અનુયાયીઓ

મંગળવાર, 3 એપ્રિલ, 2012

સ્વીસ-ઓરલીકોન કંપની ગુજરાતમાં ઓટો-ગીયર્સ પાર્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા તત્પર મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી દરખાસ્ત


સ્વીસ-ઓરલીકોન કંપની ગુજરાતમાં ઓટો-ગીયર્સ પાર્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા તત્પર
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી દરખાસ્ત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા સ્વીટ્ઝરલેન્ડની ઓસી ઓરલીકોન ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપના ચેરમેન શ્રીયુત ટીમ સુમેર્સએ ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે ડ્રાઇવ સીસ્ટમ ઇન વ્હીકલ ગીયર્સના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવાની તત્પરતા વ્યકત કરી હતી. સ્વીસની ઓરલીકોન કંપનીના ગુજરાતમાં ઓટો ગીયર્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં સો ટકા વિદેશી મૂડીરોકાણ થશે અને ૧૦૦૦ યુવાનો માટે રોજગારીની તકો પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ઓરલીકોન સ્વીટ્ઝરલેન્ડનો ઓટો ગીયર્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય તે માટે રાજ્ય સરકારના નીતિવિષયક સહયોગની રૂપરેખા આપી હતી.
પ્રસંગે ઉઘોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ પણ ઉપસ્થિત હતા.
રાજ્યના છેવાડાના  ગામો સુધી જમીન માપણીની ઝડપી અને ત્વરિત કામગીરી માટે અઘતન વાહન સુવિધા કારગત નીવડશે મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
જમીન-દફતર ખાતાના નવીન ૩૦ વાહનોનું પ્રસ્થાન કરાવતા મહેસુલમંત્રીશ્રી
ગાંધીનગરઃ મંગળવારઃ મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે ગાંધીનગર ખાતે જમીન દફતર ખાતાના નવીન ૩૦ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસંગે યોજાયેલ સમારોહમાં મહેસુલ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના છેવાડાના ગામો સુધી જમીન માપણીની ઝડપી અને ત્વરિત કામગીરી માટે અઘતન વાહન સુવિધા ખૂબજ કારગત નીવડશે.
શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, જમીન દફતર ખાતામાં રાજ્યથી માંડીને ગ્રામ્ય કક્ષાએ અંદાજીત ૪૯૮ જેટલી કચેરીઓ કાર્યરત છે. છેક ગ્રામ્ય સ્તર સુધી કામગીરીનો વ્યાપ ધરાવતાં ખાતામાં પરિવહનની જરૂરિયાત સંતોષી રાજ્ય સરકારે મહત્તમ કામગીરી માટે ખૂબજ સરળતા કરી છે.
જમીન દફતર અને મહેસૂલી વહીવટી તંત્રમાં થતી રી-સરવેની કામગીરીના ખૂબજ સારા પ્રતિભાવ જનસમાજમાંથી સાંપડયા છે, તેમ જણાવી મહેસુલમંત્રી શ્રીમતિ પટેલે ઉમેર્યું કે, જમીન માપણી અને નિભાવણીની રાજ્યમાં ચાલતી કામગીરીનો અભ્યાસ કરી તેને અનુસરવા અન્ય રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવે છે તે આપણા માટે ગૌરવની વાત છે.
એક સાથે જમીન દફતર નિયામકની કચેરીમાં રાજ્ય વ્યાપી  કામગીરી માટે ત્રીસ જેટલાં વાહનો ફાળવતાં અધિકારીઓને પરિવહનમાં સગવડતા, કાર્યભારણ માટેનું આયોજન, કોર્ટ કેસો રી-સર્વેની કામગીરી અને જિલ્લા-રાજ્યના તંત્ર સાથે કામગીરી સંકલન ખૂબજ સરળતાથી સગવડભર્યું બનશે તેમ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
મહેસુલ વિભાગના અગ્રસચિવ શ્રી સી. એલ. મીનાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું કે, વધતી જતી જરૂરિયાત તથા વિકાસને પહોંચી વળવા ખૂબજ ત્વરાથી અને આધુનિક સાધનોથી જમીન-માપણી સંબંધી કામગીરી થાય તે માટે પરિવહન એક અગત્યનું પરિબળ છે. તેમણે જમીન દફતર ખાતામાં ૩૦ જેટલાં વાહનોની સુવિધા એકસાથે ઉપલબ્ધ બની તેને પ્રથમ ધટના ગણાવી આધુનિક સાધનોથી સુસજ્જ ખાતાના કર્મયોગીઓને પ્રજાલક્ષી કાર્યો સમયમર્યાદામાં થાય તે માટે અંગત કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક શ્રી એમ. વી. ગુપ્તાએ અઘતન વાહનોની સુવિધા, જમીન દફતર ખાતામાં થયેલ ૩૭૩ સર્વેયરોની ભરતી બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને દીનદયાળ સરવે તથા મહેસુલ વહીવટ સંસ્થાને સ્પીપા જેવી અઘતન તાલીમ સંસ્થા બનાવવાની નેમ વ્યક્ત કરી તેના આયોજનની વિગતો આપી હતી.
પ્રસંગે સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામક તથા મહેસુલ વિભાગની કચેરીના કર્મચારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારનાં અસરકારક વ્યવસ્થાપનનાં ફળદાયી પરિણામ
ગુજરાતનાં ભિલાડ ચેકપોસ્ટની સતત ૧૧ માં વર્ષે વધુ આવક
છેલ્લા ૧૧ વર્ષમાં મહારાષ્ટ્રનાં અછાડ કરતાં ગુજરાતનાં ભિલાડે ૫૦૦ કરોડથી  વધુની આવક નોંધાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં અગત્યનાં ચેકપોસ્ટ ઉપર અમલી બનાવેલ અસરકારક વ્યવસ્થાપનનાં ફળદાયી પરિણામો મળ્યા છે. ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પર અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રિય ધોરીમાર્ગ નં-૮ પર આવેલી ગુજરાતની ભિલાડ ચેકપોસ્ટે સતત ૧૧ માં વર્ષે પણ તેનાથી માત્ર દોઢ કિલોમીટરનાં અંતરે આવેલ મહારાષ્ટ્રની અછાડ ચેકપોસ્ટ કરતાં વધુ આવક નોંધાવી છે.
વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ભિલાડ ચેકપોસ્ટે રૂ. ૬૯ કરોડ ૨૮ લાખ ૮ હજાર ૮૧૭  ની આવક નોંધાવી છે જેની સામે અછાડ તપાસ નાકાની આવક રૂ.૪૫ કરોડ ૭૪ લાખ ૪૮ હજાર ૬૬૬ જેટલી રહી છે. ભિલાડ સતત ૧૧ વર્ષથી અછાડને આવકનાં મામલે મ્હાત આપી રહ્યું છે. ૨૦૦૧-૦૨ થી લઈને અત્યાર સુધીમાં ભિલાડની આવક રૂ.૮,૧૧,૮૭,૪૩,૮૫૯ જેટલી રહી છે, જેની સામે આ સમયગાળા દરમ્યાન અછાડની આવક રૂ.૩,૦૭,૪૬,૭૩,૦૯૪ જેટલી રહી છે. આમ, છેલ્લા ૧૧ વર્ષમાં મહારાષ્ટ્રનાં અછાડ કરતાં ગુજરાતનાં ભિલાડે ૫૦૦ કરોડથી  વધુની આવક નોંધાવી છે.
અત્રે નોંધનીય છે કે આશરે ૧૩,૦૦૦ જેટલા વાહનો દૈનિક ધોરણે આ માર્ગેથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે. ઓક્ટોબર ૨૦૦૧ માં મુખ્યમંત્રીશ્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા અગત્યનાં તપાસ નાકાઓ પર ફરજરત કર્મચારીઓમાં નાણાકિય શિસ્ત બાબતે વિશેષ ધ્યાન આપ્યું છે. તપાસ નાકાઓ પર દેખરેખ વધારી દેવામાં આવી છે જેના પરિણામ આવક વધવા પામી છે. ભિલાડ તપાસ નાકાનાં ઈન-ચાર્જ એચ.આઈ.બેરાવાલા તથા તેમનાં કર્મચારીઓની મહેનત રંગ લાવી છે. 

