અનુયાયીઓ

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

ગામડાના વિકાસ માટે સામૂહિક મંથન કરવા કૃષિ મંત્રીશ્રી દીલીપભાઇ સંઘાણીનો અનુરોધ


માળીયામીયાણા તાલુકામાં ચાલો તાલુકા કાર્યક્રમ સંપન્‍ન માળીયા તાલુકાના સરપંચો અને પદાધિકારીઓની ઉપસ્‍થિતિ

ગુજરાત અરબન ડેવલપમેન્‍ટ કોરપોરેશનના મેનેજીંગ ડીરેકટરશ્રી એસ.જે.હૈદરની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ

ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની સુખાકારીમાં વૃધ્‍ધી લાવવાના અભિગમ સાથે રાજય સરકારે તાલુકાને વધુ સત્તાઓ સોંપીને વિકાસને ગતિશીલ બનાવવાનો અભિગમ રાખ્‍યો છે એમ કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્‍યુ હતું.

માળીયા(મીં) તાલુકાના રાસંગપર ખાતે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાનેથી બોલતા મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ વધુમાં જણાવ્‍યુ હતુ કે આજે ગુજરાત સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રે મોડેલ રાજય બની રહ્યું છે. ખેતી, પશુપાલન અને ઉદ્યોગના ક્ષેત્રોમાં ગુજરાતની પેટ્રન અપનાવવા દેશના અનેક રાજયો આગળ આવ્‍યા છે.

રાજય સરકારે ગામડાઓને શહેર જેવા જ બનાવવા શહેર જેટલી જ સુવિધાઓ ગામડાને આપવાની સાથે તાલુકાને જિલ્‍લાકક્ષાની વહિવટી સત્તા સોંપવાનું આયોજન હાથ ધર્યુ છે. તેના ભાગરૂપે આજે ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હોવાનું જણાવી મંત્રીશ્રી સંઘાણીએ ઉમેર્યુ હતુ કે તાલુકાના અધિકારીઓને સત્તામાં વધારો કરીને ગામડાના લોકોને તેનાજ તાલુકામાં વહિવટી બાબત માટે સરળતા ઉભી કરવામાં આવી છે.

મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્‍યુ કે તાલુકા મથકે દરેક સરપંચ અને અન્‍ય હોદેદારોને એક સ્‍થળે એકઠા કરી વિકાસની યોજનાઓની જાણકારી અને તેમના ગામની વિકાસ જરૂરીયાતો જાણવાનો પ્રયાશ કરવામાં આવે છે. ગામડાના વિકાસ માટે સરપંચો અને પદાધિકારીઓને સામુહિક મંથન કરવા તેમણે જણાવ્‍યુ હતું.

મંત્રીશ્રીએ વધુમાં લોકતાંત્રિક ઢબે ચુંટાયેલી સરકાર સામે થતા આક્ષેપોમાં પ્રજા સત્‍ય જાણી શકે તેવા ઉદેશથી રાજય સરકારે સર્વોચ્‍ચ અદાલતના નિવૃત ન્‍યાયધીશશ્રી એમ.બી.શાહના અધ્‍યક્ષપદે તપાસ પંચની નિમણુંકનો ઉલ્‍લેખ કરી જણાવ્‍યુ હતું કે દેશના સાર્વજનિક જીવનમાં શાસનની પારદર્શિતા માટે ગુજરાત સરકારની આ ઐતિહાસિક પહેલ છે.

ગુજરાત અર્બન ડેવલપમેન્‍ટ કોરપો.ના મેનેજીંગ ડીરેકટરશ્રી એસ.જે.હૈદરે જણાવ્‍યુ હતુ કે ભારતના સંવિધાનમાં વિકાસના વિકેન્‍દ્રીકરણ પર ભાર મૂકવામાં આવ્‍યો છે. ત્‍યારે રાજય સરકારે સત્તાને ગામડા સુધી પહોંચાડીને વિકાસ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો સાચો પ્રયાસ કર્યો છે. શ્રી હૈદરે પુ. મહાત્‍માં ગાંધીજીને યાદ કરી તેમના ગામડા પ્રત્‍યેના લગાવ અને વિકાસની અપેક્ષાઓ આ કાર્યક્રમ દ્વારા સાર્થક થાય છે તેમ જણાવ્‍યુ હતું.

તેમણે વધુમાં જણાવ્‍યુ કે ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા આપણે પોતેજ આપણા ગામના વિકાસનું આયોજન કરીશુ અને તેની અમલવારી પણ આપણેજ કરીશું. આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો અંગે સમજાવતા કહ્યું હતુ કે આપણી સ્‍થાનિક વ્‍યવસ્‍થામાં શું છે ? અને શુ ઘટે છે તેમજ આપણી સામે કેવા ભયસ્‍થાનો અને પડકારો છે તે તમામ બાબતોને આવરી લેવાશે. તાલુકાકક્ષાએ સંકલન અને ફરિયાદ સમિતિની રચનાઓ સહિતની જનસેવાઓ આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવી છે. તાલુકા મથકે જ ગામડાના પ્રશ્નો હલ થઇ શકે અને યોજનાઓનું સરળીકરણ સહિતની બાબતો આમાં આવરી લેવામાં આવેલ છે. જે આગામી સમયમાં વિકાસને વધુ વેગ આપશે.

રાજકોટ જિલ્‍લા કલેકટરશ્રી ડો. રાજેન્‍દ્રકુમારે ચાલો તાલુકે કાર્યક્રમનો ઉદેશ દરશાવતી ‘‘વિકાસની પરિભાષા’’ સી.ડી.નું પ્રેઝન્‍ટેશન કર્યુ હતું. ચાલો તાલુકા કાર્યક્રમનો ઉદેશ તાલુકાસ્‍તરની ટીમને સશકત કરવાનો છે અને આગામી વર્ષોના વિકાસ કામોનું લક્ષ્‍યાંક નકકી કરવામાં પણ આ કાર્યક્રમ મહત્‍વનો બની રહે છે. રાજય સરકારનો આ કાર્યક્રમ માટેનો અભિગમ ગામડાના સાર્વત્રીક વિકાસનો હોવાનું અને ગ્રામીણ વિસ્‍તારના લોકોનું જીવનધોરણ ઉચુ કઇ રીતે આવ તે ચાલો તાલુકાનો અભિગમ છે. તેમણે ગ્રામીણ વિસ્‍તારોમાં કુપોષણથી પીડાતા બાળકોની કાળજી લેવા તેમજ કન્‍યા કેળવણીનો દર વધે તે માટે ધ્‍યાન આપવા તાલુકા ટીમને જણાવ્‍યુ હતું.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાયે રાજકોટ જિલ્‍લાના વિકાસ અંગેની વિગતો આપતા જણાવ્‍યુ હતુ કે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશમાં મોડેલ સમો છે. જેમાં ગામડાના વિકાસને પ્રાધાન્‍ય આપવામાં આવેલ છે. આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો વિકાસનું વિકેન્‍દ્રીકરણ દર્શાવે છે. જિલ્‍લામાં કૃષિ મહોત્‍સવના કારણે કૃષિ ઉત્‍પાદન અને ખેડૂતોની આવકમાં ખુબ મોટો વધારો જોવા મળ્યો છે. ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ મોટાભાગના ગામડાઓને આવરી લેવામાં આવ્‍યા છે. ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્‍લામાં રમતગમતનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે રૂરબન યોજનાની વાત કરતાં જણાવ્‍યુ કે પડધરી-ટંકારા કોટડાસાંગાણી જેવા ગામો ભૂગર્ભ ગટર યોજના હેઠળ આવરી લેવામાં આવ્‍યા છે. તેમણે સીડમની યોજનાની વાત કરતા જણાવ્‍યુ કે આ યોજનામાં રૂ. ૭૯૦ લાખ રાજય સરકારે રાજકોટ જિલ્‍લાને ફાળવ્‍યા છે. જે અંતર્ગત ગામડામાં વિકાસ કામો હાથ ધરવમાં આવશે. તેમણે ગોકુળગ્રામ યોજના, તીર્થ ગ્રામ યોજના, પાવન ગ્રામ યોજના, સમરસ ગામ યોજના, પંચવટી યોજના અને ગ્રામ વાટીકા યોજનાઓના વિસ્‍તૃત વિગતો આપી હતી.

મોરબીના પ્રાંત અધિકારીશ્રી એસ.છાકછૂઆકે માળીયામીયાણા તાલુકામાં વિકાસની ક્ષમતા, ઉપલબ્‍ધ માળખાકીય સુવિધાઓ અને ભવિષ્‍યમાં ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે રહેલી તકોનું ચિત્ર રજુ કર્યુ હતુ. તેમણે જણાવ્‍યુ હતુ કે તાલુકામાં સરામીક ઉદ્યોગો, નવલખી બંદર વિસ્‍તૃતીકરણ, કૃષિ વાવેતરની તકો, જામનગર રોડ તરફ રાજ ધોરી માર્ગની આવશ્‍યકતા, પૂર્ણ થતા વેપાર ઉદ્યોગ વધે, પવન ઉર્જાના પ્રોજેકટો, મીઠા ઉદ્યોગોમાં અગરીયાઓને રોજગારી, ઝીંગા ઉછેર વગરે તકો પ્રાપ્‍ત બને તેમ હોવાનું જણાવ્‍યુ હતું.

માળીયામીયાણાના તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઘેલાએ તાલુકાનો કલસ્‍ટર અહેવાલ રજુ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી માળીયાના ધારાસભ્‍યશ્રી કાંતિભાઇ અમૃતિયા તેમજ રાજકોટના ધારાસભ્‍યશ્રી ભાનુબેન બાબરીયા, ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડના ઉપાધ્‍યાક્ષશ્રી દિનેશભાઇ ટોળિયા, રાજકોટ જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારધી, જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, માળીયામીંયાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જેસંગભાઇ હૂંબલ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. માળીયા મીયાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી નીશાબેન કૈલા સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટના નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી વાગડીયા સહિત ઉચ્‍ચ અધિકારઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આભારદર્શન મામલતદારશ્રી ભોજાણીએ કર્યુ હતું.

રાજકોટ લોકમેળામાં ‘‘ગુજરાત’’ પાક્ષિકનું લવાજમ ભરી શકાશેઃ પ્રદર્શન સ્‍ટોલમાં ખાસ વ્‍યવસ્‍થા

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે આગામી તારીખ ર૦ થી ર૪ ઓગષ્‍ટ સુધી કૃષિ સહકાર વિભાગ અને રાજકોટના પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને રાજયના નાણા મંત્રીશ્રી વજુભાઇ વાળાના વરદ હસ્‍તે ઉદધાટન પામનાર ભાતીગળ લોકમેળામાં પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ દ્વારા ‘પ્રગતિના પંથે ગુજરાત’ વિષયક વિકાસલક્ષી તસવીર પ્રદર્શન પણ યોજાનાર છે.

આ જ પ્રદર્શન સ્‍ટોલમાં રાજયના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત’ પાક્ષિકનું લવાજમ પણ સ્‍થળ પર સ્‍વીકારી શકાય તેવી વ્‍યવસ્‍થા, પ્રાદેશીક માહિતી કચેરી-રાજકોટ દ્વારા ગોઠવવામાં આવી છે.

આ લોકમેળાના ચાહકો-મુલાકાતીઓને આ પ્રદર્શન સ્‍થળે માત્ર રૂ. પ૦/(પચાસ) ભરી બાર માસ સુધી ‘ગુજરાત’ પાક્ષિક ઘરે બેઠા મેળવવાની આ ઉત્તમ તકનો બહોળા પાયે લાભ લેવા, સંયુકત માહિતી નિયામક-રાજકોટ શ્રી એન.એ.પરમારે જાહેર અપીલ કરી છે.

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આગામી તરણેતર મેળામાં યુવાન ભાઇ-બહેનો માટે જુદી જુદી સ્‍પર્ધાઓ યોજાશે

રાજકોટ

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ર૦૧૧-૧૨માં તરણેતર જી.સુરેન્‍દ્રનગર ખાતે તા. ૩૧ ઓગસ્ષ્‍ટથી ર સપ્‍ટે-૨૦૧૧ સુધી યોજાનાર લોકમેળા દરમ્‍યાન આઠમા ગ્રામીણ ઓલિમ્‍પિકસનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍વર્ણિમ ગ્રામીણ ઓલિમ્‍પિકસમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબી દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્‍તી, વોલીબોલ, ગેડીદડો, લંગડી, કબડ્ડી, રસ્‍સાખેંચ, લાકડી ફેરવવી, સ્‍ટ્રોન્‍ગેસ્‍ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, ઉંટ દોડ, અશ્વ શણગાર હરીફાઇ, અશ્વ હરીફાઇ રેવાલ અને બહેનો માટે ટુંકી-દોડ, લાંબી દોડ, લાંબી કૂદ, ગોળા ફેક, વોલીબોલ, લંગડી, કબડ્ડી, માટલાદોડ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે તેમજ વિજેતા ખેલાડીઓને આકર્ષક રોક પુરસ્‍કાર આપવામાં આવનાર છે. સ્‍વર્ણિમ ગ્રામીણ ઓલિમ્‍પિકસમાં ભાગ લેવા ઇચ્‍છતી જિલ્‍લાની ટીમોની તેમજ ઇચ્‍છુક રમતવીરોની એન્‍ટ્રીઓ ‘‘શ્રી કે.કે.આચાર્ય, સહાયક નિયામક (યોજના), સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, બ્‍લોક નં. ૧૪/૩જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને તા. ર૦-૦૮-૧૧ સુધીમાં સમયસર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્‍ટ્રી ફોર્મ દરેક જિલ્‍લાના સિનીયર કોચશ્રી, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતેથી ઉપલબ્‍ધ થશે તેમ સિનીયર કોચ, ડીસ્‍ટ્રીકટ સ્‍પોર્ટસ કોચિંગ સેન્‍ટર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ડીસ્‍ટ્રીકટ હેલ્‍થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઇ

જિલ્‍લામાં થઇ રહેલી આરગ્‍ય કામગીરીની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર

રાજકોટ

રાજકોટ જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી ડીસ્‍ટ્રીકટ હેલ્‍થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠકમાં જિલ્‍લામાં થઇ રહેલી આરગ્‍ય કામગીરીની સમીક્ષા કરી હતી.

અધ્‍યક્ષસ્‍થાનેથી કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે તમામ આરોગ્‍ય અધિકારઓ તથા કર્મચારીઓએ લક્ષ્‍યાંક આધારિત કાર્યવાહી પર ભાર મુકવા જણાવ્‍યુ હતું. અને અન્‍ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં આરોગ્‍ય ક્ષેત્રે થઇ રહેલી કામગીરીમાં મહતમ ગ્રામ્‍ય વિસ્‍તારોને આવરી લેવા અનુરોધ કર્યો હતો.

રીપ્રોડકટીવ ચાઇલ્‍ડ હેલ્‍થ, ટી.બી.(ક્ષય), અંધત્‍વ નિવારણ, કુટુંબ કલ્‍યાણ, એઇડઝ પ્રીવેન્‍શન કમિટી તથા એન્‍ટી રેટ્રો વાઇરલ ટ્રીટમેન્‍ટ સેન્‍ટરમાં થઇ રહેલી આરોગ્‍યલક્ષી કાર્યવાહી અને તેના જુલાઇ-૨૦૧૧ સુધીના અહેવાલો સબંધિત અધિકારીઓએ આ બેઠકમાં રજુ કર્યા હતા. જેને જરૂરી સુધારા વધારા સાથે આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાય, જિલ્‍લા આર.સી.એચ.અધિકારી ડો. કતીરા, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. સંઘવી, અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. આચાર્ય, જિલ્‍લા એપીડેમી ઓફિસર ડો. રાઠોડ,જિલ્‍લા ક્ષય નિવારણ અધિકારી ડો. લક્કડ, જિલ્‍લા પંચાયત કવોલિટી મેડીકલ ઓફિસર ડો. ભંડેરી, વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા, જનાના હોસ્‍પિટલના ઇન્‍ચાર્જ ડો. મહેતા, જીલ્‍લા આઇ.ઇ.સી અધિકારી શ્રી એમ.એમ.ઝાલા, બ્‍લોક હેલ્‍થ ઓફિસર તથા આરોગ્‍ય કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ઇશ્વરીયા પાર્ક જન્‍માષ્‍ટમીના તહેવારો દરમિયાન ખુલ્‍લો રહેશે.

રાજકોટ

રાજકોટ જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા નિર્મિત વેલી ઓફ વાઇલ્‍ડ ફલાવર-ઇશ્વરીયા ગાર્ડન, માઘાપર, રાજકોટ શ્રાવણ માસ દરમ્‍યાન જન્‍માષ્‍ટમીના તહેવારો નિમીતે તા. ર૦/૮/૧૧ થી તા. ર૪/૮/૧૧ દરમ્‍યાન સવારના ૯-૦૦ થી રાત્રીના ૯-૦૦ દરમ્‍યાન મુલાકાતીઓ માટે ખુલ્‍લો રાખવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા રાજકોટના નાયબ કલેકટરશ્રી દિક્ષીતની યાદીમાં જણાવાયું છે.

રાજકોટમા ફરસાણ રૂ. ૧૨૦ના બદલે ૧૦૦ રૂ. કિલ્‍લો લેખે વેચવા વેપારીઓનો નિર્ણય

રાજકોટ

રાજકોટ શહેરના ફરસાણના વેપારીઓની મીટીંગમાં ફરસાણમાં સ્‍વૈચ્‍છિક ભાવ નિયમન માટે બેઠક યોજવામાં આવેલ જેમાં ખાદ્યતેલના તથા અન્‍ય ચીજવસ્‍તુઓના ભાવો ધ્‍યાને લઇ સ્‍વૈચ્‍છિક રીતે ગ્રાહકોના હિતમાં ફરસાણના ભાવોમાં ધટાડો કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ. ચર્ચા વિચારણાના અંતે ફરસાણના વેપારીઓએ ગરમ ગાંઠીયા/ફાફડાના એક કિલોના ભાવો રૂ. ૧૬૦ (ગરમ ગાંઠીયા મરચા,સંભારા સાથે) લેવાતા હતા તેના ભાવો ધટાડી પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ અને ફરસાણના પ્રતિ કિલોએ રૂ. ૧૨૦ લેવાતા હતા તેના ભાવ ધટાડી પ્રતિ કિલ્‍લોએ રૂ. ૧૦૦ લેવા સહમત થયેલ અને તે મુજબ રાજકોટ શહેરમાં અમલવારી કરવાની ખાતરી આપવામાં આવેલ છે. જે બાબતે જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. આ સ્‍વૈચ્‍છિક બાંધણાનો અમલ તા. ૧૮/૮/૧૧થી કરવાનો રહેશે તેમ જિલ્‍લા પૂરવઠા અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રાજકોટના સાંસ્‍કૃતિક લોકમેળા-૨૦૧૧નું ઉદઘાટન શનિવારે નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા કરશે.

રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સાંસ્‍કૃતિક લોકમેળા-૨૦૧૧નું ઉદઘાટન શનિવારે સવારે ૯.૦૦ વાગ્‍યે નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા કરશે. રેસકોર્સના ઓપન એર થીયેટર ખાતે યોજાનારા આ ઉદઘાટન સમારંભ પ્રસંગે રાજકોટ જિલ્‍લાના પ્રભારી મંત્રી અને રાજયના કૃષિ સહકાર અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી મુખ્‍ય મહેમાન પદે અને અતિથિવિશેષપદે રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક ઊપસ્‍થિત રહેશે.

