અનુયાયીઓ

મંગળવાર, 27 જાન્યુઆરી, 2015

JETPUR JETALSARNA VIVIDH SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR

રાજકોટમાં ..ચિભડીયા બ્રહ્મ સમાજની બેઠક મળશે

જેતપુર: આગામી 1લી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે ઔદીચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજની એક સામાન્ય સભા કરણપરા ચોક સ્થિત પ્રાથમિક શાળા નંબર 3 ના હોલ ખાતે બપોરે 3 કલાકે હાલના પ્રમુખ અશોકભાઈ કરશનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં ગત વર્ષના હિસાબોને બહાલી આપવી, વિગેરે ચર્ચા વિચારણા થનાર હોય ટ્રસ્ટના સભ્યોએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.( SxI5 HMQL < H[T,;Z 2FZFf

 

( અમારા સમાજની મેટર હોય રૂરલ અને સીટી એડિશનમાં પણ પ્રસિદ્ધ કરવા વિનંતી છે. કશ્યપ જોશી જેતપુર)

 

ખજૂરીગુંદાળા શાળાનો પ્રવાસ યોજાયો 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf:તાજેતરમાં જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામની પ્રાથમિક શાળાનો ઘેલા સોમનાથ-બગદાણા વિગેરે સ્થળોએ પ્રવાસ યોજાયો હતો. જ્યાં વિધાર્થીઓને પ્રાચીન મંદિરો અને દરિયાઈ આબોહવાનો લાભ અપાયો હોવાનું આચાર્ય પ્રવીણભાઈ બગથરીયા જણાવે છે.

 

જેતલસરમાં શિવ પંચાયત પરિવારના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

જેતલસર: આગામી તા.31.1. થી 2.2.15 એમ ત્રણ દિવસ જેતલસર ખાતે શિવ પંચાયત પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છેરાજકોટના દાતા વિધ્યાતાબેન પ્રફુલભાઈ પોબારુએ અર્પણ કરેલ શિવ પંચાયત પરિવારના સ્થાપન માટે ગામના પાદરમાં આવેલ શ્રી ફૂલનાથજી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ શ્રી  ફૂલનાથ  મહાદેવ મંદિર ખાતે યોજાનાર ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.31 ના રોજ સવારથીજ પૂજન અર્ચન બાદ બપોરે 3 કલાકે મૂર્તિના સામૈયા, સાંજે 4 કલાકે સ્થાપિત દેવ હોમ, આરતી, અને હાલારી રાસ, અને સાંજે બટુક ભોજનતા.1 ના રોજ સવારે 9 કલાકે જળ યાત્રા, સ્થાપિત દેવ પૂજન, બપોરે 2 વાગ્યે મૂર્તિના સંસ્કાર, 4 કલાકે હોમાત્મક કર્મ, તથા તા. 2 ના રોજ સ્થાપિત દેવ પૂજન, નગર યાત્રા, મૂર્તિ સ્થાપન અને યજ્ઞ અને સામુહિક પ્રસાદ  વિગેરે ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા હોય, સમસ્ત જેતલસરવાસીઓ મહોત્સવ સફળ બનવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(કશ્યપ જે.જોશી જેતલસર )

 

 

જેતપુરમાં સફાઈ કામદારોને સ્પર્શતા પ્રશ્નો હલ કરવા માંગ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf તાજેતરમાં જેતપુર ખાતે યોજયેલ લોક સવાંદ કાર્યક્રમમાં શહેરના માજી સુધરાઈ સભ્ય ચમનલાલ બચુભાઈ વાઘેલાએ સફાઈ કામદારોને સ્પર્શતા પ્રશ્નો તાકીદે હલ કરવાની માંગ કરી હતી. જેમાં મુખ્યત્વે સફાઈ કામદારોને વાર્ષાઈ હક્ક વય નિવૃત્તિ બાદ નવી ભરતીમાં જે સુધારા થયા છે તે નિયમોની ફેર વિચારના કરવી જરૂરી હોવાનું જણાવ્યું છે. સફાઈ કામદારોને અમુક એજન્સીઓ મારફત વેતન ચૂકવાતું હોય તેમાં કામદારોનું શોષણ થતું હોય, પુરતું વેતન અપાતું નથી.  અત્યંત ગરીબ એવા અનેક સફાઈ કામદારો બીપીએલ રાશન કાર્ડથી વંચિત છે. બીપીએલ યાદીમાં વધારો ઘટાડો કરવામાં છેલ્લા 10 વર્ષમાં કોઈ કાર્યક્રમ થયો નથી. હાલની હયાત યાદીમાં નામો ઉમેરવા સફાઈ કામદારોને પગે પાણી આવી જાય છે. તમામ પ્રશ્નો પરત્વે ધ્યાન આપી સફાઈ કામદારોને મદદ કરાય તેવું ચમનલાલ વાઘેલા જણાવે છે.

