અનુયાયીઓ

શનિવાર, 8 નવેમ્બર, 2014

વધુ બે લુંટ કબુલતો વીકી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસેથી કબજો લઈને 
અમરનગર લુંટ કેઇશના  આરોપી વીકી સામે જેતપુર તાલુકા 
પોલીસે લાલ આંખ કરતા વધુ બે લુંટ કબુલતો વીકી...
જેતલસર(જેતપુર) તા.8
જેતપુરના અમાર્નાગ પાસેની એક લુંટની  સડોવાયેલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલ સીન્ધાવદરના શખ્શનો કબજો લઇ જેતપુર તાલુકા પોલીસે પૂછપરછનો દુર ચાલુ કર્યો તે દરમિયાન વિકીએ વધુ બે ગોંડલ અને રાજકોટની લુંટ કાબુલી હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગત વર્ષે  જેતપુરના અમરનગર નાઝીક એક બાઈક સવારને રોકી સોનાની ચેઈન અને સોનાની લક્કી (કી.રૂ.90000) ની લુંટ ચલાવવા બદલ ગોંડલ તાલુકાના સિંધાવદરના કોળી વિવેક ઉર્ફે વીકી ધીરુ ચાવડાનું નામ ખુલતા તાલુકા પોલીસ વિકીને શોધતી હતી. 
પણ વિવેક અમદાવાદના બાવળા નઝીકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં પકડાઈ ગયો હતો.
દરમિયાન જેતપુર તાલુકા પોલીસે વિકીનો અમદાવાદ થી કબજો મેળવી આકરી પૂછપરછ કરતા વિવેક પોપટ બની વધુ બે લુંટ એક ગોંડલ નઝીકના  ભાદર ડેમ રોડ પર સોનાના ચેઈન ની અને રાજકોટમાં ભક્તિનગર સ્ટશન નાઝીક પણ સોનાના ચેઈન નું લુંટ કર્યાનું કબુલ્યું હતું
બીજી બાજુ વિકીને રિમાન્ડ પર લેવાશે કે કેમ ? તે અંગેના સવાલનો જવાબ આપતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર ભુરાભાઈ માલીવાડે જણાવેલ કે અમરનગર નજીકની ઘટનાનો મુદામાલ મળી જવાની સંભાવનાઓ દેખાતી હોય કદાચ રીમાંડનો પ્રશ્ન રહેશે નહિ. આમછતાં વીકી મોઢું ખોલવામાં અખાડા કરશે તો પાંચ દિવસના રીમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરાશે

કશ્યપ જોશી જેતલસર (જેતપુર)

Mot..mot..Kashyap Joshi jetalsar

> Kashyap joshi jetalsar

શુક્રવાર, 7 નવેમ્બર, 2014

ગાંઠિયા ખાઈને દેવકીગાલોલથી પરત ફરતા ખારચિયાના બે જીગરજાન મિત્રોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત..

ગાંઠિયા ખાઈને દેવકીગાલોલથી પરત ફરતા 

ખારચિયાના બે જીગરજાન મિત્રોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત..

ખારચિયા  ગામમાંથી એક સાથે બે પટેલ યુવાન મિત્રોના મોત થી ગમગીની-ભેડા પીપળીયા -દેવકીગાલોલ રોડ પર બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બંને મિત્રોના કરુણ મોત..

 

(કશ્યપ જોશી )જેતપુર તા.7

જેતપુર તાલુકાના ખારચિયા ગામના બે જીગરજાન પટેલ યુવાનોના ગત મોદી રાત્રીના માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટનાથી ખારચિયા ગામમાં શોકનું મોજુ ફેલાઈ ગયું છે.

   ખર્ચીયાના યુવાનો સાથે બનેલી કરુણાંતિકા ની મળેલી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેતપુર તાલુકના ખારચિયા(સેંજલીયા) ના બે જીગરજાન દોસ્તો કિશન  પ્રવીણભાઈ સેંજલીયા(..22) અને ભાવિન જેન્તીભાઈ સાકરિયા (..22) એમ બંને  ખારચીયાથી નજીકના દેવકીગાલોલ ગામે ગાંઠીયા ખાવા ગયા હતા.

