LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 23 એપ્રિલ, 2013
Fwd: સુનીતાનું અવકાશી ઘર
ભારતીય મૂળની અમેરિકી મહિલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું 'અવકાશી ઘર ' ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને ઘરની અગાસી પરથી સમગ્ર ગુજરાતમાંથી ૨૯મીએ નરી આંખે નિહાળી શકાશે. જો આકાશ સ્વચ્છ રહેશેનો ૪ મિનિટ અને ૩પ સેકન્ડનો એક યાદગાર અનુભવ બની રહેશે. આમ તો આઇએસએસ પૃથ્વી ફરતે રોજ ૧૬ ચક્કર કાપે છે. પરંતુ નરી આંખે તેને નિહાળવામાં માટેનો અનુકૂળ સમય મોડી સાંજનો કે રાત્રિનો છે. આ સમયે તે ગુજરાત પરથી પસાર થાય તેવો નજીકનો દિવસ આગામી ૨૯ તારીખ છે. આ દિવસે રાત્રિના ૮:૧૧:પ૬ વાગ્યાથી રાત્રિના ૮:૧૬:૩૯ મિનિટ એટલે કે ૪ મિનિટ અને ૩પ સેક્ન્ડ માટે તેને નરી આંખે નિહાળી શકાશે. તેને નિહાળવા માટે આસપાસ બહુમાળી ઇમારતો ન હોય તેવા સ્થળેથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ક્ષિતિજથી સહેજ ઊંચાઇ પરથી તે નિહાળી શકાશે.અવકાશમાં વિહરતા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને ઘરની અગાસી પરથી નરી આંખે નિહાળવાનો નજારો એ રોમાંચક ઘટના છે. આમ તો આઇએસએસ પૃથ્વી ફરતે રોજ ૧૬ ચક્કર કાપે છે. પરંતુ નરી આંખે તેને નિહાળવામાં માટેનો અનુકૂળ સમય મોડી સાંજનો કે રાત્રિનો છે. આ સમયે તે ગુજરાત પરથી પસાર થાય તેવો નજીકનો દિવસ આગામી ૨૯ તારીખ છે તેમ ખગોળ જીજ્ઞાસુ રાજેશ વાગડિયાનું કહેવું છે. તેમના કહેવા મુજબ તેને આ દિવસે રાત્રિના ૮:૧૧:પ૬ વાગ્યાથી રાત્રિના ૮:૧૬:૩૯ મિનિટ એટલે કે ૪ મિનિટ અને ૩પ સેક્ન્ડ માટે નરી આંખે નિહાળી શકાશે. તેને નિહાળવા માટે આસપાસ બહુમાળી ઇમારતો ન હોય તેવી અગાસી અથવા ઊંચાઇવાળા સ્થળેથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ક્ષિતિજથી સહેજ ઊંચાઇ પરથી તે પોતાના માથા પરથી સહેજ નીચેના અકાશમાં દૃષ્ટી માંડવાની રહેશે. કોણની દૃષ્ટીએ ૧૦ ડિગ્રીથી ૮૩ ડિગ્રી વચ્ચેનો અવકાશી વિસ્તાર રહેશે.ખરેખરતો તે ૨૭,૨૮ અને ૨૯ તારીખ એમ ત્રણ દિવસ નરી આંખે દેખાશે. પરંતુ ૨૯મીના રોજ તે સૌથી વધુ સમય માટે દૃશ્યમાન રહેશે કારણ કે તે ઉત્તર- પશ્ચિમમાંથી ઉદય પામીને છેક દક્ષિણ-પૂર્વમાં અસ્ત થશે.પોતાના માથા પરથી સહેજ નીચેના અકાશમાં દૃષ્ટી માંડવાની રહેશે. કોણની દૃષ્ટીએ ૧૦ ડિગ્રીથી ૮૩ ડિગ્રી વચ્ચેનો અવકાશી વિસ્તાર રહેશે.ખરેખરતો તે ૨૭, ૨૮ અને ૨૯ તારીખ એમ ત્રણ દિવસ નરી આંખે દેખાશે. પરંતુ ૨૯મીના રોજ તે સૌથી વધુ સમય માટે દૃશ્યમાન રહેશે કારણ કે તે ઉત્તર- પશ્ચિમમાંથી ઉદય પામીને છેક દક્ષિણ-પૂર્વમાં આથમશે
The Annual General Meeting Held of Prakruti Mitra Mndal, dahod
1984 થી સતત દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારમાં પર્યાવરણ સંવર્ધન કાજે અનેક કાર્યક્રમો દ્વારા લોકહૃદયમાં બિરાજી ચુકેલી સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળની વાર્ષિક સાધારણ સભા રવિવારે તા:21-04-2013 ના રોજ સંપન્ન થઇ હતી, જેમાં વૃક્ષારોપણ,આગામી સમયમાં આયોજિત વિવિધ શિબિરો,અને હોદ્દેદારો અંગે ચર્ચા થઇ હતી .બાદમાં મંડળના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર (બબલુ) ખત્રીએ ઉપસ્થિત સહુ સદસ્યોને પર્યાવરણના બચાવ હેતુ પ્લાસ્ટીકનો વપરાશ ટાળવા કે પશુ પક્ષીઓ પ્રત્યે અનુકંપા કેળવવા માટેના શપથ લેવડાવ્યા હતા.આ પ્રસંગે અનેક હોદ્દેદારોએ પોતપોતાના સુચન રજુ કર્યા હતા. તો મંડળના સ્થાપક શ્રી અજયભાઈ દેસાઈએ ''પ્રકૃતિ ભવન''ની ઉપર જ એક વિશાળ હોલનું બાંધકામ કરવાનું હોઈ સદસ્યો સમક્ષ દાનની ટહેલ રજુ કરતા જ સુંદર પ્રતિસાદ સાંપડવા પામ્યો હતો અને સાથે જ દાનની સરવાણી શરુ થવા પામી હતી. અત્રે આપને પણ આ પ્રસંગની શ્રી નાદિર કપૂરે લીધેલી તસ્વીરો માણીએ:
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.












































