અનુયાયીઓ

બુધવાર, 27 જુલાઈ, 2011

રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક

રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક

રાજકોટ

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયા મુજબ આજ સવારે ૮-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના ચાર જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જે ડેમોમાં પાણી આવ્યું છે તે નીચે મુજબ છે.

ક્રમ

યોજનાનું નામ

જળાશયની કુલ ઉંડાઇ ફુટમાં

ર૪ કલાકમાં ઉંડાઇમાં થયેલ વધારો ફુટમાં

ડેમની હાલની સપાટી

ભાદર

૩૪.૧૦

૨.૯૯

૨૮.૪૦

ન્યારી-ર

ર૦.૭૦

૦.૫૨

૧૮.૯૦

મચ્છુ-૧

૪૨.૦૦

૦.૩૦

૪૦.૩૦

મોજ

૪૪.૦૦

૦.૨૦

૪૦.૨૦

વેણુ-ર

૧૯.૭૦

૦.૬૬

૧૨.૧૦

આજી-૧

૨૯.૦૦

૦.૪૯

૨૫.૬૦

આજી-ર

૩૦.૧૦

૦.૩૩

૧૦.૫૦

સુરવો

૨૫.૩૦

૧.૯૭

૨૧.૨૦

ડોંડી

૮.૯૦

૨.૬૨

૨.૦૦

૧૦

ગોંડલી

૩૦.૨૦

૨.૪૯

૧૭.૫૦

૧૧

વાછપરી

૧૮.૦૦

૨.૦૦

૭.૫૦

૧૨

વેરી

૯.૪૦

૨.૭૬

૬.૮૦

૧૩

ન્‍યારી-૧

૨૧.૮૦

૩.૨૮

૧૮.૦૦

૧૪

મોતીસર

૧૪.૮૦

૪.૯૨

૬.૬૦

૧૫

ફાડદંગ બેટી

૧૧.૭૦

૧.૧૫

૧૧.૧૦

૧૬

છાપરવાડી-૧

૧૧.૫૦

૫.૨૮

૯.૧૦

૧૭

છાપરવાડી-ર

૨૫.૦૦

૦.૬૬

૧૦.૬૦

૧૮

ઇશ્વરીયા

૧૯.૦૦

૦.૯૮

૧૬.૧૦

૧૯

કરમાળ

૧૩.૧૦

૦.૯૮

૧૧.૫૦

૨૦

કર્ણકી

૧૮.૦૦

૦.૪૯

૧૫.૬૦



જેતપુર ખાતે તા. છઠ્ઠી ઓગસ્‍ટના રોજ આરટીઓ કેમ્‍પ યોજાશે

રાજકોટ

જેતપુર તાલુકાના મોટરીંગ પબ્‍લીકને જણાવવામાં આવેલ છે કે તા. ર૯/૭/૨૦૧૧ના રોજ જેતપુર મુકામે કેમ્‍પ રાખવામાં આવેલ હતો જે તારીખનો કેમ્‍પ વહીવટી કારણોસર હવે ફેરફાર કરી તા. ૬/૮/૨૦૧૧ના રોજ રાખવામાં આવેલ છે. જેની તાલુકા મથકની મોટરીંગ પબ્‍લીકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયું છે.

જન્‍માષ્‍ટમીએ દ્વારકા આવતા યાત્રાળુઓની યાત્રા સુવિધાસભર બનાવવા કલેકટરશ્રી સંદિપકુમારનો અનુરોધ-દ્વારકામાં જન્‍માષ્‍ટમીનો અવસર ઉજવવા વહિવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન-અતિથિદેવો ભવની આપણી પરંપરા,સંસ્‍કૃતિને જાળવજો-કલેકટરશ્રી સંદિપકુમાર-દ્વારકા વિશ્‍વના પ્રવાસન નકશામાં અદકેરૂ સ્‍થાન ધરાવે છે


ભારતવર્ષના શ્રધ્‍ધા કેન્‍દ્ર દ્વારકામાં વિશ્‍વના કોઇ પણ સ્‍થળે સ્‍થાયી થયેલા શ્રધ્‍ધાળુને જન્‍માષ્‍ટમીનો અવસર દ્વારકામાં ઉજવવાની પ્રબળ ઇચ્‍છા હોય છે. દરેક માણસની આ ઇચ્‍છા પૂર્ણ થતી નથી. પરંતુ જન્‍માષ્‍ટમીના શુભ પ્રસંગે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ માણવા દ્વારકામાં જેટલા પણ યાત્રાળુઓ આવે તેની આ યાત્રા સુવિધાસભર બનાવવા જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે અનુરોધ કર્યો છે.

જન્‍માષ્‍ટમી ઉત્‍સવની ઉજવણીના આગોતરા આયોજન અર્થે આજે દ્વારકામાં જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ બેઠકમાં તેમણે વધુમા કહયું કે, અતિથિદેવો ભવની આપણી સંસ્‍કૃતિ પરંપરાને જાળવી બહારથી આવતા યાત્રાળુને કોઇ પણ પ્રકારની અડચણ ના પડે તેમની યાત્રા સુખદાયી રહે, સુવિધાસભર બને તેની વહિવટીતંત્રના તમામ અધિકારીઅને દ્વારકાવાસીઓએ કાળજી લેવાની છે.