રાજકોટ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા.૨૦ થી તા.૨૪ ઓગસ્‍ટ દરમ્‍યાન જન્‍માષ્‍ટમીના તહેવારને અનુલક્ષીને રેસકોર્સ ગ્રાઉન્‍ડ ખાતે પાંચ દિવસનો લોકમેળો યોજાશે. આ મેળાના ઉદઘાટન સમારંભમાં સંસદસભ્‍યોશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા, શ્રી કુંવરજીભાઇ બાવળિયા અને સુશ્રી પુનમબેન જાટ, ધારાસભ્‍યો શ્રીમતિ ભાનુબેન બાબરિયા અને શ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નર શ્રીમતિ ગીતા જૌહરી, રાજકોટ જિલ્‍લા પોલિસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહ યાદવ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્‍યાય, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી અજય ભાદુ ઉપસ્‍થિત રહેનાર છે. રાજકોટની ઉત્‍સવપ્રેમી જનતાને પાંચ દિવસના આ લોકમેળાનો શાંતિથી લાભ લેવા કલેકટર ડો. રાજેન્‍દ્ર કુમારે અનુરોધ કર્યો છે.

સેન્‍ટર ફોર એકસેલન્‍સ યોજના માટે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્‍વીમીંગ અને સ્‍કેટીંગની રમતોના ખેલાડીઓ જોગ

રાજકોટ

ગુજરાત રાજયના ખેલાડીઓને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે સિધ્‍ધિ મળે, તે માટે સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સેન્‍ટર ફોર એકસેલન્‍સ યોજના અમલમાં મુકાનાર છે.

આ યોજના હેઠળ ઉચ્‍ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્‍ત થાય તે માટે ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્‍વીમીંગ અને સ્‍કેટીંગની રમતોમાં રાષ્‍ટ્ર કક્ષાની શાળાકીય સ્‍પર્ધાઓ તથા જુનિયર નેશનલ ચેમ્‍પીયનશીપ સુધીની સ્‍પર્ધાઓમાં મેડલ મેળવી ઉચ્‍ચ કક્ષાની સિધ્‍ધિઓ મેળવનાર મેડલીસ્‍ટ ખેલાડીઓની વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦ના વર્ષની સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી તથા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના કોચીઝની સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી એકત્રિત કરીને સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરને મોકલવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માગતા રાજકોટ જિલ્‍લાના રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સિધ્‍ધિ પ્રપ્‍ત કોચીઝ ખેલાડીઓએ પોતાના સંપૂર્ણ બાયોડેટા સાથેની માહિતી સત્‍વરે સીનિયર કોચશ્રી, જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, બ્‍લોક નં- ૩/૭મો માળ, બહુમાળી ભવન, રાજકોટને મોકલવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

રાજય સરકારના પ્રોત્‍સાહનથી ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓનાં તમામ કામો અને લાભો પ્રાપ્‍ય બન્‍યા

માળીયા-મીંયાણા ખાતે ચાલો તાલુકે કાર્યક્રમમાં સરપંચોના પ્રતિભાવો

રાજકોટ

માળીયા-મીંયાણા ખાતે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમમાં તાલુકાના ગામોના સરપંચોએ તેમના પ્રતિભાવોમાં જણાવ્‍યું હતું કે, છેલ્‍લા દશેક વર્ષ દરમ્‍યાન રાજય સરકારના પ્રોત્‍સાહનને પરિણામે ગામોમાં તમામ પ્રાથમિક સુવિધાઓના લાભો પ્રાપ્‍ત થયા છે, અને ગામડાંઓ સમૃધ્‍ધિ તરફ આગળ વધી રહયા હોવાના પ્રતિભાવો વ્‍યકત કર્યા હતા.

રાસંગપર ગામના સરપંચશ્રી મનસુખભાઇએ પોતાના ગામની સિધ્‍ધિ વર્ણવતા જણાવ્‍યુ કે ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ છે. ગામને તિર્થ ગ્રામનો એવોર્ડ મળેલ છે.

કુંતાશી ગામના સરપંચશ્રી ચતુરભાઇ કુંડારીયાએ જણાવ્‍યુ હતુ કે ગામ લોકો માટે ઘેર ઘેર નળકનેકશન, રોડ રસ્‍તા તેમજ શિક્ષણ માટે શાળા સંકૂલ સહિત વિકાસ કામો થયેલ છે. ગામને ગોકૂળગ્રામ એવોર્ડ પ્રાપ્‍ત થયેલ છે. હરિયાળી પ્રોજેકટને કારણે ખેડૂતોને સિંચાઇની સુવિધા પ્રાપ્‍ત થયેલ છે.

આ ઉપરાંત લક્ષ્‍મીવાસ ગામના તેમજ અન્‍ય ગામોના સરપંચોએ પણ પ્રતિભાવોમાં ગામની વિકાસગાથાની ઝલક રજુ કરી હતી.

સરવડ ગામના સરપંચશ્રી મણીભાઇ સરડવાએ જણાવ્‍યુ હતુ કે છેલ્‍લા દશ વર્ષમાં મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં ગામડા બેઠા થયા છે. મારા ગામમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્‍ચ શિક્ષણની સુવિધા, તથા સો ટકા વિજળીકરણ થયું છે. જયોતિ ગ્રામ બન્‍યુ છે. પાણી અને રોડ રસ્‍તાની સુવિધા છે. અત્‍યાર સુધીમાં ગામમાં પ૦ લાખના વિકાસ કામો કર્યા છે. ધારાસભ્‍યશ્રીની ગ્રાન્‍ટ હેઠળ તળાવના કામો માટે રૂ. રપ લાખના કામો કર્યા છે. ગામ નજીક બંધાતો મચ્‍છુ-૩ ટુંક સમયમાં પૂર્ણ થશે.

રાજય સરકારે સૌના સાથ સાથે સૌના વિકાસનો મહાયજ્ઞ આરંભ્યો છે

- મંત્રીશ્રી વજુભાઇ વાળા

છેલ્‍લા દસકામાં થયેલા વિકાસના કારણે સ્‍વર્ણિમ ગુજરાતનો સ્‍વર્ણિમ સૂર્યોદય થયો છે

-કાર્યવાહક અધ્‍યક્ષ શ્રી આઇ.કે. જાડેજા

ચોટીલા તાલુકામાં ‘‘ચલો તાલુકે’’ કાર્યક્રમ યોજાયો

સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા ખાતે આજરોજ રાજયના નાણામંત્રીશ્રી અને સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી વજુભાઇ વાળા તથા સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાની ઉપસ્‍થિતિમાં ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારસમગ્ર ગુજરાતમાં સૌના સાથ સાથે સૌના વિકાસનો મહાયજ્ઞ આરંભ્‍યો છે. વિકાસની સાથે રાજયમાં શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણી કાર્યક્રમ દ્વારા ગુજરાતનું પ્રત્‍યેક બાળક સુ-સંસ્‍કારિત શિક્ષણ મેળવે તે માટેનું સામાજીક કાર્ય પણ થયુ છે. સરકારે સ્‍ત્રી સ-શકિતકરણના કાર્ય દ્વારા સમગ્ર સમાજને સંસ્‍કારિત બનાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકારે સત્તાનું વિકેન્‍દ્રીકરણ કરીને ગામડાઓના વિકાસ માટે તાલુકાને સત્તાઓ આપી છે, ત્‍યારે પ્રત્‍યેક વ્‍યકિતઓએ પણ લોકસેવાના આ યજ્ઞ કાર્યમાં જોડાવું પડશે.

મંત્રીશ્રી વાળાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતના પ્રત્‍યેક ગામ પ્રાથમિક - પાયાની સુવિધાઓથી સભર બને તે માટે ગામડાઓમાં જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરી રાજય સરકારે ગામડાઓને વિકાસથી ધબકતા બનાવ્‍યા છે. તેમણે ઉપસ્‍થિત લોકોને ચેકડેમ બનાવવા આહવાન કરતાં જણાવ્‍યું હતું કે, તમે ચેકડેમ બનાવો જેટલા થાય તેટલા વધુ ચેકડેમ બનાવો આના માટે જેટલા નાણાંની જરૂરિયાત પડશે તે તમને સરકાર આપશે.

કાર્યક્રમમાં સ્‍વર્ણિમ ગુજરાત ૫૦- મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાએ જણાવ્‍યું હતું કે, વિકાસ કાર્યો માટે પ્રત્‍યેક ગામ, પ્રત્‍યેક તાલુકો એક ટીમ બની કાર્ય કરે અને તેના થકી ગામ-તાલુકો વિકાસની દિશામાં વધુ ઝડપથી આગળ ધપે તેવા શુભ આશય સાથે સમગ્ર ગુજરાતમાં ‘‘ચલો તાલુકે‘‘ કાર્યક્રમ આરંભાયો છે.

કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજાએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં થયેલો વિકાસ એ દેશ-દુનિયા માટે મોડેલરૂપ બન્‍યો છે, રાજયમાં છેલ્‍લા એક દસકામાં થયેલા વિકાસના કારણે સ્‍વર્ણિમ ગુજરાતનો સ્‍વર્ણિમ સૂર્યોદય થયો છે, ત્‍યારે પ્રત્‍યેક લોકોએ વિકાસ કાર્યોના ઉપભોકતા ન બનતા તેના પૂરક બનવું પડશે. તેમણે આ તકે પ્રત્‍યેક ગામ સમરસ બની વિકાસની દિશામાં અગ્રેસર બને તે માટે અધિકારી-પદાધિકારીશ્રીઓને એક ટીમ બની કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લા કલેકટરશ્રી પ્રદીપ શાહે જિલ્‍લામાં થયેલા વિકાસ કાર્યોની પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા રજુઆત કરી વિકાસની વિસ્‍તૃત સમજણ આપી હતી. તેમણે પ્રત્‍યેક વ્‍યકિતઓને રાજય સરકારે આર્થિક વિકાસની સાથે આરંભેલા સામાજીક વિકાસના કાર્યમાં સહયોગી બની ગામ-તાલુકાને વિકાસની દોડમાં આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સુરેન્‍દ્રનગર જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સી.પી. પટેલે રાજય સરકારે સમગ્ર ગુજરાતમાં આરોગ્‍ય - શિક્ષણ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં કટિબધ્‍ધ બની કાર્ય કર્યું છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજીક ઉત્‍થાનના કાર્યોની સાથે સરકારે છેવાડાના માનવીઓની ચિંતા કરી છે. તેમણે આ તકે પ્રત્‍યેક ગામના લોકોને સંપ-સહકારથી ગામ સમરસ બને તે માટે કાર્ય કરી ગ્રામ વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

‘‘ચલો તાલુકે‘‘ ના આ કાર્યક્રમમાં ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી જે. કે. પટેલે તાલુકાનું અને કલસ્‍ટર ઇન્‍ચાર્જ શ્રી કે.બી. રાણાએ કલસ્‍ટરના વિકાસ આયોજનનું પ્રેઝન્‍ટેશન રજુ કર્યું હતું. જયારે ચોટીલા તાલુકાના પિયાવાના સરપંચશ્રી અશોકભાઇ ખાચર, મોણપરના સરપંચશ્રી રમેશભાઇ સુરાણી તથા ભેટસુડા ગામના સરપંચશ્રી ભીખુભાઇ કુકડીયાએ તેમના ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે આંગણવાડીના ભૂલકાંઓ માટે દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલ ફળોનું વિતરણ આંગણવાડીની બહેનોને કરવામાં કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે જિલ્લાની આંગણવાડીઓના ભૂઇકાંઓને ફળફળાદિ આપવા માટે ચોટીલા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તથા ચોટીલા તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ તરફથી સહાયના ચેક તેમજ કન્યા કેળવણી નીધિ માટેના ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયાં હતા.

આ કાર્યક્રમમાં જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી રાઘવેન્‍દ્ર વત્‍સ, ધારાસભ્‍યો સર્વશ્રી વર્ષાબેન દોશી, ભરતભાઇ ખોરાણી, રાકેશભાઇ, જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ધોરીયા, ચોટીલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આંબાભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી પી. કે. સિંધવ, રતિલાલ યાદવ, અલકાબેન મોદી, હરદેવસિંહ પરમાર, અનિરૂધ્‍ધ પઢિયાર, સહિત જિલ્‍લા-તાલુકા પંચાયતના સદસ્‍યો, અધિકારી - પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહયાં હતાં.


દ્વારકા ખાતે જન્‍માષ્‍ટમી નિમિત્તે જગતમંદિરમાં શ્રીજી દર્શનનો સમય

ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવને વધાવવા દ્વારકાવાસીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરાઇ છે. ઘરે-ઘરે લીલા તોરણ સાથે મહેમાનોના સ્‍વાગત માટે દ્વારકાવાસીઓ સજ્જ થયા છે.

જન્‍માષ્‍ટમી નિમિત્તે દ્વારકા જગતમંદિરમાં શ્રી દ્વારકાધીશ મંદિર વ્‍યવસ્‍થાપક સમિતિ દ્વારા તા. ૨૨/૮/૨૦૧૧ ના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ દર્શનની કરાયેલ વ્‍યવસ્‍થા મુજબ શ્રીજીની મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખુલ્‍લે પડદે સ્‍નાન ૮ કલાકે, અભિષેક દર્શન શ્રીજીના સ્‍નાન ભોગ ૧૦ કલાકે, શ્રીજીનો શ્રૃંગાર ભોગ ૧૦-૩૦ કલાકે, શ્રીજીની શૃંગાર આરતી ૧૦-૪૫ કલાકે, ગ્‍વાલભોગ ૧૧-૧૫, રાજભોગ ૧૨, અને ૧૨-૪૫ થી સાંજના ૫ કલાક સુધી મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શન સાંજના સમયમાં ઉથાપન દર્શન ૫, ઉથાપન ભોગ ૫-૩૦ થી ૫-૪૫, સંધ્‍યાભોગ ૭-૩૦ થી ૭-૪૫, સંધ્‍યા આરતી ૭-૪૫, શયનભોગ ૮ થી ૮-૧૦ કલાક, શયન આરતી ૮-૩૦ કલાકે અને શયન અનોસર(બંધ) ૯ કલાકે.

શ્રીજીનો જન્‍મોત્‍સવ રાત્રે ૧૨ કલાકે ધામધૂમપૂર્વક યોજાશે અને રાત્રીના દર્શન ૨-૩૦ કલાક સુધિ ચાલુ રહેશે.

નોમ ને તા. ૨૩/૮/૨૦૧૧ ના રોજ શ્રીજીના પારણા ઉત્‍સવ ૭-૦૦ કલાકે, અનોસર(બંધ) ૧૦-૩૦ કલાકે, શ્રીજીના દર્શન સાંજે ઉત્‍થાપન દર્શન ૫-૦૦ કલાકે, નિત્‍યક્રમ મુજબ દર્શન ૫ થી ૬ કલાક, દર્શન બંધ શ્રીજીના અભિષેક પૂજા(બંધપડદે) ૬ થી ૭, શ્રીજીના દર્શન ૭ થી ૭-૩૦ સંધ્‍યા આરતી ૭-૪૫ કલાકે, શયનભોગ ૮-૧૦ કલાકે, શયનઆરતી દર્શન ૮-૩૦ કલાકે, શયન(બંધ) ૯-૪૫ કલાકે થશે.

ઉપરોકત કાર્યક્રમમાં દરેક ભોગ ધરાવવાના સમય દરમિયાન શ્રીજીના દર્શન બંધ રહેશે.

જન્‍માષ્‍ટમી નીમીતે દ્વારકા અને બેટ સહીત ૪ સ્‍થળોએ આરોગ્‍ય કેન્‍દ્રો શરૂ કરાશે.

જન્‍માષ્‍ટમી નીમીત્તે દ્વારકા આવતા યાત્રિકોને જરૂર પડયે ત્‍વરીત પ્રાથમિક સારવાર ઉપલબ્‍ધ બનાવવા ૪ ખાસ આરોગ્‍ય કેન્‍દ્રો શરૂ કરાશે.

દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર ચોક, નાગેશ્વર, ઓખા જેટી પર તથા બેટ મંદિર ખાતે તા. ૨૧, ૨૨ અને તા. ૨૩/૮/૨૦૧૧ ના રોજ મેડીકલ ઓફીસર સાથે આરોગ્‍ય ટીમ જરૂરી દવાઓ તથા આરોગ્‍યના સાધનો સાથે ત્રણ દિવસ સુધી તબિબિ સેવાઓ આપશે તેમ દ્વારકાના બ્‍લોક હેલ્‍થ ઓફીસર ડો. બી.સી.જેઠવાએ જણાવેલ હતું.

ધ્રોલમાં જિલ્‍લા માહિતી કચેરી દ્વારા નિબંધ સ્‍પર્ધા યોજાઇ

જિલ્‍લા માહિતી કચેરી, જામનગર દ્વારા શ્રી ઉમિયાજી મહિલા પી.ટી.સી. કોલેજ ધ્રોલમાં નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૨૮ બહેનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધેલ. ’’ગુજરાતનો કૃષિ વિકાસ’’ પર યોજાયેલ સ્‍પર્ધામાં રામોલીયા પ્રિતીબેન પ્રથમ તથા નિર્મળ ગુજરાત વિષય પર અનુક્રમે ભીમાણી મયુરી અને કગથરા મીતલ દ્વિતિય અને તૃતિય રહેલ. આમ જિલ્‍લા માહિતી કચેરીના પ્રયાસને આ બહેનોએ ઉત્‍સાહભેર આવકારેલ અને ભવિષ્‍યમાં પણ આવા અન્‍ય કાર્યક્રમો યોજાય એવી અપેક્ષા રાખેલ. આ ત્રણેય વિજેતા બહેનોને સરકારશ્રી તરફથી રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.જી.કાનાણી તથા અધ્‍યાપકોએ જહેમત ઉઠાવેલ હતી.

યુવાનો માટે રાષ્‍ટ્ર સેવામાં જોડાવા અનેરી તક

ભાવનગરમાં તા. ૨૨ થી ૨૮ સપ્‍ટે. સુધિ આર્મી ભરતી મેળો

યુવાનો માટે રાષ્‍ટ્ર સેવામાં જોડાવા અનેરી તક છે. આ માટે ભાવનગર ખાતે તા. ૨૨ થી ૨૮ સપ્‍ટે. સુધિ જામનગરના આર્મી ભર્તી કાર્યાલય ધ્‍વારા ભરતી મેળો યોજાશે.

જેમાં સોલ્‍જર જનરલ ડયુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર નર્સિંગ આસિસ્‍ટંટ, કલાર્ક, સ્‍ટોરકિપરની ભરતી કરવા માટે ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્‍ડ અથવા સ્‍ટેડીયમમાં તા.૨૨/૯/૧૧ થી તા.૨૮/૯/૧૧ ના સવારે ૪.૩૦ થી ભરતી મેળો યોજાશે.

જેમાં તા.રર ના સુરેન્‍દ્રનગર અને અમરેલી જિલ્‍લાના ઉમેદવારો, તા.૨૩ ના ભાવનગર અને દિવ, તા.૨૪ ના જૂનાગઢ, તા.૨૬ રાજકોટ તા.૨૭ જામનગર, પોરબંદર અને કચ્‍છ તથા તા.૨૮ ના સર્વિસમેન પુત્ર, માજી સર્વિસમેન પુત્ર, સૈનિક, વિધવા પુત્રને ઉપસ્‍થિત રહેવાનું રહેશે.

સોલ્‍જર જનરલ ડયુટી માટે મેટ્રીક પાસ અને સાડાસત્તરથી ૨૧ વર્ષની ઉંમર અને અન્‍ય કેટેગરી માટે સાડાસત્તરથી ત્રેવીસ વર્ષની વય રહેશે. ઉમેદવારે ધો.૧૦ અને ૧૨નું સર્ટીફિકેટની પ્રમાણિત નકલ, ૮ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, એનસીસી, રમતગમત વગેરેના પ્રમાણપત્રની નકલ પણ આપવાની રહેશે.

