લેબર કોન્ટ્રેકટરે મજૂરોની વિગત પોલીસમાં જણાવવી ફરજિયાત
રાજકોટ
રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં પકાડાયેલા આર ો પ ી ઓ
ગુન્હાના બનાવના દિવસો અગાઉ
વિવિધ કારણોસર
મજૂરીકામ મેળવી શહેરના વિસ્તારોમાં રોકાણ
(મુકામ) કરતા હોય છે. અને આજ ુ-બાજુની
પરિસ્થિતિનો સર્વે કરી મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ આચરતા હોય છે. મજૂરીકામના
બહાના હેઠળ આતંક વાદ ી ઓ
પણ આશરો મેળવતા
હોય છે. આ સંજોગોમાં જાહેર
જનતાના જાન-માલ અને મિલ્કતની સલામતી
તથા સુરક્ષા
માટે રાજકોટ શહેર પોલીસ
કમિશ્નરશ્રી ગીથા જૌહરી દ્વારા
જારી કરાયેલા હુકમો મુજબ, પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારોમાં લેબર કોન્ટ્રેકટરો
અને મુકાદમોએ પોતાની પાસે
મજૂરીકામે રાખેલ મજૂરો અને કામકાજ
માટે સપ્લાય કરતા મજૂરોના અલગ-અલગ
ફોર્મ ભરી
ફરજિયાતપણે સ્થાનિક પોલિસસ્ટેશનમાં આપવાના રહેશે. અને મજૂરો જયારે મજૂરીકામ
છોડી, શહેર છોડી જતા રહે, ત્યારે લેબર
કોન્ટ્રેકટરો અને મુકાદમોએ તે અંગેની જાણ નામ/સરનામા સહિતની વિગતો સાથે સ્થાનિક
પોલિસસ્ટેશનમાં કરવાની રહેશે.
તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી આ હુકમ અમલમાં રહેશે, તથા
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
રાજકોટ પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેકસ બિલ્ડીંગો,
હોટેલો, બહુમાળી ભવનો, મોલ, ધાર્મિક સ્થળો, શો-રૂમ્સ વગેરેમાં મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવાના રહેશે
રાજકોટ,
- રાજકોટ શહેરમાં કોઇ આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી ગીથા જૌહરીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તાર માં તા. ૦૧-૦૧-૨૦૧૨થી તા.૨૯-૦૨-૨૦૧૨ સુધી બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો,
સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્ટર,
કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ,
વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમ ો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો, ઉપભોક્તાઓ,
વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ બધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે. પ્રવેશદ્વાર ઉપર તથા બહાર
નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ
જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવત્તાવ ાળા વધુ રેન્જના(માણસોના
ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા
બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના
ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા
ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્શન
કાઉન્ટર, બેઝમેન્ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સૂપૂર્ણ
કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા
ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે
જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી. ટી.વી.કેમેરાની અને સિકયોરિટી
ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-૭માં
કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત
વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. રાજકોટ શહેર પોલિસ કમિશ્નર વિસ્તારમાં
આ હુકમ તા. ૦૧-૦૧-૨૦૧૨ થી તા.૨૯-૦૧-૨૦૧૨ સુધી લાગુ રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરીઝ શરૂ થશે
રાજકોટ
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૦૭/૦૧/૨૦૧૨ના રોજ જી.જે.૩-ઇજી(GJ-3-EG) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની
ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્ટ
ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇજી સીરીઝ
માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્યાને લઇ કરવાની રહેશે તથા નીચે
દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇજી સીરીઝના પસંદગી
નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૪-૧-૨૦૧૨ ના રોજ દિવસ ૩૦
પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે
કરવામાં આવશે.
પોષ્ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇજીમાં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે.
કવર ઉપર લેવા માંગતા વાહન
નંબર લખવાના રહેશે નહિ. તા. ૪-૧-૧૨ સુધી મળેલ અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ
મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના
રહેશે તેમજ પસંદગી
નંબર માટેની
અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી
નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ
રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની
અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી
નંબર માટે એક
સરખી રકમની ઓફર હોય તેવા કિસ્સામાં ના મ ના
અંગ્રેજી આલ્ફાબેટ A-B-C ના ક્રમ મુજબ
જે અરજદારનો નામનો આલ્ફાબેટ પ્રથમ
હશે તેને નંબરની ફાળવણી
કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજી ઓ આવેલ હશે તેવા કિસ્સામાં
જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી
તેનું વર્ગીકરણ
કરી જે અરજદારને નંબરની ફાળવણી કરેલ હશે,
તેનું લીસ્ટ તા.૭.૧.૨૦૧૨ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. આ તારીખ
સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્સામાં
પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ
લીધેલ નિર્ણય આખરી
ગણવાનો રહેશે.
પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ
સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં આવશે.
જી.જે.૩-ઇજી(GJ-3-EG) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૧૦.૧.૨૦૧૨થી કરવામાં
આવશે. જેનો સમય
સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
આ પસંદગી નંબરની ફાળવણી દરમ્યાન
કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી વાય.પી.પંડયા,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
પેઇન્ટીંગ, શિલ્પ, ગ્રાફિક, વ્યવહારિક કલા , ફોટોગ્રાફી અને બાળ ચિત્રકલાનું રાજય કલા પ્રદર્શન યોજાશે.
રાજક ોટ તા. ૨૮ ડીસેમ્બર – ગુજરાત રાજય લલિતકલા
અકાદમી દ્વારા પેઇન્ટીંગ, શિલ્પ,
ગ્રાફિક, વ્યવહારિક કલા, ફોટોગ્રાફી
અને બાળ
ચિત્રકલાઓનું રાજય કલા પ્રદર્શન
યોજાશે.
આ રાજય કલા પ્રદર્શનમાં ભાગ લેવા માટે કલાકાર ો/કલાના ચાહકો/કલાસંસ્થાના
વિદ્યાર્થીઓ/શાળાઓના ૧ થી ૧૦ ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. આ
અંગેના નિયત અરજીપત્ર કો ગુજરાત રાજય લલિત
કલા અકાદમી, રવિશંકર રાવળ કલા ભવન ,
લો ગાર્ડન, ભાઇકાકા ભવન સામે, એલીસબ્રીજ, અમદાવાદ ખાતેથી મેળવી તા.૧૯.૧.૨૦૧૨થી
તા.૨૩.૧.૨૦૧૨ દરમ્યાન બપોરના ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધી રવિવાર સહિતના દિવસોમાં
સ્વીકારવામાં આવશે. આ પ્રદર્શનમાં રજૂ કરવાની કૃતિઓ આ જ સરનામે રજૂ કરવાની રહેશે.
આ રાજય કલા પ્રદર્શનમાં કુલ
રૂ. ૧ લાખ ૭૦ હજાર ના ૭૫ ઇનામો અને
કલાકારો/કલાકારોના પરિવારજનો તરફથી અન્ય ઇનામો આપવામાં આવશે, તેમ ગુજરાત રાજય
લલિતકલા અકાદમી, અમદાવાદના સચિવશ્રી જીત ેન્દ્ર
ઠક્કરની યાદીમાં જણાવાયું છે.
લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન
મળી રહે તે માટે
ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન
લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદ તા.૩૧ થી ર જાન્યુઆરી સુધી યોજાશે
લોકોને વીજ ઉપકરણોના ઉપયોગનું પૂરતુ જ્ઞાન મળી રહે તથા વીજ
અકસ્માતનો ભાગ ન બને તે હેતુથી ગુજરાત
એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સલામતિ-પ્રદર્શન અને પરિસંવાદનું
ઉદઘાટના તા.૩૧/૧૨/૧૧ ના સવારે ૧૦ વાગ્યે ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ
વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્તે થશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે
મેયર શ્રીમતી અમીબેન પરીખ તથા ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ અતિથિ વિશેષ
તરીકે કલેકટરશ્રી સંદિપકુમાર, કમિશનરશ્રી અનુપમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુભાષ
ત્રિવેદી ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શન તા.૩૧ થી ર જાન્યુઆરી સુધી સવારે ૧૦ થી
સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તેમજ નેત્ર પરીક્ષણ શિબિર તથા રકતદાન શિબિર
યોજાશે. તેમ ગુજરાત એનર્જી ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડના અધિક્ષક ઇજનેરશ્રી ત્રિવેદી અને કાર્યપાલક
ઇજનેરશ્રી હિંડોચાની એક યાદીમાં જણાવાયુ છે.