    દરમીયાન દેવકીગાલોલ થી પરત ફરતી સમયે ભેડાપીપલીયા -દેવકીગાલોલ રોડ પર ડીઝલ ખલાસ થઇ જવાથી બંધ પડેલ જીજે 11 ઝેડ 9090 ની પાછળ જોરદાર ધડાકા સાથે બંને મિત્રોનું જીજે 6 આરઆર 9627 નંબરનું બાઇક અથડાતા કિશન અને ભાવિન ના ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ  પરથી  જેતપુર તાલુકા ફોજદાર કરમટીયા સ્ટાફના ગૌત્તમભાઈ ત્રિવેદી , દિવ્યેશભાઈ આહીર વિગેરે ને લઈને ઘટના સ્થળે પહોંચી મૃતક મિત્રોને મહામહેનતે ટ્રક અને બાઈક વચ્ચેથી કાઢી બંનેની લાશોને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પીટલે લાવ્યા હતા.

   જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

બોક્સ : મૃતક સામેજ નોંધાયો ગુનો !

જેતપુર: ખારચિયાની કરુણ ઘટના બાદ બાઈક ચાલક મૃતક કિશન પ્રવીણભાઈ સેંજલીયા સામે બેફિકરાઈ રીતે મોટરસાઈકલ ચલાવી તેમની પાછળ બેઠેલા તેમના મિત્ર ભાવિન નું મોત નીપજાવવા બદલ આઈપીસી 279/304() મુજબ ગુનો નોંધ્યો હતો ત્યારે જાણકારો એવી રોષ સાથે કોમેન્ટ કરી હતી કે ભારતના કાયદાઓની બલિહારી તો જુઓ , અહી મોતને ભેટનારા સામે પણ ગુનો નોંધાઈ છે

 

બોક્સ : સાથે જીવ્યા, સાથેજ મોતને ભેટ્યા !!

જેતપુર : ખારચિયામાં કરુણ ઘટનાની વિગતો મેળવતી વખતે એવું જાણવા મળ્યું હતું કે કિશન અને ભાવિન જીગરી દોસ્ત હતા..કોઈ કામ કે સેવા હોય તો બંને સાથે હોય..મોજ મસ્તી પણ સાથેજ કરતા, બસ આવોજ ગાંઠીયા ખાવાનો આનંદ મેળવવા ગઈ રાત્રીના નીકળેલા બંને દોસ્તને ગામના ઘણા ખરા લોકોએ જોયા હતા કે જાય છે બંને , પણ ગામ લોકોને એવી ક્યાં ખબર હતી કે મોજમજા કરતા નીકળેલા ભાવિન અને કિશનના સ્મિત ના દ્રશ્યો આકરી બની રહેશે અને મિત્રોના શબ ગામમાં પરત આવશે !!!

 

બોક્સ : મૃતકોમાં એક દુકાનદાર, એક અન્જિનિયર !!

જેતપુર: કાન્તીભાઈ છગનભાઈ સેંજલિયા નામના સગા કાકાએ મૃતક ભત્રીજા કિશન વિષે જણાવેલ કે કિશન તેજસ્વી હતો. રાજસ્થાનના કોટા જીલ્લામાં એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. દિવાળીના વેકેશનમાં ઘરે આવ્યો હતો. પણ અમોને ક્યાં ખબર હતી કે કિશન સાથે આવી બીના બનશે ! કિશન બે ભાઈઓમાનો નાનો ભાઈ હતો.

     જયારે અન્ય મૃત મિત્ર ભાવિન વિષે તેમના  મોટા બાપુજી દિનેશભાઈ કાનજીભાઈ રડમસ સ્વરે કહ્યું કે ભાવિન ખારચિયામાં મિલન પાન સેન્ટર નામની દુકાન ધરાવી માતા પિતાને આજીવિકામાં મદદ કરતો હતો. તે બીકોમ સુધી ભણ્યો હતો. તેમજ બે ભાઈઓમાં મોટો ભાઈ હતો.

 

બોક્સ: બબ્બે પટેલ મિત્રોના અવશાનથી ગામમાં સન્નાટો

જેતપુર: ગત રાત્રિએ માર્ગ અકસ્માતમાં બે મિત્રોના મોતની કરુણ ઘટનાથી ખારચિયામાં શોક સાથે સન્નાટો છવાઈ ગયો છે. ગામના નાના મોટા ધંધા રોજગારો ધરાવતા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી શોક વ્યકત કર્યો હતો. તેમજ બંને મિત્રોની શ્મશાન યાત્રામાં આખું ગામ જોડાયું હતું

 

ફોટો અને અહેવાલ : કશ્યપ જોશી જેતપુર જેતલસર 

 

     

 

બુધવાર, 5 નવેમ્બર, 2014

જેતપુર તાલુકાના 11 ગામો નો ખેડૂતોની સિંચાઈ માટે ભાદર ડેમ-1 નું પાણી આપવા બુલંદ માંગ 4 દિવસમાં ઘટતું ના કરાય તો આંદોલનની ચીમકી


