જેતલસર પંથકના ડેડરવા ગામે
રસ્તા રોકતા અને પોષ્ટઓફીસ પાસેના ઉકરડા જૈસેથે !
ગંદકીના અખબારી અહેવાલો પછી પણ પંચાયતસુત્રો ઘોર નિંદ્રામાં !
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે ગંદકીએ માઝા મૂકી હોવાના અખબારી અહેવાલો પછી પણ ગંદકી દુર કરવાનો લેશમાત્ર પ્રયાશ ના થયો હોય, રસ્તા રોકતા, પોસ્ટઓફીસ તેમજ ગામના ઠેર ઠેર દેખાતા ઉકરડાઓ તાકીદે હટાવવા મૂંગા મોએ માંગો થઇ રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર પંથકના ડેડરવા ગામે ગટરના ગંધાતા પાણી રોડ ઉપર ફેલાતા હોય તેમજ અનેક જગ્યાએ ગંદકીના થર જામ્યા હોય, તાકીદે ગંદકી હટાવવા અંગેના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
આવા અહેવાલોના એક અઠવાડીયા પછી પણ સ્થાનિક સત્તાધીસો નીમ્ભરતા સાબિત કરતા હોય તેમ જરા પણ ગંદકી હટાવવા પ્રયાશો ના થયા હોય ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે જાગૃત લોકોમાં સત્તાધીસો પ્રત્યે રોશાગ્ની જોવા મળે છે.
બીજીબાજુ દલીતવાસમાં જવાના રોડ પરજ અડધો રોડ દબાવી જમા થયેલો ઉકરડો તંત્ર હટાવવાનું નામ નથી લેતું તો ગામની પોસ્ટ ઓફીસ સામે ઉકરડો અને ગંધાતા ગટરના પાણી તાકીદે હટાવવાની પોસ્ટમાસ્તર ભરતભાઈ બોરિસાણીયાએ માંગ કરી છે.
બોક્સ: જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ડેડરવાની મુલાકાત લેશે ?
જેતલસર: ડેડરવા ગામમાં ગંદકીના સામ્રાજ્યને હટાવવા સ્થાનિક સત્તાધીશો બિલકુલ નિષ્ફળ નીવડ્યા હોય, હવે જેતપુર તાલુકા વિકાસ અધિકારી ડેડરવા ગામની મુલાકાત લેશે ખરા ? તેવો જાગૃત લોકોનો પ્રશ્ન છે. તો જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન દિનકરભાઈ ગુંદણીયાએ જણાવેલ કે ડેડરવા ગામની ગંદકીની ફરિયાદ મળી છે અને અખબારી અહેવાલો પણ વાંચ્યા હોય, આ ગામના સત્તાધીશોને જરૂરી સૂચનાઓ અને આદેશો આપવાની કાર્યવાહી ચાલુ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર (જેતપુર) 9974262812
































