LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 3 ઑગસ્ટ, 2013
Gandhinagar









શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013
ગુજરાત હાઉસીંગ બોર્ડ
અમદાવાદ તા.૩૧ : ગુજરાતમાં સસ્તા મકાનો આપવાની જાહેરાતનો અમલ હવે શરૂ થયો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ રાજકોટ, વડોદરા અને સુરતમાં પાર્કીંગ વત્તા ૧૩ માળની બહુમાળી ઇમારતો બાંધવા જઇ રહ્યુ છે જે માટેના અરજીપત્રકો આવતીકાલથી આપવાનું શરૂ થશે. સ્વયં નાણા સંચાલિત યોજના હેઠળ રાજકોટમાં મુંજકા ખાતે એલઆઇજી વર્ગ માટે ૧-બીએચકેના ૪૧૬ ફલેટનું નિર્માણ કરવામાં આવશે. આ ફલેટની અંદાજીત કિંમત રૂ.૧ર,૧ર,૦૦૦ છે. જયારે રાહતદરે મકાન ફાળવવાની અંદાજીત કિંમત રૂ.૯ લાખ નક્કી થઇ છે અને અરજી સાથે રૂ.ર૦,૦૦૦ આપવાના રહેશે. રાજકોટ ઉપરાંત વડોદરાના તરસાલી ખાતે એલઆઇજી અને એમઆઇજી માટે અનુક્રમે ૧-બીએચકે અને ર-બીએચકેના પ૭ર અને પર૦ મકાનો તથા ગણેશપુરા સુરત ખાતે ૩૧૨ અને ૩૧ર ફલેટો બાંધવામાં આવશે. આજરોજ અખબારોમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયુ છે કે યોજનાનું માહિતીપત્રક હાઉસીંગ બોર્ડની વેબસાઇટ ગુજરાત હાઉસીંગ બોર્ડ ડોટ ઓઆરજી ડોટ ઇન ઉપરથી મેળવી શકાશે અને ડાઉનલોડ પણ થઇ શકશે. કોરા અરજીપત્રક અને યોજનાનું બ્રોશર રૂ.૧૦૦ જમાકરાવીએથી માત્ર કોટક મહિન્દ્ર બેંકમાંથી મળી શકશે. યોજનાની માહિતી બોર્ડની તમામ કચેરીઓમાં પણ નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવી છે. હાઉસીંગ બોર્ડના કમિશ્નરની સહીથી આજે પ્રસિધ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયુ છે કે, આવતીકાલથી જરૂરી ડિપોઝીટ જમા કરાવી સંપુર્ણ વિગતો ભરેલ અરજીપત્રક કોટક બેંક ૧-૮ થી ૩૧-૮ સુધીમાં જમા કરાવી શકાશે. હાઉસીંગ બોર્ડ દ્વારા જણાવાયુ છે કે સુરતની સાઇટ ખાતે સેમ્પલ હાઉસ ૧૦-૮ પછી જોવા મળશે. આ ફલેટની સ્કીમ વાર્ષિક રૂા.અઢી લાખની આવક ધરાવતા લોકો માટેની હોવાનું જાણવા મળે છે.
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન
- વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો
- વિભૂતિ રહિત સં૫દા નિરર્થક છે
- વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ
| આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન Posted: 01 Aug 2013 08:56 AM PDT જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો…. આત્મવિશ્વાસ – ઈશ્વરનું અજસ્ત્ર વરદાન પોલીસનો સશસ્ત્ર ગાર્ડ સાથે રહેવા થી સુરક્ષાની નિશ્ચિતતા થઈ જાય છે અને નિર્ભય, આશ્વસ્ત રહી શકાય છે. જેને […] |
| વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો Posted: 01 Aug 2013 08:50 AM PDT કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. વૈભવ ખોઈ ને ૫ણ સત્યનિષ્ઠ બની રહો સત્યના માર્ગે ચાલવા થી કઠોર ૫રિશ્રમની સાથે ઓછું ઉપાર્જન જ સંભવ છે. નીતિપૂર્વક તો મર્યાદિત જ કમાઈ શકાશે અને તેના માટે ઉચિત પુરુષાર્થ કરવો ૫ડશે. તેના માટે જેનામાં સાહસ અને ધીરજ નથી, […] |
