અનુયાયીઓ

મંગળવાર, 3 એપ્રિલ, 2012

[Dahod-online:1029] Favor for Gopi Desai: Arrested the Assailant to Feel out a Successful Rally in Dahod (News & Photos by -Sachin Desai)

દાહોદ ખાતે ગઈકાલે ભાજપ અગ્રણી અને લોકપ્રિય નગરસેવક શ્રી નીરજ (ગોપી) દેસાઈ ઉપર થયેલ અનિષ્ટ તત્વો  દ્વારા  ગોઝારા હુમલાને લઈને ગઈકાલથી નગરમાં એક પ્રકારના અજંપાનું અને દહેશતનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને હાલમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શ્રી ગોપી દેસાઈને વડોદરા ખાતે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ગઈ રાત્રે લઇ જવાયા બાદ ઓપરેશન કરતા હાલમાં તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છેતો દાહોદ ખાતે ગઈરાત્રે શ્રી દશાનીમા વણિક સમાજની એક મીટીંગનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહરી ગોપી દેસાઈ ઉપર થયેલા હુમલાને વખોડી કાઢી એક આવેદન, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને -મેઈલ દ્વારા મોકલવામાં આવ્યું હતું તો આજે તા: -એપ્રિલના રોજ દેસાઈવાડના (પુષ્ટિ સર્કલ) જનતા ચોક ખાતેથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દશાનીમા વણિક સમાજના  સ્ત્રી-પુરુષો-યુવાનો સહિતના લગભગ સદસ્યો સ્વયંભુ રીતે ઉમટી પડ્યા હતા અને રેલીમા શહેરના અન્ય સમાજવાસીઓ, નગર સેવા સદનના ભાજપ પ્રેરિત નગરસેવકો, અને અન્ય અનેક એન.જી..ના હોદ્દેદારો મળીને લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી જનમેદની જોડતા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી. સ્વયંશિસ્ત એવી રેલી દેસાઈવાડથી એમ.જી.રોડ થઈને નગર પાલિકા ચોકથી ગઢીના કિલામાં આવી હતી જ્યાં વણિક સમાજના પ્રમુખ શ્રી પરાગભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી નયનભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીને આવેદન આપ્યા બાદ દાહોદ એસ.પી. શ્રીમતી નિપુણાબેન તોરવણેને આવેદનપત્ર આપ્યું હતુંઅત્રે ઉપસ્થિત તમામ લોકોએ જીલ્લા પોલીસવડાને આવા તત્વોને ૨૪ થી ૪૮ કલાકમાં ઝડપી લેવાની વિનંતી  કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર જો કિસ્સામાં નિષ્ક્રિયતા દાખવશે તો આંદોલન ''દાહોદ બંધ''ના એલાનથી લઈને અન્ય જલદ કાર્યક્રમો દ્વારા વધુ આગળ વધવા પામશે. સાથે આપ રેલીની અનેક તસ્વીરો

જોઈ શકો છો:

Regards......આભાર....

Gopi Sheth (U.S.A)       Cell:- 856-438-0021 E-mail: dostiyaarki@gmail.com

Sachin Desai (Dahod)   Mob.: 94265 95111 Email: sachindahod@gmail.com

 

To view 44 more photos click on below photo or click on link  http://new.dahod.com/?page_id=292

 

 



 




--
KKUMARJOSHI

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટમાં મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે મોરબી ખાતે મુખ્‍યમંત્રીશ્રી સૌરાષ્‍ટ્ર ઝોનના સમરસ સરપંચ સંમેલનમાં ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્રની પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને કૂલ રૂ. ૧૪,૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અર્પણ


મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટમાં મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે
મોરબી ખાતે મુખ્‍યમંત્રીશ્રી સૌરાષ્‍ટ્ર ઝોનના સમરસ સરપંચ સંમેલનમાં ઉપસ્‍થિત રહેશે.
મુખ્‍યમંત્રીશ્રીની ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્રની પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને કૂલ રૂ. ૧૪,૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અર્પણ થશે

રાજકોટ
 મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા. ૪થી એપ્રિલના રોજ સવારે રાજકોટ ખાતે સમગ્ર જૈન સમાજ યોજીત ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં સહભાગી થશે જયારે બપોર બાદ તેઓ રાજકોટ જિલ્‍લાના મોરબી ખાતે યોજાનાર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સમરસ ગ્રામ પંચાયતના સંમેલનમાં ઉપસ્‍થિત રહેશે.
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા. ૪થી એપ્રિલના રોજ સવારે ૧૧-૦૦ વાગે મહાવીર જયંતિના પાવન પ્રસંગે રાજકોટ ખાતે જૈન સમાજ આયોજિત ભગવાન મહાવીર સ્‍વામીના ર૬૦૯માં જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે આ કાર્યક્રમનું આયોજન રાજકોટ શહેરમાં ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવ સંકલન સમિતિ દ્વારા મહાવીર નગરી ખાતે ઉજવાશે. જેમાં મોટી સંખ્‍યામાં જૈન અને જૈનેતર સમાજના લોકો ઉપસ્‍થિત રહેનાર છે.
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી બાદમાં રાજકોટથી બપોરે ર-૦૦ વાગે મોરબી જશે. મુખ્‍યમંત્રીશ્રી મોરબી ખાતે બપોરે ર-૩૦ વાગે માર્કેટીંગ યાર્ડ ખાતે સમરસ ગામોના સરપંચ અને સમરસ ગ્રામ પંચાયતના પદાધિકારીઓના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. આ સમરસ સંમેલનમાં સૌરાષ્‍ટ્રના પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને કૂલ રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અર્પણ કરાશે. આ સંમેલનમાં કૂલ ૬૪૦૦ જેટલા સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોના સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.
ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે યોજાનાર આ સરપંચ સંમેલનમાં  સૌરાષ્‍ટ્ર જોનની રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાની જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તથા ગ્રામ પંચાયતોના સદસ્‍યો ઉપસ્‍થિત રહેશે. મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી વર્ષ ર૦૦૧માં સમરસ ગ્રામ યોજના અમલી બની છે અને રાજકોટ જિલ્‍લો સૌથી વધુ સમરસ ગ્રામ પંચાયતો સાથે રાજયમાં મોખરે છે. રાજકોટ જિલ્‍લામાં ૧૫૩ ગ્રામ પંચાયતો સમરસ બની છે.
મોરબી ખાતે યોજાનાર સરપંચ સંમેલનમાં રાજયના મંત્રીશ્રીઓ પણ ઉપસ્‍થિત રહેશે.
       
