અનુયાયીઓ

શનિવાર, 21 માર્ચ, 2015

[New post] જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY’S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

 જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें



kjoc posted: "જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે ---------------------------------------------------------------------- જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન ----------------------------"
Respond to this post by replying above this line

New post on AAO HUM SUB MILE

જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

by kjoc

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે
----------------------------------------------------------------------
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
------------------------------------------------------------------------
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

જેતલસર પંથકના ડેડરવા ગામે આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
જેતલસર તા.21…..જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.

અમરનગર ગામે મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.

વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને કાળાભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
(કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812)

kjoc | March 21, 2015 at 1:46 pm | Categories: Uncategorized | URL: http://wp.me/pt3KD-1M

Comment    See all comments    Like

Unsubscribe to no longer receive posts from AAO HUM SUB MILE.
Change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://kjoc.wordpress.com/2015/03/21/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7/

Thanks for flying with WordPress.com


KASHYAP JOSHI JETALSAR

વાલી મંડળ જેતપુરના હોદેદારો 

જેતપુર તા.21

તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા,  શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETASLAR NEWS : KARSHYAP JOSHI JETALSAR

અમરનગર ગામે મહાવીર ભગવાનની 
જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે.  આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETALSAR NEWS : KASHYAP JOSHI JETALSAR 9974262812

જેતલસર પંથકના ડેડરવા ગામે 
આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ 
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812

જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે 
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને 
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન 
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. 
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

                 (કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812)

ગુરુવાર, 19 માર્ચ, 2015

મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ



નવાગઢની ખાનગી શાળામાં બાળકીઓને માર મારવાની ઘટનાને ન્યાય અપાવવા જેતપુરમાં વાલી મંડળની રચના થઇ.
મામલતદાર-શાશનાધિકારીને આવેદનો અપાયા, 
માર મારનાર શાળા સંચાલકોને સજા કરવા માંગ 
જેતપુર તા.19
જેતપુરના નવાગઢમાં ખાનગી સ્કુલ નવજીવનના સંચાલકોએ બે બાળકીઓને ફી બાબતે માર માર્યાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. સંચાલકોની દાદાગીરી અને વાલીઓને ખોટા પાડવાના શાળા સંચાલકોના સંબંધિતોને આવેદનો અપાયા બાદ આ બાબતે વાલીઓની વહારે આવવા આજે જેતપુરમાં એક વાળી મંડળની રચના કરવામાં આવી હતી, અને આશરે 500 જેટલા વાલીઓને આજે સ્થાનિક મામલતદાર તેમજ શાશનાધિકારી કચેરીએ દોડી જઈ  આવેદનો આપી બાળકીઓને ફટકારનાર શાળા સંચાલકો સામે શિક્ષાત્મક પગલા ભરવા બુલંદ માંગ કરી હતી.
જેતપુરના ચર્ચાસ્પદ કિસ્સાની મળતી વિગતો મુજબ જેતપુરના નાવાગધમાં રહેતા માધ્યમ વર્ગની ધોરણ 5 ની બે છાત્રાઓ રૂપલ અને તરન્નુમ ને નવજીવન શાળા સંચાલક કલ્પેશ કોઠારીએ સ્કેલ તેમજ ધુમ્બા મારી ત્રાસ ગુજાર્યાની મોડે મોડેથી પોલીસ ફરિયાદ થતા કહેવાય છે કે આ શાળાના સંચાલકો સામે પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા.
બીજીબાજુ શાળા સંચાલક મંડળના સંચાલકોએ પણ વાલીઓ ખોટા છે અને બાળકીઓને કોઈ માર મારવામાં આવ્યો નથી તે મતલબના સંબંધિતોને આવેદનો આપતા આ વાત વાલીઓને દબાવવા જેવી જણાતા જેતપુરમાં રાતોરાત એક વાળી મંડળની રચના કરવામાં આવી છે અને આજે આ મંડળના યોગેન્દ્રસિંહ ગોહિલ, મહમદભાઈ સાંધ, કાળાભાઈ ચાવડા, જીતેન્દ્ર લાડવા, જતીન દેગડા, શૈલેશ સાવલિયા, વિનોદ જોશી, વિગેરેની આગેવાની તળે 500 વાલીઓએ મામલતદાર અને શાશનાધીકારીને લેખિતમાં આવેદનો આપી નાવાગઢની શાળા સંચાલકો સામે પગલા ભરવા માંગો દોહરાવી હતી.

