અનુયાયીઓ

શનિવાર, 25 મે, 2013

રવિવારે સદગુરુ કબીર છાત્રાલયનું લોકાર્પણ

 

 રવિવારે સદગુરુ કબીર છાત્રાલયનું લોકાર્પણ

વડોદરા,

વડોદરા જિલ્લા આદિવાસી પ્રજાસંધ દ્વારા આદિજાતિ વિઘાર્થીઓના વિઘાલય અને પ્રોત્સાહિત કરવા વાધોડિયા રોડ પર, રંગ વાટીકા સામે સદ્‍ગુરુ કબીર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજયના આદિજાતિ વિકાસ અને વન પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા રવિવાર તા. ૨૬/૦૫ના રોજ સાંજના ૫.૦૦ કલાકે તેનું લોકાર્પણ કરશે.

 

રોગ નિયંત્રણ માટેની જિલ્લા તકેદારી અને સંકલન સમિતિની બેઠક મળશે

વડોદરા,

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સંચારી રોગોના નિયંત્રણ માટેની જિલ્લા તકેદારી અને સંકલન સમિતિ કાર્યરત છે. તેની આગામી બેઠક બુધવાર તા.૨૯/૦૫ના રોજ સાંજના સાડા ચાર વાગ્યે કલેકટરશ્રીના કાર્યાલયમાં મળશે.

 

ખાતેદાર ખેડૂત અકસ્માત યોજનાનો લાભ લેવા વચેટીયાઓની મદદ ના લેશો

વડોદરા,

વર્તમાન ૨૦૧૩-૧૪ના વર્ષમાં રાજય સરકારની ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અમલમાં છે. તેના હેઠળ ખેડૂતોને અકસ્માતથી કાયમી અપંગ થવાથી અથવા અકસ્માતથી મુત્યુના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે. આ અંગેનું નિયતનું અરજી ફોર્મ વિનામૂલ્યે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, વડોદરા ખાતેથી મળી રહેશે. જરૂરી સાધનિક કાગળો (આધાર/પુરાવા સાથે) અરજીઓ ૯૦ દિવસમાં તેમ કચેરીમાં રજુ કરવાની રહેશે.

પાંચ વર્ષથી ૭૦ વર્ષ સુધીના ખેડૂત ખાતેદાર (નોંધાયેલા) અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂા. ૧ લાખ, કાયમી અપંગતાના કિસ્સામાં રૂા. ૫૦ હજાર વીમા રકમ મળવાપાત્ર છે. આ સિવાય ખાતેદાર ખેડૂતના એક વારસદાર અકસ્માત વીમા યોજના અમલમાં આવી છે. જેમાં ખોતદાર ખેડૂતના પતિ/પત્ની સિવાયના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ઉંમર ૫થી ૭૦ વર્ષના વીમા કવચ પુરું પાડવામાં આવે છે.

પ્રસ્તુત બાબતે સંબંધિત ગ્રામસેવક વિસ્તરણ અધિકારી ખેતી અથવા મદદનીશ ખેતી નિયામકશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જરૂર જણાયે જિલ્લા ખેતીવાડી અધિકારી, વડોદરાની કચેરીનો સીધો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં અરજદાર સિવાય વચેટીયા આવી કામગીરી કરતા હોય છે. પરંતુ આવા વચેટીયાનો સંપર્ક ન કરતા ખેતીવાડીની કચેરીનો સીધો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વડોદરાએ અનુરોધ કર્યો છે.

 

 

શિવણ પરીક્ષાનું પરિણામ જાહેર

વડોદરા,

સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ વડોદરા ખાતે ફેબ્રુઆરી,૨૦૧૩માં લેવાયેલ શિવણના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે તે વિઘાર્થીનીઓને પરીક્ષાનું ઓળખપત્ર બતાવી સંસ્થામાંથી રૂબરૂમાં મેળવી લેવા આચાર્ય સરકારી ટેકનીકલ હાઇસ્કૂલ વડોદરા દ્વારા જણાવાયું છે.

 

આઇસ્ક્રીમ ખાવા માટે રીસાયેલો આકાશ ખોવાઇ ગયો

વડોદરા,

અકોટા જય ભવાની નગર ઝુપડપટૃીના નિવાસી રેખાબેન લાલુભાઇ ભૂરીયાનો દિકરો આકાશ તા.૨૨/૫/૧૩ના રોજ મંગળબજારમાં આવેલા સમ્રાટ આઇસ્ક્રીમની દુકાન પાસેથી ગુમ થઇ ગયો છે. દશ વર્ષની ઉંમરના આ કિશોરે સફેદ લીટીવાળો શર્ટ, કાળા રંગનું પેન્ટ, પગમાં કાળા રંગના સેન્ડલ અને ગળામાં લાલ રંગનો રૂમાલ પહેર્યો છે. તેના જમણા પગના ધુંટણના નીચેના ભાગે જખમનું જુનું નિશાન છે.  તે મળી આવેથી સીટી પોલીસ મથકનો ફોન નં. ૦૨૬૫-૨૫૬૧૩૧૦ પર અથવા શહેર નિયંત્રણ કક્ષને (ફોન નં. ૧૦૦/મોબાઇલ નંબર ૯૬૩૮૫૫૬૬૬) પર જાણ કરવા જણાવાયું છે

 

 

 

 

રાજયના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે તા. ૨૭ મી મેના રોજ કૃષિ મહોત્સવ-૨૦૧૩ નો મેગાઇવેન્ટ કાર્યક્રમ યોજાશે

રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે તા. ૨૭ મી મે,-૨૦૧૩ના સોમવારે કૃષિ મહોત્સવ-૨૦૧૩નો મેગાઇવેન્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયના મંત્રીશ્રીઓ, મહાનુભાવો, સ્થાનિક લોક પ્રતિનિધિઓ સહિત મધ્ય ગુજરાતના દાહોદ સહિત અમદાવાદ, ખેડા આણંદ વડોદરા  અને પંચમહાલ  જિલ્લાના  ખેડૂતો, પશુપાલકો  ઉપસ્થિત  રહેશે.

રાજયના નવમા કૃષિ મહોત્સવમાં યોજાનાર પ્રાદેશિક કક્ષાના પ્રથમ મેગાઇવેન્ટના સૂચિત મોડલ કાર્યક્રમ મુજબ તા. ૨૭ મી મે, સોમવારના રોજ વિભાગ-૧માં સવારના ૮.૩૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન પશુ આરોગ્ય શિબિર અને પશુ સારસંભાળ માટેનું માર્ગદર્શન પશુપાલન વૈજ્ઞાનિકો અને પશુપાલન ખાતાના અધિકારીઓ પશુપાલકોને આપશે તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરશે.

વિભાગ-૨ માં સવારના ૮.૩૦ થી ૯.૩૦ કલાક દરમિયાન જળ સંચયનહેર સફાઇ, માઇક્રો ઇરીગેશન  વિષયો પર પરી સંવાદ અને કામગીરીના આયોજનની ચર્ચા સાથે સિંચાઇના કાયદાઓની માહિતી જળ સંપત્તિ વિભાગ, જી.જી.આર.સી, જી.એલ.ડી.સી અને ડી.આર.ડી.એના વિષય નિષ્ણાતો આપશે ત્યાર પછીના ૯.૩૦ થી ૧૦.૩૦ના કલાક દરમિયાન સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન થશે.૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન રાજયના મુખ્યમંત્રીશ્રી સંબોધન કરશે. સાથે ઉપસ્થિત ગ્રામજનો અને ખેડૂતો, માટે જે તે વિસ્તારને અનુરૂપ ખેત ઉત્પાદન વધારવા માર્ગદર્શન રૂપી સી.ડી.નું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બપોરના ૧૨.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સીટીના કૃષિ તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો ધ્વારા કૃષિ વિશેનું પ્રદર્શન અને નિદર્શન અંગેનું માર્ગદર્શન કિટસનું વિતરણ સાથે ખેડૂતોના સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કૃષિ વૈજ્ઞાનિકો ધ્વારા સ્થળ પર કરવામાં આવશે.

દાહોદ જિલ્લા કલેકટરશ્રી, ડી.એ. સત્યાએ જણાવ્યું છે. કે આ મેગાઇવેન્ટનો મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો અને ગ્રામજનો લાભ લે અને તે સાથે પોતાનું રાજયનુ અને દેશનું કૃષિ ઉત્પાદન વધારવામાં ફાળો આપે અને આર્થિક રીતે સંપન્ન થાય. વધુમાં કલેકટરશ્રી સત્યાએ કૃષિ પ્રદર્શન નિદર્શન અને પશુ આરોગ્ય મેળો તા. ૨૭ અને તા. ૨૮ મે, સોમવાર અને મંગળવારના બે દિવસો દરમિયાન રહેશે. જેનો મહત્તમ લાભ દાહોદ જિલ્લાના કૃષકો અને ગ્રામિણો  ઉઠાવે તેવી વિનંતી કરી છે.

 

નવમા કૃષિ મહોત્સવમાં દાહોદ જિલ્લાના ૭૧૦૦ આદિજાતિ ખેડૂતોને ખેતી પાકના ૭૦૦૮ કિટસનું વિતરણ

રાજય ભરમાં હાલમાં ચાલી રહેલા નવમાં કૃષિ મહોત્સવમાં દાહોદ જિલ્લાના ૭૧૦૦ આદિજાતિ ખેડૂતોને ધાન્ય કઠોળ અને તેલીબિયા ખેતી પાકના ૭૦૦૮ કિટસનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં જિલ્લાના દાહોદ તાલુકાના ૮૯ ગામના ૮૯૦ ખેડૂતોને ૮૯૦ કિટસ ગરબાડા તાલુકાના ૩૯ ગામના ૩૯૦ ખેડૂતોને ૩૯૦ કિટસ ઝાલોદ તાલુકાના ૧૬૦ ગામના ૧૬૦૦ ખેડૂતોને ૧૬૩૦ કિટસ, ફતેપુરા તાલુકાના ૧૦૨ ગામોના ૧૦૨૦ ખેડૂતોને ૧૦૨૦ કિટસ, લીમખેડા તાલુકાના ૧૫૨ ગામના ૧૫૨૦ ખેડૂતોને ૧૪૨૨  કિટસ, ધાનપુર તાલુકાના ૯૦  ગામના ૯૦૦ ખેડૂતોને ૯૦૦ કિટસ અને દેવગઢ બારીયા તાલુકાના ૯૧ ગામોના ૭૮૦ ખેડૂતોને ૭૫૬ કિટસનું વિતરણ થનાર છે. આમ જિલ્લાના ૭૨૩ ગામોના ૭૧૦૦ ખેડૂતોને ધાન્ય પાકમાં મકાઇ ગુજરાત-૬ અને હાઇબ્રીડ ગંગા-૨ ના કુલ ૨૯૭૭ કિટસ કઠોળ પાકમાં અડદ ટી-૯ના ૧૭૬૭ કિટસ અને તુવેર વૈશાલી જાતના ૯૪૨ કિટસ સાથે તેલીબીયાપાકમાં સોયાબીન જે એસ-૩૩૫ના ૧૩૨૨ કિટસ આદિવાસી ખેડૂતોને એ.જી.આર.-૩ યોજના હેઠળ આપવામાં આવશે.

કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત દાહોદ જિલ્લાના ૬૩૮ અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ કિટસનું વિતરણ થશે

હાલમાં ચાલી રહેલા કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત દાહોદ જિલ્લાના ૬૩૮ અનુસૂચિત જાતિના ખેડૂતોને કૃષિ કિટસનું વિતરણ કરવામાં આવશે. જેમાં ધાન્ય તેલીબીયા અને કઠોળ પાકના ૬૯૫ કિટસ એ.જી.આર.-૪ યોજના હેઠળ વિતરણ થશે. જેમાં દાહોદ તાલુકાના ૮૯ ગામોના ૬૦, ગરબાડા તાલુકાના ૩૯ ગામોના  ૪૨,  ઝાલોદ તાલુકાના ૧૬૦ ગામોના ૧૯૦, ફતેપુરા તાલુકાના ૧૦૨ ગામોના ૮૭, લીમખેડા તાલુકાના ૧૫૨ ગામના ૧૧૫, ધાનપુર તાલુકાના ૯૦ ગામોના ૮૪ અને દેવગઢ બારીયા તાલુકાના ૯૧ ગામોના ૧૫૦ અનુસૂચિત જાતિના લાભાર્થોઓને મકાઇ, સોયાબીન, અડદ અને તુવેર પાકના કિટસનું વિતરણ કરવામાં આવશે. 

 

 

 

 

દાહોદ જિલ્લાના ૨૦૬૩ ખેડૂતોને કૃષિ મહોત્સવ હેઠળ ખેતી પાકના કિટસનું વિતરણ

હાલમાં ચાલી રહેલા કૃષિ મહોત્સવ હેઠળ દાહોદ જિલ્લાના આદિજાતિ અને અનુસૂચિત જાતિ સિવાયના ૨૦૬૩ ખેડૂતોને ૨૦૭૨ કૃષિ કિટસનું વિતરણ થનાર છે. આ ખેતી કિટસમાં ધાન્ય પાકમાં મકાઇ ગુજરાત-૬ અને હાઇબ્રીડ મકાઇ ગંગા-૨ ના ૬૪૧ કિટસ સોયાબીન પાકના ૨૭૯ કિટસ, અડદના ૬૮૭ અને તુવેરના ૪૬૫ કિટસનો લાભ ખેડૂતોને મળશે દાહોદ જિલ્લાના ૭૨૩ ગામોમાં આ કિટસનું વિતરણ જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી થનાર છે. આ કિટસમાં વધુ ઉત્પાદન આપતું સુધારેલું બિયારણ, ખાતર, દવા વગેરેનો સમાવેશ થાય છે.

પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામે કૃષિ મહોત્સવ ઉજવાયો

કૃષિરથ સાથે આવેલ કૃષિ તજજ્ઞો,વૈજ્ઞાનિકો પાસેથી અધ્યતન માહિતી મેળવતા કૃષિકારો

આણંદ જિલ્લામાં નવમો કૃષિ મહોત્સવ ગામે ગામ ભ્રમણ કરી રહયો છે. ત્યારે પેટલાદ તાલુકાના વિશ્રામપુરા ગામે દાવલપુરા, રૂપિયાપુરા, લક્કડપુરા અને વિશ્રામપુરા ગામનો સંયુક્ત કૃષિ મહોત્સવની ઉજવણી પ્રસંગે આવેલ કૃષિરથને ખેડૂતમિત્રોએ આવકાર આપ્યો હતો.

બાગાયત કચેરીના નિમેશભાઇએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો સુધી આધુનિક ખેત પધ્ધતિઓની માહિતી પહોચી છે. તેઓએ જણાવ્યું કે ખેડૂતોને આધુનિક ટેકનોલોજીમાં નેટ હાઉસ,ગી્રન હાઉસ,ડ્રીપ ઇરીગેશન અપનાવવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા  અપાતી સબસીડી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

ખેતીવાડી ખાતાના એમ.વી પટેલ જણાવ્યું કે કૃષિરથના માધ્યમથી આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ સંકલન કરી સારૂ પરીણામ ખેતીમાં લાવી શકીએ છીએ. આધુનિક ખેતીથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાથી આર્થિક રીતે ફાયદો થાય છે. જમીન ફળદ્દુપ બનાવવા આધુનિક પધ્ધતિઓ અપનાવવી પડશે. ખેતી જૈવીક છે. તે જીવંત રાખવા ખેડ,ખાતર અને પાણીની સાથે સાથે આધુનિક ખેત પધ્ધતિઓનું આયોજન કરવુ પડશે. રાસાયણિક ખાતરનો બીન જરૂરી ઉપયોગ કરવો જોઇએ નહી. પાકમાં જંતુનાશક દવાઓ રોગને પારખીને જરૂરીયાત મુજબ છંટકાવ કરવો અને વૈજ્ઞાનિક અભિગમ જોડવો પડશે,જમીનનું પૃથ્થકરણ, સતત પરિવર્તન કરવુ જોઇએ, ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ખેત ઉત્પાદન મેળવો, ગામડાઓના જરૂરતમંદ ખેડૂતોને કૃષિકીટમાં મળેલ બિયારણ, જૈવિક ખાતર, કૃષિને લગતી દવાઓ તેમજ કૃષિલક્ષી માહિતી મળવાથી તેઓના ખેત ઉત્પાદનોમાં પણ  વધારો થશે.

કૃષિ યુનિ.ના ડેરી સાયન્સ વિભાગના હીરલ.એમ.સોઢાએ આદર્શ પશુપાલન અને સ્વચ્છ દુધ ઉત્પાદન અને દુધની બનાવટો અંગે જરૂરી માર્ગદર્શન આપી  દહી,પનીર,શ્રીખંડ બનાવતી વખતે તેની ગુણવત્તા જળવાય તે અંગેની જાણકારી આપી હતી.

આ પ્રસંગે દાવલપુરા,રૂપિયાપુરા,લક્કડપુરા અને વિશ્રામપુરા ખેડૂતોને કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગની તરફથી કૃષિ કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આજુબાજુના ગામોના ખેડૂતો,પ્રગતિશીલ ખેડૂતો, ગ્રામ પંચાયત, દુ.ઉ.સ.મં.ના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.

 

તારાપુરના મહેદ્રભાઇ કાંતિભાઇ પટેલે ઇનોવેટીવ ટેકનોલોજી અપનાવી ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા રોપણી કરી વધુ ઉત્પાદન/વધુ આવક મેળવી

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વતની એવા મહેન્દ્રભાઇ કાન્તીભાઇ પટેલની વાત છે. ૪૫ વર્ષીય મહેન્દ્રભાઇનું કહેવું છે કે મે ધો. ૧૦ પાસ કર્યા બાદ કૃષિ વિષયક જાણકારી મેળવવાની ઇચ્છા હતી તેથી કૃષિ યુનિ. આણંદ ખાતે એડમીશન મેળવવું હતું. પરંતુ ત્યારબાદ અનિચ્છાએ પણ આઇ.ટી.આઇ. ફીટર કરી ટેકનીકલ નોલેજનું સર્ટી મેળવી કંપનીમાં જોબ મેળવી, પરંતુ કંપનીમાં કામ કર્યા બાદ નકકી કર્યુ કે ખેતી જ શ્રેષ્ઠ છે,  તેમ નક્કી કરી બાપ/દાદાની ખેતીનો જ વ્યવસાય કરવા લાગ્યો.

તારાપુર ખાતે સરકારી બોરકુવા પાસે તેઓ જમીન ધરાવે છે. તેમની પાસે બાપ/દાદાની ૧૫ વીધા જમીન છ. જેમાં કાકાઓ સાથે સંયુક્ત ખેતી કરે છે. અને વાર્ષિક રૂા. બે લાખ જેટલી આવક સ્વતંત્ર રીતે મેળવે છે.

ગત વર્ષે ૨૦૧૨માં તેમણે  એક એકરમાં ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીન દ્વારા ડાંગરનું ધરૂ નાખી રોપણી કરી હતી. જેમાં તેઓને રૂા.૩૫૦૦/- મજુરી ખર્ચની સામે ૧૧૦ મણ ડાંગરનું ઉત્પાદન થયું, જેમાં રૂા. ૩૮૫૦૦/-ની આવક મેળવી હતી. આમ રૂા.૩૫,૦૦૦/-નો નફો થયો, ઉપરાંત એક એકરમાં પુરીયામાંથી રૂા. ૪૦૦૦/- ની આવક મેળવી.

