અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

પાટણ જિલ્‍લામાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્‍સવ-૨૦૧૧ શાળા પ્રવેશ મહોત્‍સવ તા. ૧૬, ૧૭ અને તા. ૧૮ જુન-૨૦૧૧ દરમ્‍યાન જિલ્‍લામાં યોજાશે જિલ્‍લામા

પાટણ જિલ્‍લામાં સ્‍ત્રી સાક્ષરતાનું પ્રમાણ વધે તે માટે સ્‍ત્રીઓમાં જાગૃતતા લાવવા માટે અને સમાજના લોકોને શિક્ષણનું મહત્‍વ સમજાવવાના હેતુથી રાજય સરકારશ્રીએ ગત વર્ષના કન્‍યા કેળવણી રથનો સાર્વત્રિક આવકાર અને સમાજમાંથી મળેલ સકારાત્‍મક પ્રતિભાવોમાંથી પ્રેરણા લઇ ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ આગામી તા. ૧૬ મી જુન-૨૦૧૧ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ના દિવસોમાં પાટણ જિલ્‍લાના તમામ ૫૧૮ ગામોમાં રાજયકક્ષાના ઉચ્‍ચ અધિકારીઓ અને જિલ્‍લાના અધિકારીઓ, પદાધિકારીઓ કન્‍યા કેળવણી રથ લઇને આ ગામના લોકોને માર્ગદર્શન આપશે. જિલ્‍લામાં તા. ૧૬ થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્‍યાન કુમાર ૧૦,૭૬૬ અને કન્‍યા ૯,૮૮૪ મળી કુલ્‍લે ૨૦,૬૫૦ બાળકોને શાળા પ્રવેશોત્‍સવ આપવામાં આવનાર છે.
કન્‍યા કેળવણી મહોત્‍સવના હેતુઓ ૧૦૦ ટકા નામાંકનના ધ્‍યેયની સિધ્ધિઓ માટે, તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને ધોરણ-૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ કાર્ય પૂર્ણ કરે, સમાજ વાલીઓમાં શિક્ષણ, શિક્ષણ પ્રત્‍યે જાગૃત્તિ લાવવા, સમાજ વચ્‍ચે સમન્‍વય થાય તે માટે, શાળાના શૈક્ષણિક, ભૌતીક વિકાસમાં સમાજની ભાગીદારી વધારવા અને લોક ફાળો મેળવવા, પ્રાથમિક શાળા, અમારી શાળાની મમતાની ભાવના કેળવવા તથા પુરૂષો અને સ્‍ત્રી સાક્ષરતા દર વચ્‍ચે તફાવતને દુર કરવા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના હેતુઓ રહયા છે. જિલ્‍લાના તમામ તાલુકાઓને તા. ૧૫ મી જુન-૨૦૧૧ના રોજ કન્‍યા કેળવણી રથને સરકારશ્રીની વિવિધ યોજનાઓના પોસ્‍ટરો, બેનરો રથને લગાડીને શણગારવામાં આવશે. તા. ૧૬ મી જુન-૨૦૧૧ના રોજ વહેલી સવારના તમામ તાલુકા પંચાયત કચેરીએથી પદાધિકારીઓ, મુખ્‍ય અધિકારીઓ, જિલ્‍લાના લાયઝન અધિકારીઓ સહુ પ્રસ્‍થાન કરવામાં આવશે. કન્‍યા કેળવણી રથનું ગામે ગામે નાની નાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્‍વાગત કરવામાં આવશે, તથા ગામના મુખ્‍ય માર્ગો અને મહોલ્‍લાઓમાં રથની સાથે શોભા યાત્રા કાઢીને ગામના વચ્‍ચે સભાના સ્‍વરૂપમાં ફેરવાશે. જયાં ધોરણ-૧માં પ્રવેશપાત્ર નવિન બાળકોને કુમકુમ તિલક કરીને શણગારેલ ઉંટગાડી, બળદગાડી અને ટ્રેકટર વિગેરેમાં શાળામાં પ્રવેશ આપવા માટે ગ્રામજનો સાથે લાવવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્‍થીત ગ્રામજનોની સમક્ષ નાના ભુલકાંઓ દ્વારા સ્‍વાગત ગીત, અભિનય ગીત અને નાટિકાઓ દ્વારા બાળકોમાં રહેલ શક્તિઓને ખીલવવાનો પ્રયાસ કરી ગામ લોકોને પ્રોત્‍સાહિત કરવામાં આવશે. પ્રવેશ પામેલ બાળકોને દરેક તાલુકાઓના દરેક ગામોમાંથી ગ્રામજનો તરફથી સ્‍લેટ, પેન, દેશી હિસાબ, નોટબુકો, દફતર વિગેરે મોટી સંખ્‍યામાં દાન મેળવી બાળકોને પ્રોત્‍સાહિત કરાશે. ચાલુ વર્ષે પ્રવેશપાત્ર કન્‍યાઓ પૈકી શહેરી વિસ્‍તારની બી.પી.એલ. કાર્ડધારક કન્‍યાઓ તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩૫ ટકા સ્‍ત્રી સાક્ષરતા દર ગામોમાં કુલ્‍લે ૫૦૩૮ કન્‍યાઓના નામો કોમ્‍પ્‍યુટરાઇઝ કરી નર્મદા નિધિમાં મોકલીને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ તા. ૩૧ મી મે-૨૦૧૧ સુધીમાં ખરીદવામાં આવશે. જિલ્‍લાના તમામ ૪૯ રૂટોમાં રાજયકક્ષાના ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા તમામ રૂટોમાં લાયઝન અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જિલ્‍લામાં પાટણ તાલુકામાં ૬૭૮૭, ચાણસ્‍મા ૧૭૩૨, સિધ્ધપુર ૨૨૩૧, હારીજ ૧૫૭૪, સમી ૩૨૮૪, રાધનપુર ૨૫૨૭ અને સાંતલપુર ૨૫૧૫ મળી કુલ્‍લે ૨૦૬૫૦ બાળકોને શાળા પ્રવેશ અપાશે. આ ઉપરાંત ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ દરમ્‍યાન કુલ ૧૫૨ શાળાઓમાં કુલ્‍લે ૪૩૪૭ બાળકોને ધોરણ-૮માં પ્રવેશ મેળવશે. જિલ્‍લામાં ગત વર્ષે કુમાર ૧૧૨૨૦, કન્‍યા ૧૧૫૬૬ મળી કુલ્‍લે ૨૪૩૬૮ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવેલ હતો. કુમાર ૧૧૭ ટકા, કન્‍યા ૧૦૬ ટકા મળી કુલ્‍લે ૧૦૮.૨૩ ટકા પ્રવેશ સિધ્ધિ થઇ હતી. લોક સહકારથી રૂ. ૧૬ લાખ ૨૮ હજાર ૩૨૭ મળેલ હતા.
જિલ્‍લામાં રાજયના શ્રમ અને રોજગાર રાજય મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા તા. ૧૬ના રોજ સમી તાલુકામાં સવારના ૮ વાગ્‍યાથી તારાનગર, નવી કુંવર, સુબાપુરી, કુંવર અને રાજપુરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર છે. આ ઉપરાંત શ્રમ રાજય મંત્રીશ્રી તા. ૧૭ના રોજ સવારના ૮ વાગ્‍યાથી સાંતલપુર તાલુકાના લોદરા, ઝંડાલા, ઝેકડા, ઝાંઝણસર અને કોલીવાડા પ્રાથમિક શાળા ખાતે તથા તા. ૧૮ના રોજ સવારે ૮ વાગ્‍યાથી રાધનપુર તાલુકાના વડનગર વાદી, વડનગર, અરજણસર, વિજયનગર અને અલ્‍હાબાદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્‍સવ કરાવીને બાળકોનું કુમકુમ તિલક તથા ગોળ, સાકર આપીને સ્‍વાગત કરશે.
આ ઉપરાંત જિલ્‍લાના પ્રભારી સચિવ અને રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મત્‍સ્‍ય ઉદ્યોગ, કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્‍તા તા. ૧૬થી તા. ૧૮મી જુન-૨૦૧૧ દરમ્‍યાન પાટણ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશોત્‍સવ અપાવનાર છે. જિલ્‍લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્‍લા શિક્ષણ સમિતીના ચેરમેનશ્રિ શંકરભાઇ કટારિયા તથા જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રફુલ જલુ ઉપરાંત જિલ્‍લા તથા રાજયના ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ પણ જિલ્‍લામાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્‍સવ-૨૦૧૧ દરમ્‍યાન વિવિધ તાલુકાઓની મુલાકાત લઇને પ્રવેશ પ્રસંગે ઉપસ્‍થિત રહીને બાળકોનું સ્‍વાગત કરીને તથા કુમકુમ તિલક અને મોં મીઠુ કરીને અને માહિતી માર્ગદર્શન આપીને સ્‍વાગત કરનાર છે.

ગાંધીનગર જિલ્‍લામાં દહેગામ તાલુકામાં પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.

સમગ્ર રાજયમાં રાજય સરકાર દ્રારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ગામેગામ તા. ૧૬મી જૂનથી ગ્રામ્ય વિસ્તારમાં અને તા.૨૩ જૂનથી શહેરી વિસ્‍તારમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ નો આરંભ થશે. ગાંઘીનગર જિલ્‍લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન જિલ્લાના કૂલ – ૧૫ ગામોની મુલાકાત લેશે. તથા આઇ.એ.એસ અને આઇ.એફ.એસ કક્ષાના કૂલ -૮ અઘિકારીઓ જિલ્‍લાના કૂલ – ૧૧૪ ગામોની મુલાકાત લેશે.
ગાંઘીનગર જિલ્‍લાના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ આજે તા. ૧૬/૬/૧૧નાં રોજ દહેગામ તાલુકાનાં ચાર ગામોની મુલાકાત લઇ બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. મંત્રીશ્રી સવારે ૮.૦૦ કલાકે ઉદણ, ૯.૧૫ કલાકે ધારીસણા, ૧૦.૩૦ કલાકે નવાનગર, ૧૧.૩૦ કલાકે સગદલપુર અને બપોરે ૧૨.૩૦ કલાકે બદપુર ગામે જશે.

રોજગારવાંચ્છુ ઉમેદવારોની નામનોંધણી - માર્ગદર્શન માટે તાલુકા રજિસ્ટ્રેશન કેમ્પ યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાચ્છું ઉમેદવારો માટે તાલુકા રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા રજીસ્ટ્રેશન/ ગાઇડન્સ કેમ્પ ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારોની નામ નોંધણી, રિન્યુઅલ, વ્યવસાય માર્ગદર્શન માટે તા. ૯/૬/૨૦૧૧ ને ગુરુવારના રોજ દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રી વી.એમ.રાણા, તા ૧૬/૬/૨૦૧૧ને ગુરુવારના રોજ માણસા નગરપાલિકા કચેરી ખાતે શ્રી એસ.એસ.શાહ અને તા.૨૭/૬/૨૦૧૧ને સોમવારના રોજ કલોલ સરકારી આરામગૃહ ખાતે શ્રી ડી.કે.પટેલ ઓફીસ સમય દરમ્યાન હાજર રહેશે. તો રોજગાર વાચ્છુંઓએ આ કેમ્પનો લાભ લેવા રોજગાર અધિકારીશ્રી ગાંધીનગર શ્રી એસ.ઓ.અમીન દ્વારા જણાવાયું છે.

મહેસાણાને આંગણે આગામી ૨૦ થી ૨૭ જુલાઇ દરમિયાન લશ્કરી ભરતી મેળાનું આયોજન ગુજરાતના યુવાનો ઉમટી પડશે. યુવાનો માટે રેનબસેરાની વ્યવસ્થા

આગામી ૨૦ થી ૨૭ જુલાઇ-૨૦૧૧ સાજ દિવસ સુધી મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળો યોજાનાર છે.જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડશે.
અધિક જિલ્લા નિવાસી કલેકટરશ્રી આર.કે. પટેલના અધ્યક્ષ સ્થાને ભરતી મેળાના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી.જેમાં ભરતી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અઠવાડીયા સુધી સતત જળવાઇ રહે, ઉમેદવારોને પીવાનું પાણી મળે,શારીરિક ચકાસણી વખતે જરૂરતમંદ ઉમેદવારોને મેડીકલ સગવડ પ્રાપ્ત થાય તે માટે ઘનિષ્ટ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળામાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા યુવાનો રાજ્યભરમાંથી ઉમટી પડે તેવી ધારણા બાંધવામાં આવી છે. ઉમેદવારોને પીવાના પાણી માટે ૩ ટેન્કર,શૌચાલય માટે મોબાઇલ સેનીટેશન બ્લોક,ફાયર ફાઇટર મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ વાન, ચોમાસા અને વરસાદને ધ્યાનમાં રાખી યુવાનો માટે અર્બુદા હોલ,રેલ્વે ફાટક પાસે રેન બસેરાની વ્યવસ્થા જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી છે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનોને ચા-નાસ્તો મળી રહે તે માટે જિલ્લાના સખીમંડળો નાસ્તા સ્ટોલ લગાવશે, ઉપરાંત રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ખાતે ઉમેદવારોને નાહવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.રોજગાર વિનિમય કચેરી દ્વારા ગાઇડન્સ સ્ટોલ્સ,પોસ્ટર્સ,વ્યવસાયલક્ષી માર્ગદર્શન કેન્દ્ર,જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા એઇડસ પ્રદર્શન,નશાબંધી કચેરી દ્વારા વ્યસનમુક્તિ અને નશાબંધી જાગૃતિ અર્થે પ્રદર્શન ગોઠવવામાં આવશે.પરેડ ગ્રાઉન્ડ ખાતે હેલોજન લાઇટસની પણ વ્યવસ્થા ઉપરાંત પરેડ ગ્રાઉન્ડની બહારની સાઇડે ટેન્ટ બાંધીને પરેડ ગ્રાઉન્ડથી બી.એસ.એન.એલ કોલોની સુધી રેન બસેરા, ઉપરાંત દાળ,ભાત,પૂરી,શાક જેવું સાત્વિક ભોજન ઉમેદવારોને મળે તે અંગે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર કચેરીના એમ.પી.ખત્રી,નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગામીત,મેડીકલ ઓફિસરશ્રી સેતલવાડ સહિત જિલ્લાની અન્ય કચેરીઓના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.

એસ.ટી કેશોની બાકી રહેતી રકમ જોગ સુચના

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સામે થયેલ એમ.એ.સી.ટી કેશોમાં કોર્ટ દ્વારા એવોર્ડ થયેલ અને પેમેન્ટ બાકીહોય તેવા વકીલશ્રીઓ તાત્કાલિક એવોર્ડની નકલ સાથે નિગમની મહેસાણા કચેરીમાં તાત્કાલિક સંપર્ક કરવાનું જણાવાયું છે.

