જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવા
ખૂબ આવશ્યક છેઃ મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલ
સૂરતઃ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ-વાડી દ્વારા સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આજરોજ આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ૨૧૧ જેટલા નવદંપતિઓએ લગ્નબંધને બંધાઈ પ્રભુતામાં પગલા માંડયા હતા.
સમાજમાં પ્રવર્તમાન જાતિગત-આર્થિક ઉચ નીચના ભેદભાવ મિટાવવા આ પ્રકારના સંસ્કારયુકત સમૂલગ્ન જેવા કાર્યક્રમો યોજવાની ખૂબ આવશ્યકતા છે.
ઉપર મુજબ રાજયના મહેસૂલ, માર્ગ-મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજરોજ માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ-વાડી દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું.
સમાજના સંપન્ન પરિવારો પોતાના સંતાનોના લગ્નો સમૂહલગ્નના કાર્યક્રમમાં યોજી સમાજમાં ઉચનીચની ખાઈ પુરે તેવી અપેક્ષા વ્યકત કરતા શ્રીમતિ આનંદીબેન પટેલે આ સમૂહલગ્ન સમારોહમાં લગ્નબંધને બંધાયેલ નવદંપતિઓને પરસ્પર વિશ્વાસ ભરોસો રાખી દામ્પત્ય જીવનને સુમધુર બનાવવાની શીખ પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજય સરકારે આદિજાતિ માટે શિક્ષણના દ્વારો ખોલ્યા છે ત્યારે અત્રે લગ્નગ્રંથીથી જોડાનાર નવદંપતિ પોતાનો અભ્યાસ અધુરો ન છોડે અને વાલીઓ તેમનો અભ્યાસપૂર્ણ કરાવે તેવી અપેક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.
આદિજાતિના સર્વાંગી ઉત્કષાર્થે પોતાનું અત્યાર સુધીનું જીવન ખર્ચનાર અને આ ખૂબ જ અધરૂ કાર્ય આ વિસ્તારમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, તેમના બંધુ શ્રી અમરસિંહ વસાવા અને વસાવા પરિવાર કરી રહ્યો છે. તેમાં દાતાઓનો હરહંમેશ સહયોગ મળ્યો છે. તેને સરાહતા મંત્રીશ્રીમતિ આનંદીબેન પટેલે આદિજાતિ ઉત્કર્ષના આ યજ્ઞકાર્યમાં સૌ સહયોગી બને તેને આવકારદાયક ગણાવી આયોજકોને, સુંદર વ્યવસ્થા બદલ તેમની ટીમને બિરદાવતા નવદંપતિઓને શુભ કામનાઓ આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી આર.સી.ફળદુએ વનવાસીક્ષેત્રમાં વનવાસી સમાજ વિશે-તેમના વિકાસની ચિંતા કરી કાર્યો હાથ ધરવા અને ભવિષ્યની ભાવિપેઢીના હિતાર્થે લાભદાયક તમામ કાર્યો હાથ ધરવા બદલ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટને સર્વપ્રથમ અભિનંદન આપતા ટ્રસ્ટે સમાજના ઉત્કર્ષની એક મિશાલ ઉભી કર્યાનું જણાવ્યું હતું.
સમાજ ઉત્થાનના વિવિધ પ્રકલ્પો સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ-વાડી દ્વારા ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે અને આદિજાતિના યુવાનોમાં રહેલી ક્ષમતાઓને ઉજાગર કરી તેને પ્લેટફોર્મ પુરુ પાડવાનું, ગરીબ ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે ૧૧(અગિયાર) હજાર ગાયોનું વિતરણ, ખેતકામ માટે ૦૪(ચાર) હજાર બળદની જોડીઓ આપવી, ગરીબોના, વિકલાંગોના જીવનમાં આરોગ્યલક્ષી સેવાઓ જેવી માનવતાલક્ષી ટ્રસ્ટની સેવાકીય સમાજલક્ષી પ્રવૃતિઓને પણ શ્રી ફળદુએ બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રી સમાજ જીવનના તમામ વર્ગો-ક્ષેત્રોની ત્રુટિઓ દુર કરી સમાજના સર્વાંગી વિકાસના દ્વારો ચોતરફથી ખુલે અને ભાવિ પેઢી પણ સુખી-સંપન્ન બને તેવી દીર્ધદ્રષ્ટિથી કાર્ય કરી રહ્યા છે તેમ જણાવતા શ્રી ફળદુએ નવદંપતિઓને મંગલમય દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ આપી હતી.
