અનુયાયીઓ

શુક્રવાર, 26 ઑગસ્ટ, 2011

સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી ન્યાય અપાવ્યો સામાન્ય પ્રજાજનની ફરિયાદોના સંદર્ભમાં માથાભારે તત્વો સામે સખ્તાઇથી પગલાં લેવાશે





મુખ્યમંત્રીશ્રી સાથે દેશ-વિદેશના ર૪ જેટલા ફાઇનાન્સીયલ સર્વિસ સેકટરના વરિષ્ઠ પદાધિકારી એકઝીકયુટીવોએ ફળદાયી સંવાદ કર્યો...

મોતીલાલ ઓસવાલ ગ્રુપનું ઇન્ડસ્ટ્રીઝ-ફાઇનાન્સ કંપનીઓનું ડેલીગેશન ગુજરાતના વિકાસ અને સુશાસનથી અત્યંત પ્રભાવિત

ટીમ ગુજરાતની સફળતા દેશની સાંપ્રત સમસ્યાઓની નિરાશાજનક સ્થિતિ જરૂર બદલી શકાય - "ગુજરાત તેનો ઉકેલ છે'' - મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મલ્ટીનેશનલ ફાઇનાન્સીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેકટરના વિવિધ પદાધિકારીઓએ ગુજરાત સરકારના સુશાસન અને વિકાસની વિશિષ્ઠ કાર્યસિધ્ધિઓ ઉપરાંત દેશ સમક્ષની પ્રવર્તમાન સમસ્યાઓના ઉકેલ માટેની ભૂમિકાના સંદર્ભમાં એક કલાક સુધી વ્યાપક ફલક ઉપર સંવાદ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસ ક્ષેત્રે ગણમાન્ય મોતીલાલ ઓસવાલ સિકયોરિટીઝ દ્વારા યોજાનારી સાતમી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના અનુસંધાને મોતીલાલ ઓસવાલ ગ્રુપ આયોજિત દેશ-વિદેશના ર૪ જેટલા ફાઇનાન્સીયલ સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટ સેકટરની કંપનીઓના વરિષ્ઠ એકઝીકયુટીવ ડેલીગેટ ગુજરાતની મૂલાકાતે આવેલા છે. આજે તેમની સમક્ષ સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ, જીઆઇડીસી દ્વારા અને ઇન્ડેક્ષ્ટ બી દ્વારા ઔઘોગિક વિકાસનો સફળ વ્યૂહ, ગુજરાતમાં માળખાકીય વિકાસ સુવિધાઓના આધુનિકત્તમ વિઝન માટે ગુજરાત ઇન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની સિધ્ધિઓ અને આયોજન, ગુજરાતમાં ઊર્જા-સુધારાની અપ્રતિમ સફળતા તેમજ "ગિફટ સિટી' અંગેના પ્રેઝન્ટેશનો પ્રસ્તુત થયા હતા, જેનું નિદર્શન નિહાળીને ડેલીગેશને ગુજરાત સરકારની નીતિઓ અને ગતિશીલ અભિગમની ભરપૂર પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દેશની સાંપ્રત સમસ્યાઓના સંદર્ભમાં થયેલી પ્રશ્નોતરી દરમિયાન જણાવ્યું હતું કે દેશની નિરાશાજનક સ્થિતિ બદલી શકાય છે અને એનો માર્ગ ગુજરાતે બતાવ્યો છે. "ગુજરાત ઇઝ સોલ્યુશન'' એમ તેમણે જણાવ્યું હતું "ટીમ ગુજરાત'' દ્વારા દેશને વિકાસ અને જનસેવાનું સુશાસન કેવું હોય તેની પ્રતીતિ કરાવી છે. દેશની માનવશકિત અને સમાજમાં સારૂં કામ કરવાનું સામર્થ્ય છે , તેને પ્રેરિત કરવાની જરૂર છે. ગુજરાતે આજે વિકાસના નવા પેરામીટર્સ પ્રસ્થાપિત કર્યા છે અને જેઓ ગુજરાત પ્રત્યે પ્રેમ ધરાવે છે તે, ગુજરાતના વિકાસની તુલનાત્મક પ્રસંશા કરે છે. પરંતુ, ગુજરાત જેને નથી ગમતું તેઓ પણ પોતાના વિકાસની સરખામણી માટે ગુજરાતની પ્રગતિને કેન્દ્રસ્થાને રાખે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગ્રામ અર્થતંત્રની ઉપેક્ષા અને ઉદાસિનતા દૂર થવી જોઇએ અને ગુજરાત સરકારે, કૃષિ અને પશુપાલન આધારિત ગ્રામીણ અર્થતંત્રમાં નવો પ્રાણ પૂર્યો છે તેની સફળ સિધ્ધિઓ વર્ણવીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મિશન મંગલમ્‍ યોજના, સમગ્ર દેશમાં મહિલા સશકિતકરણ અને આર્થિક પ્રવૃતિમાં ગ્રામ અર્થતંત્રની નવી શકિત બનશે તેની રૂપરેખા પણ આપી હતી.

ભારત જેવા સૌથી યુવા દેશની ૬પ ટકા યુવાશકિતના કૌશલ્ય નિર્માણ માટે, SKILL ડેવલપમેન્ટ માટે ગુજરાતે ટેકનીકલ કૌશલ્ય વિકાસ ઉપરાંત ITI ના કોર્સને ધોરણ-૧૦ અને ધોરણ-૧ર સમકક્ષ ગણવાના લીધેલા ક્રાંતિકારી નિર્ણયના અમલ અને ગ્રામીણ ક્ષેત્રમાં જન્મથી મૃત્યુ સુધી માનવીને જે ૯૭૬ જેટલી સેવા-પ્રવૃત્તિઓમાં કૌશલ્ય વર્ધનની તાલીમની સુવિધા ઉપલબ્ધ થાય તે આર્થિક પ્રવૃત્તિ-આજિવિકાનું વિશાળ ફલક ગુજરાત ઉભૂં કરી રહ્યું છે તેની રૂપરેખા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

સંવાદમાં ગુજરાતે ભ્રષ્ટાચાર ડામવા માટેના અપનાવેલા ઉપાયોની સફળતા અને પારદર્શી નીતિઓના પરિણામે શાસનમાં જનતાના વિશ્વાસ અને સમર્થન સહિતના વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.

પ્રસંગે મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત કર્યું હતું અને મોતીલાલ ઓસવાલે સંવાદ અને ગુજરાતના વિકાસની ભૂમિકા તથા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી હતી.

કેન્યાના પાર્લામેન્ટરી મેમ્બર્સનું ઉચ્ચ ડેલીગેશન ગુજરાતમાં

મુખ્યમંત્રીશ્રીને મળીને ઊર્જા-પેટ્રોલીયમ સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી અંગે પરામર્શ કર્યો

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા આફ્રિકા ખંડના કેન્યાના સંસદીય કમિટીના ઉચ્ચસ્તરીય ડેલીગેશને ગુજરાત સાથે ઊર્જા, પેટ્રોલીયમ, સોલાર એનર્જી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી માટેની તત્પરતા વ્યકત કરી હતી.

કેન્યાનું આ ડેલીગેશન શ્રીયુત ડેન મ્વાન્ઝોની (Mr. DAN MWANZO) આગેવાનીમાં ગુજરાતના વિકાસની ભૂમિકાના અભ્યાસ માટે ચાર સભ્યો સાથે પ્રથમવાર રાજયના પ્રવાસે આવ્યું છે જેના અન્ય સાંસદોમાં શ્રી સીપ્રીઅન ઓમોલો, શ્રી ઇ. કાથુરી તથા સચિવ સુશ્રી એમી ચેપકવોનીનો સમાવેશ થાય છે.

કેન્યા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને પારંપરિક સંબંધોના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતે ઊર્જા-વિકાસ, પેટ્રોલીયમ રિફાઇનરી, ઓઇલ-ગેસ સેકટર અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સાધેલા વિકાસથી કેન્યાનું આ ડેલીગેશન પ્રભાવિત થયું હતું. ગુજરાત ઊર્જા-વીજ ઉત્પાદન ક્ષેત્રે પુરાંતવાળું રાજ્ય બન્યું છે, અને હવે વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પાર્ક ઉત્તર ગુજરાતના રણકાંઠે આકાર લઇ રહ્યો છે. જ્યોતિગ્રામ યોજનાથી ગ્રામીણ ક્ષેત્રના અર્થતંત્ર અને સામાજિક જીવનમાં નવી ચેતના અને વિકાસની ગતિવિધિની અનુભૂતિ થઇ રહી છે તેની મુખ્યમંત્રીશ્રીએ જાણકારી આપી હતી.