બોક્સ: વાલીઓ જાગૃત થયા છે, શાળા સંચાલકો જાગી જાય !!
જેતપુર: આજે વાળી મંડળ ના નેજા હેઠળ લાગતા વળગતાઓને આવેદનો આપી વાલી મંડળે જણાવેલ કે વાલીઓ જાગી ગયા છે, બેફામ ફી લૂટતા શાળા સંચાલકો હવે જાગી જાય, બે ત્રણ દિવસ પહેલાજ એક વાહન ચાલકને વાલીઓએ પોતાની બાળકીઓ સાથે અડપલા કરવાની વાતમાં લમધાર્યો હતો, પણ પોલીસ ફરિયાદ નાં થતા આ વાત અભેરાઈ પર ચડાવી દેવાઈ છે.  એટલુજ નહિ શાળા સંચાલકો પણ પોતાની શાળાના બાળકોને લઇ મૂકી આવતા વાહન ચાલકોની પુરેપુરી શાળામાં માહિતી રાખે તે ઇચ્છનીય છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

JETPURNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR- 9974262812

JETPURNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR- 9974262812

બુધવાર, 18 માર્ચ, 2015

LOCAL NEWS BY KASHYAP JOSHI JETPUR JETALSAR

શિવરાજગઢ ગામે તિથી મહોત્સવ 

જેતપુર તા.18

ગોંડલના શિવરાજગઢ ગામે આવેલ જસાબાપાની દેરીએ તા.20.3 અને 21.3 એમ 2 દિવસ તિથી મહોત્સવ ઉજવાશે. જગ્યાએ તા.20 ની રાત્રીએ સંતવાણી અને મહાપ્રસાદ તેમજ તા.21 ના રોજ શોભાયાત્રા વિગેરે કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, ભટ્ટી પરિવારજનોએ લાભ લેવા સ્ટેશનવાવડી(જેતપુર)ના રોહિતભાઈ ભટ્ટીએ અનુરોધ કર્યો છે.

 

 

જેતપુરમાં સ્વાઈનફ્લુ 

પ્રતિકારક ઉકાળાનું વિતરણ 

જેતપુર તા.18

જેતપુરમાં સ્ટુડંટ યુનિયન દ્વારા લગાતાર 3 દિવસ સુધી અમરનગર રોડ, આલ્ફા સ્કુલ, બોસમીયા કોલેજ, દેસાઈવાડી, ગોપાવાડી,શંકર દેરી-ખોડપરા, રામનાથ મંદિર વિગેરે જગ્યાઓ પર સ્વાઈનફ્લુ પ્રતિકારક ઉકાળાનું  વિતરણ કરાયું હતું, તેમજ અમુક જરૂરીયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્ક પણ વિતરણ કરાયા હતા.આવી સેવામાં છાત્ર સંગઠનના ધવલ પંડ્યા, રવિ વઘાસીયા, મયુર સરવૈયા, નીરવ કોઠારી, ચિરાગ દોમડીયા, અમિત વઘાસીયા, દીપક નારિયા વી. ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરથી ગંદકીનું સામ્રાજ્ય હટાવવા માંગ...

જેતપુર તા.18

જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર પ્રજાપતિ જ્ઞાતિની વાડી સામેનો એક ખુલ્લો પ્લોટ ગંદકીનું કેન્દ્ર બન્યો છે. અહી કચરા-ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાસી ગયા છે. બેસુમાર ગંદકીયુક્ત કચરાના ભરાવાને કારણે રેઢીયાર ઢોરનો પણ જમેલો થાય છે. પ્લોટ નજીકની પ્રજા-લત્તાવાસીઓ કોઈ ભયંકર રોગચાળામાં પટકાઈ તે પહેલાજ પાલિકા તંત્ર ગંદકી દુર કરાવે તેવું ચિરાગ અગ્રાવત સહિતના સેવાભાવી યુવાનો જણાવે છે