સાંસદ(રાજયસભા) શ્રી ભરતસિંહ પરમારે આદિજાતિ માટેની રાજય સરકારની સંવેદનશીલ વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ લેવા આદિજાતિ સમાજને અનુરોધ કરી સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ-વાડીની સમાજલક્ષી સેવાઓને બિરદાવતા નવદંપતિઓને શુભકામનાઓ આપી હતી.
કાર્યક્રમ પ્રારંભે વન-પર્યાવરણ, આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અને સમૂહલગ્નના સંયોજક એવાશ્રી ગણપતસિંહ વસાવાએ સૌને આવકારતા સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ-વાડી દ્વારા કરાતી ગૌસેવા-ગૌદાન, રમત-ગમત પ્રોત્સાહન, સંત મેળાવડા આયોજન, વિકલાંગ સહાય, સમૂહલગ્ન, આરોગ્ય સેવા, અન્ન દાન, વષાદાન, શૈક્ષણિક સેવા અને આફત સમયે રાહતકાર્ય જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની ટુંકમાં વિગતો આપી હતીે
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, પૂર્વ ડી.એસ.પી.શ્રી અમરસિંહ વસાવા અને ટ્રસ્ટ-વાડીના પ્રમુખશ્રી રીતેશભાઈ વસાવાના હસ્તે સમૂહલગ્નના મુખ્ય દાતાઓને પુષ્પગૂચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કેવલજ્ઞાન પીઠ ગુરુગાદી સારસાપુરીના આચાર્યશ્રી અવિચલદાસજી, કડોદરા સ્વામી નારાયણમંદિરના મહંતશ્રી કે.પી.શાષાીજી, શ્રી કબીર મંદિર-વડોદરાના મહંતશ્રી પ્રિતમદાસજી, ભાથીજી સંપ્રદાય-વાડીના મહારાજશ્રી ગોવિંદભાઈ મધુદાસે નવદંપતિઓને આર્શીવચન આપ્યા હતા.
આ સમૂહલગ્ન સમારોહમાં પાણી-પુરવઠા રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી જનકભાઈ બગદાણાવાળા, ઈશ્વરભાઈ પરમાર, અજયભાઇ ચોકસી, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, આર.સી.પટેલ, અરૂણસિંહ રાણા, મુકેશભાઈ પટેલ, કાંતિભાઈ ગામીત, કનુભાઇ દેસાઈ, પિયુષભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી જય પ્રકાશ શિવહરે, તાપીના કલેકટરશ્રી રંજીથકુમાર જે., જિલ્લા વિકાસ અધિકારી(તાપી)શ્રી ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી કાનજીભાઈ પટેલ, વર-વધુના વાલીઓ જિલ્લા/તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં દાતાઓએ લાખોના દાનની સરવાણી વહેવડાવીઃ
સૂરતઃ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી દ્વારા માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ-૨૦૧૩માં ૨૧૧ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયાં હતા. આ પ્રસંગને દિપાવતા અનેક મહાનુભાવઓએ લાખોના દાનની સરવાણી વહાવી હતી.
સમૂહલગ્નમાં હિમતભાઈ ખેની, જેન્તીભાઈ ઝરીવાલા, પ્રમોદભાઈ ચૌધરી, જયશેભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, કેપ્ટન નયુમ સૈયદ, રાજુભાઇ પાઠક, માનસિંગભાઈ પટેલ, શિવલાલ ગોહિલ, મિલનભાઈ ચોકસી, નિતેશભાઈ મૌવા, વિમલભાઇ જૈન, પંકજભાઈ ગોપાણી, વિકાસભાઈ મિત્તલ, અશોકભાઈ ખૈની, પ્રદિપભાઈ જુનૈઝા, રાધેશ્યામગર્ગ, દિપટ્રસ્ટ નાની નરોલી, દુશ્યતભાઈ ત્રિવેદી, વિપુલભાઈ દેસાઈ, સુરેન્દ્રસિંહજી, હરેશભાઈ સાકરિયા જેવા અનેક મહાનુભાવોએ આ સમૂહલગ્નમાં દાનની સરવાણી વહાવી હતી. જયારે ગાયત્રી પરિવારે સમૂલગ્ન પ્રસંગે નિઃશુકલ સેવા બજાવી હતી.