તેઓ માને છે કે જો હું કંપની માં નોકરી કરતો હોત તેના કરતા પણ વધારે આવક મેળવતો થયો છું.  ઉપરાંત મને સંતોષ પણ છે. આ ઓટોમેટીક ટ્રાન્સપ્લાન્ટર પેડી મશીનની તપાસ કરી છે જે રૂા. ૧,૨૦,૦૦૦/-નું આવે છે ઉપરાંત તેમાં ૪૫ હજારની સબસીડી મળે છે. મશીન દ્વારા રોપણી કરતા ઉત્પાદન સારૂ મળે છે. છોડ કોહવાતો નથી  આને કારણે હવે મેં પોતે આ મશીન ખરીદવાનો વિચાર કર્યો છે. જિલ્લા ખેતી વાડી અધિકારી એમ.બી. ધોરાજીયા અને આત્મા પ્રોજેક્ટના મેહરીયાભાઇ દ્વારા તથા કૃષિ કેન્દ્ર-દેવાતજના વૈજ્ઞાનિકો દ્વારા તેમને કૃષિ,પશુપાન,બાગાયત વિષયક જ્ઞાન મળે છે. માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તારાપુરના મહેન્દ્રભાઇ પટેલનો મો. નં. ૯૮૨૫૯ ૬૯૮૧૩ છે. ખેડૂતમિત્રો તેમનો સંપર્ક કરી પેડી મશીન વિશે જાત માહિતી મેળવી શકે છે.

 

કૃષિ મહોત્સવની સાથે સાથે..

ખંભાત તાલુકાના વડદલાના ખેડૂતમિત્રની કૃષિ સ્ટોરી

ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવી વાર્ષિક આઠ લાખ આવક મેળવે છે

વાત છે ખંભાત તાલુકાના વડદલા ગામના પ્રગતીશીલ ખેડૂત, ૩૫ વર્ષિય હિતેન્દ્રસિંહ ફતેસિંહ બોડાણાની, તેઓ બી.એ. (સ્નાતક) થયેલા છે. પરંતુ બાપ/દાદનો બાપિકો ધંધો ખેતીને જ વ્યવસાય તરીકે શ્રેષ્ઠ માને છે. તેઓ તમાકુ અને ડાંગરની ખેતીમાં ગત વર્ષે સરેરાશ એક વિધામાં ૬૦ થી ૭૦ મણ ઉતારો લેતા હતા. તેઓની પાસે ૨૦ વીધા જમીન બાપ/દાદાઓ તરફથી મળેલ છે. તેઓએ આધુનિક ખેત પધ્ધતિનું જ્ઞાન મેળવ્યા બાદ એક હેક્ટરમાં ડ્રીપ ઇરીગેશન અપનાવેલ છે તથા ૧૦ ગુઠામાં નેટ હાઉસ બનાવેલ છે. જેમાં ૨.૮૦ લાખની સબસીડી પણ મેળવી છે.

૨.પ૦ વીધામાં મરચી અને ૧૦ ગુઠામાં ટામેટાનું ઉત્પાદન કરી  ફક્ત છ વીણાટ બાદ ૧.૮૦ લાખની આવક ચાલુ વર્ષે મેળવી ચુક્યા છે. તેઓ વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરી ને વાર્ષિક આઠ લાખની આવક મેળવે  છે.

વધુમાં જણાવે છે કે બાગાયતી પાકો રોકડીયા હોય છે તેથી ખેડૂતોને વધારે અનુકુળ આવે છે. કૃષિ મહોત્સવના માધ્યમથી આંતરીયાળ ગામડાના ખેડૂતોને ચોક્કસ લાભ મળ્યો છે. કારણકે ખેડૂતોએ આણંદ કૃષિ યુનિ. કે ખેતીવાડી અધિકારીની કચેરીએ જવું પડતું હતું તેના બદલે કૃષિરથના માધ્યમથી અધિકારીઓ અને વૈજ્ઞાનીકો  ગામે ગામ આવે છે અને કૃષિ,બાગાયતી અને પશુપાલનને લગતુ જ્ઞાન પીરસે છે,સાહિત્ય વિતરણ કરે છે અને પશુ આરોગ્ય મેળાઓ યોજે છે, પાકની ફેરબદલ અંગે જરૂરી માર્ગદર્શન આપે છે જે અમારે અંતરીયાળ વિસ્તારના ખેડૂતમિત્રો માટે  આર્શીવાદ સમાન છે.

 

ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં બાગાયતી પાકોની ખેતી વિષયક જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

 

કૃષિ મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં બાગાયતી પાકોની ખેતી વિષય અન્વયેનો સેમિનાર અનિકેત હોસ્ટેલ, બોરસદ ચોકડી, આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી સહ કલેક્ટરશ્રી ડો.કુલદીપ આર્યએ સેમિનારને દીપ પ્રગટાવી ખુલ્લા મુકતા જણાવ્યું કે આણંદ જિલ્લામાં કૃષિક્ષેત્રે ધણી સારી સગવડો છે, તેનો લાભ લઇ તમામ ખેડૂતોએ પોતાનું એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાના ધ્યેય  રાખવો જોઇએ અને તે માટે જરૂરી તમામ માહિતી માર્ગદર્શન જિલ્લા કક્ષાએથી સબંધિત તમામ વિભાગો  પાસેથી મેળવી શકશો.

આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર એસ.બી.વાધમશી દ્વારા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તાલુકા કક્ષાએ વિજેતા થયેલ બે ખેડૂતોને ટ્રોફી,શાલ, રૂા.૧૦,૦૦૦/-નો ચેક અને પ્રમાણપત્ર પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. અરૂણ પટેલે ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરી ખેતી ખર્ચ ધટાડી આવકમાં વધારો કરી શકાય છે તેનો ઉપયોગ કરવા ભાર પુર્વક જણાવ્યું હતું.

 ડો. કે.પી.કીકાણી, એચ.સી.પટેલ, ડો.એન.એસ.પારેખ,આર.જી.જાદવ અને બી.એચ.પટેલે બાગાયત  ક્ષેત્રે રહેલ વિશાળ તકો, ગ્રીન હાઉસમાં ફુલોની ખેતી, ગ્રીન હાઉસ/નેટ હાઉસના વિવિધ પુરસ્કાર અને તેમા રાખવાની થતી કાળજી, તેમાં થતા સંકલિત રોગ જિવાત નિયંત્રણ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડી એટીક સંસ્થા વિશે માહિતી આપવામાં આવી હતી.

આવકાર અને સ્વાગત પ્રવચન નાયબ બાગાયત નિયામક બી.એસ.વાળંદે કર્યુ જ્યારે આભારવિધિ હસમુખભાઇ.એચ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાગાયત કચેરીના નીલેશ પટેલ,ચિરાગ પટેલ અને કે.પી. ડાભીએ કર્યુ હતું.

 

 

 

 

આણંદ જિલ્લાના સાયબર કાફેના માલિક/સંચાલકોને સુચના

સાયબર કાફેની મુલાકાતીનું રેકર્ડ નિભાવવું

 

આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરરની જરૂરી માહિતી ધરાવતું રજિસ્ટર નિભાવવા આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આર.જી.ગોહીલે આદેશ કર્યા છે.

તદ્દઅનુસાર આણંદ જિલ્લામાં કાર્યરત દરેક સાયબર કાફેમાં આવતા પ્રત્યેક વ્યકિત/બ્રાઉઝરર પાસેથી સાયબર કાફેમાં કરેલ ઇ-મેઇલ, સહી, સાયબર કાફેમાં દાખલ થયાનો અને બહાર નીકળ્યાનો સમય, ફોટા સાથેની ઓળખની વિગતો (જેવા કે ચૂંટણી કાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/ પાસપોર્ટ/ સ્કુલ કે કોલેજનું ઓળખપત્ર(ઓળખના પુરાવા)/રિમાર્કસ વગેરે સાથેનું રજીસ્ટર ફરજીયાત જાળવવાનું રહેશે. સાયબર કાફે માલિકે ઓળખનો પુરાવો કયા અધિકારીએ ઇસ્યુ કરેલ છે તેની નોંધ કરવાની રહેશે.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનું પ્રમાણપત્ર, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, કુલ બેન્ડ વીડ્થ, ઇન્ટરનેટ દ્વારા અપાતી બીજી સેવાઓ જેવી કે વીડીયો કોન્ફસન્સીગ,ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલીફોનની વિગત પણ તૈયાર કરવાની રહેશે. કોમ્પ્યુટરના સ્ટોરેજ મીડીયા/હાર્ડવેરની ઓળખને લગતી માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે, સાયબરકાફેના માલિકોએ બેક-અપ ની સાચવણી તથા જાળવણી કરવાની રહેશે જેમાં ઇન્ટરનેટ બ્રાઉઝર, વેબસાઇટનો ઇતિહાસ, ઇન્ટરનેટ કુકિઝ, મોર્ડન લોગ્સ, ઇન્ટરનેટ ડાઉન લોક,પ્રોક્સી લોગ અને નેટવર્ક સોફટવેરના ઉપયોગથી ઉદભવતા બીજા લોગ્સની માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિક્ષક અથવા સત્તાધિકારી ઉક્ત વિગતો માગે ત્યારે તેઓને અવશ્ય આ માહિતી આપવાની રહેશે. સાયબર કાફે સવારના ૬-૦૦ કલાકથી રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી જ ખુલ્લા રાખવાના રહેશે.

આ હુકમ તા.૨૬/૦૫/૨૦૧૩ થી તા.૨૪-૦૭-૨૦૧૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

આણંદ જિલ્લાના તમામ કોચીંગ ક્લાસ/ટયુશન ક્લાસ સવારના ૭-૦૦ પહેલા અને સાંજના ૨૦-૦૦ પછી ચાલુ રાખી શકાશે નહી

 

આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ ક્લાસ તથા ટયુશન કલાસીસમાં જતી વિઘાર્થીનીઓ શાંતિ અને નિર્ભય થઇને ટયુશન કલાસમાં બહાર જઇ શકે અને હરીફરી શકે તે ખૂબજ જરૂરી હોય તેમજ કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા ટયુશન કલાસીસ કે કોચીંગ ક્લાસના કામે એકલી જતી છાત્રા મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતા હોય તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,આણંદ, શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારે ૭-૦૦ કલાકથી પહેલા નહી અને સાંજના સમયે ૨૦-૦૦ કલાકથી વધુ સમય માટે ચાલુ રાખી શકાશે નહી. આ હુકમ તા.૦૧/૦૭/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩(સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫) ની કલમ-૧૮૮ હેઠળ ઉક્ત હુકમના ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર ઠરશે.

