LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 1 ઑગસ્ટ, 2011
આનંદો જેતપુર વાસીઓ
રવિવાર, 31 જુલાઈ, 2011
રાજકોટવાસીઓની આદત બદલી નાખી છે તેમણે -હસતા મોઢે કામ કરો
કિરીટ ગુણવંતરાય ગણાત્રા, અખબાર માલિક
જન્મ: ૧૪ જુલાઈ, ૧૯પ૦, રાજકોટ
અભ્યાસ: બી.કોમ.
કિરીટભાઈને વિજ્ઞાનપ્રવાહમાં જવું હતું, પરંતુ સારા માક્ર્સ ન આવતાં પરિવારજનોના કહેવાથી કોમર્સમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ પ્રેસ સંભાળ્યું, જે તેમના માટે ટિનઁગ પોઈન્ટ હતો. આમ તો તે અભ્યાસની સાથે સાથે બાપુજીને મદદ કરવા તેમના સાપ્તાહિક ‘જય સૌરાષ્ટ્ર’માં કામ કરતા. તે પિતા પાસેથી ચોટદાર હેડિંગ મારવાની કળા શીખ્યા. કિરીટભાઈએ બાદમાં બપોરનું દૈનિક ‘અકિલા’ શરૂ કર્યું જેને જબદસ્ત સફળતા મળી. તેમના સૂત્ર ‘સવારે ચા સાંજે અકિલા’માં સહેજ પણ અતિશયોક્તિ નથી-રાજકોટના લોકોને સવારની ચાની જેમ સાંજના ‘અકિલા’ની આદત પડી ગઈ છે.
જીવનસાથી સાથેની પહેલી મુલાકાત: મારી સગાઈ કલોલ થઈ હતી. હું મારી ભાવિ પત્નીને મળવા રાજકોટથી મિત્રનું બુલેટ લઈને કલોલ જતો હતો ત્યારે લીમડી પાસે આગળ જતી ટ્રકમાંના સળિયા વાગતાં છાતીમાં છરકો થઈ ગયો હતો અને લીમડી હોસ્પિટલમાં સારવાર લેવી પડી. અમદાવાદથી નવો શર્ટ લીધો અને પછી કલોલ ગયો.
બાળપણની યાદ: દિવાળીમાં મેં મીઠાઈમાં મીઠું નાખ્યું હતું અને ઘરે ભણાવવા આવતા શિક્ષકને એ મીઠાઈ ખવડાવી હતી. બાપુજીને આની જાણ થતાં તેમણે મને ફડાકો માર્યો હતો.
વસ્ત્રો-ખોરાક: નવાં કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. કાઠિયાવાડી ભોજન, ઓળો, ઊંધિયું, બટેટાવડાં અને મરચાનાં ભજિયાં ખૂબ ભાવે છે.
વિશેષ: અનેક ગીતો લખ્યાં છે. ધૂન તૈયાર કરી છે. રાજકોટના સંગીતકાર વિજય રિયાઝ કરતા ત્યારે મારી પાસે ગીત ગવડાવતા. જો જીવન ફરીથી જીવવા મળે તો સંગીત ક્ષેત્ર પસંદ કરું.
નવી પેઢી વિશે: આજની પેઢીમાં અમારા કરતાં ખૂબ શક્તિ છે, પરંતુ નવી પેઢીએ કોઈ પણ આશા કે સ્વાર્થ વગર સતત કામ કરવું જોઈએ.
આદર્શ: મારાં માબાપ. તેઓની સરળતા-સાહજિકતા મને ખૂબ સ્પર્શી ગઈ.
પ્રિય પુસ્તક: ઓશોનું દરેક પુસ્તક.
સફળતાનો મંત્ર: હસતા મોઢે કામ કરવું.
સૌથી વધુ મહત્વ શેને આપો છો ?: નાના માણસોને સાંભળવા.
curtsy : Divyabhaskar.