જેતપુર તાલુકાના 11 ગામો નો ખેડૂતોની 
સિંચાઈ માટે ભાદર ડેમ-1 નું પાણી આપવા બુલંદ માંગ
4 દિવસમાં ઘટતું  ના કરાય તો આંદોલનની ચીમકી 
ઈરીગેશન તેમજ મામલતદાર કચેરી પર અપાયેલ આવેદનો 
(કશ્યપ જોશી ) જેતલસર તા.5
નહીવત વરસાદ ને કારણે  ખેતરોમાં ઉભેલો પાક સુંકાય ના જાય તે માટે તાત્કાલિક ભાદર-1 ડેમનું પાણી આપવાની માંગ સાથે જેતપુર દોડી આવેલા તાલુકાના 11 ગામોના ખેડૂતો એ ભાદર ઈરીગેશન અને મામલતદાર સુત્રોને આવેદન આપ્યા હતા.
આ  બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના થાણાગલોળ, પાંચ પીપળા, જેતપુર, લુણાગરી, સરધારપુર,ખીરસરા, ખજૂરી ગુંદાળા, મોટાગુંદાળા, વાડાસડા,  સમઢીયાળા, ચાંપરાજપુર વિગેરે 11 ગામના ખેડૂતો આજે જેતપુર દોડી આવી ભાદર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેરને આવેદન આપી પોત પોતાના ખેતરોમાં ઉભેલા એરંડા,કપાસ, તુવેર, વિગેરે ખેતપાકો નહીવત વરસાદ ને કારણે ઉભા ઉભા સુંકાઈ રહ્યા હોય તાકીદે ભાદર ડેમ-1 નું પાણી પિયત માટે આપવાની બુલંદ માંગ કરી આવેદન આપ્યું હતું.
ખેડૂતો એ આ તકે એકી સુરે કહેલ કે તેઓની માંગલી સ્વીકારવામાં ઢીલ દાખવાશે  તો તેઓનો શિયાળુ પાક બળી જશે. એટલુજ નહિ આ બાબતે 4 દિવસમાં યોગ્ય નહિ કરવામાં આવે તો આંદોલન છેડવાની ચીમકી પણ ખેડૂતો એ આવેદનમાં ઉચ્ચારી છે.

બોક્સ : ડેમની સ્થિતિ વિષે ઈરીગેશ સુત્રો શું કહે છે ?
જેતપુર :  ખેડૂતોની ભાદર-1 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની વાતને સ્વીકારી ઉપર સુધી પહોચાડવાની ખાતરી સાથે ભાદર ઈરીગેશનના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મોવલીયા ભાઈ એ જણાવેલ કે હાલ ભાદર-1 ડેમ ની સપાટી 23.50 ફૂટ છે. રાજકોટ-જેતપુર નો વપરાશ 15 એમજીડી છે. આ પાણીનો નો જત્થો ઓગસ્ટ 2015 સુધી ચાલે તેમ છે. ત્યારે આવી સ્થિતિમાં સિંચાઈ માટે પાણી આપી શકાય કે કેમ ? તે ભાદર ઈરીગેશન ના ઉપરી અધિકારીઓ નક્કી કરી શકે.

ફોટો અને અહેવાલ કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 


મંગળવાર, 4 નવેમ્બર, 2014

તાજીયા ઝુલુશ કશ્યપ જોશી જેતલસર

જેતપુર-નવાગઢ માં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા 
જેતલસર તા.4
જેતપુર નવાગઢ વિસ્તારમાં ગઈ કાલે પડમાં આવેલા કલાત્મક તાજીયાના આજે નીકળેલા ઝુલુસ નિહાળવા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તેમની એકતાના દર્શન કરાવ્યા હતા.શહેરની જુદી જુદી જગ્યા એ તાજીયા સાંજના કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર ઠંડા (ટાઢા) થઇ ગયા હોવાનું પોલીસ જણાવે છે.
ફોટો :કશ્યપ જોશી 

બીનવારાશી લાશ મળી કશ્યપ જોશી જેતલસર





​જેતપુર સરકારી હોસ્પિટલ સુત્રો એ મોતનો મલાજો નાં જાળવ્યો 
એક તો બાર કલાકે બિન વારશી  લાશનું  પેએમ  થયું 
પાછી લાશને આખી રાત ઉઘાડી મૂકી ચાલ્યા ગયા