 

આણંદ જિલ્લામાં અગત્યના કડીરૂપ સ્થળો ઉપર સી.સી.ટી.વી. કેમેરા રાખવા આદેશ

 

ગુપ્તચર સંસ્થાના વખતો વખતના અહેવાલો અન્વયે આંતકવાદી તત્વો દ્વારા અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાનિ તેમજ મિલ્કત હાનિ કરવામાં આવતી હોય છે તથા હાઇવે હોટલોનો ઉપયોગ કરતી હોય છે.આવા ગૂના અટકાવવા તથા વણશોધાયેલા ગૂનાઓ શોધવા મહત્વની કડી અને તે માટે પેટ્રોલ પંપો, હોટલો તેમજ વધારે અવર-જવરવાળા વિસ્તારો ઉપર જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે મુકવામાં આવે તો ગુનેગારો, ગુનામાં વપરાયેલ વાહનો આઇડેન્ટીફાય કરીને ગુનેગાર વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સબળ પુરાવો રજૂ થઇ શકે તે હેતુસર આવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશન) રેકોર્ડીગ સિસ્ટમ સાથે રાખવાનું જરૂરી છે.

આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જી.ગોહીલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ આણંદ જિલ્લામાં આવેલ તમામ હોટલ, મોલ, બેન્કો, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢીઓ, તમામ પેટ્રોલપંપ, તમામ ટોલ પ્લાઝા ઉપર સી.સી.ટી.વી. કેમેરા આજુબાજુમાં આવેલ દુકાનો ઉપર ગાડીના નંબર દેખાય તે રીતે તથા ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે પૂરતી સંખ્યામાં કેમેરા જે તે દુકાનો/પેઢીઓ/સંસ્થાઓના માલિકોએ ગોઠવવા તથા કેમેરા એવી રીતે ગોઠવવા કે વ્યક્તિ કે વાહન આઇડેન્ટીફાય થઇ શકે તથા રાત્રિ દરમિયાાન પણ રેકોર્ડીંગ કરી શકે તેવી ક્વોલીટીના રાખવા અને માસ સુધી રેકોર્ડીંગ રહે તેવી વ્યવસ્થા રાખવા આદેશ કર્યા છે. આ હુકમ તા.૦૭/૦૬/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટર નિભાવવાના રહેશે

 

જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનાર તથા લેનાર તથા ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે લેનાર/વેચનાર માટે જવાબદારી નકકી કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ફોજદારી કાર્યરિતી અધિનિયમ (CR.P.C.) ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગેનું પુરું નામ/સરનામું ફરજિયાતપણે નોંધવાનું રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે. જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વિગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.

સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે.સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ 1 વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા 1 માસ સુધી રીટેલરની રહેશે.

આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી ૬૦ દિવસ (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશને જાણ કરવી

 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-આણંદ શ્રી આર.જી.ગોહિલે ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઇ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત સલામતી તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અનુલક્ષીને સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકશે નહી.ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સબંધિત દલાલ કે જેઓ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ હુકમ તા.૧૦/૦૫/૨૦૧૩ થી તા.૦૮/૦૭/૨૦૧૩ સુધી (બંન્ને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.આ આદેશનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

આણંદ ખાતે મતદારો માટે મતદાતા સહાય કેન્દ્રનો પ્રારંભ

ચુંટણી કાર્ડમાં સુધારા-વધારા થઇ શકશે

 

આણંદ જિલ્લાના મતદારો માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મતદાતા સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં આણંદ જિલ્લામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારના મતદાતાઓને તેમના ખોવાયેલ, ફાટી ગયેલ, અગાઉના ઓળખપત્રોમાં સુધારા-વધારા કરવાના થતા હોયતો મતદારે રહેઠાણના પુરાવા તથા ઉંમરના જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સુધારાવાળુ મતદાર ઓળખપત્ર કાઢી આપવામાં આવશે આ અંગે મતદારે જાતે આવવાનું રહેશે. મતદાર યાદીમાં નામ નોધાયેલ ન હોયતો તેવા મતદારોને ફોટો મતદાર ઓળખપત્ર મળી શકશે નહી.

મતદાર તરીકે નામ દાખલ કરવા બાબતે જે તે વિસ્તારની મામલતદાર કચેરી તેમજ મતદાર નોધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ નાયબ ચૂંટણી અધિકારી વી.જે.પટેલે જણાવ્યું છે.

આણંદ જિલ્લાના પેન્શનરોને હયાતીની ખાતરી કરાવવા અનુરોધ

 

આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ સરકારશ્રી દ્વારા કરેલ સુધારા મુજબ ચાલુ વર્ષની હયાતી પેન્શનર જે બેંક ખાતેથી પેન્શન મેળવતા તે બેંકમાં મે-૨૦૧૩ થી જુલાઇ-૨૦૧૩ સુધીમાં રૂબરૂ જઇને ખાતરી કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી-આણંદ દ્વારા જણાવાયું છે.

 

રક્ષા શકિત યુનિવર્સીટી અમદાવાદ દ્વારા આણંદ ખાતે ૨૭ - મે ના રોજ સેમિનાર યોજાશે

આણંદ/ખેડા/વડોદરા અને પંચમહાલ જિલ્લાના યુવાનો/વિઘાર્થીઓ/વાલીઓ ભાગ લઇ શકશે

 

આણંદ ખાતે સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ કેમ્પસ-ભાલેજ રોડ, આણંદ ખાતે ચંચળબા હોલમાં આગામી તા. ૨૭/૫/૨૦૧૩ ના સોમવારે સવારે ૯/૦૦ કલાકે રક્ષાશકિત યુનિવર્સીટી-અમદાવાદ દ્વારા આયોજિત અવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારનો હેતું વિઘાર્થીઓએ સંરક્ષણ દળમાં કારકિર્દી અને આંતરીક સુરક્ષા માટે ગુજરાત પોલીસ દળમાં કારકીર્દી થી વાકેફ થાય તે છે.

આ સેમિનારમાં ધો-૧૨ તથા સ્નાતક થયેલા આણંદ/ખેડા/પંચમહાલ અને વડોદરા જિલ્લાના વિઘાર્થીઓ તથા યુવાનો/વાલીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા રક્ષાશકિત યુનિવર્સીટી, આણંદ સેન્ટરના કો-ઓર્ડીનેટર બી.કે.નાણાવટીએ જણાવ્યું છે.

આ ઉપરાંત વિઘાર્થી મિત્રો શ્રી બી.કે.નાણાવટીના મોબાઇલ નંબર-૯૯૨૪૮ ૩૯૬૧૪ ઉપર સંપર્ક કરી વધુ માર્ગદર્શન મેળવવા જણાવાયું છે.

 

એન.કે.હાઇસ્કુલ- પેટલાદ ખાતે ૨૮-મે ના રોજ જોબફેર યોજાશે

 

જિલ્લા રોજગાર કચેરી-આણંદ દ્વારા આયોજીત જોબફેર તા. ૨૮/૦૫/૨૦૧૩ના રોજ એન.કે. હાઇસ્કુલ, પેટલાદ ખાતે યોજાનાર જોબફેરમાં એચ.એસ.સી. અને સ્નાતક થયેલા તથા કોમ્પ્યુટર અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. 

આ જોબફેરમાં ડીપ્લોમાં-મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઇન્સ્ટ્રુમેન્ટ, આઇ.ટી.આઇ.-ફીટર, વેલ્ડર, વાયરમેન, ટર્નર, સી.એન.સી. ઓપરેટર, પી.પી.ઓ, ઇલેકટ્રીશ્યન તથા કોઇપણ ગ્રેજ્યુએટ તથા બી.એસ.સી. કેમીસ્ટ હોય તેઓ આ જોબફેરમાં ભાગ લઇ શકશે.

વધુ વિગત માટે જિલ્લા સેવા સદન, રૂમ નં.૨૫, ૨૬ જિલ્લા રોજગાર કચેરી, આણંદનો તથા ઇ-મેઇલ એડ્રેસ eoanand@yahoo.com  સંપર્ક કરવા જણાવાયું છે.

 

 

 

વિકલાંગ પ્રમાણપત્ર થી વંચિત વિકલાંગ ભાઇ-બહેનો વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવા કેમ્પનો લાભ લો

 

રાજ્ય સરકારની વિવિધ વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ વિકલાંગ વ્યક્તિઓને મળી રહે તે માટે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન, એસ.એસ.હોસ્પીટલ પેટલાદ, જિ. આણંદ દ્વારા તા.૧૧-૧૨-૨૦૧૩ સુધી વિકલાંગ વ્યક્તિઓને વિકલાંગતા પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન આણંદ જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું છે.

ક્રમ

કેમ્પની તારીખ

કેમ્પનું સ્થળ

કેમ્પનો સમય

૧૨/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સોજિત્રા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૬/૦૬/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સારસા

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૪/૦૭/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તારાપુર

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૪/૦૮/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રાસ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઓડ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૫/૦૯/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહેળાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૦૯/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધર્મજ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૨૩/૧૦/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, આંકલાવ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૦

૧૩/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાસદ

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૧

૨૭/૧૧/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખંભાત

૧૨-૦૦ થી ૧૬-૦૦

૧૨

૧૧/૧૨/૨૦૧૩

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ

૧૨-૦૦ થી ૧૬-૦૦

વિકલાંગતા પ્રમાણપત્ર મેળવેલ હોય તેવા વિકલાંગ ભાઇ-બહેનોએ કેમ્પનો લાભ લઇ પ્રમાણપત્ર મેળવી લેવા જણાવાયું છે. લાભાર્થીએ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. દરદીને તપાસવાનો સમય બપોરે ૧૩-૦૦ થી ૧૫-૦૦ કલાક દરમિયાનનો રહેશે તથા પ્રમાણપત્ર આપવાનો સમય બપોર બાદ ૧૬-૦૦ થી ૧૭-૦૦ કલાક દરમિયાનનો રહેશે.