| Posted: 01 Aug 2013 08:43 AM PDT વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારઓ. લેનારઓ કદાચ સારુ ખાઇ શકતા હશે, પણ આપનારાઓ સંતોષ ભરી નિદ્રા માણી શકે છે. વિભૂતિ રહિત સં૫દા નિરર્થક છે જેટલો શ્રમ અને મનોયોગ સં૫દાના ઉપાર્જન માં લગાવવામાં આવે છે, તેટલું જ ધ્યાન અને પ્રયાસ સદ્ગુણોની વૃદ્ધિ ૫ર ૫ણ કેન્દ્રિત કરવામાં આવે તો તે આત્મ […] |
| વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ Posted: 01 Aug 2013 08:22 AM PDT બીજાની ખુશીમાં ભાગ ન પણ પડાવો, તેનું કારણ બનો બીજાના દુઃખમાં ભાગ પડાવો,તેનું કારણ ન બનો. વાસ્તવિકતાને સમજીએ, આગ્રહ ન થોપીએ સંસાર જેવો છે, તેવા જ રૂ૫માં તેને આ૫ણે સમજવો જોઈએ અને પ્રસ્તુત યથાર્થતા ને અનુરૂ૫ પોતાને ઢાળ વા […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
Festivals Across the World
10 Most Unique Festivals
Across the World





















થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત
મોટરીંગ પબ્લીકને જણાવાયું છે કે મોટર વાહન કાયદા મુજબ મોટર વાહન માટે થર્ડ પાર્ટી વિમો લેવો ફરજીયાત છે. આ માટે ડીલરશ્રી આ વીમો તેમણે જણાવેલ ''એકસ'' કે ''વાય'' કંપનીમાંથી જ લેવા ફરજ પાડી શકે નહિ જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવયું છે.
બુધવાર, 31 જુલાઈ, 2013
Enjoy...
જસ્ટ...વાંચવા...
036 : 12-02-2006
'સહજ સમાધ'
–ડૉ. કનુભાઈ જાની 'માધવ ગોર'
"દાદા, તમે ગાંગુલીનું નામ જ્યારે જ્યારે બોલો છો ત્યારે ત્યારે લોચો મારો છો !"
ગામડેથી જ્યારે જ્યારે દીકરીને ઘેર આવું ત્યારે આ અમારી બરખા–દોતરી–મારી ખબર લઈ નાંખે છે !
"શેમાં લોચો ? બોલ ! સુધરવા તૈયાર !" મેં કહ્યું.
"તમે 'સૌરભ' બોલો છો ! લખો છોય 'સૌરભ'."
"તે ?"
"બધ્ધાં જ – અંગ્રેજી–ગુજરાતી છાપાં–પુસ્તકો બધ્ધે બધ્ધાં 'વ' લખે ને તમે એકલા 'ભ' ! તો શું આ બધા ખોટા ?"
"ના, સાચા–એય સાચા !"
"આય સાચું ને એય સાચું !! લો, કરો વાત ! બેય સાચું કેવી રીતે હોય ? દાદા, તમે દુધમાં ને દહીંમાં બેયમાં પગ રાખો છો !!"
"જો દીક્કા ! દુધ કે દહીં એક્કેયમાં પગ ન રખાય. બેય મોંમાં મુકવાની વસ્તુઓ છે. બગાડાય નહીં !"
"ને, ભાષા, મોંમાંની વસ્તુ નથી ? એ બગાડાય ?"
"પણ મોંને લાડુ અને ફુલવડી બેય ભાવતાં હોય તો ?"
"વાત આડે પાટે ચડાવવામાં ગામડાનું લોક ઉસ્તાદ– ! કેમ દાદા ? તમે ખોટા ઉચ્ચાર અને ખોટું લખાણ કરો, પછી પાછા બચાવ કરો ! તમે બસ 'સૌરભ'નું પુંછડું પકડ્યું એ જ ખરું !"
મેં એને સંસ્કૃતનો શબ્દકોશ હાથવગો હોય તો આપવા કહ્યું. લાવી. બતાવ્યું.
"અરે, આમાં તો 'ભ' છે ! તો, 'વ' કેમ થયો ?"
"બોલનારને ભાવ્યો ને ફાવ્યો ! ઠીક. તારા નામમાં 'વ' હતો ?"
"ના રે ના !"
"જો, મુળ શબ્દ તો 'વર્ષા'."
"હા, હોં !, 'બરખા' તો તમે સુચવેલું."
"બંગાળીમાં એમ બોલાય છે. 'વ' છે જ નહીં !"
"હેં ! નથી ?"
"જો બંગાળી શબ્દકોશ..."
"છે મારી પાસે. બંગાળી 'સાહીત્ય સંસદ'ની બંગાળી અંગ્રેજી ડીક્ષનરી."