મંગળવાર, 17 માર્ચ, 2015

જેતલસરના એસટી કંડકટરનું વૃક્ષ સાથે અથડાતા મોત

રાજકોટ એસટી ડેપોના જામકંડોરણા રૂટમાં ચાલતા 
જેતલસરના એસટી કંડકટરનું વૃક્ષ સાથે અથડાતા મોત
જેતલસર  તા.17
જેતલસર રહેતા અને રાજકોટ એસટી ડેપોના બસ કંડકટરનું આજે સાંજે જેતપુર જેતલસર વચ્ચે અકસ્માતમાં મોત થતા જેતલસરના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
બનાવની મળતી  સાથે તી વિગતો મુજબ જેતલસર ગામે રહેતા વિઠ્ઠલભાઈ હીરજીભાઈ ભુવા (ઉ.વ.55) આજે સાંજે પોતાનું બાઈક લઈને જેતપુરથી જેતલસર આવતા હતા ત્યારે જુનાગઢ રોડ પર આવેલ મામાના મંદિર સામેના એક વૃક્ષ સાથે અચાનક અથડાઈ જતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. 
બનાવની જાણ થતાજ તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, જમાદાર મજનુંભાઈ વિગેરે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડી હતી. બનાવ બાબતે એવી વિગતો મળી હતી કે વિઠ્ઠલભાઈ રાજકોટ એસટી ડેપોની જામકંડોરણા રૂટમાં ચાલતી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. આ બાબતે રાજકોટ એસટી ડેપોના મેનેજર ખામ્ભલાએ જણાવેલ કે આજે બપોરેજ પોતાની નોકરી પૂરી કરી વિઠ્ઠલભાઈ જેતપુર તરફ નીકળ્યા હતા. પણ આવો બનાવ બન્યો હોવાનું સાંભળવા મળતા એસટી કર્મચારી આલમમાં પણ શોક વ્યાપ્યો છે. પોલીસના પ્રાથમિક તારણમાં એવી વાત બહાર આવી છે કે બાઈક ડ્રાઈવિંગ સમયે કોઈ વાતના વિચારે ચડેલા વિઠ્ઠલભાઈ અકસ્માતે વૃક્ષ સાથે અથડાઈ જતા તેમનું મોત થયું હોવું જોઈએ.

કશ્યપ જેજોશી જેતલસર - 9974262812


મારા શહીદ પુત્રનું જેતલસરમાં સ્મારક નહિ બનાવાય તો મારો જીવ અવગતીએ જશે !!