નર્મદાની કેનાલોના નેટવર્ક આધારિત સૂર્યશકિત ઊર્જાના અને હાઇડ્રો ટર્બાઇનના નવીનત્તમ ઊર્જા પ્રોજેકટની રૂપરેખા પણ કેન્યાના ડેલીગેશને મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણી હતી. ગુજરાતના એસ્સાર ગ્રુપે મોમ્બાસાવી રિફાઇનરીનો વિકાસ પ્રોજેકટ હાથ ધર્યો છે તેની જાણકારી કેન્યન ડેલીગેશને આપી હતી.આ પ્રસંગે ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ અગ્ર સચિવશ્રી ડી. જે. પાંડિયન અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ ઉપસ્થિત હતા.

સ્વાગત ઓન લાઇન

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની રજૂઆતોની સંવેદના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેમને રંજાડનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા તંત્રોને ખાસ તાકીદ કરી છે. આજે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સચિવાલય જનસંપર્ક કક્ષમાં ઉપસ્થિત રહી સામાન્ય પ્રજાજનોની રજૂઆતો સાંભળી હતી, અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સચિવો અને જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરી સંતોષપૂર્વક ન્યાયી ઉકેલ માટેની માર્ગદર્શક સૂચનાઓ પણ આપી હતી.

ગુજરાતીમાં જમીન અંગેના વ્યવહારોમાં માથાભારે તત્વો સામે કોઇ શેહશરમ રાખ્યા વગર સખ્ત પગલાં લેવા અને સહકારીતાના ક્ષેત્રમાં સ્થાપિત હિતોની કોઇ ફાવટ આવે નહીં તેની તાકીદ પણ તેમણે કરી હતી.

ગુજરાતમાં ગ્રામ સ્વાગત અને તાલુકા-સ્વાગત કાર્યક્રમોમાં આવતી નાગરિકોની રજૂઆતોના મૂળમાં ઉંડા ઉતરીને ન્યાયીક દ્રષ્ટિકોણ અપનાવવા તેમણે સૂચના આપી હતી.

આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ તથા નાયબ સચિવશ્રી જે. પી. મોઢા અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચોમાસું-ર૦૧૧

દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં મેધમહેર યથાવતઃ રાજ્યના ૪પ તાલુકામાં નોંધનીય વરસાદ

નસવાડી, વાલોડ, બારડોલી, ગણદેવી, ઉમરગામ અને વલસાડમાં ત્રણ ઇંચ વરસાદ

ગાંધીનગર

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં મેધમહેર યથાવત રાખીને ૪પ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. જ્યારે કચ્છ, પાટણ, સાબરકાંઠા, આણંદ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને અમરેલી મળી કુલ નવ જિલ્લા વરસાદ વિહોણા હોવાના અહેવાલો છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજે તા. રપ-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નસવાડીમાં ૭૯ મી.મી., વાલોડમાં ૮૪ મી.મી., બારડોલીમાં ૮પ મી.મી., ગણદેવીમાં ૭૩ મી.મી., ઉમરગામમાં ૮૭ મી.મી. અને વલસાડમાં ૮૩ મી.મી. મળી કુલ છ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે માણસામાં ૬૮ મી.મી., હાલોલમાં ૬૦ મી.મી., તીલકવાડામાં ૬૬ મી.મી., ડેડિયાપાડામાં ૭૧ મી.મી, માંડવસમાં ૬૦ મી.મી,મહુવામાં પ૪ મી.મી., ઉમરપાડામાં ૬૩ મી.મી., ચીખલીમાં પ૮ મી.મી. ને પારડીમાં ૬૦ મી.મી. મળી કુલ નવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત દાંતા, જેતપુરપાવી, જાંબુધોડા, વલ્લભીપુર, ધોધા, પાલીતાણા, ભાવનગર, નાંદોદ, વ્યારા, ચોર્યાસી, પલસાણા, માંગરોળ, ધરમપુર મળી કુલ ૧૪ તાલુકમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૧૬ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના ૪૦ જળાશયો છલોછલ ભરાયા

સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૬૬ મીટર

૬૪ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૮ જળાશયો માટે એલર્ટ અને ૧૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી

ગાંધીનગર,

રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૫-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૪૦ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૧, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૪, અને દક્ષિણ ગુજરાતના ૪ જળાશયોનો સમાવેશ થાય છે.સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૬૬ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.

રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૭ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૨૦૭.૬૬ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.

ચોટીલા ખાતે યોજાશે

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની જન્મજયંતિ પ્રસંગે સોરઠી સંતવાણી કાર્યક્રમ

ગાંધીનગર

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની જન્મ જયંતિ પ્રસંગે મેધાણીના જન્મસ્થળ ચોટીલા ખાતે માર્કેટયાર્ડના પ્રાંગણમાં સોરઠી સંતવાણી કાર્યક્રમ તા. ર૮-૮-ર૦૧૧ના રોજ સાંજે ૯-૦૦ કલાકે યોજાનાર છે. આ પ્રસંગે સમારંભના ઉદધાટક અને અધ્યક્ષપદે નાણાંમંત્રી શ્રી વજુભાઇ વાળા મુખ્યમહેમાનપદે સ્વર્ણિમ ગુજરાત પચાસ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી, શ્રી આઇ. કે. જાડેજા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અતિથિવિશેષપદે ચોટીલાના ધારાસભ્ય શ્રી ભરત ખોરાણી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો સર્વશ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી અભેસિંહ રાઠોડ, શ્રી અમુદાન ગઢવી, શ્રીમતી દમયંતી બરડાઇ તથા સાથીદારો દ્વારા ઝવેરચંદ મેધાણી રચિત-સંપાદિત ભજનો પ્રસ્તુત થશે.

આ કાર્યક્રમ સોરઠી સંતવાણી માણવા પધારવા સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મહેસુલ વિભાગ(વિવાદ)ના અધિક સચિવ તરીકે નિવૃત્ત સનદી અધિકારી નિમાયા

ગાંધીનગર

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા નિવૃત્ત આઇ.એ.એસ. અધિકારી શ્રી એમ. બી. પરમારની મહેસુલ(વિવાદ), અમદાવાદ ખાતે અધિક સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શ્રી પરમાર નિમણૂંકની જગ્યા પર એક વર્ષ સુધી સેવાઓ આપશે, તેમ સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામામાં જણાવાયું છે.

સાબરકાંઠા જિલ્લાના વાંસળીમાંથી કમઠારીયા ગામને અલગ મહેસૂલી ગામ જાહેર કરાયું

ગાંધીનગર,

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા પ્રાદેશિક ફેરફાર અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના મોજે વાંસળી ગામમાંથી કામઠારીયા ગામને અલગ મહેસૂલી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

વધુમાં વાંસળી ગામની અનુસૂચિમાં જણાવેલ જમીનો વાંસળી ગામના રકબામાંથી કમી કરાશે અને તે જમીનોની કમઠારીયા ગામના રકબામાં સમાવેશ કરાશે તેમજ તેનું અલગ મહેસૂલી ગામ રચાશે. જેનો સમાવેશ ભિલોડા તાલુકામાં કરવામાં આવશે. આ ફેરફાર હુકમ તારીખથી અમલમાં આવશે તેમ મહેસૂલ વિભાગના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.

શિક્ષકો માટે વર્ષ - ર૦૧૧ના રાજ્ય પારિતોષિક જાહેર

૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી

તા. પમી સપ્ટેમ્બર-શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરાશે

ગાંધીનગર,

વર્ષ ર૦૧૧ માટેના ગુજરાત રાજયના શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક રાજ્ય સરકારે જાહેર કર્યાં છે. તદ્દઅનુસાર ૧૬ પ્રાથમિક શિક્ષકો, ૩ માધ્યમિક શિક્ષકો, ૬ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો અને ૪ આચાર્યોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે.

આગામી તા. પમી સપ્ટેમ્બર-ર૦૧૧ શિક્ષકદિને રાજ્યપાલશ્રીના વરદહસ્તે આ રાજ્ય પારિતોષિક આપવામાં આવનાર છે.

શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક શિક્ષકને યોગ્ય ડીઝાઇનથી અંકિત કરેલ રેશમી કાપડ ઉપર છાપેલાં યોગ્યતા પ્રમાણપત્ર, રૂા. ર૧,૦૦૦નો રોકડ પુરસ્કાર અને શાલ અર્પણ કરાશે. રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામેલાં શિક્ષકો-આચાર્યોની યાદી આ મુજબ છે.

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર પ્રાથમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1.

