અનુયાયીઓ

રવિવાર, 15 માર્ચ, 2015

આઈસ્ક્રીમ-શીખંડના પૈસા આપવાના હતા પણ તસ્કરો ઉસેડી ગયા

જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે

દુકાનમાંથી રોકડ રૂ.30000 ની ચોરી

જેતલસર તા.15

જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગત મોડી રાત્રીના એક દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 30 હજાર રોકડની ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગઈકાલે માતાજીનો માંડવો હોય ગામના ભરતગીરી હીરાગીરી ગોસ્વામી નામના વેપારીએ પોતાની ઠંડા પીણાંની દુકાનમાં શીખંડ અને આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. ખાદ્ય વસ્તુઓના પૈસા સંબંધિત વેપારીને આપવાના હતા. પણ વેપારી પૈસા લેવા ના આવતા ભરતગીરીએ એક પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 30 હજાર રાખી, દુકાનમાં મૂકી ઘરે ચાલ્યા ગયા હતા. પણ સવારે આવીને જોતા દુકાનના નળિયા ઉંચકાવી કોઈ હરામખોર તસ્કરો રોકડ રકમની થેલી ચોરી કરી લઇ જતા બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર રઘુભાઈ કરમટિયાએ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812

 

 

 

સાડી કારખાનામાં મજુરી કરતા અને સવારે કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા 

જેતપુરમાં ટ્રકની ઠોકરે બે પરપ્રાંતીય યુવાનોના મોત 

અજાણ્યા સાઈકલ ચાલકને બચાવવા કાવો માર્યો ને બંનેએ જીંદગી ગુમાવી !

જેતપુર તા.15

જેતપુરમાં આજે સવારે એક કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા બે પરપ્રાંતીય યુવાનોએ એક જિંદગીને બચાવવા જીવ ગુમાવ્યા હોવાની ઘટનાથી નઝારે જોનારોમાં અરેરાટી ઉપજી હતી.

જે પોષતું તે મારતું જેવી બનેલી ઘટનાની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર વીજ કંપનીની કચેરી પાછળ આવેલ યમુના પ્રિન્ટ નામના સાડી કારખાનાના સાદી છાપવાનું મજુરી કામ કરતાઆત્મારામ શિવપૂજન જયસ્વાલ (..20) તથા શૈયદઅલી અસગરઅલી(..20) એમ બંને સાડી છાપકામના કારીગરો સાડી  એકમના શેઠનું જીજે3 બી.જી.8537 નંબરના મોટર સાઈકલ પર  નવાગઢ ખાતે જુના કારખાનેથી પરચુરણ કામ પતાવી પરત ફરતા હતા ત્યારે નાઝાવાલા પરા ચોકડી, જગદીશના બંગલા પાસે રોડ ઉપર એક અજાણ્યો સાઈકલ સવાર વચ્ચે પડતા તેમને બચાવવા ઉપરોક્ત બાઈકસવારોએ કાવો મારતા, પાછળ આવતા જીજે3 ઝેડ 1770 નંબરના ટ્રકની ઠોકરે ચડ્યા બાદ તે ટ્રકના તોતિંગ વ્હિલ તળે ચકાદાઈ જતા બંનેના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા. એકની જીંદગી બચાવવા ગયેલા બે કારીગરોએ જીવ ગુમાવ્યાના 

બનાવની જાણ  થતાજ શહેર પોલીસના પીઆઈ વી.એમ. ગોહિલ સ્ટાફ સાથે દોડી જઈ, જામ થી ગયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવી મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી.

બનાવની મૃતક આત્મારામ શિવપૂજન જયસ્વાલ ના ભાઈ પીન્ટુ શિવપૂજનની ફરિયાદ પરથી શહેર પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી 279,304-,એમવીએકટ 177,184 વી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર 9974262812

શનિવાર, 14 માર્ચ, 2015

જેતપુરના સરધારપુર ગામના ખેડૂતનો ભોગ લેતી આર્થિક ભીંસ !