શનિવાર, 30 જુલાઈ, 2011
શુક્રવાર, 29 જુલાઈ, 2011
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ફોર્ડ મોટર કંપની અને ગુજરાત સરકાર વચ્ચે રાજ્ય સહયોગના સમજૂતિ કરાર સંપન્ન




ગુજરાત ગ્લોબલ ઓટોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થઇ રહ્યું છે
વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપની ગુજરાતમાં સાણંદ નજીક રૂ.૪૦૦૦ કરોડના મૂડીરોકાણ સાથે સ્થાપશે ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્રોજેકટ એન્ડ એન્જીનિયરીંગ
સાણંદ ફોર્ડ મોટર પ્રોજેકટ ૪૬૦ એકરમાં બે પ્લાન્ટ એકમો સ્થપાશે
પ૦૦૦ પ્રત્યક્ષ અને રપ૦૦૦ પરોક્ષ રોજગારી ઉપરાંત આનુસંગિક ૬૦૦૦ રોજગારી મળી કુલ ૩૬૦૦૦ યુવાનોને રોજગારીની તકો
કંપની વિશ્વકક્ષાના ઓટોમોબાઇલ્સ-ઇજનેરી કુશળ માનવબળ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર સ્થાપશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં વિશ્વખ્યાત મોટરકાર ઉત્પાદક ફોર્ડ મોટર કંપની અને ગુજરાત સરકાર વચ્ચે સાણંદ નજીક ફોર્ડ મોટર વ્હીકલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ સ્થાપવા માટેના રાજ્ય સરકારના સહયોગ માટેના કરાર સંપન્ન થયા હતા.
અમેરિકાની આ વિશ્વખ્યાત ફોર્ડ મોટર કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિસ્તરણના ભાગરૂપે અને ભારતમાં તેના પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ માટે ગુજરાતની પસંદગી કરી છે.
ગાંધીનગરમાં ફોર્ડ ઇન્ડીયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેકટર શ્રીયુત માઇકલ બોનેહાલ (Mr. Michael Boneham) તથા રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુએ આ સમજૂતિના કરાર કર્યા તેવા ગૌરવરૂપ અવસરે મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ફોર્ડ મોટરના પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે ગુજરાત, ગ્લોબલ ઓટો હબ બનવા સક્ષમ છે તેનું આ એક વધુ પ્રમાણ છે. જ્યારે ફોર્ડ મોટર કંપનીના પ્રેસિડેન્ટ શ્રીયુત જો હીનરિકસ (Mr.
ફોર્ડ મોટરનો આ મેન્યુફેકચરીંગ એન્ડ એન્જીનિયરીંગ પ્લાન્ટ રૂ. ૪૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્થપાશે અને અમેરિકા બહાર સ્થાપવામાં આવનારા ફોર્ડ કંપનીનો સૌથી મોટો પ્લાન્ટ ૪૬૦ એકર જમીનમાં સાણંદ નજીક આકાર લેશે. ગુજરાતમાં ફોર્ડના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અને એન્જીનિયરીંગ પ્લાન્ટમાં પ૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી ઉપરાંત અન્ય રપ૦૦૦ને પરોક્ષ તથા ૬૦૦૦ ઇજનેરી યુવાનોને એન્સીલીયરી એન્જીનિયરીંગ ઉદ્યોગોના આનુસંગિક વિકાસમાં રોજગારીની તકો મળીને એકંદરે ૩૬૦૦૦ યુવાનોને રોજગારીના વિવિધ અવસરો પ્રાપ્ત થવાના છે. રાજ્ય સરકારે ફોર્ડ કંપનીના બંને પ્લાન્ટ એકમોની આસપાસ, ઓટોમોબાઇલ્સ એન્ડ એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહક એવા આનુસંગિક નવા ઓટો-ઇજનેરી એકમોના વિકાસ માટે ૧પ૦ એકર વધુ જમીન આરક્ષિત કરી છે. ગુજરાત હવે ઓટોમોબાઇલ્સ સેકટરમાં એક્ષ્પોર્ટ હબ પણ બની રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ફોર્ડ મોટર્સના ઉત્પાદક પદાધિકારીઓ સાથેના પરામર્શનો નિર્દેશ કરતાં ફોર્ડ મોટર કંપની દ્વારા આ ઓટોમોબાઇલ સેકટરમાં ઉત્તમ કૌશલ્ય ધરાવતી માનવશકિતના નિર્માણ માટે વિશ્વકક્ષાના સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ઝડપથી સ્થાપવાની અપેક્ષા વ્યકત કરી હતી.