ધોળાવીરાની આ તસવીરો




ધોળાવીરાની આ તસવીરો જોઈ બોલી ઉઠશો Incredible Gujarat

જો તમે પ્રાચિન કળા-સ્થાપત્યમાં રસ ધરાવો છો, તો ધોળાવીરા તમારા માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે અને તે કચ્છના ભચાઉ તાલુકાના ખદિરબેટ વિસ્તારમાં આવેલું છે. તેની સ્થાનિક ઓળખ કચ્છ વન્ય જીવન અભયારણ્ય 'કોટ્ડા ટિમ્બા' તરીકે થાય છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે.

- ધોળાવીરા ખૂબ જ પ્રાચીન (2650 પુર્વે) સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલુ છે.
- ખાદિરબેટ તળાવ આસપાસ ગુલાબી પાંખો વાળા ફ્લેમિગોઝ ભારે સંખ્યામાં જોવા મળી જશે.
- રસ્તા માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવામાં અનૂકુળતા રહેશે.
- પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે.


જો તમે બાય રોડ જવા માંગતા હોવ, તો અમદાવાદથી આ વિસ્તાર 345 કિલોમીટરના અંતરે આવેલો છે. જ્યારે અહીનું નજીકનું રેલવે સ્ટેશન સામખીયાળી 160 કિલોમીટરના અંતરે આવેલું છે, અને નજીકનું એરપોર્ટ ગાંધીધામ અહીંથી 250 કિલોમીટરના અંતરે સ્થિત છે.

રસ્તા માર્ગ પાકો છે. નવેમ્બરથી માર્ચ સુધીમાં પ્રવાસ કરવામાં અનૂકુળતા રહેશે. પક્ષી નિરિક્ષકોને ખાદિરબેટ તળાવ આસપાસ ગુલાબી પાંખો વાળા ફ્લેમિગોઝ ભારે સંખ્યામાં જોવા મળી જશે.

ધોળાવીરા ખૂબ જ પ્રાચીન (2650 પુર્વે) સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલુ છે. આ વિસ્તાર ભારતમાં હડપ્પન વિસ્તારો વચ્ચે ખાસ્સો મોટો ગણવામાં આવે છે. મોંહે જો દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્ભારા બાંધકામ કરવામાં આવેલું છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી, વગેરે જોવા જેવું છે. આ ઉપરાંત ત્યાં સંસ્કૃતિમાં અસંખ્ય સ્તરો વર્તમાન સ્તર નીચે 1650 પૂર્વે દફનાવામાં આવેલા છે. અને સૌથી જૂના માટે તો 2650 પૂર્વે માનવામાં આવે છે

વધુમાં અહીં તમને છાપ, મુદ્રા, બંગળીઓ, રિંગ્સ, લેખો વગેરે આ વિસ્તારમાં અને સંગ્રહાલયમાંથી જોવા મળી જશે. જો કે, કોઈ હાડકાં કે માનવ હાડપિંજર ખંડેર માંથી નથી મળી આવતા. એવું માનવામાં આવે છે કે સમગ્ર સંસ્કૃતિએ ઈ.સ. 1450 પૂર્વે માં ક્યાંક બીજે સ્થળાંતર કર્યું હતું. (તમામ તસવીરોઃ ઉત્સવ દવે) Bhaskar News Kutchh