દ્વારકા વિશ્‍વની પ્રવાસન મેપમાં અદકેરૂ સ્‍થાન ધરાવે છે. અહીં વર્ષે ૨૫ લાખથી વધુ યાત્રાળુઓ આવતા હોય ત્‍યારે તેમને રહેવા જમવાની વાજબી ભાવે સવલત મળે, ઉતમ કવોલીટીનું ભોજન મળે, યાત્રાળુઓ સાથે સારો વ્‍યવહાર થાય તે જોવાની સૌની જવાબદારી છે.

દ્વારકાના વેપારી મહાજનો, હોટલ એસોસીએશન, ધાર્મિક સ્‍થળો, ધર્મશાળાઓ, યાત્રી નિવાસોમાં સ્‍વચ્‍છતા-સુઘડતા જળવાઇ, તેની કાળજી લેવા સાથે નગરપાલિકા સતાવાળાઓએ સફાઇ પ્રત્‍યે તકેદારી લેવા સાથે યોગ્‍ય સ્‍થળોએ દિશાસૂચક શાઇનબોર્ડ મૂકવા જિલ્‍લા કલેકટરશ્રીએ સુચના આપી હતી.

જન્‍માષ્‍ટમી નિમિતે ટ્રાફીક નિયમન, પોલીસ અધિકાર કર્મચારીઓનો વ્‍યવહાર સૌહાદપૂર્ણ રહે તેની તાકીદ કરવા સાથે શ્રી સંદિપકુમારે કહયુ કે, બહારથી આવતા યાત્રિકો દ્વારકાની સારી ઇમેજ લઇને જાય ફર ફરીને લોકો દ્વારકામાં આવે તેવુ વાતાવરણ સર્જવાની આપણી સૌની નૈતિક ફરજ છે.

વહિવટીતંત્રના અધિકારીઓ અને દ્વારકાના ધંધાર્થીઓને ભગવાન શ્રીકૃષ્‍ણના સાનીધ્‍યે ફરજ કે સવો આપવાની તક મળે છે ત્‍યારે પૂરી નિષ્‍ઠાથી અદા કરવા જિલ્‍લ કલેકટરશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે દ્વારકામાં રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ વિરાસ કાર્યોની પણ વિગતો આપી હતી. એસટી દ્વારા રૂટની બસ મૂકવા સાથે રેલ્‍વેને પણ જન્‍માષ્‍ટમી નિમિતે પણ ટ્રેન શરૂ કરવા જણાવ્‍યુ હતું.

જન્‍માષ્‍ટમી ઉજવણીની આ બેઠકમાં મામલતદાર અને વહિવટદારશ્રી ઠાકરે સૌનુ સ્‍વાગત કરી બેઠકની કાર્યવાહીનું સંચાલન કર્યુ હતું. આ તકે દ્વારકા નગરપાલિકા પ્રમુખસુશ્રી ભાવના લાલ, રીલાયન્‍સ કોર્પોરેટ અફેર્સના સીનિયર મેનેજર સંજીવ ગુપ્‍તા, નાયબ પોલીસ અધિકારીશ્રી પંડયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મહેશ ઠાકર, હોટલ એસોસીએશન, વેપારી એસોસીએશન સાથે ચીફ ઓફીસરશ્રી અમીન, સ્‍વામીનારાયણ મંદિરના શ્રીએસ.પી. સ્‍વામી, પુરાતત્‍વ, રેલ્‍વે, એસટી તથા દેવસ્‍થાન સમિતિના અધિકારીઓ, પ્રેસ પ્રતિનિધીશ્રીઓ, અગ્રણીઓ ઉપસ્‍થિત રહી ઉપયોગી સુચનો કર્યા હતા. ઉપરાંત પ્રાંત અધિકારીને સમગ્ર કામગીરી પર સતત નજર રાખવા જણાવાયુ હતું.



દ્વારકા મંદિરમાં પાન-ગુટખા લઇ જનાર દંડાશેધાર્મીક સ્‍થળોની પવિત્રતા લોકો સ્‍વયં જાળવે તે ઇચ્‍છનીય છે. આમ છતા પાન-ગુટખા-ધ્રુમપાનથી ટેવાયેલા લોકો મંદિર જેવા પવિત્ર સ્‍થળોએ પણ આવી વસ્‍તુઓ લઇને જાય છે. આથી દ્વારકા ખાતે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને આજે મળેલ બેઠકમાં મંદિરમાં પાન-ગુટખા લઇ જવા પર પ્રતિબંધ મૂકી આવા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.

દ્વારકા મંદિરના પરિસરમાં સલામતી સ્‍ટાફ દ્વારા જરૂરી ચેકીગ થશે જેમાં પાન-ગુટખા લઇ જતા લોકો પકડાશે તો તેમને સ્‍થળ પર રૂ.૧૦૦નો દંડ કરાશે. આ નિર્ણયને બેઠકમાં ઉપસ્‍થિત તમામ લોકોએ આવકાર્યો હતો.