ગુજરાત તેની પ્રણાલીગત વ્યાપારી રાજ્યની ઓળખમાંથી છેલ્લા એક જ દશકમાં ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ધરાવતા રાજ્યનું ગૌરવ ધરાવતું થયું છે અને હવે તો ગુજરાત વિશ્વના સૌથી ઉત્તમ મૂડીરોકાણ માટેના પસંદગીના સ્થળ તરીકે ગણમાન્ય બન્યું છે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. બોમ્બાર્ડિઅર અને ટાટા-નેનો પ્લાન્ટ જેવા ઓટોમોબાઇલ્સ સેકટરની પ્રગતિથી ગુજરાત છેલ્લા ત્રણેક વર્ષમાં જ ગ્લોબલ ઓટોમોબાઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન હબ બનવા સજ્જ થયું છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રીયુત જો હિનરિકસે ‘‘નમસ્તે ગુજરાત’’ કહીને સહર્ષ જણાવ્યું હતું કે, એશિયા, પેસિફિક અને આફ્રિકા વિસ્તારમાં વિસ્તરણની વ્યુહરચનાના ભાગરૂપે ફોર્ડ કંપનીએ વિશ્વના શકિતશાળી દેશ પૈકીના એક એવા ભારત દેશની પસંદગી કરી છે અને તેમાં ફોર્ડ કંપનીના નવા મેન્યુફેકચરીંગ પ્લાન્ટની સ્થાપના પ્રથમ ગુજરાતમાં થઇ રહી છે.
શ્રી હિનરિકસે આ મૂડીરોકાણને ફોર્ડ કંપનીના વૈશ્વિક ભવિષ્ય માટેનું રોકાણ ગણાવી ઉમેર્યું હતું કે, આ દશકના મધ્યભાગમાં કંપનીના વૈશ્વિક વેપારમાં પચાસ ટકાની વૃધ્ધિ એટલે કે વાર્ષિક આઠ મિલિયનથી વધુ વાહનોના વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં ગુજરાતમાં સ્થપાનારા આ મહત્વપૂર્ણ એકમો મદદરૂપ બનશે. ઊંચી ગુણવત્તા અને ઇંધણ કાર્યક્ષમતા ધરાવતા વાહનોના ઉત્પાદન માટે કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણની યોજના ધરાવે છે તેની પણ તેમણે માહિતી આપી હતી.
ફોર્ડ ઇન્ડિયાના શ્રી માઇકલ બોનહેમે જણાવ્યું હતું કે, ફોર્ડ કંપની માટે ભારતનું વિશાળ અને શકિતશાળી બજાર વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યુૈં હતું કે તામિલનાડુની જેમ જ ગુજરાતના સાણંદ ખાતે પણ ફોર્ડ કંપની તેની શ્રેષ્ઠ પરંપરાઓને જાળવીને ગુણવત્તાલક્ષી વિકાસ સાધશે.
ગુજરાતના ઔદ્યોગિક સામર્થ્યને કારણે ફોર્ડ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીએ પોતાના ઉદ્યોગોની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરી છે. ગુજરાતનું ઉદ્યોગ સહાયક વાતાવરણ, આંતરમાળખાકીય સુવિધાઓ, ઉત્તર-પશ્ચિમ ભારત માટેની બંદરીય વ્યવહારની સુવિધાઓ, કૌશલ્યવાન માનવબળની ઉપલબ્ધિ જેવી અનેકવિધ વિશેષતાઓ વિશ્વના ઉદ્યોગોને ગુજરાત તરફ આકર્ષે છે. ગુજરાતમાં સ્થપાનારા આ નવા ઉદ્યોગોને કારણે દેશના મોટાભાગના પેસેન્જર કાર ઉદ્યોગ જે વિસ્તારમાં આવેલા છે તેવા ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ ઉદ્યોગોને આનુષંગિક નવા મેન્યુફેકચરીંગ એકમો કે ઉદ્યોગોની સ્થાપના માટેનો માર્ગ સહેલો અને ઝડપી બનશે.
