અનુયાયીઓ

શુક્રવાર, 22 જુલાઈ, 2011

તૃણમૂલસ્તરે શાસન વ્યવસ્થા સુદૃઢ બનાવવાનું મુખ્યમંત્રીશ્રીનું સપનું સાકાર થયું આજે બોડેલી એપીએમસી ખાતે ૧૧ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં "ચલો તાલુકે'' કાર્યક્રમનું મંગલાચરણ

તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાનું નિદર્શન કરાશે
વડોદરા,
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના તૃણમૂલસ્તરે પ્રશાસન વ્યવસ્થાને સુદૃઢ કરવાના નિર્ધારના ભાગરૂપે તા.૨૨મી જુલાઇએ સવારે વડોદરા જિલ્લાના બોડેલીના આંગણે "ચલો તાલુકે' અભિયાનના શ્રીગણેશ થશે. તાલુકા પ્રશાસન પોતાના ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ આયોજન તાલુકાકક્ષાએથી જ ધડીને તેના નક્કર અમલ માટે અગ્રેસર બને તે હેતુસર રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં પ્રારંભાનારા "આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' અભિયાન અંતર્ગત રાજ્યના છ જિલ્લાઓમાં પ્રારંભિક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આવતીકાલથી આ ચળવળના મંડાણ થશે.
વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને નવી ચેતના આપવા માટેના "ચલો તાલુકે'' કાર્યક્રમનો મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાથી શુભારંભ થશે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશ સમક્ષ તાલુકા વિકાસનું નવતર મોડેલ પ્રસ્તુત કરવા અને તાલુકા સરકારની ક્રાંતિકારી વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને વેગ આપવા આ કાર્યક્રમ સધન મનોમંથનના નિચોડના રૂપમાં સૂચવ્યો છે. જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ કાર્યક્રમ યોજાવાનો છે જેનો શુભારંભ સંખેડા તાલુકાથી થશે. આ કાર્યક્રમ સંખેડા તાલુકાના વ્યાપાર મથક બોડેલીના એપીએમસી (ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ) ના સંકુલમાં યોજાશે.
તાલુકા માટે વિક્રમરૂપ ગણાય તે રીતે આ કાર્યક્રમમાં, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સહિત રાજ્ય સરકારના ૧૧ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવો, જિલ્લાના પ્રભારી અગ્રસચિવ તેમજ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત પંચાયત અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચાધિકારીઓ ભાગ લેશે. જ્યારે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો / ઉપસરપંચો, પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સવારના ૯-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. વડોદરા જિલ્લાના પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ કાર્યક્રમનું સંચાલન કરશે.
મંત્રીશ્રી પટેલ ઉપરાંત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, ફકીરભાઇ વાધેલા, પ્રદીપસિંહ જાડેજા, કનુભાઇ ભાલાળા, જયદ્રથસિંહ પરમાર, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, રણજીતભાઇ ગીલીટવાળા, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ અને પંકજ દેસાઇ જોડાશે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર વિનોદ રાવ તેના હેતુની જાણકારી આપશે. રાજ્ય સરકારની દશ વર્ષીય વિકાસ ગાથાનું સીડીના માધ્યમથી નિદર્શન કરાશે. જિલ્લાના પ્રભારી મંત્રી તથા અન્ય મંત્રીશ્રીઓ તેમના ખાતાની કામગીરીથી માહિતગાર કરશે. સરપંચો તેમની સાફલ્ય ગાથાઓ રજૂ કરશે. તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાના નિદર્શનથી તેનું સમાપન થશે.




કુદરતના અફાટ અને અકળ સૌંદર્યને માણવાનો અણમોલ અવસર એટલે સાપુતારા મોનસુન ફેસ્ટીવલ

૩૦ જુલાઇથી એક મહિલા સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને અનેકરીતે વિવિધતાસભર બનાવાયો છે

વડોદરા,
ગુજરાત પાસે ગિરનાર અને સાપુતારાના બે બેનમૂન ગિરીમથકો છે. તે પૈકી ડાંગ જિલ્લાના કુદરતે છૂટે હાથે વરેલા અફાટ અને અકળ પ્રાકૃતિક સૌંદર્ય અને નિસર્ગને માણવાનો ગુજરાતના અને ગુજરાત બહારના પ્રકૃતિ અને પ્રવાસન પ્રેમીઓને અવસર આપવા ગુજરાત ટુરીઝમ - રાજય પ્રવાસન વિકાસ નિગમે વધુ એકવાર સાપુતારા મોનસુન ફેસ્ટીવલ - સાપુતારા વર્ષા મહોત્સવનું આયોજન કર્યુ. છે. તા. ૩૦મી જુલાઇથી શરૂ થઇને એક મહિના સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને માણવા અને માતા પ્રકૃતિની સ્નેહાળતા સાથે એકાકાર થઇ જવા ભારતભરના પ્રવાસીઓને પ્રવાસન રાજય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ અને રાજય પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આમંત્રણ પાઠવ્યું છે.
સાપુતારા વર્ષા મહોત્સવને અનુલક્ષીને ટીસીજીએલએ તૈયાર કરેલા ટુરીસ્ટ પેકેજીસની માહિતી આપવાની સાથે તેમણે પ્રવાસનકારો (ટુરીઝમ પ્રોફેશનલ્સ) સાથે વિગતવાર ચર્ચા કરી હતી તથા તેમના સૂચનોના સંતાોજનક અમલની ખાતરી આપી હતી. તથા રૂા.૬૫૦ કરોડના પ્રવાસન સુવિધા વિકાસ આયોજનના અમલીકરણની માહિતી પણ આપી હતી. તેમણે ગુજરાતની સાથે પડોશી રાજયો અને અન્ય રાજયોના લોકો સાપુતારાના મનમોહક સૌંદર્યને માણે તે માટે યોગ્ય પ્રવાસ આયોજનો ગોઠવીને સહકાર આપવાનો વિશેષ અનુરોધ આ લોકોને કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજયના રણોત્સવ સહિતના પાંચ ચાવીરૂપ વાર્ષિક પ્રવાસન મહોત્સવમાં સાપુતારા વર્ષા મહોત્સવનો સમાવેશ થાય છે. ચોમાસામાં ડાંગના કથ્થાઇ રંગના પહાડો લીલી ચાદર ઓઢી લે છે, ૮૭૩ મીટરની ઉંચાઇએ આવેલા સાપુતારામાં ધુમ્મસીયા વાદળો અને જળસંકટોથી અને જળવૈભવથી ઉભરાતાં ધોધની વાંછટોથી ભીંજાવાના આહલાદક અનુભવો પ્રવાસીઓ જીવનભર ભુલી ન શકે તેવાં હોય છે. મોનસુન ફેસ્ટીવલ આ માયાવી કુદરતની સાથે પમ્પા સરોવર, શબરીધામ, પાંડવગુફા જેવા મહાભારત-રામાયણ કાળના સ્થળોની પાવનતા માણવાનો અવસર આપે છે. ટીસીજીએલના પેકેજીસમાં ડાંગના જાણીતા ધોધોની મુલાકાત પણ સમાવી લેવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં શહેરીકરણ નહીંવત છે અને તેના ૬૦ કરોડના ખર્ચે અમલીકરણ હેઠળના વિકાસ આયોજનમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના જંગલને કયાંય તક ન મળે, નદીઓ, ઝરણાં, જંગલો જળવાય તેની પૂરતી કાળજી લેવામાં આવી છે. ભાગ્યેજ જોવા મળતા વાંસના ફૂલ ડાંગ-સાપુતારામાં જોઇ શકાય છે. મોનસુન ફેસ્ટીવલના ભાગરૂપે સાહસિક રમતો, જળ રમતો (વોટર ગેઇમ્સ), ફન કોન્ટેસ્ટ રોપ કલાઇમ્બીંગ, લેઝર-શો, હેરીટેજ પરેડ જેવા આબાલવૃદ્ધ સહુ માટે રોચક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેની સાથે સાંસ્કૃતિક સંધ્યાઓના રોમાંચનું સંયોજન કરવામાં આવે છે. ડાંગની આદિજાતિ સંસ્કૃતિની અદ્ભૂધતતાની સોડમ તેમાં ભળેલી હોય છે. આમ, સંસ્કૃતિ વન્યજીવન, પ્રકૃતિ અને સાહસિકતાના સમન્વિત રોમાંચને માણવાની ખેવના હોય તો તા. ૩૦મી જુલાઇથી ૩૦ ઓગસ્ટ સુધી સાપુતારાની મુલાકાત લેવાની તક ચૂકવા જેવી નથી.




ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસન ઉઘોગનીઃ પ્રવાસન રાજય મંત્રી
વડોદરા, પાવાગઢ, નર્મદા સર્કિટ દ્વારા પ્રવાસીઓને આકર્ષવાનું પ્રવાસન નિગમનું આયોજન


વડોદરા,
ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસ ઉઘોગ ધરાવે છે, તેવી લાગણી વ્યકત કરતાં પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર બંધ પાસે સ્થપાનારી વિશાળકાય સરદાર પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપના પછી માત્ર દેશના જ નહીં, વિદેશોના અઢળક પ્રવાસીઓ ગુજરાતમાં આવવાની શકયતા છે. તેને અનુલક્ષીને ટીસીજીએલએ વડોદરા શહેર તેમજ તેની પાસે આવેલા પાવાગઢ-ચાંપાનેર અને જિલ્લાના પ્રવાસન આકર્ષણોને સમાવી લેતી વડોદરા સર્કિટ, નર્મદા કાંઠાના તીર્થ અને પર્યાવરણ પ્રવાસ ધામોને આવરી લેતી નર્મદા સર્કિટની રૂપરેખા ધડી કાડી છે.
તેના અમલીકરણથી સ્ટેચ્યુ ઓફ યુનીટીના મુલાકાતીઓ વડોદરા શહેર જિલ્લાના ધામો જોવાનું પણ પસંદ કરે અને પ્રવાસન દ્વારા વિકાસ અને રાજગારીને વેગ મળે તેવું આયોજન છે. ચોમાસાં પછી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગતિર્થ ચાંણોદ અને કુબેર ભંડારી ધામ કરનાળીના વિકાસ આયોજનનું અમલીકરણ શરૂ થઇ જશે તેવો સંકેત આપતાં શ્રી સુખડિયાએ જણાવ્યું હતું કે નર્મદા તટ વિકાસ માટે રૂા. ૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કચ્છની ટુરીસ્ટ સર્કિટમાં ઔઘોગિક વિકાસ ઉપરાંત ઇતિહાસધામો, રણ અને બાગાયતનો સમાવેશ કરાશે. વડોદરા ઉપરાંત ભરૂચમાં નર્મદા કાંઠે હાઇવે ટચ વિશાળ રીસોર્ટ બનશે જેનો લાભ વડોદરા, સૂરત, ભરૂચના પ્રવાસ શોખીનો લઇ શકશે.
ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લંબાઇનો દરિયાકાંઠો, ગિર અને ડાંગના જંગલો, વન્યપ્રાણીઓ, પહાડો, રણ ઐતિહાસિક અને પુરાતન સ્થળો તેમજ નર્મદા કાંઠા સહિતના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાટણ જેવા તીર્થસ્થળોની વિવિધતા ધરાવે છે, તેવો ઉલ્લેખ કરતાં સંસદિય સચિવશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે રાજય અને દેશના અન્ય રાજયોના પ્રવાસીઓના અનુભવોને વણી લઇને, પર્યાવરણ સચવાય તે રીતે રાજયમાં પ્રવાસન વિકાસની રૂપરેખા ધડવામાં આવી છે. રાજયના ટ્રાવેલ એજન્ટસ, પ્રવાસનકારોને યોગ્ય વળતર મળે અને પ્રવાસીઓની સગવડ સચવાય, મધ્યમ અને નિમ્ન વર્ગના લોકો પણ પ્રવાસનનો આનંદ માણી શકે તેવી કાળજી લેવાનો સંકેત પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આપ્યો હતો.



મોટર સાઇકલ વાહનો માટે પસંદગીનો નંબર મેળવવાની તક

વડોદરા,
આર.ટી.ઓ. વડોદરામાં મોટર સાઇકલ (બે પૈંડાવાળા વાહનો) વાહનો માટે તા. ૨૮/૭/૧૧ના રોજ જીજે-૬-ઇ.એમ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૮/૭/૧૧ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ પે ઓર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૮/૭/૧૧ ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલી અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ.




ગોરવા આઇ.ટી.આઇ.ના પાર્ટ ટાઇમ કોર્સિસમાં પ્રવેશ

વડોદરા
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, રીફાઇનરી રોડ, વડોદરા ઔઘોગિક કામદાર અને તેના આશ્રિતો અને અન્ય ઉમેદવારોને સંસ્થા ખાતે પાર્ટટાઇમ ચાલતા વ્યવસાય વેલ્ડિંગ અને ટેલરિંગ કટિંગમાં ઓછામાં ઓછું ધો. ૭ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓગસ્ટ-૨૦૧૧માં પ્રવેશ મેળવવા માટે તા. ૨૮/૭/૧૧ સુધીમાં ૧૨.૦૦ થી ૪.૦૦ કલાક દરમ્યાન વિનામૂલ્યે પ્રવેશ ફોર્મ મેળવી/ભરી પરત કરવાના રહેશે. વધુ વિગત માટે આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા વડોદરાને સંપર્ક કરવાનો રહેશે.



મહિલા આઇ.ટી.આઇ.માં પ્રવેશ

વડોદરા,
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, (મહિલા) ખાતે પ્રવેશ ઓગસ્ટ,૨૦૧૧ કટિંગ એન્ડ સુઇંગ (૮ પાસ), ઇલેકટ્રોકિસ મિકેનિક (૧૦ પાસ) ઇ-કોમર્સ, (૧૨ પાસ) ટ્રેડમાં ખાલી બેઠકો ઉપર પ્રવેશ મેળવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવાનો સંપર્ક કરવો અને અને તેઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જેની નોંધ લેવી.



પોણા ત્રણ વર્ષથી ભગવાનભાઇ માછી ગુમ થયા છે

વડોદરા,
આજવા રોડ પરના અવન્તીનગરના નિવાસી, ૪૭ વર્ષના ભગવાનભાઇ માછી તા. ૧૨/૧/૨૦૦૯ (લગભગ પોણા ત્રણ વર્ષ) થી ગુમ થયા છે. અસ્થિર મગજના આ ભાઇ મકરપુરા જીઆઇડીસીમાંથી છૂટીને પરત ધેર આવ્યા જ નથી. તેમના જમણા હાથના પંજા પર ઓમનું નિશાન છે. ગુજરાતી બોલે છે. તેમની ભાળ મળેથી કિસનવાડી પોલીસ મથકને જાણ કરવા જણાવાયું છે.




પંચમહાલ જિલ્લાઇમાં કેરોસીનના જથ્થાપબંધ તથા છુટક વેચાણ ભાવો નિયત કરાયા
ગોધરા,
પંચમહાલ જિલ્લાતના તાલુકાઓ માટે કેરોસીના જથ્થારબંધ તેમજ ઘરગથ્થુંા વપરાશ માટે વાદળી કેરોસીનના છુટક વેચાણ ભાવેા જાહેર કરવામાં આવ્યાા હતા. તાજેતરમાં પ્રેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વધારો થતા જાહેર વિતરણ વ્ય વસ્થા હેઠળ વિતરણ કરાતા કેરોસીનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ધી કેરોસીન (રીસ્ટ્રી કશન ઓન યુઝ એન્ડમ ફીક્સેશન ઓફ સેલીંગ પાઇઝ) ઓર્ડર ૧૯૯૩ ની કલમ ૨ (ડી) (૧) અન્વડયે કલેક્ટરશ્રી પંચમહાલે તા. ૨૫-૬-૧૧ થી અમલમાં આવે તે રીતે જિલ્લા ને અપાતા કેરોસીનના જથ્થાડબંધ અને છુટક વેચાણ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.
તદઅનુસાર છુટક વિક્રેતાઓ ગ્રાહકો પાસેથી ૧ લીટર કેરોસીનના ગોધરા તાલુકામાં રૂ.૧૪.૧૫, કાલોલમાં રૂ.૧૪.૦૦, હાલોલમાં રૂ.૧૩.૯૫, જાબુંઘોડામાં રૂ.૧૪.૧૦, શહેરામાં રૂ.૧૪.૨૫, લુણાવાડામાં રૂ.૧૪.૩૫,ઘોઘંબામાં રૂ.૧૪.૦૫, સંતરામપુરમાં રૂ.૧૪.૫૫, મોરવા(હ)માં રૂ.૧૪.૩૫, ખાનપુરમાં રૂ.૧૪.૫૦ તથા કડાણા તાલુકામાં રૂ. ૧૪.૬૫ નો ભાવ નિયત કરવામાં આવ્યોં છે.



વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના સાનિધ્યિમાં વિરાસત વનનું નિર્માણ
વિરાસત વનમાં વિકાસની થીમ આધારિત આરાધ્ય, આરોગ્યી, આજીવિકા સાંસ્ક્રૃ તિક, નિસર્ગ અને જૈવિક વન પંચવટી રાશિ અને નક્ષત્ર વન ઉભા કરાશે

આંતરરાષ્ટ્રી ય વન વર્ષ નિમિતે ચાંપનેર બાયપાસ પર જેપુરા ખાતે વિરાસત વનમાં મુખ્યરમંત્રીશ્રી વૃક્ષારોપણ કરી ૬૨ મા વન મહોત્્સષવનો રાજ્યમાં પ્રારંભ કરાવશે. પંચમહાલ જિલ્લા માં ૬૨ મા વન મહોત્સ‍વ નિમિતે વૃક્ષ વૈભવમાં ૪૦ લાખ રોપાઓ ધરાના છોરુ બનશે
ગોધરા
હરિયાળુ ગુજરાતનો સંકલ્પ જનસહયોગથી સાકાર કરવા મુખ્ય મંત્રીશ્રીએ દર વર્ષે વન મહોત્સકવને નવા આયામો સાથે જોડવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. આ સંદર્ભરાજયનો ૬૨ મો વન મહોત્સમવ આ વર્ષે વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના સાંનિધ્યમાં વિરાસત વન નિર્માણ કરવાના હેતુથી યોજવામાં આવનાર છે. શક્તિપીઠ પાવાગઢમાં લાખો યાત્રિકો આધશક્તિની આરધના માટે આવે છે. ત્યાશરે વિરાસત વન દ્રારા વૃક્ષ ચેતનાનો સાક્ષાત્કાઆર કરીને શ્રધ્ધા ભાવે ભક્તિ કરે તે હેતુથી વિરાસત વનમાં આરાધ્યો વૃક્ષોનું સંવર્ધન કરનાર છે. પંચમહાલ જિલ્લામાં ૬૨ માં વન મહોત્સંવ નિમિતે ૪૦ લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
આંતરરાષ્ટ્રીય વન વર્ષની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાેના જેપુરા ખાતે ચાંપનેર બાયપાસ પર પાવાગઢની તળેટીમાં વિરાસત વનમાં આનંદ વન,સાંસ્ક્રૃ તિક વન,આરોગ્યન વન,આરાધ્યન વન,જૈવિક વન તેમજ આજીવિકા વન નિર્માણ કરવામાં આવશે.જેનો મુખ્યર ઉદેશ પાવાગઢમાં દર્શનાથે આવનાર શ્રધ્ધા ળુઓને આકર્ષી વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરવા તથા સ્થાઆનિક લોકોને સક્રિય રીતે સાંકળી વનની ટકાઉ વ્યષવસ્થાર ઉભી કરવાનો છે. જેપુરામાં નિર્માણ થયેલ થીમ આધારિત વિરાસત વનમાં આરાધ્યી વનમાં વનોનું આધ્યારત્મિસક મહત્વ , આરોગ્યઆ વનમાં ઔષધિય મહત્વા, આજીવિકા વનમાં લોકોની જરુરિયાત સંતોષવામાં વનોનું મહત્વ , આનંદ વનમાં વનોનું મનોરંજન મહત્વી , સાંસ્કૃુતિક વનમાં સાંસ્કૃયતિક મહત્વ , નિસર્ગ વનમાં પંચમહાભુત પૈકી જળ તથા જમીનના સંરક્ષણ અને વાયુના શુધ્ધિઔકરણમાં વનોનું મહત્વમ જ્યારે જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાઅરમાં આવેલ જૈવિક વિવિધતાની સમજણ આપવામાં આવશે.
આરાધ્યવ વનમાં વડ, પીપળ, રૂદ્રાક્ષ, બીલી, કદમ્બૈ, અશોક તથા નાળીયેરીનુ મહત્વં આત્મ્કથા રૂપે દર્શાવવામાં આવશે. આરોગ્યક વનમાં હરડે, બહેડા, આંબળા, અર્જુન સાદડ, બીપો, ગરમાળો અને ચંદનના વૃક્ષોનું ઔષધિય મહત્વ દર્શાવાશે.આજીવિકા વનમાં મહુડા, ચારોલી, રાયણ, અરડુસો, નીલગીરી જેવા લોકોની જીવન જરૂરિયાત સંતોષવા તથા આવક આપતા વૃક્ષો ઉછેરવામાં આવશે. આનંદ વનમાં ઘાસનું મેદાન, બાળ ક્રિડાગણ, ફુલોના કયારા ,સાંસ્કુઘતિક વનમાં પંચવટી રાશિ અને નક્ષત્ર વન તથા નિસર્ગ વનમાં પર્યાવરણની સમતુલા જાળવવા વાયું શુધ્ધિં કરણ, જળ અને જમીન સંરક્ષણ અંગેની માહિતી પુરી પાડવામાં આવશે.
જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાંરમાં મળી આવતા મહત્વશપુર્ણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.ચાંપાનેર બાયપાસ પર જેપુરામાં ૬.૫ હેકટરમાં પથરાયેલ વિરાસત વનમાં વૃક્ષ વૈભવમાં વિવિધ ૧૦ હજાર ઉપરાંત રોપાઓ ધરાના છોરુ બનશે. આ ઉપરાંત સ્મૃવતિ વનમાં એક હજાર, વન વિસ્તાપરમાં ૩૦ હજાર, રોડ સાઇડમાં ૧૧ હજાર, જેપુરા/ગોકુળપુરાની જમીનમાં ૧૨,૫૦૦, હાલોલ નગરમાં ૩૫ હજાર તથા ૨૫ હજાર રોપાઓના વિતરણ સહિત ૧,૧૪,૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વિરાસત વનમાં પાવાગઢનું મહત્વો દર્શાવતા મોડલ તથા બોર્ડ, તળાવ કાંઠે પંખીઓના મોડલ્સા, ફુવારા, પીવાના પાણી, કાફેટેરીયા, બેસવા માટે બાંકડા, ટોયલેટસ બનાવવામાં આવશે. એટલુ જ નહી વિરાસત વનને પ્રકૃતિ શિક્ષણની પાઠશાળા તરીકે વિકસાવાશે તેમજ વનવિભાગના કાયમી રોપ કેન્દ્રી તરીકે સ્થાઠપિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેઠખનીય છે કે વૃક્ષોનું માનવ જીવનમાં અનેરુ મહત્વદ છે આયોજન પંચે રાજયમાં બિન જંગલ વિસ્તાછરમાંથી ઉત્ન્ભા થતા લાકડાનું જીડીપીમાં યોગદાન અંદાજે રૂ.૩૫૦૦૦ કરોડનું આંક્યું છે. આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં જીડીપીમાં લાકડાનું યોગદાન રૂ.૫૦૦૦ કરોડે પહોચશે. રાજયમાં બિન જંગલ વિસ્તાંરમાં ૨૦૦૪ માં વૃક્ષોની સંખ્યા ૨૫.૧ કરોડ,૨૦૦૯ માં ૨૬.૯ કરોડ હતી. વર્ષ-૨૦૨૦ સુધીમાં આ સંખ્યા ને ૩૫ કરોડ સુધી પહોચાડવાનું નિર્ધારિત કરવામાં આવ્યુંધ છે.રાજયમાં બિન જંગલ વિસ્તા રમાં વૃક્ષોની ગીચતા હેક્ટરે ૨૦૦૪ માં ૧૪,૨૦૦૯ માં ૧૬ છે.જે ૨૦૨૦ સુધીમાં પ્રતિ હેક્ટરે ૨૧ વૃક્ષ સુધી લઇ જવાનું વનવિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાચમાં આંતરરાષ્ટ્રી્ય વન વર્ષ નિમિતે ૬૨ મા વન મહોત્સ‍વની ઉજવણીની તડામાર તૈયારીએ કરવામાં આવી રહી છે. પાવાગઢ તળેટીમાં નિર્માણ થયેલ વિરાસત વનમાં માનનીય મુખ્યએ મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી વૃક્ષારોપણ કરી રાજયમાં વનમહોત્સાવનો પ્રારંભ કરાવશે.
આવો આપણે સૌ પણ ગુજરાતને હરિયાળુ બનાવવા મહત્મજ વૃક્ષોનું વાવેતર કરી તેનું સંરક્ષણ અને જતન કરીએ.




બામરોડાના ચિનલબેન ઉપાધ્યાળય ગુમ

ગોધરા-ચિનલબેન હરજીવન ઉપાધ્યા ય ઉ.વ. ૨૨ રહે મુ. પા બામરોડા તા. ખાનપુર કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્યંમ બાંધો, રંગે ઘઉવર્ણી, મોઢુ લંબગોળ, ઉચાઇ ચાર ફુટ બી. એડ સુધીનો અભ્યા‍સ કરેલ છે. શરીર આસમાની કલરનો ડ્રેસ પહેરેલ છે. આ અગેની જાણ બાકોર પો.સ્‍ટે. નં. ૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર કરવા વિનંતી છે.



માખલીયાના પુષ્પા.બેન ગુમ થયા છે

ગોધરા-પુષ્પા બેન વા. ઓફ. ભુરાભાઇ બારીયા ઉ.વ. ૨૫ રહે માખલીયા તા . લુણાવાડા કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્ય્મ બાંધો, રંગે ઘઉવર્ણી, પાતળા બાંધાની શરીરે સફેદ કલરની લાલ પટાવાળી સાડી પહેરેલ છે. ગુજરાતી ભાષા બોલે છે. આ અગેની જાણ કોઠંબા પો.સ્ટે . નં. ૦૨૬૭૪-૨૩૦૫૩૩ ઉપર કરવા વિનંતી છે.



ગોધરાના લુકમાન યાસીન અબ્દલ અજીજ ગુમ

ગોધરા-લુકમાન યાસીન અબ્દુધલ અજીજ કુરેશી ઉ.વર્ષ ૧૮ મૂળ રહે ઇન્દોંર મદીના ગેટ પાસે એમ.પી. હાલ રહે સિંગલ ફળીયા મસ્જિ૩દ પાસે ગોધરાથી ઇન્દોેર જવા નીકળે જે ઘરે પહોચેલ નથી .જેની તપાસ કરતા મળી આવેલ નથી .ગુમ થનાર શરીરે ઘઉવર્ણો, જીન્સીનુ કાળુ પેન્ટી તથા લાઇનિંગવાળુ ભુરા કલરનું શર્ટ, બાંધો મધ્યેમ, આગળનો દાંત તુટેલો છે જેની જાણ થયે ગોધરા શહેર બીડીવી. પો.સ્ટે્. ટે.નં. ૦૨૬૭૨-૨૪૨૧૪૭ ઉપર જાણ કરવા વિનંતી છે.



મોરનામુવાડાની લીલાબેન માલીવાડ તથા આંકલીયાના રાજુભાઇ પગી ગુમ

ગોધરા-લીલાબેન જેસિંગભાઇ સરદારભાઇ માલીવાડ ઉ.વ.૧૫ રહે મોરના તળાવ, તા.ખાનપુર આરોપી રાજુભાઇ રામાભાઇ પગી રહે આંકલીયા તા. કડાણા એ લલચાવી, ફોસલાવી ફરીયાદીના વાલીપણામાંથી પત્નીવ તરીકે રાખવાના ઇરાદે ભગાડી ગયા છે. જેમની તપાસ કરતા મળી આવેલ નથી. ભોગ બનનાર તથા આરોપી રાજુભાઇ રામાભાઇ પગીની જાણ થયે સર્કલ પો.ઇન્સ.. લુણાવાડા ટે.નં.૦૨૬૭૪-૨૫૦૧૯૯ તથા પો.સ.ઇ. બાકોર પો.સ્ટે.. ટે.નં.૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર જાણ કરવા વિનંતી છે.

ચાલુ તાલુકે કાર્યક્રમ પૂર્વ અયોજન અંગે અમદાવાદ જિલ્લાલમાં બેઠક યોજાઇ

સમગ્ર રાજયમાં આગામી તા. ૨૨ અને તા. ૨૩ જૂલાઇથી ચાલો તાલુકેનો ૬ જિલ્લાીઓમાં પાયલટ પ્રોજેકટ તરીકે કાર્યારંભ થશે ત્યા રબાદ તા. ૨૮મી જૂલાઇથી તા. ૮મી ઓગષ્ટજ-૧૧ સુધી ૨૨૫ તાલુકાઓમાં તાલુકાઓમાં વિકાસ કાર્યોને વેગ આપવા અભિયાન હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાન ઇનચાર્જ કલેકટર શ્રી બંછાનિધી પાનીએ પૂર્વ આયોજનનાં ભાગરુપે જિલ્લાાના અધિકારીશ્રીઓની બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને અનુરોધ કરતા જણાવ્યુંિ હતુ કે, અમદાવાદ જિલ્લાપના તમામ તાલુકાઓમાં પાયાના ગ્રામ્ય સ્તતર સુધી વિકાસ કરવાની માનસિકતાનું વાતાવરણ સર્જાય તેવો ઉદેશ છે તેમ જણાવી વિકેન્દ્રિ ત વિકાસ અને શાસન વ્યસવસ્થાકનું એક આગવું મોડલ બની રહે તે માટે જિલ્લાિના અધિકારીશ્રીઓને આગવુ આયોજન કરવા સૂચના આપી હતી.
ચાલો તાલુકે કાર્યક્રમ જિલ્લાવના તમામ તાલુકામાં જિલ્લાુ પ્રભારી મંત્રીશ્રી, જિલ્લા્ પ્રભારી સચિવશ્રી, સમાજના આગેવાનો, અગ્રણીઓ તથા પ્રમુખશ્રીઓ, નગરજનો સહિત જિલ્લાલના પદાધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિમત રહેશે.
જિલ્લા કલેકટર શ્રી બંછાનિધી પાનીની અધ્યકક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટર શ્રી કાપડિયા સહિત અન્યછ સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહયાં હતા.



‘‘વ્ય સન મુકત ગુજરાત, સ્વરર્ણિમ ગુજરાત'' અન્વાયે રાજ્યામાં પ્રશંસનીય કામગીરી

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યસ સરકારે આ ક્ષેત્રે સમગ્ર દેશમાં પહેલ કરીને સૌ પ્રથમવાર રાજ્ય ના તમામ 26 જિલ્લાઓ અને 7 જેટલી મ્યુદનિસિપલ કોર્પોરેશન માટે નાણાંકીય જોગવાઇ કરેલ છે. વિશ્વકક્ષાએ તમાકુ નિયંત્રણ માટે જે સફળ પધ્ધલતિઓ અપનાવાઇ રહી છે તેનો ઉપયોગ ગુજરાત સરકાર કરી રહી. ‘‘વર્લ્ડ લંગ ફાઉન્ડે શન'' ધી યુનિયન જ્હોાન હોપ્કીરન્સમ સ્કુરલ ઓફ પબ્લીિક હેલ્થત, ટોબેકો ફ્રી કીડસ, ગુજરાત કેન્સેર એન્ડન રીસર્ચ ઇન્ટીાણ ટયુટ, અમદાવાદ જેવી વિવિધ રાષ્ટ્રીાય અને આંતરરાષ્ટ્રી ય સંસ્થાફઓના સહયોગથી તમાકુ નિયંત્રણની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત સરકારે હાથ ધેરલા આ પ્રયાસોમાં શાળા આરોગ્યય કાર્યક્રમ સાથે જનજાગૃતિ અભિયાન, દરેક જિલ્લામાં સ્ટીેયરીંગ કમીટીની રચના જેવા પગલાંઓનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાિએ રાજ્યલ સરકારના આ પ્રયત્નોાની પ્રશંસા પણ કરી છે.
વિશ્વમાં મોં ના કેન્સયરની સૌથી મોટી સંખ્યાો ભારતમાં નોંધાય છે. જેમાં 90 ટકા કેન્સ ર તમાકુના સેવનથી થાય છે. આ તમામ માંદગી મૃત્યુી અટકાવી શકાય તેમ છે. આ સમસ્યા ની ગંભીરતાને ભયાનકતાને ધ્યાએનમાં લઇ રાજ્યગ સરકારના ‘તમાકુ નિયંત્રણ કાર્યક્રમ' અપનાવી યુવાનો ‘‘જિંદગી પસંદ કરે, તમાકુ નહિ''એ અગત્યરની આવકાર્ય બાબત છે.



અનુસૂચિત જાતિઓ માટે આર્થિક ઉત્કાર્ષ, આરોગ્યક વસવાટ અને અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ

અનુસૂચિત જાતિઓ માટે આર્થિક ઉત્કાર્ષ, આરોગ્યક વસવાટ અને અન્ય યોજનાઓનો મહત્તમ લાભ લાભાર્થીઓ લઇ શકે તે માટે ગુજરાત સરકારનો સામાજિક ન્યાઆય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિની વ્ય કિતઓ આર્થિક રીતે પગભર થઇ શકે અને સમાજના અન્યિ વર્ગોની હરોળમાં આવી શકે તે માટે આર્થિક ઉત્કરર્ષની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ડૉ.પી.જી.સોલંકી ડોકટર અને વકીલ લોન સહાય યોજના, વકીલાતની તાલીમ, શહેરી વિસ્તાોરમાં વ્ય વસાયકોને ધંધાનું સ્થકળ, દુકાન ખરીદવા માટે લોન / સહાય યોજનાઓ અમલમાં છે.
આરોગ્યં ગૃહ નિર્માણ અને અન્યક યોજનામાં પૈકી મફત તબીબી સહાય અંતર્ગત જે યોજનાઓ છે તેમાં આવક મર્યાદા વાર્ષિક રૂા.12000/- સુધી છે જેની નોંધ અચૂક લેવી. ટી.બી., કેન્સીર, રકતપિત્ત, ગંભીર પ્રસુતિનો કેસસ્ત્રીઓને થતા પાડુંરોગ વગેરે અંગે તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના તથા ડૉ.સવિતા આંબેડકર આંતરરાષ્ટ્રીેય લગ્નોને પ્રોત્સાહહન વગેરે યોજનાઓ છે.
અનુસુચિત જાતિની વ્યસકિતઓએ આ બધી યોજનાઓની વિગત જાણવા માટે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાસણ, બ્લોનક નંબર-4, 2જો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય,, ગાંધીનગર અથવા સામાજિક ન્યાણય અને અધિકારીતા વિભાગની જિલ્લા કચેરીઓનો સંપર્ક કરવો.




વારાહી ખાતે કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રેમાં વાયરમેન ટ્રેડમાં પ્રવેશ મેળવવા અરજી કરો


વારાહી ખાતે કાર્યરત કુટિર ઉદ્યોગ અને તાલીમ કેન્દ્રમમાં આગામી ૧ લી ઓગષ્ટ -૨૦૧૧ના રોજથી વાયરમેન ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. આ માટે જે ઉમેદવારો તાલીમ મેળવવા ઇચ્છલતા હોય તેમણે ૩૦ મી જુલાઇ-૨૦૧૧ના રોજ મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે.
વાયરમેન ટ્રેડનો એક વર્ષનો કોર્ષ શરૂ થશે. જેમાં ૨૫ તાલીમાર્થીઓને પ્રવેશ મળશે. જેની વય મર્યાદા ૧૪ થી ૩૦ વર્ષની છે. વાયરમેન ટ્રેડમાં ધોરણ-૮ પાસ હોવા જોઇએ.
અનસૂચિત જાતિ, જન જાતિ, બક્ષીપંચ અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તેમજ સામાન્યો ઉમેદવારોએ અરજી પત્રકનો છાપેલો નમૂનો કચેરીના કામકાજના સમય દરમિયાન મેળવી લેવાનો રહેશે. અન્યો જાણકારી માટે રૂબરૂમાં પૂછપરછ કરવી. તમામ ઉમેદવારોએ તા. ૦૧/૦૮/૨૦૧૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે રેકટર કમ સુપ્રિટેન્ડેરન્ટ ની કચેરી, કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્રર, શાન્તી નાથ કોમ્પરલેકસ, સરકારી રેસ્ટિ હાઉસની સામે, વારાહી તા. સાંતલપુર ખાતે શૈક્ષણિક લાયકાત, જાતિનું પ્રમાણપત્ર, શાળા છોડયાનો દાખલો, ચાલચલગત અંગે બે પ્રતિષ્ઠિ ત વયક્તિના અસલ અને ખરી નકલ સાથેના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિકત રહેવું.



