અનુયાયીઓ

મંગળવાર, 9 એપ્રિલ, 2013

પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા ( મધ્‍ય ગુજરાત ઝોન)


વડોદરા  

ખેલ મહાકુંભમાં સિનિયર સિટીઝન્સ ક્રિકેટના સમાવેશની વિચારણા કરાશે - મંત્રીશ્રી રમણલાલ વોરા

ઓલ ઇન્ડિયા જામદાર એસોસીએશન યોજિત સિનિયર સિટીઝન્સ ક્રિકેટ સ્પર્ધાના વિજેતાઓને કર્યું ઇનામ વિતરણ

રમતગમત મંત્રીશ્રી રમણલાલ વોરાએ રવિવારે ઓલ ઇન્ડિયા જામદાર એસોસીએશન યોજિત સિનિયર સિટીઝન્સ ક્રિકેટ સ્પર્ધાની વિજેતા ટીમોને ઇનામ વિતરણ કર્યું હતું. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વડોદરા મેન્યુફેકચરીંગ યુનિટના સહયોગથી યોજવામાં આવેલી ટુર્નામેન્ટમાં મહેસાણા નગર વડીલજન મંડળ વિજેતા અને વાધોડિયા રોડ વડીલજન મંડળની ટીમ ઉપવિજેતા બની હતી. સ્પર્ધાના બેસ્ટ બોલરશ્રી અરૂણભાઇ, બેસ્ટ બેટસમેનશ્રી ડાહ્યાભાઇ અને બેસ્ટ ઓલરાઉન્ડરશ્રી સૂર્યકાન્તભાઇને પણ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. આયોજક મંડળના શ્રી રમાકાન્ત જામદારે સહુને આવકારવાની સાથે સિનિયર સિટીઝન્સ ક્રિકેટ વિકસે અને ક્રિકેટપ્રેમી વડીલજનો રમી શકે તેવી પ્રોત્સાહક જોગવાઇઓ રાજ્ય સરકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

રાજ્યના ખેલ મહાકુંભમાં સિનિયર સિટીઝન્સ ક્રિકેટના સમાવેશ અંગે સકારાત્મક વિચારણા કરવાનો સંકેત આપતા શ્રી વોરાએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના આયોજનથી વડીલજનો પ્રોત્સાહિત થયાં છે અને તેમના માટેની વિવિધ રમતોમાં ભાગ લઈને વિજેતા બને છે. વડીલજનો રમતગમતમાં સક્રિય થાય અને નિરોગી રહે રાજ્ય સરકાર માટે આનંદની વાત છે. ખેલ મહાકુંભના આયોજન પછી રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતના ખેલાડીઓને મળતા ચંદ્રકોની સંખ્યા વધી છે અને મહિલા ખેલાડીઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. તેમણે ખેલ મહાકુંભથી ગુજરાતમાં રમત સંસ્કૃતિ વિસ્તરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

પ્રસંગે પૂર્વ નાયબ મેયર મમતા કાળે, નગરસેવક ડૉ. જીવરાજ ચૌહાણ, એસઆરપી ગૃપ-૯ના સેનાપતિશ્રી રણવીરસિંહ રહેવર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી રાજુભાઇ વસાવા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સુકાની શ્રી જયેશ ભાલાવાળા, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પીઆર મેનેજરશ્રી આશીષ ખારોડ અને વડીલજન મંડળોના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજનમાં બીસીએના અમ્પાયર્સ-સ્કોરર્સએ સહયોગ આપ્યો હતો. 

 

બહેનો માટેના ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવો

કોઠી બિલ્ડિંગમાં બાગાયત ખાતાનું કોમ્યુનીટી કેનીંગ સેન્ટર કાર્યરત છે. હાલમાં ઉનાળાની રજાઓમાં બહેનો અને કિશોરીઓ વિવિધ ફળો અને શાકભાજીમાંથી જામ, જેલી, કેચઅપ, મુરબ્બા અને વાનગીઓ બનાવતા શીખી શકે તેવા આશય સાથે સેન્ટર ખાતે ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ ઇચ્છુક બહેનોને સત્વરે ઉપરોક્ત કચેરીનો સંપર્ક કરવા અને પ્રવેશપત્રો ભરી દેવા જણાવાયું છે. ૧૫ દિવસની મુદતના તાલીમ વર્ગનો સમય બપોરના ૨-૦૦થી ૪-૦૦ કલાકનો રહેશે.

એ રૂટ પર ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસો માટે પ્રવેશબંધી - વાંધાસૂચનો મંગાવાયા

શહેર પોલીસ કમિશનરશ્રીએ કાયદાની સંબધિત જોગવાઇઓ હેઠળ પ્રવેશબંધીના પ્રાથમિક જાહેરનામાનો મુસદ્દો બહાર પાડયો છે. તેના દ્વારા વાહન વ્યવહારની સરળતા માટે તથા વિઘાર્થીઓ અને દર્દીઓને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ-સૌરાષ્ટ્ર તરફથી આવતી અને શહેરમાં થઇને સુરત તરફ જતી તથા સુરત તરફથી આવતી અને શહેરમાં થઇને અમદાવાદ-સુરત તરફ જતી એટલે કે વડોદરા શહેર બહારથી શહેરમાં થઇને આવતી-જતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસો માટે ફતેગંજ (વડ) સર્કલથી એમ.એસ.યુનિવર્સિટીથી કાલાધોડા સર્કલથી જેલ રોડ, એસએસજી હોસ્પિટલથી મહારાણી શાંતાદેવી નર્સીંગ હોમથી રાજમહેલ મેઇન ગેટ થઇને મોતીબાગ તોપથી લાલબાગ ઓવરબિ્રજ સુધીના રૂટ પર પ્રવેશબંધી (નો એન્ટ્રી) અમલી બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે બાબત વડોદરા શહેરથી ઉપડતી અથવા વડોદરા શહેર સુધી આવતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોને લાગુ નહીં પડે. આનિર્ણયની બાબતમાં સંબંધિત જાહેરનામાની રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધિથી ૩૦ (ત્રીસ) દિવસની મુદતમાં નાગરિકો તેમના લેખિત વાંધાસૂચનો શહેર પોલીસ કમિશનરશ્રીની કચેરીને મોકલી શકશે.

 

દીપક ફાઉન્ડેશનના જાહેર આરોગ્ય તાલીમ સંસ્થાન ખાતે આજે ચાર રાજયોના તાલીમકારોની તાલીમ શરુ થશે

દીપક ફાઉન્ડેશન સાથે સંલગ્ન જાહેર આરોગ્ય તાલીમ સંસ્થાનની આશા મોડયુલ ૬/૭ની તાલીમ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીયસ્તરની તાલીમ સંસ્થા તરીકે પસંદગી થઇ છે. તેના અનુસંધાને નેશનલ હાઇવે પર નિજાનંદ આશ્રમ ખાતે આવેલા સંસ્થા સંકુલમાં આવતીકાલ મંગળવાર તા. ૯/૪/૨૦૧૩ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા પશ્‍ચિમ  બંગાળ, ઓરીસ્સા, હરિયાણા અને મધ્યપ્રદેશના તાલીમકારોની ઉપરોકત તાલીમનો પ્રારંભ કરાવશે. નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સ સેન્ટરના સહયોગથી તાલીમ યોજવામાં આવી છે. અત્યાર સુધી ઉપરોકત મોડયુલની તાલીમ દેશમાં ગઢચિરૌલી, પૂના અને મૈસુર ખાતે અપાતી હતી. હવે તેમાં વડોદરાની સંસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

આણંદ

આણંદ જિલ્લાની ત્રણ સહકારી સંસ્થાઓનું ચરોતર સહકારી વિકાસ રત્ન એવોર્ડથી સન્માન કરતા મંત્રીશ્રી રમણલાલ વોરા

જિલ્લાની ત્રણ મહિલા સહકારી મંડળીઓનું સન્માન

સહકારના વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન

નાના અને મધ્યમવર્ગના લોકોનું આર્થિક ઉપાર્જનનું માધ્યમ એટલે સહકારી સંસ્થા-મંત્રીશ્રી રમણલાલ વોરા

આણંદ - વર્ષ-૨૦૧૨ને આંતર રાષ્ટ્રિય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતુ. જેમાં આણંદ જિલ્લાની ધી ભાદરણ સેવા સહકારી મંડળીને નેશનલ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એન.સી.ડી.સી.) દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધી ચરોતર ગેસ સહકારી મંડળી લી. ને સીટીઝન ઇન્ટીગ્રેશન પીસી સોસાયટી, ન્યુ દિલ્હી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને ધી ભાદરણ પીપલ્સ કો.ઓ.ઓપરેટીવ બેંક લી. ને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓ.બેન્ક એન્ડ ક્રેડીટ સોસાયટીઝ-ન્યુ દિલ્હી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના વરદ હસ્તે આ મંડળીઓને કો.ઓપરેટીવ એકસલન્સ એવોર્ડથી, ધી ચરોતર ગેસ સહકારી મંડળી લી. ને ગોલ્ડ સ્ટર મિલેનીયમ એવોર્ડ અને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ તથા ધી ભાદરણ પીપલ્સ કો.ઓ.બેન્ક લી.ને બેંકે ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા અર્બન કો. ઓ. બેન્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે શોષણ વિહીન સમાજની રચના કરવા માટે સહકારી સાહસો જરૂરી છે. સહકારી પ્રવૃતિઓમાં મંડળીઓએ નિષ્ઠાથી કામ કર્યુ છે તેથી જ ગ્રામ્ય લેવલની મંડળીઓની આગળ વધી રહી છે.