દ્રષ્ટિહિન, મંદબુધ્ધિ, બહેરા-મુંગા, અસ્થિ વિષયક જે વિકલાંગજનોએ ડોક્ટરનું વિકલાંગ પ્રમાણપત્ર મેળવેલ હોય તેઓએ રેશનકાર્ડ તથા તેની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને જન્મતારીખનો દાખલો લઇ રૂબરૂ હાજર રહેવા બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-આણંદ દ્વારા જણાવાયું છે.

 

આધાર નંબર વિના મેરીટ કમ મિન્સ/પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ મળી શકશે નહી

જુન-૨૦૧૩ સુધીમાં આધારકાર્ડ નંબર અચૂક મેળવી લેવા સુચના

કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડ મેળવવાની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે ઉપલબ્ધ

 

ભારત સરકાર દ્વારા લધુમતીજાતિ માટેની મેરીટ કમ મિન્સ અને પોષ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં સંપુર્ણપણે ઓનલાઇન કરવામાં આવેલ છે. અત્યાર સુધી વિઘાર્થીઓની ઓનલાઇન અરજી મેળવી તેની સંપુર્ણ ચકાસણી કરી તે મંજુર થયેથી જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવણી થયેથી વિઘાર્થીઓના નામનો ચેક મોકલી ચૂકવણી કરવામાં આવતી હતી.જે પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા મુજબ હવે દરેક વિઘાર્થીઓની શિષ્યવૃતિની રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.ટી.બી.)દ્વારા સીધી વિઘાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે અને તે માટે વિઘાર્થીઓના આધાર નંબર ફરજીયાત છે.જેથી આવી શિષ્યવૃતિ મેળવવાને પાત્ર વિઘાર્થીઓ તથા તેઓના વાલીઓએ આધારકાર્ડ નંબર માહે જુન-૨૦૧૩ સુધીમાં અચૂક મેળવી લેવાના રહેશે અન્યથા બેંક એકાઉન્ટ ન ખોલવાના કારણે કે આધારકાર્ડ ન મેળવવા બદલ શિષ્યવૃતિ પ્રાપ્ત કરી શકશે નહી જેની સબંધકર્તા તમામને નોધ લેવા તથા કોલેજના વિઘાર્થીઓ માટે આધારકાર્ડની સુવિધા પી.એમ.પટેલ કોલેજ નવા બસસ્ટેન્ડ સામે, આણંદ ખાતે શરૂ કરવામાં આવી છે જેનો લાભ લેવા  જણાવાયું

રાજુભાઇ પરમારનો સુરતનો પ્રવાસ કાર્યક્રમઃ

રાજુભાઇ પરમારનો સુરતનો પ્રવાસ કાર્યક્રમઃ

સૂરતઃ નેશનલ કમિશન ફોર શીડયુલ કાસ્‍ટના મેમ્‍બરશ્રી રાજુભાઈ પરમાર તા.૨૬/૫/૨૦૧૩ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સમૂહલગ્નમાં હાજરી આપશે.  બપોરે ૩.૦૦ વાગે સુરત ખાતે એસ.સી. અને એસ.ટી.ના વિદ્યાર્થીઓની હોસ્‍ટેલની મુલાકાત લેશે. સાંજે ૫.૦૦ વાગે અમદાવાદ જવા રવાના થશે.

બક્ષીપંચના ૧૫૧ જરૂરયાતમંદોને વિવિધ યોજનાઓ હેઠળ રૂા.૪૬,૬૦,૦૦૦ સહાયનું વિતરણ થશેઃ

સૂરતઃ વિકતી જાતિઓ માટે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક આગામી તા.૨૭/૫/૨૦૧૩ના રોજ સાંજે ૫.૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવી છે. જેમાં ધારાસભ્‍યશ્રી રણજીતભાઈ ગીલીટવાલા તેમજ અન્‍ય મહાનુભાવોના હસ્‍તે બક્ષીપંચના કલ્‍યાણ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, સાતફેરા સમૂહલગ્ન, કુંવરભાઈનું મામેરુ, સેલ્‍સ ફાઈનાન્‍સ કોલેજોમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃતિ, પી.એચ.ડી. વગેરે યોજનાઓમાં કુલ ૧૫૧ લાભાર્થીઓને સહાય પેટે રૂા.૪૬,૬૦,૦૦૦ વિતરણ કરવામાં આવનાર છે.

 સૂરત જિલ્લાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોને ગાંધીનગર ખાતે જિલ્લાકક્ષાનો બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ એનાયતઃ

સૂરતઃ ગાંધીનગર ખાતે ગત.૨૦મીના રોજ રાજયભરઢમાંથી આવેલા વિશાળ ખેડૂત સમૂદાયમાંથી રાજયક્‍ક્ષા અને જિલ્લાકક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને તેમની વિશિષ્‍ઠ કામગીરી બદલ બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડથી સન્‍માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયકક્ષાના કૃષિમંત્રીશ્રી ગોવિદર્ભા પટેલના હસ્‍તે  સુરત જિલ્લાના પાંચ પ્રગતિશીલ ખેડૂતોને આત્‍મા પ્રોજેકટ અંતર્ગત ખેતીલક્ષી ઉત્‍કૃષ્‍ઠ કામગીરી બદલ ખેડૂતોને સ્‍મૃતિ ચિન્‍હ, ચેક અને શાલ ઓઢાડી જિલ્લાકક્ષાના બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ એનાયત કરી સન્‍માનિ કરવામાં આવ્‍યા હતા. જેમાં કામરેજ તાલુકાના મનહરભાઈ છોટુભાઇ પટેલને શેરડી પાકમાં સજીવ ખેતી માટે, માંડવી તાલુકાના શ્રી મનહરભાઈ ગીમાભાઈ ચૌધરીને ખેતરકક્ષાએ હળદર પાકમાં મુલ્‍ય વૃધ્‍ધિ માટે, ઓલપાડ તાલુકાના શ્રી મહેશભાઈ બાલુભાઈ પટેલને હળદર પાકમાં સજીવ ખેતી, મહુવા તાલુકાનાશ્રી મોહનભાઈ કાનજીભાઈ પટેલને શેરડીના પાકમાં આધુનિક ખેતી માટે તેમજ શ્રી ચંદુભાઈ મનજીભાઈ પટેલને ગ્રીન હાઉસમાં ટામેટાની ખેતી બદલ જિલ્લા કક્ષાના બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ એનાયત થયા હતા.

 

સુરત મહાનગર પાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક મળીઃ

સૂરતઃ સૂરત મહાનગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક શહેરીવિકાસ, મહેસૂલ, માર્ગ અને મકાનમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ વિકાસકામોમાં વિલંબ કરનારા કોન્‍ટ્રાકટરોની સામે કડક હાથે કામ લેવાની તેમજ જરૂર જણાય તો બ્‍લેક લિસ્‍ટમાં મૂકવાની તાકીદ કરી હતી. આ ઉપરાત વિકાસકામોમાં કવોલીટી મેન્‍ટન કરવા પર ભાર મૂકયો હતો. બેઠકમાં પડતર તુમારની વિગતો, ફરીયાદનો અરજીઓનો નિકાલ, આવસોની ફાળવણી, ટી.પી.હેઠળની રસ્‍તાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. બાળકોમાં રહેલા કુપોષણને જનભાગીદારી દ્વારા કેવી રીતે દુર કરી શકાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકયો હતો. બાંધકામો કાયદેસર કરવા માટે અત્‍યારસુધીમાં શહેરભરમાંથી કુલ ૨૫૦૭૩ જેટલી અરજીઓ આવી છે. જેમાંથી ૫૭૬૧ જેટલી અજરીઓ મજુંર કરવામાં આવી છે. જયારે ૧૯૦૮૦ અરજીઓ કાર્યવાહી હેઠળ છે. મંત્રીશ્રીએ ગુમાસ્‍તાધારા હેઠળ ઓનલાઈન ટેકસ ભરીને લાયસન્‍સની ફી નોધવા અંગેની મ.ન.પા.ના પ્રોજેકટની કામગીરીને નિહાળી હતી.

આ પ્રસંગે મેયરશ્રી રાજેન્‍દ્રભાઈ દેસાઈ, ડે.મેયરશ્રી વર્ષાબેન રાણા, શાસકપક્ષના નેતા દયાશંકર સિંગ, મ્‍યુ.કમિશનરશ્રી એમ.કે.દાસ તેમજ અન્‍ય સંબધિત વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 ૩જીએ સુરત જીલ્લા સૈનિક કલ્‍યાણ સમિતિ અને સમસ્‍યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠકઃ

સૂરતઃ સુરત જીલ્લા સૈનિક કલ્‍યાણ સમિતિ અને સમસ્‍યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક આગામી તા.૩/૬/૧૩ના રોજ  સાંજે ૪.૦૦ વાગે કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરેની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવી છે.