 

 

 

 

જેતપુરમાં કોળી સમાજની રથ યાત્રા નીકળી 

. SxI5 HMQL < H[T,;Z 2FZFf: સમસ્ત તળપદા કોળી સમાજના જાય માંધાતા મંદિર પ્રતિસ્થા અન્વયે જેતપુરમાં કોળી સમાજની વિશાળ શોભા યાત્રા નીકળી હતી. જે શહેરના રમમ રાજ માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા ના સમાપન બાદ કોળી સમાજના લોકોએ સામુહિક પ્રસાદનું પણ આયોજન કર્યું હતું.

 

 

જેતપુર કન્યા શાળાના ભષ્ટ્રાચાર ને બહાર લાવવા માંગ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf: જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યે પૈસા આપી નિમણુક મેળવી હોવાની શહેરના આઆટીઆઆઈ એક્તીવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલે ઉચ્ચ શિક્ષણ તંત્રને લિખિત તેમજ આચાર્યે રૂપિયા આપીને નિમણુક મેળવી હોવાની વોઈસ રેકોર્ડીંગ સીડી સાથે રજુઆતો કરી છે. અરજદારનું કહેવું છે કે રાજકોટ જીલ્લા શીક્ષણાધિકારી બનાવ પર ઢાંકપિછોડો કરી રહ્યા છે.

 

જેતપુરની કમરીબાઇ હાઈસ્કુલના નિવૃત શિક્ષકોના સરકારી લાભો અટકાવો

( SxI5 HMQL < H[T,;Z 2FZFf : જેતપુરની કામાંરીબાઈ હાઈસ્કુલમાં માત્ર નામો ધરાવતા અને અન્ય ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ભણતા વિદ્યાર્થીઓનું કૌભાંડ પ્રજા વચ્છે આવી જતા સંબંધિતો અકળાયા હતા. બીજીબાજુ આપણું શૈક્ષણિક વર્ષ બગડશે તેવું માની લઇ શાળાના અનેક ડમી વિદ્યાર્થીઓને લીવીંગ સર્ટીફીકેટો લઈને શાળામાંથી ભણતા ઉઠી જતા હવે સરકારી શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓજ બચ્યા છે. શિક્ષકો ફાજલ નાં થાય તે માટે આચરાયેલા આવા કૌભાંડની વાત ધ્યાને લઈને આગામી દીવસોમાં જે શિક્ષકો નિવૃત થવાના હોય અને આવી ગેરરીતિઓમાં યેન કેન પ્રકારે સામેલ હોય તેવા તમામના સરકારી લાભો જેવા કે જીપીએફ, ગ્રાન્ડ ચોટી, વન થર્ડ પેન્શન વી. અટકાવી સરકારને લાભ થઇ તેવી મહમદ અબુભાઈ સાંધ નામના અરજદારે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, ગુજરાત માધ્યમિક અને .માધ્યમિક સચિવ ગાંધીનગર વિગેરેને રજુઆતો કરેલ છે.