દ્વારકા જવા બોટ પર ભાડુ અને બોટની કાર્યવાહી દર્શાવવા કલેકટરશ્રીનો આદેશ

દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા પણ દર્શનાર્થે જાય છે. અહીં જતાં યાત્રાળુઓ બોટનો ઉપયોગ કરે છે ત્‍યારે બોટ માલિકો દ્વારા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાની સાથે વધુ ભાડુ વસુલવાની ફરિયાદો મળતા જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે બોટ પર નિયત ભાડુ દર્શાવવા સાથે બોટમાં કેટલા માણસો બેસી શકે તેની કેપેસીટી દર્શાવવા આદેશ કર્યો છે.

દ્વારકા ખાતે જન્‍માષ્‍ટમી ઉજવણીની આગોતરા આયોજન માટે મળેલ બેઠકમાં બોટ માલિકો સામે વ્‍યાપક ફરિયાદો મળતા જિલ્‍લા કલેકટરશ્રીએ ગુજરાત મેરી ટાઇમ બોર્ડના અધિકારીને સ્‍પષ્‍ટ તાકિદ કરી યાત્રાળુઓને આ અંગે કોઇપણ પ્રકારની અડચણ ના આવે તે જોવા જણાવ્‍યુ હતું. આ બાબતે નગરપાલિકા અને રેવન્‍યુ તંત્રના અધિકારીઓને સુપરવિઝન કરવા પણ કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.

ઉપરાંત જન્‍માષ્‍ટમીના દિવસોમાં બેટ દ્વારકા ખાતે પોર્ટના માણસોને પણ ફરજ બજાવવા આદેશ કરાયો હતો.


કચ્‍છના દરેક તાલુકાની આગવી ઓળખને માધ્‍યમ બનાવી મોડેલ સ્‍વરૂપમાં મૂકાશેઃ

તાલુકા સરકાર અને ‘‘ચલો તાલુકા’’ કાર્યક્રમમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્‍લા કલેકટરઃ

કચ્‍છ વિશાળ પંથકનો મુલક હોવાથી તાલુકે તાલુકે રોજગારી અને આર્થિક ઉપાર્જનના મૂલ્‍યો અલગ અલગ હોવાને કારણે તાલુકાની જે આગવી ઓળખ હોય તેને માધ્‍યમ બનાવી વ્‍યવસ્‍થિત ઓપ આપવા જિલ્‍લા કલેકટર એમ.થેન્‍નારસને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ભુજ ખાતે ‘‘ચલો તાલુકે’’ તથા તાલુકા સરકાર કાર્યક્રમના આયોજન અંગે મળેલી બેઠકમાં જિલ્‍લા કલેકટરએ પ્રત્‍યેક તાલુકાની અસ્‍મિતાને તબક્કાવાર લઇને કહ્યું કે, દયાપર, પ્રવાસન અને પશુપાલન માટે જાણીતું છે, પરંતુ આ બન્‍ને સાથે જળસ્‍ત્રાવના કાર્યક્રમને વૈજ્ઞાનિક રીતે વિકસાવી ખેતીને સમુધ્‍ધ બનાવી શકાય છે. એવી જ રીતે નખત્રાણાની ખેતી તેનું હદય છે. ત્‍યારે જો ત્‍યાં માર્કેટિંગને પ્રોજેકટ કરાય તો તે બાબત વધુ લોકોને ફાયદાકારક પુરવાર થાય. અબડાસા હવે ખેતીનું કેન્‍દ્ર બને છે સાથે સાથે ખનિજ આધારિત ઉધોગોએ પણ અબડાસાને સમૃધ્‍ધ બનાવતું હોવાથી તેને જરૂરી માળખું મળે તે માટે પ્રાંત અધિકારી ડી.ડી.જાડેજાને સૂચવ્‍યું હતું.

માંડવીને બીચ તથા બાગાયત અને ખેતીનું કેન્‍દ્ર બનાવી તે પ્રકારે સુવિધા વિચારવા તથા મુન્‍દ્રા, ઉધોગ અને ખારેક માટે જાણીતું છે પરંતુ તાલુકાને સુંદર સેપ મળે તેવું આયોજન. આગળ વધારવા પ્રાંત અધિકારી સુદાણીએ સૂચવ્‍યું હતું. ભુજ માટે પ્રવાસન, ખેતી અને ઉધોગ માટે સુનિચ્‍ચિત કાર્યપધ્‍ધતિની રૂપરેખા તૈયાર કરવા નાયબ કલેકટર પી.એ.ગામિતને કહયું હતું.