પ્રવિણાબેન માધવલાલ પટેલ

બાલીસણા પ્રાથમિક શાળા નં. ર, તા.જિ. પાટણ

ર.

વિમળાબેન નારણદાસ પટેલ

ધનશ્યામનગર પ્રાથમિક શાળા, માણેકપરા, તા. માણસા, જિ. ગાંધીનગર

૩.

શ્રી રમેશભાઇ માધાભાઇ પરમાર

મોમાઇપુરા (વરસોડા) પ્રાથમિક શાળા, તા. માણસા, જિ. ગાંધીનગર

૪.

શ્રીમતી જશીબેન વજાભાઇ બુબડિયા

ભાણપુરા પ્રાથમિક શાળા, તા. દાંતા, જિ. બનાસકાંઠા

પ.

શ્રી અમૃતજી વેલાજી ઠાકોર

કમાલપુર પ્રાથમિક શાળા, તા. વડગામ, જિ. બનાસકાંઠા

૬.

રમાબેન કાનજીભાઇ પટેલ

થાંભા પ્રાથમિક શાળા, પો. નશીકપુર, તા. સંતરામપુર, જિ. પંચમહાલ

૭.

કલાવતીબેન વિઠ્ઠલભાઇ પટેલ

આલમગઢ પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા

૮.

શ્રી ગોવિંદભાઇ ભાલાભાઇ ભાલિયા

સિંહાપુરા પ્રાથમિક શાળા, તા. વાધોડિયા, જિ. વડોદરા

૯.

શ્રી રમેશભાઇ જીવણભાઇ પટેલ

ખાંભડા પ્રાથમિક શાળા, તા. ચિખલી, જિ. નવસારી

૧૦.

શ્રી પ્રકાશભાઇ એમ. પટેલ

સુખાલા પ્રાથમિક શાળા, તા. કપરાડા, જિ. વલસાડ

૧૧.

રેવાબેન એમ. થોરાત

મગોદ મહાફળિયા પ્રાથમિક શાળા, તા. જિ. વલસાડ

૧ર.

શ્રી જીતેન્દ્રભાઇ હંસરાજભાઇ ધામી

ઉજળા પ્રાથમિક શાળા, મુ. ઉજળા, તા. જામકંડોરણા, જિ. રાજકોટ

૧૩.

અનિલાબેન શંભુભાઇ ગજેરા

શ્રી કન્યા શાળા, ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ

૧૪.

શ્રી વિનુભાઇ ધુસાભાઇ પદમાણી

શ્રીમતિ આર.જી. ચોવટીયા પ્રાથમિક શાળા, મોટી ખિલોરી, તા. ગોંડલ, જિ. રાજકોટ

૧પ.

શ્રી હરદેવસિંહ ટપુભા ગોહિલ

ગોરીમાળી પ્રાથમિક શાળા, તા. ધોધા, જિ. ભાવનગર

૧૬.

જાગૃતિબેન કાંતિભાઇ ઓઝા

સીતારામનગર પ્રાથમિક શાળા(નરેડી) તા. વંથલી, જિ. જુનાગઢ

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર માધ્યમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1.

શ્રી ટંડેલ વસનાભાઇ ગુલાબભાઇ(મ.શિ)

મુ.પો. સેગવી, તા. જિ. વલસાડ

ર.

શ્રી જાંજરૂકિયા રતિલાલ રવજીભાઇ, મ.શિ.

શ્રીમતી આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ, જુનાગઢ

૩.

શ્રી બારડ ઇશ્વરલાલ પરસોત્તમભાઇ

મુ. જાળીયા, વાયા બાબાપુર, તા. જિ. અમરેલી

શિક્ષકો માટેના રાજ્ય પારિતોષિક, વર્ષ-ર૦૧૧ મેળવનાર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો

ક્રમ

નામ

સરનામું

1.

ર્ડા. વર્ષાબેન ભુપેન્દ્રભાઇ પારેખ

એમ.બી. પટેલ ઇંગ્લીસ મિડીયમ સ્કુલ, સર્વ વિઘાલય, સેકટર-ર૩, ગાંધીનગર

ર.

શ્રી નિતીન એચ. જોબનપુત્રા

શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ, સરકારી અને ઉચ્ચ.મા.શાળા, ભુજ-કચ્છ

૩.

શ્રી પટેલ અશોકકુમાર પરસોત્તમભાઇ

સર્વોદય વિઘામંદિર, દિવાળી પોળ, નડિયાદ, જિ. ખેડા

૪.

શ્રી ગોહિલ મહેન્દ્રસિંહ ભારતસિંહ

શ્રીમંત મહારાણા શ્રી મોહનદેવજી હાઇસ્કુલ, ધરમપુર, તા. ધરમપુર, જિ. વલસાડ

પ.

પન્નાબેન કે. પંડયા

શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, ગર્લ્સ હાઇસ્કુલ, ભક્તિનગર, એસ.બી.આઇ.ની બાજુમા, રાજકોટ

૬.

શ્રી ચાવડા ભરતકુમાર બેચરભાઇ

રા.શા. શ્રી ઝવેરચંદ મેધાણી હાઇસ્કુલ, બગસરા, જિ. અમરેલી

માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યો માટેના પારિતોષિક, વર્ષ-ર૦૧૧

ક્રમ

નામ

સરનામું

1.

શ્રી પટેલ દશરથલાલ માધવલાલ

જી.ડી. હાઇસ્કુલ, વિસનગર, તા. વિસનગર, જિ. મહેસાણા

ર.

શ્રી પંડયા જ્યોતિર ઉપેન્દ્રભાઇ

શ્રીમતી આઇ.એન. ટેકરાવાળા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક હાઇસ્કુલ, સુગમ સોસાયટી, ધનમોરા કોમ્પલેક્ષ પાસે, અડાજણ, સુરત

૩.

શ્રી વધાસિયા વિઠ્ઠલભાઇ દુદાભાઇ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિઘાલય, ઢેબરભાઇ રોડ, રાજકોટ

૪.

શ્રી ર્ડા. જોષી ભૂપેન્દ્રકુમાર નારણભાઇ

શ્રીમતિ મણિબેન કોટક હાઇસ્કુલ, વેરાવળ, રાજેન્દ્રભુવન રોડ, સરકારી હોસ્પિટલ સામે, વેરાવળ, જિ. જુનાગઢ

ગુરુવાર, 25 ઑગસ્ટ, 2011

JETALSAR MA YOJAYEL RAKTDAN CAMPMA 191 LOKONU RAKTDAAN



સંસદમાં સૂચિત લોકપાલ કાયદાની સુસંગત રહીને ગુજરાત લોકાયુકત અધિનિયમમાં સુધારા કરવા માટે રાજ્ય સરકારે પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથ રચવાની પહેલ પણ કરી

