અનુયાયીઓ

મંગળવાર, 26 જૂન, 2012

૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...

**********************
INTERIOR WORLD
**********************
આ૫ની નજીક ટાગોર રોડ ૫ર.....
********************************
૧૫૦૦ થી વઘારે રંગોના એક્સક્લુઝીવ વીનીયર, લેમિનેટ, મેટલ, તથા ડિઝીટલ
લેમિનેટ શ્રેણીનું એકજ છત નીચે ભવ્ય ડિસ્પ્લે...
*******************************************
દરેક રેન્જની પ્લાઇવુડ, તમામ પ્રકારના ફ્લોરીંગ, એમડીએફ ગ્રીલ, તથા વેવ
બોડૃ, ઇમ્પોટેૃડ ડેકોરેટીવ પેનલ શીટ, મેમ્બરન શટર, અને મોડ્યુલર કિચનની
વિશાળ શ્રેણી ઉ૫લબ્ઘ...
**************************************************
આજેજ ૫ઘારો અને મુલાકાત લો...અમારા ભવ્ય શોરૃમની...
**********************************************************
Shree Kantilal Jasani
Shree Tusharbha jasani
Shree Vallabhdas Jasani
*************************************
# 4,Prime Loacations, Next to Angel Hardware, Opp.Krishna Conark-2
Complex, Tagore Road, Rajkot- 93747 55255-----------0281 2290255 /
6696255 / +91 281 3016255
******************************************************************************************************

શનિવાર, 23 જૂન, 2012

"જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------

Check out "જીંદગી મેરે ઘર આના" on GUJARATI-ગુજરાતી

-mauri shah

Blog post added by Ghanshyam M.Jani:
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર, નહીતર રહેજે વાંજણી , મત ગુમાવીશ
નુર. પૂર્વ અને પશ્ચિમ નો ટકરાવ ઘણા વરસો પુરાણો છે. અમેરિકા યુરોપ
દેશો...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143386&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

"ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

Check out "ઉર્જાનું મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLGY)" on GUJARATI-ગુજરાતી

-priya jain

Blog post added by i.j.saiyad.:
ઉર્જા મનોવિજ્ઞાન ( ENERGY PSYCHOLOGY )

આધુનિક તબિબી વિજ્ઞાને સ્વાસ્થ્ય સુરક્ષાનું સ્વર્ગ ઊભું કર્યું છે .
તેની ઈમર્જન્સી અને સર્જરી સેવા...

Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A143877&xgs=1&xg_source=msg_share_post

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812


NEWS BY KASHYAP JOSHI JETALSAR-JETPUR-99095 20812

ગુરુવાર, 21 જૂન, 2012

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે

સરકારી કેરોસીનની કાળા બજારી માટે બે ફેરિયાઓની અટકાયત - રાજકોટ જેલના હવાલે
વડોદરા
જિલ્લા કલેકટરની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ
જિલ્લા પુરવઠા તંત્રે તાજેતરમાં પાદરા તાલુકાના બે ફેરિયાઓને સરકારી ભૂરા
રંગના કેરોસીનના કાળા બજાર અને બિનઅધિકૃત વેચાણ માટે પીબીએમના કાયદા હેઠળ
અટકમાં લઇને રાજકોટ જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે. બાતમીના આધારે કરવામાં
આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી કેરોસીનનો ૨૦૦ લીટર જથ્થો વગે થતાં
અટકાવાયો હતો. આ જથ્થો એક ટેમ્પામાં પીપળી ગામેથી લતીપુરા બસ સ્ટેશન તરફ
લઇ જવાતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આ જથ્થો પીપળી
ગામના કેરોસીન ફેરિયા શ્રી શનાભાઇ બાબરભાઇ મકવાણાનો હોવાનું અને તેમના
પુત્ર આશિષ શનાભાઇ મકવાણાના કહેવાથી લઇ જવાતો હોવાનું માલૂમ પડયું હતું.
ઉપરોક્ત કારણોસર સંબંધિત બંને વ્યક્તિઓની પીબીએમના કાયદા હેઠળ અટકાયત
થતાં, આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરનારામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઉર્જા રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના હસ્તેધ તા.૨૩ મીએ ધ્રાંગધ્રા ખાતે ૬૬ કે.વી. સબ સ્ટે્શનનું ભૂમિપુજન અને લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે

સુરેન્દ્રેનગર,
સુરેન્દ્રેનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિપત બી ફાર્મસી
કોલેજ કંમ્પાશઉન્ડથ ખાતે તા.૨૩ મી જૂન - ૨૦૧૨ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦
કલાકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સં રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ્દ
હસ્તે નવલગઢ તથા ઇસદ્રા ૬૬ કે.વી. સબ સ્ટેલશનનું ભૂમિપૂજન અને હિરાપર ૬૬
કે.વી. સબ સ્ટે શનની લોકાર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે
સ્વહર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યલક્ષશ્રી આઈ.
કે. જાડેજા અતિથિ વિશેષપદે ઉપસ્થિઆત રહેશે, તેમ ગુજરાત એનર્જી
ટ્રાન્સરમીશન કોર્પોરેશનના લીમીટેડના અધિક્ષક ઇજનેરશ્રી એમ.વી. ભટ્ટની એક
યાદીમાં જણાવાયું છે.

સ્નાાતક તથા અનુસ્ના તક ડિગ્રી અને ૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન

સ્નારતક તથા અનુસ્નાાતક ડિગ્રી ધરાવતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન
જાતિ, બીપીએલ તથા એપીએલ ઉમેદવારો (૨૩ થી ૨૫ વર્ષની વય ધરાવતા) માટે
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા એક રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામાં
આવનાર છે. આથી નિયત લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ તુરંત જ
જિલ્લા રોજગાર કચેરી, બ્લોનક નં.સી-૧, પ્રથમ માળ, બહુમાળી ભવન-અમરેલીનો
સંપર્ક કરવા જિલ્લાા રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

તા.૨૬મી જુનના રોજ આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન

કચ્છન ખાતે કાર્યરત એક કંપનીમાં ધો.૮ થી એચ.એસ.સી. પાસ ઉમેદવારોની
જરૂરિયાત હોય ઉમેદવારોને કંપની તરફથી વેતન રૂ.૫૪૦૦, પી.એફ. રૂ.૭૫૦ ઉપરાંત
૪ કલાક ઓવરટાઇમ કરનારને રૂ.૧૭૬ આપવામાં આવશે. કંપની કામગીરીમાં ૨૬ દિવસ
નિયમિત હાજરી આપનારને રૂ.૫૦૦નુ બોનસ આપવામાં આવશે.
જિલ્લાે રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૨૬મી જુનને મંગળવારના રોજ ૧૦.૦૦
કલાકે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુજ
છે. રોજગારી અર્થે કચ્છૂમાં જવા ઇચ્છુવક પુરૂષ ઉમેદવારોએ પોતાના બાયોડેટા
અને ફોટોગ્રાફ સાથે આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે સ્વ ખર્ચે હાજર રહેવા જિલ્લાથ
રોજગાર અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

રાજયના શિક્ષણ, મહિલા અને બાળ વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિ તીમાં ૧૬ કરોડના ખર્ચે ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તા ને પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત ભાણવડમાં ભાણવડી નદી ઉપર ૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ પુલની લોકાર્પણ

ભાણવડ તાલુકાના ફતેપુર-સઇદેવળિયા-મોજપર-ચોખંડા રસ્તાધને અંદાજે ૧૬ કરોડના
ખર્ચે પહોળો તથા મજબુતીકરણ કરવાનું ખાતમૂર્હૂત તા.૨૩/૬/૧૨ના રોજ સવારે ૧૦
વાગ્યેુ અને ભાણવડ ખાતે ભાણવડી નદી ઉપર રૂ.૧.૬૫ કરોડના ખર્ચે બંધાયેલ
પુલની લોકાર્પણ વિધિ સવારે ૧૧ વાગ્યેા રાજયના શિક્ષણ, મહિલા અને બાળ
વિકાસમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મૂળુભાઇ બેરાની
ઉપસ્થિેતીમાં યોજાશે. સવારે ૧૧.૧૫ વાગ્યેધ જલારામ વાડી, વ્રજભૂમિ
સોસાયટી, ભાણવડમાં સમારંભ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિક્રમભાઇ માડમ, જિલ્લાઅ પંચાયતના પ્રમુખ ડો.પી.બી
વસોયા, જિ.પંના ઉપ પ્રમુખશ્રી ખીમાભાઇ ભોચીયા, જિલ્લાજ પંચાયતના
પૂર્વપ્રમુખશ્રી પાલાભાઇ કરમૂર, તા.પં.ભાણવડના પ્રમુખશ્રી રેખાબેન
રાવલિયા, બાંધકામ સમિતિ ના ચેરમેનશ્રી લખુભાઇ ગોજિયા, ભાણવડ નગરપાલિકાના
પ્રમુખશ્રી કિશોરભાઇ ખાણધર ઉપસ્થિરત રહેશે.

કાલાવડ તાલુકાના જાલણસર ગામની ગૃહિણીઓએ મોતી કામ કરી સ્વાવવલંબન પ્રાપ્ત કર્યુ

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

કાલાવડ તાલુકાના જાલણસર ગામે રાજય સરકારની મિશન મંગલમ યોજના તળે જય
ચાંમુડા અને જય રાંદલમાં સખી મંડળ કાર્યરત છે. જેમા ૨૨ ગૃહિણીઓ જોડાયેલી
છે. આ બધી જ ગૃહિણીઓ બપોરે ફુરસદના સમયે મંગલસુત્ર માટેના મોતી બનાવવાનું
કામ કરીને મહીને બે થી ત્રણ હજારની આવક મેળવી રહી છે.
જય ચાંમુડા સખી મંડળના સીતા બા જાડેજા કહે છે. છેલ્લા ત્રણેક વર્ષથી હું
સખી મંડળમાં જોડાઇ છુ. તેનાથી અમે બચતની વૃતિ કેળવી. સખી મંડળ થકી હું
મોતી કામ શીખીને આજે પગભર બની છુ. મારા પતિ ખેતી કામ કરે છે. મોંઘવારીમાં
ઘર ચલાવવુ મુશ્કેખલ બન્યુગ હોય તેવામાં મોટાભાગનુ ઘર મારા મોતી કામ ઉપર જ
ચાલે છે. જયારે જય રાંદલમાં સખી મંડળના દક્ષાબેન ગોંડલિયા મોતીકામની આવક
પોતાના બાળકોને ભણાવવામાં ખર્ચે છે.
જાલણસરના મોટા ભાગના ગ્રામજનો ખેતી કામ કરે છે. જાલણસરમાં માત્ર ૨૨ ઘરો જ
છે. તે પૈકી ૨૨ બહેનોને સખી મંડળમાં જોડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા
આંગણવાડી વર્કર રસિકબા ગોહિલ કહે છે મહિલાઓ બચત વૃતિ કેળવી ને પગભર બને
તે માટે રાજય સરકારની મિશન મંગલમ યોજના અમારા ગામની બહેનોને લાભકારી બની
છે.
આ મંડળની બહેનોને કાલાવડના ઇમીટેશન જવેલરીના વેપારી કામ આપે છે. પહેલા બે
ત્રણ બહેનો એ આ કામ શરૂ કર્યુ હતું. હવે ૨૨ જેટલી બહેનો મોતી કામ કરીને
પોતાની આજીવિકા રળે છે.
કાલાવડ તાલુકાના સખી મંડળની બહેનોને મિશન મંગલમ યોજનાના કાલાવડ તાલુકા
લાઇવલી હુડ મેનેજરશ્રી પરેશભાઇ કોડિયા, આસી. પ્રોજેકટ મેનેજરશ્રી
ડિમ્પવલબેન ગાલોલિયા, કલ્ટ્ ઉપર કો-ઓર્ડિનેરશ્રી દિવ્યા બેન ગધેથરિયા
માર્ગદર્શન આપી રહયા છે.