જેતપુરના સરધારપુર ગામના ખેડૂતનો  ભોગ લેતી આર્થિક ભીંસ !
જેતપુર તા.14
તાલુકાના સરધારપુર ગામે રહેતા ચુનીલાલ વલ્લભભાઈ પટોળીયા (ઉ.વ.45)એ ગઈ કાલે પોતાની વાડીએ  ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પટેલ સમાજમાં શોક ફેલાયો છે. પોલીસના પ્રાથમિક તારણમાં ચુનીભાઈ લાંબા સમય થયા આર્થિક ખેંચ અનુભવતા હોય, કાયમી છુટકારા માટે આવું પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.


ઝેરી મધમાખીનો ડંખ સ્ટેશનવાવડીના આધેડ માટે જીવલેણ નીવડ્યો !
જેતપુર તા.14 
તાલુકાના સ્ટેશન વાવડીના આહીર ઘુસાભાઈ લાખાભાઈ ભેડા(ઉ.વ.49) ગઈકાલે મિત્રની વાડીએ બાઈક ઉપર જતા હતા ત્યારે રસ્તે ઉડતી ઝેરી માખીઓ ઘુસાભાઈ ને ચોટી જઈ ડંખ મારતા તેમને કાળી બળતરા સાથે પરિવારજનો દવાખાને લઇ જતા હતા. પણ આ આધેડ માટે ઝેરી માખીઓનો ડંખ જીવલેણ નીવડ્યો હોય તેમ તેનું રસ્તામાંજ મોત થતા તેમની ડેડબોડીને પીએમ માટે હોસ્પીટલે ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોની જાણ પરથી પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી હતી.
કશ્યપ જોશી જેતપુર 9974262812

જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા ! 5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું

જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા !
5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું 
જેતલસર તા.14
જેતપુરના જુનાગઢ રોડ પરથી મળેલ રોકડ રકમ સમેત પર્સ જેતલસરના નિવૃત રેલકર્મીએ નવાગઢના મૂળ માલિકને પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.
નવાગઢના વ્રજલાલ હકાભાઇ ડોંગા નામના ખેડૂતનું રૂપિયા 5 હજાર રોકડા અને અગત્યના કાગળો ભરેલું પાકીટ જુનાગઢ રોડ પર ક્યાંક પડી જતા વજુભાઈ ઘાંઘા થયા હતા. આ પાકીટ મૂળ જેતલસરના અને હાલ જેતપુર નિવાસી નિવૃત રેલ કર્મચારી જયસુખભાઈ પ્રાણશંકરભાઈ જોશી ને મળતા આ વિપ્ર વૃદ્ધે પાકીટના મૂળ માલિક વજુભાઈ ને શોધી, નવાગઢ જઈને પરત કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા હોવાનું નવાગઢના અખબારી વિક્રેતા પરેશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 
9974262812

ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !




જેતપુરના નવાગઢમાં ખાનગી શાળાના સંચાલકે બાકી ફી ચુકવવા બાબતે 
ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !
સ્કુલનું નામ સાંભળતાજ બાળકીઓ ધ્રુજતી હોવાનો વાલીઓનો આક્ષેપ : હાલ બંને સરકારી દવાખાનામાં દાખલ 
જેતપુર તા.14
જેતપુરના નવાગઢમાં એક ખાનગી શાળા સંચાલકે પોતાની શાળાની ધોરણ 5 ની બે છાત્રાઓને બાકી ફી ચુકવવા મુદ્દે સ્કેલ અને શરીરે ધુમ્બા મારી ઈજાઓ કર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. બીજીબાજુ બંને બાળકીઓ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં દાખલ થયાની જાણ પરથી હોસ્પીટલે વાલીઓના ટોળા ઉમટી પડી ઘટનાના કસુરવારો સામે પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ દોહરાવી હતી.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ  ઈદ  મસ્જીદ ધારમાં રહેતા આનંદ વજુભાઈ બોસમીયાની પુત્રી રૂપલ(ઉ.વ.11) તથા નવાગઢ ગઢની  રાંગ બહાર રહેતા અશરફભાઈ સીદીકભાઈ ઠામણીયાની પુત્રી તરન્નુમ(ઉ.વ.10) એમ બંને બાળકીઓ નવજીવન વિદ્યાલય નામની ખાનગી શાળામાં ધો. 5 માં, એકજ વર્ગ-અ માં અભ્યાસ કરે છે.
આ બંને છાત્રાઓમાં અનુક્રમે તરન્નુમ ના ફીના રૂપિયા 1300-00 અને રૂપલના રૂપિયા 100 ફીના બાકી ખેચાતા હોય, ફી લઇ આવો નહીતર ક્લાસરૂમમાં બેસવા નહિ દઈએ તેવી ધમકીભરી વાત ઉચ્ચારી બંને ને ક્લાસ રૂમની બહાર ચાર ચાર કલાક ઉભી રાખી શાળા સંચાલકોએ માનશીક ત્રાસ આપતા આ બંને છાત્રાઓ ભારે માનસિક દબાણમાં આવી ગઈ હતી.
એટલુજ નહિ તરન્નુમ અને રૂપલના કહેવા અનુસાર આ શાળાના સંચાલક અને માલિક કલ્પેશભાઈએ બંનેને સ્કેલ(ફૂટ) વતી અને વાંસામાં ધુમ્બા મારી અમોને ભારે ધમકાવી હતી.  આવી આપવીતી બંને બાળાઓએ પોતપોતાના વાલીઓને કહેતા બંને વાલીઓ આનંદ બોસમીયા અને અશરફભાઈ શાળા સંચાલકોને રજૂઆત કરવા દોડી ગયા હતા, ત્યારે પણ શાળા સંચાલકોએ ફી ના ભરવી હોય તો તમારા બાળકોના લીવીંગ સર્ટીફીકેટ લેતા જાઓ તેવું ધમકીભર્યું વર્તન કર્યાનો વાલીઓનો આક્ષેપ છે.
બીજીબાજુ શાળાનું નામ લેતાજ ધ્રુજતી અને શાળા સંચાલકના માર થી શારીરિક અસ્વસ્થ બનેલી બંને બાળાઓને અત્રેની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાતા વાલીઓ હોસ્પીટલે દોડી જઈ, ઘટનાના કસુરવારો સામે શિક્ષાત્મક પગલા ભરાય તેવી માંગો દોહરાવી હતી. આ તકે બંને બાળાઓના વાલીઓએ શાળા સંચાલકો સામે ફોજદારી રાહે પગલા ભરવા શહેર પોલીસ સ્ટેશનમાં અરજીરૂપ ફરિયાદ કરતા પોલીસે બનાવને તપાસવા કવાયત આદરી છે.
બોક્સ: રંજન ટીચરે રૂમ બહાર કાઢી, સંચાલકે ફટકાર્યા !
જેતપુર: સરકારી હોસ્પિટલ બિછાને રહેલી રૂપલ અને તારાન્નુંમે પત્રકારોને જણાવેલ કે તેઓની શાળાના રંજન ટીચરે અમો બંનેને રૂમ બહાર કાઢી કલાકો સુધી બહાર ઉભી રાખી હતી, ત્યાં કલ્પેશ ટીચરે બંનેને હાથોમાં ફૂટપટ્ટી ફટકારી, વાળ ખેંચી વાંસામા ધુમ્બા માર્યા હતા. આટલું બોલવામાં પણ થોથરાતી બંને બાળકીઓ પર શાળા સંચાલકો અને શિક્ષિકાનો કેટલો ભય છવાયો છે તે છતો થઇ ગયો હતો. બંને વાલીઓએ પોલીસ ઉપરાંત જેતપુરના શાશનાધિકારી, રાજકોટ ખાતે જીલ્લા શીક્ષણાંધિકારી, તેમજ ગાંધીનગર ખાતે નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકને અને રાજકોટ જીલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરને લેખિત ફરિયાદ કરી ન્યાય મંગાયો છે.

બોક્સ: મારો ને બાળકીઓનો ડીએનએ ટેસ્ટ કરાવો : શાળા સંચાલક કલ્પેશ કોઠારી 
જેતપુર: પોતાની શાળાની બે બાળકીઓને માર માર્યો હોવાની વાતના તથ્ય માટે કરાયેલ મોબાઈલ સંપર્ક દરમિયાન શાળા સંચાલક કલ્પેશ વજુભાઈ કોઠારીએ જણાવેલ કે સંસ્થાના નિયમો મુજબ ફી ભરવાની સૂચનાઓ અપાતી હોય છે,  મેં કોઈ બાળકીઓને માર માર્યો નથી, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા છે. ઘટના સત્યથી વેગળી છે. પોતે છેલ્લા ચાર દિવસ થયા નવાગઢમાં ચાલતા શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલા હતા. આમ છતાં વાલીઓ પોતાની બાળકીઓને માર માર્યાની ફરિયાદ કરતા હોય તો બાળકીઓ અને મારો(કલ્પેશ કોઠારીનો) ડીએનએ ટેસ્ટ કરાવો, સત્ય બહાર આવી જશે. 