ઉપરાંત અંજાર ભચાઉ અને ગાંધીધામનો ઉધોગ અને ખેતી તથા રાપર માટે જળસ્‍ત્રાવના કાર્યક્રમ દ્વારા ખેતી તથા તેની આનુષંગિક બાબતોને વણી લેવા જણાવાયું હતું. સાથે સાથે જિલ્‍લા કલેકટરે મુખ્‍ય બાબતોની સાથે જે ગૌણ બાબતો હોય તેને પણ ચોકકસ દિશા મળે તો લાંબાગાળા માટે આર્થિક સંવાહકનું સાધન બની શકે તેમ હોવાથી તે બાબતને પણ નજર તળે લઇ લેવા અનુરોધ કર્યો હતો.

દરેક અધિકારીઓને તાલુકાવાર મેળવેલી સિધ્‍ધિ તૈયાર કરવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત આગામી દસ વર્ષનું આયોજન પણ વિચારવા જણાવ્‍યું હતું. આ મુદાએ પગલે અધિકારીઓ તાલુકાની પ્રોફાઇલ તૈયાર કરશે. દરેક વિભાગમાં વિકાસની કઇ ખૂટતી કડી છે તે શોધી તેને પૂર્ણ કરવા પ્રયત્‍નો કરાશે અને કયા તાલુકાને કયા મોડેલમાં લઇ જવાશે તેના માટે આયા કરી ચોક્કસ દિશા નિર્દેશ ઘડી કાઢશે ખાસ કરીને તાલુકા માટે મિશન શું છે તેનો પરામર્શ કરાશે. સખીમંડળ અને મિશન મંગલમને પ્રાધાન્‍ય આપવા પણ કહેવાયું હતું.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડાશ્રી જીતેન્‍દ્ર રાજગોર, અધિક નિવાસી કલેકટરરી સી.પી.નેમા, આયોજન અધિકારી બી.જે.ઠકકર ઉપસ્‍થિત રહયા હતા. જયારે એસ.ટી.ના વડા સંજય જોષી, પા.પુ.કાર્યપાલક ઈજનેર એલ.જે.ફોફલ અને એસ.એચ.કાનાણી, વન વિભાગના એમ.આર.ગુર્જર, ખેતીવાડી અધિકારી અનિલ પટેલ, બાળ કલ્‍યાણ વિભાગના મીતાબેન દવે વિગેરેએ પોતાના આયોજન રજુ કર્યા હતા.

૧લીએ બી.ઇ.પ્રથમ વર્ષના વિધાર્થીઓનો ઓરિએન્‍ટેશન કાર્યક્રમ

જુલાઇ-૨૦૧૧માં બી.ઇ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્‍યો હોય તેવા દરેક બ્રાંચના વિધાર્થીઓનો ઓરીએન્‍ટેશન કાર્યક્રમ તા.૧/૮/૧૧ ને સોમવારના રોજ ૧૧ કલાકે મીકેનીકલ સેમિનાર હોલમાં યોજાશે. તથા પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ગયો હોવાનું સરકારી ઈજનેરી કોલેજના આચાર્યની યાદીમાં જણાવાયું છે.


આજે જાહેર સમિતિ કંડલાની મુલાકાતે

ભુજ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ ૨૭મીએ સવારે ૮ થી દોઢ વાગ્‍યા દરમિયાન કંડલા પોર્ટની મુલાકાત લેશે.


કુતિયાણા ખાતે જિવાદોરી સમાન સારણડેમ છલકાતા ડેમના નવા નીરની આવકને હરખાતે હૈયે આવકારતા ધારાસભ્‍યશ્રી કરસનભાઇ ઓડેદરા

પોરબંદર

ગુજરાત રાજય કૃષિ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે ત્‍યારે કૃષિ વિકાસ માટે સૌથી મોટી અગત્‍યતા એટલે પાણી જગતનો તાત એટલે ખેડૂતના હૈયામાં ચોસામામાં વરસાદના આગમન સાથેજ નવા નીરની આવકથી હરખની હેલી ચડે છે.

રાજયના ખેડૂતની આર્થીક ઉન્‍નતી માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ રહી છે. આ માટે અનેક યોજનાઓ તથા પાણીની સિંચાઇ યોજનાઓ કાર્યરત કરી છે. સૌરાષ્‍ટ્રમાં સિંચાઇની ઓછી ઉપલબ્‍ધ તકો અને ક્ષારયુકત જમીનને કારણે ખેત ઉત્પાદનમાં ખેડૂતને પારાવાર મુશ્‍કેલીઓ પડે છે. આ મૂશ્‍કેલીમાંથી ખેડૂતને ઉગારવા રાજય સરકારે સૌરાષ્‍ટ્રમાં નાની મોટી અનેક સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં પોરબંદર જિલ્‍લાના કુતીયાણા તાલુકામાં સીંધપૂર પાસે બંજર જમીનને નવસાધ્ય અને ઉપજાઉ બનાવવા ખાસ ગતવર્ષે સારણ જળસિંચાઇ યોજના ૧૪૬૫ લાખના ખર્ચે કાર્યરત કરાઇ છે.