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપ

મોરબી ખાતે બક્ષીપંચ અને આર્થિક પછાત વર્ગના રપ૯ ગરીબો માટે પંડિત
દિનદયાલ આવાસ યોજના હેઠળ બંધાનાર વસાહતનું તા.ર૩મી જુને ભૂમિપૂજન થશે
સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાતણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
અને ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિરત રહેશે

રાજકોટ
રાજયના સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગ અંતર્ગત નિયામક વિકસતી જાતિ
કલ્યા ણ ખાતું ગાંધીનગરના ઉપક્રમે મોરબી શહેરના બક્ષીપંચ તથા આર્થિક પછાત
વર્ગના રપ૯ ગરીબ કુટુંબોને જિલ્લાગ મહેસુલી તંત્ર દ્વારા પ્લોાટ ફાળવાયા
છે. આ પ્લોધટ ઉપર સરકારની પંડિત દિનદયાલ ઉપાધ્યાીય આવાસ યોજના અન્વમયે
મોરબી ખાતે મોરબી નગરપાલીકાના સહયોગથી ઉભી થનાર વસાહતનું ભૂમિપૂજન તથા
મકાન સહાયના પ્રથમ હપ્તાત પેટેના રૂ. પ૪.૩૯ લાખના ચેકોનું વિતરણ સામાજિક
અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાહણ રાજયમંત્રીશ્રી વાસભાઇ આહિરના હસ્તેવ
થશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ રાજમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા પણ ઉપસ્થિીત
રહેશે. નગરપાલીકા ટાઉન હોલ મોરબી ખાતે તા. ર૩/૬/૧૨ને સવારે ૧૦-૩૦ કલાકે
યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યતક્ષ શ્રી જયંતિભાઇ
બારોટ, સાંસદશ્રી પૂનમબેન જાટ, જિલ્લાય પંચાયત પ્રમુખશ્રી હંસાબેન
પારેઘી, ધારાસભ્યો સર્વશ્રી કાંતિભાઇ અમૃતીયા, શ્રીમતિ ભાનુબેન બાબરીયા,
ડો. ભરતભાઇ બોધરા સામાજિક ન્યા્ય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના
અગ્રસચિવશ્રી સંજય પ્રસાદ, જિલ્લાય કલેકટરશ્રી ડો. રાજેન્દ્રભકુમાર,
જિલ્લાન વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાગય, વિકસતી જાતિ કલ્યારણ
ગાંધીનગરના નિયામકશ્રી કે.જી.વણઝારા, ગુજરાત ગોપાલક વિકાસ નિગમના
ઉપાધ્યલક્ષશ્રી દિનેશ ટોળીયા, ગુજરાત ઠાકોર, કોળી વિકાસ નિગમ ગાંધીનગરના
ડીરેકટરશ્રી ભૂપતભાઇ ડાભી, મોરબી નગરપાલીકા અધ્યગક્ષા શ્રીમતી હંસાબેન
ઠાકર તથા મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનજીભાઇ દંતાલીયા વગેરે
ઉપસ્થિઅત રહેશે તેમ નાયબ નિયામક(વ.જા.) રાજકોટ શ્રી એચ.અમ.વાઘાણીની
યાદીમાં જણાવાયું છે.

નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેસ મોરબીમાં આઇટીઆઇનું ભૂમિપૂજન થશે રાજકોટ બાલભવન ખાતે નવનિર્મિત જલવિહારનું લોકાર્પણ કરશે

રાજકોટ
રાજયના નાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળા આગામી તા.
ર૩/૬/૧૨ના રોજ બપોરે ૩-૦૦ વાગે મોરબી ખાતે મહેન્દ્ર નગર પાસે રામધન આશ્રમ
પાસે નિર્માણ પામનાર આઇ.ટી.આઇ.(ઔદ્યોગિક તાલીમ સંસ્થાર)નું ભૂમિપૂજન કરશે
બાદમાં તેઓ રાજકોટ આવશે અને સાંજે ૬-૦૦ વાગે રાજકોટ રેસકોર્સમાં આવેલ
બાલભવનમાં નવનિર્મિત જલવિહાર તથા સ્પોાર્ટસ એકેડેમીના લોકાર્પણ
કાર્યક્રમમાં ઉપસ્થિટત રહેશે.

ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મતદાર યાદી અને ચુંટણીનો કાર્યક્રમ

રાજકોટ
ધોરાજી પ્રાંત અધિકારીની કચેરીની યાદી અનુસાર ધોરાજી તાલુકા સહકારી ખરીદ
વેચાણ સંઘ લી.નો મતદાર યાદી તેમજ ચુંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
તદાનુસાર કામચલાઉ મતદાર યદીની પ્રાથમિક પ્રસિધ્ધિી તા. રર/૬/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ વાગે થશે. જે પ્રાંત અધિકારીશ્રી તેમજ રાજકોટ કલેકટર કચેરી
તથા ધોરાજી તા. સ.ખ.વે. સંઘ લી. તેમજ જિલ્લાે રજીસ્ટ્રા ર સ.મં. રાજકોટ
કચેરી ખાતે થશે. મતદાર યાદી અંગે દાવા વાંધા રજુ કરવાની છેવટની તારીખ તા.
રર/૬ થી તા. ર૯/૬ સવારના ૧૧ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી મુકરર કરાઇ છે.
દાવા વાંધાનો નિર્ણય તા. ૩/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે એમ આ બન્નેદ
કાર્યવાહી ધોરાજી પ્રાંત કચેરી ખાતે થશે. મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિર
તા. ૧૦/૭/૧૨ના રોજ સવારે ૧૧-૦૦ વાગે ઉપરોકત ચાર સ્થાળોએ થશે.
ચુંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારીપત્રો તા. ૧૬/૭/૧૨ થી તા. ૨૩/૭/૧૨
સવારના ૧૧-૦૦ થી બપોરના ૧૫-૦૦ સુધીમાં ભરી શકાશે. તેનું સ્થ૨ળ મામલતદાર
કચેરી ખાતે રહેશે. મળેલ ઉમેદવારીપત્રોની યાદી તા. ૨૩/૭/૧૨ના રોજ બપોરે
૩-૦૦ વાગે પ્રસિધ્ધા કરાશે અને ઉમેદવારીપત્રોની ચકાસણી તા. ર૪/૭/૧૨ના રોજ
સવારે ૧૧-૦૦ કલાકથી શરૂ થશે. આ બન્નેી કામગીરી મામલતદાર કચેરી ખાતે થશે
અને બાદમાં આજ દિવસે આ ચકાસણી કામગીરી પૂર્ણ થયા બાદ માન્યદ
ઉમેદવારીપત્રોની યાદી મામલતદાર કચેરી-ધોરાજી અને કલેકટર કચેરી રાજકોટ
ખાતે પ્રસિધ્ધે કરાશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ, સમય અને સ્થરળ
તા. ર૬/૭/૧૨ના સવારના ૧૧-૦૦ થી ૧૫-૦૦ મુકરર કરેલ છે. જે કાર્યવાહી
મામલતદાર કચેરી ધોરાજી ખાતે થશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી તા.
ર૬/૭/૧૨ના રોજ સાંજે પ-૦૦ વાગે ઉપરોકત સ્થેળે પ્રસિધ્ધઆ કરાશે. મતદાન
જરૂરી હોય તો તેની તારીખ અને સ્થછળ ૪/૮/૧૨ના રોજ સવારનાં ૧૦-૦૦ થી બપોરે
૧-૦૦ સુધી મામલદાર કચેરી ધોરાજી ખાતે થશે. આ જ સ્થકળે આ જ દિવસે બપોરે
ર-૦૦ વાગે મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

ગૌપાલનની ભારતીય સંસ્કૃાતિની અને અર્થતંત્રની આગવી પરંપરાને આગળ ધપાવીએ શ્રી ભૂપેન્દ્રયસિંહ ચુડાસમા ગાય આધારિત અર્થતંત્ર થકી આવકના નવા સ્ત્રો તો ઉભા થવાની તકો છે. ડો. વલ્લ ભભાઇ કથીરીયા ‘‘ગાય આધારિત અર્થતંત્ર-ર૧મી સદીની અનિવાર્યતા’’ પરિસંવાદમાં વિદ્વાનોએ