નાની બચત યોજના હેઠળના એજન્‍ટોની કામગીરીની સમીક્ષા કરાશે
નાની બચત યોજના હેઠળના એજન્‍ટોની કામગીરીની સમીક્ષા કરવાની હોય જામનગર જિલ્‍લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રિય યોજના  તેમજ પબ્‍લીક પ્રોવીડન્‍ડ ફંડ તથા જામનગર શહેરના એકસુત્રીય યોજનાના એજન્‍ટોને છેલ્‍લા ત્રણ વર્ષના રોકાણનું પત્રક તા.૩૦/૪/૧૨ સુધી નાની બચત શાખા, કલેકટર કચેરી, જામનગરને રજૂ કરી આપવાનું રહેશે. જે અંગેનું નિયત પત્રક નાની બચત શાખા, જિલ્‍લા કલેકટર કચેરીમાંથી મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે.
ગ્રામ પંચાયત તથા સિંચાઇ વિભાગ હસ્‍તકના તળાવના ખોદકામથી મળતી સાદી માટી, સોફટ મોરમની
રોયલ્‍ટી ભરવામાંથી શરતી મુકિત
ગ્રામ પંચાયત તથા સિંચાઇ વિભાગ હસ્‍તકના તળાવ ઉંડા કરવા ખોદકામથી મળતી સાદી માટી, સોફટ મોરમ, કાંપ તળાવની પાળ બનાવવાના ઉપયોગમાં લેવા, ખેડૂતોના ખેતરમાં લઇ જવામાં આવે તેના ઉપર રોયલ્‍ટી લેવામાં આવશે નહીં.
આ ઉપરાંત રાજયમાં આવેલ તળાવો ઉંડા કરવાથી મળેલ સાદી માટી, સોફટ મોરમ, કાંપ  રાજય, પંચાયત અને સિંચાઇ ખાતાના ડેમ અને નહેરો તથા બાંધકામ ખાતાના રોડ, બંદરના કામો, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી., સરદાર સરોવર નિગમના તેમજ કેન્‍દ્ર સરકારના કામોમાં ઉપયોગમાં આવશે. જે રોયલ્‍ટીને પાત્ર રહેશે નહી.
સિંચાઇ વિભાગ હસ્‍તકના તળાવ ઉંડા કરવા તે વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે તેમ ભૂસ્‍તરશાસ્‍ત્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
બીપીએલ,અંત્‍યોદય કાર્ડ ધારકોને ખાંડની ફાળવણી
બીપીએલ તથા અંત્‍યોદય કાર્ડ ધારકોને વ્‍યકિત દીઠ ૩૫૦ ગ્રામ ખાંડની રેગ્‍યુલર ફાળવણી રૂ.૧૩.ના ભાવથી કરાશે. જે કાર્ડધારકોએ બારકોડેડ રેશનકાર્ડ અંગેનું ફોર્મ નં.૧ ભરેલ હોય અને ફોર્મ નં.ર તા.૧૫//૧૧ સુધી જે કાર્ડ હોલ્‍ડરે ભરેલ હોય તેને જ આ જથ્‍થો મળશે.  જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ બીપીએલ, અંત્‍યોદય કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્‍થાનું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની વિગતો વ્‍યાજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ જિલ્‍લા કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
પર્વતારોહણ કેન્‍દ્ર ગિરનાર, જૂનાગઢ ખાતે ઉનાળા વેકેશન દરમિયાન યોજાનાર વિવિધ તાલીમ શિબિરો
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર રાજય યુવક બોર્ડ અંતર્ગત સરકારના અગત્‍યના કાર્યક્રમના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય પર્વતારોહણ કેન્‍દ્ર,ગીરનાર, જૂનાગઢ મુકામે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસના સમયગાળાના એડવેન્‍ચર કોર્ષ તેમજ ૧૪ થી ૪૫ વર્ષની વયમર્યાદાવાળા યુવક-યુવતીઓ માટે દસ દિવસના બેઝીક કોર્ષનું આયોજન કરાયું છે.
આ શિબિરમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ તથા માહિતી માટે ઇન્‍સ્‍ટ્રકટર ઇન્‍ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય કેન્‍દ્ર, ગીરનાર, રાધાકૃષ્‍ણ સોસાયટી, ગિરનાર દરવાજા, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતેથી પત્ર દ્વારા કે રૂબરૂ મેળવી શકાશે. જે માટે પોતાના પુરા નામ તથા સરનામા સાથે સંપૂર્ણ વિગતો દર્શાવતો પત્ર તથા ટિકિટ ચોડેલ પોતાના સરનામાવાળું કવર મોકલી આપ્‍યેથી ફોર્મ તથા માહિતી મોકલી આપવામાં આવશે.  શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
 આ શિબિરોમાં તાલીમ અને નિવાસ(તંબુમાં) સરકાર દ્વારા વિનામુલ્‍યે પૂરી પાડવામાં આવશે. જયારે શિબિર સ્‍થાને આવવા-જવાનું પ્રવાસખર્ચ તથા ભોજન ખર્ચ તાલીમાર્થીઓએ ભોગવવાનો રહેશે.
એપ્રિલ-મે-જૂન-૨૦૧૨ દરમિયાન તથા આગામી ચોમાસા પછી સપ્‍ટેમ્‍બર-૨૦૧૨ થી ફેબ્રુઆર-૨૦૧૩ દરમિયાન પણ આ શિબિર યોજવામાં આવશે. અરજી સાથે શારિરીક  યોગ્‍યતા અંગેનું તબીબી પ્રમાણપત્ર તથા ગુજરાતના વતની હોવા અંગેના આધાર તથા વાલીની સંમતિ તથા જન્‍મતારીખનો દાખલો સામેલ રાખી અરજી રજૂ કરવાની રહેશે.
બાળકો અને યુવાનોમાં શારિરીક, માનસિક વિકાસ તથા સંઘભાવના, લીડરશીપ કેળવવાના સરકારના આ અભિગમનો વેકેશનના દિવસોમાં લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબરઃ ૦૨૮૫-૨૬૨૭૨૨૮ ઉપર સંસ્‍થાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.
જિલ્‍લા પંચાયત જામનગરની કારોબારી સમિતિની બેઠક
જિલ્‍લા પંચાયત જામનગરની કારોબારી સમિતિની બેઠક તા.૯/૪/૧૨ ના રોજ ૧૧.૩૦ કલાકે સભાગૃહ, જિલ્‍લા પંચાયત, જામનગર ખાતે યોજાશે.
આ બેકઠમાં મહેસુલ શાખા સમક્ષ રજૂ થયેલ બીન ખેતીની અરજીઓ પૈકીની જમીન મહેસુલ કાયદા હેઠળની અરજીઓના કેસોનો નિર્ણય તથા ૬૬ તથા ૬૭ શરત ભંગ કેસોના નિર્ણય લેવામાં આવશે.  જેથી સબંધિતોએ આ બેઠકમાં હાજર રહેવા જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.
પીએનડીટી એકટ અન્‍વયે દીકરી છે કે દીકરો તેનું જાતીય પરીક્ષણ થતું અટકાવવા અંગે સલાહકાર સમિતિની મીટીંગ મળી
પીએનડીટી એકટ અન્‍વયે સલાહકાર સમિતિના સભ્‍યોની મીટીંગ જિલ્‍લા પંચાયત ખાતે મુખ્‍યજિલ્‍લા આરોગ્‍ય અધિકારી અને એપ્રોપ્રિએટ ઓથોરીટી(પીએનડીટી)શ્રી ડો. પંડયાના અધ્‍યક્ષપદે યોજાઇ હતી. જેમાં જીજી હોસ્‍પિટલના ગાયનેક ડિપાર્ટમેન્‍ટના હેડ, રેડિયોલોજી ડિપાર્ટમેન્‍ટના હેડ, પેડિયાટ્રીકસ ડિપાર્ટમેન્‍ટના હેડ અને જિલ્‍લા કોર્ટના સરકારી વકીલશ્રી ઉપસ્‍થિત રહયા હતા.
આ બેઠકમાં જામનગર જિલ્‍લામાં દીકરાની તુલનાએ દીકરીઓના જન્‍મનું પ્રમાણ ઘટયુ હોય જેથી દીકરી છે કે દીકરો તેનું જાતીય પરીક્ષણ સોનોગ્રાફી મશીનમાં ન થાય તે માટે લેવામાં આવનાર પગલાઓ વિશેની ચર્ચા વિચારણા થઇ હતી.
SCOPEમાં વગર ફી એ મારી અંગ્રેજી શીખવાની ધગશ પૂરી થઇ
-અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના રિકવરી વિભાગમાં ફરજ બજાવતા શ્રીમતિ સંગીતાબેન ઠુંમર
NOW I  CAN SPEAK IN ENGLISH- પ્રકાશ માધડ
મારા પુત્રને વિદેશમાં અભ્‍યાસ કરવાની  લગની હતી ને સોનામાં સુગંધ ભળે એમ રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ અર્થે મળતી લોનનો લાભ મળવાથી  સિંગાપોરમાં એમ.બી.એ. કરી રહ્યો છે
-પ્રેમજીભાઈ માધડ