 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



--
KKUMARJOSHI

KASHYAP JOSHI JETALSAR

xkuÃke...økkUz÷{kt ÍwÃkzÃkèe{ktÚke r¾÷u÷k híkLk Mk{e
nurztøk..çkk¤feLkku ík{k{ rþûký ¾[o WXkððkLke
{kLkðíkk çkíkkðíkkt suík÷MkhLkk yuLkykhykE
Ãkuxk...y¾çkkhku{kt ðnuíke ÚkÞu÷e ðkík òýe Mkuðk fhðkLkku {kufku {éÞku: hrMkf¼kE økkUz÷eÞk
(f~ÞÃk òu»ke îkhk) suík÷Mkh(suíkÃkwh) íkk.3
Vktfzw ytøkúuS çkku÷íke økkUz÷Lke çkk¤feLkku LkkLkuÚke {kuxu MkwÄe stÞkt MkwÄe ¼ýðwt nkuÞ íÞkt MkwÄeLkku ík{k{ ¾[o WÃkkzðkLke suík÷Mkh økk{Lkk yuLkykEykh hrMkf¼kE økkUz÷eÞkyu íkiÞkhe çkíkkðíkk yk ðkíkLke Mkðoºk MkhknLkk ÚkE hne Au.
yk ytøkuLke rðøkíkku {wsçk økkUz÷{kt ÍwtÃkzÃkèe{kt hnuíke yuf çkk¤fe VxkVx ytøkúuS çkku÷íke nkuðkLke íku{s òu íkuýeLku MkrÄÞkhku {¤u íkku yk híkLk Mk{e çkk¤fe fw¤Lkwt Lkk{ Wò¤u íkuðe çkeLkk y¾çkkhkuLkk ÃkkLku [{fíkkt suík÷Mkh økk{Lkk hneþ yuLkykEykh hrMkf¼kE økkUz÷eÞkyu ykøk¤ ykðe yk çkk¤feLkku LkkLkuÚke {kuxu MkwÄe ík{k{ rþûký ¾[o WÃkkzðkLke íkiÞkhe çkíkkðe nkuðkLkwt yuf YçkY {w÷kfkík Ëhr{ÞkLk òuýðkt {éÞwt Au.
yksu yk ÷¾kÞ Au íÞkhu çkÃkkuhLkk yrøkÞkh f÷kfu økkUz÷Lkk y¾çkkhLkðuþku çkk¤fe yLku íku{Lkk rÃkíkkLku ÷ELku suík÷Mkh ¾kíku ykÔÞk níkkt. yLku yuLkykEykh hrMkf¼kE {kÄk¼kE økkUz÷eÞk MkkÚku ðkíkr[ík fhe rËfheLkwt ¼rð»Þ Wò¤ðkLke ðkík Ëkunhkðe níke.
íÞkhu suík÷Mkh økk{Lkk yLkLÞ Mkuðk¼kðe hrMkf¼kE økkUz÷eÞkyu LkÞLkk ¼kUMk÷uLku ÷kuyh fuSÚke {ktze Auf fku÷us yLku ¼ýðwt nkuÞ íÞkt MkwÄe LkÞLkkLkku rþûký ¾[oLke sðkçkËkhe rMðfkhíkkt WÃkrMÚkík LkÞLkkLkk ðk÷eykuLke ykt¾ku n»kko©wÚke ¼ªòE økE níke.

çkkuûk: {nkhk»xÙeÞLk Ãkheðkh økkUz÷ fu{ ykÔÞku ??
suík÷Mkh(suíkÃkwh): økkUz÷{kt ðAuhkLkk ðkzk ÃkkMku {kºk [kh ÷kfzk Ãkh økk¼k, fÃkzk çkktÄe AktÞzk suðwt ÍqÃkzwt çkLkkðe hnuíkkt {w¤ {nkhk»xÙLkk yþkufLkøkh(ykfku÷k)Lkk hrnþ yhrðtË {kÁíke¼kE ¼kUMk÷u {nkhk»xÙ Akuze {swhe {kxu Ãknu÷kt ðzkuËhk yLku íÞkhçkkË Mkwhík hnuíkkt níkkt.
Ãký yksÚke Ayuf ðhMk Ãknu÷k Mkwhík ÃkwhøkúMík çkLkíkkt yhrðt˼kE su {fkLk{kt hnuíkkt níkkt íku {fkLk Ãkwh{kt íkýkE sðkÚke íkuyku WÃkh yk¼ yLku rLk[u ÃkÚkkhe suðe rMÚkíke{kt ykðe økÞk níkkt.
ykðk Mk{Þu íku{Lkk ÃkíLke MkfwçkuLku øk¼hkÞk ðøkh ÃkríkLkku ftÄuftÄku r{÷kðe, {swhe fhðkt Mkwhík Akuze økkUz÷ (ðAuhkLkk ðkzk ÃkkMku)þnuh{kt ykÔÞkt níkkt.

çkkuûk: VkiS çkLke Wzíkk rð{kLk{ktÚke Ëw~{Lkku Ãkh çkkUçk{khku fheþ !!
økkUz÷ ¾kíku ÍwÃkzÃkèe{kt yhrðt˼kELkk ½uh yuf rËfhe yðíkhe níke. Mk{Þ síkkt yLku Lkk{fhý Ãkk{u÷ LkÞLkkLku ¼ýkðkLke ðk÷eLku r[tíkk ÚkkÞ íku Mkns Au.
rÃkíkk yhrðt˼kEyu çkk¤ûkheLke [kuÃkze ÷kðe LkÞLkkLku yktÃkíkkt økwshkíke yLku rnLËeLkk yûkhku Mkk{u òuðkLku çkË÷u LkÞLkkyu ytøkúuSLku ÃkMktË fhe íkus Ãkk¬wt fhðkLkwt rð[khe ÷uíkkt yksu A ðhMkLke LkÞLkk yLÞ ¼k»kkyku fhíkkt ytøkúuS ðÄw MkkÁ yLku yMkhfkhf çkku÷íke ÚkE Au.
LkÞLkkyu suík÷Mkh, økkUz÷Lkk ÃkºkfkhkuLkk Mkðk÷ku{kt yuðwt sýkðu÷ fu {kuxe ÚkELku nwt VkiS çkLkeþ..Wzíkk rð{kLk{ktÚke Ëw~{Lkku WÃkh çkkUçk{khku fheþ..íÞkhu fw{¤e f¤e suðze ô{hus ËuþËkÍ çkíkkðíke LkÞLkkyu WÃkrMÚkík MkkiLkk rË÷ Síke ÷eÄk níkkt.

çkkuûk: LkÞLkk økkUz÷{kts ¼ýþu..
suík÷Mkh(suíkÃkwh): yksu suík÷Mkh ykðu÷ økkUz÷Lkk y¾çkkhLkðuþku yLku yuLkykEykh hrMkf¼kE økkUz÷eÞk ðå[uLke økkurc Ëhr{ÞkLk yuðwt Lk¬e ÚkÞwt níkwt fu LkÞLkkLkk rÃkíkk yhrðt˼kELku ÃkuxeÞw h¤ðk{kt fkuE íkf÷eV Lkk Ãkzu yux÷u økkUz÷{ktÚk hrnLku Ãkwºke LkÞLkkLku, y¾çkkhLkðuþkuLkk MkrÄÞkhk ðå[u fkuE Mkkhe Erø÷þ Mfw÷{kt ¼ýkðþu. suLkku ík{k{ ¾[o suík÷MkhLkk yuLkykEykh hrMkf¼kE økkUz÷eÞk WXkðþu.