ડાઉન લોડ કરી શકાશે.
આગામી ૮મીએ ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે મોકડ્રીલ યોજાશેઃ
સૂરતઃ નેશનલ ડીઝાસ્ટ્રાર મેનેજમેન્ટ ઓથોરીટી અને ડીસ્ટ્રીક ડીઝાસ્ટર અને ઔદ્યોગિક એકમો હજીરા દ્વારા તા.૮મીએના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ નિવૃત બિગ્રેડીયર ડો. બી.કે.ખન્નાના માર્ગદર્શન હેઠળ યોજાશે. તેઓશ્રી તા.૬/૫/૧૩ના રોજ નવી દિલ્હીથી સુરત એરપોર્ટ ખાતે સાંજે ૫.૪૦ વાગે આવશે. અને તા.૮/૫/૧૩ના રોજ રાત્રે ૮.૦૦ વાગે દિલ્હી જવા રવાના થશે.
વ્યારા નગરપાલિકા પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે ૭મીએ તરણકુંડ ખાતે બેઠક યોજાશેઃ
સૂરતઃ તાપી જિલ્લાા વ્યારા નગરપાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખ ચૂંટણી સંદર્ભે સામાન્ય બેઠક તા.૭/૫/૧૩ના રોજ સવારે ૧૧.૦૦ વાગે તરણકુંડ વ્યારા ખાતે રાખવામાં આવી છે.
આ બાબતે ચુંટાયેલા તમામ ચુંટાયેલા સભ્યોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ સ્થાનિક નોટિસ બોર્ડ પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે. ચૂંટણી સંદર્ભે નાયબ કલેકટરશ્રી વ્યારા પ્રાંત-વ્યારા જિલ્લો તાપીની પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ સંદર્ભે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારીની ઈચ્છા ધરાવનાર સભ્યોએ ઉમેદવારી પત્ર ભરી પ્રિસાઈડીંગ ઓફિસરની સમક્ષ રજુ કરવાના રહેશે.
નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે દરમિયાન યોજાનારા કૃષિમહોત્સવ અંતર્ગત ૭૦ ગામોમાં ૪ જેટલા કૃષિરથ પરિભ્રમણ કરશે
રૂ|.૩૦૭.૫૪ લાખના ખર્ચની ૧૬૦૯૨ લાભાર્થીઓને કૃષિ-બાગાયત-પશુપાલનની કિટસનું થનારૂ વિતરણ :
૮૦ હજાર પશુધનને રસીકરણ અને ૮૦૦ પશુઓને કૃત્રિમ બીજદાન કરાશે
ધરતીપુત્રો, પશુપાલકોને યોજનકીય કિટસના વિતરણ સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારાઆધુનિક ખેત પધ્ધતિ અંગે માર્ગદર્શન આપી ધરતીપુત્રોના પ્રશ્નોનું નિરાકરણ કરાશે
જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉજવણીની પૂર્વ તૈયારીઓને અપાઇ રહેલો આખરી ઓપ
રાજપીપલાઃ આગામી તા.૧૪ મી મેથી તા.૩૧ મી મે, ૨૦૧૩ દરમિયાન યોજાનારી રાજ્ય કૃષિ મહોત્સવની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ આ કૃષિ મહોત્સવને અસરકારક અને પરિણામદાયક બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી રાકેશ શંકરના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆકની રાહબરી હેઠળ આ ઉજવણીના આયોજનની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યોં છે.
