અનુયાયીઓ

શનિવાર, 31 ડિસેમ્બર, 2011

કાંકરિયા કાર્નિવલમાં સુગમ-સંગીત રેલાયું સ્‍લમ વિસ્‍તારનાં બાળકોએ ગીત સંગીત અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ બાળકોએ ટ્રેનની સવારી સહિત અન્‍ય રમતોની મજા માણી



લાખો લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણયો
કાંકરિયા કાર્નિવલનો દરરોજ લાખો લોકો લાભ લઇ રહયાં છે. ભવ્યાતિભવ્ રોશની અને આતશબાજી ઉપરાંત અનેકોવિધ રંગારંગ કાર્યક્રમોનો નગરજનો ભારે ઉત્સાહથી લહાવો લઇ રહયાં છે. તા. ૨૫મી ડિસેમ્બરથી તા. ૩૧મી ડિસેમ્બર દરમ્યાન ચાલનારા કાર્નિવલ કાર્યક્રમમાં શાળાનાં તથા વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગીત-સંગીત, રમતો તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. કાર્નિવલમાં ભવ્ રોશની, આતશબાજી, પેરા ગ્લાઇડીંગ, પેરા ઝંપીંગે ભારે આકર્ષણ જમાવ્યું છે.
કાર્યક્રમમાં નગરજનોની સાથે સાથે પાણી પુરવઠા મંત્રી શ્રી નરોતમભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી દિલિપભાઇ સંઘાણીએ ઉપસ્થિત રહી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. સાથે મેયર શ્રી આસીતભાઇ વોરા, નગરના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.
શહેરની વિવિધ શાળાઓનાં બાળકોએ તથા વિદ્યાર્થી ભાઇ બહેનોએ દેશ ભકિતનાં ગીતો અને લોકકલા પ્રદર્શિત કરતા નૃત્યો રજૂ કર્યા હતા જે નગરજનોએ ભારે ઉત્સાહથી માણયા હતા.આજના દિવસે સ્લમ વિસ્તારનાં બાળકો દ્વારા યોગ નિદર્શન, ચિત્ર સ્પર્ધા, જીમ્નેસ્ટીક રજૂ કરવામાં આવ્યા હતા. ભારત ભકિત કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રાંતના કલાકારો તેમની લોકકલા પ્રસ્તુત કરે છે. કાર્યક્રમમાં પંજાબ રાજયના કલાકારોએ તેમની કલાકૃતિ રજૂ કરી હતી તે અદભૂત નજારો હતો. ઉપરાંત હાસ્યની છોળો વરસાવતું હાસ્ નાટક રજૂ થયું હતુ. 
કાંકરિયા ફરતે ઝળહળતી રોશની અને આતશબાજી ઉપસ્થિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ જન્માવે છે.આગામી ૩૧મી ડિસેમ્બર- ૧૧ દરમ્યાન યોજાનાર કાર્નિવલનો નજારો એક વખત માણવા જેવો તો ખરો .

રાજકોટ જિલ્‍લાની હાથશાળ સંસ્‍થાઓને હિસાબો ઓડીટ કરાવવા સુચના



રાજકોટ રાજકોટ જિલ્‍લામાં આવેલ હાથશાળ(પ્રાથમિક વણકર સહકારી મંડળી-એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.) સહકારી સંસ્‍થાઓ, વ્‍યકિતગત હાથશાળ વણકરો, માસ્‍ટર વણકરો, સ્‍વસહાયજુથો અને સંયુકત જવાબદારી જુથો જેઓએ બેંક લોન હાથશાળ વણાટના હેતુ માટે લીધેલ હોય અને તા. ૩૧/૩/૨૦૧૦ના રોજ મુદત વિતિ બાકી હોય અને બેંક તેમને નવી લોન આપવા તૈયાર હોય તેઓએ જરૂરી આધાર પુરાવા સાથે તા. ૩૧/૧૨/૧૧ સુધીમાં જનરલ મેનેજરશ્રી જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર રાજકોટ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ પ્રાથમિક વણકર સહકારી મંડળીઓ-એપેક્ષ વિવર્સ કો.ઓ.સો.એ તેમનું હિસાબી ઓડીટ તા. ૩૧/૩/૨૦૧૦ સુધીનું ગુજરાત રાજય સહકારી અધિનિયમ કલમ-૮૪ હેઠળ અચુક કરાવી લેવા જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર રાજકોટના જનરલ મેનેજરશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