çkkuûk: rÃkíkkLkku ðMkðMkku æÞkLku ÷uðkþu ?
suík÷Mkh(suíkÃkwh) suík÷MkhLkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»ke Mk{ûk yuf MktðuËLkþe÷ ðMkðMkku ÔÞõík fhíkkt híkLk LkÞLkkLkk rÃkíkk yhrtðt˼kEyu sýkðu÷ fu rËfhe ytøkúuS ¼ýe økýeLku {kuxe Úkþu yLku yk {kxu su{ýu Ãký nwtV ykÃke íku ÄLÞðkËLku Ãkkºk Au. Ãký nwt ÍqÃkzÃkèe{kts hnuíkku nkuEþ íkku ykðe yðMÚkkLkwt ðkíkkðhýLkku LkÞLkkLke StËøke Lkrnt çkøkkzuLku ?! {ík÷çk fu òu íkuykuLku fkuE Mkkhe søÞk hnuðkt {kxu {¤u íkku Mkkhk ðkíkkðhý{kt WAhLkkh LkÞLkk ¾hu¾h fw¤Lkwt Lkk{ íkkhþu. íÞkhu rËfheLke su{ íku{Lkk ðk÷eykuLke Ônkhu ykððkLke Ãký Mkuðk¼kðeykuyu íkf [wfðk suðe LkÚkes !

Vkuxku: f~ÞÃk òu»ke-suík÷Mkh

KASHYAP JOSHI JETALSAR(JETPUR)



મોરબી ખાતે તા. ૪ના રોજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્ર ઝોનની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ-સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર તથા અભિવાદન સમારોહ યોજાશે કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અપાશે


મોરબી ખાતે તા. ૪ના રોજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્ર ઝોનની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ-સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર તથા અભિવાદન સમારોહ યોજાશે
કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અપાશે

રાજકોટ 
રાજકોટ જિલ્‍લાના મોરબી ખાતે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ (શનાળા રોડ)માં તા. ૪ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે સૌરાષ્‍ટ્ર ઝોનની રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાની જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંશ્રીઓ/સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર પ્રદાન તથા અભિવાદન સમારોહ માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે. આ સમારોહમાં રાજયના મંત્રીશ્રીઓ પણ ઉપસ્‍થિત રહેશે.
આ મોરબીના કાર્યક્રમમાં કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોના કૂલ ૬૪૦૦ જેટલા સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે રાજય સરકાર દ્વારા માન. મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી ઓકટોબર-૨૦૦૧ થી અમલમાં આવેલ સમરસ ગ્રામ યોજના એ ગામડામાં વેરઝેર અને વૈમનસ્‍યના બદલે સદભાવના ઉજાગર કરતી યોજના છે. રાજયમાં અત્‍યાર સુધીમાં ર૯૦ મહિલા સમરસ ગ્રામ પંચાયતો સહિત કૂલ ૧૦,૧૬૭ સમરસ ગ્રામ પંચાયતો થઇ છે.
સૌરાષ્‍ટ્ર ઝોનની પપ૮ પૈકી પહેલી વખત સામાન્‍ય સમરસ થતી ગ્રામ પંચાયતોની સંખ્‍યા ર૦ર છે. બીજી વખત સામાન્‍ય સમરસ થતી ગ્રામ પંચાયતની સંખ્‍યા ૯૬ અને ત્રીજી વખત સમરસ થતી ગ્રામ પંચાયતની સંખ્‍યા રપ૯ છે. ૧૫૩ની સંખ્‍યા સાથે રાજકોટ જિલ્‍લો સૌરાષ્‍ટ્ર ઝોનમાં સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોમાં પહેલા ક્રમે આવે છે અને તેને રૂ. ૪,૧૫,૧૨,પ૦૦નું પ્રોત્‍સાહક અનુદાન આપવામાં આવશે. તે પછી બીજા ક્રમે કચ્‍છ અને ત્રીજા ક્રમે ભાવનગર જિલ્‍લો આવે છે. જેમને અનુક્રમે રૂ. ર,પ૭,૩૧,૨૫૦ અને રૂ. ૨,૫૬,૩૭,૫૦૦નું પ્રોત્‍સાહક અનુદાન આપવામાં આવશે.
જિલ્‍લાના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાયના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જિલ્‍લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન જાહેર કે ખાનગી સ્‍થળો ઉપર પોસ્‍ટરો, બેનર,હોર્ડિગ્‍સ, કટઆઉટ લગાડવા પર પ્રતિબંધ
ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઈ
પરમીટ મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના કામે વાપરવા ઉપર પ્રતિબંધ
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી-૨૦૧૨ માટે આદર્શ આચાર સંહિતા અમલ બનતાં લોકોની માલ-મિલ્‍કતને થતું નુકશાન અટકાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, અમરેલીએ હુકમ કરી રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારોએ ચૂંટણી લક્ષી પત્રો, પોસ્‍ટરો, સુત્રો, બેનરો, પડદા, લખાણો વગેરે જાહેર કે ખાનગી મિલ્‍કતો ઉપર સંબંધિત સંસ્‍થા, કચેરી કે માલિકની સંમતિ / ધોરણસરની પરવાનગી સિવાય ચોંટાડવા કે લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ ઉપરાંત જાહેર ધોરીમાર્ગ પરના સાઈન બોર્ડ, માઈલ સ્‍ટોન, રેલ્‍વે ફાટક, રેલ્‍વે પ્‍લેટફોર્મ, બસ ટર્મીનલ્‍સના બોર્ડ કે જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ નોટીસ બોર્ડ ઉપર કોઈ ધ્‍વજદંડ, સૂત્રો  કે બેનરો લગાડી શકશે નહિં.
આદર્શ આચાર સંહિતાના અમલ માટે અમરેલી જિલ્‍લામાં ચૂંટણી પ્રચાર અર્થે કોઈ કટઆઉટ, દરવાજા કે કમાનો ઉભા કરવા નહિં. ખાનગી સ્‍થળોએ માલિકની પરવાનગી હોય તો પણ હોર્ડીંગ્‍સ પ્રદર્શિત કરવા નહિં. ઉમેદવારીપત્ર ભરવા, ચકાસવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં મોટા સરઘસ આકારે જવું નહિં. જ્યાં એક પક્ષે સભા યોજી હોય તેવા સ્‍થળોએ બીજા પક્ષોએ સરઘસ લઇ જવું નહિ તેમજ પોતાના પક્ષના ચોપાનીયાં વેચીને ખલેલ પહોંચાડવી નહિ. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહિં. કોઇપણ રાજકીય પક્ષે, ઉમેદવારોએ કે તેમના ટેકેદારોએ અન્‍ય પક્ષોએ યોજેલ સભા અને સરઘસમાં અવરોધો ઉભા કરવાની મનાઈ ફરમાવેલ છે.
અમરેલી જિલ્લાના સમ્રગ વિસ્તારમાં ત્રણ કરતાં વધુ સુરક્ષા વાહનો ધરાવતો કાફલો કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીએ લઈ જવા નહિં તેમજ રાજકિય પક્ષ કે ઉમેદવારો કે ચૂંટણી એજન્‍ટોએ જાહેર રસ્તા ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર માટે ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઇ ફરમાવી છે. આ હુકમનો ભંગ  કરનાર કે તેની મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
જિલ્‍લા પંચાયતની સરસીયા બેઠકના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના વાહનોની નોંધણી ચૂંટણી અધિકાર પાસે કરાવવાની રહેશે. સંબંધિત ચૂંટણી અધિકારી તરફથી રજીસ્‍ટર થયેલ વાહનો માટે પરમીટ આપવામાં આવશે. વાહન ઉપર સહેલાઈથી દેખાય તે રીતે ઓરીજનલ પરમીટ વિન્‍ડસ્ક્રીન ઉપર લગાડવાની રહેશે. પરમીટની ફોટો કોપી લગાડેલ કે પરમીટ મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના કામે વાપરવા ઉપર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, અમરેલીએ પ્રતિબંધ ફરમાવેલ છે.
વડીયાના સનાળા, જંગર તથા તરઘરી ગામે પંડિત દીન દયાળ ભંડાર ખોલવા અરજીઓ મંગાવવામાં આવી
અમરેલી
વડીયા તાલુકાના સનાળા, જંગર તથા તરઘરી ગામે પંડિત દીન દયાળ ભંડાર ખોલવા માટે અરજી મંગાવવામાં આવે છે. સનાળા ગામ માટે અનુ. જાતિ, તરઘરી અને જંગર ગામ માટે સામાન્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જે-તે ગામના ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા સ્‍થાનિક શિક્ષિત બેરોજગારે આ અરજી તા.૧૫/૦૪/૨૦૧૨ સુધીમાં કરવાની રહેશે. આ માટે નિયત નમૂનાના અરજી ફોર્મ રૂ.૫નું ચલણ ભરીને મામલતદાર કચેરીવડીયા ખાતેથી મેળવી શકાશે, તેમ વડીયા-મામલતદારશ્રીની યાદીમાં જણાવાયુ છે.

કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્‍યક્ષસ્‍થાનેતા.૨૦મી એપ્રિલના રોજ ૧૬.૦૦ કલાકે
એટીવીટી અંતર્ગત રાજુલા તાલુકાના પ્રશ્નોના નિકાલ અર્થે લોકમેળો યોજાશે
આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો (એટીવીટી) અંતર્ગત તા.૨૦મી એપ્રિલના રોજ ૧૬.૦૦ કલાકે, રાજુલા તાલુકાના પ્રશ્નોના નિકાલ અર્થે કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા દ્વારા પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ યોજાનાર છે. આથી રાજુલા તાલુકાના પ્રજાજનોએ પોતાના પ્રશ્નો-ફરિયાદ લેખિતમાં, તા.૭મી એપ્રિલ સુધીમાં મામલતદાર કચેરી-રાજુલા ખાતે રજૂ કરવાના રહેશે. પ્રશ્નો બે નકલમાં રજૂ કરવા તથા અરજી પર લોક ફરિયાદ કાર્યક્રમ એમ સ્‍પષ્‍ટ દર્શાવવા મામલતદાર-રાજુલાની યાદીમાં જણાવાયું છે.

તા.પમી એપ્રિલના રોજ યોજાનાર
અમરેલી ખાતે વિવિધ કેન્‍દ્ર પર લેવાનાર GUJCET ની પરીક્ષા પરીક્ષા કેન્‍દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર થી વધુ વ્‍યક્તિઓએ ભેગા થવું નહિ
પરીક્ષાખંડમાં મોબાઇલ કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવી શકાશે નહિ
અમરેલી જિલ્‍લાના અમરેલી ખાતે, કમાણી ફોરવર્ડ હાઇસ્‍કુલ યુનિટ-૧ અને યુનિટ-૨, અજમેરા ગર્લ્‍સ હાઇસ્‍કુલ, દીપક હાઇસ્‍કુલ, જીજીબેન ગર્લ્‍સ હાઇસ્‍કુલ, કે.કે. પારેખ મહેતા વિદ્યાલય યુનિટ-૧ અને યુનિટ-૨, વિદ્યાસભા વિકાસ વિભાગ-લાઠી રોડ કેન્‍દ્ર ખાતે તા.પમી એપ્રિલના રોજ GUJCET પરીક્ષા યોજાનાર છે.
પરીક્ષા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે હુકમ બહાર પાડેલ છે. તા. પમી એપ્રિલના રોજ સવારે ૯ થી બપોરે ૧૬.૩૦ કલાક સુધી આ હાઇસ્‍કુલના ૮ પરીક્ષા કેન્‍દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર થી વધુ વ્‍યક્તિઓએ ભેગા થવું નહિ. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડમાં મોબાઇલ કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લઇ જઇ શકશે નહિ. અમરેલી શહેરના તમામ વિસ્‍તારના ખાનગી ઝેરોક્ષ સેન્‍ટરો તથા ઝેરોક્ષ મશીન, પ્રાઇવેટ ફેક્સ મશીન બંધ રાખવા ફરમાન કરેલ છે. હુકમનું ઉલ્‍લંઘન કરનાર અથવા ઉલ્‍લંઘન માટે મદદરૂપ થનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