અમરેલી 
અંગ્રેજીનો A પણ નહોતો જાણતો તેથી હું લઘુતાગ્રંથિથી પીડાતો હતો, BUT NOW I  CAN SPEAK IN ENGLISH. આજે હું ખૂબ સરળતાથી અંગ્રેજી લખી-વાંચી અને બોલી શકું છું જેથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. મારા આત્મવિશ્વાસની મારા અભ્યાસ પર પણ સીધી અસર થઇ હોવાનું અમરેલીના રહેવાસી પ્રકાશભાઈ જીવાભાઈ માધડે પોતાની વાતમાં જણાવ્યુ હતુ.
સંસ્કૃતમાં બી.એ. કરેલા પ્રકાશભાઈએ પોતાના અનુભવને આધારે SCOPE વિશે જણાવતા કહ્યુ હતું કે, SCOPEમાં માત્ર અંગ્રેજી  ભાષા જ નથી શીખવતા પરંતુ ત્યાં અદ્યતન રીતે Two Way Communication પદ્ધતિથી વાતચીતની કળા પણ શીખવે છે. પરિણામે મારામાં ઘણું ઈમ્પ્રુવમેન્ટ આવ્યું છે.
પ્રકાશભાઈની વાતને અનુમોદન આપતી વાત, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના રિકવરી વિભાગમાં ફરજ બજાવતા શ્રીમતિ સંગીતાબેન ઠુંમરે જણાવી હતી. માતૃશ્રી મોંઘીબા આર્ટસ કોલેજમાં હિન્દી ભાષામાં બી.એ. કરતી હતી ત્યારે જ મને રાજ્ય સરકાર દ્વારા ચાલતા SCOPEમાં જોડવાની તક મળી.        
SCOPEના કારણે હું અંગ્રેજી શીખી શકી છું, આજે અંગ્રેજી લખી-વાંચી સમજી ને બોલી શકું છું. તેનો મને ગર્વ છે. અંગ્રેજી ભાષા શીખવા ખાનગી ટ્યુશનમાં મોંઘી ફીથી ભણવા મળે એમ હતુ પરંતુ SCOPEમાં તો વગર ફી એ મારી અંગ્રેજી શીખવાની ધગશ પૂરી થઇ. જેના કારણે મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. અંગ્રેજી શીખવા ઇચ્છતા લોકો માટે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી પૂરવાર થયો છે.        
સામાન્યજન પણ સમય સાથે તાલ મિલાવીને પોતાનો ઉત્કર્ષ કરી શકે તેવા રાજ્ય સરકારના પ્રયાસો છે. માત્ર અંગ્રેજી શીખે એટલું જ નહિ પરંતુ આ જ્ઞાનને ઉચ્ચ અભ્યાસ માટે પણ કામે લગાડી શકે તેવી નેમ રાજ્ય સરકારની છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૧,૧૦૦ જેટલા ઉમેદવારો એ SCOPEમાં તાલીમ મેળવી છે.
SCOPEની તાલીમ લઇને છેલ્લા બે વર્ષમાં બક્ષીપંચના બે અને અનુસૂચિત જાતિના બે એમ કુલ ચાર વિદ્યાર્થીઓએ સરકારશ્રીની યોજનાનો લાભ લઇ વિદેશમાં ઉચ્‍ચ અભ્‍યાસ કરતા હોય અમરેલી જિલ્‍લાનું નામ રોશન કર્યું છે.
સિંગાપોરમાં એમ. બી.એ.નો અભ્યાસ કરતા અલ્પેશભાઈના પિતા પ્રેમજીભાઈ માધડે જણાવ્યુ હતું કે, અમે જ્ઞાતિએ હિંદુ હરિજન વણકર છીએ. મારા પુત્ર અલ્પેશને વિદેશમાં એમ. બી.એ. કરવાની લગની હતી ને સોનામાં સુગંધ ભળે એમ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ અર્થે મળતી લોનનો લાભ અમને મળતા મારા પુત્રનું વિદેશમાં અભ્‍યાસ કરવાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં અનુસૂચિત જાતિ માટે અનેકવિધ યોજના ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને છેવાડાના માનવી પણ પોતાની મહત્‍વકાંક્ષા પરિપૂર્ણ કરી આર્થિક ઉત્કર્ષ સાધી શકે છે.
લાઠી તાલુકાના પીપળવા અને શાખપુર ગામે સાંથણીથી ફાજલ પડેલ સરકારી પડતર જમીનનો નિકાલ કરાશે
અમરેલી 
લાઠી તાલુકામાં પીપળવાના સર્વે નં.૧૬૮ની ૦૫-૮૦-૭૩ હે.આરે., સર્વે નં.૧૭૭ પૈકી ૨ ની ૨૦-૫૯-૮૬ હે.આરે.  તથા શાખપુરની સર્વે નં.૩૩૬ પૈકીની ૦૧-૦૯-૨૭ હે.આર. ખેડાણ લાયક સરકારી પડતર જમીનનો સાંથણીથી નિકાલ કરવાનો થાય છે. આથી કાયમી ધોરણે જમીન રાખવા માંગતા અરજદારોએ જમીન માંગણીની અરજીઓ મોકલવાની રહેશે.
જમીનની માંગણી કરનારે પોતે હાલ કેટલી જમીન ધરાવે છે તેના તમામ દાખલા, ક્યો ધંધો કરે છે તેઓ ક્યા પ્રકારના માંગણીદાર છે તેની નિયત નમૂનામાં અરજી કરી તા.૧૪/૦૪/૨૦૧૨ સુધીમાં મામલતદાર કચેરી-લાઠી ખાતે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે. જાહેર રજાના દિવસો દરમ્‍યાન નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી-લાઠી ખાતેથી મળી રહેશે.
જમીન ફાળવણી માટે કલમ-૨૯ તળે તથા સરકારશ્રીની વખતોવખતની સુચના મુજબ અનુ.જાતિની મંડળીઓ, અનુ.જાતિની કૃષિ મંડળીઓ અનુ. જાતિ-અનુ. જનજાતિના વ્‍યક્તિઓની માંગણીઓનો અગ્રતાના ધોરણે નિકાલ કરવામાં આવશે, તેમ મામલતદારશ્રી-લાઠીની યાદીમાં જણાવાયુ છે.
તા.૧૬/૦૪/૨૦૧૨ સુધીમાં અરજીઓ મોકલવી