ટાટા ગ્રુપ ગુજરાતના વિકાસમાં સહભાગીતાનું ફલક વિકસાવશે મૂલાકાતની ફલશ્રુતિ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા અને પદનામિત ચેરમેન સાયરસ મિસ્ત્રીએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી






મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા પ્રતિષ્ઠિત ઔઘોગિક ગૃહ ટાટા ગ્રુપના ચેરમેન શ્રી રતન ટાટા અને પદનામિત ચેરમેનશ્રી સાયરસ પી. મિસ્ત્રીએ ગુજરાતના વિકાસમાં ભાગીદારીનું વ્યાપક ફલક વિકસાવવાની તત્પરતા દર્શાવી હતી.
વર્તમાન ડેપ્યુટી ચેરમેન શ્રી સાયરસ મિસ્ત્રી આગામી ડિસેમ્બર ર૦૧રમાં શ્રી રતન ટાટા પાસેથી ટાટા ગ્રુપના ચેરમેનનો પદભાર સંભાળવાના છે તેમનો વિધિવત્‍ પરિચય મુખ્યમંત્રીશ્રીને શ્રી રતન ટાટાએ આજે કરાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી સાયરસ મિસ્ત્રીને ઉષ્માભરી શુભેચ્છા આપી હતી.
શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીએ ગુજરાતના આર્થિક અને ઔઘોગિક વિકાસ તેમજ સુશાસન, પારદર્શી વહીવટ અને સામાજિક-આર્થિક પ્રગતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં અને વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધતી જ રહી છે.
શ્રી રતન ટાટાએ એમ પણ જણાવ્યું કે ગુજરાતને તેઓ પોતાનું ધર માને છે અને વિકાસ માટે ગુજરાત તેમના મનમાં અગ્રીમ રહ્યું છે. ઔઘોગિક વિકાસમાં સહભાગીતા ઉપરાંત માનવ સંસાધન વિકાસવ્યૂહમાં પણ સહભાગી થવાની મુખ્યમંત્રીશ્રીની અપેક્ષાને તેમણે આવકારી હતી. ગુજરાત ઊર્જાશકિત અને જીઓથર્મલ ઊર્જા વિકાસમાં આગળ વધી રહ્યું છે તેની ભૂમિકામાં ટાટા ગ્રુપના વરિષ્ઠ બંને પદાધિકારીઓએ ખૂબ રસ દાખવ્યો હતો.
ગુજરાતની વિકાસયાત્રામાં ટાટા ગ્રુપની સહભાગીદારી સંદર્ભમાં શ્રી રતન ટાટા અને શ્રી સાયરસ મિસ્ત્રીની મુખ્યમંત્રીશ્રી સાથેની આ મૂલાકાત ખૂબ જ ફળદાયી રહી હતી.
વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત
અમદાવાદમાં ૪થી જાન્યુઆરીએ પ્રજ્ઞાચક્ષુ વિઘાર્થીઓ માટે બ્રેઇન લિપીમાં બાલસૃષ્ટિ સામાયિકનું લોકાર્પણ
ગાંધીનગરઃ 
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત થયેલાં કાર્યક્રમોની દસ્તાવેજીકરણના ભાગરૂપે વાંચે ગુજરાત દર્શન અને પ્રજ્ઞાચક્ષુ વિઘાર્થીઓ માટે બ્રેઇન લિપીમાં બાળસૃષ્ટિ સામાયિકનું લોકાર્પણ તા. ૪થી જાન્યુઆરી, ર૦૧૧ના રોજ યોજાશે.
આ કાર્યક્રમ તા. ૪-૧-ર૦૧ર બુધવારે સાંજે ૬-૦૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, રા. વિ. પાઠક હોલ, અમદાવાદ ખાતે યોજવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્વર્ણિમ જયંતિ વર્ષની ઉજ્વણીના ભાગરૂપે આરંભાયેલ વાંચે ગુજરાત અભિયાનમાં  શ્રેષ્ઠ વાંચન સ્પર્ધા અને ગમતું પુસ્તક વાર્તાલાપ, પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેકટ,વિચાર વાંચન શિબિર, પુસ્તક પ્રદર્શન, વિચાર મેળો, ગ્રંથયાત્રા, તરતા પુસ્તકો,  ઝોલો પુસ્તકાલય, ગ્રંથદાન, પુસ્તક પરબ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
ડ્રાઇવરોને સંરક્ષણાત્મક (ડીફેન્સીવ) ડ્રાઇવીંગ તાલીમ આપવાનો કેમ્પ યોજાશે
ગાંધીનગરઃ 
 માર્ગ સલામતી સપ્તાહ-ર૦૧રની ઉજ્વણી અંતર્ગત ગાંધીનગર ખાતે આવેલી સરકારી, અર્ધસરકારી, નિગમ, કોર્પોરેશન, ન્યાયતંત્ર વિગેરે કચેરીઓના ડ્રાઇવરો માટે સંરક્ષણાત્મક(ડીફેન્સીવ) ડ્રાઇવીંગની તાલીમ આપતા કાર્યક્રમનું આયોજન તા.૩-૧-ર૦૧ર થી તા. પ-૧-ર૦૧ર સુધી સવારના ૧૧-૧પ થી ૧૩-૩૦ સુધી સભાખંડ વિકાસ કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૧૬/ર, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.
ડ્રાઇવરોને તાલીમમાં મોકલવા માટેની જાણ સંબંધિત વિભાગ કચેરીઓને કરવામાં આવેલ છે. જેમાં દર્શાવેલ તારીખ અને સમયે ડ્રાઇવરને મોકલવાની અનુકુળતા હોય તો કાર્યક્રમના અન્ય દિવસે પણ મોકલી શકાશે. તેવીજ રીતે શરતચૂકથી કોઇ કચેરી/વિભાગને પત્ર મળેલ હોય તો પણ તેઓના ડ્રાઇવરને તાલીમ માટે મોકલી આપવા સંયુક્ત નિયામક, વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગુજરાત રાજ્યના પ્રથમ વાઇસ ચાન્સેલર પદે શ્રી કમલેશ જોષીપુરાની નિમણૂંક
ગાંધીનગરઃ 
 શ્રી કમલેશ જોષીપુરા, એક્સ વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ગુજરાતના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરી છે. તેઓની નિમણુંક બે વર્ષ માટે કરવામાં આવી છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.