તા. ૨૩ ઓગષ્‍ટના રોજ ધ્‍વારકા ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્‍પ

તા. ૨૩ ઓગષ્‍ટના રોજ નગર પંચાયત કચેરી ધ્‍વારકા ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્‍પ યોજાશે. જિલ્‍લા રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્‍પમાં નામ નોંધણી, રીન્‍યુઅલ, વ્‍યવસાય માર્ગદર્શન, સ્‍વરોજગાર માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦.૩૦ કલાકથી યોજાશે.

તા.૨૪-૦૮-૨૦૧૧ના રોજ યોજાનાર તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં

જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે

અમરેલી

લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય અને લોકોને ઝડપથી અને સરળતાથી ન્‍યાય મળે તે હેતુથી રાજ્ય સરકારે ફરિયાદ નિવારણ માટેનો સ્‍વાગત કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. લોકોને જિલ્‍લા કે રાજ્ય સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ પણ દર મહિનાના ચોથા બુધવારે સ્‍વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તાલુકામાંથી કાર્યક્રમ અંગેની બહોળી પ્રસિધ્‍ધિ કરીને પડતર પ્રશ્નોના નિકાલ માટે સ્‍વાગત કાર્યક્રમમાં પ્રશ્નો રજુ કરવા અનુરોધ પણ કરવામાં આવે છે.

તાલુકા કક્ષાએ યોજાતાં સ્‍વાગત કાર્યક્રમને વધુ અસરકારક બનાવી સફળ બનાવવા વહીવટી તંત્રએ જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં લોકપ્રશ્નોનો નિકાલ કરવાની કામગીરી હાથધરી છે. જે અંતર્ગત આગામી તા.૨૪ ઓગષ્‍ટને બુધવારના રોજ યોજાનાર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બાબરા ખાતે કલેક્ટરશ્રી ડી. એ. સત્‍યા, લીલીયા ખાતે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આલોકકુમાર પાંડે લાઠી ખાતે જિલ્‍લા પોલિસ અધિક્ષકશ્રી એચ.આર. મુલિયાણા, બગસરા ખાતે નાયબ કલેકટર (અમરેલી) શ્રી જે.બી. બારૈયા, અમરેલી ખાતે નાયબ કલેકટર (સાવરકુંડલા) શ્રી એ.જે. પટેલ, ખાંભા ખાતે નાયબ કલેકટર(લાઠી) શ્રી બી.વી. કોટડ ઉપસ્‍થિત રહેશે.

જયારે સાવરકુંડલા ખાતે નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.સમનીવાલા, વડીયા ખાતે નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આર.એસ.ખેડીયા, રાજુલા ખાતે નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી એ. એલ. પુંજાણી, ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી જે. કે. મકવાણા અને જાફરાબાદ ખાતે નાયબ વન સંરક્ષક(ધારી)શ્રી મુનિશ્‍વર રાજા ઉપસ્‍થિત રહેશે.

આથી સંબંધિત તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, નાયબ કાર્યપાલક ઇજનેર, સી.ડી.પી.ઓ., બ્‍લોક હેલ્‍થ ઓફિસર, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર તથા જે કચેરીનો પ્રશ્ન હોય તેવા તાલુકાના અને જિલ્‍લા કક્ષાના અધિકારીઓએ અચૂક હાજર રહીને પ્રશ્નોના નિકાલ માટેની કાર્યવાહી કરવા કલેકટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે.

હોટલ અને ગેસ્‍ટહાઉસના માલિકોએ રાજયબહારના મુસાફરો અંગે તેમજ મકાન માલિકે ભાડુઆત અંગેની જાણ પોલીસ સ્‍ટેશનને કરવી

અમરેલી,

વિશાળ દરીયા કિનારો ધરાવતાં અમરેલી જિલ્‍લામાં પ્રવાસ-પર્યટન અને ધાર્મિક સ્‍થળો ઘણા આવેલા છે જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્‍લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધાર્થે આવે છે.

આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્‍યકિત હોટલમાં આશરો લઇને કે ભાડેથી મકાન લઇને સ્‍થાનિક માણસો સાથે ભળી જઇ બદઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે અમરેલીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી. જાડેજાએ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૧૨.૮.૨૦૧૧ થી તા.૧૦.૧૦.૨૦૧૧ સુધી અમલમાં રહેશે.

જાહેરનામામાં હોટલ/ગેસ્‍ટહાઉસના માલિકે અથવા ભાડાથી, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ધાર્મિક કે ટ્રસ્‍ટની ધર્મશાળા અને ખાનગી સંસ્‍થાઓના માલિકે અગરતો માલિકે ખાસ સતા આપેલ વ્‍યકિતએ રાજય બહારથી આવતા પ્રવાસી/મુસાફરને રૂમ ભાડે આપે ત્‍યારે જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને નિયત પત્રકમાં પ્રવાસીની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

જયારે મકાન માલિક અથવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્‍યકિત જયારે મકાન ભાડે આપે ત્‍યારે તેની સંબધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યકિતને મકાન ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડુઆત અને સંબધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તેની સંપૂર્ણ જાણ જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને કરવાની રહેશે. આ ઉપરાંત દર માસે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

મજૂર કે કારીગરોનું રજીસ્‍ટર નિભાવી પોલીસ સ્‍ટેશનને જાણ કરવી

અમરેલી,

બહારના રાજય કે નેપાળ જેવા દેશમાંથી પુષ્‍કળ પ્રમાણમાં મજૂરો આવીને અમરેલી જિલ્‍લામાં કામ ધંધો વ્‍યવસાય કરે છે. પરંતુ માલિકો દ્વારા મજૂર કે કારીગરોની કોઈ પ્રકારની હકિકત કે પુરેપુરી વિગતો રાખવામાં આવતી ન હોવાથી ગુન્‍હો કરી નાસી છૂટેલ ગુન્‍હેગારને પકડવા મૂશ્‍કેલ બની જાય છે.આવા સંજોગોમાં અસામાજિક તત્‍વો શહેરોમાં તેમજ ગીચ વસ્‍તીવાળા વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો લઇને જાહેર જનતાની સલામતી તથા શાંતીનો ભંગ ન કરે તેમજ જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાએ જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં તા.૧૨.૮.૨૦૧૧ થી તા.૧૦.૧૦.૨૦૧૧ સુધી અમલમાં રહેશે.

અમરેલી જિલ્‍લાના કારખાના, ઈન્ડસ્ટ્રીઝ, જીનીંગ મીલો, પોર્ટ વિસ્‍તાર, શીપ યાર્ડ વિસ્‍તાર, હોટલો અને જમીન માલિકોએ મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરનું નામ, વતનનું પુરેપુરૂ સરનામુ, નજીકના પોલીસ સ્‍ટેશનની વિગત, સહિ સાથેનો ફોટોગ્રાફ, શારીરિક વર્ણન અને મોબાઈલ નંબર, ગુજરાતમાં કેટલા સમયથી કામ કરે છે, તેમજ કોની ઓળખાણથી કામે રાખેલ છે તેની સંપૂર્ણ માહિતીનું નિયત રજીસ્‍ટર નિભાવવાનું જાહેરનામાથી ફરજીયાત કરેલ છે. આ ઉપરાંત જાહેરનામાથી મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને કરવાની તેમજ દર મહિને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવા જણાવેલ છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

ગામડાઓમાં જનભાગીદારી થકી પર્યાવરણલક્ષી અભિગમ સાથે ભૌતિક માળખું તૈયાર થશે

પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી

ગુજરાતમાં અપેક્ષિત વિકાસ થતાં ઉડીને આંખે વળગે તેવી સિધ્‍ધીઓ હાંસલ થઇ છેઃ

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા

ખાંભા ખાતે યોજાયેલ ચલો તાલુકે કાર્યક્રમ

અમરેલી,

પ્રજાપતિ જ્ઞાતિની વાડી-ખાંભા ખાતે પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં ચલો તાલુકે કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.

રાષ્‍ટ્રીય વિકાસના પાયામાં ગ્રામ્ય સ્‍તરેથી થયેલ વિકાસકામો છે. રાજ્ય સરકાર પણ ગ્રામોત્‍થાન માટે ચિંતિત છે આથી રૂર્બન યોજના હેઠળ ગ્રામ્ય વિસ્‍તારોમાં ભૂગર્ભ ગટરોના કામો હાથ ધરવામાં આવ્યા છે. હવે ગુજરાતના દરેક ગામડાઓમાં સ્‍વચ્છતાની સાથોસાથ સુવિધામાં વધારો થશે. આ ઉપરાંત આપણા ગામડાઓમાં જનભાગીદારી થકી પર્યાવરણલક્ષી અભિગમ સાથે ભૌતિક માળખું તૈયાર થશે. આમ વિવિધલક્ષી યોજનાઓની સિધ્‍ધીઓએ સ્‍વર્ણિમ ગુજરાતની યશોગાથામાં ઉમેરો કર્યો છે. ત્‍યારે વિકાસની ગતિને વેગ આપવા કદમથી કદમ મિલાવવાના રહે છે, તેમ ઉચ્‍ચ ટેક્નિકલ, મહિલા અને બાળ આરગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ ઉર્મેયુ હતું કે, રાજ્ય સરકારે સમયની માંગ મુજબ વૈવિધ્યસભર અભ્‍યાસક્રમો ઉપલબ્‍ધ કરાવી ડીગ્રીધારી બેકારોનું કારખાનું બનવાને બદલે તાલીમો દ્વારા કુશળ કારીગરો તૈયાર કર્યા છે. આનું જ ઉદાહરણ, ટેમ્‍પલ મેનેજમેન્‍ટનો અભ્‍યાસક્રમ કરેલ મેનેજમેન્‍ટ કર્મીઓ વિદેશમાં સેવા બજાવી રહ્યા છે. ગુણોત્‍સવ કાર્યક્રમ થકી શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં આવ્‍યું છે. પરિક્ષાઓ યોજીને શાળાઓમાં તાલીમબધ્‍ધ શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે.

શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્‍યું હતું કે, ૨૧મી સદી એ ગુજરાતની સદી છે. ગુજરાતમાં છેલ્‍લા દાયકા દરમ્‍યાન અપેક્ષિત વિકાસ થતાં ઉડીને આંખે વળગે તેવી સિધ્‍ધીઓ હાંસલ થઇ છે. આથી અન્‍ય રાજ્યો ગુજરાતના વિકાસની પેટર્નને અનુસરે છે. ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં સમતોલ વિકાસનું સૂત્ર મૂર્તિમંત થવા જઇ રહ્યું છે.

મુખ્‍ય વન સંરક્ષક શ્રી બી.એ. શુક્લાએ ખાંભા સાથે વણાયેલી સ્‍મૃતિ તાજી કરી રાજ્યભરમાં શરૂ થયેલ વનીકરણની પ્રવૃત્તિની વાત કરી હતી. રક્ષિત જંગલ વિસ્‍તાર સિવાય વૃક્ષ વાવેતર કરવામાં આવતાં ગ્રીન ગુજરાતનું સ્‍વપ્‍ન સાકાર થશે. માળખાકીય સુવિધા ઉભી કરવાની સાથોસાથ તેનો સદઉપયોગ થાય તો વિકાસની પરિભાષા પૂર્ણ થાય છે તેમ જિલ્‍લા કલેક્ટરશ્રી સત્‍યાએ કાર્યક્રમનો ઉદેશ્ય અને રૂપરેખા સ્‍પષ્‍ટ કરતાં જણાવ્‍યું હતું.

નાયબ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ખેડિયાએ કુપોષણ અટકાવવા લીધેલ પગલાઓ અને આંગણવાડી કેન્‍દ્રો તથા મિશન મંગલમ થકી સ્‍ત્રીસશક્તિકરણના ખ્‍યાલો દ્રઢ બનતાં હોવાનું ઉર્મયું હતું. આ તકે આંગણવાડીના બાળકોને મંત્રી શ્રીમતિ ત્રિવેદીના હસ્‍તે ફળ તથા મીઠાઇ વિતરણ કરવામાં આવેલ.

માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત એક ટીમ વીડિયો સી.ડી.નું પણ નિદર્શન કરવામાં આવેલ.

પચપચીયા ગામના સરપંચશ્રી ડાહ્યાભાઇ ઘાસકટા, ગોરાણાના સરપંચશ્રી ભીખાભાઇ સરવૈયા, મોટા સમઢિયાળાના ઉપસરપંચશ્રી હિંમતભાઇ ચુડાસમાએ ગ્રામસ્‍તરે થયેલ સી.સી. રોડ, નાળાના કામો, સ્‍મશાન ફરતે દિવાલ અને ચેકડેમ થકી જળસ્‍તર ઉંચું આવ્‍યા હોવાની વિગતો રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા ખાંભા તાલુકાની સમગ્રલક્ષી વિગતો ધારી પ્રાંત અધિકારીશ્રી ડી.બી. ચોરેરા રજૂ કરી હતી. શરદભાઇ લાખાણી દ્વારા મનુષ્‍ય તું બડા મહાન હૈ પ્રાર્થના ગીન રજૂ કરનાર વૃંદને રોકડ ઇનામ આપેલ.

આ તકે ગૌ સેવા અધ્‍યક્ષ શ્રી વલ્‍લ્‍ભભાઇ કથીરિયા, ધારાસભ્‍ય સર્વ શ્રી મનસુખભાઇ ભુવા, હિરાભાઇ સોલંકી, રખિયાલ-અમદવાદના વલ્‍લભભાઇ કાકડિયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખ શ્રી વઘાસિયા, ટીડીઓશ્રી રાજ્યગુરૂ, જિલ્‍લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તાલુકાના સરપંચ અને ઉપસરપંચશ્રીઓ, તથા કર્મચારીગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

છાટબાર

અબડાસાએ એક દાયકામાં કપાસ ઉત્‍પાદનમાં ૨૩૭ ટકા છલાંગ લગાવીઃ

કચ્‍છમાં સાક્ષરતાનો દર સો ટકા કરવા બધું જ કરી છૂટાશેઃ

નલીયા ખાતે યોજાયેલા ચલો તાલુકે કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ આપેલું માર્ગદર્શનઃ

ભુજ

શિક્ષણમાં ભષ્‍ટાચાર થાય નહી; અને સંપૂર્ણ પારદર્શિતા જળવાય એ માટે વિધાસહાયકોની ભરતી કેન્‍દ્રિયકૃત ધોરણે થઇ રહી છે અને આવતા મહિને વધુ નિમણુંકો અપાશે તેવો નિર્દેશ રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ વીર અબડાની ભૂમિ ઉપર નલીયા ખાતે યોજાયેલા ચાલો તાલુકે કાર્યક્રમમાં આપ્‍યો હતો.

ચાલો તાલુકાના ત્રીજા તબકકાના પ્રથમ ચરણમાં નલીયા મુકામઆયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ ગુણવત્તાસભર, સંસ્‍કારયુકત શિક્ષણ આપવાની રાજય સરકારની પ્રતિબધ્‍ધતા દોહરાવીને કહયું કે, કચ્‍છમાં સો ટકા સાક્ષરતા દર થાય તે માટે બધું જ કરી છૂટાશે, હજુ પણ આ સરહદી જિલ્‍લામાં નિર્ધારિત માળખામા; જેટલી હાઈસ્‍કૂલ કે ઊચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ જોઇએ તો અધિકારીઓ-પદાધિકારીઓને આગળ આવવા રમણલાલ વોરાએ હાકલ કરી હતી.

ભૌતિક વિકાસની સાથે સામાજિક ઉત્‍થાનની દિશામાં કામ થાય તો જ કચ્‍છની કાયકલ્‍પ થશે તેવો વિશ્‍વાસ વ્‍યકત કરીને શિક્ષણમંત્રીશ્રીએ બેટીબચાવો, કૂપોષણ સામે જંગ, શિક્ષણ પરત્‍વે જાગૃતિ લાવવા દરેક નાગરિકને સાબદાં બનવા હાકલ કરી હતી. આ તબકકે તેમણે ચિલ્‍ડ્રન યુનિ., રક્ષા યુનિ. અને કામઘેનુ યુનિ.ની પરિભાષા રજુ કરી હતી અને ઊમેર્યુ કે, ગોવંશના બચાવ અને પશુપાલકોના લાભ માટે રાજય સરકારે લીધેલાં પગલાંની માહિતી આપી હતી.

રાજયના સંસદીય સચિવશ્રી સુંદરસિંહજી ચૌહાણે ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયત્‍નો કરવા અનુરોધ કરી ગામના વિકાસ માટે અમલીકૃત યોજનાઓનો વિસ્‍તૃત ખ્‍યાલ આપ્‍યો હતો.

અબડાસા તાલુકાની ચાલો તાલુકે કાર્યક્રમમાં અનેક વિકાસની યોજના સાથે કૃષિ ઉત્‍પાદકતામાં થયેલા વધારાની વિગતોનું નિદર્શન કરતાં જણાવાયું હતું કે, છેલ્‍લા એક દાયકામાં મેઘરાજાનકૃપા અને કૃષિ મહોત્‍સવને કારણે મગફળી, એરંડા અને ઘઉંની ઉત્‍પાદકતા અને વિસ્‍તાર વધ્‍યા છે, પરંતુ કપાસમાં ૨૩૭ ટકાની છલાંગ આ તાલુકાએ લગાવી છે. ૨૦૦૧-૨૦૦૨ માં ૬૧૫૬ હેકટરને બદલે ૨૦૧૦માં તે વધીને ૧૧,૫૦૦ હેકટર જેટલો વિસ્‍તાર વધ્‍યો છે જયારે ૫૩૫ હેકટર દીઠ ઉત્‍પાદનને બદલે ૧૮૦૪ જેટલું હેકટર દીઠ ઉત્‍પાદન વધુ લેવાય છે. આ નિદર્શન પ્રાંત અધિકારી ડી.ડી.જાડેજાએ કર્યુ હતું.

રાજયના નાણાં વિભાગ સચિવ એસ.અર્પણાએ કહ્યું કે, ગુજરાતનો દરેક નાગરિક સ્‍વસ્‍થ, સુરક્ષિત અને શિક્ષિત થાય તે માટે સરકારે પહેલ કરી છે ત્‍યારે આ માનવીય વિકાસની યાત્રામાં દરેક અધિકારી અને પદાધિકારીઓને જોડાવવાનો અનુરોધ કરતાં સચિવશ્રીએ કહયું કે, કોઇપણ આયોજનમાં સજાગતા સમજ, સક્રિયતા, સહિયારો પરૂષાર્થ અને સાર્થક જેવા પાંચ શબ્‍દોને ધ્‍યાનમાં રાખી આયોજન અને તૈયારી કરાશે તો લોકોને મોટો લાભ થશે પણ વ્‍યકિતગત સંતોષની મોટી મૂડી આયોજકો માટે ઉભી થશે, એમ તેમણે ઊમેર્યુ હતું.