(કશ્યપ જોશી )    જેતલસર  તા.4 
જેતપુર ના બસસ્ટેન્ડ માંથી ગઈ કાલે એક અજાણ્યા મુસ્લિમ આધેડ ની મળી આવેલી લાશ ની ઘટનામાં જેતપુર સરકારી દવાખાના સુત્રોની ઘોર બેદરકારી બહાર આવતા આ મામલો રાજ્યમંત્રી જયેશ રાદડિયાના ધ્યાને મુકાયો હતો.
    આ બાબતે મળેલી વિગતો મુજબ ગઈકાલે જેતપુરના બસસ્ટેન્ડ માં એક અજાણ્યા મુસ્લિમ આધેડ ને અમુક સફાઈ કામદારો એ ઉઠાડવા પ્રયાસ કરતા કોઈ જવાબ નહિ મળતા સરકારી એમ્બ્યુલન્સ ને જાણ  કરાઈ હતી.
દરમિયાન 108 ના સ્ટાફે આ મુસ્લિમ આધેડ ને મૃત જાહેર કરતા પોલીસને જાન કરાઈ હતી.
બનાવની જાણ  બાદ બસસ્ટેન્ડ માં દોડી ગયેલા ફોજદાર ઝેડ.જી. ચૌહાણે રાબેતા મુજબ શહેરના શિવાભાઈ હારુન રફાઈ , મુકેશ સાંતાલપરા  વિગેરેની મદદથી આ અજાણી લાશને સવારે 7 કલાકે સરકારી દવાખાને પહોચાડી હતી.
આ તકે પોલીસે લાશ ના જાહેર કરલા વર્ણનમાં 55 થી 60 વર્ષ ના જણાંતા આ મુસ્લિમ આધેડના ડાબા હાથ માં મોર નું ચિત્ર દોરેલું છે.ઝબ્ભો  અને ધોતી પહેરેલ આ મુસ્લિમ આધેડના ડાબા ખભા પાસે ધીરુ એવું નામ લખેલું છે. હાલ આ લાશ ના કોઈ વાળી વરસ ના મળ્યા હોય ડેડબોડી  સરકારી હોસ્પિટલ માં રખાઈ છે. કોઈ વારસદાર હોય તો લાશ તપાસી જેતપુર શહેર પીએસાઈ ચૌહાણ નો ફોન નંબર 02823-220033 ઉપર સંપર્ક  કરવા અનુરોધ કરાયો છે.


બોક્સ : હોસ્પિટલ સુત્રોની બેદરકારી 
જેતપુર : જેતપુર શહેર કે તાલુકાના કોઈ ગામોમાંથી કોઈ બિન વારશી  મળે તો આવી હતો.લાશોને સૌપ્રથમ દવાખાને અને ત્યાર બાદ ઓળખ નાં થાય તો અવ્વલ મંજિલે પહોચાડવામાં પ્રશંશનીય સેવા બજાવનાર હારુન રફાઈ એ અત્યંત દુખ વ્યક્ત કરતા જણાવેલ કે જેતપુર માંથી મળેલી આ લાશ નું પીએમ તો બાર કલાકે થયું, પણ સરકારી દવાખાના સુત્રો એ મોતનો મલાજો પણ નાં જાળવ્યો હોય તેમ આ લાશ ને ખુલી પીએમ રૂમના પાટિયા ઉપર મૂકી ચાલ્યા ગયા હતા. આવી બેદરકારી બાબતે સેવાભાવીઓ એ રાજ્ય મંત્રી જયેશ રાદડીયાને જાણ  કરતા કહેવાય છે હોસ્પિટલ સુત્રોને રાજ્ય મંત્રીનો ઠપકો સાંભળવો પડ્યો 

બોક્સ : રૂપિયા નવ હાજર ના ખર્ચે બનાવાયેલી 
           પેટી શોભાના ગાઠીયા જેવી ?
જેતપુર: સેવાભાવી હારુન રફાઈ એ જણાવેલ કે સમયાંતરે બિન વારશી  લાશો ને સરકારી દવાખાનાના પીએમ રૂમમાં 3/4 દિવસ રાખવી પડતી હોય દાતાઓના સહકાર વચ્ચે લાશ રાખવા માટે રૂપિયા નવ હજારના ખર્ચે એક પેટી બનાવાઈ છે, પણ ઉપયોગ ના થતો હોય દુખ છે.

સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 


2 ADDS FOR SANDESH ON SAURASHTRA PAGE / EDITION - 5-11-2014 - KASHYAP JOSHI JETPUR

2 ADDS FOR SANDESH ON SAURASHTRA PAGE / EDITION 
 5-11-2014 
KASHYAP JOSHI 
JETPUR