હજુ તો રાજ્ય સરકારના સને ર૦૦ર-૦૩ના વર્ષ કેગના ઓડિટ રિપોર્ટની ચકાસણી થઇ રહી છે ત્યાં અનુમાનો આધારિત દ્વેષભાવ અને પૂર્વગ્રહ પ્રેરિત રાજકીય ઇરાદાવાળા અપપ્રચારથી જનતા ગેરમાર્ગે દોરાશે નહીં
ગુજરાતના અર્થતંત્રની ગતિશીલતા અને સાતત્યપૂર્ણ વિકાસના કેન્દ્રમાં રાજ્યની વર્તમાન સરકારનો પારદર્શી વહીવટ છે
કેગના ઓડિટ રિપોર્ટના કેટલાક મૂદાઓની તારવણી કરીને તેને રાજ્ય સરકારના કથિત ભ્રષ્ટાચાર તરીકે ચીતરવાના અપપ્રચારની આકરી આલોચના કરતા પ્રવકતા મંત્રીશ્રીઓ
કેગના ઓડિટ રિપોર્ટના તમામ મૂદાની તટસ્થ અને તલસ્પર્શી ચકાસણી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસોની સમિતિ દ્વારા થાય છે... જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષપદે તો વિપક્ષના ધારાસભ્યશ્રી જ હોય છે
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કેગના ડ્રાફટ ઓડિટ રિપોર્ટના કેટલાક ચોક્કસ મૂદાઓની તારવણી કરીને અખબારી અહેવાલ રૂપે તેને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર તરીકે રજૂ કરવાની પેરવીની આકરી આલોચના કરી છે અને જણાવ્યું છે કે આ સદંતર જૂઠાણા સાથેનો, સત્યથી સાવ વેગળા એવા ચોક્કસ દ્વેષભાવ પ્રેરિત રાજકીય ઇરાદા ધરાવતો નિંદનીય પ્રયાસ છે અને ગુજરાતની જનતા એનાથી ગેરમાર્ગે દોરાશે નહીં.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ) એ તો, ભારતના બંધારણ અન્વયે કેટલીક વિશિષ્ઠ સત્તાઅધિકારો ધરાવતી ઓડિટ અન્વેષણ સંવૈધાનિક એજન્સી છે અને સ્વતંત્ર રીતે રાજ્ય સરકારોના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબો તપાસે છે. આ ચકાસણી દરમિયાન જ્યાં તેઓને (કેગને) પ્રાથમિક દ્રષ્ટિએ વધુ વિગતો મેળવવી જરૂર જણાય ત્યાં ""ડ્રાફટ ઓડિટ પેરા'' તરીકે પ્રથમ સંબંધકર્તા સરકારી વિભાગ પાસે મોકલે છે ત્યારબાદ તેનો પ્રાથમિક અહેવાલ રાજ્ય વિધાનસભાને મોકલવામાં આવે છે.
આ અહેવાલ રાજ્યના વિધાનસભાગૃહ સમક્ષ રજૂ થયા બાદ તેની વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા વિગતવાર ચકાસણી કરીને જાહેર હિસાબ સમિતિ અથવા કોર્પોરેટ જાહેર સાહસ કંપનીના કિસ્સામાં જાહેર સાહસોની સમિતિને સોંપવામાં આવે છે. સંબંધિત વિભાગો આ અહેવાલની ચકાસણી કર્યા બાદ જાહેર હિસાબ સમિતિ અથવા જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષશ્રીઓનો પરામર્શ કરીને વિગતવાર વિશ્લેષણ કરીને કેટલા ઓડિટ પેરા લેવા તે નક્કી કરે છે ત્યારબાદ આ પેરેગ્રાફ સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે અને વિભાગના સંબંધિત અધિકારીને જે તે સમિતિ સમક્ષ ચકાસણી માટે રૂબરૂ બોલાવવામાં આવે છે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ કેગના ડ્રાફટ રિપોર્ટ અંગેની તબક્કાવાર સંવૈધાનિક પ્રક્રિયાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ સ્પષ્ટપણે એ હકિકતનો ઉલ્લેખ કર્યો હતો કે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિરોધપક્ષ દ્વારા નક્કી કરાયેલા ધારાસભ્યશ્રીની નિમણુંક થતી હોય છે જે ગુજરાતમાં સંસદીય લોકશાહીની ઉજ્જવળ પ્રણાલીરૂપે થાય છે. આમ, કેગના ડ્રાફટ પેરાની ચકાસણીની સંપૂર્ણપણે વૈધાનિક જોગવાઇઓ મુજબ પૂરેપૂરી પારદર્શક અને તટસ્થતાથી થાય છે એટલું જ નહીં, પણ જાહેર હિસાબ સમિતિ કે જાહેર સાહસોની સમિતિમાં પણ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તથા સરકારના નાણાં વિભાગના પ્રતિનિધિ આ સમિતિની મદદ માટે હાજર રહેતા હોય છે. આથી, વિધાનસભાગૃહે નિયુકત કરેલી આ સમિતિઓમાં થતી કાર્યવાહી, કોઇપણ પક્ષીય ધોરણે નહીં પરંતુ તટસ્થ અને સુચારૂ રીતે થતી રહી છે એમ જણાવી પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું કે આ સંવૈધાનિક સમિતિઓના અધ્યક્ષશ્રીઓને જરૂર જણાય તો બહારના અન્ય કોઇ નિષ્ણાંતને પણ સમિતિની તપાસણીમાં આમંત્રી શકે છે એટલું જ નહીં, આ પ્રકારના નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવી શકે છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યુ઼ કે આ પ્રકારની તટસ્થ ચકાસણીની તબક્કાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમિતિ કેટલાક પેરાગ્રાફ વિશે પોતાના અવલોકનો સાથે અહેવાલ તૈયાર કરીને સરકારને મોકલી આપે છે જેને પણ વિધાનગૃહમાં રજૂ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ જ તે અહેવાલ સ્વીકૃત અને આખરી ગણાય છે.
આમ, સંવૈધાનિક સમિતિઓની દ્વારા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડીયા (કેગ) દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા એકેએક મૂદાની તલસ્પર્શી, અત્યંત ઝીણવટભરી, તટસ્થ અને ચોકસાઇપૂર્વકની ચકાસણી થાય છે જ.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે વર્તમાન વિધાનસભા ગૃહની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિપક્ષ-કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્યશ્રી અને પૂર્વમંત્રીશ્રી મોહનસિંહજી રાઠવા પોતાનો પદભાર સંભાળી રહ્યા છે અને આ જ સમિતિમાં વિધાનસભામાં રાજકીય પક્ષના સંખ્યાબળ પ્રમાણે પ્રો-રેટા બધા જ પક્ષોનું પ્રતિનિધિત્વ રહેલું છે.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ અત્યારે સને ર૦૦ર-ર૦૦૩ના વર્ષના અહેવાલોની ચકાસણી થઇ છે ત્યારબાદ તે પછીના આગળના વર્ષોના અહેવાલોની ચકાસણી થવાની તો હજૂ બાકી છે, આ સંજોગોમાં સરકારના વિભાગોની ખર્ચની રકમો અને આઇટેમો અંગે આજના અખબારી અહેવાલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્રને માત્ર અનુમાન આધારિત, પૂર્વગ્રહ પ્રેરિત અને ગેરમાર્ગે દોરવાનો ઉદેશ ધરાવે છે તેમ કહેવું તેમાં કોઇ જ અતિશયોકિત નથી.
કેગના અહેવાલના ચોક્કસ મૂદા મનધડંત રીતે ઉપસ્થિત કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના ઉદેશનું દ્રષ્ટાંત આપતા પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની હાલની જાહેર હિસાબ સમિતિ (PAC) સમક્ષ હાલ ૧૯૯૭-૯૮ના ઓડિટ રિપોર્ટની કામગીરી ચાલી રહી છે તેમ કહેવું તે પણ સત્યથી તદ્ના વેગળું છે.
જે રીતે રાજ્ય સરકારના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે અનુમાનો આધારિત તારણો કાઢવા, પૂર્વગૃહ પ્રેરિત, દ્વેષભાવ અને રાજકીય ઇરાદાથી અનુમાનો બાંધીને હકિકતોનો વિકૃત રીતે અપપ્રચાર કરવાનો છેલ્લા કેટલાક સમયથી સાહજિક રીતે પણ સંપૂર્ણ રાજકીય ઇરાદા સાથેનો સીલસીલો ચાલી રહ્યો છે તે સંજોગોની ભૂમિકા આપી પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે આવા અપપ્રચારથી ગુજરાતની જનતા ગેરમાર્ગે દોરાશે નહીં પરંતુ રાજ્ય સરકારના વર્તમાન આખા દશકાના શાસનમાં વાસ્તવિકતા એ જ રહી છે કે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી વહીવટ કરતી રહી છે અને કયાંય કોઇપણ પ્રકારની ગેરરીતિ કે નાણાંકીય ગેરશિસ્ત ચલાવી લેતી નથી, તેના પરિણામે જ રાજ્યના અર્થતંત્રની ગતિશીલતા અને વિકાસનું સાતત્ય જળવાઇ રહ્યાં છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ એવી જાહેરાત પણ કરી હતી કે ભારત સરકાર દ્વારા સંસદમાં શ્રીયુત અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરૂધ્ધના અભિયાન સંદર્ભમાં જે લોકપાલનો સૂચિત કાયદો પસાર થાય ત્યારે તેની સાથે સુસંગત રહીને, રાજ્ય સરકારે (ગુજરાતમાં લોકાયુકત અધિનિયમ) અંગેના વર્તમાન કાયદામાં સુધારા-વધારા કરવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરી દીધી છે. આ પણ રાજ્ય સરકારના પારદર્શી શાસન માટેની પ્રતિબધ્ધતાનો વધુ એક પુરાવો છે, કારણ કે રાજ્યમાં લોકાયુકતની સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તેવો ઉમદા ઉદેશ ધરાવનારૂ પણ દેશમાં ગુજરાત જ પ્રથમ રાજ્ય છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
સંસદમાં સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત
ગુજરાતમાં લોકાયુકત કાયદામાં સુધારા સૂચવવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર અને શ્રીયુત અન્ના હજારેની સહમતિથી સંસદમાં જે સૂચિત લોકપાલના કાયદાના સંદર્ભમાં ચર્ચા થાય તથા તે પસાર થાય તેના આધારે ગુજરાત લોકાયુકત અધિનિયમ અને સંબંધકર્તા કાયદાઓમાં સુસંગત સુધારા વધારા કરવાની આગવી પહેલ ગુજરાત સરકારે જ કરી છે, અને આ હેતુસર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં લોકાયુકત (લોકપાલ)નો સુધારેલો કાયદો અમલમાં લાવવા અને લોકાયુકતની સંવૈધાનિક સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તે માટે, સંસદના સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત રહીને ગુજરાતમાં સુધારા સૂચવવાના રાજ્ય મંત્રીમંડળના પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરવામાં આવી છે.
આ અભ્યાસ જૂથના અધ્યક્ષસ્થાને નાણાં મંત્રીશ્રી વજૂભાઇ વાળા રહેશે, જ્યારે સભ્ય તરીકે આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, કાયદામંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી, કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અને આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિતભાઇ ગિલીટવાલા રહેશે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે વહીવટમાં પારદર્શી અને જનહિતનું વિકાસલક્ષી શાસન આપવા ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે તેનો આ એક વધુ પુરાવો છે.