રાજકોટ
ગુજરાત ગૌસેવા આયોગ અને જિલ્લાય ઉદ્યોગ કેન્દ્રી રાજકોટ દ્વારા ગાય
આધારિત અર્થતંત્ર ર૧મી સદીની અનિવાર્યતા વિષય ઉપર એક પરિસંવાદ પંડિત
દીનદયાળ ઉપાધ્યાિય સરકારી મેડીકલ કોલેજ ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજાયો
હતો. પરિસંવાદને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યઅક્ષ શ્રી ભૂપેન્દ્ર સિંહજી
ચૂડાસમાએ દિપ પ્રગટાવી ખુલ્લોઆ મુકયો હતો.
આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યદક્ષ શ્રી ભૂપેન્દ્રદસિંહજી ચુડાસમાએ
જણાવ્યુય હતુ કે કુદરતે માનવ જીવન માટે હવા અને પાણીની ભેટ આપી છે અને
ત્રીજી ભેટ આપી છે તે ગાય છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દરેક ઘર આંગણે
ગાય હતી અને તેના આધારિત સુખી અર્થતંત્ર હતું. આ સૈકાઓ જુનુ અર્થતંત્ર
આજે લુપ્તન થતું જાય છે. આની ચિંતા કરી રાજયના મુખ્યતમંત્રી શ્રી
નરેન્દ્રંભાઇએ રાજયના ઉદ્યોગ, કૃષિ શિક્ષણ અને પશુપાલનના વિકાસ સાથે દેશી
ગાયોના જતનને વધુને વધુ વેગ મળે અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન અને
તંદુરસ્તછ ગુજરાતનું નિમાર્ણ કરી શકાય તે માટે ગુજરાત ગૌસેવા આયોગની રચના
કરી છે. જેના અધ્યરક્ષ તરીકે ડો. વલ્લકભાઇ કથીરીયા આજે ગૌવંશની માનવ
જીવનમાં કેટલી ઉપયોગીતા છે. તે પ્રત્યેર લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમ
જણાવી તેમણે આપણે સૌ ગાય આધારિત આવકના સ્ત્રો્ત ઉભા કરીએ અને ગૌચેતના
જગાવીને ગૌ સંસ્કૃણતિ આધારિત સામાજિક પરિવર્તનમાં સહયોગી બનીએ તેમ
જણાવ્યુઅ હતું.
ગૌસેવા આયોગના અધ્ય ક્ષશ્રી ડો. વલ્લપભભાઇ કથીરીયાએ ગૌસેવા આયોગની ભૂમીકા
સમજાવી જણાવ્યું કે રાજયમાં વધુને વધુ લોકો ગૌ પાલન કરી તેનું જતન કરતા
થાય અને તેના થકી ર૧મી સદીનું અર્થકારણ ગૌ આધારિત બને તે માટે
લોકજાગૃતીના અમારા પ્રયાસો છે. ગ્રામ્યહ લોકો, ખેડુતો, સ્વૈ ચ્છિગક
સંસ્થાયઓ, સખીમંડળો અને ઉદ્યોગકારો ગાયના દૂધ ગૌમુત્ર, ગોબરમાંથી આર્થિક
ઉપાર્જન મેળવી શકાય છે તેની વિસ્તૃ ત જાણકારી આપી તેમણે આ માટે ગૌચર
સુધારણાનો પણ અમારો પ્રયાસ છે તેમ જણાવ્યુ હતું.
આ પરિસંવાદમાં જી.એન.એફ.સી.ના ડાયરેકટર અને વલસાડના કૃષિ વૈજ્ઞાનિક શ્રી
અશોકભાઇ શાહ તથા અખિલ ભારતીય ગૌસેવા પ્રમુખ શ્રી શંકર લાલજી અને
કર્ણાટકના પંચગવ્યલ ઉદ્યોગપતિ ડો. એસ.કે.મીતલે ગાયોને પશુપાલન વ્યચવસાય
તરીકે વિકસાવવા અને તેનું જતન કરવા સાથે ગાયનું દૂધ, ગૌમુત્ર અને ગોબરનો
માનવ તંદુરસ્તીા અને કૃષિની ફળદ્રુપતા વધારવા અનેકગણા ઉપયોગી સાબીત થયા
છે તેમ જણાવ્યુ હતું. સેકડો સસ્ત ન પશુ પ્રાણીઓ દુધાળા છે તેમાંથી ફકત
ગાયને જ સમાજે માતા તરીકે સ્થાનન આપ્યુંદ છે. ત્યા્રે ર૧મી સદિનું ગાય
આધારિત અર્થતંત્ર આપણે સૌ નિર્માણ કરીએ અને સમાજ રાષ્ટ્રહને તંદુરસ્તં
અને સુસંસ્કૃયત બનાવીએ તેમ તેઓએ સંશોધન રજુ કરી જણાવ્યુર હતું.
આર્યુવેદિક યુનિવર્સિટી જામનગરના પ્રા. ડો. હિતેષભાઇ જાનીએ ગાયનું દૂધ ઘી
અને ગૌમુત્ર કેન્સવર અને ક્ષય જેવા રોગો થતા અટકાવવામાં પણ શ્રેષ્ઠં
સાબીત થયેલ હોવાનું જણાવી બ્રાઝિલ દેશે ભારતની અને તેમાંય ગુજરાતની દેશી
ગીર ગાય અને સાંઢને પાળી તેના થકી આજે તે દેશ આર્થિક સમૃધ્ધન બન્યોા છે
તો આપણે આપણીજ દેશી ગાયોને ઉછેરી તેના થકી આપણું આરોગ્ય્ અને આર્થિક
અર્થતંત્ર સમૃધ્ધા બનાવીએ તેમ જણાવ્યુંદ હતું.
આ સેમીનારના આયોજનમાં રાજકોટની ચેમ્બછર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ સ્ટ્રીુઝ,
ગ્રેટર ચેમ્બ‍ર, રાજકોટ એન્જીઆ. એશો., જી.આઇ.ડી.સી. એશો. લોધીકા, રાજકોટ
બીલ્ડુર્સ એશો. રાજકોટ જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીા નાબાર્ડ, ગુજરાત
એગ્રો. ઇન્ઙ. કોર્પોરેશન, જેડા, રાજકોટ ડેરી, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટન,
કુમકુમ ગ્રુપ, ચેમ્પીગયન એગ્રો. પ્રોડકટસ, વસુંધરા ટ્રસ્ટજ સહભાગી બન્યાજ
હતા.
આ પરિસંવાદમાં જિલ્લાટ ઉદ્યોગ કેન્દ્રર રાજકોટના જનરલ મેનેજરશ્રી
આર.ડી.બારહટે ગાયના દૂધ, ઘી, ગૌમુત્ર અને ગોબરમાંથી આર્થિક ઉપાર્જન કરતા
ગૃહ ઉદ્યોગકારો તથા નાના ઉદ્યોગકારોને જિલ્લાં ઉદ્યોગ કેન્દ્રો તરફથી
મળતી નાણાકીય સહાય અંગેની વિસ્તૃનત જાણકારી આપી આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લાો ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયા,
પ્રાંત અધિકારી રાજકોટ શ્રી દિક્ષીત, ચેમ્બાર્સ ઓફ કોર્મસ રાજકોટના
સમિરભાઇ શાહ, ગ્રેટર ચેમ્બવર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી ધનસુખભાઇ વોરા,
રાજકોટ એન્જિ નીયરીંગ એશોશીએશનના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, રાજકોટ
બીલ્ડભર્સ એશોશીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ બગડાઇ, ભાડવાના એવોર્ડ વિજેત
પ્રગતીશીલ ખેડુત શ્રી રાઘવેન્દ્રીસિંહજી જાડેજા તથા ઉદ્યોગપતીઓ, સહકારી
આગેવાનો, વેપારીઓ અને સ્વૈતચ્છિદક સંસ્થાહના પ્રતિનિધિઓ ઉપસ્થિનત રહ્યા
હતા.

ગ્વાંગડોંગ ખાતે ગુજરાતનો રોડ શો- ચીનના ઉત્પાદન કેન્દ્રમાં ભારે પ્રભાવ કારોબાર અને વિકાસ માટે ગુજરાતના અભિગમની ચીનના નેતાઓ અને ઉઘોગ જગતે કરી પ્રસંશા

ગ્વાંગડોંગના ઉઘોગો ગુજરાતને તેમનું આગામી ઉત્પાદન અને કારોબાર કેન્દ્ર
બનાવવા માટે ઉત્સુક
ગ્વાંગડોંગ પ્રાંતની સરકારે તેમના ઈન્ટરનેશનલ કોઓપરેશન સપ્તાહ માટે
ગુજરાતને આમંત્ર્યું
મુખ્યમંત્રીની પાછલી મુલાકાતે ગ્વાંગડોંગ સ્થિત ઉઘોગોને ગુજરાત તરફ આવવા આકર્ષ્યા

બાર સભ્યોના વાઈબ્રન્ટ ગુજરાતના પ્રતિનિધિમંડળે ચીનના ઉત્પાદન કેન્દ્ર
અને વિશ્વની ફેક્ટરી તરીકે જાણીતા ગ્વાંગડોંગની મૂલાકાત લધી હતી જયાં
તેમણે ગુજરાતને અત્યંત ઉત્સાહી સરકારી અધિકારીઓ, કારોબારીઓ અને નેતાઓ
સમક્ષ વિશ્વના આગામી વૈશ્વિક કારોબાર અને ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રસ્તુત
કર્યું હતું. ગત વર્ષે ઈકોનોમિસ્ટ મેગેઝીને ગુજરાતને ભારતના ગ્વાંગડોંગ
તરીકેનો ઉલ્લેખ કર્યો ત્યારબાદ ગ્વાંગડોંગના કારોબાર અને ઉઘોગો ગુજરાત
તરફ નજર કરી રહ્યાં છે અને ભવિષ્યમાં આ રાજય તરફથી તકો લેવાની ઈચ્છા
ધરાવે છે. ચીને માત્ર ગત વર્ષે જ ૬૦ અબજ ડોલરનું વિદેશી રોકાણ કર્યું
હતું ત્યારે હવે તેઓ ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની વિચારણા કરી
રહ્યાં છે અને ભારતમાં સંયુક્ત સાહસ સ્થાપી રહ્યાં છે જે ભારત અને ચીન
બંનેને પરસ્પર રીતે ફાયદાકારક નીવડશે.
ગુજરાત સરકારના પ્રિન્સિપલ રેસિડેન્ટ ઓફિસર શ્રી ભરત લાલની આગેવાની
હેઠળના પ્રતિનિધિમંડળે ગ્વાંગડોંગ અને ગુજરાત વચ્ચે સહકારના સંભવિત
ક્ષેત્રો અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન અને
વિદેશી બાબતોના કાર્યાલય સાથે ચર્ચા કરી હતી. તેમની સાથે ગ્વાંગડોંગમાં
કોન્સુલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી ઈન્દ્રામણી પાંડે પણ હતા.
ભારતના કોન્સ્યુલેટે ચાઈના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ
(સીસીપીઆઈટી) સાથે ભાગીદારીમાં ગ્વાંગડોંગમાં વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩ પર
સેમિનારનું આયોજન કર્યું હતું. જેને ગ્વાંગડોંગના પ્રતિનિધિઓ તરફથી બહોળો
પ્રતિસાદ મળ્યો હતો. એન્જિનિયરિંગ અને ઉપકરણો, ખનિજો, મશિનરી,
પુનઃપ્રાપ્ય ઉર્જા અને અન્ય ક્ષેત્રોએ ગુજરાતમાં તેમની સ્થાપવા માટેનો
ખાસ રસ દર્શાવ્યો હતો. ગુજરાતમાં ચીની રોકાણની મોટા પાયે શરૂઆત થઈ ચૂકી
છે. પરિસંવાદ દરમિયાન ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર ડૉ હરીશ પાઠકે પ્રસ્તાવિત રોકાણ ભંડોળની વિગતવાર માહિતી આપી
હતી.
ગ્વાંગડોંગના ગવર્નરે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નવેમ્બર ૨૦૧૨માં
પ્રાંતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જયાં બિ્રક્સ દેશો,
અમેરિકા, જાપાન, ફ્રાંસ વગેરે દેશો પોતાની ઉપસ્થિતિ નોંધાવશે. ભરત લાલે
ગ્વાંગડોંગના સરકારી અધિકારીઓને વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૩માં આવવા માટેનું
આમંત્રણ પાઠવ્યું હતું. પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે ચીનના સિરામિક્સ
ઉઘોગના પાટનગર ફોશાનની પણ મુલાકાત લીધી હતી. ચીનમાં વાઈબ્રન્ટ ગુજરાતનું
પ્રમોશન કરીને પ્રતિનિધિમંડળ આજે હોંગકોંગ રવાના થયા હતા જયાં તેઓ અન્ય
રોડ શોનું માટે આયોજન કરી રહ્યાં છે.