ગુજરાત રાજય સહકારી પ્રવૃતિઓમાં દેશમાં આગવું સ્થાન ધરાવે છે. મંદીની કોઇ અસર સહકારી સંસ્થાઓને થઇ નથી. ગ્રામ્ય લેવલે આ એવોર્ડ મેળવનાર સહકારી મંડળીઓએ સુંદર કામગીરી કરી છે જેથી તેઓની કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે. આ તમામ ત્રણ મંડળીઓના સભાસદો ધન્યવાદને પાત્ર છે. સહકારી સાહસોના સભાસદો વહીવટી કુશળતા ધરાવે છે.

આ પ્રસંગે જિલ્લાની ૧૨૫૦ સહકારી મંડળીઓ, આણંદ જિલ્લાની સરકારી કચેરી અને અગત્યના નંબરો ધરાવતી ડીરેકટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું અને વધુમાં ઉમેર્યુ હતું કે આણંદ જિલ્લાનું નામ રોશન કરનાર આ ત્રણેય સહકારી મંડળીઓનું રાજય કક્ષાએ પણ સન્માન કરવામાં આવશે.

છેવાડાના માનવીની દલિત મહિલાઓએ જે કામ કર્યુ છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે.  સહકારી મંડળીઓની બહેનોએ રાજય સરકાર દ્વારા સખીમંડળોને લોન આપવામાં આવે છે તેમની સાથે જોડાઇ ને કામ કરવા અનુરોધ કર્યો હતો.

બહેનો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પશુપાલનની સુંદર કામગીરી કરવામાં આવે છે. તેથી જ તે પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેમ ઉમેર્યુ હતું.

સહકારી મંડળીઓ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે અને ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

એન.સી.યુ.આઇ. ન્યુ-દિલ્હીના વાઇસ પ્રેસિડન્ટ અને ગુજરાત રાજય સહકારી સંધના અધ્યક્ષ ધનશ્યામભાઇ અમીને જણાવ્યું હતું કે સહકારી પ્રવૃતિઓને આગળ ધપાવવામાં મહિલાઓ અને યુવાનોનો મહત્વનો ફાળો છે. આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૧૨ દરમિયાન વિવિધ ૧૫ પ્રકારની પ્રવૃતિઓ રાજય સંધ દ્વારા કરાવવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ૧૭૦૦ જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે. આ તમામ સહકારી મંડળીઓનો રોલ દેશની ઇકોનોમી જાળવી રાખવામાં મહત્વનો છે.

આણંદ જિલ્લા સહકારી સંધ દ્વારા વર્ષ-૨૦૧૨ માં આંતર રાષ્ટ્રીય વર્ષ હોઇ સહકારના વિષય ઉપર નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા ઇન્ટર યુનિવર્સિટી લેવલે યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર નલીની આટર્સ કોલેજ-વિઘાનગરની કું. પ્રિતી ગુલાબભાઇ ભૌયા, આટર્સ એન્ડ સાયન્સ કોલેજ-ભાદરણના વિપુલ છત્રસિંહ જાદવ તથા એન.એસ.પટેલ આટર્સ કોલેજ-આણંદની હિના અનવરભાઇ વોરાને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ-૨૦૧૧-૨૦૧૨ માં આણંદ જિલ્લાની મહિલા સહકારી મંડળીઓની શીલ્ડ સ્પર્ધા  યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે ધી ભાલબારા દલિત મહિલા કો.ઓ. ક્રેડીટ સોસાયટી, મું.દહેડા તા. ખંભાત, બાજા ક્રમે ધી શૈશવ બાળ સેવા મહિલા સહકારી મંડળી લી.-આણંદ અને ત્રીજા ક્રમે શ્રી શ્રમશકિત મહિલા આરોગ્ય સેવા સહકારી મં.લી.આણંદ વિજેતા જાહેર થયા હતા આ ત્રણેય મંડળીના સભાસદોનું શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લા સહકારીસંધના અધ્યક્ષ જે.ડી.પટેલ,પૂર્વ સહકાર રાજય મંત્રી સી.ડી.પટેલ અને જિલ્લા રજિસ્ટ્રાર ઇન્દ્રવદન પુરોહિતે પ્રાસંગિક પ્રવચન કરી આણંદ જિલ્લાની મંડળીઓએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તેમ જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન અને આભારવિધિ આણંદ જિલ્લા સહકારી સંધના એકઝીકયુટીવ ઓફિસર સુરેશભાઇ હતો.

આ કાર્યક્રમમાં પેટલાદ નગર પાલિકાના પ્રમુખ ધનશ્યામભાઇ પટેલ, અગ્રણી રમણભાઇ સોલંકી, હેમંતભાઇ પટેલ, ભાવેશભાઇ શાસ્ત્રી, કમલેશભાઇ પટેલ, રાજેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ તથા સહકારી સંસ્થા સાથે જોડાયેલ સહકારી આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.                 

 

 

 

 

 

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, સુરત સુરત


સરકારની સહાયથી નાના અને સીમાંત ખેડૂતોની જમીનો સમથળ બનાવવાનો અનોખો પ્રોજેકટ માંડવીમાં કાર્યરત છેઃ

આદિવાસીબંધુઓને સરકારની સહાયથી જમીન ખેડી આપવામાં આવે છેઃ

અહેવાલઃ- મહેન્‍દ્ર વેકરિયા

સૂરતઃ નાના અને સીમાંત ખેડૂતો જમીનોને ખેડીને સમથળ કરી સારી ખેતી કરતા થાય તેવા હેતુથી એગ્રીકલ્‍ચર રીચર્સ સેન્‍ટર-કડોદના પ્રોજેકટ અન્‍વયે ૫૦ ટકા અને ફોરેસ્‍ટ રાઈટ એકટ પ્રોજેકટ અન્‍વયે ૫૦ ટકા જેટલી સહાય આપીને ઓછી જમીન ધરાવતા આદિવાસીબંધુઓને સરકારની સહાયથી જમીન ખેડી આપવામાં આવે છે.

આ બન્ને પ્રોજેક્‍ટો અન્‍વયે સૂરત જિલ્લાના માંડવી તાલુકાના રખસખડી, લીમધા, બીજદાલીયા વગેરે ગામોના ૨૧૪ ખેડૂતોને આવરી લેવામાં આવ્‍યા છે. જેથી આ ખેડૂતોને એક હેકટરદીઠ આઠ કલાકના ધોરણે જમીન ખેડી આપવામાં આવે છે. જેથી આ ૨૧૪ જેટલા ખેડૂતોની વર્ષોથી પડતર અને બિનઉપજાઉ જમીનોને વિનામૂલ્‍યે ખેડીને સમથળ કરી આપવામાં આવનાર છે.  આ ખેડૂતોમાંથી ૭૦ થી ૭૫ ખેડૂતોની જમીનો હાલ ખેડી આપવામાં આવી છે. જે હેઠળ માંડવી તાલુકાના રખસખડી ગામના ખેડૂતોએ પણ આ યોજનાનો લાભ લઇ પોતાની વર્ષોની વણખેડેલી જમીનને આ યોજના હેઠળ ખેડાણ થતા જમીન પણ ઉપજાઉ બનશે અને ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે. આ ગામના ૨૭ ખેડુતોને આ યોજના હેઠળ કામગીરી થઈ ચૂકી છે. ગામના ખેડૂત બાબુભાઈ ચૌધરી વાત કરતા કહે છે કે, મારી જમીન વર્ષોથી ખેડાણ થતું ન હતું. થોડી જમીન હોવાના કારણે ખર્ચ પણ વધી જતો હતો. પણ આ યોજનાથી જમીનનું ખેડાણ થવાથી હવે જમીનની ગુણવત્તા પણ વધશે જેના કારણે જુવાર, તુવેર જેવા પાકો મેળવી શકીશું.