મહેસાણા આંગણવાડી કેન્દ્રો એક નજરે

જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોનો સર્વાંગિ વિકાસ થયો છે. જિલ્લમાં ૧,૮૫૫ આંગણવાડી કેન્દ્રો કાર્યન્વિત છે.જેમાં ૧,૧૩૪ જેટલી આંગણવાડી કેન્દ્રો પાસે સરકારી મકાનો છે. આજે દરેક આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે.જેમાં શૌચાલય,વીજ જોડાણ,વરંડા,પાણીના નળ કનેક્શન,કીચન ગાર્ડ,ગેસ કનેક્શન વગેરેમાં આપણે સારી એવી સિધ્ધી હાંસલ કરી શક્યા છીએ.આંગણવાડી કેન્દ્રો દ્વારા ૧૬૮૯ માતૃમંડળો ચલાવવામાં આવે છે.જિલ્લામાં આંગણવાડી કેન્દ્રમાં ૪૭૫ બાલમિત્ર વર્ગની સંખ્યાઓ આવેલી છે.આંગણવાડી કેન્દ્રમાં પુરક પોષણનો ૨૬૭૩૬ ધાત્રી માતાઓ લાભ લીધેલ છે.જિલ્લામાં ૧૨૦ આંગણવાડી કેન્દ્રોને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓએ દત્તક લીધેલ છે.આંગણવાડી કેન્દ્રમાં બાળકો ને રમવા માટે ૩૭૧૦ ટ્રાઇસિકલ આપવામાં આવી છે.બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ૧૮૯૬ ઇડલી કુકર આપવામાં આવ્યા છે.
જિલ્લામાં ૧૩ આઇ.સી.ડી.એસ ઘટકો,તેમજ ૬૫ મુખ્ય સેવિકાઓ ફરજ બજાવે છે.બાળકોની દેખરેખ માટે ૧૭૫૮ આંગણવાડી કાર્યકરો તેમજ ૧૭૪૦ તેડાગર બહેનો કાર્યરત છે.

શાળા પ્રવેશોત્સવ- ૨૦૧૧ મહેસાણામાં શાળા પ્રવેશોત્વ બન્યો લોકોત્સવ

રાજ્ય ભરમાં શાળા પ્રવેશોત્સવનો ૨૦૧૧ ત્રણ દિવસ સુધી યોજાનાર છે. શાળા પ્રવેશોત્સવ આજે માત્ર ઉત્સવ નહી પરંતું લોક ઉત્સવ બની ગયો છે.શાળા પ્રેવેશોત્સવ અને કન્યા કેળવણીની ફલશ્રુતિ આજે ૧૦૦ ટકા નામાંકરણ થયું છે,શાળા અને સમાજ વચ્ચેનું અંતર ઘટ્યું છે.મહેસાણા જિલ્લામાં ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૨૫,૬૦૬ બાળકોનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નામાંકન થનાર છે.જેમાં સૌથી વધું મહેસાણા તાલુકામાં ૫૩૯૨ બાળકોનું નામાંકન આ વર્ષ થનાર છે.આ સિવાય કન્યા કેળવણી રથયાત્રા દરમિયાન ૩૫ ટકા સુધી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરીબી રેખા નીચે આંક ધરાવતા બાળકોને વિધાલક્ષી બોન્ડ આપવામાં આવશે. આ વર્ષે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૫૩ બાળકો તેમજ શહેરી વિસ્તારમાં ૧૭૯ બાળકોને વિધાલક્ષી બોન્ડ આપવામાં આવનાર છે..
આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં નવીન આયોજન કરાયું છે.જેમાં જિલ્લામાં દરેક તાલુકા સ્તરે થીમ આધારિત ઉત્સવ ઉજવવામાં આવશે. મહેસાણા તાલુકા માટે મારી સપનાની શાળા, અમારે શાળાએ જવું છે મજૂરીએ નહી તે પ્રકારની વિશિષ્ટ થીમ થી આ પ્રવૃતિનું આયોજન કરાયું છે.આ સિવાય ઉંઝા તાલુકામાં વાંચે ગુજરાત થીમ. સતલાસણા તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વિજાપુર તાલુકામાં પ્રજ્ઞા અભિગમ,ખેરાલુ તાલુકામાં મારી શાળા સ્વર્ણિમ શાળા તમજ વડનગર તાલુકામાં મારૂ ગામ સ્વર્ણિમ ગામ ,કડી તાલુકા માટે પર્યાવરણનું જતન ક્લાઇમેટ ચેન્જ,વિસનગર તાલુકા માટે સ્વર્ણિમ ખેલ મહાકુંભ અને બેચરાજી તાલુકા માં નિરોગી બાળ થીમ આધારિત શાળા પ્રવેશોત્સવ ઉજવવાનું આયોજન છે.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રથનું સ્વાગત કરાશે ત્યારબાદ નાની બાળાઓ દ્વારા પ્રાથના ગીત રજુ થશે, આવેલ મહેમાનોનું બાળકો દ્વારા પુસ્તકથી સ્વાગત, શાળામાં આપેલ તિથી ભોજનદાતા તેમજ પ્રવેશોત્સવ ગાતાશ્રીનું મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવશે, આંગણવાડી, ધોરણ-૧ તેમજ ધોરણ-૮ માં બાળોકનું પ્રવેશીકરણ અને કીટ વિતરણ કરાશે.ધોરણ- ૩ થી ૭ માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ બાળકોનું સન્માન કરવામાં આવનારછે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ વર્ષે સમ્રગ જિલ્લાની શાળાઓમાં સરગવાના વૃક્ષોનું વાવેતર કરાશે.

‘‘સ્‍કૂલ ચલેં હમ’’ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍યનું પ્રથમ સોપાન-શાળા પ્રવેશોત્‍સવ રાજકોટ જિલ્‍લાની ૨૦૨૯ શાળાઓમાં ૨૭,૯૯૦ બાળકોનું નામાંકન કરાશે.

શહેરના બાળકો સાથે ગ્રામ્‍ય બાળકોનું આદાન-પ્રદાન, વંચિત જૂથ વિસ્‍તારની શાળાઓમાં સમર કેમ્‍પનું આયોજન, પ્રવેશપાત્ર બાળકોની માતાઓનું સંમેલન, શાળા સફાઇ અંગે પ્રભાતફેરી દ્વારા જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમોનું આયોજન, પચાસ કે તેથી વર્ષ પૂર્ણ કરનાર શાળાઓમાં વિશિષ્‍ટ ઉજવણીના કાર્યક્રમો વગેરે આ વર્ષના શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના આગવા પાસાંઓ છે. ચાલુ વર્ષે ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્‍તારમાં તા. ર૩ થી રપ જુન દરમ્‍યાન કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ યોજાશે, જેમાં રાજય સરકારના અધિકારીઓ અને અન્‍ય ક્ષેત્રના મહાનુભાવો ગામે-ગામ જઇને પ્રવેશપાત્ર બાળકોને વાજતે-ગાજતે શાળા પ્રવેશ કરાવશે. ભણતર અધૂરૂં મુકતા વિદ્યાર્થીઓનું પ્રમાણ(ડ્રોપ આઉટ રેશીયો) ઘટાડવા અને પ્રાથમિક શિક્ષણની ટકાવારી વધારવાની દિશામાં આ એક અસરકારક પગલું છે.
સમગ્ર રાજકોટ જિલ્‍લામાં રાજકોટ જિલ્‍લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૧૩૧૭ અને માન્‍ય ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૭૧૨ છે, જેમાં ૭૭૬૫ તાલીમી શિક્ષકો સેવાઓ પ્રદાન કરી રહયા છે. આ તમામ શાળાઓમાં હાલમાં ૨,૨૧,૬૨૯ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહયા છે. જયારે જુન-૨૦૧૧ની પ્રારંભ થનારા શૈક્ષણિક સત્રમાં ૫૭ વિકલાંગ વિદ્યાર્થીઓ સહિત ૨૭,૯૯૦ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. તથા શહેરી વિસ્‍તારની ગરીબી રેખા હેઠળના પરિવારોની ૩૪૭ બાળાઓ સહિત ૩૬૬૨ બાળાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ એનાયત કરવામાં આવશે.
આ વર્ષના શાળા પ્રવેશોત્‍સવમાં જિલ્‍લાના ૧૪ તાલુકાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ તથા અન્‍ય જાતિ ના ૧૪૯૨૦ કુમારો અને ૧૩૦૬૫ કન્‍યાઓ મળી કુલ ૨૭,૯૯૦ બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવશે. તથા ૩૫ ટકાથી ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ૧૨૨ ગામોમાં શિક્ષણનું સ્‍તર સુધારવા માટેના ઘનિષ્‍ટ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
શાળા પ્રવેશોત્‍સવ દરમ્‍યાન સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના દરેક બાળકનું નામાંકન કરવામાં આવશે, પહેલા ધોરણમાં દાખલ થતું બાળક વચ્‍ચે અભ્‍યાસ છોડીને જતું ન રહે, તેની કાળજી લેવાશે. અને બાળકને જીવનોપયોગી અને ગુણવત્‍તાસભર શિક્ષણ આપવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આમ, શાળા પ્રવેશોત્‍સવ એ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍ય માટેનું પ્રથમ સોપાન છે.
(((સંકલન-સોનલ જોષીપુરા, રાજકોટ)))

રાજય સરકારના કર્મચારીઓએ જીપીએફ સ્‍લીપ મેળવી લેવા સૂચના

રાજકોટ:
રાજય સરકારના વર્ગ-૧, ર અને ૩ના કર્મચારીઓની વર્ષ ર૦૧૦-૧૧ની જનરલ પ્રોવિડન્‍ડ ફંડના હિસાબોની સ્‍લીપ તેઓ તા. ર૮/૨/૨૦૧૧ના રોજ જે કચેરીમાં નોકરી કરતાં હતા, તે કચેરીના ઉપાડ અધિકારીને તા. ર૧/૬/૧૧થી મોકલવામાં આવશે. આથી દરેક ઉપાડ અધિકારીને સ્‍લીપની સાથે જોડવામાં આવેલ તેમની કચેરીના કર્મચારીઓની જી.પી.એફ. ખાતાનંબરની યાદી (હાફ માર્જીન) સાથે સરખાવી જે-તે કર્મચારીઓને સોંપવાની રહેશે. જે કર્મચારીઓની અન્‍ય કચેરીઓમાં બદલી થઇ હોય, તેમણે તેમના જી.પી.એફ ખાતાની સ્‍લીપ તેમના નવા ઉપાડ અધિકારીને મોકલાવી દેવાની રહેશે. અને અત્રેની કચેરીને તેની જાણ કરવાની રહેશે.
કર્મચારીઓને મળેલ જી.પી.એફ. સ્‍લીપમાં જો કોઇ ભૂલ જણાય તો જરૂરી આધાર-પુરાવાની નકલ સાથે આ કચેરીનો તુરત સંપર્ક કરવા તેમજ તેમના જી.પી.એફ.ને લગતા કોઇપણ અણઉકેલ પ્રશ્નો માટે શ્રી ડી.આર.વણકર, ડેપ્‍યુટી એકાઉન્‍ટન્‍ટ જનરલ, એકાઉન્‍ટન્‍ટ જનરલ(એ. એન. ઇ) કાર્યાલય, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં-૨૪૪૧૬૦૦-૦૬ અથવા સુ.શ્રી ઇન્‍દુ અગ્રવાલ એકાઉન્‍ટન્‍ટ જનરલશ્રી (એ. એન્‍ડ ઇ.) રાજકોટનો પત્રથી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1)સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ..(२)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ ક

(1)સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર
સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજા તા.૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવાર ના રોજ કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮-૦૦ કલાકે વઢવાણ તાલુકાના કારીયાણી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે વડોદ, ૧૧-૩૦ કલાકે બલદાણા, બપોરે ૨-૦૦ કલાકે ગોમટા અને ૩-૪૫ કલાકે ખારવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૫-૦૦ કલાકે સુરેન્‍દ્રનગર જવા રવાના થશે, રાત્રી રોકાણ સુરેન્‍દ્રનગર ખાતે કરશે.
કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે મુળી તાલુકાના સરલા ખાતે ઉપસ્‍થિત રહેશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે કળમાદ, ૧૧-૩૦ કલાકે કુંતલપુર, બપોરે ૨-૦૦ કલાકે વડધ્રા અને ૩-૪૫ કલાકે વેલાળા(ધ્રા) ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫-૦૦ કલાકે વેલાળા(ધ્રા)થી સુરેન્‍દ્રનગર જવા રવાના થઇ રાત્રી રોકાણ સુરેન્‍દ્રનગર ખાતે કરશે
કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજા તા. ૧૮ મી જૂન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચોટીલા તાલુકાના કુંઢડા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે હિરાસર, ૧૧-૩૦ કલાકે અકાળા, બપોરે ૨-૦૦ કલાકે પિયાવા અને બપોરે ૩-૪૫ કલાકે મોકાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે ૫-૦૦ કલાકે મોકાસરથી રાજકોટ જવા રવાના થશે.



(2)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર
ગુજરાતના પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી તા.૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ ખાતે રૂદ્રરાજ સોશ્‍યલગૃપ આયોજીત મહેશકુમાર કાર્યક્રમમાં વિનોબા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી અનુકુળતાએ ભાવનગર જવા રવાના થશે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ સુરેન્‍દ્રનગર જિલ્‍લા માહિતી કચેરી દ્વારા કન્‍યા કેળવણી મહોત્‍સવ અન્વયે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે

સુરેન્‍દ્રનગર
-પ્રતિવર્ષની જેમ ચાલુ ચાલુ વર્ષે પણ થઇ રહેલી કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ની ઉજવણી અંતર્ગત પરંપરાગત પ્રચાર માધ્‍યમ દ્વારા લોકડાયરાના કાર્યક્રમ દ્વારા સરકારશ્રીની કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન મળે અને કોઇ બાળક શિક્ષાવિહિન ન રહે તેવા હેતુસર સુરેન્‍દ્રનગર જિલ્‍લા માહિતી કચેરી દ્વારા તા. ૧૫ મી જૂન-૨૦૧૧ થી તા. ૧૭ મી જૂન-૨૦૧૧ દરમિયાન જિલ્‍લાના ૨૦ જેટલા ગામોમાં લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
તદ્દનુસાર તા. ૧૫ મી એ પાટડી તાલુકાના ઝેઝરી ખાતે, તા. ૧૬ મી એ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, હળવદ તાલુકાના સુખપર, વઢવાણ તાલુકાના ટીંબા, લખતર તાલુકાના છારદ, લીંબડી તાલુકાના પાંદરી, ચુડા તાલુકાના ચાચકા, મુળી તાલુકાના સરલા, સાયલા તાલુકાના ડોળીયા અને ચોટીલા તાલુકાના મઘરીખડા ગામોમાં રાત્રે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે.
તા.૧૭ મી એ ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ, હળવદ તાલુકાના ચંદ્રગઢ, વઢવાણ તાલુકાના ફુલગ્રામ, લખતર તાલુકાના વરસાણી, લીંબડી તાલુકાના બોડીયા, ચુડા તાલુકાના રામદેવગઢ, મુળી તાલુકાના ટીકર, સાયલા તાલુકાના નવા સુદામડા, ચોટીલા તાલુકાના સણોસરા અને પાટડી તાલુકાના પીપળી ગામોમાં લોકડાયરાના કાર્યક્રમો યોજાશે, જેનો સંબંધિત ગામના ગ્રામજનોને બહોળી સંખ્‍યામાં લાભ લેવા અનુરોધ છે.

વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો પ્રવાસ કાર્યક્રમ

સુરેન્‍દ્રનગર - ગુજરાતના વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા, ૯-૪૫ કલાકે વાવડી, ૧૧-૩૦ કલાકે માલવણ અને બપોરે ૨-૦૦ કલાકે જેસડા ખાતે પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં હાજરી આપી રાત્રી રોકાણ હળવદ ખાતે કરશે.
મંત્રીશ્રી રાણા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે સવારે ૮-૦૦ કલાકે હળવદ તાલુકાના ઢવાણા, ૯-૪૫ કલાકે શકિતનગર, ૧૧-૩૦ કલાકે સુખપર, બપોરે ૨-૦૦ કલાકે દેવીપુર(સુ.) અને ત્‍યારબાદ ૩-૪૫ કલાકે કવાડીયા ખાતે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. તેઓશ્રી રાત્રી રોકાણ પાટડી ખાતે કરશે.
મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા. ૧૮ મી જુન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે પાટડી તાલુકાના માલણપુર, ૯-૪૫ કલાકે કોચાડા, ૧૧-૩૦ કલાકે બામણવા તથા બપોરે ૨-૦૦ કલાકે સુરજપુરા ખાતે પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી અનુકુળતાએ લીંબડી તાલુકાના ભલગામડા ખાતે જવા રવાના થશે.

પ્રાથમિક શિક્ષણક્ષેત્રે સાર્વત્રિક સુધારાનો મંગલ પ્રવેશ એટલે શાળા પ્રવેશોત્‍સવ તા. ૧૬ થી ૧૮ ગ્રામ્‍ય વિસ્‍તારમાં અને તા.૨૩ થી ૨૫ જૂન શહેરી વિસ્‍તારમાં

સુરેન્‍દ્રનગર - બાળક તેની શરૂઆતની ઉંમરના વર્ષોમાં જે શિક્ષણ મેળવે છે તેની અસર તેના સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે. આથી જ રાષ્‍ટ્રના વિકાસ માટે પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે મહત્‍વનું ગણવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્‍મક શિક્ષણ સાથે શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ૧૦૦ ટકા સ્‍થાયીકરણ થાય તેવા બહુહેતુક ઉદ્દેશો સાથે શિક્ષણના વિકાસનું યજ્ઞકાર્ય છેલ્લા કેટલાંક વર્ષોથી આરંભ્યું છે. જેના ખૂબ સારા પરિણામો સમગ્ર રાજ્યમાં આજે જોવા મળી રહ્યાં છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં તા. ૧૬ થી ૧૮ મી જૂન દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અને તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શહેરી વિસ્‍તારમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાનાર છે.
આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્‍લાની પ્રાથમિક શાળાઓમાં મંત્રીશ્રીઓ, મહાનુભાવો તથા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાના અધિકારી, પદાધિકારીશ્રીઓ ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પાટી–પેન–દફતર આપીને, કુમ – કુમ તિલક કરી શાળાપ્રવેશ કરાવશે. જિલ્‍લાના અતિ પછાત તાલુકાઓમાં તથા ધોરણ ૧ થી ૭ સુધીનો ડ્રોપ આઉટ રેટ ૧૦ ટકા કરતા વધારે હોય તેવા ગામોમાં વિશેષ ધ્‍યાન આપવામાં આવશે ઉપરાંત શાળાકક્ષાએ કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ અંગે કાયમી વ્‍યવસ્‍થાતંત્ર ઉભુ થાય તે બાબતને ખાસ ધ્‍યાને લેવાશે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવશે તથા શકય હોય ત્‍યાં લોકોના સહ્યોગ થકી તિથિ ભોજનની વ્‍યવસ્‍થા પણ કરાશે. આ સાથે વાલીઓમાં શિક્ષણ અને કન્‍યા કેળવણી પ્રત્‍યે જાગૃતતા લાવવાના હેતુથી નવા શૈક્ષણિક સત્રના પહેલા દિવસથી માંડી કન્‍યા કેળવણીના મહોત્‍સવ સુધી કન્‍યા કેળવણીના ગીતો તથા સૂત્રો સાથેની પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે તથા ધોરણ ૩ થી ૭ માં ક્રમ ૧ થી ૩ ઉપર ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્‍માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે આકર્ષાય તે હેતુસર આંગણવાડીના બાળકોને ગામમાંથી ઉઘરાવેલા રમકડાં તથા સુ-શોભન કરેલી શાળા અને વર્ગખંડો તૈયાર કરવામાં આવશે. શાળામાં બાળકોનું નામાંકન થઇ ગયા બાદ શાળામાં બાળકો નિયમિત આવે અને તેમનું સ્‍થાયીકરણ થાય તેવું વાતાવરણનું નિર્માણ કરાશે.
(સંકલનઃ ઉર્વિ રાવલ)

જામનગર જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ની તા. ૧૬ જુનથી ઉજવણી જિલ્‍લામાં કુલ ૨૦૪૦૮ બાળકો શાળામાં પ્રથમ

રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી પ્રો. વસુબહેન ત્રિવદી, આયોજન પંચના ઉપાધ્‍યક્ષશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજય નાણાંપંચ સચિવાલયના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા, રાજય વાહન વ્‍યવહાર નિગમ, અમદાવાદના સભ્‍યશ્રી રમેશભાઇ મુંગરા ઉપસ્‍થિત રહેશે
જામનગર તા.૧૫ જૂન - ગુજરાત સરકારશ્રી દ્વારા કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ અંતર્ગત રાજયમાં સો ટકા નામાંકનના લક્ષ્‍યાંકને સિધ્‍ધ કરવા માટે શાળા પ્રવેશોત્‍સવ દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરનાર તમામ બાળક બાળિકાઓ એક સાથે જ શાળામાં પ્રવેશ મેળવે તે હેતુથી જામનગર જિલ્‍લામાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા.૧૬/૬/૧૧ થી તા.૧૮/૬/૧૧ સુધી અને શહેરી વિસ્‍તારમાં તા.૨૩/૬/૧૧ થી તા.૨૫/૬/૧૧ સુધી કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્‍યુ છે. શાળા પ્રવેશોત્‍સવ માટે પ૦ રૂટ પાડવામાં આવ્‍યા છે.
જામનગર જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારના કુલ ૧૭૨૫૬ (કુમાર ૮૯૬૫ અને કન્‍યા ૮૨૯૧) અને શહેરી વિસ્‍તારના ૩૧૫૨ (કુમાર ૧૫૫૨ અને કન્‍યા ૧૬૦૦)મળી કુલ ૨૦૪૦૮ બાળકો પ્રથમ વખત શાળામાં પગલા માંડશે. જયારે પુનઃ પ્રવેશપાત્ર બાળકો ૧૪૬ છે.
આ કાર્યક્રમમાં નવા પ્રવેશ પામેલા બાળકોને ભરેલી ટોપી, કપાળમાં કુમકુમ કરી આવકારવામાં આવશે. બાળકોને પેન પાટી, નોટબુક, દફતર, કલરબોક્ષ, કંપાસ બોકસ, મીઠાઇ, ચોકલેટ દાતાઓ દ્વારા આપવામાં આવશે.
કન્‍યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧માં તા.૧૬ થી ૧૮ના રોજ રાજયના મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જોડિયા, કાલાવડ અને ધ્રોલ તાલુકાના ગામોમાં,આયોજન પંચના ઉપાધ્‍યક્ષશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા જામજોધપુર, ભાણવડ, અને લાલપુર તાલુકામાં, રાજય નાણાંપંચ સચિવાલય, ગાંધીનગરના ચેરમેનશ્રી ભરતભાઇ ગરીવાલા દ્વારકા, કલ્‍યાણપુર, ખંભાળિયા તાલુકાના ગામોમાં તથા રાજય વાહન વ્‍યવહાર નિગમ, અમદાવાદના સભ્‍યશ્રી રમેશભાઇ મુંગરા જામનગર, લાલપુર તથા કાલાવડ તાલુકાના ગામોમાં ઉપસ્‍થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્‍લા કલેકટરશ્રી, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી, અધિક કલેકટરશ્રી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ પણ વિવિધ ગામોના શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમમાં જોડાઇ નવા પ્રવેશ પામેલ બાળકોને પ્રોત્‍સાહિત કરશે. તેમજ જે – તે વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી, જિલ્‍લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્‍લા તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ, સરંપચશ્રી, તલાટી મંત્રીશ્રી, ગ્રામ સેવક, ગ્રામ મિત્ર, શાળાના આચાર્યશ્રી ઉપસ્‍થિત રહેશે.

આજી-૪ સિંચાઇ યોજના અંગે ચેતવણી

જામનગર, તા ૧૫ જૂન – કાર્યપાલક ઇજનેરશ્રી ઉંડ નહેર વિભાગ જીલ્‍લા સેવા સદન-૪, જામનગરની યાદી જણાવે છે કે આજી-૪ જળસંપતિ યોજનામાં આગામી ચોમાસા-૨૦૧૧ દરમિયાન તબકકાવાર ભરવાનું આયોજન છે. તો આ યોજનામાં સંપાદન હેઠળ આવેલ જમીનમાં વાવેતર કરવું નહીં તથા ડુબાણ વિસ્‍તારમાં આવતા જીરાગઢ, તારાણા, પીઠડ, બોડકા અને જશાપર ગ્રામજનોએ ડુબાણ વિસ્‍તારમાં અવર-જવર કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવિત જાનહાની તેમજ નુકશાની નિવારી શકાય.
વધુમાં આ યોજનામાં તબકકાવાર વધારાના પાણીની આવક ગમે ત્‍યારે થશે તો તેનો નિકાલ છલતીબંધ પરથી કરવામાં આવશે. જેથી યોજનાના નિચવાસના ગામો મોરાણા, હીરાપર, બાલંભા, રણજીતપર, મેઘપર, શામપર, જામસર, માણામોરા અને ભીમકટા ગામના લોકોએ ચોમાસા દરમિયાન નદીના પટમાં ચકાસીને સાવચેત રહીને અવર-જવર કરવા તેમજ નદીના પટમાં પશુઓ વગેરે લઇ જવા નહીં. જેથી સબંધીત જાનહાની તથા નુકશાની નિવારી શકાય. ઉપરોકત બાબતોનું પાલન કરવામાં કસુર થયેથી જે કાંઇ નુકશાની કે જાનહાની થાય તો તેની કોઇ પણ જાતની જવાબદારી સરકારશ્રીની રહેશે નહીં. જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ઉંડ નહેર વિભાગ, જામનગરની એક યાદીમાં જણાવેલ છે.

માહિતી અધિકાર અધિનિયમની જાણકારી માટે રાજય માહિતી આયોગ સેકટર-૧૮ ગાંધીનગરનો સંપર્ક કરવો

જામનગર-
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્‍ય માહિતી કમિશ્નરની નિયુકતી કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્‍યવહાર કરવા અરજદારોએ મુખ્‍ય માહિતી કમીશ્નર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ, અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર બ્‍યુરો ભવન, સેકટર-૧૮ ગાંધીનગર-૩૮૨૦૧૦ ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં નાગરિકો પોતાના હકકો અને ફરજો પ્રત્‍યે જાગ્રત બની ન્‍યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભ્રષ્‍ટાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્‍ય માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્‍યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર પ્રસાર સબંધે માહિતી કમીશ્નરશ્રીની કચેરી, બ્‍લોક નં.૭/૨ જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્‍યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર બ્‍યુરો, ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.

દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે ગાજતે ભણવાનું શરૂ કરશે.

પહેલા ધોરણમાં ૧૯૦૪ બાળકો શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે-ગાજતે ભણવાનું શરૂ કરશે. તાલુકામાં શાળાપ્રવેશોત્‍સવ માટે આઠ રૂટ પાડવામાં આવ્‍યા છે. જેમાં રાજય નાણાપંચના ચેરમેનશ્રી ભરતભાઇ ગાદીવાલા, ઇન્‍ડસ્‍ટ્રીયલ એકસટેન્‍શન બ્‍યુરો, ગાંધીનગરના શ્રી મુકેશકુમાર(આઇ.એ.એસ.), ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સહિતના અધિકારી, પદાધિકારીઓ નેતૃત્‍વ સંભાળશે. દ્વારકાના પ્રાન્‍ત અધિકારીશ્રી કે.આર.શાહ, મામલતદાર તથા ટી.ડી.ઓ. સહિતના અધિકારી, પદાધિકારીઓ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં જોડાશે. શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં અને પાંચ વર્ષની ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં ઉત્‍સવભર્યા વાતાવરણમાં પ્રવેશ અપાશે.

પાંચ અને ત્રણ વર્ષના બાળકોનું વિદ્યામંદિરોમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે.

પાંચ અને ત્રણ વર્ષના બાળકોનું વિદ્યામંદિરોમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે.
ઉચ્‍ચ પદાધિકારીઓની હાજરીમાં અઢી હજારથી વધુ બાળકો પહેલા ધોરણમાં હોંશભેર પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – કલ્‍યાણપુર તાલુકામાં તા. ૧૬ થી ૧૮ જુન સુધી શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન ૨૫૫૨ કુમાર અને ૧૨૬૫ કન્‍યાઓનો સમાવેશ થાય છે. બાળકોને વાજતે ગાજતે સુમધુર સંગીતમય વાતાવરણમાં રાજય-જિલ્‍લા કક્ષાના ઉચ્‍ચ પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં પ્રવેશ અપાશે.
આ પ્રવેશોત્‍સવ દરમિયાન ૫૭૦ કુમાર અને ૬૪૭ કન્‍યા મળીને ૧૨૧૭ ત્રણ વર્ષના ભુલકાંઓને પણ નંદઘર(આંગણવાડી)માં પ્રવેશ અપાશે.
ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્‍ચના ડી.આઇ.જી.શ્રી એસ.એસ.ત્રિવેદી, જામનગરના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, જીલ્‍લા પંચાયતના નાયબ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તથા ઉંડ કેનાલ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અલગ-અલગ પાંચ રૂટોનું નેતૃત્‍વ સંભાળશે. સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા લોક પ્રતિનિધિઓ આ પ્રવેશોત્‍સવને સફળ બનાવવા સંકલિત જહેમત ઉઠાવી રહયા છે.