15-15 વર્ષ થયા રાજકારણીઓ અને સરકારના ઠાલા વચનોથી વ્યથિત શહીદ યુવાનના પિતાનો વલોપાત !
મારા શહીદ પુત્રનું  જેતલસરમાં સ્મારક નહિ 
બનાવાય તો મારો જીવ અવગતીએ જશે !! 
સને 2000 માં શહીદ થયેલ જેતલસરના ફૌજી ધનસુખ ભૂવાનું સ્મારક બનાવવાની વાત ''વાતોના વડા" સાબિત ! 
(કશ્યપ જોશી)  જેતલસર તા.17
આજથી પંદર વર્ષ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામના સિયાચીન ગ્લેસિયર ખાતે શહીદ ધનસુખ ધીરજલાલ ભૂવાનું જેતલસરમાં સ્મારક બનાવવાની વાતમાં તમામ રાજકારણીઓ અને સરકારે વાતોના વડા જ કર્યા હોય, ખુબ વ્યથિત શહીદના પિતાએ વલોપાત વ્યક્ત કરતા જણાવેલ કે મારા પુત્રનું સ્મારક હું જીવતા નહિ જોઈ શકું તો મારો જીવ અવગતીએ જશે !
દેશની રક્ષા કાજે શહીદ થયેલા એક સપૂતના પિતાને ઉપરોક્ત શબ્દોની વાત વ્યક્ત કરતા કેટલી વેદના અનુભવી હશે ? તે છેલ્લા 15 વર્ષ દરમિયાનના રાજકારણીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો કે સ્થાનિક પંચાયતસુત્રો તે આજ દિન સુધી જાણી શક્યા નાં હોય, આ પણ એક દુઃખદ વાત જ ગણવી રહી.
સને 2000 ના વર્ષમાં 20 મી નવેમ્બરે બર્ફીલા વિસ્તાર સિયાચીન ગ્લેસિયર ખાતે શહીદ થયેલ ધનસુખ ધીરજલાલ ભુવા (ધીરજલાલ મુળજીભાઈ ભુવાના પુત્ર ) ના પરિવારજનોને તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પ્રધાન મુળુભાઈ બેરા સહિતના સરકારી તંત્રે સાંત્વના આપતા જણાવેલ કે શહીદ ધનસુખનું સ્મારક બનાવાશેજ ! પણ સરકારમાં બેઠેલા પ્રધાનો સહિતના સત્તાવાળાઓના વચનો ચોકલેટી બની જતા શહીદના પિતા ધીરુભાઈ ભુવાએ પોતાના પુત્રના સ્મારક બાબતે લગભગ તમામના કાન આમળવાનું ચાલુ કર્યું હતું, પણ આ પ્રશ્નનો આજે 15 વર્ષ પછી પણ ઉકેલ ના આવ્યો હોય, શહીદની શહાદત એળે ગયાનું પિતા દુઃખ વ્યક્ત કરે છે. તેઓએ એક એવી પણ ચૌકાવનારી વિગતો આપી હતી કે તેમના શહીદ પુત્રના માનમાં અને શહીદની યાદ કાયમી જળવાઈ રહે તે માટે જેતલસરમાં સ્મારક બનાવવા સરકારે ગ્રામ પંચાયતને રૂપિયા એક લાખની ગ્રાન્ટ આપી હતી. પણ સંબંધિતોના સંકલનના અભાવે, ગામમાં ક્યાય જગ્યા નક્કી નહિ કરી શકાતા ગ્રાન્ટ સરકારમાં પુનઃ જતી રહી હતી ! 
બોક્સ: સ્મારકને લાયક ક્યાય જગ્યા નથી મળતી !??
જેતલસર: ધીરુભાઈએ આ લખનાર સમક્ષ એક એવું દુઃખ વ્યક્ત કર્યું હતું કે માં ભૌમની રક્ષા કાજે મારા દીકરા ધનસુખે પોતાની જાતનું બલિદાન દઈ દીધું ને જેતલસર, જેતપુર, રાજકોટ, ગાંધીનગર કે દિલ્હીના સરકારી તંત્રોને જેતલસરમાં શહીદ સ્મારકને લાયક ક્યાય જગ્યા મળતી કે દેખાતી ના હોય, આ વાતથી મોટી બીજી કઈ કમનશીબી ગામ કે ભુવા પરિવાર માટે હોય શકે ?! તે કહેવાની જરૂર નથી.
બોક્સ: ચાર માર્ગીય રસ્તાનું બહાનું પણ પૂર્ણ થયું !
જેતલસર: જેતલસરની હાઈસ્કુલ કે ડંકીના ચોક વિસ્તારમાં શહીદવીર ધનસુખ ભૂવાનું સ્મારક ઉભું કરવાનું એક તબક્કે પંચાયત અને ગ્રામજનો દ્વારા નક્કી કરાયું હતું, પણ તે વખતે જેતપુર સોમનાથ ચાર માર્ગીય રોડનું કામ મંજુર થઇ ગયું હોય, આ કામ પતે પછી પાછુ કૈક વિચારી શકાય, તેવા રાજકારણીઓ અને સત્તાવાળાઓનું બહાનું પણ પૂર્ણ થયું હોય રોડની કામગીરી પૂરી થઇ હોય, હવે સ્મારક બાબતે કોઈ નિર્ણય લેવાશે કે કેમ ? તેવો ધીરુભાઈનો પ્રશ્ન છે.
બોક્સ: અનેક શહીદોના સ્મારક બની ગયા, મારા દીકરાનું કેમ નહિ ?
જેતલસર: હું જીવતો છું ત્યાં સુધીમાં મારા શહીદ પુત્રનું સ્મારક નહિ બને તો મારો જીવ અવગતીએ જશે તેવો વલોપાત કરનાર શહીદ ધનસુખના પિતા ધીરુભાઈએ જણાવેલ કે કારગીલ ક્ષેત્રે કે અન્ય સ્થળોએ શહીદ થયેલા ગુજરાત ઉપરાંત ભારત ભરના શહીદોના સ્મારકો જે તે ગામો અને શહેરો (કેશોદ, દ્વારકા, પોરબંદર પંથકમાં રાણાવાવ-કુતિયાણા, મેંદરડા, જામજોધપુર) માં તાત્કાલિક બનાવીને શહાદતનો મલાજો જાળવાયો છે, ત્યારે મારા જ શહીદ દીકરાના સ્મારક બાબતે કેમ સરકાર ઊંઘે છે ?, કેમ રાજકારણીઓ રાજકીય રોટલા શેકે છે ? કેમ ધારાસભ્યો-સંસદસભ્યો જાગતા નથી ? તેવા ધીરુભાઈએ પ્રશ્નો કર્યા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812