સાણંદ નજીક સ્થપાનારા આ બંને ઔદ્યોગિક એકમોનું બાંધકામ આ વર્ષના અંતમાં શરૂ કરવામાં આવશે એટલું જ નહિ, વર્ષ ર૦૧૪માં આ એકમો દ્વારા મોટરકાર અને એન્જીનનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે.
પ્રારંભમાં મુખ્ય સચિવશ્રી એ. કે. જોતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ અને ફોર્ડ કંપનીના અન્ય પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
નિર્દોષ ખેડૂતો અને નાગરિકોની જમીન બોગસ દસ્તાવેજો અને ગેરકાનૂની રીતરસમોથી પડાવી લેનારા માથાભારે તત્વો સામે પૂરી સખ્તાઇથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રીના સ્પષ્ટ આદેશો
સ્વાગત ઓન લાઇન કાર્યક્રમમાં આવેલી રજૂઆતોને અત્યંત ગંભીર ગણીને જમીન માફીયા તત્વો સામે લાલ આંખ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલી રજૂઆતોને અત્યંત ગંભીર ગણીને નિર્દોષ ખેડૂતો તથા નાગરિકોની જમીન મિલ્કતો બોગસ દસ્તાવેજો અને ગેરકાનૂની રીતરસમોથી પડાવી લેવાની પ્રવૃત્તિ કરનારા તત્વો અને માથાભારે ટોળકીઓ સામે પૂરી સખ્તાઇથી કાર્યવાહી કરવાના આદેશો જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડાઓને આપ્યા હતા.
દર મહિનાના ચોથા ગુરૂવારે મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો, સંબંધકર્તા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને સચિવાલયના વિભાગોના સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળી હતી અને વાજબી ન્યાય અપાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષા સુધી નિયમિત યોજવામાં આવે છે અને કોઇપણ સામાન્ય નાગરિક પોતાના પ્રશ્નોની રજૂઆત, આ સ્વાગત ઓનલાઇનમાં પોતાના ગામ કે તાલુકા કે જિલ્લાના કાર્યક્રમમાં જઇને ન્યાય મેળવી શકે છે.
અત્યાર સુધીમાં રાજ્ય-જિલ્લા અને તાલુકા કક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં સમગ્રતયા ૧,૮૪,૭૧૩ નાગરિકોની રજૂઆતો નોંધાઇ હતી અને તેના સંતોષકારક ઉકેલની ટકાવારી ૯૦.૯પ ટકા થવા જાય છે અન્ય રજૂઆતોના ઉકેલ પ્રગતિ હેઠળ છે.
આ સમગ્ર કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્માના માર્ગદર્શનમાં સ્વાગત-જનસંપર્ક શાખાના અધિકારી-કર્મયોગીઓની ટીમ કરે છે.
રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ખેડા જિલ્લામાં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી નડિયાદમાં ધ્વજવંદન કરાવશે
જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો તાલુકામથકોએ-મંત્રીશ્રીઓના હસ્તે ધ્વજવંદન
૬પમાં સ્વાતંત્ર્ય પર્વ, આગામી ૧પમી ઓગસ્ટે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાશે. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં ધ્વજવંદન કરાવશે. ધ્વજવંદન સમારોહ બાદ દરેક સ્થળોએ વૃક્ષારોપણ કરાશે.