મંગળવાર, 14 જૂન, 2011

जेतपुर में सी आई ड़ी क्राइम ने शुरू के जांच पड़ताल ..लाखो रुपेकी पकड़ी गई नकली सीडिया

जुआ खेलते पकडे गए छे आदमी, तहसील पुलिसे ने कामगिरी

૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિન પ્રસંગે છેલ્લા ૨૫ વર્ષથી ૮૨૮ વાર રકતદાન કરતું શ્રી રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું પરિવાર ધોળાકૂવા ગામના દરેક કુટુંબમાં એક રક્

ગુજરાત ૧૨૫ શતક રક્તદાતા હોવાનું ગૌરવ લઇ શકે છે. ગૌરવવંતા રકતદાતાઓમાં દરેક વર્ગના વ્યકિતઓ છે. જેમાં ૯૦ વર્ષીય ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ બી.જે.દિવાન, સ્વામી આધ્યાત્માનંદ, ગૃહિણી કેતકીબેન શાહ, ટર્મેલોજીસ્ટ ડૉ.જયેન્દ્ર દવે, વિકલાંગ સ્વ.નિકુંજ સોની, રીક્ષા ડ્રાઇવર રોહિત ઉપાધ્યાય, પાનનો ગલ્લો ચલાવતા કીરીટ પટેલ, પ્રાો. ચૈતન્ય સંધવી, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશ પટેલ, સેક્રેટરી મહેશભાઇ ત્રિવેદી, વિકલાંગ ભરત ગોંડેલિયા, રાજેન્દ્ર ફડિયા તેમજ હાલના ૨૫ વર્ષના પરંતુ અઢાર વર્ષની ઉંમરથી યુવા ધવલ શાહે સતત ૨૭ વખત રકતદાન કરી સૌથી યુવા રક્તદાતા તરીકે સિધ્ધિ નોંધાવી છે. નડિયાદના સામાજિક કાર્યકર શ્રી ગિરીશ પટેલ અને રૂપેશ પટેલે રક્તદાતા છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળા કુવા ગામમાં ૧૯૮૫થી દિવાળીના તહેવારમાં નિયમિત રીતે રક્તદાન શિબિર યોજાય છે. ૩૦૦ ધર ધરાવતા આ ગામમાં પ્રત્યેક કુટુંબમાં એ વ્યકિત રકતદાતા છે. જેમાં કુલ ૧૦૭ મહિલાઓ રક્તદાતા છે. ગામની વસ્તી બે હજાર જેટલી છે જેમાં આદર્શ યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય છે.
૧૨૫ વાર રકતદાન કરનાર બિઝનેશમેન હરીશ પટેલ અમદાવાદના શ્રી સત્યસાંઇ સંગઠન દ્વારા ૧૯૮૫થી થેલેસેમીયા રોગના બાળકો માટે દર રવિવારે રકતદાન શિબિર યોજાય છે. દર રવિવારે ૧૧૧૮ શિબિરો દ્વારા ૪૫,૧૬૭ યુનિટ રક્ત એકત્ર કરવા બદલ ગયા વર્ષે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડઝમાં નોંધ લેવાઇ છે.
સ્ટેટ બેંક ઓઇ ઇન્ડિયા એમ્પ્લોઇઝ યુનિયને ગુજરાતમાં ૩૬૫ દિવસમાં અવિરત ૫૫૫ કરતદાન શિબિરો યોજી કુલ ૪૪,૪૪૪ રકત યુનિટ એકત્રિત કર્યું હતું. જેની નોંધી લિમ્કા બુક ઓફ રેકર્ડઝમાં થઇ છે.
સુરત ડાયમન્ડ એસોસીએશનના માત્ર એક જ દિવસના રક્તદાન શિબિરમાં ૨૦,૦૨૨ રક્તદાતાઓએ રક્તદાન કર્યાનો રેકોર્ડ છે.
ભાટ ગામના વતની રમેશભાઇ પટેલના ૨૧ સભ્યોનું સંયુકત કુટુંબ છેલ્લા ૨૫ વર્ષથી રકતદાન કરી રહ્યું છે. સત્યસાંઇ સંગઠન સંસ્થા, અમદાવાદના કન્વીનર રમેશભાઇ પટેલના પરિવાર ૮૨૮ વાર રકતદાન કરવાનો અનોખો વક્રિમ ધરાવે છે. ગુજરાતનું આ મલ્ટિપલ સેન્ચુરિયન બ્લડ ડોનર કુટુંબ આંબાવાડીમાં રહે છે. જેના ત્રણ સભ્યો શતક રક્તદાતા થવામાં છે.
અમદાવાદ રેડક્રોસ બ્લડ પ્રોગ્રામમાં થેલેસીમિયા-કેર મિશન કેર, અવેરનેસ એન્ડ પિ્રવેન્સના કાર્યમાં થેલેસેમિયાના દોઢ લાખ દર્દીઓના લોહી અને કોમ્પોનન્ટની જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે. આ વર્ષે ૮૮,૦૦૦ યુનિટ રક્ત એકત્રિ કર્યું છે.
ગુજરાત રેડક્રોસે થેલેસીમિયા અને સિકલ સેલ એનીમિયાને અટકાવવા માટે દસ લાખ સ્ક્રિનીંગ ટેસ્ટ કર્યા છે.
બ્લડ ગૃપના શોધક કાર્લલેન્ટ ટેનરના જન્મદિનને ઇ.સ.૨૦૦૦થી વિશ્વ રકતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૮૫૩માં કાર્લ લેન્ટે એ, બી, ઓ. બ્લડગૃપની શોધ કરી હતી તેમજ નેગેટીવ અને પોઝીટીવ બ્લડગૃપની શોધ પણ તેમણે કરી હતી.
ગુજરાત પાસે એવી મજબૂત બ્લડ કલેકશન ટયુબ છે જે ૪૩૦૦૦ કિ.મી. લાંબી છે જે પૂરા વિશ્વની ૪૪,૦૭૫ કિ.મી.નું વિશ્વ પરિભ્રમણ કરી શકે છે.
૧૬૮ વાર રક્તદાન કરનારા ૫ રક્તદાતા અને અન્ય ૧૦૦ વાર રકતદાન કરનારા ૧૨૫ શતક રક્તદાતાઓનું ગુજરાત ગૌરવના પચાસ વર્ષ રકતદાન ક્ષેત્રે કાર્યક્રમમાં "શેરદિલ ગુજરાત' એવોર્ડથી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વરદ્‍હસ્તે સન્માન કરવામાં આવશે.
પ્રસુતા થેલેસીમીયાના દર્દી, બ્લડ કેન્સર અને રોડ અકસ્માતમાં રકતદાનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રકતદાન જીવનદાન છે. આ વાકત આ રકતગ્રાહી વ્યકિતઓ દ્વારા સાબિત થાય છે.

(માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ)

જુલાઇ માસમાં લેવાનાર એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા અંગે આચાર્યશ્રીઓ જોગ.

આથી જિલ્‍લાની નોંધાયેલી માધ્‍યમિક ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, પરીક્ષા વિભાગ, વડોદરા દ્વારા આગામી તા. ૯/૭/૨૦૧૧ થી એસ. એસ. સી. ની પૂરક પરીક્ષા યોજાનાર છે આ પરીક્ષામાં માર્ચ/જુલાઇ-૨૦૧૦ અને તે અગાઉ એક અથવા બે વિષયોમાં નાપાસ થયેલા ઉમેદવારો ઉપસ્‍થિત થવા ઇચ્‍છતા હોય તેવા ઉમેદવારો નિયત ફી તથા તાજેતરનો ફોટોગ્રાફ અને છેલ્‍લી પરીક્ષાનું ગુણપત્રક લઇ તેમની શાળાનો તા. ૧૧/૬/૨૦૧૧ થી તા. ૧૫/૬/૨૦૧૧ સુધી સંપર્ક સાધી આવેદનપત્રો ભરી દેવા જણાવવામાં આવે છે. ત્‍યારબાદ ભરેલા આવેદનપત્રો સ્‍વીકારવામાં આવશે નહીં. તેની સબંધીત ઉમેદવારો તથા શાળાઓએ નોંધ લેવી.

ગ્રાન્‍ટ વિનાની નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓ શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ જોગ.

આથી જિલ્‍લાની નોંધાયેલી માધ્‍યમિક ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, જુન-૨૦૧૧ નાં શૈક્ષણિક સત્રથી ગ્રાન્‍ટ વિનાની નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓ (સામાન્‍ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) શરૂ કરવા સંચાલક મંડળો તરફથી મળેલી અરજીઓ પર નિર્ણય લેવાની પ્રક્રિયા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. બોર્ડે નક્કી કરેલાં નોર્મ્‍સ (ધોરણો) અનુસાર ચકાસણી કરીને કારોબારી સમિતિએ મંજુર કરેલી દરખાસ્‍તની યાદી બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે. દરમ્‍યાનમાં બોર્ડે લીધેલા નિર્ણય અનુસાર જે ગ્રાન્‍ટ-ઇન-એઇડ અથવા સ્‍વનિર્ભર માધ્‍યમિક શાળાઓ ધોરણ-૧૧ (સ્‍વનિર્ભર) શરૂ કરવા માંગતી હોય તેઓ ધોરણ-૧૧ ના ક્રમિક વર્ગ વધારા માટે બોર્ડની વેબસાઇટ પર આ અર્થે ખુલ્‍લી મુકવામાં આવેલી " On Line " અરજીના માધ્‍યમથી રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્‍ડ ડ્રાફટ તેમજ જરૂરી દસ્‍તાવેજો સાથે અરજી કરી શકાશે.
આથી જે નવી ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓની નોંધણી માટેની અરજીઓ નામંજુર થઇ છે તેઓ આવા ક્રમિક વધારા માટે હાલમાં ખુલ્‍લી " On Line " અરજીની પ્રક્રિયા હેઠળ જરૂરી કાર્યવાહી કરી શકે છે જે માધ્‍યમિક/ઉચ્ચતર માધ્‍યમિક શાળાઓએ ચાલુ ધોરણનાં વધારાનાં વર્ગો અથવા ક્રમિક વર્ગ (ધો. ૧૦,૧૧,૧૨) માટે ઓનલાઇન અરજી કરેલ છે અને જેમણે ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં રૂ. ૧૦,૦૦૦/- નો ડીમાન્‍ડડ્રાફટ અને આ અર્થે નિયત કરેલું સોગંદનામું કરેલ છે તે શાળા વર્ગ શરૂ કરી શકશે અને પ્રવેશ કાર્ય શરૂ કરી શકશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્‍લી તા. ૧૫/૬/૨૦૧૧ છે આ અંગેની વધુ માહિતી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મળી શકશે. તેમ જીલ્‍લા શિક્ષણાધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવાયું છે

કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તેની કાળજી રાખીએ તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન શાળા પ્રવેશો

જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકોને સારૂ ભણાવ્‍યા વગર ચાલે તેમ જ નથી. શહેરોમાં સારી સ્‍કુલોમાં ભણતાં કે પૈસાદાર લોકોનાં જ બાળકો સારૂ ભણી આગળ વધી શકે આવી માન્‍યતા સાવ ખોટી જ છે. એક પ્રકારની ગેરસમજ કે અજ્ઞાન છે. છેવાડાના નાના ગામડાઓની શાળામાં ખેડૂત કે ખેતમજુરોના બાળકો ખુબ સારૂ ભણીને નિષ્‍ણાત ર્ડાકટરો, એન્‍જીનીયરો, અધિકારીઓ, ઉધોગપતિઓ અને સારા વેપારીઓ બનતા જ રહે છે. બુધ્‍ધિ, સંસ્‍કારો અને આવડત એ તો કૂદરતની કૃપા જ ગણાય. ઘણા મહાન માણસોના બાળપણ ગરીબી અને મુશ્‍કેલીઓથી ભરેલા હોય છે. છતાં તેઓ પોતાની બુધ્‍ધિશકિતથી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી શકે તેટલા ઉચ્ચ સ્‍થાન સુધી પહોંચી શકે છે.
વેકેશન પૂર્ણ થતાં શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓ ખુલતાં બાળકોમાં નવો જ ઉત્‍સાહ જોવા મળે છે. માત્ર એક, બે, દિવસ પછી જ એટલે કે તા. ૧૬, ૧૭, અને ૧૮ જૂન દરમિયાન સમગ્ર રાજયમાં કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવની શાનદાર ઉજવણી કરાશે. બનાસકાંઠા જીલ્‍લામાં પણ જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આ માટે તડામાર તૈયારીઓ કરીને વ્‍યાપક આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉજવણી પ્રસંગે જીલ્‍લાના ૧૨૪૮ ગામડાઓમાં કૂલ ૮૫ રૂટમાં મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ સનદી અધિકારીશ્રીઓ તથા જીલ્‍લા અને તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી પ્રવેશ મેળવનાર નાના બાળકોનું સ્‍વાગત કરીને શાળા પ્રવેશ અપાવી શુભેચ્‍છાઓ આપશે. તેમજ સો ટકા નામાંકન થાય અને શિક્ષણ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપશે. એ જ પ્રમાણે જીલ્‍લાના છ શહેરી વિસ્‍તારોમાં તા. ૨૩, ૨૪, ૨૫ જૂન દરમિયાન ૧૪ રૂટમાં આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે બાળકોના ઉત્‍સાહના સહભાગી બની તેને સારૂ માર્ગદર્શન આપીએ. શાળા પ્રવેશોત્‍સવના દિવસે બાળકના પરિવારજનોએ અચુકપણે શાળામાં જવુ જોઇએ. આ ઉજવણીમાં બાળકની સાથે તેનો પરિવાર પણ સામેલ થશે તો બાળકનો ઉત્‍સાહ અનેકગણો વધશે. બાળક શાળામાં પ્રવેશ મેળવે પછી કાળજીપૂર્વક તેના અભ્‍યાસમાં રસ લઇએ. તેને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહીએ. અભ્‍યાસમાં તેનો રસ જળવાઇ રહેશે તો તે ખુબ સારૂ ભણવાનો જ છે. દીકરા દીકરીના જરાપણ ભેદભાવ વિના બાળકોનો સમાન ઉછેર કરી ભણાવીએ. ગુજરાતમાં ઠેર-ઠેર શિક્ષણની વ્‍યાપક સુવિધાઓ હવે ઉપલબ્‍ધ છે. બાળકને ઉચ્ચ અભ્‍યાસ સુધી ભણવા કે વિદેશ ભણવા જવા રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે. કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આપણે તો બસ કાળજીપૂર્વક આપણા દીકરા-દીકરીને ભણાવીએ.
લેખનઃ- માનસિંહ સિસોદીયા

રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.