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812

જેતપુરના રેશમડીગાલોળ ગામે કાલથી ગૌ ભાગવત કથાનું આયોજન 

જેતપુર તા.14

જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામ ખાતે આવતીકાલ તા. 16.3 થી 19.3 એમ ચાર દિવસીય ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રેશમડીગાલોળના પ્રજાજનો તેમજ શ્રી કામધેનું ગૌ સેવા સમાજ દ્વારા આયોજિત કથાના વ્યાસાસને ડભોઈના વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન બિરાજી પોતાની આગવી શૈલીથી કથાનું સૌને રસપાન કરાવશે. ગૌ શાળાના લાભાર્થે યોજાનાર કથા સ્થળે તા.18 ના રોજ રાત્રીના નારાયણ ઠાકોર, અલ્પા પટેલ, મનસુખભાઈ વિગેરે કલાકારોના  લોકડાયરાનું પણ આયોજન કરાયું હોય, ધર્મપ્રેમી જનતાએ ગૌ ભાગવત કથા અને ડાયરાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812




JETALSAR NEWS: DEDARWA GAAME VIJALI PADI

KASHYAP JOSHI JETALSAR JETPUR

શુક્રવાર, 13 માર્ચ, 2015

સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !





 અનેક ગરીબો ઉપર આભ ને નીચે ધરતી જેવી હાલતમાં પટકાતા હાલ પૂરતા બચ્યા !
સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !
જેતલસરતા.14
જેતપુરમાં આજે રેલ્વે એન્ક્રોંચમેન્ટ, એટલેકે રેલ્વેની હદમાં થયેલા દબાણને દુર કરવાની ઝુંબેશ શરુ થયાની ગણતરીની મીનીટોમાં જ સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયાની દરમિયાનગીરીથી અટકી જતા અનેક ગરીબ અને મધ્યમવર્ગી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
રેલસુત્રોના વર્તુળોના વિગતો આપવાના નનૈયા વચ્ચે મેળવાયેલી વિગતો મુજબ આજે જેતપુરના ભાદરના બેઠા પુલ પાસે, સામા કાંઠા વિસ્તારમાં વેસ્ટર્ન રેલ્વેની હદમાં થયેલી વ્યાપક પેશકદમીને દુર કરવા રેલ્વેના એન્જી.વિભાગના સોનારા(ગોંડલ) તથા પાંડે(વીરપુર) એમ બંને અધિકારીઓ આરપીએફના મોટા કાફલા સાથે રેલવેના ગેંગમેન સહિતના કર્મીઓને લઈને મારતે ઘોડે જેતપુર દોડી આવ્યા હતા.
અને ભાદર સામા કાંઠા વિસ્તાર નજીકથી પસાર થતી રેલ્વે લાઈન અને પુલ પાસે વર્ષો થયા ખડકાઈ ગયેલા દબાણો દુર કરવાની વીજળીક કામગીરી શરુ કરી હતી. પણ આ બારાની જાણ થતાજ રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના પિતા અને પોરબંદરના સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયા ઘટના સ્થળે દોડી જઈ, બાજી સંભાળતા, પેશકદમી દુર કરવા માંગતા રેલ્વેના સંબંધીતોને ડેલીએ હાથ દઈને પાછા ફરવા જેવી નોબત સહવી પડી હતી. 
જોકે અચાનક આવેલા ઓડકાર જેવા ખોંખારા વચ્ચે રેલબાબુઓએ જણાવેલ કે આજ નહિ તો કાલ, દબાણ જોવા મળશે કે સાબિત થશે તો રેલતંત્ર હટાવ્યા વગર નહિ રહે તે પાક્કું છે. આ બાબતે જે હોય તે પણ કાંડા બળિયા નેતા વીઠ્ઠલભાઈ ની દરમિયાનગીરી થી અનેક ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકો ઉપર આભ અને નીચે જમીન તેમજ માવઠાની દારુણ હાલતમાં પટકાઈ જતા બચી જતા તમામે રાહત અને હાશકારાની લાગણી વ્યક્ત કરી હતી.
બોક્સ: ભાવનગરના રેલસુત્રો સાથે સાંસદની વાત..
જેતલસર: જેતપુરની   આજની આ ઘટના બાબતે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ જણાવેલ કે તેઓએ ભાવનગર સ્થિત વેસ્ટર્ન રેલવેના સંબંધિતો સાથે વાત કરી હતી કે રેલવેના સંબંધિતો તેમની(સાંસદની) સાથે પ્રથમ એક બેઠક યોજી, રેલ્વેની હદ નક્કી કરે, કારણ જ્યાં દબાણ હટાવવા તંત્ર આવ્યું ત્યાં રેલ પાટા ઊંચા છે, પુલ ઉંચો છે, વચ્ચેથી એક રોડ પસાર થાય છે છતાં રેલવેને દબાણ ક્યાં નડે છે ? શુકામ નડે છે ? ઈ તો ચોખવટ કરો !!