જિલ્લાકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમો તાલુકાના મુખ્યમથકોએ યોજવામાં આવશે, જ્યાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધ્વજવંદન કરાવશે તદ્અનુસાર.
| મંત્રીશ્રી | ધ્વજવંદન કાર્યક્રમનું સ્થળ |
| (૧) શ્રી વજુભાઇ વાળા | કોટડા સાંગાણી (રાજકોટ) |
| (ર) શ્રી નરોત્તમભાઇ પટેલ | ઉચ્છલ (તાપી) |
| (૩) શ્રીમતી આનંદીબેન પટેલ | સાણંદ (અમદાવાદ) |
| (૪) શ્રી નીતિનભાઇ પટેલ | મહેસાણા (મહેસાણા) |
| (પ) શ્રી દિલીપભાઇ સંઘાણી | લીલીયા (અમરેલી) |
| (૬) શ્રી ફકીરભાઇ વાઘેલા | બોરસદ (આણંદ) |
| (૭) શ્રી રમણલાલ વોરા | મેઘરજ (સાબરકાંઠા) |
| (૮) શ્રી મંગુભાઇ પટેલ | જલાલપોર (નવસારી) |
| રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ | |
| (૧) શ્રી સૌરભભાઇ પટેલ | ભેંસાણ (જુનાગઢ) |
| (૨) શ્રી જશવંતસિંહ ભાભોર | ઝાલોદ (દાહોદ) |
| (૩) શ્રી કિરીટસિંહ રાણા | ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) |
| (૪) શ્રી પરસોત્તમભાઇ સોલંકી | સિદસર (ભાવનગર) |
| (૫) શ્રી પરબતભાઇ પટેલ | ધાનેરા (બનાસકાંઠા) |
| (૬) શ્રી જયસિંહ ચૌહાણ | માણસા (ગાંધીનગર) |
| (૭) શ્રી વાસણભાઇ આહિર | ભચાઉ (કચ્છ) |
| (૮) શ્રી કનુભાઇ ભાલાલા | રાણાવાવ (પોરબંદર) |
| (૯) શ્રીમતી વસુબેન ત્રિવેદી | જામનગર(જામનગર) |
| (૧૦) શ્રી પ્રદિપસિંહ જાડેજા | શિનોર (વડોદરા) |
| (૧૧) શ્રી પ્રફુલ્લભાઇ પટેલ | ઓલપાડ (સુરત) |
| (૧૨) શ્રી લીલાધરભાઇ વાઘેલા | કડાણા-દિવડા કોલોની(પંચમહાલ) |
| (૧૩) શ્રી મોહનભાઇ કુંડારિયા | ચાણસ્મા (પાટણ) |
| (૧૪) શ્રી જયદ્રથસિંહ પરમાર | તિલકવાડા (નર્મદા) |
| (૧૫) શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા | ઝઘડીયા(ભરૂચ) |
| (૧૬) શ્રી ઇશ્વરસિંહ પટેલ | પારડી(વલસાડ) |
| (૧૭) શ્રી રણજીતભાઇ ગિલીટવાલા | આહવા (ડાંગ) |
ઇલેકટ્રીકલ સુપરવાઇઝર / વાયરમેનની મે-૨૦૧૧માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું
ગાંધીનગર,
રાજ્ય સરકારના લાયસન્સીંગ બોર્ડ, ગાંધીનગર દ્વારા મે-૨૦૧૧માં રાજ્યના વિવિધ કેન્દ્રોમાં ઇલેકટ્રીકલ સુપરાવાઇઝર તથા ઇલેકટ્રીકલ વાયરમેનની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ઉત્તીર્ણ થયેલાં ઉમેદવારોનું પરિણામ બોર્ડ દ્વારા તા. ૧૮-૭-૨૦૧૧ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જાહેર થયેલ પરિણામ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, વલસાડ, મહેસાણા, ભૂજ, પાટણ અને જૂનાગઢ કેન્દ્રો ઉપર તેમજ મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરીની વેબસાઇટ www.ceiced.gujarat.gov.in પર જોઇ શકાશે. વધુમાં આ કચેરી દ્વારા લેવામાં આવતી સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાના તથા પરીક્ષામાંથી મુક્તિ અંગેના અરજી ફોર્મ પણ ઉપરોક્ત વેબસાઇટ પરથી મેળવી શકાશે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિનો ઉત્તર ગુજરાતનો અભ્યાસ પ્રવાસ
ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાનો અભ્યાસ પ્રવાસ યોજશે. સમિતિ આ જિલ્લાઓમાં ઘનિષ્ઠ વસ્તી ધરાવતાં ગામો-તાલુકાઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઊભી થયેલી વસાહતોની મુલાકાત લેશે તથા આનુષાંગિક બાબતોએ સ્થળ પર નિરીક્ષણ કરશે.