ચોમાસું-ર૦૧૧
રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ નવ જિલ્લા વરસાદ વિહોણા
વલસાડમાં છ ઇંચ, ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ

ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને પોરબંદર મળી કુલ નવ જિલ્લા વરસાદ વિહોણા રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૪-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વલસાડમાં ૧૬૩ મી.મી. એટલે કે છ ઇંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૧૧ મી.મી. એટલે કે ચાર ઇંચ, અને પંચમહાલ જિલ્લાના જાંબુધોડામાં ૮૯ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૭૩ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોરમાં ૮૬ મી.મી., નવસારીમાં ૮૧ મી.મી. અને વલસાડ જિલ્લાના પારડીમાં ૮૭ મી.મી. મળી કુલ પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના રાણપુરમાં ૪૮ મી.મી, તાપી જિલ્લાના નીઝરમાં ૭૦ મી.મી એટલેકે બે ઇંચ અને ધોધંબા, ઉપલેટા, ખાંભા, પાલીતાણા, વાલોડ, પલસાણા, મહુવા, ચીખલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇૈચથી વધુ , અન્ય ૧૪ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૩૮ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૧૩ મીટર


૬૪ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૮ જળાશયો માટે એલર્ટ અને ૧૬ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૪-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૮ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૧, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૧૩ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૬ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૧૦૧.૨૭ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.

રાજકોટ જીલ્‍લાના પડધરી, ટંકારા અને જસદણ ખાતે કૃષિ અને જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ‘ચલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે

રાજકોટ :ગુજરાતની વિકાસ યાત્રાની ગતિને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા છેક ગ્રામ્‍ય સ્‍તર સુધી વિકાસનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ દ્વારા ચલો તાલુકે અભિયાનથી સાર્થક કરવાના ભાગરૂપે રાજકોટ જિલ્‍લાના પડધરી, ટંકારા અને જસદણ ખાતે ચલો તાલુકે કાર્યક્રમ કૃષિ અને જળસંપતિ રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે.

આગામી તા. ર૬/૮ થી તા. ર૮/૮/૧૧ ના ત્રણ દિવસ દરમીયાન સવારના ૯-૦૦ કલાકે યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમ અંતર્ગત તા. ર૬ને શુક્રવારે પડધરી તાલુકાના ખામટા કન્‍યાશાળા ખાતે, તા. ર૭ને શનીવારે ટંકારા ખાતેની ઓરપાટ કન્‍યા વિદ્યાલય તથા તા. ર૮ના જસદણ નવા માર્કેટીંગ યાર્ડના ખેડુત સભા હોલમાં યોજાશે.

ચલો તાલુકેના ઉપરોકત કાર્યક્રમમાં રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાય તેમજ જિલ્‍લાની જુદી જુદી કચેરીઓના જિલ્‍લાના વરિષ્‍ઠ અધીકારીશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાન બનાવાતી મૂર્તિઓમાં કેમીકલયુકત રંગો અને પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ વાપરી શકાશે નહિ

રાજકોટ રાજકોટ શહેરમાં દર વર્ષે ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્‍યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવે છે અને સ્‍થાપના બાદ ધાર્મિક રીત-રીવાજ મુજબ પ્રસંગ વિત્‍યા બાદ મૂર્તિઓની ખોખડદડ ન્‍યારી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્‍યારી ડેમ, તથા અન્‍ય તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. પ્‍લાટર ઓફ પેરીસની મૂર્તિઓની બનાવટમાં કેમીકલ યુક્ત રંગોનો ઉપયોગ થાય છે. આવી મૂર્તિઓને નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે જે(પી.ઓ.પી.) મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણીજન્‍ય જીવો, માછલીઓ વિગેરેનું મૃત્‍યુ થાય છે. જેના કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. જે બાબતોને ધ્‍યાન રાખી રાજકોટ શહેર તથા સેવાભાવી સંસ્‍થાઓ સાથે મળી ખોખડદડ નદી અને આજી ડેમ તથા લાલપરી તળાવ, તથા ન્‍યારી ડેમ વિગેરે તળાવોનું શુધ્‍ધિ કરણ તથા પર્યાવરણની જાળવણીના અભીયાનને વેગ આપવા સહભાગી થયેલ છે.

જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાના હેતુસર ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નર હેઠળના સમગ્ર વિસ્‍તારમાં ધાર્મિક પ્રસંગો દરમ્‍યાન દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નર શ્રીમતિ ગીથા જોહરીએ એક જાહેરનામું પ્રસિધ્‍ધ કરી તા. રપ/૮/૧૧ થી તા. ૧૫/૯/૧૧ના કલાક ર૪-૦૦ સુધી નીચે મુજબના કૃત્‍યો કરવા પર પ્રતિબંધક ફરમાવ્‍યો છે.

મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્‍તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્‍લાસ્‍ટર ઓફ પેરીસ (પી.ઓ.પી)નો ઉપયોગ કરવો નહિ, મૂર્તિઓની બનાવટમાં મૂર્તીઓ પાણીમાં સહેલાઇથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગ નો જ ઉપયોગ કરવો જેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહીં, મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાંબુ ને બાધ આપવામાં આવે છે, મૂર્તિઓની ઉંચાઇ બેઠક સહિત ૯ ફુટ કરતા વધારે હોવી જોઇએ નહિ, મૂર્તિકારો જે જગ્‍યાએ બનાવે છે તે જગ્‍યા વેચાણની જગ્‍યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં, મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહીં, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇ ચિન્‍હો કે નિશાનીઓ રાખવી નહીં, રાજકોટ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકાર/વેપારીઓને પણ આ નીયમો લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્‍લધંન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦નીકલમ ૧૮૮ હેઠળ બીન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.


તરણેતર મેળાના ઘનિષ્‍ઠ આયોજન અંગે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

સુરેન્‍દ્રનગર,

-સુરેન્‍દ્રનગર જિલ્‍લાના તરણેતર ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરનો ભાતીગળ મેળો આગામી તા. ૩૧ મી ઓગષ્‍ટ થી તા. ૩, સપ્‍ટેમ્‍બર-૨૦૧૧ સુધી યોજાશે. આ મેળાના વિશેષ આયોજન સંદર્ભે તા. ૨૩, ઓગષ્‍ટના રોજ તરણેતર ગ્રામ પંચાયત ખાતે સુરેન્‍દ્રનગર જિલ્‍લા કલેકટરશ્રી પ્રદિપ શાહના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક મળી હતી.

આ બેઠકમાં ઉપસ્‍થિત અધિકારશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા- વિચારણા કરતા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે માટે પ્રત્‍યેક વિભાગના અધિકારીશ્રીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. આ લોકમેળા દરમિયાન કોઇપણ જાતનો અનિચ્‍છનિય બનાવ બનવા ન પામે તથા મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે સંબંધિત અધિકારી- કર્મચારીઓએ પણ સતત જાગૃત રહી કાર્ય કરવું પડશે.

તેમણે આ તકે તરણેતરને જોડતા રસ્‍તા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, બસ વ્‍યવસ્‍થા, કાયદો અને વ્‍યવસ્‍થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામિણ ઓલમ્‍પિકસ, પશુમેળો, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા, પ્રદર્શન સ્‍ટોલ વગેરે સંદર્ભે રચાયેલી વિવિધ કમિટીની કામગીરીની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્‍લા પોલિસ અધિક્ષકશ્રી રાઘવેન્‍દ્ર વત્‍સ, નિવાસ અધિક કલેકટરશ્રી એમ. બી. પટેલ, તરણેતર સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અગ્રણીશ્રી રામકુભાઇ ખાચર સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્‍યો ઉપસ્‍થિત રહયાં હતા.