નર્મદા જિલ્લામાં કૃષિ મહોત્સવ- ૨૦૧૩ ની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી એસ.છાકછુઆક જિલ્લાના કૃષિ-બાગાયત, પશુપાલન, સિંચાઇ, મત્સ્ય, વન અને આદિજાતી વિભાગ વગેરે સહિતના જિલ્લા વહિવટીતંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના વિવિધ વિભાગોના સંકલન ઉપર દેખરેખ રાખી રહ્યાં છે અને આ ઉજવણી દરમિયાન લાભાર્થી ધરતીપુત્રો ખાસ ઉપસ્થિત રહે તે જોવા અને ઉપસ્થિત રહેનાર લાભાર્થીઓને જ કૃષિ, બાગાયત, પશુપાલન સહિતના અન્ય વિભાગની યોજનાકીય સહાયના કિટસનું વિતરણ થાય તેની ખાસ કાળજી રાખવા અમલીકરણ અધિકારીઓને સુચના અપાઇ છે.
નર્મદા જિલ્લામાં તા.૧૪ મી મે થી તા.૩૧ મી મે, ૨૦૧૩ સુધી કૃષિ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લાના નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતની ૧૮-૧૮ તેમજ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ૧૭-૧૭ બેઠકો મુજબના જિલ્લાના કુલ ૭૦ જેટલા ક્લસ્ટર ગામોમાં ૪ જેટલા કૃષિરથ ગામેગામ ફરીને ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ વૈજ્ઞાનિકો અને સંબંધિત અધિકારીઓ દ્વારા તાલુકાની થીમ આધારીત વૈજ્ઞાનિક ખેતપધ્ધતિ અંગેનું માર્ગદર્શન પુરૂં પાડશે.
આ કૃષિમહોત્સવની ઉજવણી દરમિયાન દરેક ગામે ખેતીવાડી ખાતના ૧૫ થી ૧૮ લાભાર્થીઓ, બાગાયત ખાતાના ૧૦ થી ૧૨ લાભર્થીઓ અને પશુપાલન ખાતાના ૫ લાભાર્થીઓને વિનામૂલ્યે અપાનારી કિટસનું વિતરણ કરવામાં આવશે, જેમાં રૂ|.૨૩૯.૫૮ લાખના ખર્ચે ૮૫૪૬ લાભાર્થીઓને કૃષિ કિટસ, રૂ|.૫૭.૯૬ લાખના ખર્ચે ૯૭૯૬ લાભાર્થીઓને બાગાયતી કિટસ અને રૂ|.૧૧ લાખના ખર્ચેની ૨૭૫૦ પશુપાલાન કિટસ આવરી લેવામાં આવી છે. તદઉપરાંત જિલ્લાના ૮૦ હજાર પશુધનને ગળસુંઠા અને ખરવામોવાસાનું રસીકરણ અને ૮૦૦ પશુઓને નિઃશુલ્ક કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાનું પણ આયોજન કરાયું છે. જે અન્વયે હાલમા જિલ્લામાં તા.૧ લી મે થી પશુઓને રસીકરણની પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી ૩૧ મી મે, ૨૦૧૩ સુધી ચાલુ રહેશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પટેલના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સારૂ ઉત્પાદન મેળવવા માટેના મુખ્યત્વે કપાસ, કેળ, શેરડી, તુવેર, ડાંગર, શાકભાજી, સોયાબીન, મકાઇ અને જુવાર જેવા પાકોની પસંદગી કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકાઓ માટેના કૃષિરથો તાલુકાની થીમ આધારીત તૈયાર કરવામાં આવ્યા છે. નાંદોદ માટે કેળ, કપાસ, શેરડી, તુવેર, જુવાર જ્યારે તિલકવાડા તાલુકા માટે કેળ, કપાસ, તુવેર તેમજ ડેડીયાપાડા તાલુકા માટે તુવેર, ડાંગર અને નેટ હાઉસ અને સાગબારા તાલુકા માટે કપાસ, તુવેર, ડાંગર, સોયાબીન, નેટ હાઉસની થીમ ઉપરાંત આ તમામ તાલુકાઓમાં પશુપાલન, મત્સ્ય, શાકભાજી, મુલ્યવર્ધન તથા જળસંચય અને હાઇટેક ખેતી-બાગાયતની થીમ નક્કી કરવામાં આવી છે અને તે મુજબ ધરતીપુત્રોને તેમના ખેત ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પુરૂ પડાશે.