"લાવ..., જો... આ પાનું એક હજાર એકસો ને બાવીસમું. જો."
"આમાં તો બે વાત જ લખી છે ! એક, કે આ બંગાળી કક્કાનો ઓગણત્રીસમો અક્ષર છે; અને બે, 'વ'થી શરુ થતા બધા શબ્દો પાન આઠસો ત્રેપન પર છે ! આમ કેમ ?"
"કારણ કે 'વ' એ લોક બોલી શકતા જ નથી. જાણે છે ખરા કે 'વર્ષા'માં લખાય તો 'વ'; પણ બોલાય તો 'બ' કે 'ભ'."
"બોલી કેમ ન શકે ?"
"દરેક ભાષા બોલનાર અમુક જ ઉચ્ચારો કરી શકે છે. દાખલા તરીકે અંગ્રેજી બોલતાં આપણે અંગ્રેજો કે અમેરીકનો પ્રમાણે ન બોલી શકીએ. ને અંગ્રેજ આપણો 'ત' કે 'દ' કે એવા બીજા ઘણા ઉચ્ચાર–એકમો ન જ બોલી શકે."
"એટલે, ઉચ્ચાર ભાષાએ–ભાષાએ જુદા. એ તો બરાબર. પણ એકની એક ભાષામાંય ઉચ્ચાર ફરે ? એ કેવું ? સંસ્કૃતમાં તો એવું નથી !"
"કોણે કહ્યું ? વેદના વારાના સંસ્કૃતમાં 'હરિ', સ્વ 'ઇ' તે'મહિ'માંના આજના હ દીર્ઘ હતા ! કેટલાય જુદા હતા !"
"તો, સંસ્કૃતેય શું ફેરફાર થઈને આવેલી ભાષા હતી ?"
"હાસ્તો ! ભાષા બહતા નીર ! નદી પર્વત પરથી નીકળે ને ઢાળ મળે ત્યાં વહે ! તે વખતે પછી પર્વતે એના ઉદ્દગમ આગળ ઉભેલો માણસ કહે કે 'નદી, નદી, પાછી આવ !' તો એ પાછી આવી શકે ખરી ? એ તો બેય કાંઠાનાં જીવનને લીલું લીલું રાખતી વહ્યે જ જાય. એમ ભાષા પણ."
"નદીને તો વહેણનું તળ છે. ભાષાને એવું તળ હોય ? કયું ?"
"લોકની જીભ ને લોકનું મન. ઢાળ–સરળતા જ એનું બળ. એ જ એને વહેવડાવે."
"પણ અમારાં બહેન ગુજરાતી શીખવે છે તે કહે છે કે સરળતાનું પુંછડું પકડનારા ભાષાને બગાડે છે ! ન્હાનાલાલે અમથું કહ્યું હશે કે 'નરી સરળતા કોણ પુજશે ?' "
"કોણ નહીં પુજે તે કહું : પંડીતો. કોઈ ન સમજે એવું લખી શકો તો તમે 'લેખક' ! હું તો માનું છું કે સહજ બોલાતી બહુજન–સમાજની ભાષા તે જ વધુ ઉપયોગી. બોલાતી ભાષાની અસર લખાતી પર પણ પડતી જ હોય છે."
"બોલાતી ભાષા જબરી કે લખાતી ?"
"બોલાતી ભાષા લખાતીને બદલી શકે."
"કેવી રીતે ? દાખલો આપો. દાદા, અધ્ધરવાત ન કરો. અને હવે બધી ભાષાની વાત કરો છો તો અંગ્રેજીમાંથી દાખલા આપો !"
"જો દીકરી, હું તો ગામડામાં રહું છું. બહુ અંગ્રેજી તમારી જેમ અંગ્રેજી મીડીયમમાં ભણ્યો નથી."
"પણ તમારા વખતમાં અંગ્રેજી સારું શીખવાતું."
"એટલે તો દાખલો આપી શકું છું. આપણે આજેય 'નારંગી' શબ્દ બોલીએ છીએ ને ? એને માટેનો અંગ્રેજી શબ્દ કયો?"
"ઓરેન્જ."
" 'રંગી' અને 'રેન્જ' મળતા આવે છે ?"
"થોડાક. 'ર' કોમન છે. 'ગ'ને સ્થાને 'જ' છે."
"મુળ સ્પેનીશ શબ્દ હતો / છે : 'norange'."
"ઓહ ! આપણા 'ન'નું મુળ મળ્યું."