લાઠી તાલુકામાં તા.૩૧/૦૮/૨૦૧૧ પહેલા બોગસ રેશનકાર્ડ જમા કરાવવાના રહેશે

અમરેલી

નવા બારકોડેડ રેશનકાર્ડ માટેના ફોર્મ ભરેલ વ્‍યક્તિઓ હાલ લાઠી તાલુકામાં રહેતા ન હોય, મતદાર યાદીમાં નામ ધરાવતા ન હોય અથવા કાર્ડધારકનું રેશનકાર્ડ નજીકના સગા-સંબંધીઓ રાખી રેશનકાર્ડનો જથ્થો અનઅધિકૃત રીતે મેળવતાં હોય અથવા તો કોઇ દુકાનદાર આવા રેશનકાર્ડનો જથ્થો રેકર્ડ પર ખતવી બિનકાયદેસર નિકાલ કરતાં હોય તેવા બોગસ રેશનકાર્ડ આગામી તા.૩૧/૦૮/૧૧ પહેલા જાહેર રજાના દિવસો સિવાય લાઠી મામલતદાર કચેરી-પુરવઠા શાખામાં જમા કરાવવાના રહેશે. જો બોગસ રેશનકાર્ડ જમા નહિ કરાવવામાં આવે તો દોષિત વ્‍યક્તિ/ઇસમ/દુકાનદાર પર નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મામલતદાર-લાઠીની યાદીમાં જણાવાયુ છે.

બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે મધ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે અરજી કરવા અંગે

અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક માટે સામાન્‍ય કેટેગરીના ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

આ કેન્દ્રમાં માનદ વેતનથી સંચાલકની જગ્યા ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી, મધ્‍યાહન ભોજન યોજના-અમરેલી અથવા મામલતદાર કચેરી-બગસરા ખાતેથી નિયત ફી ભરી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૦૫/૦૯/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ મામલતદારશ્રી-બગસરાને પહોંચાડવાનું રહેશે. અરજીપત્રક સાથે રહેઠાણના આધાર અંગે રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે.

અરજી કરનાઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની વય ધરાવતાં હોવા જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે.

ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્‍થળે બોલાવવામાં આવે તે સમયે અને સ્‍થળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-બગસરાની યાદીમાં જણાવાયું છે.

રોજગાર કચેરી દ્વારા લશ્‍કરી ભરતી માટે યોજાનાર પૂર્વતાલીમ વર્ગો

ખાંભા તથા લાઠી તાલુકાના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ ઉપસ્‍થિત રહેવું

અમરેલી

રોજગાર કચેરી-અમરેલી દ્વારા ભાવનગર ખાતેના લશ્‍કરી ભરતી મેળામાં જવા ઇચ્છતાં યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વેનો તાલીમ વર્ગ શરૂ થનાર છે. આથી તાલીમ લેવા ઇચ્‍છુક ઉમેદવારોએ શારીરિક ક્ષમતાની ચકાસણી-પ્રિસ્‍ક્રુટીની માટે રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત લશ્કરી ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્‍છતા ખાંભા અને લાઠી તાલુકાના ઉમેદવારોએ શારીરિક ચકાસણી-પ્રિસ્‍ક્રુટીની કેમ્પમાં ભાગ લેવા અંગેના સંમતિપત્રક માટે તા.૨૬/૦૮ના રોજ મામલતદાર કચેરી-ખાંભા અને તા.૨૯/૦૮ના રોજ મામલતદાર કચેરી-લાઠી ખાતે રોજગાર કચેરીના પ્રતિનિધિનો રૂબરૂમાં સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.

કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી

રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૨૫ના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૨૫-૦૮-૧૧ ના રોજ ૧૪.૩૦ કલાકે અમરેલી જિલ્‍લા મધ્‍યસ્થ સહકારી બેંક ખાતે બેઠક અને ૧૫-૩૦ કલાકે રોકડીયા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને દફતર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.


મુન્‍દ્રા-ભુજ રોડ ઉપર માર્ગ મરામતને કારણે ડાયવર્ઝન

ભુજ, મુન્‍દ્રા-ભુજ રોડ ઉપર ભારાપર, બળદીયા, અને કેરા ગામમાંથી પસાર થતા રસ્‍તામાં સી.સી.રોડની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી અવર-જવર કરતા વાહનોનું નિયમન આવશ્‍યક લાગતા અધિક કલેકટરશ્રી સી.પી.નેમાએ જાહેરનામું બહાર પાડી રોડનું કામ ચાલે ત્‍યાં સુધી ૨૦મી ઓકટો અથવા તો તે પહેલાં જે વહેલું હોય તે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્‍યું છે. આ ડાયવર્ઝનમાં જાહેરનામા મુજબ ભુજ તરફથી આવતા વાહનો ભારાપર, બળદીયા, ગંગાજી નારાણપર કેરા થઇ મુન્‍દ્રા જશે જયારે મુન્‍દ્રા તરફથી આવતા વાહનો કેરા, નારાણપર ગંગાજી બળદીયા ભારાપર થઇ ભુજ જશે.

સુવર્ણપ્રાસના ટીપા પીવડાવાશે

ભુજ, સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ સરપટ ગેટ, ભુજ ખાતે તા.૨૭/૮/૧૧ શનિવાર (પુષ્‍પ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાસના ટીપા સવારે ૯ થી ૧૨ વાગ્‍યા સુધી વિનામૂલ્‍યે પીવડાવવામાં આવશે.

રાજય રમતગમત મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

ભુજ, ગુજરાતના રાજયકક્ષાના મંત્રીશ્રી ઈશ્‍વરસિંહ પટેલ ૨૬મીએ શુક્રવારે સવારે ૯ વાગે ગાંધીધામ ખાતે ઈફકો હોલ, ઉદયનગર મુકામે યોજાનારા ચલો તાલુકે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

.

બુધવાર, 24 ઑગસ્ટ, 2011



રાજયનો કુલ સરેરાશ વરસાદ ૫૭૪ મી.મી.ઃ ૬૩ ટકા વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કલ્યાણપુરમાં ત્રણ ઇંચઃ વડગામમાં ૨ ઇંચ અને ૧૨ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ



ગાંધીનગર,ચાલુ ચોમાસાની મોસમમાં રાજયનો કુલ સરેરાશ વરસાદ ૫૭૪ મી.મી. થયો છે. જે ૬૩ ટકા જેટલો થવા જાય છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલાં અહેવાલો મુજબ આજે તા. ૨૩-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં કુલ સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં ૫૪૫મી.મી, એટલેકે ૭૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૧૦ મી.મી એટલેકે ૬૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૫૦ મી.મી. એટલેકે ૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૮૨૩ મી.મી એટલેકે ૫૫ ટકા અને કચ્છમાં ૩૦૨ મી.મી એટલેકે ૬૬ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના કલ્યાણપુરમાં ૭૬ મી.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ થયો છે. જયારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ૫૩ મી.મી. એટલેકે ૨ ઇંચ, અને ખેડબ્રહમા, ભાણવડ, જામજોધપુર, કુતિયાણા, રાણાવાવ, સૂત્રાપાડા, લાઠી, શિહોર, માંડલ, નવસારી, ઉમરગામ અને પારડી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના અન્ય ૧૬ તાલુકાઓમાં અર્ધા ઇંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે અન્ય ૧૫ જિલ્લાઓમાં વરસાદ નથી.

રાજ્યના ૩૭ જળાશયો છલોછલ ભરાયા

સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૩૨ મીટરઃ

૬૫ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૭ જળાશયો માટે એલર્ટ અને ૧૩ જળાશયો માટે સામાન્ય ચેતવણી

ગાંધીનગર, રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૩-૮-૨૦૧૧ના રોજ સવારે

૭-૦૦ કલાક સુધીમાં ૩૭ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૦, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.

સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૩૨ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.