પ્રારંભમાં જિલ્‍લા કલેકટર એમ.થેન્‍નારસન અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે જિલ્‍લાના વિકાસ અંગે નિદર્શન કર્યુ હતું. નલીયાના સરપંચશ્રી સતિષભાઇ ઠકકર, મોથાળાના સરપંચશ્રી વીરેન્‍દ્રસિંહ, કોઠારાના સરપંચશ્રી ચાંપશીભાઇ, કેરવાંઢના સરપંચશ્રી સિધ્‍ધિકભાઇએ પોતાના ગ્રામ વિસ્‍તારની છેલ્‍લા દસ વર્ષમાં થયેલી સિધ્‍ધિઓનું વર્ણન કર્યુ હતું. સી.ડી.પી.ઓ એચ.વી.રાજશેખાએ કલ્‍સટર અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે સરદાર સહભાગી સિંચાઇ યોજનાના કચ્‍છ સૌરાષ્‍ટ્રના ચેરમેનશ્રી અનંતભાઇ દવે, જિલ્‍લા પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્‍યશ્રી જયંતીભાઇ ભાનુશાળી, મુન્‍દ્રા વિસ્‍તારના રમેશભાઇ મહેશ્‍વરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મૂળરાજ ગઢવી, કિસાન અગ્રણી બટૂકસિંહ જાડેજા, એસ.ટી. નિગમના ડિરેકટર અરજણભાઇ રબારી, તાલુકાના અગ્રણીઓ ઉમરશીભાઇ ભાનુશાળી, અનુભા જાડેજા, પ્રધ્‍યુમનસિંહ જાડેજા, કે.ડી.સી.સી.ના ચેરમેન સામજીભાઇ કેસરાણી, આરોગ્‍ય સમિતિના ચેરમેન જયંતિભાઇ ઠકકર, હકુમતસિંહ જાડેજા મહેન્‍દ્ર દામા, જિલ્‍લા પોલીસ વડાશ્રી જીતેન્‍દ્ર રાજગોર, વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

દરમિયાન પ્રબુધ્‍ધ નાગરિકોની બેઠકને સંસદીય સચિવશ્રીએ ઉદબોધન કરી માર્ગદર્શન આપ્‍યું હતું અને કે.ડી.સી.સી.બેંક દ્વારા તાલુકાના લાભાર્થીઓને ટ્રેકટરની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

ઔધોગિક એકમો મજૂરોની તમામ વિગતો રાખે તે જરૂરી જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

ભુજ

જિલ્લામાં લુંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔધોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજુરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહની જરૂરી વિગતો રખાય, તે સુનિચિત કરવું ખુબજ જરૂરી હોવાથી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ.થેન્‍નારસન કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ ઔધોગિક એકમોએ લેબર કોન્ટ્રાકટર પાસેથી મેળવેલ મજુરો બાબતે કાર્ય પધ્ધતિ મુજબ અમલ કરવાનું જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું સમગ્ર જિલ્‍લામાં ૨૦/૦૮/૨૦૧૧ થી ૧૮/૧૦/૨૦૧૧ સુધી અમલમાં રહેશે.

દરેક ઔધોગિક એકમોના લેબર કોન્ટ્રાકટરોએ પ્રથમ મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ અથવા ભુજ (જેનો વિસ્તાર લાગુ પડે તે પ્રમાણે) પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ લેબર કોન્ટ્રાકટરોઓ, મજુરો પુરા પાડવાની કામગીરી કરી શકશે નહીં. આ તારીખ પછી લેબર કોન્ટ્રાકટરોએ મજુર પુરા પાડતા પહેલા સબંધિત મદદનીશ મજુર કમિશનરશ્રી, પાસેથી નોંધણી કરાવી લેવાની રહેશે.

ઔધોગિક એકમોએ રોકેલ લેબર કોન્ટ્રાકટરોની માહિતી દર માસે પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજ/મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામને આપવાની રહેશે. લેબર કોન્ટ્રાકટરોએ કામે રાખેલ મજુરોની સંપૂર્ણ વિગતે તથા ફોટા સાથેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. તે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ પાસેથી સહી, સિકકા કરાવેલ હોવું જોઇએ. જિલ્લા/રાજય બહારથી પુરા પાડેલ મજુરોનું જે તે જિલ્લા/રાજયનું પુરૂં સરનામું ફોટો સહિત રજીસ્ટરમાં પુરાવાના આધારે નોધવું જોઇએ. કોઇપણ લેબર કોન્ટ્રાકટરો નોંધણી કરાવ્યા સિવાય ઔધોગિક એકમોને મજુરો પુરા પાડી શકશે નહીં. તેવી જ રીતે ઔધોગિક એકમ પણ નોંધણી સિવાયના લેબર કોન્ટ્રાકટરોથી મજુરો મેળવી શકશે નહીં.

નોંધણી મેળવેલ લેબર કોન્ટ્રાકટરોએ જુદા જુદા ઔધોગિક એકમોને પુરા પાડેલ મજુરોની યાદી મદદનીશ કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજને દર માસે પુરી પાડવાની રહેશે. તેમાં મજુરોના નામ, પાકા સરનામા તથા ફોટા સાથે ઉંમર સહિતની વિગત આપવાની રહેશે. પુરા પાડેલ મજુરોની ઓળખ સાબિત કરવા માટે ફોટા સાથેના ઓળખપત્રની નકલ લેબર કોન્ટ્રાકટરે પોતાની કચેરીમાં રાખવાની રહેશે. અને માંગણી થયે રજુ કરવાની રહેશે. કામે રાખેલ મજુરો પૈકી મજુરો છુટા થાય તો તેની વિગત તથા નવા ઉમેરાયેલા નામોની યાદી દર ત્રણ માસે મદદનીશ મજુર કમિશનરશ્રી, ગાંધીધામ તથા પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ-ભુજને આપવાની રહેશે.

તા.૧૯/૮/૨૦૧૧ માંડવી અને તા.૨૦/૮/૨૦૧૧ના મુન્‍દ્રા ખાતે ચલો તાલુકે કાર્યક્રમ

કચ્‍છના માંડવી ખાતે તા.૧૯ ઓગષ્‍ટના રોજ ૯ કલાકે દરજીવાડી, નાગનાથ મંદીરની બાજુમાં ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન કરાએલ છે અને તા.૨૦મી ઓગષ્‍ટના રોજ ૯ કલાકે મુન્‍દ્રામાં અહિંસાધામ, પ્રાગપર ચાર રસ્‍તા પાસે, પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટરશ્રી એમ.થેન્‍નારસન, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, મુન્‍દ્રા, માંડવી, નાયબ કલેકટર, ધારાસભ્‍યો સર્વશ્રી ધારાસભ્‍યો, જયંતીભાઇ ભાનુશાળી, રમેશભાઇ મહેશ્‍વરી, ધનજીભાઇ સેંધાણી, બાબુભાઇ મેઘજી શાહ, ડો.નીમાબેન આચાર્ય, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બંને તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.

ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

જેતપુર તાલુકા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા સાડી ધોલાઈ ઘટ તોડી પડાયા.

મામલતદાર ગઢવી , નીખીલ મેહતા સહિતનાં સ્ટાફનું ઓપરેશન. પ્રદુષણ બોર્ડ પણ સાથે રહ્યું.
જેતપુર ના મામલાતદાર ગઢવી અને સ્ટાફના નીખીલ મેહતા, ખરાડી, ખાનપરા વિગેરે એ આજે સવારથીજ ત્રણ ટુકડીઓ રચી જેતપુરના મોણપર દેરડી ખીરસરા અને બાવાપીપળીયા ગામોમાં ગેરકાયદે ચાલતા સાદી ધોલાઈ ઘાટો તોડી પાડતા ક્સુર્વારોમાં હડીયા પાટી થઈ પડી હતી.
મામ લાતદાર ગઢવીએ યુવા પત્રકાર કશ્યપ જોશીને જણાવેલ કે તેઓની સાથે રાજકોટ પ્રદુષણ બોર્ડના કાર્યવાહકો પણ હતા.

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...



જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...
સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને પીઅઇ લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા ગીરધર , મીના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાના હસ્તેક રામનાથપરા વિસ્તાારમાં આરોગ્ય કેન્દ્ર નું થયેલું લોકાર્પણ

મહાનગરપાલિકા દ્વારા શહેરના રામનાથપરા વિસ્તાલરમાં નિર્મિત આરોગ્ય કેન્દ્ર૬નું નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ સ્વાાતંત્ર્ય પર્વના દિવસે લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રી વજુભાઇ વાળાએ વોર્ડ નં-૮માં બનેલા આરોગ્યા કેન્દ્રાને ખુલ્લુંવ મુકયું હતું. અને જણાવ્યું હતું કે, ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’-એ કહેવત મુજબ પ્રજાના આરોગ્ય્ અને સુખાકારી માટે સરકાર સતત ચિંતિત છે, અને એ માટે જ આરોગ્ય્ કેન્ર્ેવની સેવાઓ વિસ્તાયરવામાં આવી રહી છે. બાળકોના માનસિક વિકાસની સાથે-સાથે શારીરિક વિકાસ પ્રત્યેે પણ ધ્યાતન દેવા તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો. રાજયસભાના સંસદસભ્યાશ્રી વિજયભાઇ રૂપાણી, મેયરશ્રી જનકભાઇ કોટક વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સ્ટે‍. કમિટીના ચેરમેનશ્રી નરેન્દ્રવભાઇ સોલંકીએ સ્વારગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્યહશ્રી ગોવિદભાઇ પટેલ, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી, ડેપ્યુ ટી મેયરશ્રી ભીખાભાઇ વસોયા, ભા.જ.પ. અગ્રણીઓશ્રી અનિલભાઇ રાઠોડ, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી રાજભા ઝાલા, પૂર્વ મેયરો શ્રી ઉદયભાઇ કાનગડ અને સુશ્રી સંધ્યાઠબેન વ્યારસ, વિવિધ વોર્ડના કોર્પોરેટરો વગેરે આ પ્રસંગે ઉપસ્થિવત રહયા હતા. બાંધકામ સમિતિના ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાિયે આભારદર્શન કર્યું હતું.


ડીસ્ટ્રી કટ હેલ્થો સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક મળશે.
રાજકોટ
ડીસ્ટ્રી કટ હેલ્થે સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લાે કલેકટરશ્રીના અધ્યટક્ષસ્થાઓને નવી કલેકટર કચેરી ખાતે તા.૧૭ ઓગસ્ટેર બપોરે ૪.૦૦ વાગ્યેર યોજાશે.


કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિથતિમાં જસદણના જીવાપર ખાતે જિલ્લાંકક્ષાના ૬૨માં વન મહોત્સિવની ઉજવણી થશે સવા લાખ રોપાઓનું વાવેતર કરનાર જીવાપર ગામ અન્યો ગામો માટે પ્રેરણારૂપ રાજકોટ
જિલ્લાપના જસદણ તાલુકાનાં જીવાપર ગામે આગામી તા. ર૦મી ઓગસ્ટટના રોજ બપોરે ૧૨/૦૦ કલાકે રાજકોટ જિલ્લાલના પ્રભારી મંત્રીશ્રી અને રાજયના કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યનક્ષસ્થા/ને આંતરરાષ્ટ્રી ય વન વર્ષ અંતર્ગત જીલ્લા્ કક્ષાના ૬૨માં વન મહોત્સ વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જીવાપર ગામે સમૂહમાં નાગરિકો વૃક્ષારોપણ કરશે. જસદણ તાલુકાનું આ જીવાપર ગામ વૃક્ષ-પ્રેમી છે. વૃક્ષ વાવેતરના ઉત્સાવમાં સવાલાખ રોપાઓનું વાવેતર કરનાર આ ગામનો વૃક્ષ-પ્રેમ અન્યા ગામો માટે પ્રેરણારૂપ છે. વનમહોત્સગવના આ કાર્યક્રમ પ્રસંગે સંસદ સભ્ય શ્રીઓ, જિલ્લા ના ધારાસભ્યાશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ વગેરે અતિથિવિશેષ સ્થાસને ઉપસ્થિ ત રહેશે. રાજકોટ જિલ્લાઓ કલેકટરશ્રી ડો. રાજેન્દ્રિકુમાર તેમજ જિલ્લાલ વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાિય તેમજ નાયબ વન સંરક્ષકશ્રી બી.એફ.સિંધી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિાત રહેશે.


રાજકોટ જીલ્લાષના માળીયામીંયાણા અને વાંકાનેર ખાતે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે
રાજકોટ
જીલ્લાકના માળીયામીંયાણાના રાસંગપર ખાતે રામદેવપીર મંદિરના હોલમાં તા. ૧૮/૮/૧૧ના રોજ સવારે ૯-૦૦ વાગે ચાલો તાલુકે કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ સ્તમરે વહિવટી તંત્ર લોકાભિમુખ બને અને ગ્રામીણ સ્તારના પદાધિકારીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ વિકાસ કામોનો ચિતાર મળે અને પદાધિકારીઓને આવા વિકાસ કાર્યોના આયોજનમાં સક્રિયપણે સામેલ કરવાના હેતૂથી રાજય સરકારે ચાલો તાલુકો કાર્યક્રમનું આયોજન કર્યું છે. જયારે વાંકાનેરનાં વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘની વાડી, દિવાનપરા ખાતે તા. ૧૯/૮/૧૧ના રોજ ‘ચાલો તાલુકે’ કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાછના પ્રભારી મંત્રી અને કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી તેમજ સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવા આ બંને કાર્યક્રમોમાં ઉપસ્થિસત રહેશે. બન્નેમ સ્થલળે ‘‘ચાલો તાલુકે’’ કાર્યક્રમ સવારે ૯-૦૦ વાગે યોજાશે. ઉપરોકત કાર્યક્રમોમાં ઉચ્ચ્ અધિકારીઓ ઉપસ્થિહત રહેશે. ગામોના સરપંચો તેમજ પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિનત રહેશે.



પ્રતિબંધિત વિસ્તારોમાં ધુમ્રપાન – તમાકુ વિતરણ કરનાર સામે કડક પગલાં લેવાશે
પોરબંદર
પોરબંદર જિલ્લાણ તમાકુ નિયંત્રણ સમિતિની બેઠક કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્યંક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં જિલ્લા‍ વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટ, પોલીસ અધીકારીશ્રી, મુખ્ય૦ જીલ્લાર આરોગ્યન અધીકારીરી એ.જી. લાખાણી, તથાસાયસન્સક કોલેજના પ્રિન્સી પાલશ્રી જોષી, જી.એસ.આર.ડી.સી.ના ડીવિઝનલ કંટ્રોલર તથા સહાયક માહિતી નિયામકશ્રી વી.એ. કોટેચા સહીત સ્વૈલચ્છીક સંસ્થાજઓના પ્રતિનિધિઓએ ભાગ ચર્ચામાં લીધો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન જાહરે સ્થ ળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ, અઢાર વૃષથી નિચેની ઉંમરની વ્યકકતીને તમાકુની બનાવટોના વંચારણ પર કે વહન કરવા પર પ્રતિબંધ અને તમાકુની બનાવટોની સધી કે આડકતરી જાહેરાત પર પ્રતિબંધ અને તેની અમલવારી અંગે સમિક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અંગે યોજયેલી વિવિધ પ્રવૃતીઓ તથા ભાવિ આયોજનની વિગતો અપાઇ હતી.
કલેકટરશ્રીએ શાળા કોલેજ કે દવાખાના આસપાસ તમાકુની બનાવટો વેંચાનાર સામે કડક પગલાં લેવા કેબલ પ્રસારણ અને પ્રચાર માધ્યખમોના ઉપયોગ દ્વારા લોકોને જાગૃત કરવા અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક બનાવવા સુચવ્યું હતું.



જિલ્લાક હેલ્થય સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠકમાં યોજનાકિય પ્રગતિની થયેલી સમિક્ષા
પોરબંદર
જિલ્લાં હેલ્થમ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક કલેકટર શ્રી ગિરીશભાઇ શાહના અધ્યંક્ષ સ્થા૬ને યોજાઇ હતી.આ બેઠકમાં આરોગ્યસ અને કટુંબ કલ્યાેણ, મહિલા અને બાળ આરોગ્યહ અને પ્રસુતા મહિલાોને લગતી યોજનાઓ, રસીકરણ, શુધ્ધીઆ કરણ સહિતની વિવિધ યોજનાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ લક્ષ્યાં કો મુજબની કામગીરી માટે વર્ષનું આયોજન સુનિશ્ચીીત કરીને તબકકાવાર સમીક્ષા સાથે સિધ્ધિ્ ખાસ કરીને તમામ યોજનાઓમાં અગ્રિમ સિધ્ધિો મેળવવા અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક સુચવ્યુંગ હતું. જિલ્લા્ વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ્ટે, આરોગ્યએ ક્ષેત્રની સેવાઓનું મહત્વપ સમજાવી પાણી શુધ્ધિુકરણ પર ભાર મુકયો હતો.
આ બેઠકમાં સગર્ભા નોંધણી, પ્રસુતિનોંધણી, ટી.ટી.સગર્ભા,બી.સી.જી., રસીકરણ, કુટુંબ કલ્યાઆણ, મેલેરીયા નાબૂદી, રકતપિત્ત નાબૂદી, માતૃ બાળ જન્મી-મૃત્યુકદર પાણીજન્યી રોગો અને તેનું નિવારણ, ઋતૃજન્યત રોગો અને તેનું નિવારણ,જંતુનાશક દવા છંટકાવ કામગીરી, અંધ્વ્રી નીવારણ કાર્યક્રમ, ડેન્ગનયું વિગેરે યોજનાઓની વિસ્તૃણત સમિક્ષા અને પ્રેઝન્ટેશન બાદ જરૂરી સુચનાઓ અપાઇ હતી.બેઠકમાં મુખ્યક જીલ્લા, આરોગ્યન અધીકારીશ્રી એ.જી. લાખાણી, આઇ સર્જન ડો. પાનખણીયા, ડો. ખુડખુડીયા ક્ષય નિવારણ કેન્દ્રના તબીબ તથા પ્રોજેકટ કોઓર્ડીનેટરશ્રી ઘનશ્યાઝમભાઇ મહેતાએ જિલ્લાામાં વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની વિગતો પ્રસ્તૃડત કરી હતી. બેઠકમાં જિલ્લાલ હેલ્થં સોસાયટીની ગવર્નીંગ બોડીના સભ્યોા તથા આરોગ્યી વિભાગના ડોકરટો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.



દેશસેવા સાથે રોજગારીની ઉત્તમ તક
ભાવનગર ખાતે તા. ૨૨મી થી ૨૮મી સપ્ટેલમ્બલર સુધી લશ્કીરી ભરતીમેળો યોજાશે.
પોરબંદર
આર્મી ભરતી કાર્યાલય જામનગર સેનામાં ભરતી કરવા માટે ભાવનગર યુનીવર્સીટી ગ્રાઉન્ડર અથવા સ્ટેમડીયમમાં તા. ૨૨/૯/૨૦૧૧ થી ૨૮/૯/૨૦૧૧ સુધી સવારે ૪-૩૦ કલાકેથી આયોજન કરવામાં આવશે. જેમાં તારીખ ૨૨મી સપ્ટે૨મ્બરરે સુરેન્દ્રમનગર અને અમરેલી, તા. ૨૩મી સપ્ટેેમ્બ રે ભાવનગર અને દિવ, તા. ૨૪મી સપ્ટેપમ્બેરે જુનાગઢ તથા ૨૬મી સપ્ટેમમ્બુરે રાજકોટ તથા ૨૭મી સપ્ટેટમ્બરરે જામનગર, પોરબંદર અને કચ્છ.ના જયારે ૨૮મી સપ્ટે‍મ્બરરે સવર્સમેન પુત્ર, એકસ સર્વીસમેન પુત્ર, અને સૈનિક વિધવા પુત્ર એન.સી.સી. કેડેટ સ્પોટર્ટસમેન નેશનલ તેમજ સ્‍ટેટના ઉમેદવારો માટે ભરતીમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રન કચ્છ. અને દિવના તમામ જિલ્લાઓના યુવાનો ભાગ લઇ શકશે.
આ ભરતીમેળામાં સોલ્જર કલાર્ક, સોલ્જમર જનરલ ડયુટી, સોલ્જકર ટેકનિકલ, સોલ્જેર નર્સીંગ તેમજ સ્ટોંર કિપરની જગ્યોં માટે યોજાનાર છે. જેમાં લધુત્તમ લાયકાત મેટ્રિક પાસ, તથા ઉંમર મર્યાદા, જનરલ કેટેગરી માટે ૧૭ થી ૨૧ અને અન્યસ માટે ૧૭ થી ૨૩ વર્ષની છે.
ભરતી મેળામાં હાજર થનારે તમામ ઓરીજનલ અને ટ્રુ કોપી માં ડોકયુમેન્ટ, રહેઠાણ પ્રુફ,જન્મતના દાખલા સાથે તથા જાતિ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ, જો એન.સી.સી. સર્ટી હોલ્ડોર હોય કે નેશનલ કે સ્ટેાટ ચેમ્પી્યન ખેલકુદમાં હોય તેવા કિસ્સાુમાં તેઓએ ડોકયુમેન્ટુ સાથે રાખવા અને તેઓને .ઉમર મર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.