નર્મદા જિલ્લાનાં પ્રત્યેક તાલુકાના કૃષિરથ સાથે બબ્બે ઝોનલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે અને તેઓ સમગ્ર ઉજવણી દરમિયાન કૃષિરથ સાથે તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ નિભાવશે, તદઉપરાંત દરેક ક્લસ્ટર મુજબના ગામે આ ઉજવણી સંદર્ભે રાજ્યપત્રિત અધિકારીઓની પણ નોડલ અધિકારી તરીકે નિમણંક કરીને જે તે ગામ-સ્થળની જવાબદારીઓ પણ સુપ્રત કરવામાં આવી છે.
આ ઉજવણી દરમિયાન જે તે ગામોમાં પ્રગતિશીલ ખેડૂતનો વક્તવ્ય, જિલ્લા/તાલુકા ખેડૂત પ્રેરણા પ્રવાસ, સોઇલ હેલ્થકાર્ડનું વિતરણ, જે તે ગામોમાં ખેડૂત સભાઓ યોજીને તેમના પ્રશ્નોની જાણકારી મેળવી કૃષિમહોત્સના કાર્યક્રમના દિવસે તેનું નિરાકરણ, કુપોષણ સામે જાગૃતિ કેળવવા આઇ.સી.ડીએસ. મારફત શાકભાજી વાવેતર અને ખોરાકમાં શાકભાજીનું મહત્વ વગેરેની જાણકારી સહિત જરૂરિયાતમંદોને કિચન-ગાર્ડન માટે શાકભાજી બિયારણનું વિતરણ તેમજ કૃષિમહોત્સવમાં હાજરી આપનાર ખેડૂતોને કૃષિ વિભાગની યોજનાના લાભમાં અગ્રિમતા આપવા ઉપરાંત કાર્યક્રમના સ્થળે લાભાર્થીની અરજી મંજુર કરવા તથા અગાઉથી આવેલ અરજી મુજબ સામગ્રી વિતરણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તદઉપરાંત થીમ આધારીત જિલ્લામાં ખેત ઉત્પાદન વધારવા માટે આયોજન ઘડી કાઢી તે દિશામાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.
જિલ્લામાં કૃષિમહોત્સવની ઉજવણીના પ્રારંભે તા.૧૪ મી ના રોજ સવારે નાંદોદ તાલુકાના ખડગદા, તિલકવાડા તાલુકાના ભાદરવા, ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા અને સાગબારા તાલુકામાં અમીયાર ગામોએથી કૃષિમહોત્સવનો શુભારંભ થશે અને ત્યારબાદ જે તે તાલુકામાં તેના નિર્ધારીત રૂટ મુજબ આ કૃષિરથને જિલ્લા/તાલુકા/ગામ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં પ્રસ્થાન કરાવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કૃષિમહોત્સવનો આ કાર્યક્રમ સવારના ૮=૩૦ કલાકથી બપોરના ૧=૩૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન યોજાશે. જેમાં જે તે તાલુકા અને ગામોના ખેડૂત ભાઇ-બહેનો, પશુપાલકો અને ગ્રામજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે નવા ઓરડાનું લોકાર્પણ :
વલસાડઃ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખોખરા ફળિયા પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં નવા બંધાયેલા શાળાના ઓરડાનું લોકાર્પણ જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી મીનાબેન ચૌધરી દ્વારા કરાયુ હતું. આ વેળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ વગેરેએ ખોખરા ફળિયા પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી, શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સહયોગની ખાતરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમલી જુદી જુદી યોજનાઓનો લાભ લઇને, વિદ્યાર્થીઓને આગળ આવવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વાલીઓને અનુરોધ કર્યો હતો. અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરતી ખોખરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.ડી.પટેલ, કેળવણી નિરીક્ષક શ્રીમતી કુસુમબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઇ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી ભુલાભાઇ પટેલ, ડાયેટના પ્રાચાર્યા શ્રીમતી કલ્પનાબેન ઉનડકટ, ગામના સરપંચ, એસ.એમ.સી.ના સભ્યો સહિત ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન શાળા આચાર્ય શ્રી બિપીનભાઇ પટેલે મહાનુભાવોને આવકાર્યા હતા. જ્યારે કાર્યક્રમના અંતે ઉપશિક્ષક શ્રી જયેશભાઇએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે શહેરના ૧૧ વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા Ñ
વલસાડઃ પ્રાચીન શહેર એવા વલસાડ નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇને શહેરના કેટલાક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવાની આવશ્યકતાને અનુલક્ષીને વલસાડ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.કે.ગઢવી દ્વારા નીચે જણાવ્યા મુજબના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયા છે.