ખારીકટ કેનાલમાં ટાયર પાયરોલોસીસના પ્રદૂષિત પાણી ને ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરતા સંબંધિતો સામે કાર્યવાહી

ગાંધીનગર
ખારીકટ કેનાલમાં વસ્ત્રાલ આર.ટી.ઓ. કચેરી પાસે ગેરકાયદેસર રીતે ટેન્કર
દ્વારા પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવે છે તેવી માહિતીના આધારે તપાસ
કરતા જોવા મળેલ કે, ખારીકટ કેનાલના કિનારે ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે
પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું.
આ અંગે વિસ્તૃત તપાસ કરીને ટેન્કર ચાલક, ટેન્કર માલિક તથા જે ઔઘોગિક
એકમમાંથી પ્રદૂષિત પાણી આવ્યું હતું તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. આ ગેરકાયદેસર કૃત્ય રામોલની હદમાં હોઇ રામોલ પોલીસ સ્ટેશનમાં
એફ.આઇ.આર. નોંધાવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમ ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં સખીમંડળો દ્વારા મિશન મંગલમ્નાઉ અભિયાને નારીસશકિતકરણને ખૂબ મોટી તાકાત આપી છે - નરેન્દ્રભાઇ મોદી

કચ્છના હસ્તકલા કૌશલ્યને માટે કચ્છના પ્રવાસન વિકાસથી વિશાળ રોજગારીની
ક્ષિતિજો ખૂલી છે
સેવા ઇન્ટરનેશનલ સંચાલિત ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતા
મુખ્યમંત્રીશ્રી
પヘમિ કચ્છના જીવાપર-નખત્રાણામાં કચ્છ હસ્તકલા કારીગરીના સામર્થ્યની
અનુભૂતિ કરાવતી નારીશકિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક સ્વ. ડો. હેડગેવારજીના નિર્વાણ દિવસે શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અષાઢી બીજના નવા વર્ષે કચ્છમાં
નખત્રાણા તાલુકાના જીવાપરમાં સેવા ઇન્ટરનેશનલ, દિલ્હી સંસ્થાના ઉપક્રમે
હેન્ડીક્રાફટ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતાં ગૌરવભેર
જણાવ્યું હતું કે મિશન મંગલમ્‍ દ્વારા સખીમંડળના અભિયાને નારીસશકિતકરણને
ખૂબ મોટી તાકાત આપી છે. કચ્છમાં પ્રવાસન વિકાસથી કચ્છના હસ્તકલા કૌશલ્ય
માટે રોજગારીની વિશાળ ક્ષિતિજો ખૂલી છે.
કચ્છ કલા સેવા ટ્રસ્ટનું સંચાલન કરતી સેવા ઇન્ટરનેશનલ સ્વૈચ્છિક
સંસ્થામાં ૪૦૦ બહેનો હસ્તકલા હુન્નર કૌશલ્યથી આર્થિક પ્રવૃતિ મેળવે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક ડો. સ્વ. હેડગેવારજીની નિર્વાણતિથીએ
મુખ્યમંત્રીશ્રીએ આ નારીશકિતકણનું ઉત્તમ કેન્દ્ર સમાજને ભેટ ધર્યું હતું.
આ સ્વસહાય જૂથોનું સંચાલન મહિલાઓ જ કરે છે.
ભૂકંપ પછી કચ્છને મુશીબતમાંથી બહાર આવવા, જીવન જીવવાની હામ આપવા અને
સંકટોમાંથી પાર ઉતારવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ જેવા અનેક સેવા
સંગઠ્ઠનોએ જે માનવસેવા અને પૂનઃનિર્માણ માટેની પ્રવૃત્ત્િાઓ કરી છે તેની
ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ આર.એસ.એસ.ની સેવાભાવનાને અન્ય માટે
પ્રેરણારૂપ ગણાવી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે મહિલા શકિત માટે આજિવિકાથી
સ્વાવલંબનનું આ કેન્દ્ર પણ સેવાક્ષેત્રનું છે અને કચ્છની હસ્તકલા
કારીગરીને પ્રોત્સાહિત કરીને સેવા ઇન્ટરનેશનલે તો કચ્છના પરંપરાગત
હસ્તકલા કૌશલ્યને નવા યુગની માંગને અનુરૂપ આધુનિક મોડ આપવાનું પાયાનું
પ્રશિક્ષણનું ઉમદા કાર્ય ઉપાડયું છે.
ભારત દુનિયાનો સૌથી યુવાદેશ છે. ૬પ ટકા યુવા જનસંખ્યા ૩પ વર્ષની નીચેની
છે. એને હુન્નર કૌશલ્યથી પ્રશિક્ષિત કરીને અવસર મળે તો ર૧મી સદી
હિન્દુસ્તાનની સદી બની રહેશે. એમાં પણ ગામે-ગામ યુવા બહેનો પણ
કૌશલ્ય-વિકાસ માટે તત્પર છે ત્યારે ચીન જેવા દેશમાં સ્કીલ ડેવલપમેન્ટના
પ૦,૦૦૦ અભ્યાસક્રમો ચાલે છે તેની સ્પર્ધામાં રહેવું હોય તો વિશાળ પાયા
ઉપર હુન્નર કૌશલ્ય માટેનું નેટવર્ક અને ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા
સુધીનું સુનિヘતિ આયોજન કરેલું છે જ્યારે ભારતની સરકારે માત્ર પ૦૦ હુન્નર
કૌશલ્યના વર્ગો શરૂ કર્યા છે ત્યારે ગુજરાતે રાહ જોયા વગર હજારો હુન્નર
કૌશલ્યના અવસરો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્રણસો ઉપરાંત કૌશલ્ય
વર્ધન કેન્દ્રમાં લાખો યુવાનો એમાંથી રોજગારીની તાલીમ લઇ પગભર બની રહ્યા
છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મિશન મંગલમ્‍ પ્રોજેકટ હેઠળ ગામે-ગામ અઢી લાખ
સ્વસહાય જૂથો-સખીમંડળોની લાખો ગરીબ બહેનોના હાથમાં રૂા. ૧૬૦૦ કરોડનો
કારોબાર મૂકયો છે તેની વિગતો આપી હતી. નારી સશકિતકરણ માટે સખીમંડળની
પ્રવૃતિ ખૂબ મોટું બળ બની ગઇ છે એટલું જ નહીં, ગરીબ પરિવારની બહેનો
આર્થિક આવક મેળવી રહી છે. આ સખીમંડળનું અભિયાન ખૂબ જ બળવાન બન્યું છે.
તેમ તેમણે જણાવ્યું હતું.
સેવા ઇન્ટરનેશનલ દિલ્હી તથા કચ્છ કલા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અશોક મહેતાએ
સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સેવા મારફતે પણ સંધ પ્રજાલક્ષી કામ
કરે છે "રાજ્ય સરકાર વિકાસની દિશામાં કામ કરે છે પરંતુ લોકો જોડાય તો તે
વધુ દીપી ઉઠે છે. અહીંની સંસ્થામાં ૪૦૦ બહેનોને રોજગારી મળે છે.'
આ પ્રસંગે સેવા ઇન્ટરનેશનલના પ્રમુખશ્રી અશોકભાઇ રાવલે પ્રાસંગિક
ઉદ્દબોધનમાં સેવા દ્વારા સમાજ પરિવર્તનની નેમ વ્યકત કરી હતી.
મુંબઇ સ્થિત સેવા ઇન્ટરનેશનલના ટ્રસ્ટીશ્રી બાબુભાઇ આહિરે કહ્યું કે,
કચ્છ કલાનું ભરતકામ વિશ્વપ્રસિધ્ધ છે ત્યારે સેવા સંસ્થાનો સહયોગ લઇ
કચ્છી કલાને વધુ આગળ વધારવા પ્રયત્નો કરાશે અને રોજગારીની તકો વ્યાપક
બનશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી જ્યંતીભાઇ ભાનુશાળી, માંડવી
વિસ્તારના ધારાસભ્યશ્રી ધનજીભાઇ સેંધાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં ૧૩૫મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

સતત અગિયારમાં વર્ષે રથયાત્રા પ્રસ્થાન અને પહિન્દવિધિ કરાવવાનો
સૌભાગ્યવિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે
શાંતિ-એકતા-સદ્દભાવનાની સદશકિતથી ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવા
ભગવાન જગન્નાથજીના કૃપા આશિષની વાંચ્છના
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩પમી રથયાત્રાને
આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન
કરાવ્યું હતું. સતત અગિયારમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન
કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ
મોદીને ફાળે જાય છે.
પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના
મુખ્ય રથમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની
સેવા કરી હતી અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન
કરી અને રથને સ્વયંમ દોરીને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન
કરાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથને ગરીબો અને દરિદ્ર નારાયણોના
ભગવાન તરીકે ગણાવી તેમના આશિષ ગરીબો અને કિસાનોનું ભલું કરે તેવી અભિલાષા
વ્યકત કરી હતી.
અમદાવાદની પરંપરાગત જગન્નાથ યાત્રા દેશ-દુનિયાના આકર્ષણ સમી બની રહી છે
અને દેશભરના સંતો-મહંતો વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાઇ ભકિતમય બને છે
તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જનસહયોગથી શાંતિ એકતા અને સદ્દભાવનાની સદ્શ કિત દ્વારા
ગુજરાતના વિકાસની નવી ઊંચાઇઓ પાર કરવા ભગવાન જગન્નાથજીના કૃપા આશિષ વરસતા
રહેશે તેવી વાંચ્છના કરી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ
શરૂ કર્યું તે પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ, કાયદા
રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી અસિત
વોરા, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ
અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્રભાઇ મોદી-- વિકાસ કોને કહેવાય એ ર૦૦૧ના કચ્છ અને ર૦૧રના વર્તમાન કચ્છની તુલનાથી સમજાઇ જશે કચ્છ-હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બન્યું છે