ચાલુ વર્ષે આ ડેમમાં વરસાદના અમીસમા પાણીની અનરાધાર આવકને કારણે આ ડેમ ૩૫ફુટની મહત્તમ સપાટીએ ઓવરફલો થતાં આ વિસ્‍તારના લોકોમાં હરખની હેલી ચડી છે. આ આનંદના ભાગીદાર બની આ વિસ્‍તારના ધારાસ્‍ભયશ્રી કરસનભાઇ ઓડેદરાએ વિધિવત નવાનીરની આવકને શ્રીફળ અને પુષ્‍પ વધાવી હતી.આ જળસીંચાઇ યોજના વિશે વિશેષમાં જણાવતાં તેઓએ કહયું હતું કે જમીનમાં પાણીના ઉંડા તળ અને ક્ષારયુકત જમીનને કારણે સિંચાઇ માટે પાણીની સુવિધા અંગે અનેકવાર રજુઆતો છતાં યોજના યોગ્‍ય મંજૂરના અભાવે અમલી બનતી ન હતી. પરંતુ મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દુરંદેશિતાને કારણે ખેડૂતો માટે આશીર્વાદ સમાન અને આ વિસ્તારના લોકોની જિવાદોરી સમાન આ યોજના કાર્યરત કરી શકાઇ છે. જે માટે રાજય સરકાર યશનું હકકદાર છે. આ યોજનાથી સિંધપરુ આસપાસના ગોકરણ, ટેરી, માલણકા, હામદપર હેલાબેલી સહીતના ગામોની હજારો એકર જમીનને સિંચાઇની સુવિધાનો લાચ મળશે. આ ઉપરાંત કુવાના પાણીના તળ રિચાર્જ થતાં ઉપર આવવાથી પીવાના પાણી અને અન્‍ય નાની સિંચાઇ માટે પણ પુરતું પાણી ઉપલબ્‍ધ બનશે. આમ આ યોજના ખેડુતો અને અન્‍ય લોકો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. આ તકે નવાનીરને વધાવતાં તેઓએ નવા પાણીની આવકનો હર્ષ વ્‍યકત કર્યો હતો.

આ વિસ્‍તારના ખેડુત અગ્રણી જગમાલ ભાઇએ આ યોજનાથી સીંચાઇની સુવિધા મળવાથી ખેત ઉત્‍પાદનમાં અનેકગણો વધારો થશે તેવો આશાવાદ વ્‍યકત કરતાં રાજયસરકારનો આ યોજનાને સાકાર કરવા માટે આભાર વ્‍યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આ ડેમને કારણે આસપાસની ક્ષારયુકત જમીનને નવસાધ્‍ય કરવામાં સહાયતા થશે આ. ઉપરાંત ખેતઉત્‍પાદન વધતાં ખેડુત આર્થિક સધ્‍ધર બનશે.

સારણ ડેમ યોજના વીશે વિગતે વાત કરતાં જળસીંચાઇ વિભાગના નાયબ ઇજનેરશ્રી કલોલા એ જણાવ્‍યું હતું કે છેલ્‍લા બે ત્રણ વર્ષની કામગીરી બાદ કૂલ રૂપીયા ૧૪૬૫ લાખના ખર્ચે આ યોજના ગતવર્ષે પૂર્ણ કરવામાં આવી છે.આ ડેમની લંબાઇ ૧૮૧ મીટરની અને માટી ડેમની લંબાઇ ૧૩૨૪ મીટરની છે. આ ડેમને ૩૦ x ૧૦ ફુટના ૧૬ દરવાજા આવેલા છે. આ ડેમની મહત્તમ પાણી સમાવવાની કપેસીટી ૩૭ મીટરની છે. જેમાં પૂર્ણ સપાટીએ ૬૦ મીલીયન ધનફૂટ પાણી સમાવી શકાય છે. આ સિંચાઇ યોજનાથી આસપાસના ચાર થી પાંચ ગામોને સીધો સિંચાઇ યોજનાનો લાભ મળશે જયારે અન્‍ય દશથી બાર ગામોમાં પાણીના તળ ઉંચા આવતા સિંચાઇ યોજનાનો લાભ મળશે.

ઉલ્‍લેખનીય છેકે ગત વર્ષે યોજના પૂર્ણ થયા બાદ પ્રથમવાર જ આ ડેમમાં પાણીનું સ્‍ટોરેજ કરવામાં આવ્‍યું છે અને આ ડેમમાં પાણીની આવક થતાં આસપાસના ગામના લાકો હૈયે ટાઢક થતાં હર્ષ છલકાઇ રહયો છે. આ ડેમની પાણીની આવકનો સિંચાઇ લાભ મળતાં ખેડૂતોની કૃષિ ઉત્‍પાદન ક્ષમતા લગભગ બમણી કરતાં વધુ થવાની સંભાવના છે. આ પ્રસંગે જીલ્‍લા પંચાયત પ્રમુખશ્રી ભોજાભાઇ પરમાર તાલુકાપંચાયત પ્રમુખશ્રી પુંજાભાઇ તથા તાલુકા પંચાયતના સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થીત રહયા હતા.