ચૂંટણી પ્રચારમાં હોર્ડીંગ, કટઆઉટ, બેનર્સ અને મેદાનનો ઉપયોગ બાબત
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયા બેઠકની ચૂંટણી સમયે રાજકીય પક્ષ કે ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટીયા, બેનર્સ લગાવી પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન અટકાવવા રાજ્ય ચૂંટણીપંચે નક્કી કરેલ આચારસંહિતાના અમલ માટે અમરેલી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ પેટા ચૂંટણીમાં સમાવિષ્‍ટ વિસ્‍તારમાં તા. ૨૦/૦૩/૨૦૧૨ થી ૧૦/૦૪/૨૦૧૨ સુધી(બંને દિવસો સહિત) ચૂંટણીલક્ષી ધ્‍વજ અને બેનર્સ મૂકવા બાબતે નીચેના નિયમોનું પાલન કરવા જાહેરનામુ બહાર પાડેલ છે.
જાહેરનામામાં કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો,અન્‍ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા ધ્‍વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્‍ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે કોઇ પણ જાહેર જગ્‍યાએ તેમજ રસ્‍તા ઉપર મૂકી શકાશે નહિ. આવા કટઆઉટ, બેનર્સ લગાડવા માટે જાહેરસ્‍થળો, ખાનગી માલિકીની મિલ્‍કતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવવાની રહેશે.
જેમાં હોર્ડીંગની સાઇઝ ૧૫ ફુટ X ૮ ફુટથી વધારે હોવી જોઇએ નહિ. કટઆઉટની ઉંચાઇ ૮ ફુટથી વધવી જોઇએ નહિ. કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર્સ વગેરે કોઇપણ સ્‍થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને અને જિલ્‍લા પોલિસ અધિક્ષકને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્‍તારમાં હોર્ડીંગ્‍સ, કટઆઉટ મૂકેલ હોય તે વિસ્‍તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં દર્શાવવાનો રહેશે. એટલે કે ખાનગી માલિકીની મિલ્‍કતો, સરકારી, મ્‍યુનિસિપાલિટી કે સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓ હસ્‍તકની જાહેર જગ્‍યાએ (આવી જગ્‍યા કે મિલ્‍કત ભાડેથી કે કોન્‍ટ્રાકટથી આપી હશે તો પણ) સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્‍યા વિના મૂકી શકાશે નહિ.
વધુમાં કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્‍ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા કોઇપણ ખાનગી મિલકત ઉપર હંગામી, ઝડપથી અને ત્વરિત દૂર થઇ શકે તેવી ઝંડીઓ અને બેનર્સ સિવાયનું કોઇપણ પ્રચાર સાહિત્‍ય, સાધનો કે સામગ્રી મિલ્‍કતના માલિકની પરવાનગી મેળવી હશે તો પણ મૂકી કે લગાડી પ્રદર્શિત કરી શકાશે નહિ.
ચૂંટણી પ્રચાર માટે મેદાનોની અછત હોવાથી નીચની શરતોને આધીન શાળા/કોલેજોના મકાનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ કરી શકશે. (૧) શાળા અને કોલેજોના શૈક્ષણિક સમયપત્રકને કોઇપણ સંજોગોમાં અસર થવી જોઇએ નહિ. (૨) શાળા/કોલેજોના વ્‍યવસ્‍થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહિ. અને શાળા/કોલેજોના વ્‍યવસ્‍થાપક મંડળની અને સબ ડીવીઝનલ ઓફિસરની અગાઉથી મંજૂરી લીધી હોવી જોઇએ. (૩) આવી મંજૂરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ. કોઇપણ રાજકીય પક્ષને આ મેદાનોનો એકહથ્‍થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહિ. (૪) શાળા/ કોલેજોના મેદાનોનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગને ચૂંટણી પંચ ગંભીરતાથી જોશે અને આ બાબતની જવાબદાર સબ ડિવીઝનલ ઓફિસરની રહેશે. (૫) રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર્યુકત ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને કેદારી રાખવાની રહેશે. (૬) મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને નુકશાન વગર સંબંધિત સંસ્‍થાને પરત સોંપવું. અન્‍યથા જો કોઇ નુકશાન થયું હોય તો તેના વળતર સાથે પરત સોંપવું. મેદાનને થયેલ નુકશાન માટે સંબંધિત રાજકીય પક્ષ/ પક્ષો વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે.
ઉપર દર્શાવ્‍યા સિવાયના સ્‍થળોએ સભા, મીટીંગ કે રેલી રાખી હોય, તે સ્‍થળની અંદર જે સમય દરમ્‍યાન સભા કે મીંટીંગ કે રેલી યોજવામાં આવી હોય, તેટલા સમય દરમ્‍યાન જ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોસ્‍ટર્સ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે. સભા પુરી થયા પછી તુરંત જ પ્રદર્શિત કરેલ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોર્સ્‍ટસ દૂર કરવાના રહેશે. સ્‍થાનિક વહીવટી તંત્રે લાદેલા નિયંત્રણો તેમજ સ્‍થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને આધિન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે. તે સિવાય કોઇ ઉમેદવારોએ રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારો, અન્ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા કોઇ કટઆઉટ દરવાજા કે કમાનો ઉભા કરવા નહિ.
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્‍ય સંગઠનો કે વ્‍યકિતઓ દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી ધ્‍વજ, બેનર્સ, હોર્ડીંગ્‍સ, બોર્ડ, પોસ્‍ટર, કટઆઉટ કે અન્‍ય કોઇપણ પ્રકારનું પ્રચાર સાહિત્‍ય વગેરે પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ તથા ૧૭૧(ઝ) હેઠળ સજાનપાત્ર થશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડકોન્‍સ્‍ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને પણ અધિકૃત કરવામાં આવેલ છે.  
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી અન્‍વયે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને વાહનોનો દુરૂપયોગ અટકાવવા 
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી-૨૦૧૨ માટે તા.૮મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્‍ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામબહાર પાડેલ છે.
પ્રતિસ્‍પર્ધી ઉમેદવારો તથા જનસામાન્‍ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્‍થિત થવા અને એકબીજા જુથો વચ્‍ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્‍યાન વાહનોના દુરૂપયોગ પર નિયંત્રણ કરવા સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય છે.
કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ચૂંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન, યથાપ્રસંગ ચૂંટણી એજન્‍ટ/કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે વિધાનસભા મતદાર દીઠ એક વાહન વાપરવા હક્કદાર રહેશે. ઉપયોગમાં લેવાનાર વાહન વિધાનસભા ઉમેદવારે તેના ચૂંટણી અધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાનું રહેશે. નોંધણી કરાવેલ વાહનની પરમિટ તેમના પાસેથી મેળવી, અસલ પરમિટ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્‍ડસ્‍ક્રીન પર ચોંટાડવાની રહેશે. ઉમેદવાર કે તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકરો માત્ર ચાર/ત્રણ કે બે પૈડાવાળા વાહનોનો જ ઉપયોગ કરી શકાશે. આ વાહનોમાં ડ્રાઇવર સહિત કુલ પાંચથી વધુ વ્‍યક્તિ બેસી શકશે નહિ. હુકમનું ઉલ્‍લંઘન કરનાર/ ઉલ્‍લંઘન માટે મદદ કરનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાનપાત્ર થશે.

આર્ય સમાજ-ગાંધીધામનો ૫૯ મા જન્‍મ દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્‍થિતિમાં ઉજવાયોઃ
“શાળા પ્રવેશોત્‍સવ દ્વારા બાળકો શાળાએ આવતા થયા છે”
- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
ભુજ,
ગાંધીધામ સ્‍થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત પરિવારના ભૂકંપ પીડીત બાળકોની મુલાકાત લઇ બાળકોને મળતી સુવિધા નિહાળી સંતોષ વ્‍યકત કરી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જીવન પ્રભાત સંસ્‍થાની કામગીરીને બિરદાવી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૨૦૦૧ના ભૂકંપ સમયે રાજય સરકાર અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આર્થિક યોગદાનને સામાજિક દાયિત્‍વ સમજી જે મદદ મળી છે તેની સ્‍મૃતિ તાજી કરી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક સવલતોની વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજયના છેવાડાના વિસ્‍તાર સુધી શિક્ષણ સુવિધા પહોંચે તેવી વ્‍યવસ્‍થા સાથે શાળા પ્રવેશોત્‍સવ જેવા કાર્યક્રમોથી બાળકો નિયમિત શાળાએ આવતા થયા છે અને ગુણોત્‍સવ દ્વારા શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થવાથી ઉત્તમ પરિણામો મળતા થયા હોવાનું રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું.
રાજયમંત્રીશ્રી આહિર જન્‍મ દિવસે કુટુંબ અને મિત્રો સાથે આ સંસ્‍થા પારિવારીક સભ્‍ય તરીકે આ સંસ્‍થામાં આવી ભૂકંપપિડીત બાળકો સાથે ભોજન લઇ શૈક્ષણિક સાધનો-રમકડા અને મિઠાઇની ભેટ સહર્ષ અર્પણ કરતા હોવાનું જીવન પ્રભાત સંસ્‍થા દ્વારા જણાવાયું હતું.
ગાંધીધામ આર્ય સમાજ સંસ્‍થાની ગૌશાળાને રૂ.૧૧ લાખનું દાન આપનાર દિલ્‍હીના એમ.ડી.એચ.ગ્રુપના ધર્મપાલજીને દાતા તરીકે રાજયમંત્રીશ્રીએ બિરદાવ્‍યા હતા.
આ પ્રસંગે રાજયમંત્રીશ્રીએ ધર્મપાલજીને સંસ્‍થાવતી સન્‍માન પત્ર અર્પણ કર્યુ હતું.
જીવન પ્રભાત પરિવારની બાળાશ્રી રમીલાના જન્‍મ દિવસે ઉચ્‍ચ શિક્ષણ મેળવી રાષ્‍ટ્રનું નામ ઉજાગર કરવા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા શ્રી ધર્મપાલજીએ પોતાનુંકાર્ય સામાજિક ઉત્તર દાયિત્‍વ હોવાનું જણાવી ઇશ્‍વર આ કાર્ય માટે વધુ શકિત અને પ્રેરણા આપે તેવી અપીલ કરી હતી.
સંસ્‍થાના પ્રમુખશ્રી પુરૂષોતમ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્‍થા પરિચય આપ્‍યો હતો. પ્રિન્‍સિપાલશ્રી આર્યનિધિએ સંસ્‍થામાં યોગદાન આપનારનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે ગાંધીધામ વિકાસ મંડળશ્રી મધુકાન્‍ત શાહ, ઉધોગપતિશ્રી નિલય ગુજરાલ, ગાંધીધામ ચેમ્‍બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેનશ્રી હિરાલાલ શાહ, મધ્‍યપ્રદેશના શ્રી નરોતમ બાગડી, વિનય આર્ય, ભાજપાના શ્રી મામૈયાભાઇ ગઢવી, ભરત રામવાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
કચ્‍છમાં ૩૦/૪ સુધી હથિયારબંધી જાહેર કરાઇ
ભુજ,
અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી.નેમાએ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં ચાલુ માસમાં યોજાનાધાર્મિક તહેવારો તથા મેળાઓને અનુલક્ષીને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે સુલેશ-શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે આગામી તા.૧લી થી ૩૦મી એપ્રિલ-૨૦૧૨ સુધી બંને દિવસો સહિત સમગ્ર જિલ્‍લામાં હથિયારબંધી સહિતના પ્રતિબંધો જાહેર કર્યા છે.
જે અંતર્ગત કોઇ વ્‍યકિતઓએ શસ્‍ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, ધરી, બંદુક, લાકડી, લાઠી, હજામનો અસ્‍ત્રો, ત્રિશુલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાધન સાથે લઇ જવું નહીં. કોઇ ક્ષયકારી અથવા સ્‍ફોટક પદાર્થ લઇ જવું નહીં તેમજ અપમાન કરવાના કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સુત્રો પોકારવા નહીં. તેવી ચેષ્‍ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પ્‍લેકાર્ડો, પત્રિકાઓ કે બીજા પદાર્થ, વસ્‍તુ તૈયાર કરવી નહીં કે અપમાન કરવાના ઇરાદાથી કોઇ નામ બાળવી નહીં.
આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને સજા થશે.
પર્વતારોહણ કેન્‍દ્ર ગિરનાર, જૂનાગઢ ખાતે ઉનાળા વેકેશન દરમિયાન યોજાનાર વિવિધ તાલીમ શિબિરો
ભુજ