તા. ૨૫/૦૪/૨૦૧૨ના રોજ યોજાનાર અમરેલી તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્‍ચ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્‍વાગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત એપ્રિલ-૨૦૧૨ માસની તા.૨૫/૦૪/૨૦૧૨ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા.૧૬/૦૪/૨૦૧૨ સુધીમાં તાલુકામથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટની કચેરી-અમરેલી ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મોટા અક્ષરે તાલુકા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ.આ કાર્યક્રમમાં અરજદાર જાત રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્‍નો રજૂ થઇ શકશે નહિ અને કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ મામલતદારશ્રી,અમરેલીની યાદીમાં જણાવાયું છે.
તા.૧૦-૦૪-૨૦૧૨ સુધીમાં અમરેલી જિલ્‍લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના પ્રશ્નો મોકલી આપવા
અમરેલી,
જિલ્‍લા કક્ષાએ કલેકટરશ્રી અને અન્‍ય અધિકારીઓની હાજરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિને યોજાય છે. ચાલુ મહિને તા.૨૬.૦૪.૨૦૧૨ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીના વિડીયો કોન્‍ફરન્‍સ રૂમ ખાતે યોજાનાર છે. જેમાં અરજદારની રૂબરૂમાં લોકપ્રશ્નો કે ફરિયાદના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આથી જિલ્‍લામાં આવેલ સરકારી કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન આવતો હોય તેવી પડતર માંગણી/પ્રશ્નો કે ફરિયાદ અંગેની અરજીઆધાર પુરાવા સાથે કલેકટર કચેરીની રજીસ્‍ટ્રી શાખાને તા.૧૦.૦૪.૨૦૧૨ સુધીમાં મોકલી આપવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. અરજદારે એક અરજીમાં એક જ પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. જાહેર રજાના દિવસો સિવાય રૂબરૂ અથવા પોસ્‍ટ મારફત અરજી મોકલી શકાશે. અરજીમાં અરજદારે ફોન અથવા મોબાઈલ નંબર અચૂક લખવા પણ અનુરોધ કરવામાં આવે છે. જિલ્‍લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન લેવા પાત્ર હશે તો જ કાર્યક્રમમાં હાજર રહેવા અરજદારને પોસ્‍ટથી જાણ કરવામાં આવશે. તેમ કલેકટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે.
આગામી તા.૭મી એપ્રીલે વિશ્‍વ આરોગ્‍ય દિવસની ઉજવણી અન્‍વયે
પોરબંદર જિલ્‍લામાં સિનિયર સિટીઝન માટે વિશેષ ચેકઅપ કેમ્‍પ યોજાશે.
        પોરબંદર તા.૩ઃ- તા. ૭મી એપ્રીલને દર વર્ષે સમગ્ર વિશ્‍વમાં વિશ્‍વ આરગ્‍ય દિન તરીકે ઉજવવામાં આવે છે. જે અન્‍વયે આગામી તા.૭મી એપ્રીલે શનિવારે પોરબંદર જિલ્‍લા ખાતે પણ વિશિષ્‍ટ ઉજવણીની જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત જિલ્‍લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારી અને મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારીના સંયુકત ઉપક્રમે ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે વિશેષરૂપે વૃધ્‍ધો માટેના ખાસ ચેકઅપ કેમ્‍પનું આયોજન થયેલ છે.આ કેમ્‍પમાં વૃધ્‍ધોનું ડાયાબીટીશ તથા હાઇપર ટેન્‍શન(બી.પી.)નું સ્‍ક્રીનીંગ રાખવામાં આવેલ છે.જેમાં નિષ્‍ણાંત તબીબો દ્વારા વિનામુલ્‍યે તપાસ તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.
        આ ઉપરાંત આ દિવસે જિલ્‍લાના દરેક પ્રાથમિક આરગ્ય કેન્‍દ્ર અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે વૃધ્‍ધો માટે અલાયદા ઓપી.ડી.નું આયોજન કરવામાં આવેલ છે. ઓપી.ડી. દરમિયાન જરૂરીયાતમંદ વૃધ્‍ધોને ખાસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.જેનો જાહેર જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લેવા મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જનડો. મંજરીબેન મંકોડીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
ભુજમાં ગુજકેટ પરીક્ષા તા.૫/૪ના યોજાશેઃ
ભુજ ખાતે ૩ પરીક્ષા કેન્‍દ્રોના પાંચ યુનિટમાં ૨૦૯૯ વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાશેઃ
ભુજ,