રાણાવાવના અમરદડ ગામે રૂપીયા ૪,૫ લાખના ખર્ચે થનાર સી.સી.રોડ તથા કોમ્‍યુનિટી હોલનું ખાતમૂહર્ત સંપન્ન

પોરબંદર

સ્‍વર્ણીમ વર્ષમાં ગુજરાત રાજયને વિકાસની નવીજ ઉંચાઇએ લઇ જવાની નેમ ધરાવતા માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રામ્‍યપંથકની જરૂરીયાતને પ્રાધાન્‍ય આપી લોકોની સુખાકારીમાં ઉતરોત્તર વધારો થાય તે માટે તબક્કાવાર વીકાસના કાર્યો હાથ ધર્યા છે. જે વિકાસ કુચને આગળ ધપાવતાં રાણાવવાના અમરદડ ગામે ધારાસભ્‍યશ્રીની ગ્રાંટમાંથી મંજૂર થયેલ રૂપીયા ૨ લાખના ખર્ચે નિર્માણ થનાર સી.સી. રોડ અને રૂપીયા ૨,૫૦ લાખના ખર્ચે નિમાર્ણ થનાર કોમ્‍યુનિટીહોલ નું: ખાતમૂહૂર્ત ધારાસમ્‍યશ્રી કરસનભાઇ ઓડેદરાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તકે તેઓએ આ સુવીધાથી લોકોને પોતાના રોજીંદા પ્રસંગોને સંપન્ન કરવામાં મદદરૂપ થશે તેમજ સી.સી.રોડ થવાથી રોજીંદી કામગીરીમાં સુવિધા ઉપલબ્‍ધ થશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે તાલુકાપંચાયત પૂર્વ પ્રમુખશ્રી છગનભાઇ ઓડેદરા, તા. પંચાયત ઉપપ્રમુખશ્રી ગોપલભાઇ કોઠારી, ન્‍યાય સમીનીના અધ્‍યક્ષશ્રી ભોજાભાઇ ડોડીયા, તાલુકા ભાજપના મહામંત્રીશ્રી વેજાભાઇ, અને જીલ્‍લા મીડીયા સેલના સહ કન્‍વીનરરી બાબુભાઇ ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કચેરીનું નવનિર્મિત ભવનમાં સ્‍થળાંતર

સુરેન્દ્રનગર

પ્રમુખશ્રી, જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કચેરી જે બહુમાળી ભવન, બ્‍લોક એ, રૂમ નંબર-૩/૪, ખેરાળી રોડ ખાતે કાર્યરત હતી, પરંતુ ફોરમના નવા ભવનનું સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ, જેલ ચોક પાસે, નિર્માણ થતાં તે ભવનમાં કચેરીને સ્‍થળાંતર કરી કાર્યરત કરવામાં આવી છે. જેના ફોન નંબરઃ- (૦૨૭૫૨) ૨૮૨૧૪૨ છે, જેથી હવે પછી જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સદરહું કચેરી ખાતે સર્વે અસીલો - વકીલશ્રીઓને તથા તમામ લોકોને સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


ચોકીના સરપંચ પ્રજાને સાથે રાખી અંદોલન છેડશે ગામના અણઉકેલ પ્રશ્નો બાબતે જાડી ચામડી ના સતાધીસોને જગાડવાનો પ્રયાસ કરવામાં કોઈ કચાસ નહિ રખાય. રાજુભાઈ મિસ્ત્રી



ચોકીના સરપંચ પ્રજાને સાથે રાખી અંદોલન છેડશે
ગામના અણઉકેલ પ્રશ્નો બાબતે જાડી ચામડી ના સતાધીસોને જગાડવાનો પ્રયાસ કરવામાં કોઈ કચાસ નહિ રખાય. રાજુભાઈ મિસ્ત્રી

પાણી પ્રદુષણ, શાળાનું મેદાન, એસઆરપી મેદાન, બેઠી ધાબી, વીજ કંપનીનું ઓરમાંયુ વર્તન, વિગેરે પ્રશ્નો બાબતે જરૂર પડ્યે આત્મવિલોપન જેવા કાર્યક્રમો રજુ કરાશે.

મંગળવાર, 26 જુલાઈ, 2011

UNIQUE ID પ્રોજેકટ માટે ગુજરાત મોડેલ બનશે

યુનિક આઇ ડી પ્રોજેકટના ગુજરાતમાં સર્વગ્રાહી અમલીકરણ માટેની રાજ્‍ય સરકારની નવતર કાર્યશૈલીની પ્રસંશા કરતા નંદન નિલેકાની......

યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટીના ચેરમેન શ્રી નંદન નિલેકાની એ ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે સવિસ્‍તર પરામર્શ કર્યો

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સૌજન્‍ય મૂલાકાતે આવેલા ભારત સરકારે નિયુકત કરેલી યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (U.I.D.A.I) ના અધ્‍યક્ષ શ્રી નંદન નિલેકાનીએ યુનિક આઇ.ડી. પ્રોજેકટની સફળતા માટે ગુજરાત સરકારે જે આગોતરી પૂર્વતૈયારીઓ સાથે સર્વગ્રાહી મંથન કર્યું છે તેની પ્રસંશા કરી હતી અને ગુજરાત U.I.D.માં મોડેલ બને તે માટે UIDAI અને ગુજરાત સરકાર સંયુકત રીતે સહભાગી બનીને કાર્યયોજના સાથે આગળ વધશે એમ જણાવ્‍યું હતું.

યુનિક આઇ.ડી. પ્રોજેકટ અને આધાર દ્વારા સામાન્‍ય નાગરિકોને જે ફાદાઓ થવાના છે તેની રૂપરેખા અને ગુજરાતમાં યુનિક આઇ.ડી. પ્રોજેકટની પ્રક્રિયાની કાર્યપધ્‍ધતિ અંગે મુખ્‍યમંત્રીશ્રી સાથે શ્રી નંદન નિલેકાનીએ દોઢ કલાક સુધી પરામર્શ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર UNIQUE ID પ્રોજેકટના માધ્‍યમ દ્વારા તમામ સેવાઓ, યોજનાઓ અને વ્‍યકિતગત સરકારી કાર્યક્રમોના પારદર્શી અમલીકરણ માટેનું સર્વસમાવેશક આયોજિત મોડેલ તૈયાર કરવા પ્રતિબધ્‍ધ છે એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી નંદન નિલેકાનીને જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીના સૂચનને આવકારતાં શ્રી નંદન નિલેકાનીએ ગુજરાત સરકારની ટીમ સાથે UNIQUE આઇ.ડી.ની સર્વગ્રાહી યોજના માટે કાર્યશિબિર યોજવાની તત્‍પરતા વ્‍યકત કરી હતી. અન્‍ય રાજ્‍યો તથા દેશોમાં UNIQUE ID માટેની ઉત્તમ વ્‍યવસ્‍થાનો અભ્‍યાસ કરવા, ટેકનોલોજીના માધ્‍યમનો તથા યોગ્‍ય માનવશકિતનો સુચારૂ ઉપયોગ થાય તેના ઉપર મુખ્‍યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો, અને રાષ્‍ટ્રીય હિતોને કોઇ પ્રકારે હાની પહોંચે નહીં પરંતુ સામાન્‍ય અને ગરીબ નાગરિકોને તેના હક્કોનો લાભ મળે, બધી સરકારી યોજનાઓનું અને સેવાઓનું પારદર્શી અમલીકરણ થાય તથા મિલ્‍કતો અને નાગરિકોના સલામતી અધિકારોનું રક્ષણ થાય તે દિશામાં ગુજરાત UNIQUE ID પ્રોજેકટ હાથ ધરવા આતુર છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

શ્રી નંદન નિલેકાનીની મુખ્‍યમંત્રીશ્રી સાથેની આજની બેઠક UNIQUE ID ના માધ્‍યમથી સામાન્‍ય માનવી માટેની સેવાઓ અને અધિકારો માટેની અનેક નવી ક્ષિતિજો ગુજરાતમાં આકાર લેશે જે દેશને પથદર્શક બનશે.

આ બેઠકમા_ UIDAIના અન્‍ય પદાધિકારીઓ ઉપરાંત આયોજનના અધિક મુખ્‍ય સચિવશ્રી વી. એન. માયરા અને મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્‍થિત હતા


વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી

ગાંધીનગર,

વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર-યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર,યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જન જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત

પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાયા

૬૧ જેટલા પુસ્તકોનું અંધજનો માટેની શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરાશે

અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે તા. ૨૬મીએ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત વર્ષ દરમિયાન શાળા, કોલેજ તથા નાગરિકોના અલગ-અલગ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક નવતર અભિગમ તરીકે રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૨૬-૭-૨૦૧૧ના રોજ સવારે ૯-૦૦ કલાકે અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. બ્રેઇલ પુસ્તકોનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા કરશે. અતિથિ વિશેષ તરીકે શ્રી જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓની પ્રતિભા ખીલે, બહાર આવે અને તેમને પણ સમાન અવસર મળે તે ઉદ્દેશથી શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું ખાસ અલગ આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે કરવામાં આવ્યું હતું. તેના ૩૫ વિજેતા નીવડેલાં પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોએ તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી-૨૦૧૧ દરમિયાન ટાઉનહોલ અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી જીવન ઘડતર શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત સર્વે વિજેતાઓને તેમને ઉપયોગમાં આવે તેવા ઇનામો જેવા કે, આઇ-પોડ, ઓડિયો પ્લેયર વગેરે આપવામાં આવ્યા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ વધુમાં કહ્યું કે, જીવન ઘડતર શિબિર ઉપરાંત પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પુસ્તકો આપવા માટે ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાવ્યા હોય. ‘‘વાંચે ગુજરાત’’ના સહઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઇ શાહ અને માનદ મંત્રી શ્રી મહાદેવભાઇ દેસાઇએ પસંદ કરેલા ૬૧ પુસ્તકો બ્રેઇલ લિપિમાં તૈયાર થયાં છે. આ પુસ્તકોના લેખકો-પ્રકાશકોએ સંમતિ આપીને અપૂર્વ સહયોગ આપેલ છે. રાજ્યની ૯૨ જેટલી અંધજનો માટેની સંસ્થાઓમાં તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુઓ પુસ્તકોની દુનિયામાં ડોકિયું કરી શકે, ઇતર વાંચન વધુ ઉપલબ્ધ બની શકે તે માટેનો આ નાનકડો પ્રયાસ ‘‘વાંચે ગુજરાત’’ અન્વયે કરવામાં આવ્યો છે.

૬૧ પુસ્તકોમાં મોટાભાગના મહાપુરૂષોના જીવનચરિત્રો સામેલ છે ઉપરાંત બાળર્વાતાઓ, પ્રેરણાત્મક વાંચનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દરેક વયજૂથના વિદ્યાર્થીને તેમાંથી આનંદ, માર્ગદર્શન અને પ્રેરણા મળે.

‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત વિચાર, વાચન શિબિર, પ્રશિક્ષક પરિષદ, મને ગમતું પુસ્તક વાર્તાલાપ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, ગ્રંથ મંદિર, ઝોલા પુસ્તકાલય, પુસ્તક પરબ, ગ્રંથયાત્રા, એક સાથે વાંચશે ગુજરાત, તરતાં પુસ્તકો, અધ્યયન અનુશીલન, રાજ્યમાં વિવિધ ૫૫ સ્થળે વિશિષ્ટ પુસ્તકમેળા આયોજન વગેરે જેવા વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક રાજ્યભરમાં અમલી બન્યાં. તેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ વધુ ઇત્તર વાચન ઉપલબ્ધ કરવા માટેનો આ મહત્વનો પ્રયાસ હાથ ધરાયો. પ્રજ્ઞાચક્ષુઓને પુસ્તકોના પ્રકાશે નવી દષ્ટિ અને વિચારોની સૃષ્ટિ મળે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

સોમવાર, 25 જુલાઈ, 2011

જેતલસર હાઈ સ્કુલ ની ખોખો ની ટીમ ગેર લાયક ઠરતા ચકચાર


જેતપુર :
તાજેતરમાં જેતલસર ની હાઈ સ્કુલ ખાતે બાળ કક્ષાની ખો ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. અંડર ૧૬ ની આ સ્પર્ધામાં ૧૬ વર્ષ ની અંદર ની બાળાઓનેજ રમવાનું હતું. આમ છતાં આ શાળા ના સમ્બન્ધિત ગુરુજીઓએ મોટી ઉમરની ત્રણ બાળાઓ ને આ સ્પર્ધામાં જોડી રમતમાં ઉતારતાં આ ટીમ સામે રમવા ઉતરેલી જેતપુર સરદાર પટેલ કન્યા છાત્રાલય ની ટીમ હારી ગઈ હતી.
આવા સમયે જેતપુર ની આ શાળાના ચબરાક રેફરી ને જેતલસર ની બાળા ઓની ઉમર બાબતે શંકા જતા તેમણે બધી બાળા ઓની ખાનગી રીતે ઉમર પુંછતા જેતલસર ની ૩ છાત્રાઓ ડીમ્પલ, ક્રિષ્ના અને પ્રિયંકા ની ઉનાર નિયમો કરતા વધુ નીકળી હતી.
આ સમયે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે એક શિક્ષકે તો પોતાની સત્તાનું પ્રદર્શન કરી અમો દર વખતે આવું ખોટું કરીયેજ છી એ તમારે થાય તે કરી લેવું.
પણ પછી આપણી શાળા ની આબરુ જશે તેવું મનોમન માની બેઠેલા જેતલસર હાઈ સ્કુલ ના ગુરુજીઓએ સત્ય સ્વીકારી જેતપુર ની શાળા ને વિજેતા જાહેર કરી હતી.
વાત અહી પૂરી થતી નથી. પણ સૌથી દુખ ની એ વાત જાણવા મળી કે જેતલસર હાઈ સ્કુલ ની ટીમ નો આવો ભાંડો ફૂટ્યા બાદ ત્યાં ફરજ પર હાજર રહેલા જેતપુરના એક રમત ગમત અધિકારી એ જેતલસર ની આ ખો ખો ની ટીમ ને કહેવાય છે કે વર્ષ માટે ગેરલાયક જાહેર કરતા આ ટીમ ૩ વર્ષ સુધી ક્યાય નહિ રમી શકે . પણ જો તે શિક્ષકે બતાવેલ હુંકાર મુજબ તેઓ અવાર નવાર શાળાની બાળાઓની ઉમર આમ ખોટી ને ખોટી બતાવીનેજ રમાડ્યા રાકે તો કોણ પહોંચે જેતલસર ની હાઈ સ્કુલ ના ગુરુજીઓને......

(૧) પરશુરામ મહિલા મંડળી જેતપુર ના પ્રમુખ તરીકે નીમાયેલા rinabe દવે (૨) સિંધી સમાજ જેતપુર નું ગૌરવ