એક જાહેરનામામાં જણાવ્યા મુજબ વલસાડ શહેર વિસ્તારમાં જાહેર જનહિતમાં ટ્રાફિક નિયમન માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વાહન ચાલકોને તેમના વાહનો પાર્ક ન કરવા, કે ઊભા નહીં રાખવા માટે જણાવાયું છે. આ વિસ્તારોમાં (૧) આઝાદ ચોકી ટાવરથી નવયુગ સ્ટોર ત્રણ રસ્તા સુધી, (ર) આઝાદ ચોકી ટાવરથી ભીડભંજન મંદિર સુધી, (૩) આઝાદ ચોકી ટાવરથી નાના તાઇવાડ મસ્જિદ સુધી, (૪) આઝાદ ચોકી ટાવરથી ગૌરવપથ રોડ હાલર ચાર રસ્તા સુધી, (૫) આઝાદ ચોકી ટાવરથી અદીના પેલેસ હોટલથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન સુધી, (૬) રામરોટી ચોકથી ભીડમંજન મંદિર જવાના ત્રણ રસ્તા સુધી, (૭) નવયુગ ત્રણ રસ્તાથી ખત્રીવાડ ભીડભંજન મંદિર સુધી, (૮) હાલર ચાર રસ્તાથી તીથલ રોડ ગવર્મેન્ટ કોલોની સુધી, (૯) કલ્યાણ બાગથી એસ.પી.સર્કલ થી હાલર ચાર રસ્તા સુધી, (૧૦) કલ્યાણ બાગથી એસ.ટી.ડેપો થઇ તરણકુંડ પાવર હાઉસ સુધી, અને (૧૧) એલ.આઇ.સી. ઓફિસથી કસ્ટમ ઓફિસ સુધીનો અંદરનો હાલર ક્રોસ રોડ. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એમ પણ વધુમાં જણાવાયું છે.
ગુંદલાવના માતા-પુત્રિ ગુમ થયા :
વલસાડઃ વલસાડ તાલુકાના ગુંદલાવ ખાતે રહેતી ૩૮ વર્ષિય મહિલા નામે લીલાબેન પ્રવિણભાઇ હરીજન તથા તેમની ૧૦ વર્ષિય પુત્રી આરતી પ્રવિણભાઇ હરીજન ગત તા.૮મી માર્ચ, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લીલાબેન તથા આરતી ગત તા.૮/૩/ર૦૧૩નાં રોજ ૩:૦૦ વાગ્યાના સુમારે ઘરેથી કોઇને પણ, કંઇ પણ કહ્યા વિના કયાંક ચાલી જતા ગુમ થયા છે તે આજદિન સુધી મળી આવેલ નથી. ગુમ થનાર મહિલા શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘંઉવર્ણ, ગોળ મોઢુ, ઊંચાઇ ૫ ફૂટ જેટલી છે. જ્યારે આરતીની ઊંચાઇ ૩ ફૂટ, રંગે ઘંઉવર્ણી, બન્ને ગાલ પર કાળા ડાઘ છે. તેણીએ ભુરા કલરનો સ્કૂલ યુનિફોર્મ પહેરેલ હતો. ગુમ થનાર મહિલા તથા તેની પુત્રી ગુજરાતી ભાષા જાણે છે. આ વર્ણનવાળી મહિલા તથા છોકરીની ભાળ કે પત્તો મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો ફોન નંબર : ૦૨૬૩૨-૨૪૪૨૯૮ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.
ગુજકેટની પરીક્ષા આપનાર પરિક્ષાર્થીઓ ધ્યાન આપે
વલસાડઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર આગામી તા. ૦૯/૦૫/૨૦૧૩ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૧૩ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્પષ્ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ (હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજયપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી-સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલ ટીકીટ લઇ જવી. આ હોલ ટીકીટની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવાની રહેશે. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં શાળા ઇન્ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્ઠ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરના સરનામે મોકલી આપવા ખાસ ફરજ પરના અધિકારી,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જણાવાયું છે.
