અનુયાયીઓ

મંગળવાર, 29 ઑક્ટોબર, 2013

સરકારી કર્મચારી

હવે સરકારી કર્મચારી યાહુ-જીમેઇલ પરથી મેઇલ નહીં કરી શકે

ઇન્‍ટરનેટ જાસૂસી અટકાવવા નેશનલ ઇન્‍ફોર્મેટીક્‍સ સેન્‍ટરની ઇ-મેઇલ સેવાનો ઉપયોગ કરવો પડશે

નવી દિલ્‍હી તા.૨૮: દેશ-વિદેશમાં રહેલા સરકારી કર્મચારીઓ યાહુ અને જીમેલ જેવી વેબસાઇટથી સત્તાવાર ઇ-મેઇલ કરી શકશે નહીં. ઇન્‍ટરનેટર દ્વારા થતી જાસૂસી અટકાવવા માટે સરકાર રાષ્‍ટ્રીય ઇ-મેલ નીતિ બનાવી રહી છે. જેના હેઠળ સરકારી કર્મચારીઓને માત્ર નેશનલ ઇન્‍ફોર્મેટીક્‍સ સેન્‍ટરની ઇમેઇલ સેવાનો ઉપયોગ કરવો પડશે. વડાપ્રધાન મનમોહનસિંહની અધ્‍યક્ષતામાં જલ્‍દી ઇ-મેઇલ નીતિની મંજૂરી અપાશે. એક ટોચના અધિકારીના જણાવ્‍યા મુજબ, ઇ-મેઇલ સેવા આપનારી મુખ્‍ય કંપનીઓના સર્વર અમેરિકામાં છે. તેથી જરૂરી છે કે સરકારી કર્મચારીઓ એનઆઇસીના ઇ-મેઇલનો ઉપયોગ કરે. સૂચના અને ટેક્‍નોલોજી મંત્રાલયે રજૂ કરેલી ઇ-મેઇલ નીતિ પર એક કેબિનેટ નોટ સંબંધિત મંત્રાલયોના સૂચનો માટે મોકલી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, સરકાર એનઆઇસીનો મેઇલ તો ફરજીયાત કરી દેશે, પરંતુ વધુ પડતા કર્મચારીઓ ફોન પર ઇ-મેઇલ જોવે છે અને ખાનગી ટેલિફોન કંપનીઓની ઇન્‍ટરનેટ સેવાનો ઉપયોગ કરે છે. આ વાત પણ ધ્‍યાનમાં રાખવામાં આવશે.

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2013

ગુરુવાર, 24 ઑક્ટોબર, 2013