રાજ્યના ૬૫ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૭ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૩ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૦૦૩.૭૯ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર સહાય માટે રૂ. ૬ર.૬૪ કરોડ મંજૂર

પશુચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની જગ્યાઓ રાજ્યમાં સત્વરે ભરવામાં આવશેઃ કૃષિમંત્રી શ્રી દિલીપ સંધાણી

કૃષિ, સહકાર,પશુપાલન, મત્સ્યઉઘોગ, જેલ, કાયદો,ગૌસંવર્ધન અને સંસદીયબાબતોના વિભાગની સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની સ્થાયી પરામર્શ બેઠક મળી

ગાંધીનગર, કૃષિમંત્રી શ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને ટ્રેકટર સહાય આપવાના હેતુથી આ વર્ષે રાજ્ય સરકારે ૧૩,૧૮૬ ટ્રેકટરો માટે રૂ ૬ર.૬૪ કરોડની માતબર રકમની સહાય મંજૂર કરી છે. રાજ્યમાં પશુચિકિત્સા અધિકારીની અને નિરીક્ષકની જગ્યાઓ જી.પી.એસ.સી. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે ભરવાની કાર્યવાહી હાથ ધરાતાં આ જગ્યાઓ સત્વરે ભરાઇ જશે તેમ પણ કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગાંધીનગર ખાતે કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોઘોગ, ગૌસંવર્ધન, જેલ, કાયદો, ન્યાય તંત્ર અને વૈધાનિક સંસદીય બાબતના વિભાગોની સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ આ વિભાગને લગતા પ્રશ્નો સંદર્ભે ધારાસભ્યશ્રીઓ સાથે પરામર્શ કર્યો હતો. મંત્રીશ્રીએ કૃષિ લક્ષી વિવિધ યોજનાઓ ધનિષ્ઠ પશુ સુધારણા કાર્યક્રમ, જીંગા ઉછેર ફાર્મમાં સુવિધાઓ, મત્સ્યઉઘોગ વિકાસ, ગામ તળાવ ડા કરવાની કામગીરી ઉપરાંત જેલોના આુધુનિકરણ અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે, જેલોમાં ચાલતા ગૃહઉઘોગ ક્ષેત્રે ગુજરાત ઉત્પાદિત આવકમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કાયદાના શિક્ષણ માટે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે ઉપસી આવી છે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી કનુભાઇ ભાલાળા, કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર વિભાગના રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ધનજીભાઇ સેધાણી, કિરણભાઇ મકવાણા, ભરતભાઇ ડાભી અગ્રસચિવ, કૃષિ વિભાગ શ્રી આર. કે. ત્રિપાઠી, અધિક મુખ્ય સચિવ, ગૃહ શ્રી વરેશ સિંહા સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

અમેરિકા, પાક કરતાંય મોંઘું છે પેટ્રોલ ભારતમાં

નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ અમેરિકાની તુલનામાં મોંઘું છે જ્યારે યુરોપિયન દેશોની તુલનામાં સસ્તું હોવાનું પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ખાતાના રાજ્ય પ્રધાન આર. પી. એન. સિંહે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું. સિંહે કહ્યું હતું કે દિલ્હીમાં પેટ્રોલના લિટર દીઠ ભાવ રૂ. ૬૩.૭૦ છે જ્યારે અમેરિકામાં પેટ્રોલના લિટર દીઠ ભાવ રૂ. ૪૨.૮૨ જેવા છે. પેટ્રોલના લિટર દીઠ ભાવ પાકિસ્તાન (રૂ. ૪૧.૮૧), શ્રીલંકા (રૂ. ૫૦.૩૦), બંગલાદેશ (રૂ. ૪૪.૮૦) અને નેપાળમાં (રૂ. ૬૩.૨૪) પ્રવર્તે છે. ભારતના પાડોશી દેશો કરતાં ભારતમાં પેટ્રોલના ભાવ ઉચ્ચ સ્તરે રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ફ્રાંસ (રૂ. ૯૪.૯૭), જર્મની (રૂ. ૯૫.૯૯), બ્રિટન (રૂ. ૯૬.૩૯) અને ઈટલી (રૂ. ૯૬.૭૯)ની તુલનામાં લિટર દીઠ પેટ્રોલના ભાવ ઓછા છે. ભારતમાં વૃદ્ધિજનક કરવેરાને લઈને પેટ્રોલના ભાવ ઉચ્ચ સપાટીએ રહ્યા છે. કરવેરા વગર દિલ્હીમાં પેટ્રોલના લિટર દીઠ ભાવ રૂ. ૨૩.૩૭ જેવા રહેવાનો અવકાશ છે. દિલ્હીમાં ડીઝલના લિટર દીઠ ભાવ રૂ. ૪૧.૨૯ જેવા છે જે અમેરિકા અને યુરોપિયન રાષ્ટ્રો કરતા સસ્તા પરંતુ શ્રીલંકા અને બંગલાદેશ કરતા વધુ છે. કરવેરા વગર ડીઝલના લિટર દીઠ ભાવ રૂ. ૨૪.૯૦ હોઈ શકે. અમેરિકામાં ડીઝલના લિટર દીઠ ભાવ રૂ. ૪૫.૮૪, ફ્રાંસમાં રૂ. ૬૯.૮૭, જર્મની રૂ. ૭૨.૫૪, બ્રિટન રૂ. ૮૨.૯૩ અને ઈટલીમાં રૂ. ૭૪ જેવા છે. પડોશી દેશો પાકિસ્તાનમાં ડીઝલના લિટર દીઠ ભાવ રૂ. ૪૬.૭૦, નેપાળ રૂ. ૪૫.૩૮, શ્રીલંકા રૂ. ૩૪.૩૭ જેવા છે. સિંહે કહ્યું હતું કે પીડીએસ કેરોસીનના લિટર દીઠ ભાવ દિલ્હીમાં રૂ. ૧૪.૮૩, પાકિસ્તાન રૂ. ૪૪.૦૬, શ્રીલંકા રૂ. ૨૪.૬૭ અને બંગલાદેશ રૂ. ૨૭.૩૨ અને નેપાળમાં રૂ. ૪૫.૩૮ જેવા ભાવ છે. સ્વદેશી એલપીજીના ભાવ સિલિન્ડર દીઠ રૂ. ૩૯૯ જેવા નિમ્ન સ્તરે છે.
(એજન્સી)

મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

જેતલસર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન .


જેતલસર ના સ્વર્ગીય પંચાયત સભ્ય ભાવેશ મોહનભાઈ ભુવાની પુણ્ય ત્હીથી નિમિત્તે તા.૨૫.8.2011 ના રોજ જલસાગર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન .
રકતદાતાઓને રક્તદાન કરવા માજી સરપંચ મોહનભાઈ રામજીભાઈ ભુવા અને રાજેશ કુમાર મોહનભાઈ ભુવાની અપીલ.
રક્તદાન કેમ્પમાં રાજકોટની વોલાન્તરી બ્લડ બેંક અને જેતપુર મેડીકલ ફાઉન્દેષણ ની ટીમ સેવા આપશે. અત્રે એ યાદ રહે કે ભાવેશ નું અવસાન ડેન્ગ્યું નામના ભયંકર તાવ થી થયું હતું. તેમણે ગામ માં વિકાસ ના કામો કરવામાં પાછુ વાળીને જોયું નહોતું. જેતલસર ગામ આજે એક વરસ પછી પણ ભાવેશ ને ભૂલી શક્યું નથી.

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

આન્ના ફીવર જોવા જેવો માણવા જેવો તસ્વીરો જોતા હવે કાઈ નથી કહેવું



આન્ના ફીવર જોવા જેવો માણવા જેવો
તસ્વીરો જોતા હવે કાઈ નથી કહેવું

સુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ [‘સુપ્રભાતમ્’ પુસ્તકમાંથી સાભાર.]

સુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ

[‘સુપ્રભાતમ્’ પુસ્તકમાંથી સાભાર.]

[1] બે હૃદય વચ્ચે અંતર ઓછું કરવા માટેનું હાથવગું સાધન તે ‘હાસ્ય’ છે. – રેમન્ડ હિચકોક

[2] બાળકને ‘ભણાવવું’ એ એટલું મહત્વનું નથી પણ એનામાં ‘જ્ઞાન’ પ્રાપ્તિની ઈચ્છા જાગૃત કરવી એ વધારે મહત્વનું છે. – જોન તબક

[3] કોઈ કોઈનું શત્રુ નથી હોતું, કોઈ કોઈનું મિત્ર નથી હોતું. શત્રુતા-મિત્રતા કેવળ ‘વ્યવહાર’માંથી જન્મે છે. – હિતોપદેશ

[4] જેમને આંતરિક શાંતિની પ્રાપ્તિ થઈ ગઈ છે એમને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે. – યોગવશિષ્ઠ

[5] ઉંમર, સમય, અનુભવ અને વાંચન સાથે જો તમારું જ્ઞાન ન વધે તો તમે ત્યાંના ત્યાં જ છો, ઘાંચીના બેલ – જેકસન બ્રાઉન

[6] સરળ – સાદગીભર્યું જીવન રાખવું, કોઈની ઈર્ષા કે ફરિયાદ ન કરવી, પોતાનાથી થાય તે તમામ કામ કરી સૌને મદદરૂપ થવું એ છે જિંદગી – ફિલ બોસમેન્ટ

[7] ભૌતિક વસ્તુનું મૂલ્ય થઈ શકે, પરંતુ પ્રેમ લાગણી, પરિશ્રમ અને પુરુષાર્થની કિંમત ક્યારેય ચૂકવી શકાય નહીં. – મોહમ્મદ માંકડ