જયારે એગ્રીકલ્‍ચર રીચર્સ કડોદના પ્રોજેકટ અન્‍વયે જે બી.પી.એલ. લાભાર્થીઓને ૫૦ ટકા અને એ.પી.એલ. લાભાર્થીઓને ૨૫ ટકા સહાય દ્વારા તેઓની જમીનો ખેડી આપવામાં આવે છે. જેમાં એક કલાકના ખેડવાના રૂા.૬૦૦ થતા હોય તો તેમાં રૂા.૩૦૦ની સહાય ચૂકવવામાં આવે છે

વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનના મંજૂરી હુકમો આપ્‍યા બાદ તેઓને સરકારની કૃષિલક્ષી  યોજના સાથે જોડીને ખેતી કરતા થાય અને પોતાની આજીવિકા વધે તેમજ જીવનધોરણ ઉચું આવે તેવા આશયથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. જેથી એગ્રીકલ્‍ચર રીચર્સ-કડોદ અને ફોરેસ્‍ટ રાઈટ એકટ એમ બન્ને પ્રોજેકટોને સાથે જોડીને જમીનો ખેડી આપવામાં આવે છે. આદિમજુથના લોકોને વિજળી, પાણી જેવી અનેક સુવિધાઓ પુરી પાડીને જંગલમાં વસનારાઓને સુવિધાઓ પુરી પાડવા માટે અનેક પ્રોજેકટ દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે.

 

પશુપાલન રાજ્‍યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ

સૂરતઃ પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, ગૌ સંવર્ધન, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્‍યાણ વિભાગના રાજ્‍યમંત્રીશ્રી લીલાધરભાઈ વાઘેલા આગામી ૧૩મીના રોજ સાંજે ૭:૩૦ વાગ્‍યે સૂરત આવી રાત્રિ રોકાણ કરશે. તા. ૧૪મીના રોજ બપોરે ૩:૦૦ વાગ્‍યે નવસારી જવા રવાના થશે. નવસારી ખાતે ગુજરાત સ્‍થાપના દિન નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તા. ૧૫મીના રોજ અનુકૂળતાએ સૂરત પરત ફરી રાત્રિ રોકાણ કરશે. તા. ૧૬મીના રોજ સવારે ૭:૩૦ વાગ્‍યે ગાંધીનગર જવા રવાના થશે.

આજે સૂડામાં ઘન કચરાના નિકાલ માટેની બેઠકઃ

સૂરતઃ સોમવારઃ- ઘન કચરાના નિકાલ માટે એક મીટિંગનું આયોજન આવતીકાલે તા. ૯મી એપ્રિલના રોજ સાંજે ૪:૦૦ વાગ્‍યે સૂરત શહેરી વિકાસ સત્તામંડળની કચેરીના મીટિંગ હોલમાં કરવામાં આવ્‍યુ છે. આ બેઠકમાં શ્રી બાલાજી પ્રોજેક્‍ટસ અને કન્‍સલટન્‍ટસનાં શ્રી કુલદીપ મહેતા અને એમબી એનવાયરો સાયન્‍સ અને ઓર્ગેનીક્‍સના શ્રી નીલેશ દોશી જરૂરી માર્ગદર્શન આપશે.

 

ચિરંજીવી યોજના હેઠળ સહાય મળે છેઃ

સૂરતઃ રાજયમાં માતા મરણ અને બાળ મરણ ધટાડવા માટે ચિરંજીવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ગ્રામ્‍ય વિસ્‍તાર, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્‍તાર, નોટફાઈડ એરીયા એ તમામ બી.પી.એલ. પરિવારો તેમજ એ.બી.એલ. એસ.ટી. વેરો ન ભરતા હોય તો તેવા તમામને લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અથવા અન્‍ય સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો.

 

ફળ, શાકભાજી અને ફુલોના પેકીગ અને હેન્‍ડલીગ માટે સહાયઃ

સૂરતઃ બાગાયતી પેદાશોના વેચાણ માટે પ્‍લા.બેગ કે કંતાન બારદાન સિવાયના યોગ્‍ય પેકીગના મટીરીયલ્‍સ માટે થતા હેકટરદીઠ થતા ખર્ચ રૂા.૧૦ હજાર મુજબ એક હેકટરના ઉત્‍પાદન માટે ૭૫ ટકા બે હેકટરના ઉત્‍પાદન માટે ૫૦ ટકા અને પાંચ હેકટરના ઉત્‍પાદન માટે ૨૫ ટકા મુજબની સહાય મળે છે.

 

હોર્ટીકલ્‍ચર મિશન/નોન મિશનના જિલ્લાઓમાં પૂરક સહાય આપવામાં આવે છેઃ

સૂરતઃ મિશન મોડના ખર્ચ મુજબ હોર્ટીકલ્‍ચર મિશન/નોન મિશનના જિલ્લાઓમાં પૂરક સહાય આપવામાં આવે છે. હોર્ટી મિશનના ધોરણો ઉપરાંત વધારાની સહાય કોલમ મુજબ સામાન્‍ય ખેડૂતોને ૧૫ ટકા અનુ.જાતિ/અનુ.જનજાતિ માટે ૨૫ ટકા અને આદિમ તથા દેવી પુજક ખેડૂતોને ૪૦ ટકાના ધોરણે સહાય આપવામાં આવે છે.                                                                                   

દરીયાઈ/હવાઈ માર્ગે ફળ અને શાકભાજી નિકાસમાં વાહતુક નુરમાં સહાયઃ

સૂરતઃસોમવારઃ-રાજયમાં પ્રસ્‍થાપિત ફળ, ફુલ અને શાકભાજીના વેચાણની સહકારી કે ખાનગી સંસ્‍થા, ખેડૂત કે ખેડૂત સમૂહને રાજયમાં ઉત્‍પાદીત કરેલી કે રાજયના પેક હાઉસમાં અથવા નિકાસ સંબધી અન્‍ય રીતે પેકીગ કરેલ ફળ, ફુલ અને શાકભાજીની બિન રૂપાંતરીત પેદાશને દરિયાઈ/હવાઈ માર્ગે વિદેશમાં નિકાસ માટેના વાહતુક નૂરના ૨૫ ટકા મુજબ મહત્તમ રૂા.૫૦ હજારની દરિયાઈ માર્ગ માટે વાર્ષિક રૂા.૨.૫૦ લાખ સુધીની તેમજ રાજયના હવાઇ માર્ગથી નિકાસ માટે રૂા.૧૦ લાખની વાર્ષિક મર્યાદા મુજબ ખાતા મારફતે સહાય આપવાની જોગવાઈ છે.

 

પોલી હાઉસ/શેડનેટ હાઉસ તૈયાર કરવા માટે સહાય અપાય છેઃ

સૂરતઃ એકમ ખર્ચ માટે આર.ઓ. સીસ્‍ટમ અને વોટર સ્‍ટોરેજ માટે રૂા.૩ લાખ અને જળ સંગ્રહ માટે એક લાખ યુનિટ માટે મળવાપાત્ર થશે. જેમાં પોલી હાઉસ/શેડનેટ હાઉસ તૈયાર કરવા માટે સામાન્‍ય ખેડુતોને ૫૦ ટકા અને અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને ૭૫ ટકા તથા ગ્રુપમાં ગ્રીન હાઉસ બનાવે તો સામાન્‍ય ખેડૂતોને પ્રત્‍યેક એકરે ૨૫ ટકા (એકલાખ) અને અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને ૫૦ ટકા (૨લાખ) મળે છે. વધુ વિગતો માટે બાગાયત અ

 

 

કતારગામના અનિલભાઈ ક્‍યાંક ચાલ્‍યા ગયા છેઃ

સૂરતઃ કતારગામ પોલીસના જણાવ્‍યા પ્રમાણે ૭૬, ચિત્રકુટ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ ખાતે રહેતા ૩૪ વર્ષીય અનિલભાઈ વલ્લભભાઈ પીપળીયા ગઇ તા. ૨જીના રોજ જીઆઈડીસીમાં આવેલા ખાતા નં. ૯૧૧થી ક્‍યાંક ચાલ્‍યા ગયા છે. શરીરે મધ્‍યમબાંધાના રંગે ઘઉંવર્ણ, છ ફુટ ઉંચાઇ ધરાવતા અનિલે લાઇનિંગવાળુ સફેદ શર્ટ અને વાદળી જીન્‍સ પહેર્યું છે. તે ગુજરાત અને હિન્‍દી ભાષા જાણે છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.