 વાહક જન્‍ય રોગ નિયંત્રણ સંદર્ભે સંકલનની બેઠક યોજાઈઃ

સૂરતઃ વાહક જન્‍ય રોગ નિયંત્રણ હેઠળ પગલાઓ હાથ ધરવાના થાય તે બાબતે સંકલન બેઠક ગતરોજ તા.૨૩મીના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી રેમ્‍યા મોહનના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. આ બેઠકમાં મેલેરીયા રોગની પરિસ્‍થિતિ, રોગનો ફેલાવો જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકા વિસ્‍તારોમાં થતા બાંધકામોમાં મચ્‍છરોના ઉપદ્દવ સંબંધી નિયમોનું પાલન થાય તે દિશામાં પગલા ભરવાની તાકીદ કરી હતી. આ ઉપરાત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભગાણ પડેલી ગટરોની રીપેરીગની વ્‍યવસ્‍થા ઝડપથી થાય, કેનાલોની સાફ સફાઈ, નક્કામા ટાયરોનો નિકાલ તેમજ આગામી સમયમાં મેલેરીયા વિરોધી માસમાં જનજાગૃતિ લાવવાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતા

 ચલાની ૧૯ વર્ષિય યુવતિ સંતાન સાથે ગðમ થઇ  :

વલસાડઃ વલસાડ જિલ્લાના ચલા ખાતે રહેતી ૧૯ વર્ષિય યુવતિ નામે સોનમ દીપુ રાજેશ રાય, તેની દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થઇ છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર સોનમ દીપુ રાજેશ રાય, રહે. અપનાઘર સોસાયટી, ગ્‍યાનીભાઇની ચાલીમાં, ચલા, તા.પારડી, જિ.વલસાડથી ગત તા.૯/૪/ર૦૧૩નાં રોજ સાંજના ૭:૩૦ થી ૧૦/૪/ર૦૧૩નાં સવારે ૮:૦૦ વાગ્‍યાના અરસામાં પોતાના ઘરેથી, કોઇને પણ-કંઇ પણ કહ્યા વિના તેની દોઢ વર્ષની પુત્રિ નામે તન્‍વિકા સાથે કયાંક ચાલી જતા ગુમ થઇ છે, તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર યુવતિ શરીરે મજબુત બાંધાની, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૪ ફૂટ-૯ ઇંચ, મોઢુ ગોળ, વાળ અને આંખોનો રંગ કાળો છે. ગુમ થતી વખતે આ યુવતિએ કાળા અને પીળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. ગુમ થનાર યુવતિ ગુજરાતી અને હિન્‍દી ભાષા જાણે છે. તેણીની સાથે ગુમ થનાર બાળકી નામે તન્‍વિકા, ઉ.વ.દોઢ, રંગે ઘંઉવર્ણ, શરીરે પાતળા બાંધાની, ઊંચાઇ ર ફૂટ છે. બાળકીનીઆંખો ભુરી અને વાળ કાળા છે. તેણે  સફેદ રંગનુ ફ્રોક પહેરેલ હતુ. આ વર્ણનવાળી યુવતિ તથા બાળકીની ભાળ કે પત્તો મળે તો વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનનો ફોન નંબર : ૦૨૬૦-૨૪૬૧૧૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

 

વાપી વિસ્‍તારમાં ભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

વલસાડઃ વલસાડ જિલ્લાના વાપી શહેરી વિસ્‍તારમાં ટ્રાફિક નિયમન સરળ રીતે કરી શકાય તે હેતુસર અધિક કલેકટરશ્રી જે.કે.ગઢવીએ એક જાહેરનામા દ્વારા (૧) સેલવાસથી વાપીમાં પ્રવેશ કરવા તથા (૨) વૈશાલી ગુંજન તરફના રસ્‍તા ઉપરથી સૂર્યા ગલીમાં પ્રવેશ તથા સૂર્યા ગલીમાંથી વૈશાલી-ગુંજન તરફના રસ્‍તા ઉપર નીકળવા (એકઝીટ) ઉપર સવારના ૭-૦૦ થી ૧૨-૦૦ તથા સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધી ભારે વાહનોના અવરજવર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે. આ પ્રતિબંધમાંથી માર્ગ વાહન વ્‍યવહાર નિગમની એસ.ટી. બસો તેમજ સ્‍કૂલ બસો તેમજ અન્‍ય આવશ્‍યક સેવાના વાહનોને મુકિત આપવામાં આવી છે.

આ ઉપરાંત વાપી-દમણ તથા સેલવાસ તરફ જતા સર્વિસ રોડ ઉપર તેમજ નેશનલ હાઇવે નં.૮ ઉપર સલવાવથી દમણગંગાનદીના બ્રીજ સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ તથા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ અન્‍વયે શિક્ષાને પાત્ર થશે.

 

 

 કૃષિ મહોત્‍સવના લીધે ગુજરાતમાં કૃષિ વિકાસ દર વધ્‍યો છે

ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ

જરૂરિયાતમંદ ખેડૂતોને કૃષિ કિટ્‍સ વિતરણ કરતાં ધારાસભ્‍યશ્રી.

સેંગપુર ખાતે કૃષિ મહોત્‍સવ કાર્યક્રમ યોજાયો.

ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ખાતે આજ રોજ યોજાયેલ કૃષિ મહોત્‍સવ પ્રસંગે ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્‍યારે સૌ નાગરિકોએ ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્‍યશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવા માટે અને ખેત ઉત્‍પાદનમાં વધારો થાય તે માટે છેલ્લા આઠ વર્ષથી કૃષિ મહોત્‍સવના આયોજનને લીધે આજે ગુજરાતમાં કૃષિ ઉત્‍પાદનનો વિકાસદર વધ્‍યો છે. ગુજરાતના ખેડૂતો આધુનિક ખેત પધ્‍ધતિથી કાજુ અને ચંદન જેવી ખેતી કરી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. ખેડૂત કેવી રીતે સમૃધ્‍ધ થાય તે માટે રાજ્‍ય સરકારે મથામણ આદરી છે. જેથી જુની ખેત પધ્‍ધતિ ત્‍યજી વૈજ્ઞાનિક ખેત પધ્‍ધતિ અપનાવી ખેત ઉત્‍પાદન વધારવા ભાર મુકયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલકોને પ્રોત્‍સાહન આપવા માટે અને પશુપાલન પ્રવૃતિઓને વેગવાન બનાવવા અને પશુઓના સારવાર માટે પશુ આરોગ્‍ય શિબિરો યોજાવાને લીધે અનેક પશુઓને પશુસારવાર આપી રોગમુકત કરાયા છે.

ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનો ભાર મુકતાં ધારાસભ્‍યશ્રીએ જણાવ્‍યું હતું કે પ્રવર્તમાન રાજય  સરકારે છેલ્લા આઠ વર્ષથી કૃષિમહોત્‍સવનું આયોજન કરી ખેડૂતોને કૃષિક્ષેત્રે શકિતમાન બનાવવા અથાગ પ્રયાસો આદર્યા છે. કૃષિમહોત્‍સવને લીધે ગામડાઓ કૃષિક્ષેત્રે ધબકતા અને ચેતનવંતા થયા છે. ખેડૂતોમાં જાગૃત્તત્તા આવી છે.  રાજય સરકારના અવનવા પ્રયોગને કારણે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહી દેશના અન્‍ય રાજયોને ચાલકબળ બની રહયું છે. જે આપણા માટે ગૌરવની બાબત છે.

ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, કૃષિ મહોત્‍સવ થકી ખેત ઉત્‍પાદન વધ્‍યું છે. ખેડૂતો આત્‍મનિર્ભર થયા છે. જે ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આજે ગુજરાત કૃષિ-શિક્ષણ અને આરોગ્‍યક્ષેત્રે અગ્રેસર રહયું છે.

કૃષિ વૈજ્ઞાનિકો સર્વશ્રી દિનેશ પટેલ અને શ્રી રમાકાંતે આધુનિક ખેત પધ્‍ધતિ વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે જરૂરિયાતમંદ ખેડૂતોને ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલના હસ્‍તે કૃષિ કિટ્‍સ વિતરણ કરાયું હતું.

આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લતાબહેન વસાવા, સામાજીક આગેવાનશ્રી પિંટુભાઇ મોદી, શ્રી વસંતભાઇ, શ્રી નારણભાઇ, શ્રી રમેશભાઇ, ખેડૂત આગેવાનશ્રી અંબુભાઇ પટેલ, તાલુકા પંચાયતના સભ્‍યશ્રીમતી

શકુબહેન વસાવા, સેંગપુર ગામના સરપંચશ્રી વિજયસિંહ સોલંકી, મદદનીશ ખેતીવાડી વિસ્‍તારના અધિકારીશ્રી ડી.એમ.પટેલ, તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ, ગામજનો આગેવાનો અને પ્રજાજનો ઉપસ્‍થિત રહયાં હતાં.

 

ગામડાઓના વિકાસ માટે રાજ્‍ય સરકારે અથાગ પ્રયાસો આદર્યા છે.

ગામના વિકાસ માટે ગ્રામજનોએ જાગૃત્તા દાખવવી જરૂરી.

-: ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ

સેંગપુર ખાતે નવનિર્મિત આર.સી.સી. રસ્‍તાનું લોકાપર્ણ કરતાં ધારાસભ્‍યશ્રી.

ભરૂચઃ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ખાતે રૂા.૫.૭૫ લાખના ખર્ચે તૈયાર કાયેલ આર.સી.સી. રસ્‍તાનું લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રમાં અગ્રેસર છે ત્‍યારે ગામડાઓના સુખ-સમૃધ્‍ધિ માટે અનેક વિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્‍યા જેના પરિણામો જોઇ શકાય છે.

ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળ ગુજરાતે છેલ્લા દસ વર્ષમાં વિકાસ ક્ષેત્રે અનોખી સિધ્‍ધિઓ હાંસલ કરી છે. એટલું જ નહિ ગામડાઓમાં ભૌતિક માળખાગત સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે. જે વિકાસના મીઠાં ફળો છેવાડા સુધી પહોંચ્‍યા છે. વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાઓમાં રસ્‍તા, વિજળી, આરોગ્‍ય અને શિક્ષણ જરૂરી સગવડ ઉભી કરવામાં આવી છે. સાથો-સાથ આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્‍ય સરકાર ધ્‍વારા અનેક યોજનાઓ અમલિત બનાવાઇ છે. જેના લીધે તેઓ આર્થિક સધ્‍ધર થયા છે.

આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લતાબહેન વસાવા, સામાજીક આગેવાનશ્રી પિન્‍ટુભાઇ મોદી, શ્રી કેતનભાઇ, શ્રી નારણભાઇ, શ્રી વસંતભાઇ, ખેડૂત આગેવાનશ્રી અતુલભાઇ પટેલ, તાલુકા પંચાયતના સભ્‍ય શકુબહેન વસાવા, સેંગપુર ગામના સરપંચ શ્રી વિજયસિંહ સોલંકી, માજી સરપંચશ્રી વિજયસિંહ દોડિયા તેમજ અધિકારીઓ-પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ર્ડા.આંબેડકરજીના જીવન કવન ઉપર નિબંધ સ્‍પર્ધાઓ

ભરૂચઃ

ભારત સરકારના ર્ડા.આંબેડકરજી પ્રતિષ્‍ઠાન અને સામાજીક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલયના ઉપક્રમે હિન્‍દી અને અંગ્રેજી ભાષામાં ર્ડા.આંબેડકરજીના જીવન કવન ઉપર રાષ્‍ટ્રિય કક્ષાએ એક નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરાયું છે.