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 9974262812


જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !

મધ્ય રાત્રીથી ગાજવીજ શરુ થયેલ વરસાદી ઝાંપટા સવાર સુધી ચાલુ રહ્યા !
જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર 
ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !
ખેડૂતોના ધાણા-ઘઉં પલળી-તણાઈ ગયા..સરકાર બાદ કુદરત રૂઠ્યાનો ખેડૂતોનો વસવસો...
જેતલસર તા.13
ગઈ મધ્ય રાત્રીથી જેતલસર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરુ થયેલ વરસાદી ઝાંપટા છેક સવાર સુધી ચાલુ રહેતા લોકોએ ઉચાટ સાથે રાત ગાળી હતી, તો પંથકના નવી સાંકળી ગામે મહિલા સરપંચની વાડી-ખેતરમાં ઉભેલા વીજકંપનીના એક ટ્રાન્સફોર્મર ઉપર કડાકા સાથે ત્રાટકેલી વીજળીએ ટ્રાન્સફોર્મર ખાક કરી નાંખતા આખી સીમનો ખેતીવાડી વીજ પુરવઠો આજે 20 કલાક પછી પણ પૂર્વવત ના થયો હોવાની ખેડૂતોની ફરિયાદો સંભળાઈ હતી.
ગઈ કાલે સાંજથીજ કાળા ડીબાંગ વાદળોથી સમી સાંજને અંધારામાં ફેરવી નાખનાર મેઘરાજાએ મધ્ય રાત્રીથી ગાજવીજ અને પવન સાથે ઝાંપટા સ્વરૂપે વરસવાનું ચાલુ કરતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા ધાણા અને ઘઉં ઢળી ગયા હતા તો વાઢેલા ધાણા તણાઈ જવાની નુકશાની ખેડૂતોને સહવી પડી હતી. નુકશાની વહોરનાર ખેડૂતોમાં એક વસવસો સંભળાયો હતો કે એક તો સરકાર કપાસ સહિતના ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવતી નથી તો બીજી બાજુ કુદરત પણ રુઠ્યો હોય તેમ કમોસમી વરસાદ વરસાવી ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે.
નવી સાંકળી ગામે વીજળી પડવાની ઘટના બાબતે માહિતી આપતા સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરીએ જણાવેલ ગઈ મધ્યરાત્રીના તોફાની વરસાદી ઝાંપટા વચ્ચે ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ મોહનભાઈ રૂપાપરાના ખેતરમાં ઉભેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી બળી જતા આજુબાજુના વાડી ખેતરોનો ખેતીવાડી વીજપુરવઠો ગુલ થયા બાદ 20 કલાક પછી પણ પૂર્વવત ના થતા ખેડૂતો ભારે હેરાન પરેશાન થયા હતા.
બોક્સ: એક શેઢાવા દુર પડેલી વીજળીથી 30 ખેડૂતો બચ્યા !! 
જેતલસર: નવી સાંકળીમાં મહિલા સરપંચના જે ખેતરમાં વીજળી પડી તેના એક શેઢાવા (એક શેઢો દુર) જ ગામના બાબુભાઈ કેશુભાઈ વાલાણીના ખેતરમાં પાણીના બોરિંગ દારનું કામકાજ ચાલતું હોય આશરે 25 થી 30 ખેડૂતો બોરિંગની જગ્યાએ નાનું મોટું કામકાજ કરતા હતા. જેઓ તમામ હેમખેમ બચી જતા ઘાત ટળી  હોવાનું મુકેશ લશ્કરીએ જણાવેલ..
જેતલસર પંથકના ગામોમાં પણ કમોસમી વરસાદી ઝાંપટા 
જેતલસર: ગઈ રાત્રીના પંથકના ડેડરવા, ટીંબડી, બાવાપીપળિયા, રૂપાવટી, અકાળા, પીપળવા, નવીજુની સાંકળી, જેતલસર ગામ અને જંકશનમાં પણ આખી રાત ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ જામેલો રહ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર)9974262812