 

ભાઠેના એનુબેન ક્‍યાંક ચાલ્‍યા ગયા છેઃ

સૂરતઃ ખટોદરા પોલીસના જણાવ્‍યા પ્રમાણે પંચસીલ નગર ભાટેના ખાતે રહેતા ૪૫ વર્ષીય એનુબેન રોહિદાસ સપકાળ ગઇ તા. ૬ઠ્ઠીના રોજ સવારે ૬:૦૦ વાગ્‍યે ઘરમાં ગરમી લાગે છે બહાર સુવા જાઉં છું તેમ કહી ક્‍યાંક જતા રહ્યાં છે. તેમની છેલ્લા ત્રણ વર્ષથી મગજની બિમારીની દવા ચાલે છે. શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવર્ણ, પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતા એનુબેને પીળા રંગની સાડી અને લીલું બ્‍લાઉઝ પહેર્યું છે. તે ગુજરાતી અને મરાઠી ભાષા જાણે છે. આ મહિલા અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવા જણાવાયું છે.

 

 

ભરૂચઃ

બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડસ ૨૦૧૨-૨૦૧૩ માટેઃ

ભરૂચઃ રાજય સરકાર ઘ્‍વારા જુદા-જુદા ક્ષેત્રે જેવા કે શિક્ષણ,સંશોધન,ઉધોગ,સહકારી ક્ષેત્રો વિગેરમાં વિશિષ્‍ટ કામગીરી બજાવનાર વ્‍યકિતનું બહુમાન કરી સરકાર એવોર્ડ આપે છે તે જ રીતે કૃષિ ક્ષેત્રેમાં ઉત્‍સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિ થી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા ઉત્‍પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. તેઓ માટે તેઓને ખેત ઉત્‍પાદનલક્ષી પ્રોત્‍સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલ યોગદાનની કદરરૂપે કૃષિ વિકાસમાં તેમનાં ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકારશ્રી પુરસ્‍કૃત અને ગુજરાત રાજય સરકારશ્રી સંચાલીત એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી 'આત્‍મા યોજના' હેઠળ ' બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડસ' આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અને તજજ્ઞતાનાં ઉપયોગમાં સાહસિકતા દેખાડનાર અને નવી દ્રષ્‍ટિ ધરાવતા પ્રગતિશીલ ખેડુતોનો ઘણો ફાળો છે. આવા ખેડુતો પોતાની આગવી કોઠાસુઝથી ખેતીમાં નવી સિધ્‍ધિઓ હાંસલ કરી રહયા છે. અને બીજા ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહયા છે.અન્‍ય ખેડુતો માટે માર્ગદર્શક બની રહયા છે.આવા ખેડુતો સંશોધનનો અને અન્‍ય ક્ષેત્રે સફળ પધ્‍ધતિઓની જાણકારી મેળવી સ્‍થાનિક અનુકુળતા પ્રમાણે ફેરફાર કરીને તેનો અમલ કરીને તેનો અમલ કરવા આગળ આવતા હોય છે.આવા ખેડુતોનું બહુમાન કરી પુરસ્‍કાર આપી તેમને પ્રોત્‍સાહીત કરવાનાં શુભ આશયથી આ એવોર્ડસ આપવામાં આવે છે.

 આત્‍મા યોજના હેઠળ બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડ માટેના ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ છે.આ એવોર્ડ જુદા-જુદા ક્ષેત્રોમાં જેવાકે મત્‍સ્‍યપાલન, પશુપાલન, બાગાયતી પાકો,મેડીસીનલ પ્‍લાન્‍ટ, ખેતીવાડી,કુદરતી સંશોધનનોની જાળવણી,ગ્રીન હાઉસમાં ખેતી,મુલ્‍ય વૃધ્‍ધિ પાક, સંરક્ષણ વિગેરે ક્ષેત્રોની સાપેક્ષમાં આપવામાં આવશે.

આ એવોર્ડ અંગેના અરજી ફોર્મ આત્‍મા પ્રોજેકટ, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચની કચેરીએથી મળી શકશે.જેમાં વિગતવાર સુચના/માર્ગદર્શન આપવામાં આવેલ છે.અરજી ફોર્મ ભરીને સ્‍વીકારવાની છેલ્લી તારીખ ૧૫-૬-૨૦૧૩ નકકી કરેલ છે.જેથી આ યોજનાનો લાભ લેવા ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોને નમ્ર અપીલ કરવામાં આવે છે. આ અંગેની વધુ જાણકારી અને વિગતો મેળવવા જિલ્લા પંચાયત ભરૂચની ખેતીવાડી શાખાનાં આત્‍મા પ્રોજેકટ સંબધિત અધિકારીનો સંપર્ક કરવા આત્‍મા પ્રોજેકટ,પોજેકટ ડાયરેકટરશ્રી આત્‍માની કચેરી,જિલ્લા પંચાયતની એક યાદી ઘ્‍વારા જણાવાયું છે.

 

સહકરી મંડળીઓમાં ચુંટણી થઇ શકશે નહિ. :

ભરૂચઃ આથી જિલ્લાની સશકારી સંસ્‍થાઓને જણાવવામાં આવે છે કે, મે.નામદાર ગુજરાત હાઇકોર્ટ સકક્ષ દાખલ થયેલ સ્‍પે.સી.એ.૧૩૭૩૩/૨૦૧૨ વીથ સ્‍પે.સી.એ.નં.૨૪૩/૨૦૧૩ના ઓરલ જજમેન્‍ટના સંદભમાં મે.સહકાર કમિશ્નર અને રજીસ્‍ટ્રારશ્રી સ.મં.ગુ.રા. ગાંધીનગરના તા.૨૨/૦૩/૨૦૧૩નાં પત્ર નં.વહટ/૦૧/ક/ કા.સુ./૨૪૨/૧૩થી જણાવ્‍યા અનુસાર ૨૩૪ ઝેડ(કે)બાબતે સહકારી કાયદામાં સુધારો ન થાય ત્‍યાં સુધી જિલ્લાની કોઇપણ રાજયકક્ષા/જિલ્લાકક્ષા/તાલુકાકક્ષા/એકથી વધુ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્‍થા/પ્રાથમિક સહકારી મંડળીઓ કે અન્‍ય કોઇપણ સહકારી મંડળીની ચુંટણીની કાર્યવાહી તેમના પેટા-નિયમ કે નિર્દિષ્‍ટ ચુંટણીના નિયમો-૧૯૮૨ અન્‍વયે હાથ ધરવાની રહેતી નથી.જેની જે તે સહકારી સંસ્‍થાએ નોંધ લેવા જિલ્લા રજીસ્‍ટ્રાર સહકારી મંડળી ભરૂચની એક યાદી ઘ્‍વારા જણાવાયું છે.

 

પરીક્ષા કેન્‍દ્રો ફરતે ૨૦૦ મીટર સુધી પ્રતિબંધ.

ભરૂચઃ આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્‍ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો પર લેવામાં આવનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્‍વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉક્‍ત સ્‍થળોએ આવેલ તમામ પરીક્ષા કેન્‍દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્‍ત અધિકૃત વ્‍યક્‍તિઓ સિવાયની કોઇપણ વ્‍યકિત કે વ્‍યકિતઓના સમુહને પ્રવેશ ઉપર સીઆરપીસી કલમ-૧૪૪ પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

 

પરીક્ષા સંદર્ભે કેટલાંક નિયંત્રણો મૂકાયા.

ભરૂચઃ આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્‍ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો પર લેવામાં આવનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્‍વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉક્‍ત સ્‍થળોએ આવેલ તમામ પરીક્ષા કેન્‍દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્‍યક્‍તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવો આશ્‍યક જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ એક જાહેરનામા ઘ્‍વારા તા.૮/૪/૨૦૧૩ નાં રોજ સવારના ૬:૦૦ વાગ્‍યાથી થી તા.૨૩/૩/૨૦૧૩ રાત્રીના ૨૪:૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લામાં એપ્રિલ-૨૦૧૩ ની ૮ એપ્રિલ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્‍ટરની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા કેન્‍દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્‍યકિતઓ સિવાયની કોઇપણ વ્‍યકિત કે વ્‍યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમ પરીક્ષાની કામગીરી સાથે કોઇપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્‍યકિતઓને, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, આકસ્‍મિક તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને લાગુ પડશે નહિ. તેમ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ ભરૂચે એક જાહેરનામા ઘ્‍વારા જણાવ્‍યું છે.    