સમિતિના પ્રમુખ શ્રી ઉદેસિંહ ઝાલા અને અન્ય દસ સદસ્યો તા. ૩જી ઓગષ્ટે, ૭-૩૦ કલાકે ગાંધીનગરથી હિંમતનગર જવા રવાના થશે. તા. ૩-૮-૨૦૧૧ના રોજ હિંમતનગર, વડાલીની મુલાકાત લઇને ૧૧-૩૦ કલાકેથી અંબાજી, પાલનપુર અને ચંડીસરની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ પાલનપુર ખાતે કરશે. તા. ૪-૮-૨૦૧૧ના રોજ પાલનુપુરથી સવારે ૮-૩૦ કલાકે નીકળી સિદ્ધપુર, પાટણ, વડનગર, મહેસાણા અને કડી તાલુકાના લક્ષ્મીપુરાની સમિતિ મુલાકાત લેશે. આ દરમિયાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના વસાહતો તથા વ્યક્તિગત રીતે લાભાર્થીઓની પણ મુલાકાત લેશે. ત્યારબાદ ૨૦-૩૦ કલાકે મહેસાણાથી નીકળી ગાંધીનગર પરત રવાના થશે. સમિતિના પ્રવાસ સંદર્ભે સંબંધિત જિલ્લા અધિકારીઓને - પદાધિકારીઓને નોંધ લેવા ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન તરીકે આદિજાતિ વિકાસના અધિક મુખ્ય સચિવ ચાર્જ સંભાળશે
ગાંધીનગર,રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતાં શ્રી આર. એમ. પટેલ, આઇ.એ.એસ. સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામા મુજબ, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન તરીકેનો હવાલો સંભાળશે. અગાઉ તેમના સ્થાન પર ફરજ બજાવતાં અગ્ર સચિવ શ્રી એ.એમ. તિવારી,આઇ.એ.એસ.ની ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કું. લી. ભરૂચના મેનેજીંગ ડીરેક્ટર તરીને નિમણૂંક કરાઇ છે તેમ આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આંકડાકીય સંવર્ગના કર્મચારીઓ માટે ઉચ્ચશ્રેણી તથા નિમ્નશ્રેણીની ખાતાકીય પરીક્ષા યોજાશે
ગાંધીનગર,
રાજ્ય સરકારની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરીના આંકડાકીય સંવર્ગના કર્મચારીઓ માટે ઉચ્ચશ્રેણી તથા નિમ્નશ્રેણીની ખાતાકીય પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. સંબંધિત કર્મચારીઓએ નિયત નમૂનામાં તા.૨૦-૮-૨૦૧૧ સુધીમાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે કચેરીની વેબસાઇટ www.gujecostat.gujarat.gov.in ની મુલાકાત લેવા નિયામકશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ભુજમાં ૩૦મીએ સુવર્ણપ્રાસનાં ટીપાં
ભુજ,
ભુજ,
પુરવઠાનું વ્ય૮વસ્થિ ત નિયમિત કરવા તોલમાપ વિભાગનું મહત્વહ હોવાથી તોલમાપ ધારાનો અમલ સુપેરે થાય તે જોવા જિલ્લાપ કલેકટરએ સ્પિષ્ટ સૂચના આપી તે સંદર્ભે મદદનીશ નિયંત્રકએ કહયું કે, જુલાઇમાં ૧૯૦ દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. બેઠકમાં બારકોડેડ રેશનકાર્ડ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યોચ હતો. રાપરના ધારાસભ્યયશ્રી બાબુભાઇ મેઘજી શાહે ભુજ, અંજાર, ગાંધીધામ અને મુન્દ્રા માં આપવામાં આવેલા નેપ્થા સોલવન્ટીના પરવાનેદારો દ્વારા થયેલી ખરીદ-વેચાણની વિગતો માંગી હતી. આ ઉપરાંત તેમણે રાપર તાલુકાના કાનમેર તથા નલીયા ટીંબો ગામની વાજબી ભાવની દુકાની રજૂઆત કરી હતી. પ્રારંભમાં જિલ્લામ પુરવઠા અધિકારીશ્રી પી.એ.ગામિતે સ્વાહગત કર્યુ હતું. બેઠકમાં સભ્યોલશ્રી અમૂલભાઇ દેઢિયા, શ્રી નરેન સોની, ઓધવજીભાઇ પલણ, ચંદુલાલ ઠકકર, ધીરૂભાઇ વોરા, અને નાયબ જિલ્લાભ મેનેજરશ્રી કે.વી.મુનિયા, મદદનીશ નિયંત્રકશ્રી એચ.એમ.પટેલ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