[8] જિંદગી પાસે ઝાઝી અપેક્ષા રાખવી નહીં, જિંદગી એ વાવણીનો સમય છે, લણણીનો નહીં. – વિન્સેટ વાન

[9] અતિ સૌંદર્યથી સીતાનું હરણ થયું, અતિ અભિમાનથી રાવણનું પતન થયું, અતિ દાનથી બલિનું બંધન થયું. શાણો પુરુષ ‘અતિ’નો ત્યાગ કરે છે. – ભારવિ

[10] પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. – નોર્મન કઝીન્સ

[11] જિંદગીની વાટે વગર વિચારે સરી જવાના બે રસ્તા છે, એક દરેક વસ્તુ માની લેવી, અથવા દરેક વિશે શંકા રાખવી. આ બેઉ આપણને વિચાર કરવામાંથી ઉગારે છે. – તોલ્સતોય

[12] જે ઊંડો સ્નેહ કરી જાણે છે તેવા માનવી કદી વૃદ્ધ થતા નથી. – કન્ફ્યુશિયસ

[13] જેની પાસે ધૈર્ય જેવું ધન નથી, એ ધનિક હોવા છતાં નિર્ધન જ છે. – શેક્સપિયર

[14] જીવનમાં સિદ્ધાંત રાખવા અને આદર્શની ઓળખ હોવી એ એક વાત છે અને એ મુજબ જીવન જીવવું એ અલગ વાત છે. – બેન્જામીન ફ્રેંકલીન

[15] મૂર્ખને ઓળખવાની છ નિશાની : કારણ વિના ગુસ્સો કરે, લાભ વિના બોલ બોલ કરે, પ્રગતિ વિના પરિવર્તન કરે, કારણ વિના પૂછપૂછ કરે, અજાણી વ્યક્તિમાં વિશ્વાસ મૂકે ને દુશ્મનને મિત્ર માને, પૂછ્યા વિના સલાહ આપે. – પંચતંત્ર

[16] આપણા દેશમાં ગંદકી કરે તે ખાનદાન અને ગંદકી સાફ કરે તે ‘નીચો’ ગણાય છે. – રવિશંકર મહારાજ

[17] શિક્ષણ એ શરીર અને આત્માના વિકાસની કળા છે, માણસને માણસ બનાવવાની કળા છે, ‘નિષ્ણાત’ બનાવવાની નહિ. – માઈકલ મોન્ટેઈન

[18] સૌથી વધારે દુઃખદાયક વાત એ છે કે જ્યારે દુનિયા છોડી જવાનો સમય આવે છે ત્યાં સુધી આપણે એ વાત શોધી નથી શકતા કે આપણે આ દુનિયામાં શા માટે આવ્યા હતા ? – બાલાસિંઘમ

[19] આપણે શું કરવું કે શું ન કરવું એ આપણો અંતરાત્મા સદાય કહેતો જ હોય છે, પણ આપણે કાન આડા હાથ કરી મનનું કહેવું માનીએ છીએ. – એસ. ભટાચાર્ય

[20] સંસારમાં માણસને હજારો માતા-પિતા, પત્નીઓ, પુત્રો સાથે સંબંધ થયો છે, થાય છે અને જન્મોજન્મ થતો રહેશે. – મહાભારત

[21] જેમ મહાસાગરમાં અચાનક મેળલાં બે લાકડાં મળે અને છૂટાં પડી જાય તેમ સ્ત્રી-પુત્ર-સગાં-સંબંધીઓ પણ સંસાર સાગર મળી જાય અને છૂટાં પડે છે. – વેદ વ્યાસ

[22] જ્યાં સુધી તમે જાતે પ્રયત્ન અને પુરુષાર્થ ન કરો ત્યાં સુધી સફળતાની ચાવી તમારા હાથમાં આવતી નથી. – લોકમાન્ય ટિળક.

[23] વાસનાઓ, ઈચ્છાઓ, આશાઓ અને અપેક્ષાઓનો ત્યાગ કરશો એટલે તમામ ચિંતાઓ તમારો પીછો સ્વયં જ છોડી દેશે. – મહાત્મા બુદ્ધ

[24] કેવળ પોતાને માટે જ જીવન જીવીને નહીં, પણ પોતાના સંપર્કમાં આવતા તમામનાં જીવન સાથે પોતાની જાતને એકરૂપ અનુભવીને માણસ દુનિયા સાથે આધ્યાત્મિક સંબંધ સ્થાપી શકે છે. – આલ્બર્ટ સ્વિત્ઝર

[25] જે મનુષ્ય જેટલો અંતરાભિમુખ, જેટલી તેની મનોવૃત્તિ સાત્વિક અને નિર્મળ એટલું એ ભવિષ્ય માટે વધારે સારી રીતે વિચારી શકશે. – બેરિંગ

[26] ધર્મ, એ અલગ-અલગ રંગના કાચના ટુકડાવાળા ફાનસ જેવો છે, અંદર રહેલી જ્યોતિ તો એક જ છે પણ જુદા જુદા ખૂણેથી જોનારને તે અલગ રંગી દેખાય છે. – મોહમ્મદ નગીબ

[27] જેનામાં પોતાનું પૌરુષત્વ હોતું નથી એ ભાગ્ય પર ભરોસો રાખે છે. – પ્રેમચંદ

[28] ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે, ધર્મ વિનાનું જીવન, પશુ-જીવન છે. – ગાંધીજી

[29] તારે જો નિરંતર સુખી જીવન ગાળવું હોય તો, જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહીં, પણ તું જ જગતના જેવો થા. – એવિકિટસ

[30] જે શિક્ષણમાં સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની ચિંતાનું તત્વ નથી, તે ક્યારેય સાચું શિક્ષણ નથી. – રસ્કિન

[31] વાત્સલ્ય દોષોને ગળી જાય છે, સખ્ય દોષોને સહન કરે છે જ્યારે પ્રેમ તો દોષો તરફ દષ્ટિ જ કરતો નથી. – વિનોબા ભાવે

[32] સત્તાધીશોની સત્તા, તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે, જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ શરૂ થાય છે. – સરદાર પટેલ

[33] વનસ્પતિને વિકાસ માટે જેટલી સૂર્યપ્રકાશની જરૂર છે, તેટલું જ હાસ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. – મેસિલીન

[34] કેટલાક મહાન જન્મે છે, કેટલાક મહાનતા હાંસલ કરે છે તો કેટલાક ઉપર મહાનતા ઠોકી બેસાડવામાં આવે છે. – શેક્સપિયર

[35] સુખી થવાનું મુહૂર્ત – આ જ ક્ષણ છે, સ્થળ પણ આ જ છે, સુખી થવાનો માર્ગ-બીજાને સુખ આપવું તે, સુખી થવાનું સાધન બુદ્ધિ છે. – સુભાષિત

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત સાંસ્‍કૃતિક લોકમેળા-૨૦૧૧નો થયેલો શુભારંભ






રાજકોટ

જન્‍માષ્‍ટમીનો તહેવાર એટલે કૃષ્‍ણની ભકિત કરવાનો અને સામાજીક સમરસતાના આદર્શને આપણા જીવનમાં અપનાવવાનો ઉત્‍સવ છે. તેમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ રાજકોટ જીલ્‍લા વહિવટીતંત્ર પ્રેરિત લોકમેળા સમિતિ દ્વારા આયોજિત સાંસ્‍કૃતિક લોકમેળો-ર૦૧૧નો રેસકોર્સ ખાતે આજે સવારે શુભારંભ કરતાં જણાવ્‍યુ હતુ. મંત્રીશ્રીએ શ્રીગણપતિજીની મૂર્તિ સમક્ષ દિપ પ્રગટાવી લોકમેળો જાહેર જનતા માટે ખુલ્‍લો મુકયો હતો.

મંત્રીશ્રી વાળાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ભગવાન શ્રીકૃષ્‍ણનું આનંદના પ્રતીક સમા જીવનની જેમ સાંસ્‍કૃતિક લોકમેળામાં આનંદ મેળવવાની તકનો રાજકોટવાસીઓ ખૂબ લ્‍હાવો માણે છે. રંગીલા રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રની પ્રજા ઉત્‍સવપ્રિય પ્રજા છે. ત્‍યારે જન્‍માષ્‍ટમીનો ઉત્‍સવ લોકોએ હળીમળીને રહેવાનો ઉત્‍સવ છે, તેમ જણાવી તેમણે દરેક વર્ગોને સાથે રાખી તેમની સાથે ભાઇચારાની ભાવના કેળવી સદભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.