એરફોર્સના માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણીક વર્ષ ૨૦૧૧-૧૨ની સ્કોનલર શિપ અંગે
પોરબંદર
એર ફોર્સ બેનીવોલન્ટ્ ફંડમાંથી એરફોર્સના માજી સૈનિકોના/ સ્વલ. માજી સૈનિકોના સંતાનો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૨૦૧૨ ની સ્કો૧લરશીપ મેળવવા માટેના ફોર્મ જિલ્લાં સૈનિક કલ્યાડણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર ખાતે આવી ગયા છે. એરફોર્સ બેનીવોલન્ટે એસોસીએશન નવી દિલ્હીન ખાતે તમામ કોર્ષ માટે જમા કરવાની છેલ્લીર તારીખ ૩૦/૦૯/૨૦૧૧ અને પ્રોફેશનલ કોર્ષ માટેની છેલ્લીી તારીખ ૩૧/૧૦/૨૦૧૧ છે. સ્કોલરશીપ મેળવવા ઇચ્છુસક એરફોર્સના માજી સૈનીકો/સ્વછ.માજી સૈનિકોના ધર્મપત્નીષઓએ કચેરી સમય દરમિયાન અથવા ટપાલથી જિલ્લામ સૈનીક કલ્યાકણ અને પુનર્વસવાટ કચેરી જામનગર થી મેળવી લેવા આથી અધિકારીશ્રી જિલ્લાા સૈનીક કલ્યાવણ અને પુનર્વસવાટ કચેરી જામનગર ની યાદીમાં જણાવવામાં આવે છે.


આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા ભાવનગર ખાતે યોજાનાર ભરતી મેળો
અમરેલી,
આર્મી ભરતી કાર્યાલય-જામનગર દ્વારા આગામી તા.૨૨ થી ૨૮/૦૯/૨૦૧૧ દરમ્યાાન ભાવનગર ખાતે ભરતી મેળો યોજાનાર છે. સોલ્જ ર ક્લાર્ક, સ્ટોાર કીપર, ટેક્નિકલ, સોલ્જર ટેક્નિકલ અને સોલ્જર નર્સિંગ આસિસ્ટ ન્ટગની જગ્યાઓ માટે ભરતી થનાર છે.
જેમાં ૨૨મી સપ્ટેરમ્બ રના રોજ અમરેલી અને સુરેન્દ્ર નગર, તા.૨૩મીના રોજ ભાવનગર અને દિવ, તા.૨૪મીના જુનાગઢ તથા તા.૨૬મીના રોજ રાજકોટ, તા. ૨૭મીના રોજ જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લા ના ઉમેદવારો માટે અને તા.૨૮મીના રોજ સર્વિસમેન, એક્સ સર્વિસમેન, સૈનિકના પુત્રો ઉપરાંત એન.સી.સી., સ્ટે૨ટ તથા નેશનલ કક્ષાના સ્પોનર્ટસમેન માટે ભરતી પ્રક્રિયા યોજાશે.
સોલ્જર જનરલ ડ્યૂટીની લાયકાત મેટ્રિક પાસ, સાડા ૧૭ થી ૨૧ વર્ષ અન્ય માટે સાડા ૧૭ થી ૨૩ વર્ષની ઉંમરમર્યાદાના ઉમેદવારો ભાગ લઇ શકશે. અસલ અને ખરી નકલ કરેલા દસ્તાનવેજ, મેટ્રિક ૧૦+૨ સર્ટિફિકેટ, રહેઠાણનું પ્રૂફ, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટો, એન.સી.સી. સર્ટિફિકેટ તથા ખેલકૂદમાં રાજ્ય તથા રાષ્ટ્રઠ કક્ષાએ ભાગ લીધાના દસ્તા વેજો પણ સાથે લાવવાના રહેશે. વિશેષ લાયકાત ધરાવતાં ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે, તેમ આર્મી ભરતી કાર્યાલય-જામનગરની યાદીમાં જણાવાયું છે.



ખાંભા તાલુકાના પાંચ મધ્યા હન ભોજન કેન્દ્રોામાં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે અરજી કરવા જોગ
અમરેલી,
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાંચ મધ્યાફહન ભોજન કેન્દ્રો માં મહિલા સંચાલક કમ કુકની નિમણૂંક માટે મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. ગોરાણા, કાતરપરા, સમઢીયાળા નં.-૨, સરાકડીયા અને કોટડા ગામના કેન્દ્રોમાં હંગામી ધોરણે માનદ વેતનથી સંચાલક કમ કૂકની જગ્યાઓ ભરવાની છે. અરજી માટે નાયબ કલેક્ટરશ્રી-અમરેલી, મામલતદાર કચેરી-ખાંભા ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર પુરાવા સાથે તા.૨૫/૦૮/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ સુધીમાં અરજી ફોર્મ નાયબ કલેક્ટરશ્રી- મધ્યાહન ભોજન યોજના અને મામલતદારશ્રી-ખાંભાએ પહોંચતી કરવાની રહેશે.
અરજી કરનાર મહિલા ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ અને વધુમાં વધુ ૫૫ વર્ષની વય હોવી જોઇએ. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ પરંતુ આવી વ્યક્તિ જે-તે ગામમાં ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. નિમણૂંક પામતા ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ માનદ વેતન આપવામાં આવશે.
ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે જે સમય અને સ્થાળે બોલાવવામાં આવે તે સમયે અને સ્થંળે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. અને મુલાકાત દરમિયાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર નિમણૂંક મેળવવા હક્કદાર બનતા નથી, તેમ મામલતદારશ્રી-ખાંભાની યાદીમાં જણાવાયું છે.
છાટબાર



મકાન માલિકે ભાડુઆતની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટે્શને રજુ કરવી જરૂરી
સુરેન્દ્રકનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધશ કરાયું
સુરેન્દ્રકનગર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો તેમજ આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યરકિત ઉપર નિયંત્રણ મુકવાનું જરૂરી જણાતા સુરેન્દ્ર નગરના અધિક જિલ્લાઆ મેજીસ્ટ્રે ટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રાનગર જિલ્લારમાં ભાડેથી મકાન આપતા મકાન માલિકોને મકાન ભાડે આપેલ વ્યએકિતની માહિતી સબંધિત પોલીસ સ્ટેસશનને આપવા ફરમાવેલ છે.
આ જાહેરનામામાં રજૂ થયેલી વિગતો મુજબ મકાન માલિકોએ મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, તે કયા વિસ્તાકરમાં આવેલ છે. તેની પૂરી વિગત તથા કેટલા ચોરસ મીટર બાંધકામ છે ? મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યવકિતનું નામ, મકાન ભાડે આપ્યાલની તારીખ તથા માસિક ભાડાની રકમ તેમજ જે વ્યસકિતઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ-સરનામા તથા ફોટોગ્રાફ અને મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યાકિતનું નામ સરનામું વગેરે વિગતો પોલીસ સ્ટેનશને રજુ કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૩૧/૮/૨૦૧૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર કે તેમ કરવામાં મદદગારી કરનાર વ્યેકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.



સુરેન્દ્રરનગર જિલ્લા માં હથિયારબંધીનો અમલ જારી
સુરેન્દ્રરનગર
સુરેન્દ્ર નગર જિલ્લાામાં આગામી દિવસોમાં સુરેન્દ્રિનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટ૬મી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યથવસ્થાી જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે ટશ્રી એમ. બી. પટેલે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાિરમાં તા. ૩૧ મી ઓગષ્ટપ-૨૦૧૧ સુધી હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો‍ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોધ છે.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્ય કિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રધનગર જિલ્લાવમાં સભા સરઘસબંધીનો અમલ જારી
સુરેન્દ્રધનગર,તા.૧૬/૮/– સુરેન્દ્રાનગર જિલ્લાબમાં આગામી દિવસોમાં સુરેન્ર્તાનગર, ધ્રાંગધ્રા, વઢવાણ લીંબડી, હળવદ શહેરોમાં જન્માાષ્ટસમી તહેવાર-નિમિત્તે લોકમેળા ભરાનાર હોય તથા જન્મા ષ્ટમમીના દિવસે જિલ્લાદમાં કુલ-૧૨ શોભાયાત્રા નીકળનાર હોય હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યોવસ્થાઆ જળવાઇ રહે તે માટે સુરેન્દ્રેનગરના અધિક જિલ્લાા મેજીસ્ટ્રે્ટશ્રી એમ. બી. પટેલ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્ર૨નગર જિલ્લા્ના સમગ્ર વિસ્તાેરમાં તા. ૩૧ મી ઓગષ્ટ‍ - ૨૦૧૧ સુધી સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રે ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોથ છે.
આ પ્રતિબંધ કલેકટર કચેરીના મુખ્યા દરવાજા પાસે જમણી બાજુએ ફુટપાથ તરફ દરવાજાથી પાંચ મીટરનું અંતર રાખીને ત્યાેરબાદની પચાસ મીટર સુધીની ફુટપાથ ઉપરની જગ્યાતના વિસ્તાીરને તેમજ લગ્નનના વરઘોડાને - સ્મીશાન યાત્રાને લાગુ પડશે નહીં.
આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યબકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વા્તંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે



ધ્રાંગધ્રા ખાતે બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો માટે નિઃશુલ્કા નિદાન કેમ્પ યોજાયો
સુરેન્દ્ર્નગર,
સુરેન્દ્રિનગર જિલ્લામાં સ્વાયતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે સુરેન્દ્ર્નગર જિલ્લાશ એન.સી.ડી. સેલ અને જૈન સોશ્ય્લ ગૃપ - ધ્રાંગધ્રાનાં ઉપક્રમે લોકોમાં બદલાયેલી જીવનશૈલી આધારિત થતાં બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ, હ્રદયરોગ, લકવા, હાયપરટેન્શાન, શ્વશનતંત્રના રોગો, કિડની, ઉત્સ/ર્ગતંત્રના રોગો, સંધિવા, પેટનાં રોગો, સ્ત્રીંઓનાં રોગોનું વહેલું નિદાન થાય અને તેઓને તાત્કારલિક તથા સમયસર સારવાર મળી રહે તે માટે અને આવા રોગ ફેલાતા અટકાવવા અને લોકજાગૃતિ કેળવવા માટે તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે નિઃશુલ્કે નિદાન કેમ્પલ યોજાયો હતો.
આ નિદાન કેમ્પવમાં ૧૧૨ લાભાર્થીઓને ડાયાબીટીસ માટે લોહી અને પેશાબની તપાસ, બ્લોડપ્રેસર તપાસ, ઇ.સી.જી. (ઇલેકટ્રોનિક કાર્ડીયોગ્રામ) તપાસ કરી જરૂરિયાત મંદ લાભાર્થીઓને એક માસની દવા વિના મૂલ્યેન આપવામાં આવી હતી.
આ નિદાન કેમ્પેમાં ફીઝીશીયન ર્ડા. ડી. કે. પરમાર, ધ્રાંગધ્રાના અધિક્ષક ર્ડા. જયોતીબેન ગુપ્તાં, જનરલ સર્જન ર્ડા. નિર્મળ સોલંકી, ર્ડા. બી. વી. જાડેજા તથા જિલ્લાઅ એન. સી. ડી. સેલની ટીમે સેવાઓ આપી હતી.
દવે/બલોલીયા

૬પમા આઝાદી દિવસે મુખ્ય મંત્રીશ્રીની મહત્વની જાહેરાતો રાજ્ય સરકારની નોકરીઓમાં યુવાશક્તિનો સાક્ષાત્કાર કરવા આ વર્ષે ૬૦,૦૦૦ યુવાનોની વિવિધ સરકારી સેવાઓમાં ભરતી કરાશે.





સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ યુવાશક્તિ કૌશલ્ય વર્ષ તરીકે ઉજવાશે.
રપ લાખ યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રોજગારીના વિશાળ અવસરો ઉપલબ્ધ કરાશે.
મિશન મંગલમ્‍ યોજના હેઠળ સખી મંડળોનું આર્થિક સશક્તિકરણ કરીને, ગરીબ માતાઓ-બહેનોના લાખો હાથમાં રૂ. પ૦૦૦ કરોડનો નાણાંકીય કારોબાર સોંપાશે.
આ વર્ષે ગુજરાતના ૧૦,૦૦૦ ગામોને નિર્મળ ગ્રામ બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક.
આખા દેશમાં ઔઘોગિક વિકાસની હરણફાળ સાથોસાથ કૃષિ વાવેતર જમીન વિસ્તારમાં વધારો એકમાત્ર ગુજરાતે જ કર્યોઃ આઠ લાખ હેકટર વાવેતર વિસ્તારની વૃદ્ધિ થઇ.
સમગ્ર દેશમાં એકલા ગુજરાતની યુવા રોજગારી આપવાની સૌથી ઉંચી પ૯ ટકા ટકાવારી-અન્ય તમામ રાજ્યો મળીને ભારતની રોજગારીની ટકાવારી માત્ર ૪૧ ટકા.
ગુજરાતના ખેડૂતોની, ખેતીની, ગામડાના વિકાસની અને હિતોની રખેવાળી કરવાની પ્રતિબદ્ધતા.
ગુજરાતમાં જમીન કાયદાઓ અને નીતિઓની સર્વોચ્ચ અદાલતે પણ મોડેલ ગણાવી પ્રસંશા કરી.
નરેન્દ્રભાઈ મોદી
છ કરોડ ગુજરાતીઓના ભારતના વિકાસ માટેના પુરૂષાર્થમાં સહભાગી બનવાને બદલે ગુજરાતને તબાહ કરવાના પેંતરા રચતા તત્ત્વોને "રૂકજાવ'નો પડકાર કરતા મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતની સર્વાંગીણ વિકાસયાત્રા માટેની સમ્યક નીતિઓ ધાર્યા પરિણામો લાવી છે તેનાથી આવા સત્તા વગર તરફડતા લોકોના પેટમાં તેલ રેડાયું છે
ગુજરાતે ઔઘોગિક વિકાસની હરણફાળ સાથે દશકામાં આઠ લાખ હેકટર કૃષિ વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ કરી છે
પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન ૬૦ ટકાથી અધિક વધ્યું
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૬પમા આઝાદી દિવસે ધ્વજવંદન
સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદમાં ત્રિરંગા રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાનો નિર્ધાર
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬પમા આઝાદી દિવસે નડિયાદમાં ત્રિરંગા ધ્વજને સરદાર પટેલની જન્મભૂમિ ઉપર શાનદાર સલામી આપતા ભારતને શક્તિશાળી બનાવવા માટે લગાતાર ગુજરાતનો વિકાસ કરી રહેલા છ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થમાં સહભાગી થવાને બદલે ગુજરાતને બદનામ અને તબાહ કરવા સતત કારસા કરનારા પરિબળોને "રૂકજાવ'નો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
માછલી જેમ પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડીયા મારતા લોકો બંધારણીય સિદ્ધાંતોની લાજશરમ છોડીને ગુજરાતને તબાહ કરવા કોઇ કચાશ છોડતા નથી તેમને પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત સરકારની વિકાસની સમ્યક નીતિઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
નડિયાદમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવી મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકોને આઝાદી પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, અનેક મહાપુરૂષોએ, વીર સ્વાતંત્ર્ય લડવૈયાઓ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા ત્યાગ, તપસ્યા અને જીવન ખપાવી દીધા તેના પરિણામે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ. એમનો ઋણ સ્વીકાર કરીએ અને સ્વરાજ્ય મેળવ્યા પછી સુરાજ્યનું સપનું જે અધુરું છે તે પુરું કરવા ગુજરાતના છ કરોડ નાગરિકોએ કમર કસી છે. જેણે દેશમાં સમૃદ્ધિ અને સુખશાંતિ માટે નવી આશા જન્માવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવા ગુજરાત કોઇ પાછી પાની નહીં કરે એવો નિર્ધાર વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના અન્ન ભંડાર ભરવા માટે ગુજરાતનો કિસાન પુરો પરિશ્રમ કરશે. આ દેશમાં કૃષિ વિકાસ સ્થગિત થઇ ગયો છે. વડાપ્રધાને પણ તેની ચિંતા વ્યકત કરી છે. ખેડૂત, ગામડા નિરાશામાં ગરકાવ છે ત્યારે ગુજરાતે કૃષિ વિકાસનો દર દશકામાં લગાતાર દશ ટકાનો દર હાંસલ કરી કમાલ કરી છે.
ઔઘોગિક વિકાસ થાય તો દેશમાં કૃષિની જમીન ધટે છે તેમ છતાં ગુજરાત એકમાત્ર અપવાદ છે કે કૃષિ અને ઉઘોગના વિકાસની સમ્યક નીતિ કરીને એક દશકમાં આઠ લાખ હેકટર ખેતીના વાવેતરલાયક વિસ્તારમાં વૃદ્ધિ કરી છે.
ગૌવંશ રક્ષા કાયદા માટે સુપિ્રમ કોર્ટ સુધી ગુજરાતે લડત આપી અને ગૌરક્ષા જીવદયા માટે ગુજરાતે જ કાયદો કર્યો છે પણ ગુજરાતને બદનામ કરવા જાૂઠાણા ફેલાવી રહ્યા છે. પરંતુ એક દશકમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળા કરીને દૂધ ઉત્પાદનમાં ૬૦ ટકાથી વધારે વૃદ્ધિ હાંસલ કરી છે અને ૧૦૦ કરતાં વધુ પશુરોગો સદંતર નાબૂદ કરી દીધા છે. ગામડાની નારીશક્તિ પશુપાલકમાં સમૃદ્ધિ લાવી રહી છે. જે લોકોને ગુજરાતની આ સમૃદ્ધિ ગમતી નથી તેવા લોકો પૈસાના જોરે, ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોને અને બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરનારા લોકોને રૂકજાવનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.
ગુજરાતને બરબાદ કરનારા તત્ત્વો માછલી પાણી વગર તરફડે તેમ સત્તા વગર તરફડતા તત્ત્વો ગુજરાતને તબાહ કરવા બંધારણીય સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે તેમણે લાજી મરીને ગુજરાતની શરમ નેવે મુકી છે તેમને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા તત્ત્વો જૂઠાણાને બદલે ગુજરાતના વિકાસમાં લોકશાહી ઢબે ભાગીદાર બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ગુજરાતે ગરીબી સામે સર્વગ્રાહી જંગ માંડયો છે પરંતુ જે લોકો ગુજરાત વિશે જાૂઠાણા ફેલાવી રહ્યા છે તેને સરદારની ભૂમિ ઉપરથી પડકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૦ થી ૧૬ના બીપીએલ આંક ધરાવતા તમામ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આવાસના પ્લોટ એકલા ગુજરાતે આપી દીધા છે અને પાંચ લાખ ગરીબી રેખા નીચેના પરિવારોને આવાસ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના રપ લાખ યુવાનોને કૌશલ્ય નિર્માણ માટે તાલીમબદ્ધ કરી તેમને રોજગારીના લાખો વિશાળ અવસરો આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો અને સ્વામી વિવેકાનંદજીના ૧પ૦મા વર્ષની ઉજવણી યુવાશક્તિના કૌશલ્ય વર્ધન વર્ષ તરીકે કરવાનો નિર્ધાર પણ વ્યકત કર્યો હતો.
આ ઉપરાંત, ગુજરાતની આવતી આખી શતાબ્દી યુવાશક્તિ, યુવા કૌશલ્યથી ધબકતી થાય તે માટે ૬૦ હજાર સરકારી નવી નોકરીમાં યુવાશક્તિ માટે ભરતી કરવાનું અભિયાન આ વર્ષે હાથ ધરાશે અને ગુજરાતના વહીવટીતંત્રમાં દશ ટકા યુવાધન પ્રશાસનિક સેવાઓમાં કાર્યરત થશે એવી જાહેરાત મુખ્ય મંત્રીશ્રીએ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ર૧મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં ૪ ગામો નિર્મળ ગ્રામ હતા જે આજે ૪ર૦૮ ઉપર પહોંચી ગયા છે અને આ વર્ષે ૧૦,૦૦૦ ગામો નિર્મળ ગ્રામ કરવાનો લક્ષ્યાંક પાર પાડવો છે. શા માટે પરિસ્થિતિ બદલાય નહીં? તેવો પ્રશ્ન કરતાં તેમણે શહેરી ગરીબોની સુખાકારી અને જીવનધોરણ સુધારવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજની પ૦ ટકા નારીશક્તિને વિકાસ અને નિર્માણમાં ભાગીદાર બનાવી મિશન મંગલમ્‍ યોજના નીચે બે લાખ સખી મંડળો દ્વારા ગરીબ માતા-બહેનોનું કૌશલ્ય વધારીને આર્થિક પ્રવૃત્તિને રૂ. એક હજાર કરોડનો કારોબાર રૂ. પાંચ હજાર કરોડ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
ગુજરાતમાં ઉઘોગો આવે નહીં તે માટે કારસા કરનારાને પડકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં ઉઘોગોના વિકાસની નવી સ્થિતિ સર્જીને ગુજરાતે એકલાએ આખા દેશની રોજગારીની ટકાવારીમાં પ૯ ટકા રોજગારી યુવાનોને ઉઘોગોના વિકાસ દ્વારા આપી છે. એક બાજુ એકલા ગુજરાતે પ૯ ટકા રોજગારી યુવાનોને આપી બીજી બાજુ આખો દેશ માત્ર ૪૧ ટકા રોજગારી આપી શકયો છે.
દેશની સુપિ્રમ કોર્ટે ગુજરાતની જમીનના કાયદાની નીતિની પ્રસંશા કરી તેનાથી પણ ગુજરાતને બદનામ કરનારા તત્ત્વોના પેટમાં તેલ રેડાયું છે પણ આ ગુજરાત સરકારે ખેડૂતોના હિતોની ખેડૂતોની ખેતીની અને જમીનની રક્ષા-રખેવાળી કરીને ઔઘોગિક વિકાસ માટેની સમ્યક નીતિ અપનાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજની આન, બાન, શાન જાળવવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત એની જવાબદારી સંપૂર્ણપણે નિભાવશે અને સરદાર સાહેબની આ ધરતી ઉપર ગુજરાત દેશના કલ્યાણ માટે સમૃદ્ધ ગુજરાત માટે યુવાશક્તિ, માતૃશક્તિ, કિસાન શક્તિ, વનવાસી, સાગરખેડુ, દલિત, ગરીબો સહુને વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું આહ્વાીન આપ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાની નેમ પણ તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાની આઝાદી પર્વની ઉજવણીના ઉમંગમાં સાંસ્કૃતિક અને દેશભક્તિના ભાવનાસભર કાર્યક્રમો નિહાળવા વિશાળ સંખ્યામાં નગરજનો ઉમટયા હતા.
૬પમા સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન સમારોહમાં સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી અને શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલ, મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, નડિયાદના નગરપતિ શ્રી સંજય દેસાઇ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક માટે પસંદ થયેલા રાજ્યના પોલીસ વડા શ્રી ચિત્તરજન સિંધ, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, ઉચ્ચ પોલીસ અમલદારો, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય સાંગલે સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.
આઝાદીનો આ રાષ્ટ્રીય અવસર વિકાસ માટેના સંકલ્પ અને પ્રતિબદ્ધતાનું પર્વ બને તે માટે પ્રેરક આહ્્ ‍વાન આપતા મુખ્યમંત્રીશ્રી
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ખમીરવંતો ખેડા જિલ્લો રાષ્ટ્રભકિતના કર્તવ્યભાવથી બન્યો ભાવવિભોર
નડિયાદમાં શાનદાર સાંસ્કૃતિક સમારોહ સંપન્ન
જિલ્લાના સાર્વજનિક વિશિષ્ટ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન
"ગુજરાત' સભ્ય નોંધણીના એક લાખના અભિયાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
રાજયકક્ષાની સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની સ્મૃતિભેટ રૂપે ખેડા જિલ્લાને વિકાસ પુરસ્કાર તરીકે રૂ. ત્રણ કરોડ જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના વિકાસની જેને તકલીફ થાય છે તેની સાન જનતા જ ઠેકાણે લાવશેઃ નરેન્દ્ર મોદી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬૫માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડિયાદમાં શાનદાર સાંસ્કૃાતિક સમારોહ પ્રસંગે આઝાદીના અવસરને વિકાસના સંકલ્પનું, પ્રતિબદ્ધતાનું પર્વ બનાવવા આહ્વા્ન કર્ર્યું હતું. સૌનો સાથ અને સૌનો વિકાસ મંત્ર લઇને ગુજરાત વિકાસની નવી ઊંચાઇ સર કરે તે માટે લોકશકિત અને સરકારના સાથ સહયોગનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
આઝાદીની લડતમાં ખમીરવંતુ યોગદાન આપનારા ખેડા જિલ્લામાં આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ રાત્રે મેધરાજાની હેલી વચ્ચે પણ મન મૂકીને સાંસ્કૃૃતિક ઉત્સવ માણવા અનેરા ઉમંગથી વિશાળ જનમેદની ઉમટી હતી. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાની વિશિષ્ઠ સેવા પ્રવૃત્તિમાં યોગદાન આપનારા ખેડા જિલ્લાના મહાનુભાવોનું રાજય સરકાર વતી આદરપૂર્વક સન્માન કર્ર્યું હતું. ખેડા જિલ્લાની પ્રવાસન પુસ્તિકાનું વિમોચન કર્ર્યું હતું અને માહિતી ખાતા "ગુજરાત' પાક્ષિકના એક લાખ સભ્ય નોંધણી અભિયાનની પ્રશંસા કરી હતી. સત્યબોધની સીડી પણ અર્ર્પણ કરી હતી.
"ખમીરવંતુ ખેડા'ની સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં ખેડા જિલ્લાનાં જ કલાકાર કસબીઓના કૌશલ્યને નિહાળી જનતા અત્યંત અભિભૂત થઇ હતી. લોકશકિતના સહયોગ અને જનભાગીદારી વડે રાષ્ટ્્‍ભકતનું પ્રેરક વાતાવરણ સર્ર્જવા માટે નડિયાદ અને ખેડા જિલ્લાની જનતાને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નડિયાદની ઐતિહાસિક ધરોહરનો મહિમા મંડિત કર્યો હતો.
આપણા ઉજજવળ ઇતિહાસને સમજવા અને આઝાદીનાં પર્વને વિકાસનું, સંકલ્પ, પ્રતિબદ્ધતાનું પર્વ અને દેશ કાજે ત્યાગ-તપસ્યાનો અવસર બનાવીશું તો આઝાદીની લડતમાં નેતૃત્વ આપનારા, જીવન ખપાવી દેનારા મહાપુરૂષોનાં સ્વપ્ના સાકાર થશે અને ગુજરાતે વિકાસ કોને કહેવાય તેવી ઓળખ દુનિયાને બતાવી છે. જનતા જનાર્દન અને સરકાર સાથે મળીને વિકાસના કેવા ચમત્કારિક પરિણામો લાવી શકે તેનાથી દેશને ચક્તિ કર્યો છે, એમ તેમણે સહર્ષ જણાવ્યું હતું.
ગુજરાતે ગામડું સમૃદ્ધ બને, ખેતી સમૃદ્ધ બને તે માટે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરીને દેશને દ્રષ્ટાંત પૂરું પાડયું છે. આખો દશકો દશ ટકાથી વધુ ગુજરાતે કૃષિ વિકાસ દર મેળવ્યો છે. ગુજરાત આખું યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે પરંતુ કેટલાક લોકોને આની તકલીફ થાય છે. પરંતુ જનતા જ એવા લોકોની સાન ઠેકાણે લાવશે. આ સરકારની પુરી શક્તિ માત્ર વિકાસમાં લગાવી દઇશું અને દેશના કલ્યાણ માટે બધા રાજ્યો સારું કરે તે માટે વિકાસની નવી ઊંચાઇને આંબીશું, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના આંગણે રૂ. ૭પ૭ કરોડના કામો વિકાસની હેલી તરીકે આવ્યા છે. આ નાની ધટના નથી. ખેડા જિલ્લાએ આ વિકાસના પર્વને વધાવ્યો તેને ધ્યાને લઇને રૂ. એક કરોડ ખેડા ગ્રામ જિલ્લાને, રૂ. એક કરોડ ખેડા જિલ્લાની તમામ નગરપાલિકાઓને મળીને તથા રૂ. એક કરોડ નડિયાદ નગરપાલિકાને ઇનામ આપવાની જાહેરાતો કરી હતી અને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી.
સરદાર પટેલની જન્મભૂમિના શ્રદ્ધાંજલિરૂપે ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આજે દરેકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે, "સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો?'' અને ""સરદાર સાહેબ આજે હોત તો?'' એ પ્રશ્નોમાં જ સરદાર સાહેબ પ્રત્યેની ભાવાંજલિ ઉત્તમ રીતે અપાઇ જાય છે. આવા સરદાર પટેલ અને આઝાદીના ખમીરવંતા લડવૈયાને શતશત વંદન તેમણે કર્યા હતા.
ખમીરવંતુ ખેડાના પ્રબુદ્ધ દર્શકોને આવકારતાં સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓના મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલાએ જણાવ્યું હતું કે, ખેડા એ સરદાર સાહેબની જન્મભૂમિ છે અને મહાગુજરાતના શિલ્પી ઇન્દુચાચા આ ભૂમિના સપૂત છે, એટલે ૬પમા સ્વતંત્રતા પર્વની રાજ્યસ્તરની ઉજવણી માટે ખેડાની પસંદગી સાર્થક છે. મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણા પામીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ રાષ્ટ્રીય પર્વોની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત દ્વારા ગરવી ગુજરાતના યશસ્વી ઇતિહાસના માનબિંદુઓનું પ્રજાને દર્શન કરાવીને ગરવા ગુજરાતીનું આત્મગૌરવ જગાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ "ખમીરવંતુ ખેડા'' દ્વારા જિલ્લાના ઉજળા ઇતિહાસની પ્રભાવશાળી રજૂઆત અને જિલ્લાના વિશિષ્ટ મહાનુભાવોના સન્માનના આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, નગરપતિ શ્રી સંજયભાઈ દેસાઇ, પદાધિકારીઓ અને અગ્રણીઓ, અગ્ર સચિવશ્રીઓ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર, સાંસ્કૃતિક સચિવ શ્રી ભાગ્યેશ જહા સહિત સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી એમ. વી. પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત વિશાળ જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણલાલ વોરાએ ઋણ સ્વીકાર કર્યો હતો.


શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે પ્રસ્થાપિત કર્યું અનોખું સિમાચિન્હ
વિઘાસહાયકોની ભરતી પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્તઃ શિક્ષકો ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપેઃ શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા
રાજ્ય વિઘાસહાયક ભરતી નીતિ અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ભાષા-ગણિત અને વિજ્ઞાન વિષયના ૧૩,૦૦૦ શિક્ષકોની
ઓનલાઇન ભરતીનો પ્રારંભ કરાવતા શ્રી રમણલાલ વોરા
ગાંધીનગર,
ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે અનોખું સિમાચિન્હ પ્રસ્થાપિત કર્યું છે. ગાંધીનગર ખાતે આજથી રાજ્યની વિઘાસહાયક ભરતી નીતિ અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ૧૩,૦૦૦ જેટલાં વિઘાસહાયકોની ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજથી તા. ૧૬-૮-ર૦૧૧થી તા. રપ-૮-ર૦૧૧ દરમિયાન વિઘાસહાયકોની ભરતી કરાશે. જેમાં મેરીટના ધોરણે ઓનલાઇન ભરતીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઓનલાઇન ભરતી પ્રક્રિયાનો મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાવતાં શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનશક્તિની જ્યોત દ્વારા ગુજરાતને સિદ્ધિઓના શિખરે લઇ જવા અવિરત પ્રયાસો થઇ રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગતવર્ષે દશ હજાર વિઘાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. આ વર્ષે વધુ ૧૩,૦૦૦ વિઘાસહાયકોની ભરતી મેરીટના ધોરણે ઓનલાઇન પ્રક્યિાથી કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રીન ઉપર વિઘાર્થીઓ અને વાલીઓ જોઇ શકે છે. આ પ્રક્રિયા બિલકૂલ પારદર્શક હોઇને કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર થાય જ નહિ તેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શિક્ષણમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા અને શાળાપ્રવેશોત્સવ થકી સો ટકા નામાંકન હાંસલ કરી શકાયું છે. ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેના થઇ રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કરીને શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે વિઘાસહાયકોની ભરતી ઓનલાઇન-મેરીટના ધોરણે પ્રક્રિયા અપનાવીને રાજ્ય સરકારે દિશાસૂચક કાર્ય કર્યું છે. પ્રાથમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલાં શિક્ષકોને ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવા મંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
સ્થળપર જ પસંદગી પામેલાં ઉમેદવારો પૈકી રાજકોટના શ્રી કમલેશ તૈરૈયા, સાવરકુંડલાના શ્રી ચંદ્રેશ પરમાર અને મહેસાણાના શ્રી અશોક પ્રજાપતિએ ઓનલાઇન ભરતી પ્રક્રિયાની સરાહના કરતાં કહ્યું કે, સમાજમાં શિક્ષણનું મહાત્મ્ય સવિશેષ છે ત્યારે એક પાઇના પણ ભ્રષ્ટાચાર વિના માત્ર મેરીટના ધોરણે જ શિક્ષકોની ભરતી થાય તેવું કયાંય જોયું નથી. આ પ્રક્રિયામાં પસંદ થવાથી ખૂબજ સારી રીતે રોજગારી પ્રાપ્ત કરવાની તૃષ્તિનો અનુભવ થયો છે. આવા ભ્રષ્ટાચારમુક્ત સુસાશનન માટે મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગને અભિનંદન આપીએ તેટલાં ઓછા છે.
વિઘાસહાયક ઉમેદવારો સાથે આવેલાં વાલીઓ પૈકી બનાસકાંઠા જિલ્લલાના પાલનપુરથી આવેલાં હર્ષાબેન ડાહ્યાભાઇ ગજ્જર અને મહેસાણાના નંદકિશોર શર્માએ કહ્યું કે, ભરતી પ્રક્રિયામાં આ યોગ્ય દિશાનું અને ખૂબજ પ્રશંસનીય પગલું છે. ભૂતકાળમાં કયારેય આ પ્રકારની કાર્યરીતી જોવા મળી નથી તેનો ઉલ્લેખ કરીને આ વાલીઓએ કહ્યું કે, આયોજનબધ્ધ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટની ચાવી અપનાવીને આ સરકારે શિક્ષણ વિભાગની કાયાપલટ કરી છે. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ અને પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી આર.પી. ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આર. સી. રાવલે વિઘાસહાયક ભરતી અંગેની જાહેરાતથી માંડીને પસંદ થયેલાં ઉમેદવારોને જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગીના કેમ્પો યોજીને નિમણૂંકના હૂકમો આપવા અંગેની સમગ્ર પારદર્શી પ્રક્રિયાની વિગતો આપી હતી. આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી ગરાસિયા, પ્રાથમિક શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી પંડિત, શ્રી એચ.વી. ભટ્ટ સહિત વિઘાસહાયકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...


સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને પીઅઇ લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા ગીરધર , મીના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

જેતપુરમાં વહુઓએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ ...


સારા ઘરની મહિલાઓ જુગાર રમતા પકડાઈ
પોલીસ ની આંખમાં ધૂળ નાખતી મહિલાઓ,ખોટા નામો પોલીસને આપ્યા.
પોલીસ ને ગેર માર્ગે દોરવા બદલ કોઈ પગલા ભરાશે ? આ જુગારી મહિલાઓ પર ?
ડીવાયએસપી ચૌહાણ અને PIAAI લીમ્બાસીયાની કામગીરી પર પ્રજાને ભારે શંકા ?
જુગાર કોણ રમાડતું હતું ?= POLISE કીધું રમ્ભા ભાખર ...
ક્યાં જુગાર રમાડતો હતો ? = પોલીસ ઉવાચ .. રમ્ભા ભાખર ના મકાનમાં ..
કઈ રીતે જુગાર રમાડાતો હતો = નાલ ઉઘરાવીને..POLISE કહ્યું
કોણ કોણ રમતું હતું જુગાર ?
રમ્ભા ભાખર ,PRAGNA જગદીશ, દયા MGAN, વર્ષા પ્રકાશ , મુક્ત VIJAY, ILA દિનેશ, ક્રિષ્ના પ્રવીણ,કિરણ પરષોત્તમ ,હન્શા KAANTI , SANGITAA BHARAT , KUNDAN ATUL, SUBHADRA પનેચંદ, રેખા કિરીટ, ઉષા જેન્તી, સરોજ હસું, મૂકતા કિશોર, જયા GIRDHR , મી ના નરશી વિગેરે..
માત્ર બે કલાક માં જુગારી મહિલાઓ છૂટી કઈ રીતે તેવો પ્રજાનો મણ જેવડો પ્રશ્ન.
રાજકોટ જીલ્લા પોલીસ વડા તપાસ કરે તો સત્ય બહાર આવે ?