 

પરીક્ષા દરમ્‍યાન લાઉડ સ્‍પીકર વગાડવા ઉપર પ્રતિબંધ.

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્‍ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો પર લેવામાં આવનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્‍દ્રો પર લેવામાં આવનાર છે. જેથી મોટા અવાજે લાઉડ સ્‍પીકર વગાડવાના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પહોંચે તેમ છે. અભ્‍યાસ કરતા વિધાર્થીઓ પર આની ખૂબજ પ્રતિકૂળ અસર પડે તેમ છે અને વિધાર્થીઓનો અભ્‍યાસ બગડે તેમ છે. તેમજ ધ્‍વની પ્રદૂષણ પણ થાય છે. જેથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ એક જાહેરનામા ઘ્‍વારા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ નાં રોજ સુધી સવારના ૬:૦૦ વાગ્‍યાથી રાત્રીના ૨૪:૦૦ કલાક સુધી લાઉડ સ્‍પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્‍ટમ બેફામ, મનસ્‍વી રીતે તથા મોટા અવાજે વગાડવા ઉપર પ્રતિબંધ મુંકવાનો જરૂરી છે.

આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.એસ.નિનામા એ એક જાહેરનામા ઘ્‍વારા જણાવાયું છે.

 

 

વલસાડ

વલસાડ જિલ્લા ન્‍યાયાલય ખાતે મધ્‍યસ્‍થીકરણ કેન્‍દ્રને કાર્યાન્‍વિત કરતા પ્રિન્‍સિપલ ડીસ્‍ટ્રીક્‍ટ જડ્‍જ શ્રી એમ.એફ.સૈયદ :

વલસાડઃ વલસાડ જિલ્લા ન્‍યાયાલય ખાતે મધ્‍યસ્‍થીકરણ કેન્‍દ્રને કાર્યાન્‍વિત કરી, પ્રજાજનો માટે ખુલ્લુ મુકાયુ હતું. જિલ્લાના પ્રિન્‍સિપલ ડીસ્‍ટ્રીક્‍ટ જડ્‍જ શ્રી એમ.એફ.સૈયદે આ મધ્‍યસ્‍થીકરણ કેન્‍દ્રનું લોકાર્પણ કર્યુ, તે વેળા તેમની સાથે વિશેષ ઉપસ્‍થિત રહેલા તજજ્ઞ વક્‍તાઓ ડૉ.કિરણ ગાર્ડનરે તથા પ્રો.દિપક તરૈયાએ મધ્‍યસ્‍થીકરણ કેન્‍દ્રની સમાજમાં ભૂમિકા અંગે ઉપસ્‍થિતોને વિસ્‍તૃત માર્ગદર્શન પુરુ પાડયુ હતું. આગામી દિવસોમાં આ મધ્‍યસ્‍થીકરણ કેન્‍દ્રના માધ્‍યમથી ન્‍યાય વંચિતોને ન્‍યાય મળી રહેશે, એવો સૂર પણ આ વેળા વક્‍તાઓએ રજુ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ન્‍યાયાલયના ઉચ્‍ચ-વરિષ્‍ઠ ન્‍યાયાધિશો, કાયદાશાષાીઓ સહિત જિલ્લા પોલીસ અધિક્ષક નિપૂણા તોરવણે તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ વગેરેએ ઉપસ્‍થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.

 

ઉમરગામના પ્રશાંત સેલાર ગુમ થયા :

વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલ રોહીદાસ નગર, વિશ્વકર્મા મંદિરની પાસે, મુ.પો.તા.ઉમરગામ, જિ.વલસાડ ખાતે રહેતા ર૨ વર્ષિય પ્રશાંત સુનિલભાઇ સેલાર ગત તા.૧૦મી ફેબ્રુઆરી, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર પ્રશાંત સેલાર તા.૧૦/ર/ર૦૧૩નાં રોજ સવારના ૧૦:૩૦ વાગ્‍યાના સુમારે ઘરેથી કોઇક અગમ્‍ય કારણોસર કોઇને પણ-કંઇ પણ કહ્યા વિના ચાલી જતા ગુમ થયા છે, તે આજદિન સુધી પરત ફરેલ નથી. ગુમ થનાર શરીરે મધ્‍યમ બાંધાના, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-ર ઇંચ જેટલી છે. મોઢુ લંબગોળ અને માથે કાળા વાળ છે. ગુમ થનારે બ્રાઉન કલરનો લાંબી બાયનો શર્ટ તથા બ્‍લૂ કલરનુ પેન્‍ટ પહેરેલ હતુ. પ્રશાંત સેલાર ગુજરાતી તથા હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો ઉમરગામ પોલીસ સ્‍ટેશનના ફોન નંબર : ૦૨૬૦-૨૫૬૨૩૩૩ તથા ૨૫૬૧૨૫૫ ઉપર જાણ કરવા જણાવાયુ છે.

 

નવચેતન ધોડિયા સમાજ દ્વારા ઉજવાશે

ડૉ.આંબેડકર જન્‍મજયંતિ :

વલસાડઃ વલસાડના અટકપારડી ખાતે આવેલા શ્રી નવચેતન ધોડિયા સમાજ દ્વારા તા.૧૪/૪/ર૦૧૩નાં રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિની ઉજવણીનું આયોજન કરાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડૉ.બાબાસાહેબના શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ પ્રેરણા-સંદેશને ધોડિયા સમાજમાં વહેતો કરવા તથા તેમનું ઋણ સ્‍વીકાર કરવાના આશયથી તા.૧૪/૪/ર૦૧૩નાં રોજ સવારે ૧૦ વાગ્‍યે અટકપારડી ખાતે આવેલા સમાજના સાંસ્‍કૃતિક ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વક્‍તા તરીકે વનવાસી વિકાસ પરિષદ સંચાલિત, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સિદુમ્‍બરના આચાર્ય શ્રી ગુલાબભાઇ પટેલ દ્વારા મનનીય પ્રવચન આપવામાં આવશે. આ કાર્યક્રમની સાથે સાથે ધોડિયા સમાજના યુવક/યુવતિઓના ઘડતર માટે રોજગારલક્ષી શિક્ષણ અને માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું છે. જેમાં નિષ્‍ણાંત વક્‍તાઓની વ્‍યાખ્‍યાનમાળાના માધ્‍યમથી યુવક/યુવતિઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પડાશે. આ કાર્યક્રમનો સમસ્‍ત ધોડિયા સમાજના જરૂરિયાતમંદોને મોટી સંખ્‍યામાં લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

 

વલસાડના ટુ વ્‍હીલર વાહનધારકોને પસંદગીનો નંબર મેળવવાની તક :

વલસાડઃ વલસાડ જિલ્લાના ટુ વ્‍હીલર (દ્વિચક્રી વાહનો)માં નવી સીરીઝ .. શરૂ થઇ રહી છે. જેમાં રજીસ્‍ટ્રેશન માર્ક ચાલુ કરાનાર હોઇ, વલસાડ જિલ્લાના પોતાના દ્વિચક્રી વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા ઇચ્‍છતા વાહનધારકોએ આ સીરીઝ શરૂ થાય તે અગાઉ રજીસ્‍ટ્રેશન ફી, ફોર્મ નંબર-ર૦ સહિત જરૂરી દસ્‍તાવેજો સાથે બંધ કવરમાં, નિયત નમૂનામાં અરજી કરવા માટે વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા જણાવાયું છે. પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી શ્રી પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્‍યા અનુસાર .. સીરીઝમાં રજીસ્‍ટ્રેશન નંબર મેળવવા ઇચ્‍છતા વાહનધારકોએ તેમની પસંદગીનો નંબર, વાહનના ચેસીસ નંબર અને એન્‍જિન નંબર, પસંદગીના નંબર માટેની રકમ વગેરે સ્‍પષ્‍ટ દર્શાવવી. તા.૧રમી એપ્રિલ, ર૦૧૩નાં રોજ બપોરે ૧રઃ૩૦ વાગે આ સીરીઝમાં નંબરોની ફાળવણીની કાર્યવાહી શરૂ કરાશે. જે અરજદારોની વધુ રકમની ઑફર હશે, તેમને તેમની પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. આ કાર્યવાહીમાં વાહન ખરીદ કર્યાના ૩૦ દિવસનો સમય પુરો થઇ ગયો હશે, તેવા અરજદારોની અરજી સ્‍વીકારવામાં આવશે નહીં, જેની નોંધ લેવા તથા આ અંગેની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવાયું છે.