પાટણની અપંગ શિક્ષિત મહિલા રશ્મિબેન પટેલની પાટણની પ્રભુતા માટે સંવેદના
પાટણને વર્લ્ડિ હેરીટેઝમાં સ્થાેન અપાવવા કરી રહેલ મથામણ


ગુજરાતની પ્રથમ રાજધાની અને ઉત્તર ગુજરાતની ઐતિહાસિક, પ્રાચીન નગરી પાટણની વિસરાઇ ગયેલી પ્રભુતા અને કેટલીક અણમોલ વિરાસતોને પુનઃ ધબકતી કરવા માટે પાટણ શહેરની એક શિક્ષિત અપંગ મહિલા વધુ સંવેદનશીલ બની રહી છે. તેણે પાટણને વર્લ્ડી હેરીટેઝ સીટીનો દરજ્જો પ્રાપ્ત થાય એ માટે મથામણ કરી છે.
નાનપણમાં માત્ર ત્રણ વર્ષની વયે એક અણઘડ ર્ડાકટરે આપેલા ઇંજેકશનને કારણે પલીયોગ્રસ્તડ થયેલી મહિલા બાળપણમાં એક પગ ગુમાવ્યોણ, અને જીવતર કઠીનમાં કઠીન એવું બન્યુંથ કે સાજા ખોળીએ પણ દેહને ઢસડીને ચાલવાનો વખત આવી પહોચ્યોં. આ વાત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં હિસાબી શાખામાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતી રશ્મિબેન કનુભાઇ પટેલની છે. રશ્મિબેન કનુભાઇ પટેલ છેલ્લાક ચોવીસ વર્ષથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ ખાતે હિસાબનીશ તરીકે નોકરી કરે છે, અને તે પહેલાં તેઓ પાટણની તિજોરી કચેરીમાં સને ૧૯૮૦ થી ૧૯૮૮ના ૯ વર્ષ સુધી ફરજ બજાવી શકયા છે. આમ તો વ્યચવસાયે તેઓ છેલ્લાા ૩૨ વર્ષથી સરકારી કર્મચારી છે. તેમના પતિ કનુભાઇ બાલીસણાની એક વિદ્યાલયમાં લાયબ્રેરીયન છે, અને તેમનો એકમાત્ર પુત્ર વિદેશમાં નિવાસ કરે છે.
ડાબો પગ ગુમાવી બેઠેલા રશ્મિબેન પટેલ પોતાની નોકરીના સ્થળે જવા આવવા કેલીપર્સ તેમજ વોકર્સનો ઉપયોગ કરે છે.
ફાજલ સમયમાં સરકારમાં કે અન્ય મહાનુભાવોને પત્રો લખી પોતાના મનમાં ચાલતા વિચારોની આપ-લે કરી પુનઃ પાટણને પ્રભુતા બક્ષવા તેમની મથામણ અને મનોમંથન નજરે પડે છે. પાટણને વર્લ્ડે હેરીટેઝ સીટીનો દરજ્જો મળે તે તેમના મનની ખ્વાંહીશ છે. તેમનું મંતવ્યય છે કે, ઉત્તર ગુજરાતના પાટણની નકલ કરીને માત્ર ૬૦૦ વર્ષ જૂના અમદાવાદ શહેરને વર્લ્ડે હેરીટેઝમાં સ્થારન અપાયું હોય તો પાટણ તેના કરતાં ૧૨૬૬ વર્ષ જુનું પુરાણું તથા ઐતિહાસિક, પ્રાચીન નગર અને ગુજરાતની પ્રથમ રાજધાની રહી ચૂકયું છે, તો તેને કેમ સ્થાુન મળતું નથી, એ તેમની વેદના છે.
આ ઉપરાંત રશ્મિબેન પટેલ નવરાશની પળોમાં વાંચન, સાહિત્ય પ્રવૃત્તિ કરીને વિવિધ પ્રકારના સાહિત્યત અંગે મંથન કરી રહયા છે.
પાટણની પ્રભુતાને પુનઃ પ્રસ્થારપિત કરવા એક અપંગ શિક્ષિત મહિલાની સંવેદનાને પ્રજાએ સાથ આપવો જોઇએ, અને આ માટે લોક સહકાર એ તેમના માટે ખૂબ જ જરૂરી છે..




રોટરી કલબ ઓફ કેપિટલ, ગાંઘીનગરના નવ નિયુકત પ્રમુખશ્રી અને હોદૂદારોનો પદગ્રહણ સમારંભ યોજાયો

રોટરી કલબ ઓફ કેપિટલ, ગાંઘીનગરના વર્ષ ૨૦૧૧-૨૦૧૨ના નવ નિયુકત કલબના પ્રમુખ શ્રી હર્ષદ જાની, મંત્રી શ્રી રાજેશ દવે અને કલબના બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓના પદગ્રહણ સમારંભનું આયોજન તા. ૨૦/૦૭/૨૦૧૧ ના રોજ સ્ટાફફ ટ્રેનિંગ કોલેજ, સેકટર-૧૭, ગાંઘીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમંત્રિત મહેમાન પદે પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ, વાપી ના ચેરમેન શ્રી સલીલ સિંગલ, કલબના ટ્રેઇનર અને વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. એસ.કે.નંદા, વર્ષ ૨૦૧૨-૨૦૧૩ના ડિસ્ટ્રિનકટ ગર્વનર શ્રી આશિષ દેસાઇ, ઝોન-૩ના આસીસ્ટ ન્ટ ગર્વનર શ્રી લીના દોશી અને વર્ષ ૨૦૧૦-૧૧ ના પ્રમુખ શ્રીમતી અમી શાહની વિશેષ ઉપસ્થિટતિમાં રહી હતી.
આ પદગ્રહણ સમારંભ પ્રસંગે ગતૂ વર્ષ ૨૦૧૦-૧૧માં કલબ દ્રારા કરવામાં આવેલી વિવિઘ પ્રવૃતિની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમજ નવનિયુકત પ્રમુખ શ્રી હર્ષદ જાની, મંત્રી શ્રી રાજેશ દવે અને બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓને શપથ લેવડાવવામાં આવી હતી.
કલબના નવ નિયુકત પ્રમુખ શ્રી હર્ષદ જાનીએ આગામી સમયમાં તેઓ કલબમાં શું.. શું પ્રવૃતિ કરવા માંગે છે. તેની ઝાંખી કરાવી હતી. તે ઉપરાંત ગતૂ વર્ષ દરમ્યાન બાકી રહી ગયેલ પ્રવૃતિને પૂર્ણ કરવાની અને કલબના નિયત સેવાકીય કામો આ વર્ષ પણ પુરી નિષ્ઠાથી કરવાની કલબના સભ્યોશ્રીઓને ખાતરી આપી હતી
આ પ્રસંગે શ્રી ઇલેકટ પ્રેસિડન્ડ શ્રી પી.એન.શર્મા, વાઇસ પ્રેસિડન્ડ શ્રી બી.કે.ચાવડા તથા પી.એચ.ગોહિલ, જોઇન્ટ સેક્રેટરી શ્રી યશવંત જોષી, ટ્રેઝર શ્રી મનોજ સરૈયા, જોઇન્ટ ટ્રેઝર શ્રી અંકુર પરમાર, સાર્જન્ટ એટ આર્મ શ્રી કિંજલ ત્રિવેદી, સહિત કલબના સર્વ સભ્યશ્રીઓ ઉપસ્થિમત રહયાં હતાં.





મહેસાણા ખાતે ચલો તાલુકે કાર્યક્રમની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ
વિસનગર ખાતે ૨૨ જુલાઇના રોજ ચલો તાલુકે

રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિધ્ધીઓ,યોજનાઓ અને લક્ષ્યાંકોની વિગતોથી કર્મચારીઓને તથા પદાધિકારીઓને પ્રેરણા પ્રોત્સાહન આપવા માટેની નવતર પહેલ રૂપે ચલો તાલુકે કાર્યક્રમનું આયોજન અંગેની સર્વગ્રાહી બેઠક સમીક્ષા મહેસાણા જિલ્લા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જિલ્લા સમાહર્તાશ્રી રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિકાસના નવતર આયામ સિધ્ધ કર્યા છે.રાજ્ય સરકારની કાર્યસિધ્ધીઓને જિલ્લા તથા તાલુકામાં ફરજ બજાવતા કર્મયોગીને માહિતી આપવા ઉપરાંત પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ના હેતુથી ચલો તાલુકે કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.વિન્કેન્દ્રીકરણ વ્યવસ્થાને વધું વેગવંતી બનાવવા માટે આયોજન કરેલ ચલો તાલુકે કાર્યક્રમમાં સહુનો સાથ સહુનો વિકાસ ના ધ્યેય સાથે કામ કરવાનું છે.
જિલ્લા સમાહર્તાશ્રીએ ચલો તાલુકે કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કેતા ૨૨ જલુાઇ ૨૦૧૧ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ૨૨ જુલાઇ ના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રીની,પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે આ યોજના પ્રસતૃત કરવામાં આવશે.
રાજ્ય સરકારે જુલાઇ ૧૧ થી સપ્ટે ૧૧ સુધી બે માસ માટે સમ્રગ રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં તબક્કાવાર અમલમાં મુકવામાં આવનાર ચલો તાલુકે કાર્યક્રમ પાયલોટ તાલુકા તરીકે છ જિલ્લામાં મહેસાણાના વિસનગરની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા સમાહર્તાશ્રીએ જિલ્લાના વહીવટીતંત્રના પદાધિકારીઓ,કર્મચારીઓના સુયોગ્ય સંકલન મુકીને જણાવ્યું હતું કે મહેસુલ પંચાયત સહિતના તમામ અમલીકરણ પદાધિકારીઓ,કર્મચારીઓના પરિણામલક્ષી આયોજનથી મહેસાણા જિલ્લામાં યોજાનાર ચલો તાલુકે કાર્યક્રમને સફળતા મળશે
જિલ્લામાં આગામી સમય દરમિયાન યોજનાર ચલો તાલુકે કાર્યક્રમના સર્વગ્રાહી આયોજનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું,
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઠક્કર,અધિક કલેકટરશ્રી આર.કે.પટેલ,પ્રાન્ત અધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતીના જિલ્લાના અમલીકરણ માટે અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ગુરુવાર, 21 જુલાઈ, 2011

around the jetpur

જેતપુરમાં હાલતા ચાલતા લુખ્ખાગીરી કરતા તત્વોને જેર કરવા જરૂરી.. નહીતો મહિલા વર્ગની સલામતી જોખમાશે
નવા આવનારા પીઆઈ લીંબાસીયા શું આ બાબતે પગલા ભરશે ?
જેતપુર સીટી પોલીસના પીઆઈ જાડેજાએ ઉપલેટા ચાર્જ સંભાળી લીધો હોવાના મળતા અહેવાલો. જેતપુર વાસીઓ એ એક સારા પોલીસ અધિકારી ગુમાવ્યાનો ઘણા નો વસવસો.
જાડેજા એ ગુનેગારો પર ધાક જમાવી હતી . લીંબાસીયા shu કરશે ? ધાક જમાવશે કે ગુમાવશે પ્રજાનો મણ જેવડો પ્રશ્ન

સૌરાષ્ટ્ર ના સમાચારો

૧...અમદાવાદમાં ૩૦૦ સિક્યુરીટી કેમેરા ગોઠવાશે
મુંબઈ બ્લાસ્ટ બાદ સુરક્ષા વધારવા તંત્રની કવાયત
૨...રવિવારે જુનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ની ચૂંટણી યોજાશે.
૩...રવિવારે જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના TEJASVI તારલા સત્કારાસે. ભૂદેવો ને જોડવા પ્રમુખ કમલેશ પંડયા અને જીતુભાઈ વ્યાસ નું આહ્વાન ..
૪...રાજકોટ ની મહિલાઓ પ્રોપર્ટી ખરીદીમાં રાજ્ય ભરમાં આગળ હોવાના અખબારી અહેવાલો.
૫...અમદાવાદ ૪ બિલ્ડરો પર ત્રાટકતું આયકર ખાતું.
6...મોરબીના કારખાનામાંથી ૪ લાખ રોકડ ની ચોરી
૭...જુનાગઢ માં ૨ મહિલા સહિત 6 પન્ટરો જુગાર ખેલતા પકડાયા.
૮... જેતપુર માં પોલીસ અધિકારી લીંબાસીયા ની નિમણુક કરશે તો આન્દોલન છેડવાની ભાજપ આગેવાન હરસુર બારોટની ચીમકી.
બારોટ કહે છે કે જેતપુરમાં પાછી ગુંડા ગર્દી વધી જશે.
૯...જેતપુર ની બે બળાત્કાર ની ઘટના ના આરોપીઓ હજુ પકડાયા નથી. પોલીસે થોડાક દિવસ કામગીરી કરી પછી AY મારા બાપલીયા કોના મોટા થયા છે તપાસ કરી કરી ને.. પગાર તો મળવાનો જ ..
૧૦...જેતપુર માં વરલી FICHAR ના AANKADANO જુગાર ધોમધોકાર ચાલતો હોવાની પ્રજામાં ફરિયાદ. લોકો આ જુગાર માં બરબાદ થઇ રહ્યા છે. પોલીસ ને આ જુગાર બંધ KARVAMA રસ નથી કે શું તેવું લોકો પુછે છે.
(કશ્યપ જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ )

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર તહોમતદારોની આગોતરા જામીનની સુનાવણી ૨૫.૭ ના દિવસે

જેતપુર ના કારખાનેદાર જીતુભાઈ ને મરવા મજબુર કરનાર કેતન કોયાણી સહીત ના તહોમતદારો એ જેતપુર ની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં અગાઉ ત્રણ ચાર તારીખો પડ્યા બાદ ગઈ કાલે વધુ એક તારીખ ૨૫.૭.૨૦૧૧ PADI હોવાનું જાણવા મળે છે.
જીતુભાઈ પોતાની સુસાઈડ નોટમાં જે તહોમતદારોના નામો લખતા ગયા છે તેમાં કેતન કોયાણી, મુકેસ પરસાણા, HITESH કોયાણી, કપિલ પરસાણા, નાયબ મામલતદાર પરમાર, પરમારનો ભત્રીજો કિશોર પરમાર,પુંજા આહીર, વિગેરેનો સમાવેશ થાય છે.
આ તમામ શખ્શો કોઈ પણ ભોગે છૂટવા ખુબ ધમ પછાડા કરી રહ્યા છે. પણ પોલીસે એવા પુરાવાઓ હાથ કર્યાં છે કે તહોમતદારોને છૂટવું મોંઘુ પડશે તેવું જાણકારો કહે છે. (કશ્યપ જોશી) : (૯૯૭૪૨૬૨૮૧૨)

જેતપુર નો ભાદર ડેમ હવે ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો છલકાશે

જેતપુર ની પ્રજા માટે જીવાદોરી સમાન ભાદર ડેમ અત્યારે 25.30 ફૂટ જળ થી ભરાઈ ગયો છે. જો હજુ પણ સારી MEGH કૃપા થઇ અને ૧૦ ફૂટ વરસાદી જળ આવે તો ભાદર ડેમ છલકાઈ જશે તેવું સરકારી સુત્રો જણાવે છે.

(તમારી આજુબાજુ બનતા સમાચારો આપવા મળો , કશ્યપ જોશી પત્રકાર જેતપુર 9974262812 ) જેતપુર વિસ્તારના સમાચારો ને પ્રાથમિકતા અપાશે.

જેતપુર પોલીસ ને તહોમતદારો મળતા નથી.


જેતપુરના કારખાનેદાર જીતુભાઈ પટેલ ને મારવા મજબુર કરનારા ભૂ માફિયા એવા આઠ તહોમતદારો પોલીસ ને મળતા ના હોય કોઈ ની નજરમાં પડે તો જાણ કરવા અપીલ કરી છે.
પોલીસ તંત્ર માટે નામોશી ભરેલી વાત એવી છે કે જેતપુર ના ભરત કામ ના કારખાનેદાર જીતુભાઈ ગોન્દલીયા એ તાજેતરમાં કેતન કોયાણી સહીત આઠ ભૂ માફિયા ના ત્રાસ થી આપઘાત કરી લીધો હતો.
પોલીસ એ સરુઆતમાં માં આ ઘટનાની તપાસ માટે ભારે ડોળ કર્યો. ચાર ચાર તપાસ એજન્સી ને આ બનાવ ની તપાસ સોંપી પણ કોઈ થોમત્દારોને પકડી ના શક્યું.
આ ઘટનાના આરોપી ઓને પકડવા આંદોલન પણ કરવું પડ્યું. છતાં આજની તારીખે જીતુભાઈ ને મારવા મજબુર કરનારા પકડાયા નથી.
છેવટે પોલીસે હવે લોકો સામે અપીલ નો ખોળો પાથરી અનુરોધ કર્યો છે કે તમોને કેતન કોયાણી સહીત કોઈ જોવા મળે તો અમોને જાણ કરશો. આ તમામ આરોપીઓને પકડવા જેતપુર ધોરાજી વીરપુર પોલીસ રીતસરની ધંધે લાગી છે.

જેતપુર માં લુક્ખાઓનો ત્રાસ વિપ્ર યુવતીની છેડતી કરી ધમકી આપી


જેતપુર શહેર માંલુક્ખા ટપોરીઓ ફાટી ને ધુમાડે ગયાનું જોવા મળે છે, અહી ળી તંત્ર ની કોઈને બીક નથી. દારુ જુગારના હાટડા પણ ચારે બાજુ જોવા મળે છે. પોલીસ ને કોઈ ફરિયાદ કરે તો માત્ર કામગીરી રૂપ દોડધામ કરે છે.ગઈ કાલે જેતપુર માં સુરેશ ભાઈ પંડયાની પુત્રી અમી ને બાઈક પાછળ બેસવાનું કહી Eક ટપોરી એ જતા જતા અમી ને મારી નાખવા ની ધમકી આપતા પોલીચે માં ફરિયાદ કરી છે. પોલીસે આ લુખ્ખાની અટક કરી છે કે કેમ તે રામ જાણે પણ અહી રોમીયોગીરી વધી છે તે સૌ જાણે છે . ગોંડલમાં ટપોરીઓની ધોલાઈ ધોલાઈ કરે તેમ જેતપુરપોલીસ ટપોરીઓને ના ધોકાવી શકે તેવો સવાલ ઉઠાવાયો છે..
અહી એમ પણ લખવું વાજબી લાગે છે કે જેતપુર માં ટપોરી ઓ મોદી રાત સુધી બર્મુડા પહેરી બાઈક લઈને ફરતા હોય છે પણ પોલીસ તેઓનો વાળ વાંકો કરી શક્તિ નથી. જો પોલીસ લોકોની સલામતી વિષે નહિ વિચારે તો અહી અસામાજિક તત્વો ને મોકળું મેદાન મળી જશે . બહેન દીકરીયું ની છેડતી થતી રહેશે. લાજ લુંટાતી રહેશે. બળાત્કાર થતા રહેશે. ગુનાખોરી નું પ્રમાણ વધતું રહેશે.

મંગળવાર, 19 જુલાઈ, 2011

JETPUR BHADAR DEM NI SAPATI 25 FUT PAR PAHONCHATA JETPUR VAASIOMA AANAND

JETPURMA ZARMAR ZARMAR VARSAAD

‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' - ‘‘આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો '' પ્રકાશનોનું મુખ્યામંત્રીશ્રીએ કર્યું વિમોચન





મુખ્યામંત્રી શ્રી નરેન્દ્રિભાઇ મોદીએ તાલુકા સશકિતકરણ માટેના ‘‘આપણો તાલુકા વાઇબ્રન્ટુ તાલુકો''ના કાર્યક્રમ અમલીકરણની મહેસૂલ વિભાગે પ્રકાશિત કરેલી માર્ગદર્શિકા અને માહિતી વિભાગના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ'' વિકાસ સિધ્ધિમ વિષયક પુસ્તણકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રાજ્યત મંત્રી શ્રી પ્રદિપસિંહજી જાડેજા, મોહનભાઇ કુંડારીયા તથા શ્રી લીલાધરભાઇ વાઘેલા અને મુખ્યર સચિવ શ્રી એ.કે.જોતી, ગ્રામ વિકાસના અધિક મુખ્યે સચિવ શ્રી આર.એમ.પટેલ, માહિતી અને પ્રસારણ વિભાગના અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન ઉપસ્થિાત રહ્યા હતા.