આઝાદીની ૬પમા પર્વની ઉજવણીનો વિકાસ ઉત્સવ ઉજવતા ખેડા જિલ્લામાં રૂ. ૭પ૭ કરોડના ખર્ચે ૩૮ર૭ વિકાસકામોથી ધબકતાં ગામ-નગરો




ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ""જ્ઞાનોદયને દ્વારેઃ ગુજરાત'' વિષયક વિઘાર્થીઓ સાથે ગોષ્ઠી
ગુજરાતમાં વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર સ્થાપીને યુવા સંશોધકોને સંપૂર્ણ મદદ કરાશેઃ શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં નવા શોધ સંશોધનને પ્રોત્સાહિત કરવાની આગવી પહેલ
"ગુજરાતની જનતાએ મને બધા જ ક્ષેત્રોમાં (દૂષણોની) સફાઇ કરવાની જવાબદારી સોંપી છે તે પૂર્ણ કરીશ''- મુખ્ય મંત્રીશ્રી
નડિયાદ શહેરઃ મહી આધારીત પાણી પુરવઠા યોજના રૂ. પ૭ કરોડ
ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણ યોજના રૂ. ૧૧૧.ર૦ કરોડ
નડિયાદ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગ રૂ. ર૪૪ કરોડ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થયા ત્રણ વિકાસ પ્રોજેકટના કુલ રૂ. ૪૧૨ કરોડના ખાતમુહૂર્ત
સંતરામમંદિરમાં દર્શનાર્થે જઇ પૂજય મહારાજના આશીર્વાદ મેળવ્યા
હિન્દુ અનાથાશ્રમની પ્રવૃત્તિઓને બિરદાવી
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૬પમા આઝાદી પર્વના રાજ્યકક્ષાના શાનદાર મહોત્સવની ઉજવણી કરી રહેલા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દેશભક્તિનો સાક્ષાત્કાર કરાવતા નગરજનોના અભૂતપૂર્વ ઉમંગ-ઉત્સાહમાં આજે આખો દિવસ સહભાગી બન્યા હતા.
ઝરમર વર્ષાની ધારા વચ્ચે પણ સાક્ષરભૂમિ નડિયાદના સમસ્ત નગરવાસીઓ વિકાસ ઉત્સવ નિહાળવા હિલોળે ચડયા હોય તેવા આનંદ ઉલ્લાસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નડિયાદમાં લોહપુરૂષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને આઝાદી પર્વની પૂર્વ સંધ્યાના વિકાસ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદમાં ત્રણ મહત્વના વિકાસકામોના ખાતમુર્હૂત કર્યા હતા. જેમાં નડિયાદ શહેર માટે મહી આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના, નડિયાદ શહેરની ભૂગર્ભ ગટર વિસ્તૃતિકરણની રૂ. ૧૧૧.ર૦ કરોડની જનસુખાકારી યોજના તથા નડિયાદ-કઠલાલ-કપડવંજ-મોડાસા રાજ્ય ધોરીમાર્ગના રૂ. ર૪૪ કરોડના માર્ગ વિકાસ પ્રોજેકટના ખાતમુર્હૂતનો સમાવેશ થાય છે.
ધર્મસંસ્કૃતિ રક્ષા અને માનવસેવા માટે પ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શનાર્થે જઇને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમની અનેકવિધ પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કરીને તેની પ્રસંશા કરી હતી.
વિકાસ પર્વ તરીકે આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ખેડા જિલ્લામાં દશ જ દિવસમાં એકંદરે રૂ. ૭પ૭ કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવા કામોની જાહેરાતો સાથે ૩૮ર૯ વિકાસકામોની અવિરત પ્રગતિયાત્રા રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓએ કરી હતી, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં વિશ્વકક્ષાનું, યુવાસંશોધકો માટે સંપૂર્ણ સહાય કરતું ઇન્કયુબેશન સેન્ટરઃ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં મુખ્ય મંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદની ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના વિઘાર્થી સંશોધકો દ્વારા નિર્મિત વિવિધ સંશોધન પ્રોજેકટની પ્રસ્તુતિ નિહાળીને જ્ઞાનોદયના દ્વારે ગુજરાત વિષયક યુવાગોષ્ઠી કરી હતી.
તેમણે ગુજરાત સરકાર કોઇપણ ક્ષેત્રમાં નવીનત્તમ વિચારો, શોધ સંશોધનો માટે સંપૂર્ણ પ્રોત્સાહન આપવા તત્પર છે તેવી નેમ વ્યકત કરી જણાવ્યું કે, રાજ્યમાં યુવા સંશોધનકારોને સંપૂર્ણપણે પ્રોત્સાહન, સમર્થન, પ્રેરણા અને સહાયરૂપ થવા વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર ફોર યુથપાવર સ્થાપવાની દિશામાં રાજ્ય સરકારે પહેલ કરી છે અને શ્રી નારાયણ મૂર્તિજી તેનું સંચાલન નેતૃત્વ હાથ ધરે એવી વિનંતી પણ કરેલી છે.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતના કોઇપણ યુવાને કોઇપણ ક્ષેત્રમાં સંશોધનના પ્રોજેકટ બનાવ્યા હશે અને યુનિવર્સિટીના માધ્યમથી તેમની સમક્ષ પ્રસ્તુત કરાશે તો આવા યુવા સંશોધકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેઓ તત્પર રહેશે.
૧પમી ઓગસ્ટ અને ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દેશભક્તિના પર્વની ઉજવણી વિકાસ ઉત્સવ તરીકે જનશક્તિને જોડીને ઉજવવાનો નિર્ણય ગુજરાતમાં લોકપિ્રય બની ગયો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીના યુવા સંશોધકો અને તેમનામાં પ્રેરણા સિંચન કરનારા યુનિવર્સિટી સંચાલકોને વિશેષ અભિનંદન આપ્યા હતા.
આપણે રાષ્ટ્રીય પર્વોને દેશ અને સમાજ માટેના કર્તવ્યભાવના ઉજાગર કરવાના અવસર તરીકે ઉજવવા જોઇએ, એવી પ્રેરણા આપતા મુખ્ય મંત્રીશ્રીએ નડિયાદ શહેરમાં સફાઇનું અભિયાન સફળ બન્યું છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ માર્મિક શબ્દોમાં એમ પણ જણાવ્યું કે, જનતા જનાર્દને તેમને બધા જ ક્ષેત્રોમાં (દૂષણો)ના સફાઇની જવાબદારી સોંપી છે અને આ કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવશે.
ગુજરાતે નવા વિચારો અને નવી શોધને ઉત્તેજન આપવા ઇનોવેશન કમિશન ફોર એજ્યુકેશન કાર્યરત કર્યું છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી અને સમાજમાં નિરંતર નવા વિચારો, નવા સંશોધનોનો આવિષ્કાર થવો જોઇએ એમ જણાવ્યું હતું.
ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધતાપૂર્ણ સમાજોપયોગી સંશોધનકાર્યને મુખ્ય મંત્રીશ્રીના આશીર્વાદથી નવું ચાલકબળ મળશે તેવી લાગણી સાથે સહુને આવકારતાં કુલપતિ ર્ડા. એચ. એમ. દેસાઇએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીમાં ર૮ સંશોધન પ્રોજેકટ ચાલી રહ્યા છે. આ સંસ્થામાં શોધાયેલું પોટ્રેઇટ બિલ્ડીંગનું સોફટવેર દેશભરની પોલીસ ગુનેગારોનો સ્કેચ બનાવવા વાપરે છે. કોમ્પ્યુટર એન્જીનિયરિંગના ભાષાકીય એકસૂત્રતા માટેના મેધધનુષ પ્રોજેકટ માટે પસંદ થયેલી દેશહની ૭ સંસ્થાઓમાં ધર્મસિંહ દેસાઇ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
શહેરી વિકાસ અને શહેરી સુખ સુવિધા માટે નડિયાદમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ખાતમુર્હૂર્ત
નડિયાદ શહેરની મહી કેનાલ આધારિત રૂ. પ૭ કરોડની પાણી પુરવઠા યોજના અને રૂ. ૧૧૧.ર૦ કરોડની ભૂગર્ભ શહેર ગટર વિસ્તૃતિકરણ યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત શહેરીકરણમાં ૪૦ ટકા વસતિ સાથે શહેરી વિકાસના નવા આયામો અપનાવી રહ્યું છે. ગુજરાતની શહેરી જનતાની સુખસુવિધા માટે સ્વર્ણિમ જયંતી મંત્રીશ્રી, શહેરી વિકાસ યોજના હાથ ધરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસમાં લોકશક્તિને જોડીને ગુજરાત નવી ઊંચાઇ ઉપર પ્રગતિ કરવા પ્રતિબદ્ધ બન્યું છે.
નડીયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા માર્ગનું વિસ્તૃતિ અને મજબૂતીકરણ થશે
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂ. ર૪પ કરોડના ખર્ચે તૈયાર થનારા નડિયાદ-મહુધા-કઠલાલ-કપડવંજ-મોડાસા રસ્તાના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણના કામનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આ રસ્તો હવે બમણો પહોળો અને વધુ મજબૂત બનશે. તેનાથી નડિયાદ સીધેસીધું મુંબઇ-ઉદેપુર અને વાપી-શામળાજીથી જોડાશે. નડિયાદથી ઉત્તમ કામ શરૂ થાય તેવી પરંપરા આ આયોજનથી જળવાઇ છે. રાષ્ટ્રીય પર્વો હવે વિકાસના પર્વો બન્યા છે, તેવી લાગણી સાથે તેમણે જણાવ્યું હતું કે, લોકજાગૃતિ, લોક સહયોગ અને લોકશક્તિના સમન્વયથી રાજ્યના વિકાસની અભિનવ દિશા ખુલી છે.
આ માર્ગ વિકાસ પ્રોજેકટ ગુજરાત સરકારના રાજ્ય ધોરીમાર્ગ વિકાસની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો છે.
હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્તિઓની ભરપૂર પ્રસંશા
મુખ્ય મંત્રીશ્રીએ ૧૦૪ વર્ષથી સમાજના અનાથ બાળકોના સ્વમાનભેર જીવન ધડતર અને પુનઃસ્થાપન માટે સેવારત નડિયાદના પ્રસિદ્ધ હિન્દુ અનાથાશ્રમની સેવા પ્રવૃત્ત્િાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ૧૦૦ જેટલા બાળકોને સમાજના વાલીઓ તથા સરકાર ભેગા મળીને જે આત્મવિશ્વાસથી જીવન જીવવવાનો અવસર આપી રહ્યા છે, તેને પ્રેરક ગણાવ્યો હતો. સમાજની શક્તિ શાસનની શકિત કરતા વધારે છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ હિન્દુ અનાથાશ્રમના સંચાલનમાં સહયોગી સહુને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દિનશા પટેલે ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મંત્રીશ્રી, સામાજિક સુરક્ષા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા તથા જિલ્લા પ્રભારી શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાનું ભાવભર્યું સ્વાગત કરી હિન્દુ અનાથાશ્રમની સેવાવૃત્તિની રૂપરેખા આપી હતી.
આજના વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલા, પાણી પુરવઠા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ, માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ, શહેરી વિકાસ અને મુખ્ય દંડક શ્રી પંકજ દેસાઇ, ધારાસભ્યશ્રીઓ શ્રી દેવુસિંહ, કનુભાઈ ડાભી, નડિયાદ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી સંજય દેસાઇ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, પૂર્વ મંત્રી શ્રી બિમલ શાહ, પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ-નાથધામ છેઃ મુખ્ય મંત્રીશ્રી
હિન્દુ અનાથાશ્રમની અભિપ્રાય પોથીમાં નરેન્દ્રભાઇ મોદીનાં શબ્દ પુષ્પો
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે નડિયાદ પધારેલા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી હિન્દુ અનાથાશ્રમની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો.
આશ્રમની અભિપ્રાયપોથીમાં મુખ્યમંત્રીશ્રીએ લખેલ નોંધ અક્ષરશઃ આ પ્રમાણે છે.
આ સ-નાથધામ છે, પૂ. બાપુના ચરણરજથી પાવન થયેલ તીર્થભૂમિ છે- તપોવન છે. અહીં ભાવિ પેઢીને સનાથ બનાવવાના સંસ્કારયજ્ઞને હું વંદન કરું છું ખૂબખૂબ શુભેચ્છા, અભિનંદન - નરેન્દ્ર મોદી ૧૪/૦૮/૧૧
અનાથાશ્રમના બાળકોને વહાલપૂર્વક સંબોધન કર્યાબાદ મુખ્યમંત્રીશ્રીએ તેઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે, તમને ખબર છે, આવતી કાલે શું છે? બાળકોએ જવાબ આપ્યોઃ ""૧૫મી ઓગસ્ટ''
૧૫મી ઓગસ્ટે શું હોય? મુખ્યમંત્રીશ્રી - બાળકો કહેઃ સ્વાતંત્ર્ય દિન.
આમ વાતવાતમાં મુખ્યમંત્રીશ્રીએ મહાત્માગાંધીજી અને તેમના અનાથાશ્રમ સાથેના અનુસંધાન અંગે બાળકોને જાણકારી આપી હતી. પૂ. ગાંધીજીની લડતમાં એમના મહત્ત્વના સાથીદાર તરીકે સરદાર પટેલની પણ સ્મૃતિ બાળકોને કરાવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગાંધી-સરદાર સ્મૃતિભવન, લાયબ્રેરી, કૉમ્પ્યુટરરૂમ વગેરેની મુલાકાત લીધી હતી.

મુખ્ય.મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો ૬પમાં આઝાદી પર્વે પ્રજાજોગ સંદેશ સૌનો સાથ સૌનો વિકાસ માટેનો સંકલ્પ

ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા કેટલાક લોકો જૂઠાણા ફેલાવવાની સ્પરર્ધામાં ઉતર્યા છે પણ ગુજરાત દશે દિશાઓમાં વિકાસની નવી ઊંચાઇ સર કરશે જ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ૬પમાં આઝાદી પર્વની ગુજરાતના સૌ નાગરિકોને અંતઃકરણથી શુભકામના પાઠવતા ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નીતનવી સિધ્ધિ ઓ મેળવે તે માટે સૌનો સાથ-સૌનો વિકાસનો સંકલ્પં સાકાર કરવાનો નિર્ધાર વ્યળકત કર્યો હતો.
ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારા લોકો જૂઠાણા ફેલાવવાની સ્પ્ર્ધામાં ઉતર્યા છે, પરંતુ ગુજરાતીઓએ રાષ્ટ્રેના કલ્યાોણ માટે કયારેય પાછી પાની નથી કરી અને ‘‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ''-એ મંત્ર લઇને, આઝાદી માટે પોતાના જીવન ખપાવી દીધાં એ સૌ વીરપુરૂષોને વંદન કરીને તેમના સપના સાકાર કરવાનું આહ્્ર‌વાન મુખ્યામંત્રીશ્રીએ આઝાદી દિવસના પ્રજાજોગ સંદેશમાં આપ્યુંન હતું.
મુખ્યામંત્રીશ્રીએ ગુજરાતમાં કૃષિવિકાસ, યુવા કૌશલ્યપ વિકાસ અને નારીશકિતના આર્થિક પ્રવૃતિમાં સશકિતકરણ, ગરીબ કલ્યાતણ મેળા અને આપણો તાલુકો વાઇબ્રન્ટન તાલુકો, જેવી વિશિષ્ઠર સાફલ્ય્ સિધ્ધિરઓની ભૂમિકા આપી જણાવ્યું છે કે ગુજરાત એવું એક અપવાદરૂપ રાજ્ય છે જયાં ઔદ્યોગિક વિકાસ પણ સતત થયો છે અને સાથે સાથે ખેતી કરવા લાયક જમીનમાં પણ વધારો થયો છે.
શ્રી નરેન્દ્રથભાઇ મોદીનો 6પમાં આઝાદી પર્વ નિમિત્તે પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-
વહાલા નાગરિક ભાઇઓ અને બહેનો. આપને આઝાદી પર્વની ખુબ ખુબ શુભકામનાઓ. આઝાદીનું આ પર્વ આ દેશના અનેક વીરપુરુષો, મહાપુરુષોને યાદ કરવાનું પર્વ છે. શ્રદ્ધાંજલિ આપવાનું પર્વ છે અને એમણે દેશ માટે જે બલિદાન આપ્યાઆ, પોતાની જવાની ખપાવી દીધી એવા સૌ મહાપુરુષોને યાદ કરીને એમણે જે સ્વ પ્ના સેવ્‍યાં હતા એ સપના સાકાર થાય તેવા સંકલ્પઆ કરવાનું આ પર્વ છે.
આપણા સૌની સહિયારી જવાબદારી છે કે, આપણે બધા સાથે મળીને મા ભારતીના કલ્યાએણને માટે, આ દેશના ગરીબોના કલ્યા ણને માટે, આ દેશના યુવાનોના સપના સાકાર કરવા માટે યથાશક્તિ,, પુરેપૂરો પ્રયાસ કરીએ. ગુજરાતની આ ધરતી મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વિવાળી ધરતી અનેક મહાપુરુષોના આશીર્વાદથી પુલકિત થયેલી ધરતી એની સવિશેષ જવાબદારી છે અને તેથી જ આપણો સંકલ્પા રહ્યો છે, ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ. ભારત માતાની સેવા કરવાની આનાથી બીજી કોઇ ઉત્તમ પદ્ધતિ ન હોઇ શકે. આપણને જે જવાબદારી સોંપી હોય, જે કામ સોંપ્યું્ હોય એને નિષ્ઠા પૂર્વક, પરિશ્રમપૂર્વક પરિપૂર્ણ કરીએ અને જનતા જનાર્દનના સ્વરપ્ના સાકાર કરવા માટે કોઇ કચાશ ન રાખીએ. જેને માથે જે જવાબદારી હોય તે નિભાવવી રહે.
ગુજરાતની જનતાએ રાષ્ટ્રીના કલ્યાસણને માટે ક્યાં ય પાછીપાની કરી નથી. રાષ્ટ્રરના વિકાસની યાત્રામાં ગુજરાતે ખુબ મોટું યોગદાન આપ્યુંક છે. આજે હિન્દુપસ્તાાનનો કોઇ જિલ્લો એવો નહીં હોય કે જેના નાગરિકો ગુજરાતમાં સુખચેનથી પોતાની જિન્દ‍ગી ન જીવતા હોય, પોતાના સ્વાપ્ના સાકાર ન કરતા હોય. અમારે માટે ગર્વની બાબત છે કે હિન્‍દુસ્તાેનના ખૂણે ખૂણેથી લોકો ગુજરાત આવ્યાસ છે. ગુજરાતની ધરતી પર એમના પોતાના પરસેવાથી, એમણે પોતાના પરિવારને સુખી કરવાનો પ્રયાસ કર્યો છે.
આ દેશ કૃષિ પ્રધાન દેશ છે અને છતાંયે આ દેશમાં ખેડૂતોને આત્મજહત્યાો કરવાની નોબત આવે એનાથી વધારે કમનસીબી કોઇ ન હોઇ શકે અને તેથી જ ગુજરાતે ખેતી વિકાસને પ્રાધાન્યવ આપ્યું . દેશનો કૃષિ વિકાસ દર 2 ટકા 3 ટકાની આસપાસ અટવાતો હોય ત્યાારે, ગુજરાતે આખો દશકો 10 ટકા કરતાં વધારે કૃષિ દર મેળવીને ગુજરાતના ગામડાંને, ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે. સામાન્યમ રીતે ઔદ્યોગિક વિકાસ જ્યાકરે થતો હોય ત્યાશરે ખેતીની જમીનમાં ઘટાડો થાય અને આ સ્વા ભાવિક બાબત છે. પરંતુ આખા દેશ માટે ગુજરાત એક અપવાદ છે કે અહિંયાં ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. સાથે - સાથે ખેતી કરવાલાયક જમીનમાં પણ વૃદ્ધિ થઇ છે. આ નાની સુની સિદ્ધિ નથી. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનું ગામડું સમૃદ્ધ થાય એને માટે આપણે પ્રયાસ આદર્યો છે. સમગ્ર દેશમાં એની ચર્ચા છે, દૂનિયામાં ચર્ચા છે અને મારે ગર્વ સાથે કહેવું છે. હમણાં જ તાજેતરમાં ભારતની સુપ્રિમ કોર્ટ, ગુજરાતની જમીન બાબતની જે નીતિઓ છે એના ભરપેટ વખાણ કર્યા. જે લોકો ગુજરાતમાં છાશવારે પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે એવા લોકોને સુપ્રિમ કોર્ટે જ બરાબરની લપડાક મારી છે. એના પરિણામે આપણો સાચી દિશામાં કામ કરવાનો ઉત્સાિહ વધ્યોન છે. એક જમાનો હતો કે ગુજરાતના ખેડૂતની જમીન એકરના ભાવે વેચાતી હતી ત્રણ હજાર, પાંચ હજાર, સાત હજારથી વધારે એની જમીનનું કોઇ મૂલ્યજ ન હતું. આજે ગુજરાતના ખેડૂતની જમીન વાર અને ફૂટના ભાવે અને ખેડૂત જે માંગે તે ભાવે વેચાય એવી વિકાસની સ્થિૂતિ પહોંચી છે. 3 હજાર રૂપિયે પણ જે જમીન નહોતી લેવાતી એના આજે 3 લાખ, પ લાખ, 7 લાખ રૂપિયા બોલાય છે. ખેડૂતની જમીનનું આ મૂલ્યમ શેના કારણે વધ્યુંચ ? જો ઔદ્યોગિક વિકાસ ન થયો હોત, માળખાકીય સુવિધાનો વિકાસ ન થયો હોત તો, ખેડૂતની જમીન પાણીના ભાવે વેચાઇ ગઇ હોત. ખેડૂતને દિકરી પરણાવવી હોય તો વિઘુ-બે વિઘુ જમીન વેચવી પડતી હતી. એ દિવસો ગયા. આજે ખેડૂત પોતે ટર્મસ અને કન્ડી શન નક્કી કરે છે અને એનું કારણ સરકારની ગામડા તરફી નીતિઓ, ગરીબ તરફી નીતિઓ, લાંબાગાળના કલ્યાકણ માટેની નીતિઓ છે જેના કારણે આ શક્યફ બન્યું છે.
ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરનારાં લોકો જુઠ્ઠાણાં ફેલાવવાની અંદર જાણે સ્પાર્ધામાં ઉતર્યા છે ત્યાગરે મારે આઝાદી પર્વના પવિત્ર દિવસે મહાપુરૂષોને સ્મ રણ કરીને કહેવું છે કે, આજ ગુજરાતની ધરતી જ્યાંન એક દશકામાં દૂધ ઉત્પારદનમાં 60 ટકા કરતાં વધારે વધારો થયો છે. આપ વિચાર કરો, જો ગુજરાતના પશુધનને સાચવવાની વ્યપવસ્થામ ન થઇ હોત તો આ ડેરીઓ ક્યાં થી ફુલીફાલી હોત? દુનિયાના દેશોમાં દૂધ આપણે એક્ષપોર્ટ ક્યાંવથી કરી શક્યા હોત? આ દિવા જેવું સત્યત આપણને ઘર આંગણે દેખાય છે. સવાર-સાંજ દૂધના કેન લઇને દોડતી ગાડીઓ જોઇએ ત્યાતરે આપણને ધ્યાંનમાં આવે છે કે, જૂઠ્ઠાણા ફેલાવનારા કેટલા જૂઠ્ઠા છે. કૃષિ ક્ષેત્રે દૂધ ઉત્પાહદન હોય, કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાઆદન હોય, કૃષિ ક્ષેત્રે પાકની મૂલ્યઠ વૃદ્ધિ હોય, આ બધા જ કામમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરીછે.
ગુજરાતનું યુવાધન એ હિન્દુ સ્તાાનની આવતીકાલ માટેની શક્તિલ છે. ભારતના વિકાસની અંદર સૌથી મોટું કોઇ પરિબળ હોય તો તે ભારતની યુવાશક્તિન છે. દુનિયાનો સૌથી યુવાન દેશ આપણો છે અને આ યુવાની, એને જો અવસર મળે, એના કૌશલ્યકની ચિંતા થાય, એના હુન્નૌરની ચિંતા થાય અને એ આયોજન, યોજનાઓ એવી હોય કે જેમાં યુવાશક્તિૌનો ભરપૂર ઉપયોગ થાય તો, આ દેશ સોળે કળાએ ખીલી શકે એવી સ્થિનતિ છે અને તેથી જ ગુજરાતે યુવાશક્તિ પર ધ્યાોન કેન્દ્રી ત કર્યું છે. હવે સમય બદલાયો છે. યુવાનો પણ આપણે ધારીએ તેના કરતાં જલ્દીય પરિપકવ થતા હોય છે. જવાબદારીઓનો અહેસાસ કરાવતા હોય છે. એમને વર્ષો સુધી શાળા-કોલેજોના પગથીયાં ચડીને પ્રમાણપત્રો એકઠાં કરવાના હવે શોખ રહ્યા નથી. એને તો પોતાના બાહુબલની અંદર શક્તિ જોઇએ છે, સામર્થ્ય જોઇએ છે, એને તરવરાટ છે, એને ઇશ્વરે જે શક્તિી આપી છે એનો તાત્કાપલિક ઉપયોગ કરવો છે. પરિવારને કામમાં આવવું છે અને તેથી જ તે ટેકનીકલ શિક્ષણ તરફ વળ્યાા છે. કૌશલ્ય વર્ધન તરફ વળ્યામ છે. પોતાની શક્તિિના કૌશલ્યક દ્વારા વિકાસની અંદર ભાગીદાર બનવા માટે ઉત્સાછહિત થઇને દોડની અંદર સામેલ થયા છે. આ યુવાનોને ધ્યાાનમાં રાખીને ગુજરાતે જે યોજનાઓ બનાવી એનું પરિણામ કેવું આવ્યુંય? હિન્દુાસ્તા નમાં ગુજરાતની વસતિ કેટલી ? છ ટકા, માત્ર છ ટકા, છતાંયે રોજગારી આપવામાં ગુજરાત 55 ટકા, 56 ટકા, 60 ટકા સુધી પહોંચે છે. આખો દેશ એક તરફ અને એક તરફ ગુજરાત. ગુજરાતની અંદર સમગ્ર દેશમાં જે રોજગારી અપાય છે એમાંથી 56 ટકા માત્ર ગુજરાતમાં અપાઇ છે એવું ભારત સરકારે જાહેર કર્યું છે. 44 ટકામાં આખુ હિન્દુ સ્તાગન. આપ વિચાર તો કરો, જો ગુજરાતમાં વિકાસ થયો ન હોત તો યુવાધનનું ભાગ્યે પણ ન ખૂલ્યું હોત.
જ્યાંરે વિદ્યાર્થીઓની અંદર ટેકનીકલ શિક્ષણની રૂચિ ઊભી થઇ છે ત્યાએરે આ સરકારે મહત્વા6કાંક્ષી નિર્ણયો કર્યા છે. આપણે એવો નિર્ણય કર્યો છે કે, આઠમાં ધોરણ પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે એ બે વર્ષનો કોર્ષ કરે તો તેને ધોરણ-10માંના સમકક્ષ ગણવામાં આવશે. ધોરણ-10મા પછી જે લોકો આઇ.ટી.આઇ.માં જાય છે તે બે વર્ષનો ડિપ્લોવમાં કરે તો એને ધોરણ-12મા ધોરણની સમકક્ષ ગણવામાં આવશે. જેથી ભવિષ્ય માં ધોરણ-10માની આગળ એને ભણવું હોય, 12માંની આગળ એને ભણવું હોય, ટેકનીકલની ઉચ્ચય ડીગ્રી પ્રાપ્ત- કરવી હોય એના માટે દ્વાર ખુલી ગયા છે. ગુજરાતમાં યુવાશક્તિઉના કૌશલ્યીને માટે વિશાળ આવશ્યનતા ઊભી થઇ છે. એના માટે યોગ્યસ વ્ય વસ્થાજઓ કરી છે. ચીનની સાથે સ્પ્ર્ધા કરવાની સાથે આપણે કૌશલ્યભવર્ધન તરફ ધ્યા ન કેન્દ્રી ત કર્યુ છે. હિન્દુઓસ્તાઉનના કોઇ એક રાજ્યતમાં વધુને વધુ કૌશલ્યશના હુન્નનર શીખવાડવાના પ્રયાસ થતા હોય તો આજે ગુજરાતની ધરતી પર થઇ રહ્યા છે. કારણ મને મારા યુવાધનની શક્તિેમાં ભરોસો છે, યુવાનો મારો તમારામાં ભરોસો છે. યુવાનો, મને વિશ્વાસ છે, આપણી ઇશ્વરીય શક્તિવ અને સરકાર દ્વારા થયેલું આયોજન બન્ને જો ભેગા મળે તો હિન્દુાસ્તાયની અંદર ગુજરાત નવી શક્તિો બનીને ઉભરે અને ગુજરાત આખા વિશ્વની આખામાં એક નવી શક્તિવ અને સામર્થ્યદ બનીને ઉભૂં રહી જાય તેવી મને પુરી શ્રદ્ધા છે.
આપણે આપણી શક્તિરના ભરોસે આગળ વધવું છે. ગુજરાતની અંદર વિકાસની યાત્રામાં 50 ટકા નારીશક્તિઆ જો ભાગીદાર બને તો આ વિકાસની યાત્રા કેટલી ઝડપી બને, કેટલી વ્યા5પક બને અને કેટલી ફળદાયી બને એનો મને પ્રત્યનક્ષ અનુભવ છે.
ગુજરાતની નારી શક્તિોના કૌશલ્યોને મારે વિકાસમાં જોડવું છે, એને નિર્ણયમાં મારે ભાગીદાર બનાવવી છે. એને મારે આર્થિક પ્રવૃત્તિનો અધિકાર આપવો છે. તેથી જ ગરીબ બહેનોના નાના-નાના સખીમંડળોની જાળ આખા ગુજરાતમાં પાથરી છે. મિશન મંગલમ્‌ એક એવું મીશન હાથમાં લીધું છે કે, જેને કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન જેને ક્યાદરેય વ્યા જે પૈસા લેવા ન પડે અને ક્યા રેક ઓશિયાળા ન થવું પડે, દીકરો માંદો હોય, દીકરીને ભણાવવી હોય, દીકરીના લગ્ન‍ કરાવવા હોય, બાળકોની ચિંતા કરવી હોય, તેના હાથમાં પૈસા હાથવગા હોવા જોઇએ. ઓશિયાળી જીંદગી ન જોઇએ અને પરિવારના લોકોને પણ ઓશિયાળી જીંદગી જીવવી ન પડે તેવી ગૌરવપૂર્વક સ્થિનતિ માટે મારી માતાઓ અને બહેનો માટે આ મિશન મંગલમ્‌ હાથ ધર્યું છે.
ગુજરાતમાં લાખો સખી મંડળો બન્યામ છે. બેંકો સાથેના જોડાણ કર્યા છે. રૂપિયા હજાર કરોડ કરતાં વધારે માતબર રકમ આજે આ બહેનોના હાથમાં આવી છે. આ રકમ પાંચ હજાર કરોડ રૂપિયા સુધી લઇ જવાની નેમ છે.
આપ વિચાર તો કરો, ગરીબ બહેનોના નાના નાના સખીમંડળો પાસે મળીને હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફરતી થાય તો, ગુજરાતના ગ્રામીણ જીવનમાં ગરીબના કુટુંબની આર્થિક પ્રવૃત્તિ અંદર કેટલો મોટો વેગ આવશે, કેટલી વૈજ્ઞાનિક ઢબે પ્રગતિ થશે! મને તો પુરો વિશ્વાસ છે કે, ગુજરાતની વિકાસ યાત્રાને ખૂબ મોટી તાકાત આપવાનું કામ આવનારા દશકામાં માતાઓ-બહેનો કરવાની છે અને તેનો પાયો આ સરકારે રચી દીધો છે. આ મજબૂત પાયા પર વિકાસની નવી ઇમારત આપણે ઊભી કરવાના છીએ.
ગરીબ કલ્યાઆણ મેળા દ્વારા ગુજરાતે ગરીબીની કેટલી ચિંતા કરી, સામે જઇને સરકારની યોજનાના લાભ એમના ઘર સુધી પહોંચાડયો. હજારો કરોડો રૂપિયાના લાભો આપ્યા . પહેલીવાર ગરીબીની રેખા નીચે જીવનારા 0 થી 16 આંકના જે ભાઇઓ - બહેનો હતા એમને જમીનના પ્લોછટ આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું . હિન્દુકસ્તાઆનની અંદર ક્યાં ય આ કામ થયું નથી. જે લોકો ઉદ્યોગ ગૃહોના નામે ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માંગે છે એમને મારે ડંકાની ચોંટ પર કહેવું છે કે, હિન્દુ સ્તાનનમાં આ એક સરકાર જ એવી છે કે, જેણે 0 થી 16 અંકો નીચે જીવનારા ગરીબો, જેઓ ઘર માટે, જમીનના ટુકડા લેવા માટે હકદાર છે તેવા સૌને ઘરથાળની જમીન આપવાનું કામ આ સરકારે પરિપૂર્ણ કર્યું છે. 60-60 વર્ષોથી જે કામ નહોતા થયા તે કામો પરિપૂર્ણ કરી દીધા છે.
મને સંતોષ છે અને મને ગર્વ છે. મારી સરકાર ગરીબોના કલ્યાોણ માટે પ્રતિબદ્ધ છે. ભારત સરકારે ગરીબોના કલ્યાઅણ માટે 20 મુદ્દાની યોજના કાર્યરત કરી છે. એનું દર ત્રણ માસે મૂલ્યાંધકન થાય છે અને મારે સંતોષ સાથે કહેવું છે કે, ગરીબોના કલ્યાાણ માટેની યોજનાઓમાં સર્વોત્તમ કામ કરનારી સિદ્ધિ સતત કોઇએ પ્રાપ્તવ કરી હોય તો તેમાં ગુજરાતનું નામ પ્રથમ આવે છે.
ગુજરાતમાં ગરીબોને ઓશિયાળા નથી રાખવા, ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે કામ આપવું છે, હિંમત આપવી છે, યોજનાઓ આપવી છે એનો હાથ પકડીને એને બહાર લાવવા છે અને એના માટેનું અમે આયોજન કર્યું છે અને તેથી જ ગુજરાતે વિકાસનો જે મંત્ર લીધો છે તે મંત્રનો અર્થ શું છે? અમે કહીએ છીએ, સૌનો સાથ....સૌનો વિકાસ તેથી આઝાદીના આટલા વર્ષ પછી વહીવટી માળખામાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઇ. તો પ્રાંત કચેરીઓ ડબલ કરી નાંખી. જેથી કરીને સામાન્યજ માનવીને પોતાના ઘર આંગણે વધુ સુવિધા મળે. તાલુકા સરકાર, આપણો તાલુકો, વાયબ્રન્ટય તાલુકો, એક એવું અભિયાન ઉપાડયું છે. સાચા અર્થમાં સત્તાનું વિકેન્દ્રીોકરણ કેવી રીતે થાય, નાનામાં નાનો માનવી પણ સત્તાની અંદર ભાગીદાર કેવી રીતે બને, આયોજનની અંદર નાનામાં નાના આદમીની વાત કેવી રીતે સંભળાય એનું એક અદ્‌ભૂત કામ ગુજરાતે ઉપાડયું છે.
આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો-આ પ્રોજેકટ આવનારા દિવસોમાં સફળતા પ્રાપ્ત કરશે તેવી મારી પુરી શ્રદ્ધા છે. એના કામને વેગ આપવા માટે, હમણાં ચલો તાલુકેનું અભિયાન ચાલી રહ્યું છે. આખી રાજ્ય સરકાર તાલુકે, તાલુકે જઇને, સરપંચો સાથે બેસીને વિકાસનું આયોજન કરી રહી છે. હિન્દુજસ્તાસનમાં વિકેન્દ્રી કરણની વાતો વર્ષોથી થતી આવી છે. પણ વિકેન્દ્રી કરણ કરવા માટેનો રસ્તોુ કોઇને સુઝતો ન હતો. આપણો તાલુકો, વાયબ્રન્ટથ તાલુકો, ચલો તાલુકે અને ગરીબ કલ્યાોણ મેળા આ એવા નવતર પ્રયોગો છે કે જેના કારણે તાલુકા તાલુકા વચ્ચે, વિકાસની સ્પસર્ધા થવાની છે. એક તાલુકો બીજા તાલુકા કરતા આગળ નીકળે, એક તાલુકો ઇચ્છેસ કે મારી તાલુકાની પ્રજાને આ રીતે સુખી કરવી છે. બીજો તાલુકો વિચાર કરશે કે મારે તેના કરતાં પણ વધારે સુખી કરવાની છે. એક તાલુકો વિચાર કરે કે મારે મારા ગામડાંઓને આટલી સુવિધા આપવી છે તો બીજો તાલુકો વિચાર કરશે કે ના, એના કરતાં મારે વધારે આપવી છે. તાલુકે તાલુકે આવી તંદુરસ્તુ સ્પ ર્ધા ઊભી કરવી છે. અત્યાાર સુધી રાજ્યેની રચના અને ગતિવિધિ જિલ્લાઓ આધારિત હતી. હવે મારે તાલુકાઓ આધારિત કરવી છે. 25-26 જિલ્લાઓના ઉપર ઉભેલું રાજ્યિ હવે 225 તાલુકાઓના પિલર પર ઉભું રહેશે. આપ વિચાર કરો, 225 તાલુકાઓના આધાર સ્થં્ભી આ તાકાત કેટલી મોટી હશે? મારી શ્રદ્ધા છે-તાલુકાની ટીમમાં, મારી શ્રદ્ધા છે.-તાલુકાના નેતૃત્વ2ની અંદર, મારો ભરોસો છે-તાલુકાની સામર્થ્ય વાન શક્તિં ઉપર, આ ભરોસાના આધારે ગુજરાતને નવી ઉચાઈઓ પર લઇ જવાનું અભિયાન ઉપાડયું છે. અને આપ જોં જોં, જોત જોતામાં ગુજરાત દશેય દિશાઓમાં વિકાસની નવી સિદ્ધિઓ પ્રાપ્તત કરવા માટે આગળ ધપશે.
આઝાદીના આ 65માં પર્વે મહાપુરૂષોનું સ્મેરણ કરી રહ્યા છીએ ત્યા રે સંકલ્પર પણ કરવો જોઇએ. હવે આપણે અટકવું નથી. આપણે આ વિકાસયાત્રાને વધુને વધુ વેગ આપતા જ રહેવું છે. પ્રત્યેણક ક્ષેત્રમાં વિકાસ કરવો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, રમતગમત હોય, યુવાનો હોય, માતાઓ, બહેનો હોય, ખેડૂત હોય, શહેરી-ગરીબો હોય, ગામડું હોય, શહેર હોય, દરેક આદિવાસી ભાઇ હોય, કે મારો સાગરખેડુ ભાઇ હોય, મારે સૌનો વિકાસ કરવો છે. આ વિકાસની યાત્રામાં આવો, આપણે સાથે મળીને આગળ વધીએ.
એક જ મંત્ર. સૌનો સાથ, સૌનો વિકાસ. એક વાર ગુજરાત વધુ વિકાસ કરશે તો દેશ વિકાસ પામશે. અને ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ એ જ મંત્ર.
આ પાવન પર્વે આવો, દેશના સ્વાેતંત્ર્ય વીરોને પ્રણામ કરીએ. દેશ માટે જીવન આપનારાઓનું પણ મહત્વર છે. દેશ માટે જીવી જનારાઓનું પણ મહત્વણ છે. આપણા માટે સૌ આદરણીય અને - શ્રધ્ધેવય છે જેમણે પણ બીજાના કલ્યા ણ માટે કંઇ પણ કર્યું છે એવા સૌને, હું નમન કરૂ઼ છું. સૌ આઝાદીના વીરોને નમન કરૂ઼ં છું.
જય જય ગરવી ગુજરાત...
ભારત માતા કી જય...
ભારત માતા કી જય...
વન્દેમ માતરમ્‌
વન્દેમ માતરરમ્‌
.......