 

 

ડાંગઃ

શિક્ષિત બેરોજગાર અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે અરજીઓ માંગવામાં આવી

ડાંગઃ ડાંગ જિલ્લા બારખાંધ્‍યા અને જામનવિહિર ગામો ખાતે નવી સરકાર માન્‍ય વ્‍યાજબીભાવની દુકાન ખોલવા માટે  શિક્ષિત બેરોજગાર અનુસૂચિત જન જાતિ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. યોગ્‍ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળવાના કારણે બંધ થયેલ વ્‍યાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.

જો છેવટનો નિર્ણય દુકાનો ન ખોલવા માટેનો લેવાય તો અરજીઓ રદ થવાને પાત્ર રહશે. ગામની સામે જણાવેલ કેટેગરી મુજબના સ્‍થાનીક શિક્ષિત બેરોજગાર ઉમેદવારોને વ્‍યાજબી ભાવની દુકાનની ફાળવણી કરવાની હોવાથી તેજ ગામના ફકત સ્‍થાનિક શિક્ષિત બેરોજગારોએ અરજી કરવી. જે કેટેગરીની જાહેરાત હશે તે કેટેગરીને જ દુકાન મંજુર કરવામાં આવશે. નિયત નમુનામાં કોરા અરજી પત્રકો જેતે તાલુકાની મામલતદાર કચેરી માથી વિના મુલ્‍યે  અરજી પત્રકો કામ કાજના કલાક દરમિયાન તા.૨૪/૦૪/૨૦૧૩ સુધીમાં જાહેર રજાના દિવસો શિવાય સંબધિત મામલતદાર કચેરી માંથી મેળવી તથા ભરી સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજી પત્રો એજ કચેરીમાં પંહોચાડવાના રહશે. અરજી પત્રક ઉપર રૂા.૨૦ ની કિંમતનો નોન જયુડીશ્‍યલ એડહેવીસ સ્‍ટેમ્‍પ લગાવવાનો રહશે. મુદત બહાર તેમજ અધુરી વિગતે  રજુ થયેલ અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે.

શરૂ થનાર તમામ વ્‍યાજબીભાવની દુકાનની સંચાલકે ફરજીયાત પણે વ્‍યાજબી ભાવની દુકાન એફ.પી.એસ. મોડલ સેન્‍ટર તરીકે શરૂ કરવાની રહશે. અને દુકાને ઇલેકટ્રોનિક વજનકાટો પણ ફરજીયાત વસાવવાના રહશે.

 

ડાંગ જિલ્લા આયોજન સમિતિની બેઠક ૨૦મી એપ્રિલે યોજાશે

ડાંગઃ જિલ્લા આયોજન મંડળ ડાંગની બેઠક શ્રી ગણપતભાઇ વસાવા માન. અધ્‍યક્ષશ્રી જિલ્લા અયોજન મંડળ, ડાંગ અને માન. પ્રભારી મંત્રીશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ તેમજ માન. શ્રી નાનુભાઇ વાનાણી, સહપ્રભારી, ડાંગ અને માન. મંત્રીશ્રી (રાજય કક્ષા) પાણી પુરવઠા અને જળ સંપતિની ઉપસ્‍થિતિમાં તા.૨૦/૦૪/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવનાર છેતો જરુરી વિગતો સાથે ડાંગ જિલ્લાના તમામ અધિકારીઓ, સદસ્‍યશ્રીઓને જાતે હાજર રહેવા જિલ્લા અયોજન અધિકારીશ્રી, ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

 

પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ અપાશે


કૃષિ ક્ષેત્રમાં ઉત્‍સાહી અને પ્રગતિશીલ ખેડૂતો આગવી કોઠાસૂઝ અને સાહસવૃતિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા ઉત્‍પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. તેમની આ પ્રવૃતિને પ્રોત્‍સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલ યોગદાનની કદર રૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકારશ્રી પુરસ્‍કૃત અને ગુજરાત સરકારશ્રી સંચાલિત એગ્રીકલ્‍ચર ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી આત્‍મા યોજના હેઠળ વર્ષ ૨૦૦૫-૦૬  થી ખેડૂતોને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ બેસ્‍ટ આત્‍મા ફાર્મસ એવોર્ડ ૨૦૧૨-૧૩ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

જેમાં આત્‍મા યોજનાની જોગવાઇ મુજબ વર્ષ ૨૦૧૨-૧૩ માટે રાજય કક્ષાએ દશ વિજેતા ખેડૂતોને રૂ.૫૦ હજાર મુજબ,  જિલ્‍લા કક્ષાએ ૨૬૦ વિજેતા ખેડૂતોને રૂ.૨૫ હજાર મુજબ  તથા તાલુકા કક્ષાએ ૧૧૨૫ વિજેતા ખેડૂતોને રૂ.૧૦ હજાર મુજબ મંજૂર થયેલ છે.આ એવોર્ડ માટે રાજયમાં ખેતી કરતા કોઇ પણ મહિલા કે પુરુષ ખેડૂત ભાઇ, બહેન કે વ્‍યકિતગત રીતે આપેલ નિયત અરજી પત્રકમાં અરજી કરવાની રહેશે. આ એવોર્ડમાં ભાગ લેવા ઇચ્‍છનાર જામનગર જિલ્‍લાના પ્રગતિશીલ ખેડૂત ભાઇ કે બહેન અરજીપત્રક કાળજી પૂર્વક ભરી તા.૧૫/૬/૧૩ સુધીમાં જરૂરી બિડાણો સહિત જિલ્‍લાના પ્રોજેકટ ડાયરેકટર આત્‍મા પ્રોજેકટને પહોંચતી કરવાની રહેશે. મોડા મળેલ અરજીપત્રકો ધ્‍યાનમાં લેવામાં આવશે નહીં.

અરજીપત્રકો તથા વધુ માહિતી મેળવવા પ્રોજેકટ ડાયરેકટરશ્રીની કચેરી, આત્‍મા પ્રોજેકટ, બાજરા સંશોધન કેન્‍દ, એરફોર્સ રોડ, વુલન મીલની સામે, જામનગર ૩૬૧૦૦૬, ટેલી ફેક્ષ નં.૦૨૮૮-૨૭૧૦૪૭૦ સંપર્ક સાધવો, અરજી પત્રક તાલુકાકક્ષાએ બ્‍લોક ટેકનોલોજી ટીમના સભ્‍ય અથવા વિસ્‍તરણ અધિકારી ખેતી પાસેથી મળી રહેશે. તેમ પ્રોજેકટ ડાયરેકટરશ્રી, આત્‍મા પ્રોજેકટ, ડો. હરીશ જાદવની જામનગરની યાદીમાં જણાવાયુ છે. 

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

પોલીસ વડાશ્રીસંરક્ષણ સેવાની ભરતી અંગેનો એક માસનો તાલીમ વર્ગનો શુભારંભ

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

રાજકોટ

રાજકોટ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહે સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છુક ઉમેદવારોને જણાવ્‍યું હતું કે દેશની આંતરિક સુરક્ષા સામેના પડકારોથી ગુજરાતના યુવાનો વાકેફ થાય અને તેને પહોંચી વળવા માટે સંરક્ષણ સેવામાં જોડાય, એ ગુજરાતના દરેક યુવાનની નૈતિક ફરજ છે.

રોજગાર કચેરી-રાજકોટ અને રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સંયુકતપણે એક માસનો નિવાસી તાલીમ વર્ગ યોજાઇ રહયો છે, જેનો રાજકોટ મવડી ગ્રામ્‍ય પોલીસ, સ્‍ટેશન ખાતે શુભારંભ કરાવતાં શ્રી પ્રેમવીરસિંહે જણાવ્‍યું હતું કે ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી એ દેશની એક માત્ર યુનિવર્સિટી છે, જે આંતરિક સુરક્ષા અંગેનું શિક્ષણ પૂરૂં પાડે છે. વસ્‍તીના ધોરણે ફાળવવામાં આવતી પોલીસ ખાતાની જગ્‍યાઓમાં ગુજરાતના યુવાનોની સંખ્‍યા ખૂબ જ ઓછી હોય છે. એ વાતની ટકોર કરતાં શ્રી પ્રેમવીર સિહે યુવાનોને અનુરોધ કર્યો હતો કે રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આ તાલીમ અન્‍ય ભરતી માટે પણ સહાયક પુરવાર થનારી હોય છે. સામાન્‍ય યુવાનોને નજરમાં રાખીને લાગુ કરાયેલા શારીરિક માપદંડોમાં ઉત્તીર્ણ થવા માટે વધુ ને વધુ શારીરિક મહેનત કરવા તેમણે ઉમેદવારોને શીખ આપી હતી.

આમંત્રિતોના હસ્‍તે દિપપ્રાગટયથી આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયા બાદ રાજકોટ જિલ્‍લા કો-ઓર્ડીનેટરશ્રી બી.સી. પુરોહિતે શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. પ્રાદેશિક રોજગાર કચેરી-રાજકોટના નાયબ નિયામકશ્રી બી.વી.મોડીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા એક માસની નિવાસી તાલીમ સંરક્ષણ સેવા નોકરી ઇચ્‍છુક ઉમેદવાર માટે આયોજિત કરવામાં આવી છે. તેનો ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવો જોઇએ.

રાજકોટના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે. જે. નિનામા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી એમ.જે. નાટડા, રોજગાર કચેરીના શ્રીકૈલાભાઇ અને શ્રીકગથરાભાઇ તથા સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છતા યુવકો મોટી સંખ્‍યામાં આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શ્રી પી.વી. હીંડોચાએ કર્યુ હતું.  .
  

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

સંરક્ષણ સેવાની ભરતી અંગેનો એક માસનો તાલીમ વર્ગનો શુભારંભ

પોલીસ વડાશ્રી પ્રેમવીર સિંહે યુવાનોને માર્ગદર્શન આપ્‍યું

રાજકોટ

રાજકોટ જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહે સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છુક ઉમેદવારોને જણાવ્‍યું હતું કે દેશની આંતરિક સુરક્ષા સામેના પડકારોથી ગુજરાતના યુવાનો વાકેફ થાય અને તેને પહોંચી વળવા માટે સંરક્ષણ સેવામાં જોડાય, એ ગુજરાતના દરેક યુવાનની નૈતિક ફરજ છે.

રોજગાર કચેરી-રાજકોટ અને રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા સંયુકતપણે એક માસનો નિવાસી તાલીમ વર્ગ યોજાઇ રહયો છે, જેનો રાજકોટ મવડી ગ્રામ્‍ય પોલીસ, સ્‍ટેશન ખાતે શુભારંભ કરાવતાં શ્રી પ્રેમવીરસિંહે જણાવ્‍યું હતું કે ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી એ દેશની એક માત્ર યુનિવર્સિટી છે, જે આંતરિક સુરક્ષા અંગેનું શિક્ષણ પૂરૂં પાડે છે. વસ્‍તીના ધોરણે ફાળવવામાં આવતી પોલીસ ખાતાની જગ્‍યાઓમાં ગુજરાતના યુવાનોની સંખ્‍યા ખૂબ જ ઓછી હોય છે. એ વાતની ટકોર કરતાં શ્રી પ્રેમવીર સિહે યુવાનોને અનુરોધ કર્યો હતો કે રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આ તાલીમ અન્‍ય ભરતી માટે પણ સહાયક પુરવાર થનારી હોય છે. સામાન્‍ય યુવાનોને નજરમાં રાખીને લાગુ કરાયેલા શારીરિક માપદંડોમાં ઉત્તીર્ણ થવા માટે વધુ ને વધુ શારીરિક મહેનત કરવા તેમણે ઉમેદવારોને શીખ આપી હતી.

આમંત્રિતોના હસ્‍તે દિપપ્રાગટયથી આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયા બાદ રાજકોટ જિલ્‍લા કો-ઓર્ડીનેટરશ્રી બી.સી. પુરોહિતે શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. પ્રાદેશિક રોજગાર કચેરી-રાજકોટના નાયબ નિયામકશ્રી બી.વી.મોડીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા એક માસની નિવાસી તાલીમ સંરક્ષણ સેવા નોકરી ઇચ્‍છુક ઉમેદવાર માટે આયોજિત કરવામાં આવી છે. તેનો ઉમેદવારોએ વધુમાં વધુ લાભ લેવો જોઇએ.

રાજકોટના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે. જે. નિનામા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી એમ.જે. નાટડા, રોજગાર કચેરીના શ્રીકૈલાભાઇ અને શ્રીકગથરાભાઇ તથા સંરક્ષણ સેવામાં જોડાવા ઇચ્‍છતા યુવકો મોટી સંખ્‍યામાં આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શ્રી પી.વી. હીંડોચાએ કર્યુ હતું.  .

 

Fwd: Daily Motivational and Inspirational Quotes




Daily Motivational and Inspirational Quotes


Make someone smile whenever you can, you never know how much of a difference you could be making in their life at that moment. ~ Anonymous
Make someone smile whenever you can, you never know how much of a difference you could be making in their life at that moment. ~ Anonymous

Most of the problems in life are because of two reasons… ( Inspirational Quotes )

Posted: 01 Apr 2013 08:04 PM PDT

Most of the problems in life are because of two reasons: we act without thinking or we keep thinking without acting. ~ Anonymous
Most of the problems in life are because of two reasons: we act without thinking or we keep thinking without acting. ~ Anonymous
You are subscribed to email updates from Daily Motivational and Inspirational Quotes
To stop receiving these emails, you may unsubscribe now.
Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા યોજાયેલ સન્‍માન સમારંભ રાજકોટ તા.૮ એપ્રિલઃ- ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ તોજ સાચો વિકાસ થયો ગણાય તેમ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા આયોજીત સન્‍માન સમારંભમાં બોલતા વન અને પર્યાવરણ તથા કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું. પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ છે તે માટે દરેકે ઉદ્યોગકારોને જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી ગોવિંદભાઇએ સૌરાષ્‍ટના તમામ ડેમોમાંથી કાંપ કાઢીને ઉંડા કરી તેમાં નર્મદાના નીર લાવવાનું રાજય સરકારે આયોજન કર્યુ છે. ત્‍યારે દરેક ખેડુતોએ તેનો કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખીને દુ્ષ્‍કાળની આફતને અવસરમાં પલ્‍ટાવીને ખેતીને સમૃધ્‍ધ કરનારા આ અવસરનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રી વિઠલભાઇ રાદડીયાએ જેતપુરના ઉધોગ ધંધાઓના વધુ વિકાસ થતા રોજગારીની તકો વધતી હોય તેમા તમામ રાજકિય આગેવાનો પણ હકારાત્‍મક અભિગમ રાખતા હોવાનું જણાવેલ છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી જશુબહેન કોરાટે તેમના પ્રવચનમાં જેતપુરના ઉદ્યોગોના વિકાસમા અને રોજગારીની તક

ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ                                                                                              કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ
જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા યોજાયેલ સન્‍માન સમારંભ
રાજકોટ તા.૮ એપ્રિલઃ- ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ તોજ સાચો વિકાસ થયો ગણાય તેમ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા આયોજીત સન્‍માન સમારંભમાં બોલતા વન અને પર્યાવરણ તથા કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું. પર્યાવરણની  જાળવણી કરવી આપણી ફરજ છે તે માટે દરેકે ઉદ્યોગકારોને   જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી ગોવિંદભાઇએ સૌરાષ્‍ટના તમામ ડેમોમાંથી કાંપ કાઢીને ઉંડા કરી તેમાં નર્મદાના નીર લાવવાનું  રાજય સરકારે આયોજન કર્યુ છે. ત્‍યારે દરેક ખેડુતોએ તેનો કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખીને દુ્ષ્‍કાળની આફતને અવસરમાં પલ્‍ટાવીને ખેતીને સમૃધ્‍ધ કરનારા આ  અવસરનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વિઠલભાઇ રાદડીયાએ જેતપુરના ઉધોગ ધંધાઓના વધુ વિકાસ થતા રોજગારીની તકો  વધતી હોય તેમા તમામ રાજકિય આગેવાનો પણ હકારાત્‍મક અભિગમ રાખતા હોવાનું જણાવેલ છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી જશુબહેન કોરાટે તેમના પ્રવચનમાં જેતપુરના ઉદ્યોગોના વિકાસમા અને રોજગારીની તકો વધારવાના રાજય સરકારના પ્રયત્‍નોને બિરદાવ્‍યા હતા. આ પ્રસંગે ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, રોટરી લાયન્‍સ, સીટી કાઉન્‍સીલ, બ્રમ્‍હ્ સમાજ, માર્કેટીંગ યાર્ડ, શહેર તાલુકા ભાજપ દ્રારા મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ શ્રી લાલજીભાઇ સવાલીયાનું સન્‍માન કરાયુ હતું. આ સન્‍માનના પ્રત્‍યુતરમાં શ્રી લાલજીભાઇએ જણાવ્‍યુ હતુ કે, આવા સન્‍માન સમારંભો પારિવારિકતાની ભાવના પ્રગટાવે છે. આ તકે જેતપુર ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશનના પ્રમુખશ્રી રાજુભાઇએ પટેલ તથા શ્રીમનસુખભાઇ ખાચરીયાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલીકાના પ્રમુખ શ્રી રમાબહેન મકવાણા, પર્વ ધારાસભ્‍યશ્રી જયેશભાઇ રાદડીયા,સર્વશ્રી વિઠલભાઇ ભુવા, કિશોરભાઇ શાહ, સુભાષભાઇ બાંભરોલીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી જેન્‍તીભાઇ રામોલીયાએ અને આભારવિધી ઉધોગકારશ્રી ધીરુભાઇ રાણપરીયાએ કરી હતી.