રાજય સરકારે અનેકવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે -મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
અમરાપુરા શાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
-મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની મહેસુલ મંત્રીશ્રીના હસ્‍તે ખાતમૃહુર્તવિધિ
પાટણ જિલ્‍લાના હારીજ તાલુકાના રોડા ખાતે અમરાપુરા શાખા નહેરની વિશાખા તથા પ્રશાખાઓની ખાતમુહુર્તવિધિ રાજયના મહેસુલ મંત્રીશ્રી અને જિલ્‍લાના પ્રભારી મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્‍તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને જમીન સંપાદનના ચેકોનું વિતરણ કર્યા બાદ પ્રાસંગીક ઉદૃબોધનમાં મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, અમરાપુરા વિશાખા તથા પ્રશાખાનું ૧૬ કેનાલનું કામ રૂ. ૧૬૬ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે, આવતા એક વર્ષમાં ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી રાજય સરકાર દ્વારા પહોંચાડવામાં આવનાર છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારે માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળ વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો છે, રાજયમાં રસ્‍તા, પીવાના પાણી, અને અન્‍ય વિવિધ ક્ષેત્રે પારદર્શક અને અસરકારક પગલાં લેવામાં આવ્‍યાં છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાજયમાં કન્‍યા શિક્ષા યાત્રાનો રાજય સરકારે અભિગમ અપનાવીને કન્‍યા કેળવણીનો વ્‍યાપ વધાર્યો છે. સમાજ સંસ્‍કારીક અને શિક્ષીત બને તે માટે રાજય સરકારે અભિગમ અપનાવ્‍યો છે. આજથી ૧૦ વર્ષ પહેલાં ધોરણ-૧૦નું ૧૫ ટકા પરીણામ આવતું હતું, અને ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્‍થાને બનાસકાંઠા જિલ્‍લો ૮૧ ટકા રહયો છે. જયારે પાટણ જિલ્‍લાએ ૭૫ ટકા પરીણામ મેળવ્‍યું છે. ગરીબ કલ્‍યાણ મેળાથી દલાલોની કટકી અટકી ગઇ છે, અને ચાલુ વર્ષે ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બર-ઓકટોબર-૧૧ માસમાં ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન કરીને બાકી રહી ગયેલ ગરીબ લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાજય સરકારે પાણી પુરવઠા યોજના, વાસ્‍મો યોજના, સુજલામ સુફલામ યોજના અમલમાં મુકીને પાણીનો પ્રશ્ન હલ કર્યો છે, શાસનકર્તાએ લોકોની જરૂરીયાત ધ્યાનમાં લઇને શાસન કરીને આગળ વધવાનું હોય છે. રાજયમાં અઢી લાખ કરોડ લીટર કેરોસીનનો કેન્‍દ્ર સરકારે કાપ મુકેલ છે, અને કેન્‍દ્ર સરકાર ગરીબ વિરોધી રહી છે. કપાસનું ઉત્‍પાદન વધે અને ભાવ વધે ત્‍યારે કેન્‍દ્ર સરકારે પ્રતિબંધ મુકયો હતો, તેમ તેમણે જણાવ્‍યું હતું.
મહેસુલ મંત્રીશ્રીએ જિલ્‍લાના ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું છે ત્‍યારે વારસાઇ કે કોઇ અન્‍ય કારણોસર જમીન સંપાદન આપવાનું અટકાવ્‍યું હોય તો તાત્‍કાલિક જમીન સંપાદન કરીને સર્વસંમતીથી જમીન આપવા ભારપૂર્વક જણાવીને રાજય સરકાર તથા વહીવટી તંત્રને સાથ-સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીના વરદૃ હસ્‍તે અમરાપુરા શાખા નહેર વિશાખાઓ તથા પ્રશાખાઓની તકતીની અનાવરણવિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષપદેથી સમી-હારીજના ધારાસભ્‍યશ્રી ભાવસિંહભાઇ રાઠોડે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરથી સમી-હારીજ વિસ્‍તારમાં ખેડૂતોને નર્મદાના પાણીથી મળનાર લાભ અંગેની રૂપરેખા આપીને બનાસ નદીમાં પાણી નાખવા જણાવ્‍યું હતું. રાધનપુર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી અને પ્રદેશ મહામંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અતિથિવિશેષપદેથી આ પ્રસંગે પ્રાસંગીક ઉદૃબોધનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ અને પ્રશાખાઓની માહિતી આપીને જણાવ્‍યું હતું કે, રૂ. ૧૬૬ કરોડના ખર્ચે પાટણ જિલ્‍લાના હારીજ, સમી, રાધનપુર, સાંતલપુર અને કાંકરેજ તાલુકાના ૫૬ ગામોની કુલ્‍લે ૩૮૯૦૪ પિયત હેકટર વિસતારમાં લાભ મળનાર છે. ખેડૂતોના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વ હેઠળની વર્તમાન સરકારે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તેમ તેમણે જણાવ્‍યું હતું.
તેમણે જણાવ્‍યું હતું કે, વર્તમાન રાજય સરકાર પ્રજાના હિતનો વિચાર કરી રહી છે, અને ખેડૂતલક્ષી સરકાર છે. કેન્‍દ્ર સરકારે કપાસ ઉપર પ્રતિબંધ મુકીને ખેડૂતોને અન્‍યાય કર્યો હતો, તેમ તેમણે જણાવ્‍યું હતું.
પ્રારંભમાં જિલ્‍લા કલેકટરશ્રી જે.જી.હિંગરાજિયાએ સ્‍વાગત પ્રવચનમાં અમરાપુરા શાખા નહેરની વિશાખાઓ તથા પ્રશાખાઓની રૂપરેખા આપીને સહુનું સ્‍વાગત કર્યું હતું. જયારે કાર્યક્રમના અંતે મુખ્‍ય ઇજનેરશ્રી વી.વી. બ્રહ્મક્ષત્રિયએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને તથા પુસ્‍તક અર્પણ કરીને જિલ્‍લા કલેકટરશ્રીએ સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રીઓ તથા મહેમાનોનું પણ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ચાણસ્‍માના ધારાસભ્‍યશ્રી રજનીભાઇ પટેલ, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નર્મદા નિગમના જોઇન્‍ટ ડાયરેકટરશ્રી નિવાસન, અગ્રણીઓ, ઉચ્‍ચ અધિકારીઓ, પદાધિકારીઓ, તાલુકા તથા જિલ્‍લાના અને ગ્રામ્‍ય વિસ્‍તારના ભાઇ-બહેનો વિગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

ગાંઘીનગર જિલ્‍લો રાજયમાં ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી માનસિક વિકાસ રૂંઘાય છે.- મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આઇસીડીએસ કલોલ તથા ન

રાજયમાં અંદાજે ૪૦ ટકા બાળકોનો લોહતત્વની ઉણપથી શારીરિક- માનસિક વિકાસ રૂંઘાય છે, આ ઉણપ દૂર કરવા રાજય સરકારે આંગણવાડીના ભુલકાઓ, ગરીબ બાળકો, કિશોરી- કન્યાઓ અને સગર્ભા માતાઓના પોષણ માટે નવતર યોજનાઓ અમલમાં મુકી છે. તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે કલોલ શહેરમાં આઇસીડીએસ તથા નગરપાલિકાના સહયોગથી યોજાયેલા વાનગી નિદર્શન-વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું શ્રીમતી આનંદીબેન પટેલે કહયું હતું કે, વાલીઓ, માતાઓ અને સમાજ જાગૃત હશે તો બાળકમાં વ્યાયામ અને પોષણક્ષમ આહારના સંસ્‍કાર આપોઆપ ઉજાગર થશે. તેમણે કહયું હતું કે રાજય સરકાર દ્રારા રાજયની ૫૦,૦૦૦ આંગણવાડીઓમાં ૪૫ લાખ લાભાર્થીઓને પોષણક્ષમ આહારની વિવિધ વાનગીઓ બનાવી પીરસવામાં આવે છે. તેનો સગર્ભા માતાઓ, કિશોરીઓ, ઘાત્રીઓ તથા બાળકો લાભ લઇ રહયા છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે રાજયની તમામ આંગણવાડીઓમાં સુવિઘા ઉપલબ્ઘ કરવામાં આવી છે. રાજય સરકારની સાથે સાથે જનસમાજની ભાગીદારી સમજાવતા જણાવ્યું હતું કે, પોષણથી બાળકોને મુકત કરવાના સંકલ્પમાં સમાજમાં /માતાઓનો સાથ મળે તો રાજયના બાળકો શારીરિક સ્વાસ્થ્ય અને શિક્ષણ બનેમાં નવો રાહ ચિંઘશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે, પોષણયુકત આહારના પ્રિમિકસ પેકેટ તૈયાર કરવામાં આવે છે. જેમાં નવ પ્રકારના પોષણ તત્વોનું મિશ્રણ હોય છે. આ પ્રિમિકસ પેકેટમાંથી વિવિઘ પ્રકારની ૭૨થી વઘુ વાનગીઓ બનાવી લાભાર્થીઓને આપવામાં આવે છે.
કલોલ નગરની કુલ-૧૩ આંગણવાડીમાં પ્રિમિકસ – વાનગીઓનું નિદર્શન-વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુમન બાલ મંદિર-આંગણવાડી તથા તુરેમહંમદી હોસ્‍પિટલ ખાતે યોજાયેલ ૬૦ પ્રકારની વિવિઘ પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન તથા વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્‍લા કલેકટર શ્રી એમ.એ.ગાંઘી, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રીમતી શકુતલાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી એ.કે.પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઇ પટેલ, પ્રાંત અઘિકારી શ્રી હિમાંશુભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત નગરના અગ્રણીઓ નગરજનો અને બાળકો ઉપસ્થિત રહયાં હતાં.

१.પોલિટેકનિકમાં વિનામૂલ્યે સ્વરોજગારીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા..२.ગામડામાં વિનામૂલ્યે ટૂંકાગાળાના કોર્સ સેન્ટર શરૂ કરવા અરજી મંગાવાઇ

સરકારી પોલિટેકનિક, આંબાવાડી ખાતે વિના મૂલ્યે સ્વરોજગારીના વિવિધ અભ્યાસક્રમો શરૂ થનાર છે. આ માટે ઉમેદવારો પાસેથી તા.૧૫-૬-૨૦૧૧થી ૧૭-૬-૨૦૧૧ સુધીમાં અરજીઓ મંગાવાઇ છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાના ઇલેકટ્રીશીયન, મોટર રીવાઇન્ડીંગ, ટી.વી. ટેકનીશીયન, એમ.એસ.ઓફિસ (કોમ્પ્યુટર), કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ, રેફ્રીજરેશન એન્ડ એ.સી.મિકેનિકમાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ ઉપરોકત તારીખોમાં સવારે ૧૨થી ૨ દરમિયાન વિનામૂલ્યે પ્રવેશ ફાર્મ મેળવી જમા કરાવવાનું રહેશે. જરૂરી શૈક્ષણિક લાયકાત ધો-૮ પાસ / નાપાસ છે. ઉમેદવારે લીવીંગ સર્ટીફિકેટ / છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે લાવવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે એમ સંસ્થાના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે. આઇ.ટી.આઇ. તેમજ ઉપરોકત કોર્સ કરેલ ઉમેદવારોએ સી.ડી.ટી.પી.ની ઓફિસમાં રૂબરૂ મળવું.



માનવ સંશાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા ચાલતા ટૂંકાગાળાની રોજગારી માટેના કોર્સ શરૂ કરવા માંગતા ગામડાના રજિસ્ટર ટ્રસ્ટ, સ્કુલ તેમજ સેવાભાવી સંસ્થાઓ પાસેથી સી.ડી.ટી.પી. દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. યોગ્ય જરૂરી લાયકાત તેમજ માળખુ હશે તો કોર્સ સેન્ટર ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે ૦૭૯-૨૬૩૦૧૨૮૫ પર સંપર્ક કરવા સરકારી પોલીટેકનીકના આચાર્ય શ્રી એમ.કે.પરીખે જણાવ્યું છે.

નિવાસી હોટેલ તથા ગેસ્‍ટ હાઉસોમાં આવતા ગ્રાહકો/પ્રવાસીઓની રોજેરોજની માહિતી પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવવાનું જાહેરનામું

રાજકોટ :- રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરશ્રી ગીથા જૌહરીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવેલ તમામ નિવાસી હોટલો/ગેસ્‍ટહાઉસ/બોર્ડીંગ હાઉસ/લોજમાં આવતા જે કોઇ પણ ગ્રાહકો કે પ્રવાસીઓ હોટલમાં રાત્રી રોકાણ કરે, તેમના નામ, સરનામા, વિગેરે વિગતનું પત્રક દરરોજ સવારે ૧૧-૦૦ વાગ્‍યા સુધીમાં ડીટેકશન ઓફ ક્રાઇમ બ્રાન્‍ચ(ડી.સી.બી.), નવી કલેકટર કચેરી, શ્રોફ રોડ સામે, રાજકોટ ખાતે તથા સબંધકર્તા પોલીસ સ્‍ટેશન ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે, જેનો ચુસ્‍ત પણે અમલ કરવાનો રહેશે. આ હુકમનો અમલ તા. ૧૪-૯-૨૦૧૧ના કલાક ર૪-૦૦ સુધી કરવાનો રહેશે.
સબંધકર્તા પોલીસ સ્‍ટેશન તથા ડી.સી.બી.નું ઇ-મેઇલ એડ્રેસ નીચે જણાવ્‍યા મુજબના છે.
(૧) એ.ડીવીઝન પોલીસ સ્‍ટેશન polstn-adiv-raj@gujarat.gov.in
(ર) બી.ડીવીઝન પોલીસ સ્‍ટેશન polstn-bdiv-raj@gujarat.gov.in
(૩) થોરાળા પોલીસ સ્‍ટેશન acp-east-raj@gujarat.gov.in
(૪) ભકિતનગર પોલીસ સ્‍ટેશન polstn-bhakti-raj@gujarat.gov.in
(૫) માલવીયાનગર પોલીસ સ્‍ટેશન polstn-malviya-raj@gujarat.gov.in
(૬) પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશન polstn-pradyuman-raj@gujarat.gov.in
(૭) ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન polstn-gandhi-raj@gujarat.gov.in
(૮) રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટઠેશન polstn-rural-raj@gujarat.gov.in
(૯) કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન wil-cp-raj@gujarat.gov.in
(૧૦) ડી.સી.બી. શાખા dcb-cp-raj@gujarat.gov.in
આ જાહેરનામાનો ભંગ કરનાર બીન જામીન લાયક ગુના હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.

જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ :જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્‍નોનાં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨.૦૬.૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ વાગે મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે યોજવામાં આવશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્‍નો તા. ૧૫-૦૬-૧૦ સુધીમાં મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે મળી જાય તે રીતે બે નકલમાં ‘‘તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ના મથાળા હેઠળ મોકલવાના રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો નહીં, તેમ મામલતદારશ્રી- જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે

૧૬ જૂન થી વનરાજોને વેકેશન ગીર અભયારણ્ય અને રાષ્‍ટ્રીય ઉધાન ૧૬ જૂન થી તમામ પ્રવાસીઓ માટે બંધ

ગરવો ગિરનાર, તાલાળાની કેસર કેરી, અરબી સમુદ્ર જેનુ પાદ પ્રક્ષાલન કરે છે તે સોમનાથ દાદા અને અબાલ વૃધ્ધ સૌને નિરખવા માણવા ગમે તેવા સોરઠના વનરાજો જૂનાગઢ જિલ્લાની આગવી ઓળખ છે. પણ સાવધાન હવે સોરઠના વનરાજો તા. ૧૬ જૂન થી વેકેશન ઉપર જાય છે. અર્થાત વન્યપ્રાણી અધિનિયમ ૧૯૭૨ મુજબ ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્‍ટ્રીય ઉધાન તમામ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુ દરમ્યાન તા. ૧૬ જૂન થી બીજો આદેશ ન થાય ત્‍યાં સુધિ બંધ રહેશે. આમ પ્રવાસીઓને હવે સિંહદર્શન અને ગીર અભયારણ્યને માણવા માટે રાહ જોવી પડશે.
ગીર અભયારણ્યના રસ્તાઓ કાચા છે તેના પર ભરપુર માટી છે. આથી ચોમાસામાં આ રસ્તાઓ વાહન વ્યવહાર ને યોગ્ય રહેતા નથી અને વાહન ચલાવવાથી રસ્તા વધુ ખરાબ થાય છે. ઉપરાંત સૌથી અગત્યની બાબત ગીરના સાવજોનો ચોમાસામાં સંવનકાનળ પણ હોય છે. સામાન્ય રીતે હિંસક પ્રણીઓનો આ સમય દરમ્યાન બ્રિડીંગ પિરીયડ ચાલતો હોવાથી, તેમના સંવર્ધન ઉછેર માટે પણ કોઇ જાતની માનવીય ખલેલ ના પહોંચે તે આવશ્યક છે. આથી આ સમય દરમ્યાન વન્યપ્રાણીઓને મુકતમને વિહરવા અને તેના યોગ્ય સંવર્ધન માટે અભયારણ્ય બંધ રહે તે હિતાવહ છે,તેમ નાયબ વન સંરક્ષક ડો. સંદિપકુમારે જણાવ્યુ હતુ.
ઉપરાંત વન વિભાગ અને લોકોના સહકાર સાથે તમામ પ્રકારની અનુકુળતાથી એશીયાટીક લાઇનની વસતીમાં પણ વધારો થઇ રહયો છે. તેમજ પ્રાણીઓને કોઇપણ પ્રકારની કૃત્રીમ હીલચાલથી દુર રાખવા અને તેમના માદરે વતન ગીરના જંગલમાં કુદરતના ખોળે મુકતમને વિહરવા દેવા આવશ્યક છે. આથી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ તેમજ સદર કાયદા નીચે બનાવેલ નિયમોની જોગવાઇ પ્રમાણે ગીર વન્યપ્રાણી અભયારણ્ય તથા રાષ્‍ટ્રીય ઉધાન બધાજ પ્રકારના પ્રવાસીઓ માટે ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે, તેમ ડો. સંદિપકુમારે વધુમાં જણાવ્યુ હતુ.
આપણે સૌ જાણીએ છીએ શાળા કોલેજોમાં વેકેશન પડતા બાળકો અને યુવાનો પણ આનંદમાં આવી જાય છે. અરે શિક્ષકો અને પ્રાધ્યાપકોને પણ ફુરસદ મળવાની સાથે હરવા ફરવાનો સમય મળે છે. અને પછી તદન ફ્રેશ થઇ બાળકો સાથે શિક્ષકો વિધાર્થિઓ પુરી નિષ્‍ઠાથી અભ્યાસમાં વળગે છે. તો પછી વન્યપ્રણીઓ કે વનરાજોનો શુ વાંક ? તેમને પણ વેકેશન તો જોઇએ ને તો સૌ પ્રવાસીઓ, મુલાકાતીઓ સોરઠના સાવજોને સંવનનકાળ માણવા દેવાની સાથે તેમને વેકેશનમાં ખલેલ ના પડે તે માટે સ્વૈચ્છીક સહકાર આપે તે પણ એટલું જ જરૂરી
છે.
(સંકલનઃઃ- અર્જૂન પરમાર માહિતી બ્‍યુરો-જૂનાગઢ)

પીરામિડ સ્‍પીરીચ્‍યુઅલ સોસાયટી મુવમેન્‍ટ દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે બંધાનારો મેડિટેશન હોલ

રાજકોટ : પીરામિડ સ્‍પીરીચ્‍યુઅલ સોસાયટી મુવમેન્‍ટ, પોરબંદર દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે મેડિટેશન હોલ બાંધવામાં આવશે.
પીરામિડ સ્‍પીરીચ્‍યુઅલ સોસાયટી મુવમેન્‍ટના સ્‍થાપક શ્રી સુભાષ પાત્રીજીની પ્રેરણા હેઠળ બંદીજનોમાં ધ્‍યાન પ્રત્‍યે અભિરૂચિ કેળવવાના આશયથી બંધાનારા ૨૦ X ૨૦ ના આ ધ્‍યાન હોલ માટે પીરામિડ સ્‍પીરીચ્‍યુઅલ સોસાયટી મુવમેન્‍ટ, પોરબંદર દ્વારા રૂ. અઢી લાખની રકમનો ખર્ચ કરવામાં આવશે. જેલના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની પ્રવૃત્‍તિ થઇ રહી છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પોરબંદર ખાસ જેલના બંદીજનો માટે ટી.વી.-ડી.વી.ડી.-વોટર પ્‍યુરીફાયર-ખુરશી-ઘોડિયું-રમકડા-ચેસ-કેરમ-વોલીબોલ-સ્‍ટ્રેચર-વ્‍હીલચેર-પંખાઓ-બેન્‍ચીઝ વગેરે વસ્‍તુઓ ભેટમાં મળેલ છે. તથા પોરબંદરની ગોઢાણિયા કોલેજ તરફથી બંદીજનોને કમ્‍પ્‍યુટર પ્રશિક્ષણ આપવા માટે પાંચ નંગ કમ્‍પ્‍યુટર આપવામાં આવ્‍યા છે. અને કમ્‍પ્‍યુટર ટ્રેઇનરની સુવિધા પણ અપાશે. તદુપરાંત, વિવિધ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ પણ બંદીજનોના ઉત્‍કર્ષ માટે સહકાર આપી રહયા છે, તેમ શ્રી એચ.આર.પારગી, વહીવટી અધિકારી, જેલના ઇન્‍સ્‍પેકટર જનરલની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.

પોરબંદર જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્‍ય વિસ્‍તાર માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્‍તાર માટે તા. ૨૩ થી ૨૫ જુન યોજાશે. કુલ ૬

પોરબંદર-પોરબંદર જિલ્‍લામાં શાળા પ્રવેશોત્‍સ્વ અને કન્‍યા કેળવણી મહોત્‍સ્‍વ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૧૬ થી ૧૮ જુન અને શહેરી વિસ્‍તારની પ્રાથમિક શાળાઓ માટે તા. ૨૩ થી ૨૫ જુન શાળા પ્રવેશોત્‍સ્‍વ કાર્યક્રમ યોજાશે. આ શાળા પ્રવેશોત્‍સ્‍વમાં કુલ ૬૧૪૩ બાળકોનું નામાંકન કરાશે. જેમાં ૩૨૧૦ કુમાર અને ૨૯૩૩ કન્‍યાઓનું નામાંકન કરવામાં આવશે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૪૪૪૫ અને શહેરી વિસ્‍તારમાં પોરબંદર, છાંયા, રાણાવાવ અને કુતિયાણામાં કુલ ૧૬૯૪ બાળકોનું નામાંકન કરાશે. આ માટે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૯ રૂટ અને શહેરી વિસતારમાં ૫ રૂટ નકકી કરાયા છે.
આ શાળા પ્રવેશોત્‍સ્‍વ કાર્યક્રમમાં ગ્રામ્‍ય વિસ્‍તારની ૨૭૨ શાળા અને શહેરી વિસ્‍તારની ૪૯ શાળાઓને આવરી લેવામાં આવેલ છે.
આ શાળા પ્રવેશોત્‍સ્‍વ દરમિયાન શાળાઓમાં દાખલ થનાર નવા બાળકોનું પદાધિકારીઓ, રાજય અને જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓની પ્રેરક હાજરીમાં નામાંકન કરવામાં આવશે.
પોરબંદર જિલ્‍લામાં જિલ્‍લા કલેકટરશ્રી ગિરીશ શાહ , જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ભટ, અને જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવાના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્‍સ્‍વના કાર્યક્રમનું સુચારુ આયોજન ગોઠવવામાં આવી રહયું છે.

જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૧ અન્‍વયે કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્‍ધિ

જામનગર-જામનગર જીલ્‍લામાં જામજોધપુર તાલુકામાં આવેલ શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. જામજોધપુર એ તેની વ્‍યવસ્‍થાપક સમિતિની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૧ માટે કામચલાઉ મતદાર યાદી તૈયાર કરી, તેની પ્રમાણીત નકલ જીલ્‍લા રજીસ્‍ટ્રારશ્રી જામનગર મારફત આ કચેરીને મોકલાવેલ છે.
આ કામ ચલાઉ મતદારયાદીની પ્રસિધ્‍ધિ કરવામાં આવે છે. તે મુજબ (૧) મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્‍ધિ તારીખ ૧૭/૬/૨૦૧૧, સ્‍થળ પ્રાન્‍ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્‍લા રજીસ્‍ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્‍ટેશન રોડ, જામજોધપુર, (૨)દાવા-વાંધા રજુ કરવાની છેલ્‍લી તારીખ ૨૪/૬/૨૦૧૧, સ્‍થળ-પ્રાન્‍ત અધિકારીની કચેરી,બીઆરસી ભવન, લાલપુર (૩)દાવા વાંધા નિકાલની આખરી તા. ૨/૭/૨૦૧૧ સ્‍થળ- પ્રાન્‍ત અધિકારીની કચેરી, બીઆરસી ભવન, લાલપુર, (૪) આખરી મતદાર યાદીની પ્રસિધ્‍ધિ તા. ૫/૭/૨૦૧૧ સ્‍થળ પ્રાન્‍ત અધિકારીની કચેરી, બી.આર.સી.ભવન, લાલપુર તથા જીલ્‍લા રજીસ્‍ટ્રાર (સહકારી મંડળી)ની કચેરી, જામનગર તથા શ્રી જામજોધપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. સ્‍ટેશન રોડ, જામજોધપુર રહેશે તેમ ચૂંટણી સતાધિકારી અને પ્રાંત અધિકારી, લાલપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

અનુસુચિત જાતિના યુવક-યુવતિઓ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિર

જામનગર-ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતાં અનુસુચિત જાતિના યુવક-યુવતિઓના સંવાર્ગી વિકાસ માટે રાજય સરકારે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિરનું આયોજન થયું છે. જેમાં પ્રત્‍યેક જિલ્‍લામાંથી પસંદગી પામેલ ૫૦ યુવક-યુવતિઓ માટે નિયત કરેલ સ્‍થળે સાત દિવસ માટે વ્‍યકિતત્‍વ વિકાસ અને યોગ તાલીમ શિબિર યોજવામાં આવશે. આ શિબિરમાં શિબિરાર્થીને આવવા-જવાનો ખર્ચ, નિવાસ અને ભોજન ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. શિબિરમાં જોડાવા ઇચ્‍છુકે જે તે જિલ્‍લાના રમતગમત અધિકારીશ્રીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

વિજળી પડવાથી થતી વિપરીત અસર હળવી કરવા જરૂરી સુચનો

જામનગર- ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ, જામનગરની એક યાદી જણાવે છે કે વાવાઝોડુ અને વીજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્‍ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્‍બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઇને ગંભીર ઇજા પહોચાડવા માટે અથવા કોઇનું મોત નીપજાવવા માટે પુરતું ગણાય. વાવાઝોડા અને વીજળીના બનાવ વખતે કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે તેના પ્રત્‍યે બેદરકાર પણ ન રહેવું જોઇએ. વીજળીથી બચાવ સલામતીના નિયમોને અનુસરો.
વીજળીથી સલામત રહેવા માટે ઘરમાં જ રહો અથાવ ઘરની અંદર જતા રહો. બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો. વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્‍તુથી દુર રહો.વાવાઝોડુ /તોફાન આવતુ હોય તે પહેલા જ ઇલેકટ્રીક ઉપકરણોના વાયર પ્‍લગ માંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી ઘર પર પડે તો તેનો વીજભાર ઘરની અંદરની વ્‍યકિત સુધી પહોચી શકે તેમ છે. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇન પર પણ ત્રાટકી શકે છે. સીન્‍ક બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો. આપ ઘરથી બહાર હો ત્‍યારે વીજળીથી બચવા મકાનો, બખોલ, ખાઇ કે ગુફાનો આશરો લેવો પરંતુ વૃક્ષોનો આશરો કયારે ય લેવો નહીં. વૃક્ષો વીજળીને આકર્ષે છે.
મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો વાહનો વીજળીથી તમને સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે. જેનું છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહો. આસપાસમાં એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્‍લામાં આશ્રય લેવો હીતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્‍તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વીખેરાઇ જાવ. પાણીની બહાર નીકળી જાવ. પાણીમાં રહેલી નાની હોડીઓનો સમાવેશ પણ થાય છે. હોડી માંથી તાત્‍કાલીક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્‍ય જળાશયો માંથી દૂર રહો.
વીજળીઓ ઝટકો લાગે ત્‍યારે જો માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્‍યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું તાત્‍કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં. કે તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્‍યકિતને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયો પલ્‍મોનરી રીસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ.અને તાત્‍કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.

મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ

જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્‍ટેમ્‍બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

કેમ્‍પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્‍ટ-૧૧ સપ્‍ટેમ્‍બર-૧૧
કલ્‍યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭

મોટર વાહન નિરીક્ષકોનો ત્રિમાસિક પ્રવાસ કાર્યક્રમ

જામનગર:પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જામનગર કચેરીનાં મોટર વાહન નિરીક્ષકશ્રીઓનો માહે જૂલાઇ-૧૧ થી સપ્‍ટેમ્‍બર-૧૧નાં ત્રીમાસીક પ્રવાસ કાર્યક્રમ નીચે મુજબ છે. આ દિવસોમાં જાહેર રજા આવશે કે કોઇ કુદરતી આપતી આવે તો કોઇ પણ પ્રકારની જાહેર ખબર વગર કેમ્‍પ રદ ગણવાનો રહેશે. જેની નોંધ મોટરીંગ કામકાજે આવતી જાહેર જનતાએ લેવા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, જામનગર દ્વારા જણાવાયું છે.

કેમ્‍પનું સ્થળ જૂલાઇ-૧૧ ઓગષ્‍ટ-૧૧ સપ્‍ટેમ્‍બર-૧૧
કલ્‍યાણપુર - ૩ -
દ્વારકા પ ૯ ૧૪
ખંભાળિયા ૧૪ ૧૨ ૧૪
લાલપુર ૭ - -
જામજોધપુર - ૫ -
ભાણવડ ૧૯ - ૨૧
ધ્રોલ ૨૧ ૩૦ ૨૯
કાલાવડ ૨૭ - ૨૭

ખેલાડીઓએ શિષ્‍યવૃતિ મેળવવા અંગે

જામનગર–સને ૨૦૧૦-૨૦૧૧ દરમિયાન રાષ્‍ટ્રકક્ષાની સાંધિક તેમજ વ્‍યકિતત્‍વ રમતોમાં પ્રથમ, દ્વિતીયઅ અને તૃતિય સ્‍થાન મેળવનાર ખેલાડીઓને ૧૮૦૦ ની શિષ્‍યવૃતિ તથા શાળાકિય, શરદ-શિયાળુ રમતોત્‍સવમાં રાષ્‍ટ્રકક્ષાએ ભાગ લીધો હોયને ધનિષ્‍ડ પ્રશિક્ષણ કેમ્‍પ કરેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ.૧૨૦૦ની વૃતિકા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની કચેરી તરફથી આપવામાં આવે છે.
આવી સિધ્‍ધિ મેળવેલ ખેલાડીએ અરજી ફોર્મ જિલ્‍લા રમતગમત કચેરીએથી મેળવી આ ફોર્મ ભરી જિલ્‍લા રમતગમત કચેરી મારફત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, બ્‍લોક નં.૧૧/૭, ગાંધીનગરને તા.૩૦/૯/૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે જિલ્‍લાના રમતગમત અધિકારીશ્રીની કચેરી, દરબારગઢ, જામનગર ખાતે, ફોન નં.૨૬૭૮૨૦૯ ખાતે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ જિલ્‍લાની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્‍યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર જિલ્‍લાનો ડ્રોપ આઉટ દર માત્ર ૧.૩૬ ટકા

અમરેલી-પ્રાથમિક શિક્ષણનું મહત્‍વ સમજીને રાજ્ય સરકારે છેલ્‍લા સાત વર્ષથી શાળા પ્રવેશોત્‍સવનું સુદ્રઢ આયોજન કરેલું છે. આથી રાજ્યમાં પૂર્વેની સરખામણીએ સાક્ષરતા દર વધ્‍યો છે. કન્યા કેળવણી અંતર્ગત શિક્ષણની સઘન કામગીરી થતાં પૂર્વે કરતાં લોકોમાં સ્‍ત્રી શિક્ષણ અંગે જાગૃત્તિ આવી છે. આજે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થઇ છે. રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તા. ૧૬ થી ૧૮ જૂન અને શહેરી વિસ્‍તારોમાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમ્‍યાન શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાશે.
અમરેલી તાલુકાની ૭૯ શાળાઓમાં ૧,૧૧૧ કુમાર અને ૯૨૫ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર સહિત ૨,૦૪૨ બાળકો, બાબરા તાલુકાની ૭૪ શાળાઓમાં ૧,૨૧૭ કુમાર અને ૯૮૨ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૬ કુમાર, ૭ કન્‍યા સહિત ૨,૨૧૨ બાળકો, ધારી તાલુકાની ૧૦૨ શાળાઓમાં ૮૭૭ કુમાર, ૮૩૭ કન્‍યાઓ તથા પુનઃપ્રવેશપાત્ર ૪ કુમાર, ૧ કન્‍યા સહિત ૧,૭૧૯ બાળકો, સાવરકુંડલા તાલુકાની ૧૧૬ શાળાઓમાં ૧,૪૭૦ કુમાર, ૧,૩૩૧ કન્‍યાઓ સહિત ૨,૮૦૧ બાળકો, ખાંભા તાલુકાની ૬૩ શાળાઓમાં ૭૫૫ કુમાર, ૭૧૨ કન્‍યાઓ સહિત ૧,૪૬૭ બાળકો, લાઠી તાલુકાની ૬૮ શાળાઓમાં ૯૧૨ કુમાર, ૮૭૪ કન્‍યાઓ સહિત ૧,૭૮૬ બાળકો, લીલીયા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૨૧ કુમાર, ૩૯૨ કન્‍યાઓ સહિત ૮૧૩ બાળકો, બગસરા તાલુકાની ૪૦ શાળાઓમાં ૪૫૦ કુમાર, ૩૫૩ કન્‍યાઓ સહિત ૮૦૩ બાળકો, રાજુલા તાલુકાની ૯૮ શાળાઓમાં ૧,૫૦૮ કુમાર, ૧,૦૧૧ કન્‍યાઓ સહિત ૨,૫૧૯ બાળકો, કુંકાવાવ તાલુકાની ૫૪ શાળાઓમાં ૬૭૩ કુમાર, ૫૫૦ કન્‍યાઓ સહિત ૧,૨૨૩, જાફરાબાદ તાલુકાની ૫૧ શાળાઓમાં ૯૫૭ કુમાર, ૮૦૬ કન્‍યા સહિત ૧,૭૬૩ બાળકો પ્રવેશપાત્ર છે. આમ, જિલ્‍લાના ૧૧ તાલુકાઓની ૭૮૫ શાળાઓમાં ૧૦,૩૬૭ કુમાર અને ૮,૭૮૧ કન્‍યાઓ સહિત કુલ ૧૯,૧૪૮ બાળકો પ્રવેશપાત્ર છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાના સાવરકુંડલા, ખાંભા, લાઠી, લીલીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ અને જાફરાબાદ તાલુકામાં પુનઃ પ્રવેશપાત્ર બાળકો નથી આથી ડ્રોપ આઉટ થયેલ નથી.
જિલ્‍લામાં ડ્રોપઆઉટ દર ૨૦૦૪-૦૫ના વર્ષમાં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૭૩ અને કન્‍યા ૩.૪૬, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૭ અને કન્‍યા ૩.૪૬ મળી કુલ ૩.૮૧, ૨૦૦૫-૦૬માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૩.૧૬ અને કન્‍યા ૩, ધો. ૬ થી ૭માં કુમાર ૩.૨૫ અને કન્‍યા ૩.૪૬ મળી કુલ ૩.૨૭, ૨૦૦૬-૦૭માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૨.૪૭ અને કન્‍યા ૨.૨૯, ધો. ૬ થી ૭માં કુમાર ૨.૪૫ અને કન્‍યા ૨.૬૨ મળી કુલ ૨.૫૬, ૨૦૦૭-૦૮માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૧.૭૬ અને કન્‍યા ૧.૭૮, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૯૪ અને કન્‍યા ૧.૯૮ મળી કુલ ૧.૯૩, ૨૦૦૮-૦૯માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૪૯ અને કન્‍યા ૦.૬૩, ધો. ૬ થી ૭માં કુમાર ૧.૬ અને કન્‍યા ૧.૩૪ મળી કુલ ૧.૪૭, ૨૦૦૯-૧૦માં ધોરણ ૧ થી ૫ માં કુમાર ૦.૩૬ અને કન્‍યા ૦.૪૮, ધો. ૬ થી ૭માં કુમાર ૦.૫૧ અને કન્‍યા ૧.૧૩ મળી કુલ ૧.૩૬ થયો છે. છેલ્‍લા ઘણા વર્ષોથી યોજાતાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમને કારણે જિલ્‍લાનો ડ્રોપઆઉટ દર માત્ર ૧.૩૬ ટકા થવા પામેલ છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ રૂ.૧૯.૭૩ લાખના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે

અમરેલી, તા.૧૩ જૂન,૨૦૧૧ રાજ્ય સરકાર દ્વારા ૩૫ ટકા કરતાં ઓછો સ્‍ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની તેમજ શહેરી વિસ્‍તારમાં બી.પી.એલ. કાર્ડ ધરાવતા પરિવારની બાળાઓને તથા ધોરણ ૧માં નામાંકન સમયે રૂ.૧,૦૦૦નું વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવે છે.
વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ અંતર્ગત ૨૦૦૬-૦૭માં રૂ.૧૮.૪૦લાખના ૧,૮૪૦ કન્‍યાઓને, ૨૦૦૭-૦૮માં રૂ.૧૭.૫૪ લાખના ૧,૭૫૪ કન્‍યાઓને, ૨૦૦૮-૦૯માં રૂ.૧૬.૭૩ લાખના ૧,૬૭૩ કન્‍યાઓને, ૨૦૦૯-૧૦માં રૂ.૧૯.૪૮ લાખના ૧,૯૪૮ કન્‍યાઓને સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે રૂ.૧૯.૭૩ લાખના ૧,૯૭૩ કન્‍યાઓને વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવશે.

મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્‍છતા ઉમેદવારો જોગ

અમરેલી-અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.

મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક ઈચ્‍છતા ઉમેદવારો જોગ

અમરેલી-અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના, અંટાળીયા પ્રાથમિક શાળા, સાંજણટીંબા પ્રાથમિક શાળા, હરિપર પ્રાથમિક શાળા, મોટા કણકોટ પ્રાથમિક શાળા, નાના કણકોટ પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં સંચાલકની નિમણૂંક કરવાની હોય ફકત મહિલા ઉમેદવારો પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
નિયત અરજી ફોર્મ નાયબ કલેકટર મધ્‍યાહન ભોજન યોજના કચેરી-અમરેલી અથવા મામલતદાર કચેરી-લીલીયા ખાતેથી નિયત ફી ભર્યેથી મેળવી શકાશે. આ નિયત અરજી તા.૨૦/૦૬/૨૦૧૧ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી-લીલીયાને પહોંચતી કરવાની રહેશે. આ નિમણૂંક માટે ધોરણ ૧૦ પાસ લાયક ઉમેદવારની આવશ્યકતા છે. પરંતુ જે-તે ગામમાંથી આવી વ્‍યકિત ન મળે તો ધોરણ ૭ પાસ મહિલા ઉમેદવારને તક આપવામાં આવશે. જાહેરનામાની તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષની હોવી જોઇએ. પરંતુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને બક્ષીપંચના ઉમેદવારને ૫૮ વર્ષની ઉંમર સુધીની છૂટછાટ આપવામાં આવી છે. સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતાં અને નિયમ અનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા ધરાવનાર ઉમેદવારોને જ રૂબરૂમાં બોલાવવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે જરૂર જણાયે રૂબરૂ મુલાકાત દરમ્‍યાન ઉમેદવારે વિશેષ વિગતો રજૂ કરવાની રહેશે. માત્ર રૂબરૂ મુલાકાત માટે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા નિમણૂંક મેળવવા હકદાર બની જતાં નથી, તેમ મામલતદાર-લીલીયાની યાદીમાં જણાવાયું છે.

શાળા પ્રવેશોત્‍સવ-૨૦૧૧ અમરેલીની જનતાએ ખાસ ખરીદી કરી બાળકો માટે નવા રમકડાંઓ અને પુસ્‍તકો કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીને અર્પણ કર્યા

અમરેલી-૨૦૧૧ દર વર્ષે યોજાતાં કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્‍લામાં આગામી તા.૧૬ થી ૧૮ જૂન-૨૦૧૧ના રોજ ગ્રામ્ય કક્ષાએ તથા તા.૨૩ થી ૨૫ જૂનના રોજ શહેરી વિસ્‍તારમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાશે. પ્રવેશોત્‍સવની ઉજવણી દરમિયાન ધોરણ ૧ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવતાં નાના-નાના ભૂલકાંઓને પુસ્‍તકો અને રમકડાંઓ આપી પ્રવેશ આપવામાં આવે છે.
આજે અમરેલીમાં રાજ્યના કૃષિમંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણી સામાજિક સંસ્‍થાઓ અને પદાધિકારીઓ સાથે શહેરી વિસ્‍તારોમાંથી પુસ્‍તકો અને રમકડાં એકત્રિત કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી શહેરી વિસ્‍તારમાંથી લોકોએ પોતાનાં વ્‍હાલસોયા બાળકો માટે ખરીદેલ રમકડાંઓની સાથે શિક્ષણ પ્રત્યે લાગણી વ્‍યક્ત કરવા ઘણા લોકોએ દુકાનોમાંથી નવા પુસ્‍તકો અને રમકડાં ખરીદીને મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ભૂલકાંઓ માટે પુસ્‍તકો અને રમકડાં એકત્ર કરવા જોડાયેલ તેમજ રમકડાં અર્પણ કરનારાઓ પ્રત્યે મંત્રીશ્રી સંઘાણીએ આભારની લાગણી વ્‍યક્ત કરી હતી.
આ તકે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલિયા, ડૉ. ભરત કાનાબાર, માવજીભાઇ ગોલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

વેરાવળ તાલુકામાં આંગણવાડીના નવા ૩૬ મકાન બનશે રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ

વેરાવળ ખાતે વોર્ડ નં. ૫ માં સરસ્‍વતી વિદ્યાલયમાં યોજાયેલા કુપોષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ.ના કાર્યક્રમમાં મહીલા અને બાળ વિકાસ રાજયમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં કુપોષણથી પીડાતા બાળકો, માતાઓ અને કિશોરીઓને કિંમતી પૌષ્‍ટીક આહાર આપવાનું અભિયાન રાજય સરકારે ઉપાડયું છે.
રાજયમાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા સરકાર શ્રેણીબધ્‍ધ પગલા લઇ રહી છે તેમ જણાવી મંત્રીશ્રી વસુબેને વધુમાં જણાવ્‍યું હતું કે, આંગણવાડીના લાભાર્થીઓને પૌષ્‍ટીક આહાર આપવા માટે રાજય સરકાર રૂા. ૧૦૦ થી વધુની કિંમતના સુખડી, બાલભોગ અને શીરો-ઉપમાના પેકેટસ આપે છે. ગરીબ વર્ગના અને જરૂરીયાતમંદ પરિવારોને આંગણવાડી સુધી લઇ જવા સમાજના લોકોને મંત્રીશ્રીએ અપીલ કરી હતી. તેઓએ એમ પણ જણાવ્‍યું હતું કે, આંગણવાડી બહેનો નબળા વર્ગના બાળકોને સાચવી તેમને પૌષ્‍ટીક આહાર આપી રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ સેવાકાર્ય કરી માતા યશોદાનું કામ કરે છે. આંગણવાડી વર્કર તરીકે સારામાં સારૂ કાર્ય કરનાર બહેનોને રાજય સરકાર યશોદા એવોર્ડ પણ આપે છે, તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે વેરાવળના ધારાસભ્‍યશ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્‍યું હતું કે, વેરાવળ તાલુકામાં ૩૬ સ્‍થળોએ આંગણવાડીના નવા મકાનો બનતા ભૂલકા માટેની સુવિધા વધશે. રાજય સરકાર કુપોષણ માટે જાગૃતિ દાખવી છેવાડાના લાભાર્થીઓને લાભ મળે તે માટે અભિયાન ચલાવે છે, તેમાં સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે વેરાવળના ડેપ્‍યુટી કલેકટરશ્રી વસાવાએ સ્‍વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે મંત્રીશ્રી ધ્‍વારા વેરાવળના પછાત વિસ્‍તારમાં રૂા. ૫.૬૦ લાખના ખર્ચે બે આંગણવાડી મકાનનું ખાતમુહુર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં નવી નિમણુંક પામેલ ૧૯ આંગણવાડી વર્કર અને ૨૧ હેલ્‍પર બહેનોને મંત્રીશ્રીના હસ્‍તે નિમણુંકના ઓર્ડર આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્મમાં અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન, મોહનભાઇ દક્ષિણી, ચીફ ઓફીસરશ્રી વ્‍યાસ, પોગ્રામ ઓફીસરશ્રી ભાવનાબેન જીડીયા, સી.ડી.પી.ઓ. શ્રી હર્ષાબેન શીયાત વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી વાળાએ કર્યુ હતું.

શાળા પ્રવેત્‍સવ દરમ્‍યાન જૂનાગઢ જિલ્‍લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા પછાત વિઘાર્થીઓને રૂા.૫.૬૭ કરોડની એડવાન્‍સ શિષ્‍યવૃતિ તથા ગ

બક્ષીપંચ આર્થિક પછાત, લઘુમતી અને વિચરતી જાતી તેમજ સામાજીક શૈક્ષણિક વર્ગ પૈકી અતિ પછાત જાતીના વિઘાર્થીઓને શાળામાં પ્રવેશતા જ સુધારેલા દરથી શિષ્‍યવૃતિ અને ગણવેશ સહાય જિલ્‍લા નાયબ નિયામક વિકસતી જાતી દ્વારા અપાશે.
આ સહાય તાલૂકા પંચાયત મારફત સંબંધિત પે સેન્‍ટર શાળાના આચાર્ય દ્વારા જેતે પ્રાથમિક શાળાને હવાલે એડવાન્‍સમાં આપી દેવાયેલ છે. આવી શિષ્‍યવૃતિ ગણવેશ સહાયની રકમ દરેક સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૧-૧૨ માં અભ્‍યાસ કરતા અને ગત વર્ષની પરીક્ષામાં પાસ થયેલ તેમજ ગત વર્ષ જેમને શિષ્‍યવૃતિ મળેલ તેવા બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, લઘુમતિ જાતી, વિચરતી વિકસતી જાતી તેમજ શા.સે.પ. વર્ગના વાલી, આગેવાનો પણ જાગૃતિ દાખવવા જિલ્‍લા નાયબ નિયામક કચેરીની યાદીમાં જણાવાયુ છે.

જબલપુર ખાતે યુનિટ હેડ કવાર્ટર કવોટામાં ભરતી મેળો યોજાશે.

હેડ કવા.૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર જબલપુર ખાતે તા.૨૨/૨૩ અને ૨૪/૦૬/૨૦૧૧ થી યુનિટ હેડ કવા. કવોટામાં સોલ્‍જર જનરલ ડયુટી, સોલ્‍જર ટેકનીકલ અને સોલ્‍જર ડ્રેસ મેનની ભરતી કરવા બાબતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. યુનિટ કવોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્‍છુક રસ ધરાવનાર સિગ્નલ રેજીમેન્‍ટમાં ફરજ બજાવતા કે નિવૃત થયેલા માજી સૈનિકો, સ્‍વ.માજી સૈનિકોના ધર્મ પત્‍નિઓએ હેડ કવા.૧ સિગ્‍નલ ટ્રેનિંગ સેન્‍ટર જબલપુર ખાતે સ્‍કુલ અને અભ્‍યાસના તથા મુળ નિવાસનું ચાલ ચલનનું સૈનિક સાથેના સંબંધનું તેમજ અન્‍ય પ્રમાણપત્રો અને ૨૦ ફોટોગ્રાફ સાથે ઉપરોકત સરનામે અને તારીખે સ્‍વ ખર્ચે હાજર રહેવું. આ બાબતમાં વધુ જાણકારી મેળવવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુન:વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નં. ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક સાધવો.

સોરઠના માજી સૈનિકો જોગ

રેકોર્ડ ઓફીસ આર્મિ ઓર્ડીનન્‍સ સ્‍કોર, સીકંદરાબાદ ખાતે માજી સૈનિકો/સ્‍વ.માજી સૈનિકોના ધર્મ પત્‍નિઓ તથા તેઓના આશ્રિતોના પેન્‍શન તથા મીલીટરીની નોકરીને લગતા પ્રશ્‍નોના તાત્‍કાલિક નિરાકરણ માટે સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કચેરીના કામકાજના દિવસો દરમ્‍યાન હેલ્‍પ લાઇનની સુવિધા સિવિલ ટેલીફોન નંબર ૦૪૦-૨૭૭૩૦૭૦૫ તથા ઇમેલની સુવિધા aocrecords.aoc@gmail.com શરૂ કરવામાં આવેલ છે. જે સુવિધાનો લાભ તમામ માજી સૈનિકો/સ્‍વ. માજી સૈનિકો લેવા યાદીમાં જણાવાયુ છે.
૧૬ જૂન થી વનરાજોને વેકેશન

સોમવાર, 13 જૂન, 2011

KASHYAP JOSHI JETPUR

I AM READY TO PUT YOUR MASSAGE AND METTERS ON MY BLOG. SEND MY YOUR DETAILS AND INFORMATIONS OF MY MAIL ID
kkumarjoshi@gmail.com
9974262812

Indians Earn Rs.50000/month via part time jobs. Easy form filling data entry jobs Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM

Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM .
We are offering a rare Job opportunity where you can earn working from home using your computer and the Internet part-time or full-time. Qualifications required are Typing on the Computer only. You can even work from a Cyber Caf or your office PC, if so required. These part time jobs require working for only 1-2 hours/day to easily fetch you Rs. 20-25,000 per month. Online jobs, Part time jobs. Work at home jobs. Dedicated workers make much more as the earning potential is unlimited. No previous experience is required, full training provided. Anyone can apply.

Please Visit http://www.earnparttimejobs.com/index.php?id=3464969

Indians Earn Rs.50000/month via part time jobs. Easy form filling data entry jobs

Earn Rs.25,000-50,000/- per month from home. No marketing / No MLM .
We are offering a rare Job opportunity where you can earn working from home using your computer and the Internet part-time or full-time. Qualifications required are Typing on the Computer only. You can even work from a Cyber Caf or your office PC, if so required. These part time jobs require working for only 1-2 hours/day to easily fetch you Rs. 20-25,000 per month. Online jobs, Part time jobs. Work at home jobs. Dedicated workers make much more as the earning potential is unlimited. No previous experience is required, full training provided. Anyone can apply. Please Visit http://www.earnparttimejobs.com/index.php?id=3464969

રવિવાર, 12 જૂન, 2011

फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री फ्री

http://www.clickindia.com/
http://www.meramaal.com/
http://www.webdunia.com
http://www.quikr.com/
http://www.adeex.in/
http://www.adoos.in
http://www.craigslist.co.in/
http://www.locanto.in/
http://www.click.in/
http://www.indialist.com/
http://www.clickindia.com/
http://www.indianflyer.com/
http://www.olx.in/
http://classifieds.rediff.com/
http://classifieds.sulekha.com/
http://www.classifieds.co.in/
http://www.prachaar.in/
http://www.goforads.com/
http://www.quikr.com
http://www.indnav.com/Classifieds
http://www.kugli.com/
http://indiadynamics.com/
http://www.indianclassifieds.com/
http://www.vivastreet.co.in/
http://www.baajaa.com/
http://www.digitalbhoomi.in/
http://www.khrido.com/
http://www.khichdee.com/
http://classifieds.webindia123.com
http://www.adpost.com/in/
http://classifieds.byindia.com/
http://classifieds.ivarta.com/
http://www.beatyourprice.com
http://www.allindiaclassified.com/
http://www.adsmantra.com/
http://www.bechna.com/
http://www.oodle.in/
http://www.travelji.com/
http://www.sticknobills.com/
http://www.khojle.in
http://www.blockpad.in/
http://www.quick2get.com
http://uproot.in
http://Indianbytes.com

You can also use freeclassifiedhub.com Its free, requires no registration, html allowed and you can post unlimited ads.

http://www.earnparttimejobs.com/index.php?id=3464969

http://www.earnparttimejobs.com/index.php?id=3464969

શનિવાર, 11 જૂન, 2011

कश्यप जोशी जेतपुर-९९७४२६२८१२



હઝારેએ કહ્યું છે કે

હઝારેએ કહ્યું છે કે બાબા રામદેવ હજુ એટલા પરિપક્વ નથી થયા કે કોઇ સામાજિક આંદોલનનું નેતૃત્વ કરી શકે. તેમણે હાલ તો યોગ છોડી અન્ય ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવવી joie.

JOIN WITH SAHARA INDIA


સતત નવમાં વર્ષે દશ વર્ષમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગુણાત્‍મક સુધારણાના ઉત્તમ પરિણામો મળ્‍યા છે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીની તુલ

અમદાવાદ : મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવનું સમાજ ચેતનાનું અભિયાન, સતત નવમાં વર્ષે આગામી તા.16-17-18 જૂન ર011ના રોજ સમગ્ર ગ્રામવિસ્‍તારની તમામ 3ર77ર પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસ માટે અને તા.ર3-ર4-રપ જૂન ર011ના ત્રણ દિવસો દરમિયાન સમગ્ર શહેરી ક્ષેત્રમાં હાથ ધરાશે
કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના આ અભિયાનના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયાં છે તેની પ્રસ્‍તુતિ સાથે આ શૈક્ષણિક વર્ષના પ્રારંભે, પ્રાથમિક શિક્ષણને સાર્વત્રિક અને સર્વસમાવેશક બનાવવાના આ સાક્ષરતા યજ્ઞમાં મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીમંડળ, તમામ સચિવશ્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત રર110 જેટલા મહાનુભાવો ત્રણ-ત્રણ દિવસ લગાતાર 18000 ગામડાં, 1પ1 નગરપાલિકા અને આઠ મહાનગરોમાં દરરોજ પાંચ શાળાઓમાં કેળવણીની જ્‍યોત પ્રગટાવશે.
કન્‍યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્‍સવ-ર011માં યોગદાન આપનારા આ તમામ મહાનુભાવોની સમક્ષ શિક્ષણ વિભાગે ભૂમિકા પ્રસ્‍તુત કરી હતી.
મુખ્‍યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપતાં જણાવ્‍યું કે સને ર001ની વસતિ ગણતરી અને સને ર011ની વસતિ ગણતરીના તુલનાત્‍મક દશ વર્ષની વિગતોએ સ્‍વયંસ્‍પષ્‍ટ કર્યું છે કે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા અને ગુણાત્‍મક પરિવર્તન માટે હાથ ધરેલા મંથનના ઉત્તમ પરિણામો આવ્‍યા છે, શિક્ષણને સમાજમાં ઉદાસિનતાને બદલે સાર્વત્રિક ઉત્‍સાહ અને સ્‍વીકૃતિ મળી છે. આપણે પૂરવાર કરી શકયા છીએ કે આપણું સામૂહિક મંથન પરિસ્‍થિતિ બદલવામાં કામિયાબ બન્‍યું છે.
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના અભિયાનની સફળતાના વિવિધ પાસાંઓની સવિસ્‍તર ભૂમિકા સમજાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍થાયિ અને ઘર કરી ગયેલી વ્‍યવસ્‍થા બદલવા ગામડાંના આ અભિયાન પ્રવાસોથી એવી જડીબૂટ્ટી હાથ લાગી છે કે સાચા અર્થમાં પ્રયાસો કરીએ તો ધાર્યા પરિણામો આવશે. આપણે નીતિ નિર્ધારણમાં આમૂલ પરિવર્તન કરી શકયા છીએ અને સમસ્‍યાઓનું સમાધાન લાવી શકયા છીએ એ વિશેષ ફલશ્રુતિ છે એમ તેમણે જણાવ્‍યું હતું.
શિક્ષણ સાથે આરોગ્‍ય સંભાળનો સમન્‍વય કરીને ગુજરાતે આવતી કાલની પેઢી માટેની જે કાળજી લીધી છે તે સમગ્ર ટીમ ગુજરાતના ઉત્તમ શકિત અને યોગદાનને આભારી છે એમ તેમણે કન્‍યા કેળવણી યાત્રાના આ અભિયાનમાં પોતાની સમગ્ર ચેતના અને તાજગી સાથે જોડાવાનું સૌને આહવાન આપતાં જણાવ્‍યું હતું.
શિક્ષણ મંત્રીશ્રી રમણભાