À

­
¾
ˆ
�µ
¿

Ç
°
Ç
�†

Ç
µ
¾
¨
Ë

�¸
§
¿
¯
¾
°
Ë
�†
ª
¤
¾
�®
¹
¾
®
¹
Ç
¨
¤
Ç
�†
œ
Ç
�­
Ã

Ç

¨
À
�²
¾

�¬
Ç


Í
²
Ë
°
¥
À
�®
Á

¬
ˆ
�…
¨
Ç
�®
Á

¬
ˆ
¥
À
�°
¾
œ

Ë
Ÿ
�¹
µ
¾
ˆ
®
¾
°
Í

Ç
�…
¨
Ç
�¤
Í
¯
¾

¥
À
�°
Ë
¡
®
¾
°
Í

Ç
�†
œ
Ç
�¬
ª
Ë
°
Ç
�1�.�3�0� �µ
¾

Í
¯
Ç
�œ
Ç
¤
ª
Á
°
�²
µ
¾
ˆ
�¹
¤
À
.� �
�…
°
Ç
�!� �µ
À
°
¾
�®
¾
°
Ç
�¤
¾
°
À
�œ
¾
¨
®
¾

�†
µ
µ
Á

�¹
¤
Á

�!� �¬
Ç
¨
À
¨
Ë
�¹
È
¯
¾
«
¾
Ÿ
�µ
¿
²
¾
ª
.�.� �
�œ
Ç
¤
ª
Á
°
:� �œ
Ç
¤
ª
Á
°
¨
À
�†
¸
Ë
ª
¾
²
µ
�¸
Ë
¸
¾
ˆ
Ÿ
À
®
¾

� �—
®

À
¨
�¸
Í
¤
¬
Í
§
¤
¾
�µ
š
Í
š
Ç
�²
¤
Í
¤
¾
µ
¾
¸
À
"
�¶
Ë

®
¯
�®
¾
¹
Ë
²
�µ
š
Í
š
Ç
�–
¾

Ÿ
�ª
°
¿
µ
¾
°
¨
¾
�¨

Í
µ
°
�­
Ã

Ç

¨
À
�µ
¾
Ÿ
®
¾

�‰
­
Ë
�¹
¤
Ë
�¤
Í
¯
¾

œ
�°
¾
œ

Ë
Ÿ
¥
À
��
®
Í
¬
Í
¯
Á
²
¨
Í
¸
�†
µ
À
�ª
¹
Ë
š
¤
¾
�ª
°
¿
µ
¾
°
œ
¨
Ë
®
¾

�•
Ë
£
�?� �•
Ë
¨
Ç
�?� �›
¾
¨
Á

�°
¾

Ç
�¤
Ç
µ
À
�¸
Í
¥
¿
¤
¿
� �¥

�¹
¤
À
.� �®
¾
¤
¾
¨
Ë
�µ
¿
²
¾
ª
�•
¾
³
œ
¾
�•
Ç
°
Ë
�•
Ÿ

Ë
�—
Á
®
¾
µ
Í
¯
¾
�ª
¾

³
¨
Ë
�¹
¤
Ë
,� �ª
¿
¤
¾
¨
Á

�¹
È
¯
¾
«
¾
Ÿ
�°
Á
¦
¨
�µ
¯
Ë
µ
Ã
¦
Í
§
�…
µ
¸
Í
¥
¾
®
¾

�²
¾

¡
À
�¸
®
¾
¨
�¦
À

°
Ë
�—
Á
®
¾
µ
Í
¯
¾
�ª
¾

³
¨
Á

�¹
¤
Á

,� �¤
Ë
�¬
Ç
¨
¡
À
�¸
Á
®
¿
¤
¾
¨
Á

�†

Í
°

¦
��
.�.�­
ˆ
²
¾
.�.�®
¾
°
Ç
�¤
¾
°
À
�œ
¾
¨
®
¾

�†
µ
µ
Á

�¹
¤
Á

,� �¤
Á

�•
Í
¯
¾

�š
¾
²
À
�¨
À

³
Í
¯
Ë
�?� �®
¨
Ç
�¶
Á

¾
®
��

²
À
�®
Â

À
�š
¾
²
Í
¯
Ë
�—
¯
Ë
�?� �µ
¿

Ç
°
Ç
�¶
¬
Í
¦
Ë

�‰
ª
¸
Í
¥
¿
¤
�¸
Ì
¨
Ç
�¡
Â
¸

Ç
�š
¡
¾
µ
Í
¯
¾
�¹
¤
¾
�!� �¦
°
®
¿
¯
¾
¨
�…

¤
Í
¯
Ç
·
Í
Ÿ
¿
�®
¾
Ÿ
Ç
�­
Ã

Ç

¨
À
�¨
À

³
Ç
²
À
�¸
Í
®

¾
¨
¯
¾
¤
Í
°
¾
®
¾

�²
¤
Í
¤
¾
µ
¾
¸
À
"
�…
¨
Ç
�µ
¿
µ
Ç

¾
¨

¦
�¶
¾
³
¾
�ª
°
¿
µ
¾
°
�®
Ë
Ÿ
À
�¸


Í
¯
¾
®
¾

�œ
Ë
¡
¾
¯
Ë
�¹
¤
Ë
.� �
� � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � � �«
Ë
Ÿ
Ë
�…
¨
Ç
�¸
®
¾
š
¾
°
�•

Í
¯
ª
�œ
Ë

À
�œ
Ç
¤
ª
Á
°
�œ
Ç
¤
²
¸
°
�9�9�7�4�2�6�2�8�1�2� � �
� �

જુવાનજોધ પુત્રનું બેંગલોરથી શબ આવતા જેતપુરનો ખાંટ પરિવાર ભાંગી પડ્યો ! બેનડીના વિલાપથી આખા લત્તાની આંખો ભીની થઇ !
(કશ્યપ જોશી ) જેતપુર તા.22
જેતપુરના ખાંટ પરિવારનો કાળજા કેરો કટકો બેંગ્લોરથી જેતપુર સગાઇ માટે નીકળે તે પહેલાજ યમરાજાએ તેમની જીવાદોરી ખેંચી લીધા બાદ આજે આ યુવાનનું શબ પોતાના માદરે વતન એવા જેતપુર આવી પહોંચતા ખાંટ પરિવારના તમામ સભ્યો રીતસરના ભાંગી પડ્યા હતા તો બેનડીના વિલાપથી ઉપસ્થિત લત્તાવાસીઓની આંખો ભીની થઇ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરના લક્ષ્મીનગર વિસ્તારની આસોપાલવ સોસાઈટીમાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે જીંદગી જીવતા રમેશભાઈ મકવાણાનો પુત્ર ભૃગેશ હાલ બેંગ્લોર ખાતે  વિવિધ ડીગ્રીલક્ષી કોર્ષીસની સાચી દિશા બતાવતા સ્ટડી સેન્ટરના પ્રતિનિધિ તરીકે નોકરી કરતો હતો.
ભૃગેશની સગાઇ નક્કી થતી હોય પિતા રમેશભાઈ અને  માતા હંસાબેને ભૃગેશને જેતપુર તેડાવ્યો હતો. હરખઘેલા ભૃગેશે બેંગ્લોરમાં અન્ય  જેતપુરનાજ વિદ્યાર્થીને આ શુભ સમાચાર દેવા બાઈક લઈને નીકળ્યો હતો. પણ રસ્તામાં ભૃગેશ અકસ્માતનો  ભોગ બની ગયો હતો.
બેંગ્લોરમાં આ દુખદ ઘટના બન્યા પછી એક વધુ કરુણાનો પ્રસંગ મૃતક યુવાનના પરિવારજનોએ અનુભવ્યો કે લાડકવાયા દીકરાની ડેડબોડી જેતપુર લાવવી કેમ ? પણ જેતપુરના આ ખાંટ પરિવારની વહારે આવી ડૉ. પ્રિયવદન કોરાટ, ડૉ.પ્રિયવ્રત જોશી, અમરેલીના ધારાસભ્ય ધાનાણી, વિવેકાનંદ સ્કુલના ભૂતપૂર્વ બેંગ્લોર સ્થિત વિધાર્થી નલીન ચોવટિયા, મેહુલ ખાચરીયા, બેંગ્લોર જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અમીનભાઈ, જેતપુરના જયદીપ ભાડદિયા, રેનીશભાઈ વિગેરે આગેવાનોએ સધિયારો આપતા મહામહેનતે આજે ભૃગેશની લાશ બેંગ્લોરથી મુંબઈ અને મુંબઈથી રાજકોટ હવાઈમાર્ગે અને ત્યાંથી રોડમાર્ગે આજે બપોરે 1.30 વાગ્યે જેતપુર લવાઈ હતી.
અરે ! વીરા મારે તારી જાનમાં આવવું હતું ! બેનીનો હૈયાફાટ વિલાપ..
જેતપુર: જેતપુરની આસોપાલવ સોસાઈટીમાં  ગમગીન સ્તબ્ધતા વચ્ચે લત્તાવાસીઓ શોકમય માહોલ વચ્ચે ખાંટ પરિવારના નશ્વર ભૃગેશની વાટમાં ઉભો હતો ત્યાંજ રાજકોટથી એમ્બ્યુલન્સ આવી પહોચતા પરિવારજનોમાં કોણ ? કોને ? છાનું રાખે તેવી સ્થિતિ  થઇ હતી. માતાનો વિલાપ કાળજા કેરો કટકો ગુમાવ્યા પાછળનો હતો, પિતાનું હૈયાફાટ રુદન વયોવૃદ્ધ અવસ્થામાં લાકડી સમાન દીકરો ગુમાવ્યા પાછળનું હતું, તો બેનડી સુમિતાનું આક્રંદ એ..ભઈલા..મારે તારી જાનમાં આવવું હતું, તું ક્યાં ચાલી નીકળ્યો ? મને શુકામ એકલી મૂકી ચાલ્યો ગયો ? વિગેરે શબ્દોએ ઉપસ્થિત સૌને ડૂસકે ચડાવ્યા હતા !
   દરમિયાન અંત્યેષ્ટિ માટે ભૃગેશની નીકળેલી સ્મશાનયાત્રામાં લત્તાવાસીઓ અને વિવેકાનંદ શાળા પરિવાર મોટી સંખ્યામાં જોડાયો હતો.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812 

મંગળવાર, 21 એપ્રિલ, 2015

AKASMAT AT BENGLORE - KASHYAP JOSHI JETALSAR JETPUR



​જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીના બેંગ્લોરમાં અકસ્માતમાં મોત પછી 
જેતપુર-અમરેલીના સેવાભાવીઓની અદકેરી સેવાઓ ગુંજી
મૃતક યુવાનનો મૃતદેહ આજે ફ્લાઈટ મારફતે રાજકોટ આવશે 
(કશ્યપ જોશી ) જેતપુર તા.21
જેતપુરની વિવેકાનંદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ બેંગ્લોરમાં નોકરી કરી રહેલા જેતપુરના એક આશ્સ્પદ યુવાનના ગઈકાલે અકસ્માતમાં મોત પછી મૃતક યુવાનની ડેડબોડી જેતપુર સુધી લઇ આવવામાં જેતપુરના શાળા સંચાલકો, સેવાભાવી સંસ્થાના તબીબ અને અમરેલીના ધારાસભ્યની પ્રશંશનીય સેવાઓ ધ્યાને આવતા, આગેવાનોની અદકેરી સેવાને અખબારોમાં સ્થાન અપાવવાનું આ લખનારે ઉચિત માન્યું છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભૃગેશ રમેશભાઈ મકવાણા હાલ બેંગ્લોર ખાતે વિવિધ ડીગ્રી કોર્ષની રૂપરેખા અને પ્રવેશ માટેની માહિતી આપતા સ્ટડી કેન્દ્રમાં નોકરી કરે છે. ભ્રુગેશની સગાઇ નક્કી થતા તે કાલે બેંગ્લોર થી જેતપુર આવવવાનો હતો.
પણ ત્યાં માર્ગ અકસ્માતમાં ભૃગેસને ગંભીર ઈજાઓ સાથે બેહોશી હાલતમાં એમ એસ રવૈયા મેમોરીયલ હોસ્પીટલમાં ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા ભૃગેસના મૃતદેહને જેતપુર લઇ આવવાની નોબત આવી પડી હતી.
આવા સમયે મુંજાયેલા રમેશભાઈએ તેમના શાઢુંભાઈ ચીમનભાઈ મકવાણાને કહેતા ચીમનભાઈ વિવેકાનંદ સ્કુલના સંચાલક ડો.પ્રિયવદનભાઈ કોરાટ પાસે ગયા હતા.
આજે સવારના 6 વાગ્યાની આ ઘટનાને જેતપુરમાં બેઠા બેઠા પાર પાડવા ડો.કોરાટે સૌ પ્રથમ લાયન્સ ક્લબ જેતપુરના ડો.પ્રિયવ્રત જોશીનો અને રાજકીય પક્ષ કોંગ્રેસ ક્ષેત્ર્રે અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાનીનો સંપર્ક કરી મૃતક યુવાનની પીએમવિધિ તેમજ મૃતદેહ સંભાળવાની અતિ અઘરી કાર્યવાહીમાં જોન્ત્રાયા હતા. 
આવા સમયે જેતપુરની આ શાળાના અન્ય બે  માજી વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયાને ડો. કોરાટે સેવામાં લગાડતા કહેવાય છે કે આ બંને છાત્રોએ પણ ગજબની મહેનત આદરી ભૃગેશની ડેડબોડીને બેંગ્લોરથી જેતપુર સુધી પહોચાડવાની વિધિઓ પાર પાડી હતી.
બોક્સ : કોણે, કેવી સેવા બજાવી ??!! 
જેતપુર : ડો. પ્રિયવદન કોરાટે માહિતી આપતા જણાવેલ કે અત્યંત ગરીબ અને ટ્રક ચાલકની જીંદગી જીવતા જેતપુરના રમેશભાઈ મકવાણા માટે પોતાના પુત્રનો મૃતદેહ બેંગ્લોરથી જેતપુર લાવવાનું મુશ્કેલ જનતા તેઓએ સ્ટાફના જયદીપ ભાદડીયા, જેતપુરના ડો. પી.સી.જોશી ને સામાજિક સંસ્થા કક્ષાએ, અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને રાજકીય કોંગ્રેસ પક્ષ કક્ષાએ(બેંગ્લોરમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ હોવાના નાતે), બનાવની કરુણતા બતાવતા ડો.જોશી અને ધારાસભ્ય ધાનાણી સતત આખો દિવસ દરમિયાન સંપર્કમાં રહી પોત પોતાનાથી બનતી સેવાઓ બજાવવામાં ખાવા પીવાનું ભૂલ્યા હતા. બેંગ્લોર સ્થિત જેતપુરની શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયા, બેંગ્લોરમાં જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અમીનભાઈએ પણ ખડે પગે રહીને ભૃગેશના મૃતદેહને વાલીઓ તરફે લાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
આજે બપોરે રાજકોટ અને ત્યાંથી જેતપુર 
ભૃગેશનો મૃતદેહ વિમાનમાર્ગે આવશે !!
જેતપુર : જાજા હાથ રળિયામણા અને એય કાઠીયાવાડી, સેવાનો સાદ જીલજો રે ! એવી ઉક્તિઓને અક્ષરશ સાબિત કરાવનાર ડો.કોરાટ , ડો.જોશી, બેંગ્લોરના છાત્રો અને અમરેલીના ધારાસભ્ય ધાનાણી એમ તમામની આજે આખો દિવસની લાજવાબ સેવાને અંતે બેંગ્લોરની હોસ્પિટલ સુત્રોએ નલીન ચોવટિયા નામના માજી છાત્રને ભૃગેશની ડેડબોડી સોંપતા, આ ડેડબોડી બેંગલોરથી મુંબઈ અને મુબઈથી રાજકોટ સુધી વિમાન માર્ગે લવાશે, રાજકોટથી રોડ માર્ગે જેતપુર લવાશે.
બોક્સ: બી.ફાર્મ કરી ભૃગેશ નોકરીએ લાગ્યો !!
જેતપુર: પેટે પાટા બાંધી જેતપુરના રમેશભાઈ મકવાણાએ એકના એક પુત્ર ભૃગેશને બી.ફાર્મ.સુધીનો અભ્યાસ કરાવ્યો, લાકડી સમા દીકરાના ભણતર પાછળ ગુમાવેલ સમય અને નાણાનું હવે બરાબર વળતર મળશે તેવી આશાએ જીવતા રમેશભાઈનો દીકરો ભ્રુગેશ સ્થાનિક સ્ટડી સેન્ટરમાં એક માર્ગદર્શક તરીકેની નોકરી કરતો હતો. બેંગ્લોરમાં અન્ય એક જેતપુરના ડિપ્લોમાના વિદ્યાર્થીને પોતાની સગાઇ નક્કી થતી હોય જેતપુર જવાના શુભ સમાચાર આપવા બાઈક લઈને નીકળ્યો ત્યારે ત્યાના રામૈયા નગર વિસ્તારમાંના એક સ્પીડ બ્રેકરને સમજવામાં થાપ ખાઈ ગયેલ ભૃગેસનું બાઈ ફૂટપાથના ડિવાઈડર પર ચડી જતા 100 થી 150 ફૂટ બાઈક સમેત ઢસડાયો હતો અને ગંભીર ઈજાઓ પામ્યો હતો.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

CRIME NEWS BY KASHYAP JOSHI JETPUR 9974262812

જેતપુરના પીઠડીયા ગામે ક્રિકેટ સટ્ટા દરોડા 
દરમિયાન ભાગેલો વાડી માલિક પકડાયો
જેતપુર તા.21
જેતપુરના પીઠડીયા ગામે ગઈકાલે ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર પોલીસે મારેલા છાપા દરમિયાન ભાગેલો વાડીમાલિક પકડાયો હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર મોટાપાયે સટ્ટો ખેલાતો હોવાની બાતમી પરથી ગઈકાલે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાન્ચે સંબંધિત પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા 1.10.540 રૂપિયાના મુદામાલ સાથે 4 શખ્શો પકડાઈ ગયા હતા. જયારે વાડી માલિક ચેતન ધીરુ પટેલ નાશી છૂટતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કાર્ય હતા. જેમને આજે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી વચ્ચે પૂછપરછ હાથ ધરી છે.
જેતપુરની વૃદ્ધાને બે વર્ષ પહેલા છેતરી જનારા 2 શખ્શો ઝડપાયા 
જેતપુર તા.21
આજથી બે વર્ષ પહેલા જેતપુરના એક પટેલ વૃદ્ધાને રોકડ રકમ તેમજ સોનાનો ચેઈન લઇ જઈ છેતરપીંડી આચરનાર 2 ધૂતારાઓને પોલીસે પકડી પાડતા આ બંને ચીટર ઇસમોએ જેતપુર સહીત વેરાવળ અને જૂનાગઢની છેતરપીંડી પણ કબુલી હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ ગઈ 5-9-2013 ના રોજ જેતપુરમાં ભાદર કેનાલ પાસેના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા કંચનબેન કાનજીભાઈ ભુવા(મૂળ જેતલસર ગામના) પાસે બે શખ્શોએ તાંત્રિક વિધિના ઓઠા તળે કંચનબેનને ભોળવી રોકડ રૂપિયા 12 હજાર તથા એક સોનાનો સવા તોલાનો ચેઈન લઈને છું થઇ ગયા હતા. 
આવા સમયે પોલીસે અજાણ્યા 2 શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે બે શકમંદ શખ્શોના ભેદી આંટાફેરાની પોલીસને જાણ કરતા પોલીસે મારતે ઘોડે ધોરાજી રોડ પર દોડી જઈ બંનેને પકડી લઇ આગવી ઢબે સરભરા કરતા બંને ચીટર હોવાનું કબૂલી પોતાના નામો નાથબાવા ભારત નાથાલાલ (રહે.મહુવા પંથક ગામ ખુંટવડા) તથા રાણા હાજા સલાટ(રહે. રાણેજ-કોડીનાર) જણાવતા પોલીસે લાલચોળ આંખો કરી હતી.
આવા સમયે ભારત અને રાણાએ જુનાગઢ રોડ પર અને વેરાવળમાં એક વૃધ્ધા સાથેજ આવીજ છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને ઠગબાજોને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર 9974262812
 

JETALSAR NEWS ... AKASMAATMA MOT..દેવકીગાલોલના અખબારી પ્રતિનિધિના પુત્રનું સુમો કાર સાથેના અકસ્માતમાં કરુણ મોત..

જેતલસર સ્થિત શાઢુંભાઈની પુત્રીને મુકીને જઈ રહેલા 
દેવકીગાલોલના અખબારી પ્રતિનિધિના પુત્રનું 
સુમો કાર સાથેના અકસ્માતમાં કરુણ મોત..
(કશ્યપ જોશી) જેતલસર તા.21
આજે સવારે નવેક વાગ્યાની આસપાસ જેતલસર નજીક જુનાગઢ રોડ પર એક સુમો કાર સાથે ભટકાઈ જવાથી, જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામના અખબારી પ્રતિનિધિ મહેશભાઈ પાનસેરિયાના બીજા નંબરના પુત્રનું કરુણ મોત થતા અખબારી આલમ અને દેવકીગાલોળના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે રહેતા અને અખબારી વ્યવસાય સાથે સંકળાયેલા તથા ગામની હાઈસ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પટેલ મહેશભાઈ ચીમનભાઈ પાનસેરિયાના મોટા પુત્ર અંકિતનું ગયા રવિવારે સગપણ(વેવિશાળ/ચાંદલો) હોય મહેશભાઈના શાઢુંભાઈ જેન્તીભાઈ વલ્લભભાઈ રૈયાણી(રહે.જેતલસર)નો પરિવાર પણ આ સુખદ પસંગમાં જોડાયો હતો. 
દરમિયાન જેન્તીભાઈ રૈયાણીની પુત્રી દર્શિતા દેવકીગાલોલ ખાતે રોકાઈ હોય, આજે મહેશભાઈનો બીજા નંબરનો પુત્ર સાગર પોતાનું  બાઈક લઈને દર્શીતાને જેતલસર મુકવા સવારે આવ્યો હતો. જ્યાંથી એટલેકે જેતલસરથી પાછો દેવકીગાલોલ જવા નીકળેલ સાગર કોઈ પણ કારણોસર સામેથી આવતી સુમો કાર સાથે ધડાકાભેર અથડાતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાજ તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ સહિતનો સ્ટાફ, જેતલસરના સેવાભાવીઓ મુકેશ રૈયાની, આર.કે.પટેલ, ભોલાભાઈ જોટાંગિયા(ડેડરવા), વી. દોડી જઈ પોતપોતાનાથી બનતી સેવાઓ કરી મૃતકને જેતપુરની સરકારી હોસ્પીટલે પહોચાડ્યા હતા.
બોક્સ: સરબત પીધું પણ રોકાયો નહિ !!
જેતલસર: પોતાની પુત્રીને જેતલસર મુકવા આવેલ શાઢુંભાઈ મહેશભાઈ પટેલના પુત્ર સાગરના અકસ્માત બાબતે ભીની આંખોએ વિગતો આપતા જેતલસરના જેન્તીભાઈ રૈયાણીએ જણાવેલ કે આજે સવારે પોતાના ઘરે આવેલ સાગરને રોકાવાનો તેઓએ આગ્રહ કર્યો હતો, પણ મારે જલ્દી ઘરે જવું છે તેવું કહી, સરબત પીને જેતલસરથી નીકળેલા સાગરને જુનાગઢ રોડ પરજ કાળે આંતરી લીધાનું જણાવતા જેન્તીભાઈના ગળે ડૂમો આવી ગયો હતો.
બોક્સ: એન્જિનીયરીંગનો આશાશ્પદ વિદ્યાર્થી !
જેતલસર: મૃતક સાગરના કૌટુંબિકભાઈ હરેશભાઈએ જણાવેલ કે સાગર મોરબીની કોલેજમાં એન્જી. કરતો હતો અને સેમેસ્ટર-2 નો અભ્યાસ ચાલુ હતો. તે બ્રિલિયન્ટ હતો. મહેશભાઈનો મોટો પુત્ર અંકિત ગામમાં ડિસ્કકેબલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અંકિતની સગાઈના આનંદમાં જુમતા પાનસેરિયા પરિવારની ખુશી અચાનક સાગરના અવસાનથી મોતના માતમમાં ફેરવાઈ જતા જેતલસર અને દેવકી ગાલોલના પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812



રવિવાર, 12 એપ્રિલ, 2015

JETALSAR JETPUR NEWS KASHYAP JOSHI


બ્રહ્મસમાજ જેતપુરનું ગૌરવ

જેતપુરના કાજલબેન જાનીએ સંસ્કૃત વિષયમાં પીએચડી કર્યું

જેતલસર(જેતપુર) તા.12

સાવરકુંડલા નિવાસી છેલશંકરભાઈ ભવાનીશંકરભાઈ જોશીના પુત્રી, જેતપુરના જેસુખ્લાલ વજેશંકરભાઈ જાનીના પુત્રવધુ કાજલબેન પીયુશભાઇ જાની(જેતપુર તાલુકાના ઇન્ચાર્જ ટીપીઈઓ (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) " ભાનુંદત્તની શૃંગાર વિભાવનાના સંદર્ભમાં અશ્વઘોષ અને કાલિદાસના મહાકાવ્યો-એક તુલનાત્મક અધ્યયન " સંસ્કૃત વિષયમાં ડૉ. મીનાક્ષીબેન ભટ્ટના માર્ગદર્શન તળે  તૈયાર કરેલ મહાનિબંધને પીએચડીની પદવી માટે રજુ કરેલ. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્યતા આપતા જેતપુર તેમજ સાવરકુંડલા બ્રહ્મસમાજનું ગૌરવ વધ્યું છે.

 

કાજલબેન અમારા રિલેટીવ્જ હોય, અનુકુળતાએ મેટર લેવા વિનંતી છે.

 

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

સાથે કાજલબેનનો ફોટો પણ મોકલેલ છે.



શુક્રવાર, 10 એપ્રિલ, 2015

કાચની શીટ ગળામાં ઘુસી જતા જેતપુરના યુવાનું મોત

જેતપુરમાં પોષતું તે મારતું જેવી ઘટના બની !
કાચની શીટ  ગળામાં ઘુસી જતા જેતપુરના યુવાનું મોત 
જેતપુર તા.10
ગઈકાલે જેતપુરમાં એક કાચની દુકાનમાં કામ કરી રહેલા યુવાનને ગળામાં કાચ લાગી જવાથી મોતને ભેટતા બનાવવાળા વિસ્તારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ અહીના અમરનગર રોડ પર આવેલ શિવમ ગ્લાસ નામની દુકાનમાં રાબેતા મુજબ કામ કરી રહેલા પ્રભુદાસભાઈ નામના 37 વર્ષના યુવાનને કાચની શીટ છટકીને ગળા પર વાગતા તેમને લોહી લુહાણ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ, પણ તબીબોની મહેનત વ્યર્થ ગઈ હોઈ તેમ પ્રભુદાસભાઈનું મોત થતા, તબીબોની જાણ પરથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812 

બુધવાર, 8 એપ્રિલ, 2015

JETALSAR NEWS..ડેડરવા ગામે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જાગૃતિ ઇલેવનનો 7 વિકેટે વિજય

ડેડરવા ગામે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 
જાગૃતિ ઇલેવનનો 7 વિકેટે વિજય
જેતલસર  તા.8
જેતલસર પંથકના ડેડરવા ગામે યોજાયેલ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેતપુરની ટીમનો વિજય થયો હતો.
આ બાબતે વિગતો આપતા કિશન બોરીસાણીયા જણાવે છે ડેડરવા ગામે યોજાયેલ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 15 દિવસ દરમિયાન આજુબાજુના ગામોની 30 જેટલી ટીમો વચ્ચે 12-12 અવર્સની મેચો રમાઈ હતી. અંતે ફાઈનલમાં જેતપુરની બે ટીમો ડાઈમંડ ઈલેવન અને જાગૃતિ ઈલેવન વચ્ચે 14 અવર્સનો મેચ ખેલાયો હતો.
જેમાં ડાઈમંડ ઈલેવનના ખેલાડીઓએ 8 વિકેટે 124 રન બનાવ્યા હતા. જે નિર્ધારિત સ્કોર જાગૃતિ ઈલેવનના ખેલાડીઓએ 3 વિકેટે 128 રન સાથે પાર પાડતા જાગૃતિ ઈલેવનનો 7 વિકેટે વિજય થયો હતો. કલ્પેશ રાઠોડ, ભરત મુળિયા, તથા રાજેશ મુળિયા સહિતના યુવાનોએ શેરીના ક્રિકેટ-ક્રિકેટને  સૌપ્રથમ  વખત જ ટુર્નામેન્ટમાં ફેરવી આયોજન કરતા ગામના આગેવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હતો. અંતે ફાઈનલમાં વિજેતા ટીમ જાગૃતિ ઈલેવનના કપ્તાન અશ્વિન બાપુડાને ગામના સરપંચ મનહર મકવાણા, ઉપ સરપંચ જેન્તીલાલ દુધાત્રા તથા દિનેશભાઈ મુળિયા સહિતના આગેવાનોની હાજરીમાં રોકડ પુરુષ્કાર તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 
અત્રે એ નોંધનીય છે કે સૌ પ્રથમ વખત જ ડેડરવાના યુવા ગ્રુપને ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સફળતા મળતા આગામી 12.4.2015 થી આવીજ એક બીજી ટુર્નામેન્ટ શરુ થનાર હોવાનું કિશન બોરીસાણીયા જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર - 9974262812 

મંગળવાર, 7 એપ્રિલ, 2015

જેતપુરના દેવીપૂજક યુવાનનો આપઘાત

જેતપુરના દેવીપૂજક યુવાનનો આપઘાત 
જેતપુર તા.7
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર એક દેવીપુજક યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના શહેર પોલીસ દફતરે નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ  જુના પાંચ પીપળા રોડ પર આવેલ જનતા નગરમાં રહેતા દીપક સવસી દેવીપુજક નામના 25 વર્ષના યુવાને કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવી  નાખ્યાનું પોલીસમાં જાહેર કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની   કાર્યવાહી વચ્ચે દીપકના આપઘાતનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812

સોમવાર, 6 એપ્રિલ, 2015

AKASMATMA JETPUR PANTHAKNA YUVANNU MOT....KASHYAP JOSHI JETPUR JETALSAR -9974262812


​મૂળ જેતપુરના થોરાળા ગામના, હાલ રાજકોટ સ્થાયી થયેલા 
આશાસ્પદ યુવાન કારખાનેદારનું સાયલા 
નજીક અકસ્માતમાં મોત..2 ને ગંભીર ઈજા 
શ્રીનાથજીના દર્શન કરી પરત ફરતા સાયલા નજીક અકસ્માત બન્યો, થોરાળા-રાજકોટમાં શોક 
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.6
જેતપુરના થોરાળા ગામના એક આશાસ્પદ પટેલ કારખાનેદાર યુવાનનું ગઈકાલે સવારે 7 વાગ્યે એક માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટનાથી થોરાળા અને રાજકોટમાં પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ મૂળ જેતપુર તાલુકાના થોરાળા ગામના વતની હાલ રાજકોટમાં ન્યુ આકાશદીપ સોસાઈટી, શેરી નંબર-2 માં રહેતા જયેશભાઈ કરશનભાઈ બાંભરોલીયા(ઉ.વ.37) ગયા ગુરુવારે પોતાના ભાઈ રમેશભાઈ કરશનભાઈ(થોરાળા),  પિત્રાઈ ભાઈ બકુલભાઈ રવજીભાઈ(થોરાળા)  ફૂવા ભુપતભાઈ, કૌટુંબિક ભાણેજ ધર્મેશભાઈ વિરજીભાઈ(મંડલીકપુર) એમ તમામ રાજકોટથી સાંજે શ્રીનાથજી(નાથદ્વારા) દર્શનાથે જવા બોલેરો કાર લઈને નીકળ્યા હતા.
દરમિયાન પરત ફરતી વખત્તે ગઈકાલે રવિવારે સાયલાના કુલપુરા ગામના પાટિયા પાસે અકસ્માતે તેઓની કાર આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા, કારમાં આગળ બેઠેલા જયેશભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે ધર્મેશભાઈ અને  રમેશભાઈને હાથે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે સાયલાની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. સંબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની ડેડબોડી સાયલા હોસ્પીટલમાં ખસેડી પીએમ ની વિધિ કરાવી હતી. મૃતક જયેશભાઈ પરિણીત હોય અને એક 4 વર્ષના  વ્રજ નામના દીકરા સહીત પત્ની હેતલબેન સહિતના પરિવારજનોને શોકાવસ્થમાં છોડી ગયા છે.

બોક્સ: રાજકોટમાં મૃતકને ફેબ્રિકેશનનું કારખાનું
જેતલસર(જેતપુર): અકસ્માત સમયે કારમાં બેઠેલા અને ઈજા નાં પામનારા મૃતકના પિત્રાઈ ભાઈ બકુલભાઈએ જણાવેલ કે જયેશભાઈ રાજકોટમાં ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, અમરનગર-2 માં જે.કે.ઇન્ડસ્ટ્રીજ નામનું ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા હોય કારખાનેદારોમાં સારું વર્ચસ્વ ધરાવતા હતા. કાર ફૂવા ચલાવતા હતા પણ તેઓ સદનશીબે બચી ગયા હતા. બનાવની તેઓના થોરાળા ગામ અને રાજકોટ ખાતે જાણ થતા તેમના હિતેચ્છુઓ અને પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. બકુલભાઈ એ જણાવેલ કે આમતો તેઓને માર્બલ લેવાની ગણતરી હોય શ્રીનાથજી જવાનું આયોજન થતા સાથે દર્શનનું પણ નક્કી કર્યું હતું, શ્રીનાથજીબાવાને અમારા ભાઈનો આનંદ જાણે પસંદ ના હોય તેમ અમારી વચ્ચેથી તેમને ( જયેશભાઇને ) છીનવી લીધા!!

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
ફોટો મૃતક કારખાનેદાર જયેશ કરશનભાઈ બાંભરોલીયાનો છે.


AVSAANNONDH JETPUR JETALSAR KASHYAP JOSHI


​અવસાન નોંધ જેતલસર-જેતપુર
જેતલસર: સરપંચના માતુશ્રીનું અવસાન 
જેતલસર : સ્વ.શામજીભાઈ કલાભાઈ રૈયાણીના પત્ની શારદાબેન (ઉ.વ.80) તે હરેશભાઈ તથા મહેશભાઈ રૈયાણી( સરપંચ-જેતલસર)ના માતા તા.5 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.9 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, પાણીના ટાંકા સામે, ઉપરકોટ, જેતલસર ગામ ખાતે રાખેલ છે.