કચ્‍છ જિલ્‍લાની વિજ્ઞાન પ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના કુલ ૨૦૯૯ જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનો ગુજકેટની પરિક્ષામાં ઉપસ્‍થિત રહીને પોતાના ભાવિનું ઘડતર કરી શકે તે માટે સમગ્ર રાજયની સાથે જિલ્‍લાના મુખ્‍યમથક ભુજ ખાતે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટેની ‘‘ગુજરાત કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટ’’ ગુજકેટ-૨૦૧૨નું તા.૫/૪/૨૦૧૨, ગુરૂવારના રોજ લેવાનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જિલ્‍લા શિક્ષણાધિકારી શ્રી મહેશ રાવલ દ્વારા જણાવાયું છે.
પરીક્ષા કચ્‍છમાં મુખ્‍ય મથક ભુજ ખાતે કુલ ૩ પરીક્ષા કેન્‍દ્રો ઉપર પાંચ યુનિટમાં લેવાનાર છે, જેમાં ઇન્‍દ્રાબાઇ ગર્લ્‍સ હાઇસ્‍કૂલ, ભુજ યુનિટ-૧ અને ર, ઓલ્‍ફ્રેડ હાઇસ્‍કૂલ,ભુજ યુનિટ-૧ અને ર તથા શ્રી માતૃછાયા કન્‍યા વિદ્યાલય,ભુજનો સમાવેશ થાય છે. રસાયણશાસ્‍ત્ર-ભૌતિકશાસ્‍ત્રમાં ૧૦૪૯, ગણિતશાસ્‍ત્રમાં ૭૪૦ તથા જીવવિજ્ઞાનમાં ૩૧૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
શ્રી રાવલે પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇપણ જાતની મુશ્‍કેલીઓ નડતરરૂપ ન થાય તે માટે કેટલીક સુચનાઓનું પાલન કરવાનો ઉલ્‍લેખ કરી જણાવ્‍યું હતું કે, દરેક પરીક્ષાર્થીએ ૩૦ મીનીટ પહેલા પરીક્ષા સેન્‍ટર પર પહોંચવાનું રહેશે. સાથો-સાથ ‘ગુજકેટ’ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પોતાની હોલ ટિકિટ બિનચૂક સાથે લાવવાની રહેશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સાદા કેલ્‍યુલેટરનો ઉપયોગ કરી શકશે, પરંતુ સાયન્‍ટિફિક કેલ્‍કયુલેટર તથા મોબાઇલની મનાઇ ફરમાવાઇ છે. લોગટેબલ પરીક્ષા સેન્‍ટર ખાતેથી અપાશે તેમજ પાટીયું  તેમજ પાણીની બોટલ પારદર્શક લાવી શકાશે, અન્‍ય કોઇ વોટરબેગ નહીં. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધી કંઇપણ મુશ્‍કેલી હોય તો તેના ઉપાયરૂપે કંટ્રોલરૂમના ફોન નં.(૦૨૮૩૨) ૨૫૦૧૫૬નો સંપર્ક સાધવા તથા શાંતચિત્તે, કોઇ પણ જાતનો ડર રાખ્‍યા વિના આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્‍ત કરે તેવી શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.
ગ્રામ પંચાયત ચૂંટણીઃ શાંતિમય વાતાવરણમાં થાય તે હેતુથી કચ્‍છમાં ૨૧/૪ સુધી હથિયારબંધીના હુકમ જારી કરાયાઃ
ભુજ,
આગામી એપ્રિલ-૨૦૧૨માં થનાગ્રામ પંચાયત ચુંટણીઓ નજરે કચ્‍છ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુકત અને નિર્ભય રીતે કરી શકે તે માટે તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઊભા ન થાય તે માટે જાહેર સુલેશ-શાંતિનો ભંગ અટકાવવા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ મુજબ પગલાં લેવા માટે પુરતા કારણોને અનુલક્ષીને જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. થેન્‍નારસ દ્વારા તા.૩૦/૩/૨૦૧૨ના જારી કરાયેલા આ હુકમના જાહેરાતના દિવસથી તા. ૨૧/૪/૨૦૧૨ સુધી કોઇપણ ઇસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે રાખવા નહીં તેમજ તે લઇને બહાર નિકળવું કે ફરવું નહીં. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાકડી, લાઠી, અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો કે વસ્‍તુઓ સાથે લઇ ઘર બહાર નિકળવું કે ફરવું નહીં, તેમ જણાવાયું છે. 
જયારે આ હુકમ અન્‍વયે ફરજ પર રોકાયેલા પોલિસ કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગરૂપે શસ્‍ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે. શારીરિક અશકતતાના કારણે લાકડી અથવા લાડી લઇ ફરવું જરૂરી હોય તે વ્‍યકિતને, જિલ્‍લાની રાષ્‍ટ્રીયકૃત બેંકો કે તેઓને તે બેંકની કેશ કરન્‍સી લઇ આવવા તથા લઇ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્‍ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવે છે. ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્‍થાઓ, ટ્રસ્‍ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્‍થા અને સિકયોરીટી ફરજ પરની વ્‍યકિત વેલીડ પરવાનો ધરાવતી હોય તે સંસ્‍થાઓ અને વ્‍યકિતઓ પોતાના ફરજના ભાગરૂપે તે સ્‍થળે પરવાના વાળા શસ્‍ત્રો રાખી શકશે.તેમ વધુમાં જણાવાયું છે.