'Sauno Saath-Sauno Vikas'!


THE TIMES OF INDIA : Blogs
2011's Message: For Transformation,
'Sauno Saath-Sauno Vikas'!
Narendra Modi 
30 December 2011, 02:58 PM IST
Dear Friends,

It is that time of the year when we bid farewell to what has gone by and welcome what lies ahead. As the joys and sorrows of 2011 pave way for the expectations and apprehensions of 2012, I felt it would be an appropriate exercise to go back in time and remember the year just gone by.

If there was one word that defined 2011, it was 'protest'. Time Magazine summed up the essence of 2011 by naming 'The Protestor' as its Person of the Year. More than any individual, it was collective strength that defined the year gone by. Protests took place against Governments that were unable to live up to the aspirations of the people particularly the youth. Further, it was the cradles of human civilization that showed the way in challenging the status quo. If Egypt marked the rise of the Arab Spring, the Middle East saw protests aplenty while the people of Greece protested in the wake of economic downturn. Even America had its Occupy Wall Street Movement! When the forbearers of humankind become grounds of such protest it is nothing less than a call for introspection.

Talking about protest and 2011, it is impossible to forget events at home. We have been at the forefront of global protests in more ways than one. It is a matter of great pride to note that most of the protests across the World were non-violent! What can be a greater tribute to Mahatma Gandhi than the fact that even today, youngsters across the world are adopting his ways in order to make their voices heard! Be it the Independence Struggle in the first half of the 20th century, 1974 Navnirman Movement in Gujarat that challenged the might of an unhealthy status quo or 1975 Emergency when democracy came under severe strain, India continued to show the world the power of peaceful protest.

Protests in India took place as a distinct change of mood engulfed the nation. Bad economics, poor governance coupled with regular attacks on the federal structure of the country have made the people of this country impatient and disappointed. From corporate leaders to people on the street, there is near total talk of a 'governance deficit', a 'policy paralysis' covering the nation. This explains best the scores of protests across India against complacent Governments, be it in the states or at the Centre.

But, there remains a shining ray of hope in the midst of these otherwise difficult times. Rather than being disappointed or overtly critical we must view them as a ray of opportunity! During my recent trip to China, I spoke of how it is now for Asia to emerge as a growth engine of the world in the wake of the global financial crisis. The crisis of western capitalism is a unique opportunity for India to lead the world, accelerate her growth and pull out the millions of people from the clutches of poverty.

Friends, mass movements are not only about protests. I consider myself fortunate to be witnessing a mass movement that that is manifested in the spirit of Sauno Saath, Sauno Vikas (all together, growth for all), where inclusive growth with collective effort creates a unique mass movement for overall development. In Gujarat, we added a 4th S of Sadbhavana to our 3 S (Speed, Scale and Skill) model of progress. I am overwhelmed when I see so many people coming under one roof to show the world the power that drives Gujarat's growth. Mass movements are as much created when the entire state administration including ministers and senior officials go out to the villages asking families to educate their girl child. When I read about a 16-year old specially abled girl breaking cricketing records in Khel Mahakumbh 2011 it was as much a mass movement suggesting large-scale inclusion! These instances inspire me to work harder so that the ocean of talent is recognized and is able to serve the country to the fullest.

Our democracy remains both young and strong. While we face numerous challenges from both within and outside, I am confident we will emerge stronger, like we have done in the past. In the coming year let us resolve to working towards taking India ahead. The Gujarat Government has declared 2012 as the 'Year of Youth Power' commemorating the 150th birth anniversary of Swami Vivekananda. No growth is compete till our youth is given an opportunity to shine and I am sure this will give a boost to youth talent and generate opportunities.

If there is one lasting message of 2011, it is that people power is necessary but not sufficient to transform nations. People power must be combined with good governance to bring about real, deep and lasting change. This combination can achieve almost everything from eliminating corruption to ending malnutrition and illiteracy. It can create a better future for ourselves and generations to come. In Gujarat, good governance coupled with development and harmony has amplified the power of 6 crore Gujaratis. I hope we can do the same as Indians for our nation. If 2011 unleashed the power of protest, let 2012 further demonstrate the power of Sauno Saath, Sauno Vikas! 

I take this opportunity to wish you and your loved ones a very Happy 2012! With the blessings of Almighty, may the New Year bring both joy and success at your doorstep!

- Narendra Modi

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011

wallpaper wallpaper wallpaper


જેતપુરના અમરનગર રોંદ પર આવેલી

જેતપુરના અમરનગર રોંદ પર આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ નો વિદ્યાર્થી અયુબ સંધી ગઈકાલે શાળા એ થી ભેદી સંજોગોમો ગુમ થયાની શહેર પોલીસ માં ફરિયાદ લખાવાઈ છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અયુબ રાજા લઈને શાળામાંથી નીકળ્યો હશે કે શાળા સંચાલકોની બેદરકારી હશે ? તે વાતની પોલીસે ઊંડી તપાસ કરવી જોઈએ.

જેતપુર નો આ તેનીયો જુઓ કેવો ઉંધે માથે મહેનત કરે છે..

જેતપુર નો આ તેનીયો જુઓ કેવો ઉંધે માથે મહેનત કરે છે..આવી ભણવાની મહેનત જ તેજસ્વીતા બક્ષી શકે.બાકી રખડ્યા કરીએ તો ઢગલના ઢ રહ્યે..બોલો શું કહો છો વાત સાચી કે ખોટી ???
JETPURNI SWAMINARAYAN GURUKUL SHALANO STUDENT AYUB LAPATA.















JETPURNI MOTABHAGNI PANCHAYATOMA 80 TAKA MATDAN.JETALSARMA 83 TAKA MATDAN THAYU.

ગ્રાહક તકરાર નિવારણ પંચ, અમદાવાદ ખાતે શિયાળુ વેકેશન ગાંધીનગરઃ ગ્રાહક તકરાર નિવારણ પંચ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે આગામી તા. ૩૦-૧ર-ર૦૧૧થી તા. ૮-૧-ર૦૧ર (બન્ને દિવસો સહિત) શિયાળુ વેકેશન રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન કચેરી ચાલુ રહેશે. સમયમર્યાદામાં રજૂ કરવામાં આવેલાં વકાલતપત્ર અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ અનુસાર રજૂ કરેલાં જવાબો સ્વીકારવામાં આવશે. કોઇ પક્ષકાર શિયાળુ વેકેશન દરમિયાન પોતાનો કેસ ચલાવવા માંગતો હોય તો તેણે અગાઉથી કચેરીને જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર,સી.ડી.આર.સી.,ગુજરાત રાજ્ય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.


x
ગાંધીનગરઃ
ગ્રાહક તકરાર નિવારણ પંચ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે આગામી તા. ૩૦-૧ર-ર૦૧૧થી તા. ૮-૧-ર૦૧ર (બન્ને દિવસો સહિત) શિયાળુ વેકેશન રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન કચેરી ચાલુ રહેશે. સમયમર્યાદામાં રજૂ કરવામાં આવેલાં વકાલતપત્ર અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ અનુસાર રજૂ કરેલાં જવાબો સ્વીકારવામાં આવશે. કોઇ પક્ષકાર શિયાળુ વેકેશન દરમિયાન પોતાનો કેસ ચલાવવા માંગતો હોય તો તેણે અગાઉથી કચેરીને જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર,સી.ડી.આર.સી.,ગુજરાત રાજ્ય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.