ભીમાસર-અંજારમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશનના સ્ટીલ પ્લાન્ટ-ફેઇઝ/રનું
ઉદ્દધાટન રૂચિ ગ્રુપ-મિત્સુઇ ગ્રુપનું સંયુકત વિકાસ સાહસ
રૂા. ૧૧૦૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે સ્ટીલ પ્લાન્ટ ઉઘોગનું વિસ્તરણ
છ લાખ ટન સ્ટીલ પ્રોડકશન થશે
કચ્છને નવા વર્ષની ભેટ
નરેન્દ્રભાઇ મોદી
વિકાસ કોને કહેવાય એ ર૦૦૧ના કચ્છ અને ર૦૧રના વર્તમાન કચ્છની તુલનાથી સમજાઇ જશે
કચ્છ-હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બન્યું છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષે ભીમાસરમાં ઇન્ડિઅન
સ્ટીલ કોર્પોરેશનના સેકન્ડ ફ્રેઇઝ સ્ટીલ એક્ષ્પાન્સન પ્લાન્ટનું ઉદ્દધાટન
કરતા જણાવ્યું હતું કે એકલું કચ્છ જ હિન્દુસ્તાનનું સ્ટીલ હબ બની ગયું
છે.
તેમણે જણાવ્યું કે ર૦૦૧ પહેલાનું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેની
તુલનાથી જ વિકાસ કોને કહેવાય તે ગુજરાત મોડેલનું દ્રષ્ટાંત કચ્છે પુરૂં
પાડયું છે.
જાપાનની મિત્સુઇ કંપની અને ભારતની રૂચિગ્રુપ ઇન્ડસ્ટ્રીઝના સંયુકત
સાહસરૂપે ખાનગી ક્ષેત્રમાં ર૦૦પમાં ઇન્ડીઅન સ્ટીલ કોર્પોરેશન સ્ટીલ
પ્લાન્ટ રૂા. ર૪૧ કરોડના રોકાણથી ભીમાસરમાં કાર્યાન્વીન્ત થયો હતો.
ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ર૦૦૭-માર્ચમાં જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે
આ જાપાની કંપની અને રૂચિ ગ્રુપે સેકન્ડ ફેઇઝ સ્ટીલ પ્લાન્ટ રૂા. ૮૮૪
કરોડના વધુ મૂડીરોકાણથી સ્થાપવાની તત્પરતા દાખવી હતી તેના અનુસંધાને
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૦૯માં આ અંગેના ISCએ સમજૂતિ કરાર કર્યા
હતા તેની ફલશ્રુતિરૂપે ISCનો આ ફેઇઝ/ર સ્ટીલ એકસ્પાન્શન પ્લાન્ટ કાર્યરત
થયો છે.
તેમણે જણાવ્યું કે ર૦૦૧નું કચ્છ અને વર્તમાન ર૦૧રનું કચ્છ-જેને વિકાસની
તુલના કરવી હોય તેને માટે કચ્છનો વિકાસ મોડેલ છે-કચ્છનો વિકાસ વ્યૂહ
સર્વાંગીણ અને સંતુલિત વિકાસ બની રહ્યો છે. ગુજરાતમાં ઔઘોગિક મૂડીરોકાણ
દેશમાં સર્વાધિક છે પરંતુ તેની સાથોસાથ ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સાથોસાથ
કૃષિ વિકાસમાં પણ ૩૭ લાખ હેકટર વાવેતર વિસ્તારમાં દશ વર્ષમાં વૃધ્ધિ કરી
છે. આ દર્શાવે છે કે ગુજરાતના વિકાસમાં કૃષિ, ઉઘોગ અને સર્વિસ સેકટરનો
સમાન હિસ્સો તથા સ્થળ-જળ-નભ માટેના મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાત
અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને કચ્છે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે તેની
ગૌરવભેર ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતમાં અમિતાભ બચ્ચને પ્રવાસન
એમ્બેસેડર બન્યા પછી ""ખૂશ્બુ ગુજરાતની'' વિશ્વભરમાં પ્રસરી છે.
ગુજરાત આજે "ઓટોમોબાઇલ હબ' બની ગયું છે અને દુનિયાની બધી જ મહત્વની
કંપનીઓની મોટરકારોના પ્લાન્ટ યુનિટ ગુજરાતમાં છે. જાપાન અને ગુજરાતનો
નાતો હવે અતૂટ બની રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ જાપાનનું વિદેશી
મૂડીરોકાણ થયેલું છે. જાપાન એ ગુજરાતના વિકાસનું ભાગીદાર બન્યું છે.
એશિયાનું આર્થિક વિકાસમાં અગ્રેસર જાપાન જેવું સંગીન રાષ્ટ્ર ગુજરાત સાથે
ભાગીદારી કરે તે બતાવે છે કે ગુજરાતમાં વિશ્વ સ્તરના વિકાસની કેટલી
ક્ષમતા અને સામર્થ્ય છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું
હતું.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ ગુજરાતના
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં દુનિયાના પ્રગતિશીલ દેશોને ગુજરાતમાં
નોતરવાની જે દિર્ધદ્રષ્ટિ દાખવી છે તેનાથી ગુજરાતની ઔઘોગિક પ્રગતિને ભારે
વેગ મળ્યો છે એમ જણાવી ઉમેર્યું હતું કે સ્ટીલ ઉઘોગ આપણા દેશના પાયાના
(બેઝિક) ઉઘોગ પૈકીનો એક છે.
ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના જાપાનના સહભાગીદાર અને મેનેજીંગ ડિરેકટર શ્રી
મકાતો સુઝીકીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી રાજ્ય
સરકાર સમક્ષ ર૦૦૪માં દરખાસ્ત મૂકી હતી અને આજે આઇ.એસ.સી.ના બીજા ફેઝના
શુભારંભ સાથે તેની ઉત્પાદન ક્ષમતા ૬ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગઇ છે
અને આ શુભપ્રસંગે ખુદ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપસ્થિત રહ્યા
તેનો આનંદ અને ગૌરવ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઇન્દોરના સાંસદ શ્રીમતી સુમિત્રા મહાજને જણાવ્યું
હતું કે ર૦૦૧ની ભૂકંપની ભયાનક પરિસ્થિતિને ગુજરાતે સાચા અર્થમાં અવસરમાં
પલટાવી દીધી છે, જેનું મુખ્ય શ્રેય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને
ફાળે છે.
આઇ.એસ.સી.ના મેનેજીંગ ડિરેકટર શ્રી ઉમેશ સહારાએ સ્વાગત પ્રવચનમાં સૌને
આવકાર્યા હતા જ્યારે આભારવિધિ આઇ.એસ.સી.ના એકઝીકયુટીવ ઓફિસરશ્રી અર્જુન
જાલાણીએ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભીમાસર આવી પહોંચ્યા ત્યારે આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી
કૈલાસ સહારાએ પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમની
સાથે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જનરલ
મેનેજર (આઇ.એસ.સી.) કર્નલ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કંપનીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને સમગ્ર
આઇ.એસ.સી. પ્રોજેકટની મુલાકાત લઇ વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કંપનીના જાપાનના સહભાગીદાર એવા હોદ્દેદારો સર્વશ્રી કુરૂહાતા,
તાનીગુચી, કુજીતા, હારા, મિઝુતાની તથા ભીમાસર પ્રોજેકટના ઉચ્ચ અધિકારીઓ
ઉપરાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આઇ.એસ.સી.ના સોવિનીયરનું પણ વિમોચન કર્યું
હતું. આઇ.એસ.સી.ના અધ્યક્ષશ્રી કૈલાસ સહારાએ મુખ્યમંત્રીશ્રીને
સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છની ખમીરવંતી જનતા સાથે આનંદ ઉલ્લાસમાં સહભાગી બનતાં એવો દ્રઢ વિશ્વાસ આપ્યો હતો કે નર્મદા મૈયાનાં આગમનથી ""વાગડ વધશે આગળ''

મુખ્યમંત્રીશ્રી કચ્છમાં
કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છી માડુઓના આનંદ-ઉમંગમાં સહભાગી બનતા
નરેન્દ્રભાઇ મોદી
નવું વર્ષ કચ્છને દુનિયામાં જાજવલ્યમાન બનાવશે
""વાગડ વધશે આગળ-નર્મદાના આગમન સમૃધ્ધિ લાવશે જ'' કેન્દ્ર સરકારને
આહ્્‍વાન ઃ ગુજરાતના નાણાંની તિજોરી ઉપર "પંજો' મૂકવાને બદલે વિકાસની
તંદુરસ્ત સ્પર્ધા કરોઃ
રાપર ઃ લેઉવા પાટીદાર સમાજ કન્યા કેળવણી મંડળની વિકાસયાત્રાને બિરદાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી નવા વર્ષની ઉજવણીમાં કચ્છની
ખમીરવંતી જનતા સાથે આનંદ ઉલ્લાસમાં સહભાગી બનતાં એવો દ્રઢ વિશ્વાસ આપ્યો
હતો કે નર્મદા મૈયાનાં આગમનથી ""વાગડ વધશે આગળ''