જેતપુર: થોરાળા(તા.જેતપુર) નિવાસી કરશનભાઈ મોહનભાઈ બાંભરોલીયાના પુત્ર જયેશભાઈ(ઉ.વ.37) તે વ્રજના પિતા તથા રમેશભાઈ અને જીતેન્દ્રભાઈના ભાઈ તા.5 ના રોજ અવસાન પામેલ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર -9974262812



 

શનિવાર, 4 એપ્રિલ, 2015

JETALSAR NEWS URGENT NEWS આખરે જેતલસર જંકશનના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ ગઈ

10 સભ્યોએ દરખાસ્ત તરફેણમાં મતદાન કરતા 
આખરે જેતલસર જંકશનના સરપંચ સામે 
અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ ગઈ !!
જેતલસર તા.4
જેતલસર જંકશનના સરપંચ સામે આજે 10 સભ્યોએ રજુ કરેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ જતા આગામી ટૂંક દિવસોમાંજ સરપંચ પોપટભાઈ જેઠવાના હાથમાંથી સત્તા ચાલી જશે, સરપંચનો ચાર્જ ઉપસરપંચ સંભાળશે અને નક્કી થયે સરપંચ પદની ચુંટણી આવશે..
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર જંકશનના સરપંચ પોપટભાઈ જેઠવા સામે આજથી પંદર દિવસ પહેલા 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા પંચાયત ધારા મુજબ દરખાસ્તમાં સહી કરનારા સભ્યોની સહી ચકાસણી માટે બેઠક બોલાવાઈ હતી. 
પણ જંકશનમાં વિકાસના કામોને વેગ આપનાર સરપંચને કોણ હટાવવા માંગે છે ? તેવા સવાલ સાથે જંકશનની મહિલાઓએ પંચાયતમાં ઘેરો ઘાલી રણચંડીઓના સ્વરૂપ બતાવતા સહી ખરાઈ માટે 10 માંથી એકેય સભ્ય ફરક્યો નહોતો. દરમિયાન આજે તા.4 ના રોજ આ માટે બેઠક બોલાવાઈ હતી.
જેમાં સ્થાનિક તલાટી મંત્રી સરવૈયા, વિસ્તરણ અધિકારી અગ્રાવત, સર્કલ ઇન્સ્પેકટર વેકરીયા તેમજ લીવ રિજર્વ તલાટી કનેરિયા ની હાજરીમાં અવિશ્વાસની દરખાસ્ત માટે થયેલી કાર્યવાહીમાં જંકશન ગ્રામ પંચાયતના કુલ સભ્ય સંખ્યાબળ 15 માના એક તૃતિયાંસ સભ્યો એટલેકે 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં અને સરપંચ સહીત 3 સભ્યોએ વિરુધ્ધમાં આંગળી ઉંચી કરી મતદાન કરતા ઉપસ્થિત અધિકારીગણે સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલી જાહેર કરી હતી.
આ તકે તલાટી સરવૈયાએ જણાવેલ કે તેઓ દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને રીપોર્ટ કરાશે, ટીડીઓ સરપંચ તરીકેનો ચાર્જ છોડવા માટે 3 દિવસની મહેતલની સરપંચને નોટીસ આપશે, ત્યારે સરપંચ હોદો છોડી દે તો ઠીક છે, અન્યથા આપોઆપ સરપંચ સત્તા ગુમાવશે, જે સત્તા એટલેકે સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચ પાસે રહેશે જ્યાં સુધી સરપંચ પદની ચુંટણી નક્કી નાં થાય ત્યાં સુધી..
બોક્સ: સરપંચ-સભ્યોના આક્ષેપો-પ્રતિઆક્ષેપો
જેતલસર: જંકશન ગ્રામ પંચાયતના ઉપસરપંચ હનીફ બલોચે જણાવેલ કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામો કરતા હોય, સભ્યોમાં ભારે અસંતોષ ઉભો થયો હતો જે અંતે અવિશ્વાસની દરખાસ્તમાં ફેરવાયો હતો. સરપંચ પોપટભાઈ જેઠવાએ જણાવેલ કે પોતાની સામે અવિસ્વાસની દરખાસ્ત રજુ કરનાર સભ્યો છેલ્લા 15 વર્ષ થયા ઉત્સાહી સરપંચો સાથે આવુજ કરતા આવ્યા છે. તેઓને કાઈ મળે નહિ એટલે સરપંચને ઉથલાવે.
બોક્સ: મહિલાઓના ટોળાની ધમાલ આડે પોલીસ ઉભી રહી !
જેતલસર: પંદર દિવસ પહેલાની જેમજ આજે પણ જંકશન ગ્રામ પંચાયત પર હલ્લો કરી સરપંચને ઉથલાવવા માંગતા સભ્યો સામે મોરચો માંડવા મોટી સંખ્યામાં મહિલાઓના ટોળા ઘસી આવ્યા હતા.પણ ફોજદાર રઘુભાઈ કરમટીયા, જમાદાર મજનુંભાઈ, વી પોલીસ કાફલાએ મહિલાનોના ટોળાની આડે દીવાલ બની જતા મામલો બીચકતા રહી ગયો હતો. ખાઉધરા સભ્યો હાય હાય, અમારા સરપંચ જિંદાબાદ ના નારાઓ લગાવી મહિલાઓએ અનેકવિધ આક્ષેપો આક્ષેપો કરી તે 10 સભ્યોની નીતિરીતી પ્રજા વચ્ચે બતાવી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812