 

જેતપુરના રબારીકા ગામે પ્રજા સંપ સબબ બેઠક યોજાઈ 

( SxI5 HMQL < H[T,;Z 2FZFf : જેતપુર તાલુકના રબારીકા(લાલુના) ખાતે તાજેતરમાં માં ચામુંડા માતાજીના મંદિરે તાલુકાના કાઠી ક્ષત્રીય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ, આગેવાનોએ સમાજમાં સંપ અને એકતા વધારાય, સામાજિક પ્રસંગોમાં રીત રિવાજમાં સમય પ્રમાણે સુધારો કરાય, તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપાય વી બાબતોએ ચર્ચા વિચારના કરવામાં આવી હતી

 

 

 

 

દેશના શીમાડાઓની રખેવાળી કરનારા જમીન માટે ઝૂરે છે !

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળાના

બંને નિવૃત ફૌજીઓને જમીન ફાળવવામાં સરકારના રીતસરના ઠાગાઠૈયા !

તાત્કાલિક ઘટતું ના થઇ તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા નિવૃત લશ્કરી જવાનો !!

( SxI5 HMQL < H[T,;Z 2FZFf H[T,;Z TFPZ&

જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા બે નિવૃત ફૌજી જવાનોને નિવૃતિના લાંબા સમય પછી પણ મળતી જમીન આપવામાં લાગતા વળગતા સત્તાધીસો રીતસરના ઠાગાઠૈયા કરતા હોય, ટૂંક દિવસોમાં વાતન નિવેડો નાં આવે તો બંને કાકા બાપના ભાઈઓ એવા નિવૃત લશ્કરી જવાનો મહેશભાઈ વાલજીભાઈ જાદવ અને પુંજાભાઈ હરસુરભાઇ જાદવ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી છે.

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ખાતે રહેતા મહેશભાઈ વાલજીભાઈ જાદવ ( લડાખ-11 જીઆર) તથા પુંજાભાઈ હરસુરભાઇ જાદવ(નાગાલેંડ-એએસઆઈ-સીઆરપીએફ) એમ બંને લશ્કરી જવાનોએ 18-18 વર્ષની ફૌજીની નોકરી(દેશની સેવા) પૂર્ણ કરી તેને વર્ષો વીતી ગયા. પણ નિવૃત્તિ સમયે સરકારે તેઓને જમીનો આપવાની કરેલી વાતો ઠેર ની ઠેર હોય તેમ તેઓ બંનેને આજદિન સુધી જમીનો ફાળવાઈ નથી

બાબતે તેઓએ અનેક જગ્યાએ મામલતદાર, ડેપ્યુટી કલેકટર, જીલ્લા કલેકટર તથા લાગતા વળગતાઓને રજુઆતો કરી પણ પરિણામનો પારો સુન્યથી ઉંચો નાં આવતો હોય, દેશની રક્ષા કાજે જાનના જોખમે મારી-તમારી  યેનકેન પ્રકારે સેવા કરનાર બંને ફૌજીઓ ભારે નાશી પાશ થયા છે. તેઓ કહે છે કે અમારા ગામની આજુબાજુ 5 કિલોમીટરની ત્રિજીયામાં આવતી સરકારી ખરાબાની જમીન તેઓને સરકાર ફાળવશે તેવી વાત આવતા બંને ફૌજી ભાઈઓને પોતાના ગામ નજીક ચાંદલીયાની ધાર (ખારચિયા સેન્જલીયા) સર્વે નંબર 28/1 પૈકી 3 ની સરકારી જમીનની સાંથણી કરાવવા તેઓ દ્વારા અનેક રજુઆતો કરાઈ પણ મૂંગા, બહેરા અને સુરદાસની ભૂમિકા ભજવતા કોઈ સત્તાવાળાઓ તેમની માંગણી ધ્યાને લેતા નથી. હવે આત્મવિલોપન જેવા પગલા ભરીશું તોજ સરકારના આંખ, કાન ઉઘડશે તેવું મહેશભાઈ અને પુંજાભાઈ જાદવ જણાવે છે.

 

બોક્સ: સરકારી જમીન વાપરી ત્યાં વિરોધ કરાયો !?