શુક્રવારે,સૂરતમાં મુખ્‍યમંત્રીના હસ્‍તે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતો રૂા. ૫,૫૬,૩૧,૨૫૦ ના પ્રોત્‍સાહક પુરસ્‍કારો મેળવશેઃ



મુખ્‍યમંત્રી સમરસ ગ્રામપંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન કરશે.
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આગામી તા. ૬ઠ્ઠીના રોજ સૂરત ખાતે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું શાનદાર અભિવાદન કરશે.
સૂરત ઇન્‍ટરનેશનલ એકઝીબીશન એન્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર, સરસાણા ખાતે સૂરત ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાની કુલ ૨૨૧ સમરસ ગ્રામપંચાયતો અને સરપંચોને ૫ કરોડ ૫૬ લાખ ૩૧ હજાર ૨૫૦ ના પ્રોત્‍સાહક પુરસ્‍કારો એનાયત  કરશે.
સવારે ૧૦:૦૦ સાંજે નમતા પોર સુધી ચાલનારા આ ગૌરવવંતા કાર્યક્રમોમાં સૂરતની ૮૮  સામાન્‍ય સમરસ ગ્રામપંચાયતોને રૂા. ૨,૨૭,૬૨,૫૦૦ નું અનુદાન, ભરૂચ જિલ્લાની ૫૭ ગ્રામપંચાયતોને ૧,૪૨,૮૭,૫૦૦, નર્મદા જિલ્લાની ત્રણ ગ્રામપંચાયતોને ૬,૫૦,૦૦૦, વલસાડની ૨૨ ગ્રામપંચાયતોને ૪૮,૬૨,૫૦૦, નવસારીની ૩૯ ગ્રામપંચાયતોને ૯૯,૫૬,૨૫૦, તાપીની ૧૧ ગ્રામપંચાયતોને ૨૯,૧૨,૫૦૦ અને ડાંગની એક સમરસ ગ્રામપંચાયતને ૨ લાખનું સમરસ પુરસ્‍કાર પદાન થશે.
ઉલ્લેખનીય છે કે, ગામડાંમાં ચૂંટણીના વેર-ઝેરથી પેઢીઓ સુધી સંઘર્ષ થતો હતો તે બરબાદીથી ગામડાને બચાવવાના સમરસ ગ્રામપંચાયતના અભિગમને વિશાળ આવકારદાયક પ્રતિભાવ મળ્‍યો છે.
૨૧મીએ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક :
સૂરતઃ મંગળવારઃ- સૂરત જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક આગામી તા.૨૧/૪/૧૨ ના રોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી એ.જે.શાહના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. અધિકારીઓ માટે યોજાનારી બેઠક સવારે ૧૧.૦૦ વાગે યોજાશે.  જયારે પ્રજાના પ્રતિનિધિઓ સાથે યોજાનારી બેઠક બપોરે ૧૨.૦૦ વાગે યોજાશે.
પર્વતારોહણ કેન્‍દ્ર ગીરનાર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ તાલીમ શિબિર યોજાશેઃ
 યુવા સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય પર્વતારોહણ કેન્‍દ્ર, ગીરનાર ખાતે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૮થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસના સમયગાળાના એડવેન્‍ચર કોર્ષ તેમજ ૧૪થી ૪૫ વર્ષની વય મર્યાદાવાળા યુવક યુવતીઓ માટે દસ દિવસના બેઝીક કોર્ષનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૯ એપ્રિલથી ૨૫ જૂન સૂધી ચાલનારા શિબિરમાં ભાગ લેવા માટે ઇન્‍સ્‍ટ્રક્‍ટર ઈન્‍ચાર્જશ્રી, પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય કેન્‍દ્ર, ગીરનાર, રાધાકૃષ્‍ણ સોસાયટી, ગીરનાર દરવાજા, જૂનાગઢ ખાતેથી અરજી ફોર્મ તથા માહિતી પત્ર દ્વારા કે રૂબરૂ મેળવી શકાશે. પોતાના પુરા નામ તથા સરનામા સાથે સંર્પણ વિગતો દર્શાવતો પત્ર તથા ટિકિટ સાથે પોતાના સરનામાવાળું કવર મોકલી આપવાથી ફોર્મ અને માહિતી મોકલી આપવામાં આવશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
માનદરવાજાનો અક્રમ ક્‍યાંક ચાલ્‍યો ગયો છેઃ
સૂરતઃ મંગળવારઃ-ખટોદરા પોલીસના જણાવ્‍યા પ્રમાણે માનદરવારજા બાખડ મહોલ્લો ખાતે રહેતા શેખ સમીલ શેખ ફકીરાનો  ૨૦ વર્ષીય ભાઇ શેખ અક્રમ ગઇ તા. ૨૯મીના રોજ પોતાના ઘરેથી ગોલવાડ કામ અર્થે જવાનું કઇ પરત ફર્યો નથી. શરીરે પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણ ઊંચાઇ પાંચ ફૂટ આ યુવાને સફેદ રંગનું પેન્‍ટ તથા શર્ટ પહેર્યું છે. વચ્‍ચેના દાંત થોડા મોટા છે. જમણા હાથે વાગેલાનું નિશાન છે. તે હિન્‍દી અને ઉર્દુ ભાષા જાણે છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્‍યું છે. 
મિશન મંગલમ યોજના
અગરબત્તી બનાવવા માટેના તાલીમવર્ગનો પ્રારંભઃ
રાજય સરકાર દ્વારા મિશનલ મંગલમ યોજના અંતર્ગત બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે કામરેજ તાલુકાના કામરેજ ગામની ભાર્ગવવાડીમાં અગરબત્તી બનાવવા માટે મશીનો પર બહેનોને તાલીમ આપી પગભર કરવાનો ટ્રેનીગ પ્રોગ્રામ હાલમાં જ શરૂ કરવામાં આવ્‍યો છે. આ તાલીમના અધ્‍યક્ષસ્‍થાને જ્‍લ્લિા વિકાસ અધિકારી રેમ્‍યા મોહને તાલીમવર્ગને ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે કામરેજના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ડ્રીસ્‍ટ્રીકટ લાઈવલીહુડ મેનેજરશ્રી, આઈસીના પ્રતિનિધિશ્રી, શકિત ફાઉન્‍ડેશનના ડાયરેકટરશ્રી તેમજ મિશન મંગલમ સ્‍ટાફ હાજર રહ્યા હતા.
બાળકોને વિકાસની પુરતી તકો પ્રાપ્ત થાય તેવા સઘન પ્રયાસો કરવા અપીલ કરતા અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટ
વલસાડ ખાતે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત ઓરિએન્‍ટેશન વર્કશોપ યોજાયો
વિશ્વની કુલ વસ્‍તીના ૪૦ ટકા હિસ્‍સો બાળકોનો છે. ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે એવા સંજોગોમાં આવતીકાલનું ભાવિ એવા બાળકોને તેમના વિકાસની પુરતી તકો પ્રાપ્ત થાય એવા સઘન સહિયારા પ્રયાસો કરવામાં આવે એ ખુબ જરૂરી હોવાનું વલસાડના અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટે સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત યોજાયેલા ઓરિએન્‍ટેશન વર્કશોપ દરમિયાન જણાવ્‍યું હતું.
સરકાર દ્વારા બાળકોને ધ્‍યાનમાં લઇને શરૂ કરવામાં આવેલી સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત અદિના પેલેસ હોટેલમાં યોજાયેલા વર્કશોપ દરમિયાન તેમણે સમાજથી નિષ્‍કાસિત થયેલા બાળકોની જરૂરિયાત સમજી તેમની જરૂરી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાના સંકલિત પ્રયાસરૂપે આ યોજના અમલમાં આવી હોવાનું જણાવી તેમણે આવા બાળકો પ્રત્‍યે કાયદાની, તંત્રની, સમાજની અને સ્‍વૈચ્‍છિક સંગઠનોની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. તેમણે જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓને આ યોજનાનો હેતુ બર લાવવા અથાગ પ્રયત્‍ન કરવા અનુરોધ કર્યો હતો.
એમ.એસ. યુનિવર્સીટીના એસોસીએટ પ્રોફેસર લીનાબેન મહેતાએ આ વર્કશોપ દરમિયાન જુવેનાઇલ જસ્‍ટીસ એકટ, બાળકોના અધિકારો અને જુવેનાઇલ જસ્‍ટીસ એકટના મુળભૂત સિદ્ધાંતોની કોમ્‍પ્‍યુટર પ્રેઝન્‍ટેશન દ્ધારા ગહન સમજ આપી હતી. તેમણે યોજનાનો હેતુ સ્‍પષ્‍ટ કરતા જણાવ્‍યું હતું કે, સંજોગોના શિકાર બાળકોને નૈતિક બળ પુરૂં પાડવા માટે આ યોજના કાર્યરત કરવામાં આવી છ હોવાનું જણાવીને બાળકોને લગતા કાયદાઓ અંગે સચોટ માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
જિલ્લા બાળ સુરક્ષા એકમના નવનિયુકત કર્મચારી ગણ અને જિલ્લાની સ્‍ટેક હોલ્‍ડર એજન્‍સીઓના પ્રશિક્ષણાર્થે યોજાયેલા આ સેમિનારમાં યુનિસેફના કન્‍સલ્‍ટન્‍ટ શ્રી ધ્રુવકુમાર જોષીએ બાળકોના વિકાસ આડેના અવરોધક પરિબળોને દુર કરી વિકાસનો માર્ગ કંડારવા માટેની સંકલિત બાળ સુરક્ષા યોજના હોવાનું જણાવ્‍યું હતું. તેમણે ૧૯૮૯માં યોજાયેલી યુનોની બાળ કન્‍વેશનમાં બાળકોના વિશેષાધિકારોનો સ્‍વીકાર કર્યો હતો. ત્‍યારપછી સમગ્ર વિશ્વએ બાળકોના વિશેષાધિકારોને માન્‍યતા આપી બાળકોના અધિકારો પ્રત્‍યે વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હોવાનું ઉમેરીને ગુજરાત રાજય બાળ સુરક્ષા સોસાયટી અંગે માહિતી આપી હતી. તેમણે કોમ્‍પ્‍યુટર પ્રેઝન્‍ટેશન દ્વારા બાળ સુરક્ષા યોજના, તેના ઉદ્દેશો, તેમાં આવરી લેવાયેલા બાળ વિકાસના વિવિધ પાસાઓ, સ્‍ટેક હોલ્‍ડર એજન્‍સી અને સરકારી તંત્રની જવાબદારીઓ, જિલ્લા બાળ વિકાસ એકમની કામગીરી અંગે વિશદ છણાવટ કરી હતી.