મુખ્યમંત્રીશ્રીએ રાપરમાં ગુજરાતના વિકાસની સિધ્ધિઓની ભૂમિકા આપી કેન્દ્ર
સરકારને આહ્્‍વાન કર્યું હતું કે આવો, વિકાસની તંદુરસ્ત સ્પર્ધા ગુજરાત
સાથે કરો. આ સરકાર પ્રજાની પાઇ-પાઇનો હિસાબ વિકાસમાં મળવો જોઇએ તેવા
ધ્યેયને વરેલી છે અને આ સરકારમાં કોઇપણ દિશામાં રપ કીલોમીટરના પરિધમાં
વિકાસનું કોઇને કોઇ કામ થતું જોઇ શકાય છે. રાપરમાં લેઉઆ પાટીદાર સમાજ
કન્યા કેળવણી મંડળ આયોજિત સમારંભમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસ્થાના
નવનિર્મિત સુવિધા ભવનોનું અને સરદાર પટેલ પ્રતિમાનું ઉદ્દધાટન કર્યું
હતું. કચ્છ વાગડ પ્રદેશમાં ૩૧ વર્ષથી કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારી આ
સંસ્થાના તમામ સહયોગીઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
નવું વર્ષ કચ્છને આખી દુનિયામાં જાજરમાન બનાવશે એવો વિશ્વાસ વ્યકત કરતાં
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે નર્મદામૈયાં કચ્છમાં ચારે તરફ પહોંચવાની
છે. અષાઢી બીજે અમદાવાદ જગન્નાથ મંદિરના રથની પહિંદવિધિ કરીને કચરો સાફ
કરવાનું અગિયારમી વખત સૌભાગ્ય મેળવનારા પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અગિયાર વર્ષમાં સરદાર પટેલની ૧૦૦ જેટલી
પ્રતિમાનું અનાવરણ કરવાનું સદ્દભાગ્ય તેમને મળેલું છે.
કચ્છ વાગડ પ્રદેશમાં કન્યા કેળવણીની જ્યોત પ્રગટાવનારા સમાજને અભિનંદન
આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આઝાદી પછીના પ૦ વર્ષ સુધીની
સરકારોએ પ્રાથમિક શિક્ષણની સદંતર ઉપેક્ષા કરી હતી અને એમાં પણ દીકરીઓ
શિક્ષણથી વંચિત જ રહી જતી હતી. આ સરકારે કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવનું એવું અભિયાન ઉપાડયું કે લગભગ ૧૦૦ ટકા બાળકો શાળામાં ભણતા
થયાં, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે સવા લાખ નવા શિક્ષકોની ભરતી કરવી પડી
અને ૮૦,૦૦૦ નવા વર્ગખંડો બનાવ્યા-આ પહેલ અમે કરી ના હોત તો અમારો કોઇ
હિસાબ માંગવાનું નહોતું પણ, શિક્ષણની દુર્દશાથી આ સરકાર બેચેન હતી. તેથી
જ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, પ્રત્યેક ગરીબનું બાળક જેટલું ભણવું
હોય એટલું ભણે સરકાર એ માટે પ્રતિબધ્ધ છે. આ શિક્ષણ સંસ્કાર સંવર્ધનમાં
સંપન્ન સમાજો અને દાતાઓ પણ સહયોગ આપી રહ્યા છે તે પુરૂષાર્થને તેમણે
બિરદાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગાંધીનગરની તિજોરીમાં જનતાના નાણાં છે એના
ઉપર કોઇનો પંજો નહી પડવા દેવાય. સરકાર ચોકીયાત બનીને વિકાસમાં પાઇ-પાઇ
ખર્ચી રહી છે. કેન્દ્ર સરકાર વિકાસની સ્પર્ધા ભલે કરે નહીં, પણ વિકાસમાં
રોડાં નાંખવાનું બંધ કરે. લગાતાર અગિયાર વર્ષથી આ સરકાર વિકાસને વરેલી
છે. શાંતિ એકતા અને ભાઇચારાના મંત્ર સાથે સૌનો સાથ લઇને સૌના વિકાસ માટે
આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં લેઉઆ પાટીદાર સેવા વિઘાલયના મેનેજીંગ ડીરેકટર શ્રી મહાદેવભાઇ
પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કન્યા કેળવણી
નિધિમાં રૂા. ર.પ૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જેન્તીભાઇ ભાનુશાળી,
મહામંત્રીશ્રી પંકજભાઇ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ
છાંગા, ભચાઉ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેનશ્રી વાધજીભાઇ પટેલ, એસ.ટી.
નિગમના ડીરેકટર શ્રી અરજણભાઇ રબારી, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી
ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસ્થાના હોદેદારો આગેવાનો તથા ખૂબ જ
મોટીસંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

135 mi Rathayatar​a ahmedavad

135 mi Rathayatar​a ahmedavad

મોડેલ સ્કુાલ બનાવવાના કાર્યને વેગ આપવા રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો અનુરોધ સુરેન્દ્રુનગર જિલ્લાકના લીંબડી સાયલા અને ચૂડા તાલુકામાં મોડેલ સ્કુ લ બનાવવા અંગેની સમીક્ષા અર્થે યોજાયેલી બેઠક

સુરેન્દ્રીનગર,
સુરેન્દ્રીનગર જિલ્લા ના લીંબડી-સાયલા અને ચૂડા તાલુકામાં મોડેલ સ્કુ લો
બને અને તેના દ્વારા આ વિસ્તા રના વિદ્યાર્થીઓ વધુ સારૂ શિક્ષણ મેળવી શકે
તે માટેના ઘનિષ્ટઅ આયોજન અર્થે ગુજરાતના વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી
કિરીટસિંહ રાણાની ઉપસ્થિતતિમાં ગઇકાલે લીંબડી સરકીટ હાઉસ ખાતે સબંધિત
અમલીકરણ અધિકારીશ્રીઓની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લીંબડી-સાયલા અને
ચૂડા તાલુકામાં હાથ ધરાનાર મોડેલ સ્કુટલોના કાર્યોની સમીક્ષા કરતાં રાજય
મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યુંૂ હતું કે, આ વિસ્તા‍રના લોકોને
શિક્ષણની વધુ સારી સુવિધાઓ પ્રાપ્તર થાય તે માટે મોડેલ સ્કુાલના કાર્યને
વેગ આપવો પડશે. આ માટે સ્કુોલોને બાંધકામ માટે જમીન ફાળવણી કરવામાં આવી
છે ત્યાેરે આ જમીન ઉપર સારૂં-સુંદર મોડેલ સ્કુ.લનું ભવન ઝડપથી નિર્માણ
પામે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેેખનીય છે કે, જિલ્લાંના લીંબડી-ચૂડા અને સાયલા તાલુકામાં
મોડેલ સ્કુછલ માટે જમીનની ફાળવણી થઇ ગઇ છે તથા ત્રણેય તાલુકામાં સ્કુરલ
બનાવવા માટેના ટેન્ડેરો પણ બહાર પાડવામાં આવ્યાો છે.
આ બેઠકમાં લીંબડી પ્રાંત અધિકારીશ્રી એન.એસ. પારગી, જિલ્લાડ
શિક્ષણાધિકારીશ્રી પી. એફ. પારધી, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક
ઇજનેરશ્રી કે. એ. દવે સહિત સબંધિત તાલુકાના મામલતદારશ્રીઓ ઉપસ્થિીત રહી
ચર્ચામાં ભાગ લઇ જરૂરી સૂચનો કર્યા હતા.

mahiti khatu

જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની બેઠક મળશે
જામનગર જિલ્લા આરોગ્યય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટરશ્રીના
અધ્યબક્ષસ્થાપને તા.૨૬/૬/૧૨ ના રોજ ૧૨ કલાકે મળશે. કલેકટર ઓફિસ
કોન્ફવરન્સન હોલમાં યોજાનાર બેઠકમાં સબધિતોને ઉપસ્થિતત રહેવા મુખ્ય
જિલ્લાન આરોગ્ય અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.


શેઠવડાળા ભોજાબેડી રોડ રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે બનશે
જામજોધપુર તાલુકાના શેઠવડાળા થી ભોજાબેડી જવાનો રસ્તોા મજબુતીકરણ સાથે
રૂ.૨૫૪.૯૯ લાખના ખર્ચે નિર્માણ કરાશે. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા
વર્ષ-૨૦૧૨-૧૩ની ગ્રાંટમાથી રસ્તાનનું નિર્માણ કરાશે. આ રસ્તાાના
નિર્માણથી શેઠવડાળા તેમજ ભોજાબેડી સહિતના ગામના લોકોને વધુ સારા
રસ્તા-ની સુવિધા મળશે.


વાંકિયામાં રૂ.૨ લાખના ખર્ચે કોઝ વે બંધાશે
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રૂ.૨ લાખના ખર્ચે કોઝ-વેનું બાંધકામ કરવામાં
આવશે. જિલ્લાન આયોજન મંડળ દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ ની ગ્રાન્ટેમાં આ કામનો
સમાવેશ કરાયો છે.


કબર વિસોત્રી ગામે કોઝ-વે બંધાશે
જામખંભાળિયા તાલુકાના કબર વિસોત્રી ગામે રૂ. ૨ લાખના ખર્ચે કોઝ-વેનું
બાંધકામ કરવામાં આવશે. મેઇન રોડથી ગામમાં આવવાના રસ્તેા આ કોઝવેનું
બાંધકામ થશે. વર્ષ-૨૦૧૨-૧૩થી વિવેકાધિન જોગવાઇ અંતર્ગત આ બાંધકામ કરાશે.

દ્વારકાધીશ મંદિરે ધ્વપજા ચડાવવા માટે એક વર્ષની નોંધણી કરવા સુચના વર્ષ ૨૦૨૪ સુધી એડવાન્સવ નોંધણીની નહિં કરવા સુચના

શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ધ્વસજા માટે ધ્વસજા નોંધણીની
કાર્યવાહી ગુગ્ગ લી બ્રાહમણ જ્ઞાતિ તરફથી કરવામાં આવે છે. આ નોંધણી ૧૩
ઓગષ્ટ થી જૂલાઇ – ૧૪ એક વર્ષના સમય માટે જ કરવા વહિવટદારશ્રી દ્વારકાધીશ
મંદિર ધ્વા રા સુચના આપવામા આવી છે. અર્થાત દ્વારકાધીશજીને ધ્વગજા નં.
૧ થી ૪ નું બુકીંગ એક વર્ષ માટે કરવાની પ્રથા છે. એક વર્ષથી વધુ સમય માટે
બુકીંગ કરાતુ નથી.
ગુગ્ગમલી બ્રાહમણ જ્ઞાતિ તરફથી વર્ષ ૨૦૨૪ સુધીનું એડવાન્સ નોંધણી કરવા
માટેની કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળતા આટલા લાંબા સમય માટે નોંધણી
કરવાની કાર્યવાહી વાજબી અને યોગ્યસ ન હોવાથી એક વર્ષ સુધીની નોંધણી કરવા
જણાવાયુ છે. આથી ભકતજનોએ શ્રી દ્વારકાધીશને ધ્વથજારોહણ માટે એક વર્ષ
સુધીની નોંધણી કરાવવા તેમજ ધ્વવજા નંબર પ દૈનિક ડ્રો પધ્ધરતીથી થાય છે.
તેમાં કોઇ ફેરફાર કરાયેલ નથી. તેમ વહિવટદારશ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા
જણાવાયુ છે.