ગુરુવાર, 12 માર્ચ, 2015

ઔદિચ્‍ય સહસ્ત્ર ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

>


ઔદિચ્‍ય સહસ્ત્ર  ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

સંગઠનને મજબુત બનાવવા તાલુકા અને જીલ્લા લેવલે જ્ઞાતીનાં યુવાનો અને મહિલાઓનાં સંગઠનો બનાવી હોદે્‌દારોની નિમણુક કરાશે


જેતપુર તા.12  સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતાં ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજ પરીવારનું સંગઠન મજબુત બનાવવા અને એક છત નીચે લાવવા માટે રાજકોટમાં શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજ નામની સંસ્‍થાની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ અંગેમળેલ મીટીંગમાં સંગઠનને વધુ બળવતર બનાવવા માટે હાલ શ્રી પ્રભુલાલ કે. ત્રિવેદીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

   સાથે સાથે અમરેલીમાં ડી.જી. મહેતા ધારીમાં એડવોકેટ માધવરાય ભાનુશંકર જોષી, ખાંભામાં લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, જુનાગઢમાં દિલીપભાઇ હરેન્‍દ્રભાઇ ભટ્ટ, જેતપુરમાં જીતેન્‍દ્રભાઇ જયસુખલાલ જોષી (પત્રકાર), કશ્‍યપ જયસુખલાલ જોશી (પત્રકાર) , રાજુલામાં ભરતભાઇ રાજયગુરૂ, બાબરામાં નિરંજનભાઇ ધીરજલાલ રાજયગુરૂ, ગોંડલમાં વસંતરાય ગીરજાશંકર ભટ્ટની નિમણુક કરવામાં આવેલ છે. ઉપરોકત મીટીંગમાં પ્રભુલાલભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, સુભાષભાઇ ઠાકર, અમુભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠાકર, ઉદયભાઇ ઠાકર, અશોકભાઇ જોષી, રાજુભાઇ જોષી, અરવિંદભાઇ રાવલ, કમલેશભાઇ ઠાકર, જયપ્રકાશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ દવે, ભાલચંદ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ હરીલાલ ઠાકર, તથા કિશોરભાઇ એચ. જોષી હાજર રહેલ હતાં. સંગઠનના સભ્‍યપદ માટે પ્રભુલાલભાઇ કે. ત્રિવેદી,(મોઃ- ૯૩૭૪૧ ૨૭૭૭૯), કમલેશભાઇ ઠાકર (મોઃ- ૯૪૨૬૨ ૨૯૨૦૮)નો અથવા સંસ્‍થાના હંગામી કાર્યાલયનાં સરનામે- ૩૩૧, સદ્‌ ગુરૂ આર્કેડ, જીવન કોમ બેંક પાસે, ઢેબર રોડ (વન-વે), રાજકોટ ખાતે સાંજે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્‍યા વચ્‍ચે રૂબરૂ સંપર્ક કરવો તેમ સંસ્‍થાની યાદી જણાવે છે.


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


9974262812

 
 

મંગળવાર, 10 માર્ચ, 2015

અવસાન નોંધ : 10-03-2015

અવસાન નોંધ :
જેતપુર: રમેશભાઈ ભનુભાઈ ભુવા (ઉ.વ.51) તે અમૃતભાઈના ભાઈ તથા નૈમિષભાઈના પિતા તા.9 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.12 ને ગુરુવારે તેમના નિવાસ્થાને સાંજે 4 થી 6, જમાદારવાડી, આલ્ફા સ્કુલ સામે જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...

દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની સેશન્સ કોર્ટે 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..

જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013 આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..

આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર
99742 62812






દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર 
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ  કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10 
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની  સેશન્સ  કોર્ટે 18 મહિનાની સાદી કેદ  અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013  આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..
આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ  ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર-99742 62812