નિવૃત આર્મીમેન મહેશભાઈ જાદવ જણાવે છે કે પોતાના ગામથી નજીક ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીન સરકારી ખરાબો હોય તેઓ દ્વારા તે જમીન વાપરવાનો પ્રયાસ કરેલો પણ દેશના રખેવાળો તરીકે અમારી સામે દયા દ્રષ્ટ્રી રાખવાને બદલે કોઈ હિતશત્રુઓએ જેતપુર તેમજ રાજકોટ ખાતે સરકારી બાબુઓને રજુઆતો કરતા, લાગતા વળગતા સત્તાધીશો પણ રહેમ દ્રષ્ટિ રાખવાને બદલે તેઓની(ફૌજીઓની) સામે ડોળાં કાઢી કાયદાની ભાષા બતાવી હેરાન પરેશાન કરતા હોય, હવે પરિવારજનોનું ગુજરાત ચલાવવું મુશ્કેલ લાગતું હોય, આત્મવિલોપન શિવાય કોઈ રસ્તો તેઓની પાસે બચ્યો ના હોવાનું મહેશભાઈ તથા પુંજાભાઈ જણાવે છે.

 

ફોટો : બંને નિવૃત ફૌજીઓ નો છે. OM8M VG[ VC[JF, < SxI5 HMQL < H[T,;Z 2FZF ((&$Z ^Z*!Z 

શનિવાર, 24 જાન્યુઆરી, 2015

જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા

જેતપુર વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણી માટે 11 ફોર્મ્સ ભરાયા
જેતલસર (જેતપુર) તા.24  કશ્યપ જોશી દ્વારા 
જેતપુરમાં વોર્ડ નં. 1 ની ખાલી પડેલી જગ્યા માટે યોજાનારી પેટા ચુંટણીમાં ઝંપલાવવા આજે 11 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
આ બાબતે મળી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં. 1 ના સદસ્ય રણમલભાઈ ઓડેદરાએ અંગત કારણોસર રાજીનામું આપતા આ બેઠક ખાલી થઇ હતી.
બક્ષી પંચ અનામત એવી આ બેઠક(વોર્ડ નં.1)ની પેટા ચુતાની આગામી 2.2.15 ના રોજ યોજાનાર છે. પણ આ પહેલા ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો મળી કુલ 11 ઉમેદવારોએ ચુંટણી લડવા ફોર્મ્સ ભર્યા હતા. આ તમામ ફોર્મ્સ  27.1.15 ના રોજ ચકાસાશે, તા. 28 મી જાન્યુઆરી ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ નિયત કરાઈ છે. 
ખાસ કરીને આજે કોન્ગ્રેસ અને ભાજપ તેમજ અપક્ષ ઉમેદવારો પોતપોતાના સમર્થકો સાથે અત્રેની મામલતદર કચેરી ખાતે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. એક અચરજ ભરેલી અને ચર્ચાસ્પદ ભરેલી એક વાત મામલતદાર કચેરીમાં એ ચર્ચાતી સાંભળવા મળી કે જેતપુરની આ બેઠક બક્ષીપંચ અનામત હોવા છતાં એક પટેલ ઉમેદવારે એક નહિ 3-3 ફોર્મ્સ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

બોક્સ: 11 મુરતિયાઓમાં કોણ કોણ ??
જેતલસર: જેતપુર વોર્ડ નં. 1 ની પેટા ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે ભાજપના સિમ્બોલ સાથે કંચનબેન રાકેશભાઈ ગોહેલ, તથા તેમના પતિદેવ રાકેશ બચુભાઈ ગોહેલ(ડમી ) ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસમાં જુના જોગી એવા પંચાસરા બળદેવભાઈ ઘુસાભાઈએ ઉમદવારી નોંધાવી હતી.
જયારે અપક્ષો તરીકે સુમરા સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ, જયંતી વાલજી વરડાન્ગર, પ્રતાપભાઈ ભીમાભાઇ ઓડેદરા, સુરેશભાઈ વાલજીભાઈ એંધાણી તથા દેવશીભાઈ કરમશીભાઈ ઝીન્ઝુવાડીયા, અને બવીશા આશાબેન વિનુભાઈએ પોતાના સહીત 3  (2 ડમી )ફોર્મ્સ ભર્યા હોવાની વિગતો ચુંટણી કાર્ય સંભાળતા ભોંકીયાભાઈએ જણાવેલ..

કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 99742 62812