"પણ અંગ્રજીમાં 'ન' કેવી રીતે ગયો તે વાત જાણવા જેવી છે. અંગ્રેજીમાં નામની આગળ 'એ' (A) કે 'એન' (An) આર્ટીકલ લગાડવાનો ચાલ રુઢ થયેલો છે."
" હા. એટલે 'એન ઓરેન્જ' થાય."
"ના ! મુળમાં 'એ–નોરેન્જ' થાય ! પછી 'એ–નોરેન્જ' બોલનારે 'એન–ઓરેન્જ' માની લીધું ! ને 'ન' એમ ઉડી ગયો !"
"બીજા આવા શબ્દોય હશે. છે. ઘણા. પણ ચર્ચાને લંબાવવાનો અર્થ ખરો ? "
"દાદા, શબ્દનેય ઈતીહાસ હોય, ખરું ને ?''
"હોય જ. ને એનું અલગ શાસ્ત્ર પણ છે. પણ એનોય સાર છે : સરળતાનું મોટું અવલંબન."
"પણ એક દાખલો બીજો આપો."
"ડૉક્ટરો – ખાસ કરીને જે અડધી બાંયવાળો સફેદ હાફકોટ જેવો ડગલો પહેરે છે–"
"અમેય પ્રયોગશાળામાં પહેરીએ છીએ–"
"–એને શું કહેવાય?"
"એપ્રન."
"બરાબર : ... પણ મુળ શબ્દ છે 'નપ્રન' !"
"પેલા 'ઓરેન્જ' જેવું થયું હશે– 'એ નેપ્રન'નું 'એન એપ્રન' ગણાયું હશે ને પછી 'એપ્રન' જ ચલણી બન્યું હશે."
"એક્ઝેક્ટલી ! એમ જ. મુળ અર્થ પણ ક્યારેક બદલાય. 'પેન' (Pen) મુળમાં લેટીન Penna એટલે 'પીંછું' ! ને મુળ લેટીન 'Penicillas' એટલે 'બ્રશ'. એના અર્થ ફરી ગયા ને થયું 'પેન' એટલે 'કલમ' ને 'પેન્સીલ' એટલે 'સીસાપેન' !"
"આમ કેમ થયું ?"
"સરળતા, સહજ પરીવર્તન, સહજ સમાધી !"
"પણ દાદા 1" બરખાએ હસતાં હસતાં ટોળમાં પુછ્યું : "ન્હાનાલાલ ખોટા ? 'નરી સરળતા કોણ પુજશે ?'
"દીક્કુ ! એની સામે એક અંગ્રેજી 'ગ્રીક ક્હેણ છે, વીચારજે ને તારાં બહેનને પણ કહેજે : 'સીમ્પ્લીસીટી ઈઝ ગ્રેન્ડયોર."
'સરળતા તો છે ભવ્યતા' !–ગાંધી જેવી. સરળતાને સાધવી સહેલી નથી. શબ્દોને સરળ થતાં યુગો લાગ્યા છે. એ 'સહજ સમાધ'નું ફળ છે.
ને બરખા ગાતી ગાતી ચાલી ગઈ, 'બરખા રીતુ બૈરી હમા...રી !'
મેં સામે કહ્યું :
'ઓ બરખા કે પહેલે બાદલ ! મેરા સંદેશા લે જાના !'
–ડૉ. કનુભાઈ જાની 'માધવ ગોર'
સર્જક–સમ્પર્ક:
'વેણુ', ૬–ઘોષા સોસાયટી, થલતેજ રોડ, અમદાવાદ–380 054 ફોન : 079- 2685 5467
તા. ૧ ડીસેમ્બર ૨૦૦૫ના, 'નયામાર્ગ' પાક્ષીકમાં, 'ગુજરાતી ભાષાપરીષદ' દ્વારા દર બે માસે પ્રગટતી 'ભાષાવીચાર' નામક પુર્તી–૧૭માંથી–પાન ૨૯ પરથી લેખકશ્રી અને સમ્પાદક શ્રીના સૌજન્યથી સાભાર... @
..U&M..
Uttam & Madhukanta Gajjar,
53-Guraunagar, Varachha Road,
SURAT-395 006 -INDIA
Phone : (0261)255 3591
eMail : uttamgajjar@gmail.com
Webpages : https://sites.google.com/site/semahefil/
& http://lakhe-gujarat.weebly.com/
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to unzagurjari+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
Visit this group at http://groups.google.com/group/unzagurjari.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
મંગળવાર, 30 જુલાઈ, 2013
સોમવાર, 29 જુલાઈ, 2013
youth Sidhdharth Shah (Yamuna Mill) make National Record in Puzzle
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.