રાષ્ટ્રા વિરોધી અને ગુનાહિત કૃત્યોકમાં સંડોવાયેલ પતિની રાષ્ટ્રપહિતમાં માહિતી આપનાર રેશમાબેનને રૂ.25000/-નું ગૃહ રાજ્યક મંત્રી શ્રીના વરદ્‌હસ્તેન ઇનામ અપાયું હિંમતપૂર્વક પોલીસને બાતમી આપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્ર


હિંમતપૂર્વક પોલીસને બાતમી aઆપીને રેશમાબહેને રાષ્ટ્ર હિત અને માનવતાનું પ્રસંશનીય પ્રેરણાદાયી કાર્ય કયું છે - ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ


આતંકી અનેક ગુનાહિત કૃત્યોણમાં સંડોવાયેલ પોતાના પતિની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓની પોલીસને હિંમતપૂવર્ક બાતમી આપીને પ્રસંશનીય માનવતા અને રાષ્ટ્ર હિતનું કામ કરનાર રેશ્માેબેન રંગરેજને તેમના ઘરે જઇને ગૃહ રાજ્યે મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રાજ્યન સરકાર વતી તેની કદર રૂપે રૂા.25000/- નો ચેક ઇનામરૂપે આપ્યોત હતો. આ પ્રસંગે રાજ્યર પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘ, પોલીસ કમિશનર શ્રી સુધીર સિન્હાન, સંયુકત પોલીસ કમિશનર શ્રી અતુલ કરવાલ ઉપસ્થિ5ત રહ્યા હતા.
રાજ્યરના ગૃહ રાજ્યસ મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલે રેશમાબેનની હિંમતને બિરદાવતાં જણાવ્યુંક હતું કે, પોતાના જ પતિ દ્વારા કરાતી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી પોલીસ અને રાજ્યિ સરકારને આપીને રેશમાબેને હિંમતનું કામ કયું છે. રાજ્યત સરકારે પ્રસંશાના પ્રતિકરૂપે આ રોકડ ઇનામ આપ્યું છે. એક મહિલા હોવા છતાં ડર્યા વગર અને પોતાના વ્યપકિતગત સ્વાિર્થ કે સાંસારિક જીવન કરતાં સમાજજીવન અને માનવતાને પ્રાધાન્યો આપીને જે હિંમતનું કાર્ય કર્યું છે તે સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે સ્વ હિત કરતાં માનવ સમાજની સુરક્ષાની ચિંતા કરીને પોતાના પતિની બાતમી આપી છે તે પ્રસંશાને પાત્ર છે તેમ ગૃહ રાજ્યા મંત્રીશ્રીએ કહ્યું હતું. રેશમા બહેને માનવ જાતિ માટે કામ કર્યું છે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રનભાઇ મોદીએની હિન્દુ -મુસ્લીબમ નહિ પણ છ કરોડ ગુજરાતીઓની વાતને સમર્થન આપીને કોમી એકતાની ભાવનાને ઉજાગર કરી છે.
રાજ્યનના પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજન સિંઘે કહ્યું હતું કે, રેશ્મામબહેને પરિવાર કરતાં માતૃભૂમિ અને દેશહિતને પ્રાધાન્યહ આપી કોમી ભાઇચારાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. લઘુમતિ કોમની અનેક વ્ય કિતઓએ આપેલી આવી માહિતીને આધારે ઘણા ગુના પકડી શકાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સુધીર સિંહાએ રેશમાબહેનની ઇચ્છાા હશે તો અમે તેમને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી આપીશું અને તેમને સુરક્ષાની જરૂર હશે તો તે પણ આપીશું તેમ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રૂા.25000/-નો ચેક સ્વીપકાર કરનાર રેશમાબહેને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માનવજાતની સુરક્ષા અને હિત માટે હું હંમેશા કાનુનનો સાથ આપીશ. માનવજાતની સુરક્ષાને ભયમાં મુકી ગેરકૃત્યવ આપનાર પોતાના પતિની વિરૂધ્ધામાં સરકારને મદદ કરવા દરેક મહિલાઓએ હિંમતભેર આગળ આવવું જોઇએ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર પતિને સાથ ન આપવો જોઇએ અને તેને સમાજની સામે લાવવો જોઇએ.
મુંબઇમાં ગોરેગાંવ વિસ્તાથરમાં ઉછરેલી અને અંગ્રેજી માધ્ય માં ધોરણ-12 સુધીનો અભ્યાતસ કરનાર રેશ્માેબેનને પોતાના પતિની વિરૂધ્ધેમાં પોલીસને બાતમી આપી નિર્દોષના જાન બચાવવામાં અને પોતાના પતિના કૃત્યોાની સજા માટે કરેલ કામ માટે ગર્વ વ્યરકત કર્યો હતો અને આવા ખોટા કામ કરનાર પતિઓના ગુનાઓને બહાર લાવવા મહિલાઓને હિંમત દાખવવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીનો કોટડાસાંગાણી તાલુકાનો જુલાઇ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૭-૭-૧૧ના રોજ ૧૧-૦૦ કલાકે યોજવામાં આવશે.
મામલતદાર કચેરી, કોટડાસાંગાણી ખાતે તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કોટડાસાંગાણીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
(૧) તાલુકા સ્વાગત માં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. (૨)તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય. (૩)આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. (૪)આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. (૫)આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓજ ધ્યારનમાં લેવામાં આવશે. તે સિવાયની અરજીઓ ધ્યાનનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, કોટડાસાંગાણીની યાદીમાં જણાવાયું છે.



રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટરાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નરનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



જિલ્લા કક્ષાની હિલ શિલ્ડપ ક્રિકેટ ટુર્નામેન્ટો મુલત્વીન રખાઇ.
રાજકોટ
રાજકોટ ખાતે યોજાનાર જિલ્લાન કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટા સંજોગોવશાત્ મુલત્વીા રાખવામાં આવેલ છે. સ્પોગર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત અને સીનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટ દ્વારા સંચાલિત જિલ્લાફ કક્ષાની હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૧૯ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ દરમ્યા ન રાજકુમાર કોલેજ અને સનફલાવર સ્કૂુલ ખાતે યોજાનાર હતી, જે સંજોગોવશાત્ મુલત્વીષ રાખવામાં આવી છે. ડ્રો યથાવત રહેશે. અને ટુર્નામેન્ટોની નવી તારીખની જાણ કરવામાં આવશે, જેની રાજકોટ શહેર અને ગ્રામ્યરની ભાગ લીધેલ શાળાઓને નોંધ લેવા સીનિયર કોચ શ્રીમતિ રોશનબેન ચૌહાણની યાદીમાં જણાવાયું છે.



રાજકોટના ખોવાયેલ વ્યાક્તિ પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૪૫ વર્ષની ઉંમરના રમેશભાઇ ઢાલુમલ લીલાણી પરસાણાનગર મેઇન રોડ ૪/૫ની વચ્ચેઇ, લાલુભાઇની મીલની બાજુમાં, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૬-૨૦૧૦ના રોજ રાત્રે ૧૦.૦૦ વાગ્યે ગુમ થયા છે. સાડા પાંચ ફુટ ઉંચાઇના, મધ્યગમ બાંધાના, વાને શ્યારમવર્ણા આ ભાઇ માનસિક બીમારીને કારણે ગુમ થયા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



રાજકોટના ખોવાયેલ બહેન વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના ૬૫ વર્ષના બહેન મોંઘીબેન અમૃતભાઇ વાળા રેલ્વે કોઠી કમ્પાટઉન્ડવ, બ્લોજક નં-૮૯, રેલ્વેડ કલબ સામે, રાજકોટ ખાતેથી ગત તા.૬-૧૦-૨૦૧૦ના રોજ અસ્થિકર મગજની બીમારીને કારણે બપોરે ૨.૦૦ વાગ્યે ગુમ થયા છે. મધ્યસમ બાંધાના અને વાને રૂપાળા આ બહેનને ગળા પાસે ડાબી બાજુ ઓપરેશનનું નિશાન છે, અને તે આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ



સરકારી કર્મચારીઓના કલ્યાનણ માટે જિલ્લા-તાલુકા કલ્યાણ સમિતિ રચાઇઃ
જિલ્લા ને રૂ.૫૦ હજારની રકમ ફાળવાઇઃ
સમિતના અધ્યચક્ષ કલેકટરઃસહ અધ્યરક્ષ જિલ્લાક વિકાસ અધિકારી રહેશેઃ

ભુજ
સરકારી કર્મચારીઓના કલ્યા ણ માટે જિલ્લાિ અને તાલુકા કક્ષાએ કલ્યાિણ યોજનાઓ અને તેના અમલીકરણ માટે સમિતિની રચના અંગે વખતોવખત સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી પરંતુ આ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવેસરથી વિચારણા કરીને સચિવાલય કલ્યા ણ સમિતિની કામગીરીના આધારે જિલ્લાદ/તાલુકા કક્ષાએ કર્મચારી કલ્યા‍ણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જિલ્લાકને રૂ. ૫૦ હજારની ફાળવણી કરાઇ છે.
સામાન્યક વહીવટ વિભાગના તા. ૭/૭/૨૦૧૧ના ઠરાવથી જિલ્લાથ કક્ષાએ કર્મચારીઓની કલ્યાઅણ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સમિતિ ઘડવામાં આવી છે. જિલ્લાથ કલેકટરશ્રી એમ. થેન્ના રસન અધ્યચક્ષશ્રી તરીકે જયારે જિલ્લાવ વિકાસ અધિકારીશ્રી પટેલ સહ અધ્યીક્ષ રહેશે. આ સમિતિના સભ્યો્માં જિલ્લા્ શિક્ષણાધિકારીશ્રી મહેશ રાવલ, જિલ્લાર માહિતી અધિકારી શ્રી કે.બી.આહિર અને જિલ્લા્ના માન્યલ કર્મચારી મંડળોના બે પ્રતિનિધિ રહેશે. જિલ્લા રમતગમત અધિકારીશ્રી ડી.સી. ચાંગેલા સભ્ય સચિવ રહેશે. ઉપરાંત સભ્યાશ્રી તરીકે નાયબ સચિવશ્રી(પ્રોટોકોલ) કલ્યાશણ-સામાન્યે વહીવટ વિભાગ રહેશે.
તાલુકા કર્મચારી કલ્યારણ સમિતિમાં પાંચ સભ્યો રહેશે. તાલુકા કલ્યા‍ણ સમિતિના અધ્યિક્ષ તરીકે મામલતદાર રહેશે. જયારે સહ અધ્યપક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી તથા સભ્ય‍ સચિવ તરીકે કલ્યાદણકારી પ્રવૃત્તિઓમાં રુચિ ધરાવતા અને આ યોજનાના ઉદ્દેશોનો અમલ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉત્સાહહી અધિકારી/કર્મચારીઓની નિમણૂક કરવાની રહેશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના માન્યે મંડળોના બે પ્રતિનિધિ સભ્યા તરીકે રહેશે.
જિલ્લા/તાલુકા કલ્યાીણ સમિતિઓ દ્વારા રાજય સેવા અને પંચાયત સેવાના કર્મચારીઓની કલ્યાવણ પ્રવૃતિઓમાં આંતર જિલ્લા્ અને આંતર તાલુકા રમતગમત સ્પવર્ધાઓનું જિલ્લાય અને તાલુકા મથકોએ આયોજન તેમજ રાજયકક્ષાની સ્પલર્ધાઓનું આયોજન કરવું. અધિકારી/કર્મચારીઓને કામકાજના કલાકો સિવાય રમતગમતો માટે પ્રોત્સાુહિત કરવા અને તેમને રમતગમતનાં સાધનો પૂરા પાડવા તથા સમગ્ર જિલ્લારમાં અધિકારી/કર્મચારીઓના તેજસ્વીે(પુત્ર-પુત્રી) ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના (વિજ્ઞાન અને સામાન્યમ પ્રવાહ માટે અલગ-અલગ) માં ૮૦ ટકા કે તેથી વધારે ટકાવારી સાથે ઉતિર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેઓનું સન્માેન કરાશે.
ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે પ્રથમ રૂ. ૧૫૦૦/-, દ્વિતીયને રૂ.૧૦૦૦/- અને તૃતીયને રૂ.૫૦૦/- જયારે ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે રૂ. ૨૦૦૦/- રૂ. ૧૫૦૦/- અને રૂ.૧૦૦૦/- ઇનામ અપાશે.
ઉપરાંત કર્મચારીઓ તથા તેમના કુટુંબીજનો માટે નાટક, સંગીત, મનોરંજન, પર્યટનો, સાંસ્કૃીતિક તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન તથા મહિલા ઉત્કજર્ષની પ્રવૃતિઓ, રકતદાન શિબિર, સ્વાટસ્ય્ વ વિષયક સગવડોમાં મદદરૂપ થવા આરોગ્યજ લક્ષી કેમ્પો તેમજ આરોગ્યિ વિષયક જાગૃતિ અંગેના પ્રવચનો, કાર્યક્રમોનું આયોજન અને સમિતિને યોગ્ય્ લાગે તેવી અન્ય‍ કર્મચારી કલ્યાાણકારી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
આ સમિતિ નકકી કરે તે મુજબની કર્મચારીઓ પાસેથી ફી ઉઘરાવી શકશે તથા બોર્ડ/કોર્પોરેશન/ખાનગી સંસ્થાિઓની સ્પોજન્સરરશીપનો લાભ મેળવી શકશે. વાર્ષિક હિસાબો સ્થા્નિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઓડીટ કરાવવાના રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.




૨૦મીએ ભુજમાં ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વર’ સેમીનાર યોજાશે
ભુજ,
ભુજમાં તા.૨૦મીએ રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં સવારે ૧૦-૩૦ વાગ્યેવ ‘સરહદી વિસ્તાારનું પત્રકારત્વ ’ એ વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન કરાયું છે. સેમીનારને જિલ્લાય કલેકટરશ્રી એમ.થેન્નાકરસન ખુલ્લું મૂકશે અને ‘ઇન્ડિસયન એકસપ્રેસ’ રાજકોટના વિશેષ સંવાદદાતા મીસ. હિરલ દવે પ્રવચન આપશે. બોર્ડર રેન્જેના પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.એમ.પારગી અતિથિવિશેષ તરીકે જયારે ‘કચ્છેમિત્ર’ના તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, બી.એસ.એફ.ના ડી.આઇ.જી. શ્રી વીરેન્દ્ર્કુમાર પ્રેરક ઉદબોધન કરશે.
આ સેમિનારમાં જિલ્લાદના મહાનુભાવો, અધિકારીઓ, ઇલેકટ્રોનિક અને પ્રિન્ટક મીડિયાના પત્રકારો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફરને ઉપસ્થિીત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે નિમંત્રણ પાઠવ્યું છે.



બીપીએલ-અંત્યોમદય કાર્ડધારકોને તહેવારોમાં રૂ.૪૦/-ના ભાવે પામોલીન અપાશે
ભુજ,
જાહેર વિતરણ યોજના હેઠળના બીપીએલ/અંત્યો દય યોજનાના કાર્ડધારકોને ઓગષ્ટા થી નવેમ્બરર-૨૦૧૧ સુધીના સમયગાળા માટે તહેવારોમાં રાહતદરે પ્રતિકાર્ડદીઠ એક લીટર રૂ.૪૦/-ના ભાવે આર.બી.ડી. પામોલીનની જિલ્લામને ૧,૫૬,૬૦૩ ફાળવણી થઇ છે. જેનું ઓગષ્ટ થી નવેમ્બકર-૨૦૧૧ માટે દર માસે કાર્ડદીઠ એક લીટર પ્રતિ લીટરના રૂ.૪૦/-ના ભાવે વિતરણ કરાશે.



ભુજ-ગાંધીધામની બે મંડળી ફડચામાં લેવાઇઃ
ભુજ
જિલ્લાં રજિસ્ટ્રા ર, સહકારી મંડળીઓની કચેરી, ભુજના અંતિમ આદેશથી ભુજની જનરલ કન્ટ્રાર કશન કો.ઓપ. સહકારી મંડળી લી., અને ગાંધીધામની આર્થિક પછાત વર્ગ કો.ઓપ. હા.સોસાયટી લી.ને ફડચામાં લઇ જઇ મંડળીના ફડચા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લાગતા-વળગતાઓએ નોંધ લઇ મંડળી પાસે જેમનું જે કાંઇ લેણું હોય તેમણે તેનો હિસાબ, જરૂરી આધાર-પુરાવા દિન-૬૦માં ફડચા અધિકારીને મોકલી આપવા અને જો કોઇ રજૂઆત કરવામાં નહીં આવે તો મંડળીના દફતર મુજબની જે કાંઇ બાકી હશે તે મુજબ આગળની કાર્યવાહી આટોપવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ મંડળીના બાકીદારોએ મંડળીનું લેણું ભરી જવા ફડચા અધિકારી દ્વારા વધુમાં જણાવાયું છે.



આદિપુરથી ગાંધીધામ આવતો મુખ્યે રસ્તોચ ભારે માલવાહક વાહનો માટે બંધ કરાયોઃ
જિલ્લાથ મેજીસ્ટ્રે ટે આખરી જાહેરનામું બહાર પાડયુંઃ
ભુજ
આદિપુરથી ગાંધીધામ આવતા મુખ્યપ રસ્તાક ઉપર રોટરી સર્કલથી કંડલા પોર્ટ સર્કલ સુધી વધતા જતા ટ્રાફિકને કારણે દ્રિચક્રી તેમજ ફોર વ્હીતલ નાના વાહનોના ટ્રાફિકને ભારે વાહનો અવરોધરૂપ બનતા હોવાનું તંત્રના ધ્યાદને આવતા અકસ્માતત તેમજ ટ્રાફિક જામ જેવા બનાવો નિવારવા આ વિસ્તાનરમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યોત છે. જિલ્લાા મેજીસ્ટ્રે ટ દ્વારા આ વાહન નિયમન અંગે અગાઉ પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું અને ત્યાલરપછી હવે આખરી ફરમાન બહાર પાડી સવારના ૭ વાગ્યાિથી રાત્રિના ૨૨ વાગ્યાર સુધી ભારે માલવાહક વાહનો પર પ્રવેશબંધી જાહેર કરી છે. વાહન નિયમનમાં આદિપુર તરફથી આવતા ભારે માલવાહક વાહનો ગાંધીધામ શહેરમાં નહીં પ્રવેશતા રોટરી સર્કલથી ડાબી બાજુ વળી જઇ રાજવી રિસોર્ટ-રેલવે ફાટક થઇ સીધા ગળપાદર રોડ થઇ ગાંધીધામ બાયપાસ રસ્તેીથી ગાંધીધામ કંડલા નેશનલ હાઈવે ૮-એ થી કંડલા, ભચાઉ તરફ જઇ શકશે. કંડલા તથા ભચાઉ તરફથી આવતા માલવાહક વાહનો કંડલા સર્કલથી ગાંધીધામ શહેરની અંદર પ્રવેશ નહી કરી ગળપાદર રોડ ત્રણ રસ્તાાથી પ્રવેશી ગાંધીધામ બાયપાસ રસ્તેેથી ગળપાદર ચાર રસ્તાજથી ગાંધીધામ તરફ પ્રવેશી રાજવી રીસોર્ટ, રેલવે ફાટક, રામબાગ ચાર રસ્તાચ, રોટરી સર્કલવાળા રસ્તેાથી આદિપુર, મુન્દ્રા તરફ જઇ શકશે. આ જાહેરનામામાંથી આવશ્યનક ચીજવસ્તુીઓ, જેવી કે અનાજ, શાકભાજી, રાંધણગેસ, ફળફળાદી, દવા વિગેરે, કે જેની હેરફેર ગાંધીધામ શહેરમાં કરવાની છે, તેનું વહન કરતા ભારે માલવાહક વાહનો પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ , ગાંધીધામે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હોય તેવા ઈમરજન્સી્માં પસાર થવાની જરૂર પડે તેવા ભારે માલવાહક વાહનોને મૂકિત આપવામાં આવી છે. આ હુકમની અંદર ભારે માલવાહક વાહન શબ્દરનો અર્થ મોટર વ્હીકકલ એકટમાં જે વ્યાવખ્યાગ આપી છે તેનો સમાવેશ થાય છે.