નરેગા યોજના અંતગર્ત જિલ્લા લોકપાલને
રજૂઆત અને ફરિયાદ અંગે કેમ્પ યોજાશે.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી
યોજના (એમજી નરેગા) અંતગર્ત જિલ્લા લોકપાલ દ્વારા પ્રશ્નોની રજૂઆત/ફરીયાદ લેખીતમાં રૂબરૂ આપવા તથા
સાંભળવા કેમ્પનું જાન્યુઆરી માસમાં આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં તા. ૭ ના રોજ કાલાવડ, તા.
૯
અને ૨૩ ના રોજ
જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સરદાર પટેલ ભવન,
રામેશ્વર ખાતે,
તા.
૧૧ ના રોજ ભાણવડ,
તા. ૧૩ ના રોજ ધ્રોલ, તા. ૧૬ ના રોજ
જામજોધપુર, તા. ૧૮ ના રોજ લાલપુર, તા. ૨૧ ના રોજ કલ્યાણપુર બપોરે (૩ થી પ) અને
ખંભાળિયા, તા. ૨૭ ના રોજ જોડીયા, તા. ૨૮ ના રોજ દ્રારકા
ખાતે ૧૨-૦૦ થી ૨-૦૦ કલાકે યોજાશે. તમામ તાલુકા માટે
સરકીટ હાઉસ, તાલુકા પંચાયતના અતિથિગૃહમાં કાર્યક્રમ
યોજાશે.. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની
યાદીમાં જણાવાયુ છે.
અધતન એમ્યુઝમેન્ટ પાર્કનું ખાતમુર્હૂત મહિલા
અને બાળ વિકાસ મંત્રીશ્રીના હસ્તે થશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી
શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અન્વયે રૂ.૫.૫૦ કરોડના ખર્ચે જામનગરના મેહુલ નગર
ટેલિફોન એકક્ષચેન્જ સામે નિર્માણ થનાર અધતન એમ્યુઝમેન્ટ પાર્કનું ખાતમુર્હૂત
મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીના હસ્તે તા.૨૯/૧૨/૧૧ ના
સવારે ૧૦ વાગ્યે થશે.
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી અમીબેન
પરીખ તથા અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકી તેમજ શહેર ભાજપ અધ્યક્ષશ્રી
અશોક નંદા ઉપસ્થિત રહેશે. તેમ મહાનગર પાલિકાની એક યાદીમાં જણાવાયુ છે.
આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્ક સર્વરોગ
નિદાન કેમ્પ્ા યોજાયો
જગત ગુરૂ શંકરાચાર્ય મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત
આયુર્વેદ ઔષધાલયમાં નિઃશૂલ્ક સર્વરોગ નિદાન કેમ્પ્ા યોજાયો હતો. આ તકે દીપ
પ્રાગ્ટય બ્રહમચારી નારાયણાનંદ સ્વામી દારા કરવામાં આવ્યુ હતું. આ તકે સ્વામી
પરિપૂર્ણાનંદ સરસ્વતીજી, શ્રી હસમુખભાઇ ઘઘડા, વૈધો ઉપસ્થિત રહયા હતા. ૨૫૦
દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
પર માં રાજય કલા પ્રદર્શન માટે કલાકૃતિઓનો
સ્વીકારાશે
ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા પર મુ રાજય કલા પ્રદર્શન યોજાશે. જેના માટે
શિલ્પકલા, ફોટોગ્રાફીના ક્ષેત્રે તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રના કલાકાર ોને પ્રોત્સાહન મળે તે
માટે કલાકારો, કલાના ચાહકો, કલા સંસ્થાના વિધાર્થીઓ, શાળાના ધો.૧ થી ૧૦ના
વિધાર્થીઓએ પોતાની કૃતિઓ મોકલી આપવાની રહેશે. આવા કલાકારોની પોતાની કલાકૃતિ ઓ નિયત અરજી પત્રકો
સાથે તા.૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધીમાં ગુજરાત રાજય લલિતકલા અકાદમી, એલિસબ્રિજ,
અમદાવાદ ખાતે મોકલી આપવા શ્રી જિતેન્દ્ર ઠકકર, સચિવશ્રી,
ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદની યાદીમાં
જણાવાયું છે.
પારૂલ