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર રાજય યુવક બોર્ડ અંતર્ગત સરકારના અગત્‍યના કાર્યક્રમના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય પર્વતારોહણ કેન્‍દ્ર,ગીરનાર, જૂનાગઢ મુકામે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસના સમયગાળાના એડવેન્‍ચર કોર્ષ તેમજ ૧૪ થી ૪૫ વર્ષની વયમર્યાદાવાળા યુવક-યુવતીઓ માટે દસ દિવસના બેઝીક કોર્ષનું આયોજન કરાયું છે.
આ શિબિરમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ તથા માહિતી માટે ઇન્‍સ્‍ટ્રકટર ઇન્‍ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય કેન્‍દ્ર, ગીરનાર, રાધાકૃષ્‍ણ સોસાયટી, ગિરનાર દરવાજા, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતેથી પત્ર દ્વારા કે રૂબરૂ મેળવી શકાશે. જે માટે પોતાના પુરા નામ તથા સરનામા સાથે સંપૂર્ણ વિગતો દર્શાવતો પત્ર તથા ટિકિટ ચોડેલ પોતાના સરનામાવાળું કવર મોકલી આપ્‍યેથી ફોર્મ તથા માહિતી મોકલી આપવામાં આવશે.  શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
આ શિબિરોમાં તાલીમ અને નિવાસ(તંબુમાં) સરકાર દ્વારા વિનામુલ્‍યે પૂરી પાડવામાં આવશે. જયારે શિબિર સ્‍થાને આવવા-જવાનું પ્રવાસખર્ચ તથા ભોજન ખર્ચ તાલીમાર્થીઓએ ભોગવવાનો રહેશે.
એપ્રિલ-મે-જૂન-૨૦૧૨ દરમિયાન તથા આગામી ચોમાસા પછી સપ્‍ટેમ્‍બર-૨૦૧૨ થી ફેબ્રુઆર-૨૦૧૩ દરમિયાન પણ આ શિબિર યોજવામાં આવશે. અરજી સાથે શારિરીક  યોગ્‍યતા અંગેનું તબીબી પ્રમાણપત્ર તથા ગુજરાતના વતની હોવા અંગેના આધાર તથા વાલીની સંમતિ તથા જન્‍મતારીખનો દાખલો સામેલ રાખી અરજી રજૂ કરવાની રહેશે.
બાળકો અને યુવાનોમાં શારિરીક, માનસિક વિકાસ તથા સંઘભાવના, લીડરશીપ કેળવવાના સરકારના આ અભિગમનો વેકેશનના દિવસોમાં લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબરઃ ૦૨૮૫-૨૬૨૭૨૨૮ ઉપર સંસ્‍થાનો સંપર્ક સાધવો.
ગ્રામ પંચાયત ચૂંટણીઃ
રાજકીય પક્ષ, ઉમેદવારો માટે ચૂંટણી પંચની આચારસંહિતાઃ
ભુજ,
આગામી ગ્રામ પંચાયતની એપ્રિલ-૨૦૧૨માં યોજાનાચૂંટણી સંદર્ભે ચુંટણી સમય દરમ્‍યાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજય ચુંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સુચનાઓ અનુસાર નિયમ કરવું જરૂરી જણાતાં કચ્‍છ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એમ.થેન્‍નારસને મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (ડી.એ.), (ડી.બી.) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં આગામી એપ્રિલમાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૧૨ સંદર્ભે ચુંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ મૂકવા બાબતે નિયમો તાત્‍કાલિક અમલમાં લાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.
જે અંતર્ગત કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્‍ઝ, તોરો, ધ્‍વજ, પતાકા વિગેરે કોઇપણ જાહેર જગ્‍યાએ તેમજ જાહેર રસ્‍તા ઉપર મૂકી શકાશે નહીં એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ વગેરે હસ્‍તકની જાહેર જગ્‍યાએ (આવી જગ્‍યા કે મિલ્‍કત ભાડેથી કે કોન્‍ટ્રાકટથી આપી હશે તો પણ) મૂકી શકાશે નહીં. ખાનગી સ્‍થળો, સ્‍થાનિક કાયદાઓ જયાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્‍યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્‍ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્‍યાં ચુંટણી લડતા ઉમેદવારોએ અથવા સબંધિત રાજકીય પક્ષોએ મિલ્‍કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબિધિત ચુંટણી અધિકારી અથવા મદદનીશ ચુંટણી અધિકારીની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજુરીની નકલ તથા મિલ્‍કત ધારકના નામ, સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં મદદનીશ ચુંટણી અધિકારીને ચુંટણી પંચે નકકી કરેલ નમુનામાં પુરી પાડવાની રહેશે. અન્‍યથા આ પ્રકારની કોઇ પ્રવૃતિ કરી શકાશે નહીં. હોર્ડિગ્‍ઝની સાઇઝ ૧૫ ફૂટ × ૮ ફૂટથી વધારે હોવી જોઇએ નહીં. કટઆઉટની ઉંચાઇ જે તે વિસ્‍તારમાં હોર્ડિગ્‍ઝ/કટઆઉટ વગેરે મુકેલ હોય તદનુસાર ઉમેદવારના ચુંટણી ખર્ચમાં યોગ્‍ય સ્‍થળે દર્શાવવાનું રહેશે.
આ જાહેરનામાનો અમલ તા.૨૧/૪/૨૦૧૨ સુધી કરવાનો રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્‍યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરી ચુંટણીલક્ષી કટઆઉટ, જાહેરાત પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ (ઝ) મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે, તેમ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.