હાલારમાં મતદાર યાદીમાં નામ નોંધવાની મુદતમાં વધારો તા.૨૭ જૂન સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચના આદેશાનુસાર મતદારયાદીઓની તા.૧/૧/૧૨ ની લાયકાતની
તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્તં સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ
છે. આ કાર્યક્રમ અનુસાર તા.૧/૬/૧૨ના રોજ મતદાર યદીના મુસદાની પ્રસધ્ધીત
કરીતે તા.૧૮/૬/૧૨ સુધી હકક દાવા વાંધા અરજીઓ સ્વીભકારવાની મુદત નિયત
કરાયેલ હતી. જેમાં ચૂંટણી પંચે સમય મર્યાદામાં વધારો કરી તા.૨૭/૬/૧૨ સુધી
મુદત વધારવામાં આવી છે અને ખાસ અભિયાન માટે પણ તા.૨૪/૬/૧૨ નો વધુ એક દિવસ
વધારવામાં આવેલ છે. જે અંગેનો વિગતવાર સુધારેલા કાર્યક્રમ મુજબ ફોટોવાળી
મતદાર યાદીના મુસદાની પ્રસિધ્ધી તા.૧/૬/૧૨, હકક દાવા વાંધા રજૂ કરવાનો
સમય તા.૧/૬/૧૨ થી તા.૨૭/૬/૧૨, ગ્રામ સભા/શહેરી સંસ્થાદઓ અને નિવાસી
કલ્યાતણ સંઘોની મીટીંગમાં મતદાર યાદી સબંધીત ભાગોનું વાંચન તા.૧/૬/૧૨ થી
તા.૨૭/૬/૧૨, નિયોજીત સ્થાળોએ હકક, દાવા, વાંધા સ્વીતકારવા માટેની ઝુંબેશ
તા.૨૪/૬/૧૨, હકક, દાવા, વાંધાઓ નિકાલ કરવાની છેલ્લીત તા.૨૦/૭/૧૨, પૂરવણી
યાદીઓ તૈયાર કરવાની અને છાપકામની તથા એન્ટ્રીા બાદ તેની ચકાસણી કરવાની
છેલ્લીવ તા.૯/૮/૧૨, ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિથ તા.૧૪/૮/૧૨
છે. મતદાર યાદી ખાસ સુધારણા માટે તા.૨૪/૬/૧૨ રવિવારના રોજ સવારે ૯ થી ૬
કલાક દરમિયાન ખાસ અભિયાન યોજાશે. નિયોજીત સ્થતળોએ ફોર્મ નં.૬,૭,૮,૮-ક
પદનામીત અધિકારીશ્રી પાસેથી મળી શકશે. તેમજ ઉકત તારીખો દરમિયાન નિયોજીત
સ્થરળો(સબંધીત મતદાન મથકો)એ રજૂ કરી શકાશે. તેમજ ખાસ અભિયાનના દિવસો
સિવાય સબંધિત મામલતદાર કચેરીમાં ઉકત નિયત ફોમ્સી રજૂ કરી શકાશે. આ
સુધારેલા કાર્યક્રમ અનુસાર ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી થયેલ તા.૧/૧/૧૨
ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી સંક્ષિપ્તર સુધારણા કાર્યક્રમ
અન્વેયે મતદારોની નોંધણી સાચી રીતે થાય તેમજ મતદારયાદીમાં નામ નહી હોવાના
કારણે કોઇ પણ નાગરિકનો મતાધિકાર જતો ન રહે તે માટે આ અગત્ય ના રાષ્ટ્રી ય
કાર્યમા જાહેર જનતાને પૂરતો સહકાર આપવા જિલ્લાજ ચૂંટણી અધિકારી અને
કલેકટરશ્રી, જામનગર દ્વારા આગ્રહ પૂર્વક વિનંતી કરવામાં આવે છે.

કાલાવડ તાલુકાની ટોડા ગામની ૮૦ મહિલાઓ દરરોજ ૫૦૦ કિલો પાપડ વણી આવક રળે છે

કાલાવડ તાલુકાની ટોડા ગામની ૮૦ મહિલાઓ દરરોજ ૫૦૦ કિલો પાપડ વણી આવક રળે છે

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

ગ્રામ ઉત્થાકન માટે રાજય સરકારની અનેક યોજનાઓ અમલી છે. પરંતુ જો આ
યોજનાઓમાં ગામડાના કોઇ સક્રિય વ્યાકિત, આગેવાન કે મોભી રસ લે તો આવી
યોજનાઓ સફળ બને છે, લોક ઉપયોગી બને છે. આવુ જ કશુંક કાલાવડ તાલુકાના ટોડા
ગામમાં બન્યુન છે. ૨૦૦૦ની વસતી ધરાવતા નાનકડા એવા ટોડામાં ૪ સખી
મંડળો(શ્રી દાદા, શ્રી ક્રિષ્નાન, જય માતાજી અને શ્રી બંસી સખી મંડળ)ની
૮૦ બહેનો પાપડ વણી આર્થિક રીતે પગભર બની છે. આ પાપડની પ્રવૃતિમાં સહયોગ
રૂપ થયા છે રાજકોટ લિજજત પાપડમાં ૨૦ વર્ષ નોકરી કરી ચૂકેલા ગામના જ
કુંવરસિંહ જાડેજા.
કુંવરસિંહ જાડેજા કહે છે, પહેલા ગામમાં હું થોડા પાપડ વણવા આપતો. પરંતુ
બહુ ઓછી બહેનો તે કામમાં જોડાતી. ધીમે ધીમે રાજય સરકારની મિશન મંગલમ
યોજના તળે છ જેટલા સખી મંડળો ગામમાં બન્યાગ. આ મંડળ થકી મહિલાઓ એકત્રિત
થતા ૮૦ જેટલી બહેનો આજે પાપડ વણી કામ મુજબ મહીને બે થી ત્રણ હજાર આવક
મેળવતી થઇ છે. કેટલીક વધુ દીકરીઓ અને મહિલાઓ વાળા ઘરોમાં ૨૦ થી ૨૫ હજારની
પણ માસિક આવક પાપડના કામ થકી થાય છે. ચોમાસાના બે મહિના બાદ કરતા ટોડા
ગામમાં દરરોજ ૫૦૦ કિલો પાપડનું ઉત્પામદન ગામની મહિલાઓ, યુવતીઓ કરે છે.
દરરોજ રાજકોટથી લોટ ટોડા લઇ આવુ અને દરેક મહિલાઓના ઘરે મહિલાઓ વણી શકે
તેટલો લોટ આપી બીજે દિવસે સવારે પાપડ રાજકોટ પહોંચાડી આપુ છુ અને બાંધેલો
લોટ લઇ આવુ છું. ટોડાની મહિલાઓ ઘરની બહાર કામ માટે નિકળતી નથી તેથી તેઓ
પોતાના જ ઘરે – ઘરે પાપડ વણીને આવક મેળવે છે.
ટોડાના ગૃહિણી ભાવનાબેન જાડેજા અને તેમની ત્રણ દીકરીઓ કિરણબા, ઉષાબા અને
પૂજાબા થઇને દરરોજ ૨૦ કિલો જેટલા પાપડ વણી લે છે. અને મહિને ૨૫ હજાર
ઉપરની આવક મેળવે છે. ભાવનાબેનના પતિ ખેતી કામ કરે છે, ભાવનાબહેન કહે છે
કે મારી ત્રણે દીકરીઓ પોતાની કમાણી પોતે જ રાખે છે અને પોતાને જોઇતી
વસ્તુા ખરીદીને બચત કરે છે.

જુન-૨૦૧૨ દરમિયાન અમરેલી જિલ્લા૦માં આવશ્યપક ચીજવસ્તુમઓનું વિતરણ પ્રમાણ અને ભાવ

અમરેલી
અમરેલી જિલ્લા૦ના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુન-૨૦૧૨ દરમિયાન વિતરણ
કરવામાં આવનાર આવશ્યીક ચીજવસ્તુાઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી
કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થો સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી
લેવા જણાવવામાં આવે છે.
આવશ્યિક ચીજ-વસ્તુીનું નામ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
એ.પી.એલ કાર્ડ ધારકો માટે ઘંઉ ૨.૫૦૦ ૧૫.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૩.૦૦૦ ૨.૦૦
ઘંઉ (એ.પી.એલ ટુ બી.પી.એલ) -- ૧૬.૦૦૦ ૭.૫૦
ચોખા -- ૩.૦૦૦ ૩.૦૦
ચોખા (સ્પે શ્યરલ) -- ૩.૦૦૦ ૭.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦૦ ૧.૦૦
અંત્યોઝદય કાર્ડ ધારકો માટે
ઘંઉ -- ૧૯.૦૦ ૨.૦૦
ચોખા -- ૧૬.૦૦ ૩.૦૦
ખાંડ ૦.૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
આયોડાઇઝડ મીઠું -- ૧.૦૦ ૧.૦૦
રાધણ ગેસ નહિ ધરાવતા તમામ કાર્ડ ધારકોને કેરોસીન ૨ લીટર ૧૦.૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
આટો ઉપલબ્ધટ થયેથી આટો આપવામાં આવશે, અન્ય.થા તેના વિકલ્પેક પ્રતિકિલો
રૂ.૨ના ભાવે ઘંઉનું વિતરણ કરવામાં આવશે. પુરવઠો મેળવવામાં કોઇ મુશ્કેેલી
કે ફરિયાદ હોય તો સ્થાતનિક કક્ષાએ તાલુકા મામલતદાર અથવા જિલ્લા પુરવઠા
અધિકારીશ્રી-અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

વિવિધ વિષયના શિક્ષકો માટે શાળા સંચાલકોએ જિલ્લા રોજગાર કચેરી-અમરેલીનો સંપર્ક કરવો

જિલ્લા રોજગાર કચેરી-અમરેલી ખાતે બી.એડ, બી.પી.એડ, પી.ટી.સી. તથા
એ.ટી.ડી. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા વિવિધ વિષયોના બેરોજગાર ઉમેદવારોની
નોંધણી થયેલ છે. આથી શાળાઓમાં વિવિધ વિષયોના શિક્ષકોની જરૂરિયાત હોય શાળા
સંચાલકોને એક જ સ્થ ળ અને સમયે રોજગારવાંચ્છુધ શિક્ષક ઉમેદવારો મળી શકે
તેવા હેતુથી અમરેલી જિલ્લાં રોજગાર કચેરી દ્વારા એક રોજગાર ભરતી મેળાનું
આયોજન કરવામાં આવનાર છે. શાળા સંચાલકોએ જિલ્લાો રોજગાર કચેરી-અમરેલીનો
રૂબરૂ તથા ટપાલથી સંપર્ક કરવા અથવા empolymentofficeramreli@yahoo.in પર
સંપર્ક કરવા જિલ્લાર રોજગાર કચેરી-અમરેલીની યાદીમાં જણાવાયુ છે.