પ્રબુધ્ધમ નાગરિકો સાથે વિકાસ અંગે ચર્ચા કરાશે
ભુજ,
આ કાર્યક્રમમાં કચ્છમના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલ તેમજ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રીમતિ પુનમબેન જાટ, જિલ્લાી પંચાયતના પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્યો સર્વશ્રી જયંતિભાઇ ભાનુશાળી, રમેશભાઇ મહેશ્વલરી, ધનજીભાઇ સેંધાણી, ડો.નીમાબેન આચાર્ય, બાબુભાઇ મેઘજી શાહ ઉપસ્થિળત રહેશે. સાથે જિલ્લાી કલેકટર, જિલ્લાા વિકાસ અધિકારી અને જિલ્લાર પોલીસ વડા પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
કાર્યક્રમના મહત્વહના અંશરૂપે અધિકારીઓ રાપર તાલુકાના વિકાસ અંગે પ્રેઝન્ટેંશન રજૂ કરશે. તાલુકાના સરપંચો પ્રતિભાવ આપશે અને સાંજે ૬ વાગે રાપર તાલુકાના વિકાસ બાબતે પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ રચી વિચારોની આપલે કરાશે.
પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી અને સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે
અમરેલી,
યુવક સેવા અને સાંસ્કૃવત્તિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર દ્વારા આગામી ઓક્ટોબર-નવેમ્બવર દરમ્યારન માઉન્ટઝ આબુ ખાતે દસ દિવસીય ખડક ચઢાણ બેઝિક તથા એડવેન્ચ ર કોર્સની (અનુસૂચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષ વયમર્યાદા ધરાવતાં બાળકો માટે ૭ દિવસીય) તાલીમ યોજાનાર છે. આ માટે રાજ્યના અનુસૂચિત જન જાતિના તા.૩૦/૦૯/૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય તેવા યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. પસંદ થયેલા ૧૦૦ યુવક-યુવતીઓને આ તાલીમમાં જોડાવાની તક સાંપડશે. અરજી સાથે (૧) પુરૂં નામ, (૨) સરનામું, (૩) જન્મજતારીખ, (૪) શૈક્ષણિક લાયકાત, (૫) રમતગમત સ્પપર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, (૬) શારીરિક તંદુરસ્તીઓ ધરાવતાં હોવાનું ડોક્ટરી પ્રમાણપત્ર, (૭) અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, (૮) વાલીનો સંમતિપત્ર, (૯) તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી તા.૩૦/૦૮/૨૦૧૧ સુધીમાં જિલ્લાન રમતગમત અધિકારીશ્રી, શિવશક્તિ બિલ્ડીં ગ, જિલ્લાન પંચાયત સામે, પાલનપુર-૩૮૫૦૦૧ જિ.બનાસકાંઠાને પહોંચતી કરવાની રહેશે. અધૂરી વિગતવાળી અરજી ધ્યાજને લેવાશે નહી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃધત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
અમરેલી,
અમરેલી,