ભરૂચઃ તા.૯/૫/૨૦૧૩ ના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૧૩ ની ફી રસીદમાં ફોટો આવેલ ન હોય કે સ્પષ્ટ દેખાય તેવો ન હોય તો ફી રસીદ(હોલ ટીકીટ)માં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી શાળાનાં આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય કે રાજ્યપત્રિત(ગેઝેટેડ) અધિકારીના સહી સિક્કા કરાવીને વર્ગખંડમાં હોલટીકીટ લઇ જવી તેની ઝેરોક્ષ કરાવી એક ઝેરોક્ષ નકલ ખંડ નિરીક્ષકને પરીક્ષા સમયે આપવી. અસલ ફી રસીદ ઉમેદવારે પોતે પોતાની પાસે રાખવી. જેઓની ફી રસીદમાં શાળા ઇન્ડેક્ષ નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્ટ-૫ ભરીને બોર્ડમાં નંબર ખોટો આવેલ હોય તેવા ઉમેદવારોએ પરિશિષ્ટ-૫ ભરીને બોર્ડમાં ગુજકેટ સેલ, ગાંધીનગરનાં સરનામે મોકલી આપવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એક યાદીમાં જણાવ્યું છે.
૧૪ મી મે થી જિલ્લામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે.
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૪/૫/૨૦૧૩થી તા.૩૧/૫/૨૦૧૩ સુધી કૃષિ મહોત્સવ-૨૦૧૩ની ઉજવણી થશે. ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાંથી કુલ-૧૩૪ ગામોને તાલુકા પંચાયત બેઠક મુજબ પસંદ કરાયા છે. આ ગામોમાં સવારે ૮-૩૦ થી ૧૩-૦૦સુધી આજુબાજુના ગામો સહિતનાં પશુઓને રસીકરણ-સારવારનો કેમ્પ રખાશે અને ૮-૩૦થી ૧૩-૦૦કલાક સુધી એ જ સમયે જળ સંચય, કેનાલ સફાઇ, માઇક્રો ઇરીગેશન સિંચાઇના અધિકારીશ્રીઓ ઘ્વારા યોજનાકીય સમજણ અપાશે.
ત્યારબાદ પ્રગતિશિલ ખેડૂતો ઘ્વારા પોતાની સફળતાની વાત કરાશે. ૧૦-૩૦ થી ૧૨-૦૦ સુધી એલ.ઇ.ડી. ઘ્વારા ખેતી વિષયક ફિલ્મોનું પ્રસારણ અને માન.મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધનનું પ્રસારણ કરાશે. ત્યારબાદ ગ્રામજનોને કૃષિ વૈજ્ઞાનિકો ઘ્વારા ખેતી વિષયક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
ચાલુ વર્ષે આ ઉપરાંત ડ્રીપ ઇરીગેશન,ટપક સિંચાઇ અને ગ્રીન હાઉસની ખેતી-બાગાયત-શાકભાજી ઉપર વિશેષ ઘ્યાન અપાયું છે.સીમ તલાવડી, ખેત તલાવડી,જમીન સમથળ કરવાના કાર્યક્રમ પણ હાથ ધરાશે.જિલ્લામાં મત્સ્ય ઉધોગ કચેરી ઘ્વારા ૫૫ જેટલા તળાવોમાં મત્સ્યબીજ ઉત્પાદન માટે કોન્ટ્રાકટ અપાયા છે.
કૃષિ મહોત્સવ દરમ્યાન છ હજાર જેટલા ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ અર્પણ કરાશે. આ ઉપરાંત સુગર ફેકટરી,દૂધધારા ડેરસ એ એ.પી.એમ.સી. માર્કેટ ઘ્વારા અને ફાર્મસ કલબ બાગાયત કચેરી ઘ્વારા સેમીનારોનું આયોજન કરવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લાના તમામ ખેડૂત ભાઇ-બહેનોને આ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહી પોતાની ખેતીને નફાલક્ષી બનાવવા જિલ્લા વહીવટી તંત્ર ઘ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.