આરટીઓ પોસ્ટછ ખાતા મારફતે લાયસન્સન ઘરે પહોંચાડશે
ભુજ,
કચ્છે જિલ્લાસની ડ્રાઇવીંગ લાયસન્સ ને લગતી કામગીરી પારદર્શક અને લોકાભિમુખ વહીવટની પ્રતિતિ થાય માટે સ્પીચડ પોસ્ટ્ મારફતે ડ્રાઇવીંગ લાયસન્સ , લાયસન્સર ધારકે મોકલવાનો રાજય સરકારએ નિર્ણય કર્યો છે અને તેની અમલવારી તા.૧૮/૭/૧૧થી શરૂ થઇ છે. જેથી ડ્રાઇવીંગ લાયસન્સય રૂબરૂ આપવામાં આવશે નહીં. પોસ્ટા ખાતા મારફતે સ્પીવડ પોસ્ટી મારફતે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સગ ઘર બેઠા પહોંચતા કરવામાં આવશે. પોસ્ટ્ ખાતા દ્વારા પુરતા પ્રયત્નોટ કર્યા બાદ પણ લાયસન્સવ, ધારકને ન મળી આવે તે સંજોગોમાં પરત આવેલ લાયસન્સ્ના કવરો કસ્ટવડીમાં રાખવામાં આવશે. જેને લાયસન્સ‍ ઇસ્યુ થયા હોય તે વ્યેકિત આરટીઓ કચેરીનો સંપર્ક કરે ત્યાીરે લાયસન્સ શાખાના હેડ કલાર્કે પોતે ઓળખની ખરાઇ કરી, મોટર વાહન ધારા અને નિયમ હેઠળ ઠરાવેલ સરનામા માટેના પુરાવા ચકાસી લાયસન્સર આપવાનું રહેશે. અરજદારે રજુ કરેલ પુરાવાની ઝેરોક્ષ કોપી મુળ કાગળો સાથે રાખવાની રહેશે અને આ પ્રક્રિયા બાદ જ અરજદારની સહી મેળવીને લાયસન્સે આપવાનું રહેશે. પરત આવેલ લાયસન્સે ૩૦ દિવસ સુધી અરજદાર ન આવેતો અરજદારના સરનામે રજી.એ.ડી.થી પત્ર લખી જાણ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા

સૌથી વધુ સૌરાષ્ટ્ર રીજીયનમાં ૨૯.૫૧ ટકા સરેરાશ વરસાદ
રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
૨૭ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ
જેતપુર, ઊનામાં ૫ ઇંચ, કેશોદ, વંથલી, ઉપલેટા, પારડી અને વલસાડમાં ૪ ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાર્વત્રિક રીતે વરસવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં, ૨૭ તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮-૭-૨૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ૧૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના ઊનામાં ૧૨૨ મી.મી. એટલે કે, પાંચ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ૧૦૦ મી.મી., વંથલીમાં ૧૦૩ મી.મી., રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ૧૦૦ મી.મી., વલસાડ જિલ્લાના પારડીમાં ૧૦૪ મી.મી. અને વલસાડમાં ૧૧૧ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના બગસરામાં ૭૬ મી.મી., ધારીમાં ૮૫ મી.મી., સાવરકુંડલામાં ૭૩ મી.મી., લાઠીમાં ૮૯ મી.મી., જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૭૨ મી.મી., માળીયામાં ૯૪ મી.મી., વીસાવદરમાં ૭૭ મી.મી., પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૯૧ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ અને કચ્છ જિલ્લાના મુંન્દ્રામાં ૫૪ મી.મી., અમરેલી જિલ્લાના અમરેલીમાં ૫૯ મી.મી., ખાંભામાં ૬૫ મી.મી., વાડીયામાં ૫૦ મી.મી., જામનગર જિલ્લાના કાલાવાડમાં ૬૫ મી.મી., ખંભાળીયામાં ૫૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૬૪ મી.મી., તાલાળામાં ૫૫ મી.મી., પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૦ મી.મી., રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં ૫૬ મી.મી., નવસારી જિલ્લાના ગણદેવીમાં ૬૨ મી.મી., જલાલપોરમાં ૬૪ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.
રાજ્યના અંજાર, દાંતા, ગાંધીનગર, તલોદ, લીંબડી, સાયલા, બાવળા, રાણપુર, સાણંદ, કરજણ, વઢવાણ, ચુડા, લીલીયા, રાજુલા, ધ્રોળ, જામજોધપુર, તીલકવાડા, ચીખલી, જામનગર, કલ્યાણપુર, જૂનાગઢ, કોડીનાર, નવસારી, મેંદરડા, વેરાવળ, પોરબંદર, ધોરાજી, મોરબી, માળીયા મીયાણા, રાજકોટ, ટંકારા, વાંકાનેર મળી કુલ ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, ભાવનગર, ભરૂચ અને ડાંગ મળી કુલ સાત જિલ્લાઓ વરસાદ વિહોણા રહેવા પામ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ વરસાદ ૨૦.૮૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૧૩.૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૮.૬૨ ટકા, મધ્ય ગુજરાતમાં૧૪.૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૯.૫૧ અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૯૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.




આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવતા પહેલા ઉમેદવારોએ એન.સી.વી.ટી. પેટર્નના અભ્યાસક્રમની માન્યતાની ખાતરી કરવીઃ નિયામક, રોજગાર અને તાલીમ
રાજ્યની તમામ સરકારી / ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ને લાગુ પડશે

ગાંધીનગર,
રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સ્વનિર્ભર આઇ.ટી.આઇ.માં ચાલતાં એન.સી.વી.ટી. પેટર્ન (રાષ્ટ્રકક્ષા)ના તેમજ જી.સી.વી.ટી. પેટર્ન (રાજ્યકક્ષા)ના અલગ અલગ કોર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી વર્તમાનમાં ચાલી રહી છે. તેવા સમયે પ્રવેશવાંચ્છુ ઉમેદવારો એન.સી.વી.ટી. પેટર્નના વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે વ્યવસાયને પ્રવેશની તારીખે એન.સી.વી.ટી. દ્વારા એફીલીએશન મળેલ છે કે કેમ ? તેની પૂરીપૂરી ખાતરી કરી લેવા રોજગાર અને તાલીમ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ પ્રવેશની તારીખે જે ટ્રેડ / યુનિટને એફીલીએશન મળ્યું હશે તેવા તાલીમાર્થીઓ જ અખિલ ભારતીય વ્યવાસય કસોટી આપીને નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ મેળવાને પાત્ર ઠરશે.
વધુમાં ભારત સરકાર / એન.સી.વી.ટી. દ્વારા કોઇ પણ ખાનગી કે સરકારી આઇ.ટી.આઇ. / આઇ.ટી.સી.ને ‘‘માન્ય સંસ્થા’’ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. પરંતુ સંબંધિત સંસ્થાના ચોક્કસ ટ્રેડ / યુનિટને નિયમાનુસાર એફીલીએશન આપવામાં આવે છે. તેમજ એન.સી.વી.ટી. પેટર્નના કોઇ પણ વ્યવસાયમાં એફીલીએશન વગર પ્રવેશ આપી શકાતો નથી. વધુ માહિતી માટે રોજગાર અને તાલીમ કચેરીની વેબસાઇટ www.talimrojgar.org ઉપર ઉપલબ્ધ છે તેમ નિયામક, રોજગાર અને તાલીમ કચેરીની યાદીમાં જણાવાયું છે.




રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમાં - ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ / પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વેળાએ અગ્રતા અપાશે
પ્રથમ વર્ષે ૧૪૧ પોલીસ સાયન્સના ડીપ્લોમાં ધારકો ઉત્તીર્ણઃ આગામી વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા શરૂ કરાશે

ગાંધીનગર,
ગુજરાત સરકાર દ્વારા દેશની સૌપ્રથમ શરૂ કરાયેલ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડીપ્લોમા-ડીગ્રી ધારકોને પોલીસ સેવામાં પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ખાલી જગાઓની ભરતી વખતે અગ્રતા ભારાંક આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ વિભાગના ઉપસચિવશ્રી દ્વારા જણાવ્યા મુજબ, રાજ્યના પોલીસ સંવર્ગોની સીધી ભરતીમાં વેઇટેજ તરીકે વધારાના ગુણ આપવા રાજ્ય સરકારે પોલીસ સંવર્ગની ભરતી પરીક્ષાના નિયમોમાં જોગવાઇ કરી છે. આ વધારાના ગુણ નીચે પ્રમાણે આપવામાં આવશે.
કોન્સ્ટેબલ સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ

ડિસ્ટિકશન ૫
પ્રથમ વર્ગ ૪
દ્વિતીય વર્ગ ૩
પાસ ક્લાસ ૨
પી.એસ.આઇ. સંવર્ગની જગ્યા માટે
રક્ષાશક્તિ યુનિવર્સિટીની ડીગ્રી/
ડિપ્લોમાં મેળવેલ વર્ગ ભરતીમાં મળનાર વધારાના ગુણ
ડિસ્ટિકશન ૧૫
પ્રથમ વર્ગ ૧૨
દ્વિતીય વર્ગ ૯
પાસ ક્લાસ ૫
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષના અંતે ૧૪૧ જેટલા પોલીસ સાયન્સના ડિપ્લોમાં ધારકો બહાર પાડ્યા છે અને આગામી વર્ષથી યુનિવર્સિટી ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં શરૂ કરવામાં આવશે.

શુક્રવાર, 15 જુલાઈ, 2011

FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન YFLO આયોજિત સંવાદ ગોષ્ઠિમાં વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધન












ભારતીય સંસ્કૃતિના મહિમાવંત મૂલ્યો અને નારી શકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવાનું પ્રેરક આહ્્વાન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદી
કુટુંબ સંસ્થાને જાળવવામાં નારીશકિતના નિર્ણાયક યોગદાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
નારીસશકિતકરણ અને બાળ સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતની અનેકવિધ ક્રાંતિકારી પહેલઃ-
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની મહાન સાંસ્કૃતિક વિરાસતના મૂલ્યો અને માતૃશકિતના અપ્રતિમ સામર્થ્યની વિશ્વને અનુભૂતિ કરાવવા ભારતીય મહિલાઓને પ્રેકર આહ્્વાન કર્યું હતું.

નવી દિલ્હીમાં FICCI યંગ લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા ‘‘ભારતીય હોવાનું સ્વાભિમાન ધરાવીએ’’ વિષયક સંવાદ ગોષ્ઠિ યોજવામાં આવી હતી જેમાં, વિશેષ અતિથિ તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઊદ્યોગ, વેપાર, વ્યવસાય સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલી યુવા માતાઓને નવી પેઢીમાં ભારતીય સંસ્કાર મૂલ્યોના સંક્રમણ માટે મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન મળે તે હેતુથી મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતૃશકિત અને નારીનો જે મહિમા છે તે દુનિયામાં બીજે કયાંય નથી. કુટુંબ સંસ્થાનું અદ્દભુત નજરાણું વિશ્વને ભારતીય સંસ્કૃતિએ આપ્યું છે અને કુટુંબ સંસ્થાને જાળવવામાં ભારતીય નારીનું યોગદાન જ નિર્ણાયક રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નારી સશકિતકરણ ક્ષેત્રે ગુજરાત સરકારે જે નવિનત્તમ શ્રેણીબધ્ધ પહેલ કરી છે તેની સવિસ્તર ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, પરિવાર અને સમાજમાં નિર્ણય પ્રક્રિયામાં નારીને ભાગીદાર બનાવવાથી જ તેનું સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન મળી શકશે. મહિલા આર્થિક રીતે સ્વાશ્રયી હશે તો તે નિર્ણય પ્રકિયામાં પ્રભાવી બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી બે વર્ષમાં મિશન મંગલમ પ્રોજેકટ અન્વયે રાજ્યમાં રપ લાખથી વધારે ગરીબ અને ગ્રામીણ મહિલાઓના હાથમાં બે લાખ જેટલા સખીમંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિઓનું નેટવર્ક વિકસાવીને રૂા. પાંચ હજાર કરોડનું ભંડોળ આપવાનો ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી નિર્ધાર વ્યકત કર્યો હતો.
મિશન મંગલમમાં ભારતના ગણમાન્ય કોર્પોરેટ ગૃહો, બેન્કો, સ્વૈચ્છિક સંગઠનો, રાજ્ય સરકાર અને સખીમંડળોના સંયુકત સાહસ એવી અલગ સ્વતંત્ર કંપની રચીને નારી સશકિતકરણની ક્રાંતિકારી પહેલ ઉપરાંત સમગ્રતયા ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના જગાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
માતૃશકિતના પારિવારીક પ્રભાવ માટે ગુજરાતમાં કેટલાક નવતર કાનૂન અમલમાં મૂકયા છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, મહિલા સભ્યના નામે પરિવારમાં મિલકતો ખરીદવા સ્ટેમ્પ ડયુટી રાહત અને નોંધણી ફી માફીની ક્રાંતિકારી યોજનાના અમલથી રાજ્યમાં નવ લાખથી વધારે બહેનો મિલ્કતની માલિક બની છે. ગુજરાતમાં શાળામાં બાળકના નામાંકન સાથે માતાનું નામ ફરજીયાત નોંધવાનો અને આવાસો સહિત સરકારી યોજનાઓના લાભોમાં લાભાર્થી પરિવારોની મહિલાના નામે ફાળવણીમાં પ્રાથમિકતા આપવાનો કાયદો પણ અમલમાં મૂકયો છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભૃણ હત્યાનું પાપ મિટાવવા બેટી બચાવનું જનઆંદોલન સફળ રહ્યું છે તેની વિગતો આપી જણાવ્યું કે દાયકા પહેલાં ગુજરાતમાં દર હજારે ૮૧૬ સ્ત્રીઓનો જન્મદર હતો જે આજે વધીને ર૦૧૧માં ૯૧૬ ઉપર પહોંચ્યો છે.
તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITE જેવી વિશ્વની વિશિષ્ઠ યુનિર્વસિટીઓના અનોખા ઉદેશની ભૂમિકા આપતાં જણાવ્યું કે, દેશને અને દુનિયાને લાખો ઉત્તમ શિક્ષકોની જરૂરિયાત છે અને આવતીકાલના સામર્થ્યવાન સમાજ માટે માતૃશકિતનું સમર્થ યોગદાન તથા ઉત્તમ શિક્ષકો ભારતીય સંસકૃતિના મૂલ્યોને નવી પેઢીમાં આત્મસાત કરાવે તે દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે.
તેમણે જણાવ્યું કે બાળકોમાં તેમની શકિતઓનો વિકાસ કરવા માટે પૂરતો અવસર મળે તે માટે માતા અને શિક્ષકની ભૂમિકા કેન્દ્રસ્થાને છે અને બાળ સશકિતકરણના ઉપેક્ષિત ક્ષેત્રમાં ગુજરાતે નવા આયામો અપનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુલામી કાળખંડને કારણે વિશ્વના અનેક દેશોમાં ભારતીય નારી વિશે જે ભ્રામક છબિ પ્રવર્તે છે તેનો નિર્દેશ કરી જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીશકિતનો જે મહિમા પ્રસ્થાપિત થયો છે તેને યોગ્ય પ્રરિપ્રેક્ષ્યમાં રજુ કરવો જોઇએ.
ભારતીય સમાજ અને સંસ્કૃતિની વિરાસતનો સનાતન મહિમા ઊજાગર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ પ્રેરક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું કે, દુનિયામાં ઘણી માનવ સંસ્કૃતિ કાળગ્રસ્ત થઇ છે પરંતુ ભારતની સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે ‘‘કભી મિટતી નહિં હસ્તી હમારી’’ ભારતની ધરતીની માટીમાં આપણા પૂર્વજોના વિચાર અને વ્યવસ્થા એવા વિકસીત થયા છે કે યુગો બદલાતાં પણ તે નિરંતર પ્રેરણા અને શકિતના પ્રસ્તૃત સ્ત્રોત બની રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતીય સમાજમાં પરિવર્તન અને સમયાનુકુળ બનવાનું અદ્દભુત સાતત્ય રહ્યું છે અને કાળક્રમે આવતી વિકૃતિઓ સામે લડવામાં આ જ સમાજમાંથી મહાપુરૂષોએ ક્રાંતિકારી પરિવર્તનો હાંસલ કરી બતાવ્યા છે. કાળબાહ્યનો ત્યાગ કરવો અને સમયાનુકુળ નવી વ્યવસ્થાને સ્વીકારવામાં ભારતીય સંસકૃતિ નિત્ય નૂતન સમાજની દિશામાં વિશ્વને પ્રેરણા આપતી રહી છે. આપણે આપણી મહાન સંસકૃતિનું ગૌરવ અને સ્વાભિમાન જાળવવું જોઇએ.
YFLOના અધ્યક્ષ સુશ્રી અવંતિકા દાલમિયાએ મુખ્યમંત્રીશ્રીને ર૧મી સદીના પ્રગતિશીલ નેતૃત્વ અને નવી પેઢીના પ્રેરક માર્ગદર્શક તરીકે ભાવભર્યો આવકાર આપતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાતને આધુનિક વિકાસ માટેનું મોડેલ બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યના સંવર્ધન માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીમાં જે દીર્ઘદ્રષ્ટિ છે તે સમગ્ર રાષ્ટ્રને પથદર્શક બની રહેશે.
આ પ્રસંગે YFLOના શ્રીમતી મીના મલ્હોત્રા, સુશ્રી મનપ્રિત વાલીયા તેમજ દિવ્યા સૂરીએ પણ મુખ્યમંત્રીશ્રીના ભારતીય સંસ્કૃતિ વિષયક વિચારોને અત્યંત મનનીય ગણાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સાથે નારી સશકિતકરણ અને ગુજરાતના અભિનવ વિકાસ અંગે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.




માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરવા મુખ્યમંત્રીશ્રીનુ આહ્્વાન
મુંબઇ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને FICCI ના કાર્યક્રમમાં દિલ્હી ખાતે શ્રધ્ધાંજલિ આપતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીમાં FICCI YLFO આયોજિત સમારોહની શરૂઆતમાં મુંબઇમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, નરાધમોના કૃત્યોનો ભોગ બનેલા પીડિતજનો પ્રત્યે સમગ્ર દેશ સંવેદના પ્રગટ કરે છે. તેમણે જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓના નરાધમ કૃત્યોથી બચાવી શકાય અને આપણે સૌ સંગઠિત બનીને માનવતા વિરોધી શકિતઓને પરાસ્ત કરી શકીએ તેવી શકિત ઇશ્વર આપણને સૌને આપે તેવી પ્રાર્થના તેમણે કરી હતી.

સમાજસેવાનો હોબાળો

સમાજસેવાનો હોબાળો
જ્યારે કોઈક ધર્મ–અધ્યાત્મ ગુરુની અલૌકીક ઉત્પત્તી અને ચમત્કારીક શક્તીનો સમાજ સમક્ષ પર્દાફાશ થઈ જાય છે અને તેમની માનવસહજ નીર્બળતાઓ સામે આવે છે ત્યારે તેમના પ્રચારકો એવા ગુરુઓની સામાજીક સેવાઓનો ગોકીરો મચાવી મુકે છે. આશ્વર્યની વાત એ છે કે આવા ગોકીરામાં કેટલાક ચર્ચાપત્રીઓ, કટારલેખકો અને મોટા ચીન્તકો પણ વગર વીચાર્યે જોડાઈ જાય છે.