Fwd: જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ




ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ                                                                                              કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ
જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા યોજાયેલ સન્‍માન સમારંભ
રાજકોટ તા.૮ એપ્રિલઃ- ઉદ્યોગોનો વિકાસ પર્યાવરણની જાળવણી સાથે કરીએ તોજ સાચો વિકાસ થયો ગણાય તેમ જેતપુર ખાતે વિવિધ સંસ્‍થાઓ દ્રારા આયોજીત સન્‍માન સમારંભમાં બોલતા વન અને પર્યાવરણ તથા કૃષિ રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ હતું. પર્યાવરણની  જાળવણી કરવી આપણી ફરજ છે તે માટે દરેકે ઉદ્યોગકારોને   જાગૃતિ કેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી ગોવિંદભાઇએ સૌરાષ્‍ટના તમામ ડેમોમાંથી કાંપ કાઢીને ઉંડા કરી તેમાં નર્મદાના નીર લાવવાનું  રાજય સરકારે આયોજન કર્યુ છે. ત્‍યારે દરેક ખેડુતોએ તેનો કાંપ કાઢીને પોતાના ખેતરોમાં નાખીને દુ્ષ્‍કાળની આફતને અવસરમાં પલ્‍ટાવીને ખેતીને સમૃધ્‍ધ કરનારા આ  અવસરનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વિઠલભાઇ રાદડીયાએ જેતપુરના ઉધોગ ધંધાઓના વધુ વિકાસ થતા રોજગારીની તકો  વધતી હોય તેમા તમામ રાજકિય આગેવાનો પણ હકારાત્‍મક અભિગમ રાખતા હોવાનું જણાવેલ છે. પૂર્વ ધારાસભ્‍યશ્રી જશુબહેન કોરાટે તેમના પ્રવચનમાં જેતપુરના ઉદ્યોગોના વિકાસમા અને રોજગારીની તકો વધારવાના રાજય સરકારના પ્રયત્‍નોને બિરદાવ્‍યા હતા. આ પ્રસંગે ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશન, ચેમ્‍બર ઓફ કોમર્સ, રોટરી લાયન્‍સ, સીટી કાઉન્‍સીલ, બ્રમ્‍હ્ સમાજ, માર્કેટીંગ યાર્ડ, શહેર તાલુકા ભાજપ દ્રારા મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ શ્રી લાલજીભાઇ સવાલીયાનું સન્‍માન કરાયુ હતું. આ સન્‍માનના પ્રત્‍યુતરમાં શ્રી લાલજીભાઇએ જણાવ્‍યુ હતુ કે, આવા સન્‍માન સમારંભો પારિવારિકતાની ભાવના પ્રગટાવે છે. આ તકે જેતપુર ડાંઇગ એન્‍ડ પ્રિન્‍ટીંગ એશોસીએશનના પ્રમુખશ્રી રાજુભાઇએ પટેલ તથા શ્રીમનસુખભાઇ ખાચરીયાએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલીકાના પ્રમુખ શ્રી રમાબહેન મકવાણા, પર્વ ધારાસભ્‍યશ્રી જયેશભાઇ રાદડીયા,સર્વશ્રી વિઠલભાઇ ભુવા, કિશોરભાઇ શાહ, સુભાષભાઇ બાંભરોલીયા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી જેન્‍તીભાઇ રામોલીયાએ અને આભારવિધી ઉધોગકારશ્રી ધીરુભાઇ રાણપરીયાએ કરી હતી.

Fwd: પૅનકાર્ડ માટે હવે આધાર પણ ચાલશે

પૅનકાર્ડ માટે હવે આધાર પણ ચાલશે

નવી દિલ્હી: પૅન (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ મેળવવા માટે તુરતમાં જ 'યુનિક આઇડેન્ટિફિકેશન (યુઆઈડી) આધાર' નંબર ઓળખ અને સરનામા માટે કાયદેસરની સાબિતી કે પુરાવો બની રહેશે. પેનકાર્ડની ફાળવણી માટે ઓળખ અને સરનામાના કાયદેસરના પુરાવા માટેની યાદીમાં આધારનો સમાવેશ કરવાની દરખાસ્ત યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા થોડા સમય પૂર્વે નાણાં ખાતાને પાઠવવામાં આવી છે. નાણાં ખાતાએ આ સંબંધે નિયમનોનું નોટિફિકેશન જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈએ)ની દરખાસ્તનો હેતુ આઈટી ડિપાર્ટમેન્ટ (આવકવેરા ખાતું) દ્વારા કરદાતાઓને ફાળવવામાં આવતા પૅનકાર્ડની નકલ અને પ્રતિકૃતિ ધરાવતા નકલી પૅનકાર્ડનું દૂષણ દૂર કરવાનો છે. પૅનકાર્ડ મેળવવા માટે એક વખત આધારનો કાયદેસરના પુરાવા તરીકે સ્વીકાર થાય પછી આઈટી ડિપાર્ટમેન્ટ માટે નકલી પૅનકાર્ડનું દૂષણ દૂર કરવાનું શક્ય બનશે. ગયા વરસે પૅનકાર્ડ મેળવવા માટેના નવા ફોર્મ ૪૯એના નોટિફિકેશનની જાહેરાત કરવામાં આવી ત્યારથી આઇટી ડિપાર્ટમેન્ટે તેના ડેટાબેઝમાં ૧.૭૫ લાખ આધાર નંબરોનો સમાવેશ કર્યો છે. અત્યાર સુધી પૅનકાર્ડ મેળવવા માટેના પુરાવા તરીકે વોટર આઇડી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મિલકતની માલિકી અથવા રેન્ટિંગ ડોક્યુમેન્ટ પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા હતા. નાણા ખાતાએ ગયા વરસે ભારતીય કંપનીઓ, ભારતીય નાગરિકો અને દેશની કોર્પોરેટ કંપનીઓના ઉપયોગ માટે નવું પૅન એપ્લિકેશન 'ફોર્મ ૪૯એ' જાહેર કર્યું હતું.

Fwd: SULTANAT-E-OMAN



---------- Forwarded message ----------
From: kashyap joshi <kkumarjoshi@gmail.com>

સોમવાર, 8 એપ્રિલ, 2013

[Dahod-online:1342] 06-04-'13 Voice Of Dahod is now online on www.dahod.com


---------- Forwarded message ----------
From: "Gopi Sheth" <gsheth@comcast.net>
Date: Apr 6, 2013 11:10 PM
Subject: [Dahod-online:1342] 06-04-&apos;13 Voice Of Dahod is now online on www.dahod.com
To: <dahod-online@googlegroups.com>

નમસ્કાર દાહોદીયનો,

આ સાથે તા:06-04-2013 નું ''વોઈસ ઓફ દાહોદ'' સાપ્તાહિક પ્રસ્તુત છે, આશા છે આ સાપ્તાહિક આપને ગમતું જ હશે! આ અંકમાં પણ આપને

 મનપસંદ એવી ''પ્રકીર્ણ'',''ફીલર'',''ગેસ્ટ કોલમ'', ''ડોકિયું'' અને સાથે સાથે 

દાહોદના માહિતીસભર સમાચાર વાંચીને આપનો અમુલ્ય અભિપ્રાય

આપશો તો ચોક્કસ ગમશે.

તો આજનું તા: 06-04-2013 નું ''વોઈસ ઓફ દાહોદ'' આ સાથે પ્રસ્તુત છે.

અત્રે માત્ર ''ટ્રેલર'' પ્રસ્તુત છે, સંપૂર્ણ ''વોઈસ ઓફ દાહોદ'' વાંચવા માટે  

www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે. 

તમારા પ્રતિભાવ-સુચન  sachindahod@gmail.com અથવા

dostiyaarki@gmail.com  ઉપર અમને ચોક્કસ આપશો.

Visit www.dahod.com to read full Voice of dahod...Thanks.

Regards......આભાર....

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103   &  M: 094265 95111

                E-mail: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com

 

--
You received this message because you are subscribed to the Google Groups "Dahod City Online from www.dahod.com" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to dahod-online+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.