આ સ્‍પર્ધામાં '' શ્રેણીમાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને 'બી' શ્રેણીમાં કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જેમાં રોકડ પુરસ્‍કાર રૂા.૨૫ હજાર, રૂા.૧૫ હજાર, રૂા.૧૦ હજાર છે.

વિષયોએ શ્રેણીમાં ર્ડા.આંબેડકર સોસીયલ રીફોરમર બે હજાર શબ્‍દોમાં બી શ્રેણીમાં ર્ડા.આંબેડકર અને મહિલા શસક્‍તિકરણ સાડાત્રણ હજાર શબ્‍દોમાં આ ઉપરાંત વેબસાઇટ www.ambedkarfoundation.nic.in ઉપરથી પણ વિગતો જાણી શકાશે. કોલેજ કક્ષા માટે પુરસ્‍કાર રૂા.૧ લાખ, રૂા.૫૦ હજાર અને રૂા.૨૫ હજાર છે. વધુ વિગતો માટે ઉપરોક્‍ત વેબસાઇટ ઉપર જઇ શકાય અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભરૂચ માધ્‍યમિકનો સંપર્ક કરવાનો રહેશે.

 

વાહન માલિકોને પસંદગીનો નંબર મેળવવા નોંધે

ભરૂચઃ એ.આર.ટી.ઓ., ભરૂચ કચેરીમાં ટ્રાન્‍સપોર્ટ વાહનો માટે તા.૬/૬/૨૦૧૩ ના રોજ GJ-16-Z નં.0001 TO 9999 સુધીના નંબરની સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીના નંબર મેળવવા અરજદારે પોતાનું વાહન રજીસ્‍ટ્રેશન કરાવેલું હશે તેવી જ અરજીઓ રૂબરૂમાં બંધ કવરમાં સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરીના કારકુનશ્રી સમક્ષ તા.૫/૬/૨૦૧૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ સીલેકટેડ નંબરના ફોર્મમાં બંધ કવરમાં દર્શાવવાની રહેશે જેની જાહેરજનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, ભરૂચની એક યાદીમાં જણાવ્‍યું છે.

 ડિપ્‍લોમાં ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષમાં જોડાવા માટે અરજીઓ મંગાવાઇ.ભરૂચઃ ભારત સરકાર સંચાલીત ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેન્‍ડલુમ ટેકનોલોજી, જોધપુર(રાજસ્‍થાન) ખાતે જુલાઇ-૨૦૧૩ થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્‍લોમાં ઇન હેન્‍ડલુમ ટેકનોલોજી કોર્ષના પ્રથમ વર્ષમાં દાખલ થવા ઇચ્‍છતા તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાદા અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશ્‍નર, કુટિર અને ગ્રામોધોગ, બ્‍લોકનં.૭/૧, ઉદ્યોગભવન, ઘ-૪, સેકટર-૧૧, ગાંધીનગરની કચેરીને તા.૧૫/૬/૨૦૧૩ સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારે પોતાનો મોબાઇલ નંબર અવશ્‍ય લખવાનો રહેશે.

જરૂરી લાયકાતોમાં ઉમેદવારે ધોરણ-૧૦ અંગ્રેજી વિષય સાથે ૪૫ ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવું જોઇએ. ગણિત, વિજ્ઞાનના વિષયોમાં ઓછામાં ઓછા ૫૦ ટકા માર્કસ મેળવેલ હોવા જોઇએ. અનુસુચિત જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૫ ટકાની છુટછાટ આપવામાં આવશે. ઉમેદવારોની વય મર્યાદા તા.૧/૭/૨૦૧૩ ના રોજ ૧૫ થી ૨૧ વર્ષ હોવી જોઇએ તથા અનુસુચિતજાતિ અને અનુસુચિતજાતિના ઉમેદવારો માટે ૧૫ થી ૨૩ વર્ષ હોવી જોઇએ. ત્રણ વર્ષના કોર્ષ માટે પસંદ થયેલ ઉમેદવારો તેની નિયમિતતા અને કામગીરી ધ્‍યાને લઇ પ્રથમ વર્ષ રૂા.૪૦૦/-, બીજા વર્ષે રૂા.૪૫૦/- અને ત્રીજા વર્ષે રૂા.૫૦૦/- લેખે માસિક શિષ્‍યવૃત્તિ સંસ્‍થા તરફથી ચુકવવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારે સ્‍ટાઇપેન્‍ડ બોન્‍ડ આપવાનું રહેશે. રૂબરૂ પસંદગી માટે બોલાવવામાં આવે ત્‍યારે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે તેમ સંયુક્‍ત નિયામક(ટેક્ષ્ટાઇલ) કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગરની એક યાદીમાં જણાવ્‍યું છે.  

 

કલ્યાણકારી યોજનાઓનો સંદેશો છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે નાટક, લોકડાયરા, ભવાઇ જેવા પ્રચારલક્ષી કાર્યક્રમો ઉપકારક બની રહ્યા છે

લીમપુરા ગામે " ધરતીના છોરૂ " નાટકના કાર્યક્રમને ખુલ્લો મુકતાં  નાયબ માહિતી નિયામકશ્રી ગાદીવાલા

કૃષિ પ્રચારલક્ષી ઝુંબેશમાં રંગમંચ અને લોકસાહિત્યના કલાકારો કાર્યક્રમોમાં ગમ્મત સાથે જ્ઞાન પીરસી જિલ્લાભરમાં ધૂમ મચાવી રહ્યા છે

અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ અમે ગામડાના માણસ છીએ,

ખેતર ખેડીને પાષાણે પોઢીને ખવરાવીને ખઇએ, ઓ ભાઇ, અમે ખવરાવીને ખઇએ

અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ અમે ગામડાના માણસ છીએ "

નર્મદાઃ નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલે કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન ગામેગામ ઘૂમી રહેલા કૃષિરથની સાથોસાથ આ ગામો અને તેની આસપાસના વિસ્તારના ગામોમાં ધરતીપુત્રો – પશુપાલકોમાં કૃષિલક્ષી વિકાસની યોજનાઓ સહિત વૈજ્ઞાનિક ઢબે ઓછા ખર્ચે મબલક ઉત્પાદન મેળવવા માટેની લોકજાગૃત્તિ કેળવવાના હેતુસર નર્મદા જિલ્લા માહિતી કચેરીના ઉપક્રમે ગઇકાલે તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે યોજાયેલા "ધરતીના છોરૂ" ના પ્રચારલક્ષી નાટકના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગમંચના કલાકારોએ ગ્રામજનોને ગમ્મત સાથે જ્ઞાન અને મનોરંજન પીરસ્યુ હતું. નાટકના કાર્યક્રમની સાથોસાથ કઠપુતળીના યોજાયેલા કાર્યક્રમની પણ  ગ્રામજનોએ રંગત માણી હતી.

ગઇકાલે રાત્રે લીમપુરા ગામે જિલ્લા માહિતી વિભગ દ્વારા અમદાવાદના ટી.વી.-રેડીયોના કલાકારો દ્વારા રજૂ કરાયેલા "ધરતીના છોરૂ" નાટ્ય પ્રયોગને ખુલ્લો મુકતાં નર્મદા જિલ્લાના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલાએ તેમના ઉદબોધનામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો છેવાડાના માનવી સુધી સંદેશો પહોંચાડી તેના લક્ષિત લાભાર્થી/વ્યક્તિ અને જૂથો મહત્તમ પ્રમાણમાં લાભ મેળવી તેમનું જીવનધોરણ ઉચું આવે તેવા આશયથી રાજ્યના માહિતી વિભાગ દ્વારા પરંપરાગત પ્રચાર માધ્યમો અંતર્ગત નાટક, લોકડાયરા, ભવાઇ, પપેટ-શો(કઠપુતળી), કથા-કિર્તન જેવા વિવિધ પ્રચારલક્ષી કાર્યક્રમો કૃષિ મહોત્સવ, શાળા-પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ગરીબ કલ્યાણ મેળાઓ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ જેવા સરકારશ્રીના ફ્લેગશીપ કાર્યક્રમો દરમિયાન ઝુંબેશના રૂપમાં હાથ ધરવામાં આવે છે અને જન-જન સુધી તેનો સંદેશો ગુંજતો કરી જાગૃત્તિ કેળવવામાં આવે છે. તેમણે રાજ્ય સરકારના મુખપત્ર "ગુજરાત પાક્ષિક" અને ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિકના પ્રકાશન અંગે પણે વિસ્તૃત જાણકારી આપી આ અંકોની નોંધણી કરાવી તેનો મહત્તમ લાભ લેવાની પણ હિમાયત કરી હતી.

 ગઇકાલે યોજાયેલા આ કૃષિલક્ષી પ્રચાર નાટક "ધરતીના છોરૂ" કાર્યક્રમમાં અમદાવાદની પૂર્વી સેવા ટ્રસ્ટ્ના સંચાલકશ્રી ભરતભાઇ પંચોલીના દિગ્દર્શન અને નેજા હેઠળ કિરીટભાઇ ભટ્ટ, ગંગારામ દાદા અને અરૂણાબેન ચૌહાણ જેવા લોકકલાકારોએ પાણીનો બગાડ અટકાવી તેની બચત કરવા, જળસંચય, પર્યાવરણની જાળવણી અને તેની સુરક્ષા, ચેકડેમ-બોરીબંધ, ટપક સિંચાઇ પધ્ધતિ, ફુવારા, સોઇલ હેલ્થ કાર્ડ, બીજ માવજત, કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો અને માર્ગદર્શન મુજબના ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવાઓના છંટકાવ ઉપરાંત પશુપાલનમાં રસીકરણ શ્રેષ્ઠ પશુ ઓલાદની પસંદગી, પશુ આરોગ્યની માવજત સાથે દુધ ડેરીની પ્રવૃતિ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ ફળફળાદિ અને શાકભાજી જેવા બાગાયતી પાકોમાં ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી સમૃધ્ધ ખેતી દ્વારા આર્થિક સધ્ધરતા હાંસલ કરવાની વાતને આબેહુબ રીતે રજુ કરી હતી.

              અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા માહિતી વિભાગ દ્વારા જે તે  કલ્સ્ટરના ગામમાં કૃષિરથના કાર્યક્રમની આગલી રાત્રે ઝુંબેશના રૂપમાં હાથ ધરાયેલા ૨૧ જેટલા નાટકના અને ૪૯ જેટલા લોકડાયરાના કાર્યક્રમોના ભાગરૂપે લોકસાહિત્ય અને રંગમંચની જુદી-જુદી સંસ્થાના કલાકારો જિલ્લાના ચારેય તાલુકાઓમાં તેમની કુશળ કલાના માધ્યમથી કૃષિ મહોત્સવની જાણકારી અને મનોરંજન સાથે ગામેગામ ધૂમ મચાવી રહ્યાં છે.

              કાર્યક્રમના અંતમા ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતાં અને ગામ્ય સંસ્કૃતિને પણ ઉજાગર કરતાં "અમે ગામડાના માણસ છીએ, ઓ ભાઇ, અમે ગામડાના માણસ છીએ" – "ખેતર ખેડીને પાષાણે પોઢીને ખવરાવીને ખઇએ, ઓ ભાઇ, અમે ખવરાવીને ખઇએ" - અમે ગામડાના માણસ છીએ" ના રજુ થયેલા ભાવવાહી ગીતે પ્રેક્ષકોને રીતસરના ડોલાવી દીધા હતા.

આ પ્રસંગે લીમપુરા ગામના સરપંચ શ્રીમતી પાર્વતીબેન વણકર, પૂર્વ સરપંચશ્રી શીવરામભાઇ રબારી, ગામના અગ્રણીઓ શ્રી અર્જુનભાઇ બારીયા, શ્રી દેવશીભાઇ, શ્રી મહેશભાઇ વણકર સહિત માહિતી પરિવારના શ્રી આર.બી.જેઠવા, શ્રી જે.એસ.ખરાડી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રારંભમાં શ્રી કિરીટભાઇ ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ અને અંતમાં શ્રી ભરતભાઇ પંચોલીએ આભારદર્શન કર્યુ હતુ.

 રાજપીપલા માહિતી કચેરી ખાતેથી રોજગાર સમાચારનો માર્ગદર્શન વિશેષાંક વેચાણથી ઉપલબ્ધનર્મદાઃ માહિતી ખાતાએ વાર્ષિક પરંપરા અનુસાર જાણકારીના ભંડાર જેવા દળદાર ગુજરાત રોજગાર સમાચારના કારકીર્દી માર્ગદર્શન વિશેષાંકનું પ્રકાશન કર્યું છે. આ વિશેષાંકમાં વિવિધ વિષયોના તજજ્ઞોના દશમા અને બારમા ધોરણ પછીના શૈક્ષણિક અભ્યાસક્રમો અને તાલીમોની સગવડો, પ્રોફેશનલ કોર્સિસ અને સંસ્થાઓ સહિતની ઉપયોગી માહિતી આપતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર રૂ|.૨૦/- ની કિંમતે આ વિશેષાંકનું જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા, જિ.નર્મદા ખાતેથી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન ઉપલબ્ધ થશે, જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.

ભદરપાડા  અને રંભાસ ખાતે કિશાન સભા યોજાઇ

ડાંગઃ ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્‍સવની ઉજવણી નિમિતે તા.૨૩મી મે મેના રોજ કિસાન રથ તાલુકા પંચાયતની સાકરપાતળ બેઠક મતદાર વિભાગના ગામોમાં પરિભ્રમણ કરી ભદરપાડા ખાતે તથા ૨૪ મેના રોજ તાલુકા પંચાયતની દગડીઆંબા બેઠક વિસ્‍તામાં ફરી રંભાસ ખાતે કિસાન સભા યોજાઇ હતી. તેમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા  વેજ્ઞાનિક ખેતી પધ્‍ધતિઓ , ખેતીની જમીનની માવજત કેવી રીતે કરવી , જમીન ચકાસણી કરાવવા, જમીનમાં રહેલ ઉણપો દૂર કરવા કયા ­કારના ખાતરનો સ­માણ ઉપયોગ કરવો ,  પરંપરાગત લેવાતા પાકોનું આધૂનિક ઢબે વાવેતર કરવા બગાયત ઉછેર ­વૃતિ , તથા વંશપરંપરાગત ચાલતી આદર પધ્‍ધતિ ખેતીની જમીનને કેટલી નુકશાન કારક હોય છે વિગેરે અંગે ખેત વિષયક ગહન માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.આદર સીસ્‍ટમ બંધ કરી આધુનિક વૈજ્ઞાનિક પધ્‍ધતી અપનાવી ખેતી કરવા ખેડૂતો પર ભાર મૂકયો હતો. ભદરપાડા ખાતે ધારાસભ્‍યશ્રી મંગળભાઇ ગાવિત તથા ઉપસ્‍થિત મહાનુંભાવોના હસ્‍તે જરૂરીયાત મંદ ખેડુતોને  ખેતીવાડીની કીટસ, તથા પશુપાલનની કિટસનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે ઠકકર માજી પ્રમુખશ્રી રામજીભાઇ તથા તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્‍યો , સરપંચશ્રી તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. 

 ડાંગના આદિવાસી ખેડૂતો નેટહાઉસથી ખેતી કરતા થયા..

ડાંગઃ ગુજરાતનું ચેરાપુંજી એટલે ડાંગમાં રાજયનો સૌથી વધારે વરસાદ પડે છે પરંતું અહીંનો વિસ્‍તાર ઢોળાવ વાળો હોવાના કારણે બધુ પાણી સમુદ્દમાં જહી જાય છે અને અને ફકત એકજ સિઝનમાં ખેડૂતો ખેતી કરી શકે છે. ડાંગ જિલ્લામાં ખેડૂતો હવે બાગાયતી પાકો જેવા કે ફળ, ફુલ અને શાકભાજી ના પાકો તરફ વળી ગયા છે અને ત્રણે સિઝનમાં બાગાયતી પાકો મેળવતા થયા છે. ડુંગરાળ જમીનમાં બાગાયતી પાકોથી વિશેષ ઉત્‍પાદન મેળવી શકાય છે.

ડાંગમાં છેલ્લા બે વર્ષમાં ૧૩૦ જેટલા નેટહાઉસ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ફળ, ફૂલ ,હળદર તથા શાકભાજી જેવા પાકોનું ઉત્‍પાદન મેળવવામાં આવે છે.  જામલાપાડા ગામે હળદર પ્રોસેસીંગ પ્રોજેકટ સ્‍થાપવામાં આવેલ છે જેનાથી ડાંગના ખેડૂતોને ખૂબજ ફાયદો થયેલ છે. ચાલુ વર્ષે બાગાયત કચેરી તરફથી નેટહાઉસથી ખેતી કરવા માગતા જિલ્લાના ૨૩૫ ખેડૂતોની અરજી તથા પોલીહાઉસથી ખેતી કરવા માગતા ૫ ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવેલ છે એમ મદદનીશ બાગાયત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.  

 ૨૬ મે રવિવારના રોજ આહવા ખાતે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાશે

ડાંગઃ લાર્સન અને ટુબ્રો હજીરા તથા સેવાધામ ડૉ.આંબેડકર વનવાસી કલ્‍યાણ ટ્રસ્‍ટ, આહવા ડાંગ દ્વારા તા.૨૬/૦૫/૨૦૧૩ રવિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે ૧ વાગ્‍યા સુધી સેવાધામ ,સનસેટ પોઇન્‍ટની સામે, આહવા ખાતે મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંખ, કાન, નાક,ગળા,સ્ત્રી રોગ, બાળરોગ તથા સામાન્‍ય રોગો માટે શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સુરતથી આવનાર નિષ્‍ણાંત ડોકટરો દ્વારા દર્દીઓની તપાસ કરી જરુરીયાત મંદોને માર્ગદર્શન તથા દવા અને આંખના દર્દીઓને ચષ્‍મા આપવામાં આવશે. એમ ડૉ.આંબેડકર વનવાસી કલ્‍યાણ ટ્રસ્‍ટ, આહવા ડાંગની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 ડૉ.એસ કે નંદા માન. અધિક મુખ્‍ય સચિવશ્રીનો ડાંગ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ડાંગઃ માન. અધિક મુખ્‍ય સચિવ, ગૃહ વિભાગ ગાંધીનગર અને પ્રભારી સચિવશ્રી , તા. ૨૪/૫/૨૦૧૩ના રોજ ગાંધીનગરથી નીકળી સાંજે ૧૮ કલાકે આહવા સર્કિટહાઉસ ખાતે આગમન કરશે. તથા તા. ૨૫/૦૫/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આહવા સર્કિટહાઉસ ખાતે દમણગંગા વિભાગની કામગીરીની સમિક્ષ, તા.૦૯/૦૯/૨૦૧૨ની બેઠકની કાર્યવાહીની નોંધ, જિલ્લાની કાયદા વ્‍યવસ્‍થા , તથા અછત ઘાસ ચારા, આગામી ચોમાસા દરમ્‍યાનની વ્‍યવસ્‍થા વિગેરે અંગે ડાંગ જિલ્‍લના અધિકારીઓ જોડે બેઠક યોજશે જેમાં અધિકારીઓને વિગતો સાથે હાજર રહેવા જણાવાયું છે.  સાંજે ૧૮ કલાકે સાપુતારા ખાતે રાત્રી રોકાણ કરી સાપુતારાના વિકાસ સ્‍થળોની મુલાકાત લઇ અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે એમ કલેકટરશ્રી આહવા ડાંગની  

10 Hottest Bikes




10 Hottest Bikes

Lets appreciate the beauty and power of these machines! Feast your eyes.
The Electric Brammo Empulse.


1940 custom Indian by the Gasbox.

1972 Triumph Bonneville cafe racer.

2013 KTM 1190 Adventure.

2013 Moto Guzzi California 1400.

BMW K1600GT.

Harley Davidson 1938 UL.

2011 Harley-Davidson Rocker C.

Honda CB1000R aka The Hornet Honda.

Kawasaki-Z750R.

SRI LANKA - ASIA






SRI LANKA - ASIA