મતદાતાઓએ ચૂંટણી ઓળખકાર્ડ માટે પોતાના ફોટા ૨૫ જુન પહેલા અચૂક પહોંચતા કરવા

મતદારયાદીમાં પોતાના નામની નોંધ સામે ફોટોગ્રાફ ન હોય તેવા તથા જેમના
ફોટોગ્રાફ્સ આપવાના બાકી હોય તેવા મતદારોએ તા.૨૫ જુન-૨૦૧૨ પહેલા અચૂક
પોતાના વિસ્તાારના બુથ લેવલ ઓફિસર અથવા મામલતદાર કચેરી-અમરેલી ખાતે
પોતાના અથવા પોતાના કુટુંબીજનોના ફોટા પહોંચતા કરવાના રહેશે. ફોટા મળ્યે
મતદાર ફોટો ઓળખકાર્ડ ઇસ્યુખ કરવાની કામગીરી શરૂ થઇ શકશે. ચૂંટણી ઓળખકાર્ડ
માત્ર મતદાન માટે જ નહિ પરંતુ આધારભૂત પુરાવારૂપ હોય મતદાર ફોટો
ઓળખકાર્ડની ઉપયોગિતાને ધ્યા.ને લઇ બાકી રહેલા મતદારોએ સત્વધરે ફોટા પૂરા
પાડવા મામલતદાર-અમરેલીની એક યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જન જાતિના બાળકો માટે માઉન્ટ્ આબુ ખાતે ખડક ચઢાણ એડવેન્ચાર કોર્સ યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃટત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓગષ્ટ -૨૦૧૨ દરમ્યાવન માઉન્ટં આબુ ખાતે અનુસૂચિત જન જાતિના બાળકો માટે
સાત દિવસીય ખડક ચઢાણ એડવેન્ચ ર કોર્સ યોજાનાર છે. જેમાં તા.૩૦/૦૬/૨૦૧૨ના
રોજ ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતાં અનુસૂચિત જન યુવક-યુવતીઓએ અરજી સાથે
(૧) પુરૂ નામ, (૨) સરનામુ, (૩) જન્મવતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫)
રમતગમત સ્પીર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીુ
ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું
પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના
ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૬/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લા રમતગમત
અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાં પંચાયત સામે, પાલનપુર-૩૮૫૦૦૧
જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યા,ને
લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક
સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃહત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.


અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે માઉન્ટવ આબુ ખાતે ખડક ચઢાણ બેઝિક
તાલીમ કોર્સ યોજાશે
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃાત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી
ઓગષ્ટ્-૨૦૧૨ દરમ્યા ન માઉન્ટી આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તાલીમ
કોર્સ યોજાનાર છે. જેમાં તા.૩૦/૦૬/૨૦૧૨ના રોજ ૧૪ થી ૩૫ વર્ષ વયમર્યાદા
ધરાવતાં અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. યુવક-યુવતીઓ
પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી સાથે (૧) પુરૂ નામ, (૨) સરનામુ,
(૩) જન્મીતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પ ર્ધામાં ભાગ લીધો
હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીખ ધરાવતાં હોવાનું ડોક્ટરી
પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર,
(૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૧૬/૦૭/૨૦૧૨
સુધીમાં જિલ્લાા રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લા પંચાયત
સામે, પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી
વિગતવાળી અરજી ધ્યાાને લેવાશે નહી. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ
તાલીમમાં જોડાવાની તક સાંપડશે. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ
કરવામાં આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની
યાદીમાં જણાવાયુ છે.

અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાસર પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ

ગુજરાત રાજ્યના રમત,ગમત, યુવા અને સાંસ્કૃસતિક પ્રવૃત્તિઓ, વિભાગ,
ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પગપાળા પરિભ્રમણ કાર્યક્રમ સંભવતઃ
ઓગષ્ટય-૨૦૧૨ દરમ્યાપન યોજાનાર છે. જેમાં અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ ભાગ
લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન- નિવાસની
વ્યચવસ્થા રાજ્ય સરકારશ્રી તરફથી કરવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુરક રાજ્યના અનુસૂચિત જાતિના (તા.૩૧/૦૭/૨૦૧૨ના
રોજ) ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ શિબિરમાં જોડાઇ
શકશે. શિબિરમાં જોડાવા ઇચ્છુ ક અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓએ, માગ્યાફ
મુજબની માહિતી સાથેની અરજી તા.૧૫/૦૭/૨૦૧૨ સુધીમાં જિલ્લાવ રમત-ગમત
અધિકારીશ્રી, જિલ્લાએ સેવા સદન, પાંચમા માળે, વલસાડ-૩૯૬૦૦૧ને મોકલી
આપવાની રહેશે.
અરજીમાં પુરૂ નામ, સરનામુ, જન્મઅતારીખ (ઉંમર સહિત), એન.સી.સી./
પર્વતારોહણ/રમતગમત સ્પડર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, અગાઉ આ
પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તીા
ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, જાતિ અંગેના દાખલાની નકલ તાજેતરનો
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, વાલીનું સંમતિપત્રક, શૈક્ષણિક લાયકાત, વ્ય
વસાય અંગેની વિગત આપવાની રહેશે. અધૂરી વિગતો વાળી અરજી ધ્યાનનમાં લેવાશે
નહિ. પસંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક
સેવા અને સાંસ્કૃ ત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર તથા જિલ્લાપ રમતગમત
અધિકારીશ્રીની સંયુક્ત યાદીમાં જણાવાયુ છે.

રાજકોટ ખાતે યોજાનાર ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓને રોજગાર કચેરીનો સંપર્ક સાધવા સૂચના

રાજકોટ
રાજકોટ જિલ્લાકમાં સ્થાપાઇ રહેલા નવા ઉદ્યોગો માટે કુશળ/અર્ધકુશળ/વહીવટી
અને ટેકનિકલ સ્ટાફફ પુરો પાડવા માટે આગામી જુલાઇ-ઓગસ્ટપ માસમાં વિવેકાનંદ
જોબફેર(ભરતીમેળો) યોજાશે.
આથી રાજકોટ જિલ્લાજના તમામ ખાનગીક્ષેત્રના અને સર્વિસ સેકટરના
નોકરીદાતાઓને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાના એકમમાં રહેલ ખાલી જગ્યાઅઓ
જુલાઇ અને ઓગસ્ટત-૨૦૧૨માં યોજાનાર જોબફેરના માધ્યેમથી ભરવા માટે નિયત
પત્રકમાં માહિતી ભરીને સ્થાઓનિક રોજગાર કચેરીનો રૂબરૂ અથવા ઇ-મેઇલ દ્વારા
સંપર્ક કરવાનો રહેશે. આ અંગેની વધુ વિગતો માટે મદદનીશ નિયામક(રોજગાર)ની
કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળે, બ્લોિક નં-૩, રેસકોર્સ, રાજકોટ ફોન
નં-૦૨૮૧-૨૪૪૦૪૧૯ અથવા વેબસાઇટઃwww.talimrojgar.org અને ઇ-મેઇલ એડ્રેસ
dee-raj@gujarat.gov.in પરથી મળી શકશે, તેમ કચેરીની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ ગ્રામ્યક જિલ્લાભમાં કારખાનેદારો સહિત પ્રાઇવેટ સેકટરના માલિકોએ પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત

રાજકોટ ગ્રામ્યક જિલ્લાભમાં કારખાનેદારો સહિત પ્રાઇવેટ સેકટરના માલિકોએ
પોતાના એકમમાં કામે રાખેલ મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત

રાજકોટ
રાજકોટ ગ્રામ્યખમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા પરપ્રાંતિય આરોપીઓ
ગુન્હાોના બનાવના દિવસો અગાઉ વિવિધ કારણોસર મજૂરીકામ મેળવી ગ્રામ્યા
વિસ્તાયરોમાં રોકાણ (મૂકામ) કરતા હોય છે અને આજુ-બાજુની પરિસ્થિાતિનો
સર્વે કરી ગુન્હાયઓ આચરતા હોય છે. અને ગૂન્હા્ આચરીને પરપ્રાંતિય કારીગરો
ભાગી જતા હોય છે જેને કારણે આવા ગૂન્હા્ઓ વણશોધાયેલા રહે છે. આ સંજોગોમાં
જાહેર જનતાના જાન-માલ અને મિલ્ક તની સલામતી તથા સુરક્ષા માટે શ્રી
એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ, રાજકોટ જિલ્લા , રાજકોટ દ્વારા
જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત સિવાયના સમગ્ર
રાજકોટ ગ્રામ્યે જિલ્લાકમાં તમામ કારખાનેદારો મકાન બાંધકામ બિલ્ડટર્સ,
ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરાઉદ્યોગ, ખેતીકામ તથા અન્ય‍ ઉદ્યોગો વેપાર-ધંધા
સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટિ કે જેઓના
યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલ કામ પર છે તેવા કાયમી,
હંગામી, રોજીંદા કે કોન્ટ્રામકટના કે ભાગીયા, કર્મચારીઓ કારીગરો,મજુરોની
હકિકત તેયાર કરી નીયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેાશનને આ જાહેરનામાની
તારીખથી પંદર દીવસમાં આપવાના રહેશે. આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી
તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યિકિત ભારતીય દંડ
સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉપરોકત મુદ્દા મુજબના
બાયોટેડાની સી.ડી./માહિતીનુ રજીસ્ટાર તેયાર કરી માહિતી/સી.ડી. સબંધિત
પોલીસ સ્ટેદશનમાં રજુ કરી પહોંચ મેળવી પોતાની પાસે રાખવા આ જાહેરનામાંથી
હુકમ કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર
થશે.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્તા૦રમાં જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટેર નિભાવવા હુકમ

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્તા૦રમાં જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ
કરનારા વેપારીઓએ રજીસ્ટેર નિભાવવા હુકમ

રાજકોટ
રાજયમાં બનતા ગુન્હારઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના
ગુન્હાકઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાાઓ શોધી કાઢવા માટે
ગુન્હાબમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને
ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોવ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યાપરે જાણવા
મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ
વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી
નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હા ના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું
જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યોકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો
નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે
કોઇ વ્યપકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ
પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુડત બાબતે
આવા ગુન્હાનઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના
મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોે તે
જાણવું જરૂરી જણાતા રાજકોટના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી એ.બી.ગોરે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સિવાયના રાજકોટ જિલ્લાર ગ્રામ્ય્
વિસ્તાેરમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ
વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું
પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે
સાથેના રજીસ્ટ રો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે
વેપારીએ નિભાવવાના રજીસ્ટબરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ
મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત
દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના
રજીસ્‍ટરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ
વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની
રહેશે.
આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ
કરનાર શિક્ષાને પાત્ર થશે.