આ ઉપરાંત રાજય કક્ષાની બાળ સુરક્ષા ટીમના પ્રોજેકટ મેનેજર શ્રી વિજયકુમાર ક્રિયિને સંસ્‍થાકીય અને બિન સંસ્‍થાકીય બાળ સંભાળની પ્રક્રિયા, સંકલિત બાળ સુરક્ષા અંતર્ગત બાળ સંભાળ અને બાળ સુરક્ષામાં સ્‍ટેક ઓલ્‍ડર એજન્‍સીની ભૂમિકા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ પ્રોબેશન ઓફિસર પાયલ પારેખે સ્‍વાગત પ્રવચન તેમજ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભારવિધિ સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રોબેશન ઓફિસર વિનોદકુમાર ભોયે સહિત સમાજ સુરક્ષા કચેરીના અધિકારી/કર્મચારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌધરી, જસ્‍ટીસ શ્રી પી.પી.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારતી, એસ.સી/એસ.ટી સેલના ડી.વાય.એસ.પી શ્રી ચૌહાણ, રોજગાર અધિકારી શ્રી પટેલ, મદદનીશ શ્રમ આયુકત શ્રી મંદાની અને વિવિધ સ્‍ટેક હોલ્‍ડર એજન્‍સીના સંચાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.
ધરમપુર કોલેજમાં આઇ.એ.એસ પરીક્ષા અંતર્ગત તાલીમ શિબિર યોજાશે
:  શ્રી વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ ધરમપુર અને ડૉ.સૌરભ દેસાઇ ચેરિટેબલ ટ્રસ્‍ટ, પલસાણાના સંયુકત ઉપક્રમે વનરાજ કોલેજ, ધરમપુર ખાતે સ્‍નાતક કે તેથી વધુ અભ્‍યાસ કરેલા આઇ.એ.એસની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૬/૪/૨૦૧૨ના રોજથી શરૂ થનાર આ શિબિરનો સમય સવારનો બે કલાકનો રહેશે. આ પૂર્વે તાલીમ પામેલ ઉમેદવારો પણ આ શિબિરમાં ભાગ લઇ શકશે. વધુમાં વનરાજ કોલેજ તથા આજુબાજુની કોલેજના વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. રસ ધરાવતા ઉમેદવારોને કોલેજ કાર્યાલય સંપર્ક કરી નામ નોંધાવવા આચાર્ય શ્રી યોગેશભાઇ ભટ્ટ તરફથી જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં સભા સરઘસ પર પ્રતિબંધ
 આગામી તા.૫મી  અપ્રિલના રોજ યોજાનારી  ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિકની ગુજકેટ- ૨૦૧૨ની પરીક્ષાના સરળ સંચાલન તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા પરીક્ષા સંચાલકો જાહેર પરીક્ષાનું સુચારૂ સંચાલન કરી શકે તેમજ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે એ હેતુથી જિલ્લાના વલસાડ, વાપી અને પારડી શહેરના અધિકૃત પરીક્ષા કેન્‍દ્રોની હદમાં તા.૫મી એપ્રિલના સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૧૭:૦૦ કલાક સુધી ચાર કરતા વધુ માણસોની સભા ભરવી કે બોલાવવી નહિં અથવા સરઘસ કાઢવું નહિં. પરીક્ષા સ્‍થળોના ૧૦૦ મીટરની ત્રિજયામાં ખાનગી વાહનો, ગેરરીતીમાં મદદ કરવાના ઇરાદાથી જતી અનધિકૃત વ્‍યકિતઓએ પ્રવેશ કરવો નહિં.પરીક્ષાર્થીના લેખનકાર્યમાં અડચણરૂપ થાય તેવું કૃત્‍ય કરવું નહિં.પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ ચીજવસ્‍તુ ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્‍તક, કાપલીઓનું, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહિં કે કરાવવું નહિં કે તેમ કરવામાં મદદગારી કરવી નહિં. પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં તા.૫/૪/૨૦૧૨ સવારે ૦૯:૦૦ થી સાંજના ૧૭:૦૦ સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહિં.
આ હુકમ નીચેની વ્‍યક્‍તિઓને લાગુ પડશે નહિં. લગ્નના વરઘોડા કે સ્‍મશાન યાત્રા કે રેલ્‍વે કે એસ.ટીમાં મુસાફરીમાં જનાર બોનોફાઇડ વ્‍યક્‍તિઓ તેમજ એચ.એસ.સી./એસ.એસ.સી પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ તથા પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત કર્મચારીઓ/ અધિકારીશ્રીઓ, કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે મુકાયેલા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્‍દ્રના સંવાહકશ્રીઓ, સંચાલકો, સ્‍થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમેન તથા ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવા નિરીક્ષણ ટુકડીઓ સહિતના અધિકૃત કર્મચારીઓને લાગુ પડશે નહિં.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કસુરવાર સામે પગલા લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એમ, અધિક નિવાસી કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટ્ટ તરફથી જણાવાયું છે.