સમાજસેવા કોણ નથી કરતાં ? વાસ્તવમાં બધા જ લોકો પોતાના કાર્ય દ્વારા નાની–મોટી સમાજસેવા જ કરે છે. એ દૃષ્ટીએ રાજનેતાઓ, અમલદારો, સરકારી–ખાનગી કર્મચારીઓ, ઉદ્યોગપતીઓ, ખેડુતો, પશુપાલકો, વહેપારીઓ, અભીનેતાઓ, લેખકો, પત્રકારો, શીક્ષકો, વૈજ્ઞાનીકો, ટેક્નીશીયનો, મજુરો અને સંડાસ–ગટર સાફ કરનારા પણ સમાજસેવા જ કરે છે. આમ આખો સમાજ સમાજસેવા કરે છે. એ સંજોગોમાં માત્ર ધર્મ–અધ્યાત્મગુરુના સમાજસેવાના કાર્યને જ કેમ અલૌકીક, દીવ્ય, મહાન અને શ્રેષ્ઠ ગણીને તેના ગુણગાન ગાવામાં આવે છે અને માત્ર તેમની જ પુજા–વંદના કેમ કરવામાં આવે છે ?

કોઈ અહીં દલીલ કરશે કે ‘તમે ધર્મ ગુરુ જેવું મહાન કાર્ય કેમ કરી બતાવતા નથી ? તમારી એવી હેસીયત છે ખરી ?’ આવી દલીલ કરનારાઓને મારો પ્રશ્ન છે કે ‘તમે રેલવે સ્ટેશનના પાટા પરની ગંદકી ઉઠાવવાનું અને ગંદી ગટરોની સફાઈનું નાનું અને સામાન્ય કામ કેમ કરી બતાવતા નથી ? તમારી એટલીય હેસીયત કેમ નથી ?’ તાત્પર્ય એ છે કે સંડાસ અને ગટર સફાઈનું કામ પણ સમાજસેવાનું અનન્ય, અજોડ અને મહાન કાર્ય છે. કારણ કે એના વીના આપણો સમાજ એક દીવસ પણ ટકી શકે નહીં. તો એવા મહાન કાર્ય કરનારાને માન–સન્માન આપવાને બદલે તેમનો તીરસ્કાર કેમ કરવામાં આવે છે ? વર્ણવ્યવસ્થાજન્ય પુર્વજન્મનાં પાપકર્મ અને પ્રારબ્ધના બહાના તળે એમને અન્યાય અને એમનું શોષણ કેમ કરવામાં આવે છે ? ધર્મગુરુઓએ આજ પર્યન્ત એ વર્ગનાં સર્વાંગી ઉત્થાનનાં સમાજસેવાનાં કાર્યો કેમ હાથ ધર્યા નથી ?

સંડાસ–ગટર સફાઈ કરનારાઓને અને તમામ પ્રકારના કાર્ય કરનારાઓને એની સમાજસેવાનો બદલો પગારરુપે મળે જ છે. તેમ ધર્મગુરુઓને પણ એમની સમાજસેવાના કાર્યો બદલ વળતર રુપે પગાર મળે જ છે ને ? આ ધર્મગુરુઓ પાસે કરોડો અબજોની સમ્પત્તી ભેગી થાય છે એ દર્શાવે છે એમને એમની સેવા બદલ વળતર પેટે ભરપુર મેવા–મીઠાઈ મળે જ છે.

સરકારી ક્ષેત્રોમાં અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર છે તો ધર્મગુરુઓના આશ્રમોમાં શું ભ્રષ્ટાચાર નથી ? આશ્રમોમાં પણ લડાઈ–ઝઘડા, ખુન અને હત્યાઓ થાય છે, અસામાજીક પ્રવૃત્તીઓની દુર્ગન્ધો પણ એમાંથી અવારનવાર પ્રગટ થાય છે. સામાન્ય લોકોની સમાજસેવા અને ધર્મગુરુઓની સમાજસેવા વચ્ચે ખાસ કોઈ મોટો તફાવત તો છે જ નહીં. પછી ધર્મગુરુઓની સેવાઓને દીવ્ય અને અલૌકીક તથા મહાન શા માટે ગણવામાં આવે છે ? એનો આટલો બધો હોબાળો શા માટે ? વાસ્તવમાં સંશોધનનો આ મહાન વીષય છે.

કોઈ પણ માણસને જીવનમાં સફળતા અને સીદ્ધી માત્ર પોતાની લગન અને પુરુષાર્થને કારણે જ મળે છે. કોઈના આશીર્વાદથી કશું જ મળતું નથી. છતાંય એવું કોઈ માનતા હોય કે તેમને કોઈના આશીર્વાદથી સીદ્ધી મળી છે તો એ તેમનું અજ્ઞાન, શીશુવયમાં મળેલા કુસંસ્કાર યા ખોટું શીક્ષણ અને અન્ધશ્રદ્ધા છે. એટલું જ નહીં; એમાં સામાન્ય સમજણનો પણ અભાવ છે.

- એન. વી. ચાવડા
(નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક)

સંપર્ક:

શ્રી એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ - ૩૯૪ ૩૩૫, જી. સુરત. ફોન નંબર: (02622) 247 088

ગોરમાનો વર કેવો ?

જે બાળાઓને હજુ રજ:સ્વલા (માસીક ધર્મ)નો સમય શરુ થયો ન હોય તેવી અબુધ બાળકીથી માંડીને દસ વર્ષ સુધીની વયની ગૌરીઓ માટેના વ્રતને ગૌરી પુજાનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં માબાપ, નીત–નવીન પ્રલોભનો આપી શું ખવાય અને શું ન ખવાય તેના નીયમોનો લશ્કરી શીસ્તની જેમ જ અમલ કરાવવાની મથામણ કરતા હોય છે. એટલું જ નહીં, ‘તું જો આ વ્રત નીયમો તોડીશ તો તને ભવીષ્યમાં સારો વર નહીં મળશે’. એ મતલબનો આઘાતજનક ડર અને ભય કુમળા મન ઉપર જન્માવે છે ત્યારે તો માબાપ હદ વટાવી જાય છે. બાળાઓના શરીર પર દમન કરવાથી જ સુખ મળશે તે મતલબનો પાઠ અહીંથી જ શરુ કરાવે છે. અષાઢી સવારમાં બનીઠનીને પરાણે પહેરેલું ભપકાદાર રેશમી ઘાઘરી–પોલકું જોઈને બાળાઓનો ઉમંગ, આનંદ પાછળ વર પસંદ કરવાની પદ્ધતીમાં રહેલી ક્રુરતાને જોઈને કોઈ બુદ્ધીજીવીનો સુખમય દૃષ્ટીકોણ ક્યારે મુર્છા પામશે ???

–ગોવીન્દ મારુ
સંપર્ક:
શ્રી ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

કલાકારોને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ઊજવાશે યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨ સાહિત્ય-કલા અને સંગીત વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

ગાંધીનગર,
રાજ્યના કલાકારોને પ્રોત્સાહન આપવા તથા નવોદિત યુવક-યુવતીઓને સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપીને તૈયાર કરવાના હેતુસર રાજ્યમાં, તાલુકા, જિલ્લા, પ્રદેશ, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ યુવા ઉત્સવ-૨૦૧૧-૧૨નું આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ સપ્ટેમ્બર-૨૦૧૧, જિલ્લા કક્ષાએ ઓક્ટોબર-૨૦૧૧, પ્રદેશ કક્ષાએ નવેમ્બર-૨૦૧૧, રાજ્ય કક્ષાએ ડિસેમ્બર-૨૦૧૧ અને રાષ્ટ્ર કક્ષાએ ૧૨ થી ૧૬, જાન્યુઆરી-૨૦૧૨ દરમિયાન એમ પાંચ કક્ષાએ આ યુવા ઉત્સવ યોજાનાર છે.
આ માટેની જરૂરી અરજીઓ સંબંધિતોએ તા. ૩૦-૧૧-૨૦૧૧ સુધીમાં સંબંધિત જિલ્લાના યુવા ઉત્સવ સમિતિના વડાને મોકલી આપવાની રહેશે. રાષ્ટ્રીય યુવા ઉત્સવના એકાંકી સ્પર્ધામાં એકાંકી અંગ્રેજી, હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ રજૂ કરી શકાશે. તાલુકા કક્ષા માટે મામલતદાર અને જિલ્લા કક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ વ્યવસ્થાપક સમિતિની રચના કરવામાં આવી છે. યુવા ઉત્સવમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના ઉંમરના યુવક - યુવતી - વિદ્યાર્થી - બિનવિદ્યાર્થી ભાગ લઇ શકશે. (ક) વિભાગમાં સાહિત્ય, (ખ) વિભાગમાં કલા, (ગ) વિભાગમાં સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદ પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ સ્પર્ધા (હિન્દી / અંગ્રેજી)નો સમાવેશ થાય છે. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કારીગરી અને ચિત્ર કલાનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિભાગમાં વિવિધ સંગીત શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્યો, સિતાર, વાંસળી, વીણા, મૃદંગમ્, હાર્મોનિયમ, ગિટાર, તબલા વાદન કલાનો સમાવેશ થાય છે.

ગુરુવાર, 14 જુલાઈ, 2011

મુખ્યમંત્રીશ્રી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૪ જુલાઇ-ર૦૧૧ના રોજ નવી દિલ્હીમાં FICCI-YFLO આયોજિત યંગ-મધર્સ-પ્રાઉડ ટુ બી ઇન્ડિયન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેરક પ્રવચન આપશે.
ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી
નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ
ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ

ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઊર્જા ક્ષેત્રે સર્વાંગીણ પ્રગતિની હરણફાળ ભરતા ગુજરાત પ્રત્યે કેન્દ્રના અન્યાયી વલણની આલોચના કરતા ઊર્જા રાજ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદઃ


ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલ દેશ માટે પથદર્શક બની રહેશેઃ શ્રી સૌરભભાઇ પટેલ
ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશાગ્ર નેતૃત્વ અને રાજકીય ઇચ્છાશકિતથી ગુજરાતે ઊર્જા ઉત્પાદન, વિતરણ ક્ષેત્રે કરેલી નવતર પહેલ સમગ્ર દેશ માટે મોડેલરૂપ અને પથદર્શક બનશે તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો હતો.
નવી દિલ્હીમાં મળેલી રાજ્યોના ઊર્જા મંત્રીશ્રીઓની પરિષદમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસમાં અવરોધક બનતા કેન્દ્રના અન્યાયી વલણનો ઉગ્ર પ્રતિઘોષ પાડયો હતો.
આ પરિષદમાં ગુજરાતે ખોટ કરતા વીજ નિગમનું ચાર વીજ વિતરણ કંપનીઓના જનસેવાલક્ષી અભિગમથી રૂા. પપ૦ કરોડનો નફો કરતી કંપનીઓમાં રૂપાંતરણ કરવાની જે સિધ્ધિ મેળવી છે તેની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
શ્રી સૌરભભાઇ પટેલે પરિષદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાવર ફાયનાન્સ કોર્પોરેશને દેશની ૪૦ વીજ વિતરણ કંપનીઓનો સર્વે કરીને ગુજરાતની વીજ વિતરણ કંપનીઓના આર્થિક સધ્ધર વ્યવસ્થાપનને પ્રમાણિત કર્યું હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના વીજ ક્ષેત્રની પ્રગતિમાં અંતરાય ઊભા કરી રહી હોવાની ઉગ્ર રજુઆત પણ કરી હતી.
ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતને વીજ ઉત્પાદન માટે ગેસનો પૂરવઠો આપવાને બદલે ખાનગી કંપનીઓને આપી દેતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જો દેશમાં ઉત્પાદિત થતો ગેસ ગુજરાતને અપાય તો વીજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સસ્તા દરે વીજળી ગ્રાહકો-ઉપભોકતાઓને આપી શકાય, પરંતુ કેન્દ્ર ગુજરાતને મોંઘાભાવનો આયાતી એલ.એન.જી. ગેસ ૧૪ ડોલર પ્રતિ એમ.એમ.બી.ટી.યુ.ના બજાર ભાવે લેવાની ફરજ પાડે છે. આ મોંઘાભાવનો આયાતી ગેસ વીજ ઉત્પાદન માટે વાપરવાની ફરજ પડતાં ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદનની પ્રતિ યુનિટ કોસ્ટ રૂા. ૬ જેવી ઊંચી આવતી હોવાનો આક્રોશ ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં ગેસ બેઇઝડ વીજ ઉત્પાદન ૩૮ર૧ મેગાવોટનું છે જે માટે રપ ટકા ગેસ વિદેશથી મોંઘાભાવે આયાત કરવામાં આવતો ગેસ અપાતો હોવાથી રાજ્યમાં પૂરતા ગેસની ઉપલબ્ધી ન થતાં ૪૭૦ મેગાવોટનો ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ઉત્પાદન સજ્જતા છતાં પુરતું ઉત્પાદન મેળવી શકાતું નથી તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે તેનો સવિશેષ ઉલ્લેખ કરી ઊર્જા રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, ટૂંકસમયમાં રાજ્યમાં બે નવાં ગેસ આધારિત વીજ મથકો પીપાવાવ ખાતે ૭૦૦ મે.વો. તથા હજીરા ખાતે જી.એસ.ઇ.જી.ના ૩પ૦ મેગાવોટ માટે દેશમાં ઉત્પાદિત થતો ગેસ કેન્દ્રના અન્યાયી વલણને કારણે મળવાનો નથી, આથી સમગ્રતયા ૧પ૦૦ મે.વો. ની વીજ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ ગુજરાત કરી શકશે નહીં. આ અન્યાય અને ભેદભાવ દૂર કરવા શ્રી પટેલે પરિષદમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. પીપાવાવના ગેસ આધારિત વિજમથક માટે ગેસ આપવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૧૯૮૮ના વર્ષમાં સંમતિ આપી હતી અને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ગેસ આધારિત વિજમથકનો શિલાન્યાસ કર્યો અને ઉત્પાદન માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે ત્યારે કેન્દ્રના આ ઓરમાયા વર્તનને કારણે પીપાવાવ મથકને હજુ સુધી વીજ ઉત્પાદન માટે ગેસ ઉપલબ્ધ થયો નથી. તે અન્યાય દૂર થવો જોઇએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પરિષદમાં એવી પણ રજુઆત કરી હતી કે, કેન્દ્રની યુપીએ શાસિત વર્તમાન સરકારની અણઆવડતને પરિણામે આઝાદી પછી કયારેય ન વધ્યો હોય તેટલો ર૪૦ ટકાનો ભાવ વધારો એ અને બી ગ્રેડના કોલસામાં થયો છે જેની વિપરિત અસર કોલસા આધારિત વિજ ઉત્પાદન ઉપર પડી છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કોલસા આધારિત વીજઉત્પાદન કરતા વીજમથકો માટે દૂરના રાજ્યોમાંથી કોલસો આપવામાં આવે છે જે સરવાળે પરિવહન કિંમત-ખર્ચમાં વધારો કરે છે તેથી વીજ ઉત્પાદન ખર્ચ વધે છે જેનું સીધું ભારણ રાજ્યની પ્રજાના શિરે આવે છે. અગાઉ કેન્દ્રમાં એન.ડી.એ.ના શાસનના સમયમાં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજયેઇજીએ ગુજરાતને નજીકના કોલ ફિલ્ડમાંથી વીજ ઉત્પાદન માટે કોલસો આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે નિર્ણય અંગે પણ કેન્દ્રની વર્તમાન યુ.પી.એ. સરકારે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વયં આ પ્રશ્ને અવાર-નવાર કેન્દ્ર સમક્ષ ગુજરાતને નજીકનાં કોલ ફિલ્ડમાંથી કોલસાનો પૂરવઠો પૂરો પાડવા તેમજ કરાર મુજબનો પૂરેપૂરાં કોલસોનો જથ્થો ગુજરાતને ફાળવવા રજુઆતો કરી છે આમ છતાં, કેન્દ્રની યુપીએ સરકાર ગુજરાતના વિકાસમાં રોડા નાખવાના સિલસીલા રૂપે કોઇ જ વિધેયાત્મક પ્રતિભાવ આપતા નથી અને અન્યાયની પરંપરાથી ગુજરાત જેવા સર્વાંગીણ પ્રગતિને વરેલા રાજ્યની વિકાસયાત્રામાં રૂકાવટ ઊભી કરે છે તે દૂર થવા માટે પણ શ્રી પટેલે પરિષદમાં ઉગ્ર રજુઆત કરી હતી.
ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાથે હરણફાળ ભરી છે ત્યારે, વીજ અછતવાળાં દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત વીજળી પહોંચાડવા પ્રતિબધ્ધ છે, પરંતુ એ માટેનું ઇન્ટર રિજીયોનલ ટ્રાન્સમીશન કોરીડોર નેટવર્ક કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી હોવા છતાં પુરૂ પાડતી નથી, દેશમાં જે રાજ્યોમાં વીજ માંગ વધી હોય અને ગુજરાત જેવું રાજ્ય તે પૂર્ણ કરવા સક્ષમ હોય ત્યારે આ કોરીડોર યુધ્ધના ધોરણે કેન્દ્ર હાથ ધરે તેવી હિમાયત પણ શ્રી સૌરભભાઇ પટેલે કરી હતી.
આ પરિષદમાં ઊર્જાના અગ્રસચિવશ્રી ડી. જે. પાંડિયન તથા ગુજરાત ઊર્જા વિકાસ નિગમના વહીવટી સંચાલક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી કુંડારીયા રાજકોટ જિલ્લાામાં વિવિધ સ્થંળોએ ગુરૂપુર્ણિમાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

રાજકોટ
ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા તા. ૧૫ જુલાઇના રોજ રાજકોટ જિલ્લા માં વિવિધ ધાર્મિક સ્થ ળોએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને ગુરુવંદના કરશે. તેઓ તા. ૧૫મીના રોજ સવારે ૮-૩૦ કલાક થી સાંજના પ કલાક દરમિયાન મોરબીના શ્રી શાંતિવન આશ્રમમાં તેમજ સંતશ્રી શિવરામ સાહેબ, કબીરધામ, સ્વા મિનારાયણ મંદીર, હવેલી મહાપ્રભુ બેઠક, બગથળા ખાતે સંતશ્રી દામજી ભગત-નકલંક મંદિર, ટંકારા ખાતે શ્રી પ્રભુચરણદાસ આશ્રમ, પડધરી ખાતે હનુમાનધારાની જગ્યાગ અને પાળ ગામમાં શ્રી બચુદાસબાપુ-જખરાપીર જગ્યા્ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદનાના કાર્યક્રમમાં ઉપસ્થિમત રહેશે. જયારે રાજયમંત્રીશ્રી કુંડારીયા તા. ૧૬ જુલાઇના રોજ સવારે ૯-૩૦ કલાકે મોરબી સરકીટ હાઉસ ખાતે ૧૩માં નાણાંપંચના કામોનું આયોજન તથા ‘ચલો તાલુકે’ કાર્યક્રમ હેઠળ આવરી લેવાના કામોના આયોજન અન્વ૩યેની બેઠકમાં હાજરી આપશે. આ પહેલા તા. ૧૪ના રોજ સાંજે પ વાગ્યેે લીલાપર ગામે ગ્રામસભામાં હાજરી આપશે.



જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા વેપારીઓએ રજીસ્ટયર નિભાવવા હુકમ
રાજકોટ
રાજયમાં બનતા ગુન્હાતઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે તેમજ મોબાઇલ ચોરીના ગુન્હાીઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્હાુઓ શોધી કાઢવા માટે ગુન્હાયમાં વપરાયેલ અથવા ગયેલ મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાાના મુળ સુધી પહોંચવા પ્રયત્નોઅ કરવામાં આવે છે.
ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારરે જાણવા મળે છે કે, તેમણે કોઇ અજાણ્યાે માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુન્હાામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. અને મોબાઇલટ્રેકીંગ કરી અને ગુન્હાનના મુળ સુધી પહોંચે ત્યાહરે એવું જાણવા મળે છે કે મોબાઇલ કોઇ અજાણી વ્યાકતિએ આપેલ છે અને તેને હું ઓળખતો નથી તેમ જાણવા મળે છે જેથી તપાસમાં કોઇ ફળદાયક હકીકત મળતી નથી. આ બાબતે કોઇ વ્યનકિતઓ મોબાઇલ/સીમકાર્ડ હેન્ડફ સેટ વિગેરે અગર ઓળખકાર્ડ અથવા કોઇ પણ ઓળખપત્ર વગર લેનાર/વેચનારની જવાબદારી નકકી કરવી અને પ્રસ્તુરત બાબતે આવા ગુન્હાખઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદયો અથવા કોન વેચ્યોધ તે જાણવું જરૂરી જણાતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નારશ્રીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ અન્વ્યે મળેલ સત્તાની રૂએ રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તા‍રમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારાનું ઓળખ અંગેનું પુરેપુરુ નામ, સરનામું નોંધવું ફરજીયાત બનાવવામાં આવે તે માટે નિયત વિગતે સાથેના રજીસ્ટંરો નિભાવવાનો હુકમ કર્યો છે. જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટકરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે. જયારે જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાના રજીસ્ટવરમાં મોબાઇલની વિગત/કંપની તથા IMEI No. તેમજ મોબાઇલ વેંચાનાર/ખરીદનારનું નામ, સરનામાની વિગત અને ID પ્રુફની વિગત દર્શાવવાની રહેશે.
આ હુકમ તા. ૧૫/૭/૧૧થી તા. ૧૪/૯/૧૧ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર વ્યહકિત ભારતીય દંડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.



વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય
રાજકોટ-
રાજકોટ શહેર પોલીસ કમિશ્ન રેટ વિસ્તાગરમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીનીઓ અભ્યાિસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નીરશ્રી ગીતા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરરેટના સમગ્ર વિસ્તા્રમાં તા. ૨૧-૭-૧૧ થી તા. ૨૦-૯-૧૧ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્યાત પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યોદ છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્ય કિત શિક્ષાને પાત્ર થશે.



રાજકોટના ખોવાયેલ બાળક વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટનો ૯ વર્ષનો બાળક રમેશ કેશાભાઇ ઓબ્ઝડર્વેશન હોમ(બાળ અદાલત), સમાજ સુરક્ષા ખાતું, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી ગત તા.૯-૫-૨૦૦૭ના રોજ સવારે ૮.૨૦ વાગ્યે ગુમ થયો છે. મધ્યગમ બાંધાના, વાને ઘઉંવર્ણા આ બાળકને જમણા નેણ પર વાગ્યાોનું નિશાન છે. અને આજ દિન સુધી તે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટનો યુવક ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
–રાજકોટનો ૨૧ વર્ષનો યુવક યસ્મીાન દામજીભાઇ મેઘાણી ૨/૧૧ ભક્તિનગર સ્ટેોશન પ્લો૩ટ, લોધાવાડ, રાજકોટ ખાતેથી ગત તા.૩૦-૫-૨૦૦૭ના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે ગુમ થયો છે. પાંચ ફુટ પાંચ ઇંચ ઉંચાઇના, મધ્ય–મ બાંધાના, વાને ઘઉંવર્ણા આ યુવકના ડાબા હાથના કાંડા પર ‘‘Y’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નધનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.



વિકલાંગો તથા તેમના પ્લેસમેન્ટ ઓફિસર અને નોકરીદાતાઓને વિકલાંગ પારિતોષિકો અપાશે
રાજકોટ
વર્ષ-૨૦૧૧ના રાષ્ટ્રીય/રાજય વિકલાંગ પારિતોષિક સ્પર્ધા માટે શારીરિક ક્ષતિ(વિકલાંગતા) ધરાવતા કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ તથા શારીરિક ક્ષતિ(વિકલાંગ) વ્યવક્તિઓને થાળે પાડવાનું અને વિકલાંગોને રોજગાર પૂરો પાડવાનું કામ કરતા પ્લેસમેન્ટ ઓફિસર અને વિકલાંગોને કામે રાખતા નોકરીદાતાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
આ એવોર્ડ માટેના નિયત અરજી ફોર્મ જિલ્લા રોજગાર કચેરી ખાતેથી વિના-મૂલ્યે તા.૧૬ જુલાઇ-૨૦૧૧ સુધી મળશે. પુરી વિગતો ભરેલા આ ફોર્મ ૨૧ જુલાઇ-૨૦૧૧ સુધીમાં સંબંધિત રોજગાર કચેરીને રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. શારીરિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓના વ્યસક્તિગત કિસ્સાેમાં શારીરિક ક્ષતિ દેખાય તેવા તાજેતરના ત્રણ ફોટોગ્રાફસ અને ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતું સિવિલ સર્જન પાસેથી ત્રણ માસની અંદર મેળવેલું વિકલાંગતાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અધૂરી વિગતોવાળા તથા સમયમર્યાદા બહાર મોકલેલા અરજીપત્રકો વિચારણામાં લેવામાં આવશે નહીં. આ અંગેની વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રેઇસ કોર્ષ પાસે, રાજકોટ ફોન નં-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.



રાજકોટનો તરૂણ ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ–
રાજકોટનો ૧૫ વર્ષનો તરુણ શૈલેષ ભુરાભાઇ સારોલીયા બીગ બાઇટ હોટલ સામેની ફુટપાથ ઉપરથી ગત તા.૨૮-૮-૨૦૦૮ના રોજ સાંજે ૭.૫૦ વાગ્યે ગુમ થયો છે. પાતળા બાંધાના, વાને શ્યાટમવર્ણા આ તરૂણના જમણા હાથના કાંડા પર ‘‘શૈલેષ’’ લખેલું છે. અને આજ દિન સુધી તે ઘરે પાછો ફર્યો નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નંનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.




રાજકોટની તરૂણી ગુમ-પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટની ૧૬ વર્ષની તરુણી ઇના નાથાભાઇ દુધરેજીયા રેસકોર્સ લોકમેળામાંથી ગત તા.૧૬-૮-૨૦૦૯ના રોજ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગુમ થયેલ છે. પાતળા બાંધાની, વાને શ્યાેમવર્ણી આ તરૂણી આજ દિન સુધી તે ઘરે પાછી ફરી નથી. તેનાં અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ શહેરના પ્રદ્યુમ્નીનગર પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
સોનલ




ઇ.સી.એચ.એસ.પૂણે ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
જામનગર
આર્મી સેંટ્રલ ઓર્ગેનાઇઝેશન ઇ.સી.એચ.એસ. પુણે ખાતે ૨૪ કલાક હેલ્પરલાઇન ની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. હેલ્પઇલાઇન ના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૮૬૬૬ અને ૦૮૦-૪૩૦૦-૮૩૦૦ તથા એસ.એમ.એસ. અને વોઇસ કોલ માટેના મોબાઇલ નંબર ૯૭૧૪૭૯૪૩૦૦ છે. તમામ માજી-સૈનિકો / સ્વં.માજી-સૈનિકોને ૨૪ કલાક ઇ.સી.એચ.એસ.હેલ્પમલાઇન સુવિધાનો લાભ લેવા તથા વધુ જાણકારી માટે જિલ્લા૦ સૈનિક કલ્યાછણ અને પુનર્વસવાટ જામનગર નો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાધણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.



ગૌરવ સેનાની કુમાર છાત્રાલય માં પ્રવેશ મેળવવા બાબત
અમદાવાદ શહેર બહાર વસતા માજી સૈનિકો/ દિવંગત માજી સૈનિકોના ધર્મ પત્નીપઓ ને જણાવવાનું કે ધોરણ ૮ થી ઉપરના અભ્યાનસ કરતા તેમના સંતાનોને શૈક્ષણિક વર્ષ ૨૦૧૧-૧૨ માં ગૌરવ સેનાની કુમાર ભવન (સૈનિક કુમાર છાત્રાલય) ની હોસ્ટેતલ માં પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ છે.
આ છાત્રાલય માં પ્રવેશ ઇચ્છતતા સબંધિતોએ જિલ્લાટ સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની કુમાર ભવન સ્કુ લની સામે, ઓફ ડ્રાઇવઇન રોડ, થલતેજ,અમદાવાદ-૩૮૦૦૫૪ સરનામે તુરત જ અરજી લઇ રૂબરૂ સંપર્ક કરવા જિલ્લાી સૈનિક કલ્યા ણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર દ્વારા જણાવાયુ છે.




આર્મી ના લેખિત પરિક્ષા કેન્દ્ર માં ફેરફાર
જુનાગઢ ખાતે યોજાયેલ આર્મી રેલીમાં એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવાર માટે તા. ૩૧/૭/૨૦૧૧ ના રોજ યોજાનાર લેખિત પરિક્ષા નું સ્થીળ ડી.એસ. ગોજીયા હાઇસ્કુષલને બદલે હવે ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર ખાતે રાખેલ છે. જેની પાસ થયેલ તમામ ઉમેદવારોએ નોંધ લેવા રોજગાર અધીકારી (વ્ય .મા.) જામનગર ની યાદીમાં જણાવ્યુંા છે.




રેકોર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટજ ફત્તેહગઢ ખાતે હેલ્પ લાઇન નો પ્રારંભ.
રાજપૂત રેજીમેન્ટ, ના સેવારત સૈનિકો, માજી-સૈનિકો/સ્વર.માજી સૈનિકોના ધર્મ પત્ની.ઓ તથા તેઓના આશ્રિતોના પેન્શ‍ન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્નોના તાત્કાંલિક નિરાકરણ માટે રેકર્ડ કચેરી, રાજપૂત રેજીમેન્ટે ફત્તેહગઢ ખાતે ફ્રી હેલ્પ લાઇન ટેલીફોન નંબર ૧૮૦૦-૧૮૦-૫૪૫૨ નો પ્રારંભ કરવામાં આવ્યોત છે. જે સવારે ૮-૦૦ થી સાંજના ૮-૦૦ કલાક સુધી કચેરીના કામકાજ ના દિવસો દરમ્યા ન હેલ્પતલાઇનની સુવિધા નો લાભ લેવા જીલ્લાગ સૈનિક કલ્યાનણ અને પુનર્વસવાટ કચેરી, લાલબંગલો, જામનગરની યાદીમાં જણાવ્યું છે.




સંચારી રોગને અટકાવવા જિલ્લાફ સર્વેલન્સ. અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
જામનગર
જામનગર જિલ્લાિ સર્વેલન્સઅ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટરશ્રી સંદિપકુમાર ના અધ્યલક્ષસ્થા‍ને યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રી સંદિપકુમારે સંચારી રોગને અટકાવવા પાણીના ટાંકાઓની સફાઇ તેની તપાસ કરવા પર ભાર મુકયો હતો.વોટર સપ્લાાય પાઇપલાઇ તથા ડેમેજ લાઇન ચકાસવા જણાવ્યુસ હતુ. પાણી ના ટાંકા ની સફાઇ કરાવેલ બી.એચ.ઓશ્રીઓ ને અભિનંદન પાઠવ્યાન હતા.
કલેકટરશ્રીએ નગરપાલિકા દ્રારા સાફ સફાઇ બાબતે કાળજી લેવા જણાવી હોટલ, લોજ, રેસ્ટોરરંટ, તથા લારીઓની ચકાસણી કરવા જરૂર જણાય તો ફુડ એન્ડત ડ્રગ વિભાગ નો સંપર્ક કરી સેમ્પવલ લઇ ચકાસણી માટે મોકલવા તથા જરૂરી પગલાં લેવા સુચનાઓ આપી હતી.
આ બેઠક માં મુખ્ય જિલ્લાં આરોગ્ય અધિકારી પંડયા, જિલ્લા ના ઉચ્ચર અધિકારીઓ, જિલ્લાનના બી.એચ.ઓ.શ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહભાગી થયા હતા.



જામનગર ખાતે માનવ અધીકારો અંગે કાનુની સેમિનાર યોજાશે
જામનગર ખાતે ટાઉનહોલમાં (એસી) તા.૧૭/૭/૧૧ ના રોજ ૧૦ થી ૧૨ કલાક દરમિયાન લોકજાગૃતિ લાવવા માનવ અધિકારો અંગે કાનુની સેમિનાર યોજાશે. ઓલ ઇન્ડિનયા હયુમન રાઇટસ એસો. જામનગર ઓલ્ડર સીટી યુનિટ દ્વારા ડો.શેહનઝબેન બાબીના અધ્યનક્ષસ્થા ને યોજાનાર સેમિનારમાં નોબત દૈનિકના તંત્રીશ્રી પ્રદિપભાઇ માધવાણી, એડવોકેટ સર્વશ્રી રસિકલાલ બથીયા, શ્રી ગૌતમભાઇ ગોહિલ જામનગર જેસીસના પૂર્વ પ્રમુખશ્રી ચંદુભાઇ ડાંગર, શ્રી રમેશભાઇ કટારમલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિરત રહેશે.



રાષ્ટ્રીય વિકલાંગ પારિતોષિક સ્પકર્ધા યોજાશે.
વર્ષ-૨૦૧૧ ના રાષ્ટ્રીોય વિકલાંગ પારિતોષિકો ની સ્પમર્ધા માટે શારીરિક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠો કાર્યક્ષમ વ્યષકિતઓ, સ્વોરોજગાર વિકલાંગ વ્યોકિતઓ, વિકલાંગોને કામ આપતા શ્રેષ્ઠે નોકરીદાતા, વિકલાંગો ને કામગીરી આપતા પ્લે સમેન્ટ‍ ઓફીસર્સ પાસેથી નિયત નમૂના માં અરજીઓ સાધનિક દસ્તાગવેજો સાથે મંગાવવામાં આવે છે. નિયત અરજી પત્રકો રોજગાર કચેરીએ થી વિનામૂલ્યેઅ તા. ૧૬/૭/૨૦૧૧ સુધી મળશે. તેમજ www.talimrojgar.org પરથી અરજી ડાઉનલોડ કરી શકાશે.ભરેલ અરજીપત્રકો રોજગાર કચેરીએ તા. ૨૭/૭/૨૦૧૧ સુધી માં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી-જામનગર નો સંપર્ક સાધવો.



બીપીએલ તથા અંત્યોેદય કાર્ડ ધારકોને તેલની ફાળવણી અંગે
જામનગર
બીપીએલ તથા અંત્યોીદય કાર્ડ ધારકોને કાર્ડદીઠ ૧ લીટર રૂ.૪૦ ના ભાવ થી આરબીડી પામોલીન તેલ ઓગષ્ટ થી નવેમ્બ૧ર-૨૦૧૧ સુધી વિતરણ કરાશે.
જાહેર વિતરણ વ્યતવસ્થાલ હેઠળ બીપીએલ, અંત્યોાદય કાર્ડ ધારકોને ફાળવવામાં આવતા જથ્થા નું કાર્ડ દીઠ વિતરણ, પ્રમાણ અને સમયગાળો, વિતરણ ભાવ અંગેની વિગતો વ્યાકજબી ભાવના દુકાનદારોએ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવાની રહેશે. તેમ જીલ્લાત પુરવઠા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.



સામાજીક ન્યાતય અને અધિકારીતા મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાાના પ્રવાસે
સામાજીક ન્યા ય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા જામનગર જિલ્લાપના પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ જામનગર ખાતે બપોરે- ૨-૦૦ કલાકે આદર્શ નિવાસી શાળા (વિ.જા) જામનગર અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાન નું લોકાર્પણ કરશે. તેમજ અનુસૂચિત જાતિ કન્યાન છાત્રાલય નું ભૂમિપૂજન કરી તેમના હસ્તેા સહાય વિતરણ કરવામાં આવશે.



મંત્રીશ્રી વાસણભાઇ આહિર નો પ્રવાસ કાર્યક્રમ
સામાજીક શૈક્ષણિક રીતે પછાતવર્ગ કલ્યારણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા. ૧૪/૭/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ખંભાળીયા ખાતે આહિર સમાજ ના તેજસ્વીહ તારલાઓ ના ઇનામ વિતરણ અને સ્નેકહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિ ત રહેશે. ત્યા રબાદ મંત્રીશ્રી બપોરે ૨-૦૦ કલાકે જામનગર ખાતે આદર્શ નિવાસી શાળા (વિ.જા) અને આદર્શ નિવાસી શાળા (અનુ.જાતિ) જામનગર ના નવનિર્મિત મકાનના લોકાર્પણ કાર્યક્રમ તેમજ અનુસૂચિત જાતિ કન્યાી છાત્રાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિ-ત રહેશે.




નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા જામનગર ખાતે ગુરૂવંદના કાર્યક્રમ માં ઉપસ્થિમત રહેશે.
નાણાંમત્રીશ્રી વજુભાઇ વાળ તા. ૧૫/૭/૨૦૧૧ ના રોજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે જામનગર ખાતે આવનાર છે.તેઓશ્રી જામનગર ના વિવિધ ધાર્મિક સ્થાળોએ સવારે ૧૦-૦૦ કલાકે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન કાર્યક્રમ માં ઉપસ્થિજત રહેશે.



ધ્રોલની બહેનોનું શણનું સર્જન દિલ્હીશ-મુંબઇ પહોંચશે
ધ્રોલની બહેનોએ આશા, ઉન્મીાદ અને અરમાન સેલ્ફશ હેલ્પપ ગ્રુપની રચના કરી

સૌરાષ્ટ્રહની મહિલાઓની ભરત ગુંથણની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. ભરત-ગુંથણનું અવનવુ સર્જન દેશના સીમાડાઓ વટાવી વિદેશો સુધી પહોંચ્યુા છે. ભરત ગુંથણથી નવો ચીલો ચાતરી ધ્રોલની બહેનો શણમાંથી(જયુટ) સર્જન કરવા આગળ ધપી રહી છે. શણની સ્કુાલ બેગ, આકર્ષક પર્સ, વોટર બેગ, ફાઇલ કવર, મોબાઇલ કવર બનાવવા ધ્રોલની બહેનોએ આશા, અરમાન અને ઉમ્મીોદ ત્રણ સેલ્ફ હેલ્પર ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપની બહેનો ધ્રોલ ખાતે એમ.ડી. મહેતા ટ્રસ્ટ‍માં તાલીમબધ્ધુ થઇ મન ને ગમે તેવી વસ્તુબઓનું સર્જન કરી રહી છે. તેમનું આ સર્જન દિલ્હીે-મુંબઇ સુધી પહોંચશે.
સૌરાષ્ટ્રી ઇકોનોમીક ડેવલપમેન્ટ સેન્ટતર દ્વારા ભારત સરકારના નેશનલ જયુટ બોર્ડ તથા નાબાર્ડ રાષ્ટ્રી ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ના સહયોગથી આ બહેનો તાલીમબધ્ધર થઇ સ્વરરોજગારી મેળવી તેમના કુટુંબને સહાયરૂપ બની રહી છે. નાબાર્ડના જામનગર જિલ્લા્ના વડાશ્રી ભાલેરાવે આ બહેનોને તલીમ બધ્ધં કરવા નાબાર્ડ દ્વારા રૂ.૪૫ હજાર ફાળવાયા હોવાનું જણાવ્યુ હતું. નાની બચત મોટુ કામ માસિક રૂ.પ૦ ની બચત કરી બહેનો મૂડીનું સર્જન કરી રહી છે. તેમનું નવસર્જન નેશનલ જયુટ બોર્ડ સરકારી સંસ્થાાઓના મેળાના માધ્ય મથી દિલ્હીં-મુંબઇ સહિત દેશભરમાં પહોંચશે. તેમ સૌરાષ્ટ્રટ ઇકોનોમી ડેવલપમેન્ટઓ સેન્ટધરના ડાયરેકટરશ્રી સુરેશ ગણાત્રાએ જણાવ્યુે છે.
મહિલા શિક્ષણ માટે પ્રસિધ્ધી શ્રી એમ.ડી. મહેતા એજયુકેશન ટ્રસ્ટણના મેનેજીંગ કમીટીના સેક્રેટરી સુશ્રી સુધાબેન બેઢેરિયાએ તાલીમબધ્ધ થયેલ ૩૦ બહેનો સ્વહરોજગારી મેળવી તેમના કુટુંબ માટે આધાર સ્તંસભ બનશે. ઉપરાંત પ્લા સ્ટીથકના ઉપયોગથી પર્યાવરણને જે નુકશાન થાય છે તે શણના ઉપયોગ થકી પર્યાવરણને નુકશાન થતુ પણ બચાવી શકાશે.
સીવણ કામ, માંઝા વર્ક, આરી ભરત સહિતની બહેનોને અહીં તાલીમ મળે છે તેમ જણાવી બહેનોને તાલીમબધ્ધે કરતા ચેતના પંડયા અને તેજસ વ્યાસે કહયુ કે, ગરીબ વર્ગમાંથી આવતી બહેનો માટે તાલીમ સાથે માર્કેટીંગનુ ખૂબ મહત્વા છે. અહીં ટેકનીકલ સ્કીાલ મેળવી બહેનોએ બનાવેલ વસ્તુ ઓનું માર્કેટીંગ માટે પણ પૂરતુ માર્ગદર્શન આપવામાં આવે છે જેનાથી બહેનો પગભર બને છે.
તાલીમાર્થી રેખાબેન ભુવા અને નયનાબેન વૈષ્ણવે કહયુ કે, અમારી સુઝ છે તેને અહી તાલીમ મળતા કાંઇક નવું સર્જન કરવાની તક મળે છે જે તકનો લાભ લઇ અમારા કુટુંબ માટે અમે આધાર સ્તંઅભ બનશું. અહી બહેનોને માત્ર તાલીમ નથી અપાતી પરંતુ તેમની બનેલી વસ્તુટઓ લોકોને ઘર સુધી પહોંચે તેની પણ કાળજી લેવાઇ છે. હાલ ૩૦ બહેનો તાલીમબધ્ધં થઇ તેમાં વધારો કરી ૧૦૦ બહેનોને તાલીમ અપાશે.
પારૂલ



બી.પી.એલ કુટુબોને શૌચાલય બનાવવાની સહાયમાં રૂપીયા ૧૦૦૦નો વધારો
પોરબંદર
નીર્મળ ગ્રામ યોજના અંતર્ગત દરેક ગ્રામને નિર્મળ બનાવવા અને ગ્રામજનોના સ્વાંસ્થ ય જીવનશૈલીમાં સુધારો લાવવાના આશયથી તેમજ બહાર ખુલ્લાનમાં શૌચક્રીયા બંધ થાય તે માટે માટે રાજય સરકાર કમરકસી રહી છે. આ માટે અનેકવિધ અમલી યોજનાઓ પૈકિ બી.પી.એલ કુટુંબોને પોતાના આવાસમાં શૌચાલયની સુવિધા ઉભી કરવા માટે સહાય આપવાની યોજના પણ અમલી છે.જે અન્વનયે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને રૂપીયા ૨૨૦૦/- તથા પહાડી વિસ્તારમાં રૂપીયા ૨૭૦૦/- ની સહાય ઉપલબ્ધ કરાવાઇ છે.
આ યોજનામાં તા.૧/૬/૨૦૧૧થી અમલ થાય તે રીતે સહાયમાં રૂપીયા ૧૦૦૦/- નો વધારો નક્કિ કરાયેલ છે જે અન્વ યે ગરીબી રેખા જીવનજીવતા લોકોને રૂપીયા ૩૨૦૦/- અને મુશ્કેલ તથા ડુગરાળ વિસ્તાારમાં વસતા આવા કુટુંબોને રૂપીયા ૩૭૦૦/- પ્રોત્સા૩હક સહાય રૂપે ચુકવવામાં આવશે.આ સહાયની રકમ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત/ ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચુકવવામાં આવશે. સરકારશ્રીની આ યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લાી ગ્રામવિકાસ એજન્સીમના નિયામકશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.


સમાજની કેળવણી માટે કન્યા‍ને કેળવવી અનિવાર્ય
આદિત્યાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વ સ્પીર્ધા સંપન્ન

પોરબંદર
જીવનના ઘડતરમાં કીશોરાવસ્થા્એ અતિ મહત્વરનો સમય છે.આ સમયગાળામાં બાળકમાં શિક્ષણ દ્વારા ચારીત્ર્યવાન અને નિતિમય જીવનના સિધ્ધાં તોનું સિંચન થાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે આથી તેઓમાં ઉચ્ચન સંસ્કા્ર અને આંતરિક શક્તીઓનો સર્વાંગી વીકાસ થાય તે અતિ મહત્વગનું છે. રાજય સરકારના માહિતી ખાતા દ્વારા વીધાર્થીઓમાં પડેલી સુષૃપ્ત આંતરીક શક્તીઓને ખીલવાની તક મળે તે માટે જનજગૃતી કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પવર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
પોરબંદર ખાતે આવેલી જીલ્લાે માહિતી કચેરી દ્વારા રાણાવાવ તાલુકાની આદિત્યાાણા હાઇસ્કુલ ખાતે આંતર તાલુકા વકતૃત્વજ સ્પાર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પ્ર્ધામાં અનેક સ્પ ર્ધકોએ વિષયાનુગત પોતાના મંતવ્યો‍ વકતવ્યનમાં રજુ કર્યા જેમાં કન્યાા કેળવણી માટે આગવી ઝુંબેશ ચલાવવા માટે માન. મુખ્યેમંત્રીશ્રીનરેન્દ્રભાઇ મોદીનું અભીવાદન કરતાં કુ. રીટા ઓડેદરાએ કન્યા ની કેળવણીએ સમાજની કેળવણી માટે અનિવાર્ય હોવાનું જણાવતાં પ્રાચિનકાળની વિદુષી ગાર્ગી થી હાલના અર્વાચિન સમય સુધી અનેક સુપ્રસિધ્ધા મહિલાઓના સમાજ માટેના યોગદાન આલેખી સમાજના ઉત્થા ન અને સંસ્કાધરોના જતન માટે કન્યાુ કેળવણીની અગત્યાતા સિધ્ધખ કરી હતી.આ ઉપરાંત ગુજરાતના કૃષિ વિકાસ અને ઔધોગીક વિકાસના લાભો અને તેના દુરગામી પરીણામો વિશે જુદી જુદી સંસ્થાધમાંથી આવેલા સ્પ ર્ધકોએ પોતાના વકતવ્યામાં મંતવ્યોદ રજૂ કર્યા હતા.
સ્પ ર્ધાની શરૂઆતમાં સ્વાતગત પ્રવચન કરતાં આચાર્યશ્રી એલ.પી.ઓડેદરાએ વિધાર્થીઓને જીવનમાં આવી સ્પ ર્ધાઓ દ્વારા તેમનામાં પડેલા કૌશલ્યરને બહાર લાવવા અને કેળવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે વધુમાં જણાવ્યુંધ હતું કે શિક્ષણનો મેળવવાનો હેતુ વિધાર્થીના સર્વાગી વિકાસ સાથે સંકળાયેલો છે.
આ પ્રસંગે વિધાર્થીઓને પ્રોત્સાેહિત કરતાં જિલ્લાહ માહિતી કચેરીના શ્રી આર.જી.યાજ્ઞિકે જીવનના અનેક ચઢાવ ઉતારમાં સફળ થવા માટે આવી નાની નાની સ્પરર્ધાઓ દ્વારા સહનશિલતા, ધૈર્ય, સ્પષ્ટકવકતા, નિર્ણયશક્તિ અને ખેલદીલી જેવા ઉમદા સંસ્કારનું સિંચન થાય છે. આમ સ્પશર્ધાને હરિફાઇની દ્રષ્ટ્રીકથી ન મુલવતાં ચારીત્ર્ય ધડતર માટેના ઉમદા પ્રયાસ તરીકે મુલવવું જોઇએ. આ તકે તેઓએ સ્પ્ર્ધકોને શ્રેષ્ઠર દેખાવ માટે ધ્યા્નમાં રાખવા માટે જરુરી સુચનો કર્યા હતા.
આ સ્પ ર્ધામાં પ્રથમ ક્રમે આદિત્યા ણા હાઇસ્કુ લના વિધાર્થી મોઢવાડીયા વિપુલ કે., દ્વિતિય ક્રમે પરીશ્રમ સ્કુપલનો વિધાર્થિ મોઢવાડીયા અરભમ તથા તૃતીય ક્રમે આદિત્યા્ણા હાઇસ્કુધલની વિધાર્થિની કૃમારી ઓડેદરા રીટા એસ.આવેલ હતા. વિજેતાઓને અનુક્રમે ૫૧૧/-,૪૧૧/- અને ૩૧૧/- તથા પ્રમાણપ્રત વડે પુરષ્કૃિત કરવામાં આવ્યાુ હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણિતા તબીબ અને પર્યાવરણવિદ્ ડો. નુતનબેન ગોકાણી, શિક્ષકો એલ.કે. બાપોદરા, અને મયુરભાઇ બી. રાઠોડે સેવા આપી હતી.આભારવિધિ વિજ્ઞાનશિક્ષકશ્રી શૈલેષ કણસાગરાએ કરી હતી.
આ કાર્યક્રમમાં નગર પાલીકાના પ્રમુખશ્રી ધિરુભાઇ કેશવાલા તથા અગ્રણીશ્રી રવજીભાઇ અમૃતિયા, શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામમાં વિધાર્થીઓ ઉપસ્થિશત રહયા હતા. આ સ્પાર્ધાને સફળ બનાવવા માટે માહિતી ખાતાના શ્રી ડી.પી. નાકરાણી, તથા આદિત્યાભણા હાઇસ્કુલના શિક્ષકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


આગામી ૨૪ કલાક દરમિયાન મધ્ય મથી ભારે વરસાદની આગાહી
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક દરમ્યા ન સૌરાષ્ટ્રવના અમુક સ્થરળોએ મધ્ય મથી ભારે વરસાદ પડવાની આગાહી હોય, અમરેલી જિલ્લાામાં કન્ટીભજન્સી્ એકશન પ્લાવન મુજબ સાવચેતીનાં તમામ પગલા લેવા, લાયઝન અધિકારીઓ અને અત્રેના કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહી તાલુકાનો કંટ્રોલરૂમ ચાલુ રાખી જવાબદારને હાજર રખાવવા તેમજ તમામ અધિકારીશ્રીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા અને ફરજ કર્મચારીએ તાલુકા કંટ્રોલરૂમમાંથી દર બે કલાકે વરસાદના આંકડા જિલ્લાર કંટ્રોલરૂમને બિનચૂક લખાવવા કલેકટરશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.



રાજ્યકક્ષાના પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી અમરેલી જિલ્લાના પ્રવાસે

અમરેલી
રાજય કક્ષાના પશુપાલન, મત્યોમરે દ્યોગ અને ગૌસંવર્ધન વિભાગના મંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકી આગામી તા. ૧૫ જુલાઇના રોજ અમરેલી જિલ્લાીના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી અકાળા ગુરૂ આશ્રમ તા. લાઠી ખાતે ગુરૂપૂર્ણિમા નિમિતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિછત રહેશે.
જુલાઇ-૨૦૧૧ દરમિયાન



અમરેલી જિલ્લા૦માં આવશ્યાક ચીજવસ્તુયઓનું વિતરણ પ્રમાણ અને ભાવ
અમરેલી
અમરેલી જિલ્લાતના વાજબી ભાવની દુકાનો ઉપરથી જુલાઇ-૨૦૧૧ દરમિયાન વિતરણ કરવામાં આવનાર આવશ્ય ક ચીજવસ્તુયઓનુ પ્રમાણ અને ભાવ નીચે પ્રમાણે છે. આથી કાર્ડધારકોને તેમને મળવાપાત્ર જથ્થોુ સંબંધિત વાજબી ભાવની દુકાનેથી મેળવી લેવા જણાવવામાં આવે છે.
એ.પી.એલ. રેશનકાર્ડ ધારકો
ક્ર
મ આવશ્યેક ચીજ-વસ્તુાનું નામ જથ્થાધનું પ્રમાણ વિતરણ પ્રમાણ પ્રતિ કિલોનાં ભાવ રૂ.પૈસા
વ્ય કિત દીઠ કિ.ગ્રા. કાર્ડ દીઠ કિ.ગ્રા. મહતમ
૧ ઘંઉ ૧૦.૦૦ કિલો ૨.૫૦૦ ૧૦.૦૦૦ ૭.૫૦
બી.પી.એલ. રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ બેગદીઠ રૂ.૨૦/-
ઘંઉ ૩.૦૦ કિલો -- ૩.૦૦ ૫.૪૦
૨ ચોખા ૩.૫૦ ૧.૦૦ ૩.૫૦ ૩.૦૦
૩ ચોખા (સ્પે શ્ય લ) ૬.૫૦૦ કિલો -- ૬.૫૦ ૭.૦૦
૪ ઘંઉ ૭.૦૦૦ કિલો -- ૭.૦૦ ૫.૪૦
૫ એ.પી.એલ. ટુ બી.પી.એલ. ઘંઉ ૫.૦૦૦કિલો -- ૫.૦૦ ૫.૪૦
૮ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
અંત્યો દય રેશનકાર્ડ ધારકો
૧ ફોર્ટીફાઇડ આટો ૧૦.૦૦૦ કિલોની બેગ -- ૧૦.૦૦૦ કિલોની બેગ બેગદીઠ રૂ.૨૦/-
૨ ઘંઉ ૯.૦૦૦ -- ૯.૦૦૦ ૨.૦૦
૩ ખાંડ ૦.૩૫૦ગ્રામ ૩૫૦ગ્રામ -- ૧૩.૫૦
૪ ચોખા ૧૬.૦૦૦ કિલો -- ૧૬.૦૦ ૩.૦૦
૫ આયોડાઇઝડ મીઠું ૧.૦૦૦ કિલો -- ૧.૦૦ ૧.૦૦
રાંધણગેસ નહિ ધરાવતા તમામ રેશનકાર્ડ ધારકો
૧ કેરોસીન ૯.૦૦ લીટર ૧.૫૦૦ લીટર ૯.૦૦૦ લીટર ૧૪.૪૪ થી ૧૫.૪૪
પુરવઠો મેળવવામાં જો કોઇ મુશ્કેરલી કે ફરિયાદ હોય તો સ્થાીનિક તાલુકા મામલતદાર અથવા જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી, અમરેલીને જાણ કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

મુંબઇની આતંકવાદી બોમ્બજ વિસ્ફો ટ ઘટના અંગે મુખ્યછમંત્રીશ્રીનો આક્રોશ ભર્યો પ્રતિભાવ

આતંકવાદી બોમ્બદ વિસ્ફોબટની આ ઘટના ભવિષ્યગના મોટા આતંકવાદી હુમલાની સાજીશનું રિહર્સલ હોય એમ જણાય છે
ભારતની વર્તમાન સરકારને આતંકવાદીઓએ પડકાર ફેંકયો છે
આતંકવાદી બોમ્બર વિસ્ફોકટ ઘટનાનો ભોગ બનેલા લોકો-પરિવારો પ્રત્યેશ મુખ્યીમંત્રીશ્રીની સંવેદના
મુખ્યીમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ આજે મોડી સાંજે મુંબઇમાં થયેલી શ્રેણીબધ્ધભ આતંકવાદી બોમ્બી વિસ્ફોશટની ઘટનાની આકરી ટીકા કરતાં જણાવ્યુંજ છે કે આ વધુ એક આતંકવાદી ઘટનાએ માનવતાવાદી શકિતઓને પડકાર ફેંકયો છે. પહેલી નજરે એવું સમજાય છે કે મુંબઇની આજની આતંકવાદી બોમ્બક વિસ્ફો.ટની ઘટનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરાધમો એવું પુરવાર કરવા માંગે છે કે હિન્દુ‍સ્તાથનની વર્તમાન સરકાર તેમનું કશું બગાડી શકવાની નથી અને હજુ પણ આ નરાધમો ભારતને પીંખી નાખવા પુરા શકતશાળી છે.
મુખ્યળ મંત્રીશ્રીએ આતંકવાદી ઘટનામાં મૃત્યુપ પામેલા અને ઇજાગ્રસ્તોાના પરિવારો પ્રત્યેદ સંવેદના અને સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યુંમ છે કે, આ ઘટનાની પ્રાથમિક જાણકારી પરથી એવું જણાય છે કે, આ બોમ્બ્ ધડાકા નજીકના ભવિષ્ય ની મોટી આતંકવાદી સાજીશ માટેનું રિહર્સલ હોઇ શકે પરંતું સમગ્ર દેશ એક સૂરથી આ નરાધમ આતંકવાદી કૃત્યાને વખોડી કાઢી આતંકવાદી પ્રવૃત્તિઓને જડ મુળથી ઉખેડી નાખવાની જવાબદારીમાં કોઇ પાછી પાની કરશે નહીં.

બુધવાર, 6 જુલાઈ, 2011

JETPURNA KARKHANEDARNE MARVA MAJBOOR KARNARA HAVAMA OGALI GAYA.

શાળા કક્ષાએ ક્રિકેટનો વ્યાપ વધારવા ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

શાળામાં નિયમિત અભ્યાસ કરતા (અન્ડર-૧૯) વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે
ગાંધીનગર, મંગળવારઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ક્રિકેટની રમતનો શાળાકીય કક્ષાએ યોગ્ય વિકાસ થાય અને તેના થકી રાજ્યને પ્રતિભાશાળી નવા ક્રિકેટરો મળી રહે તેવા રમતલક્ષી ઉદ્દેશથી ચાલુ વર્ષે ૨૦૧૧-૧૨ના ઓગષ્ટ માસમાં ગાંધીનગર જિલ્લા સ્વામિ વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનંા આયોજન કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવતી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર જિલ્લાની શાળાઓએ તેમના ખેલાડીઓના પ્રવેશ ફોર્મ મેળવવા તથા વધુ માહિતી માટે સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૨૧, ગાંધીનગરનો સંપર્ક કરવો. જેમનો ફોન નં. ૦૭૯-૨૩૨૪૧૧૮૦ છે તેમજ ભરેલા પ્રવેશપત્રો શાળાના આચાર્યશ્રીએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીમાં મોકલી આપવાના રહેશે. સ્પર્ધાનું અંગે સ્થળ અને તારીખની જાણ એન્ટ્રી મોકલનાર શાળાઓને કરવામાં આવશે તેમ સિનિયર કોચ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.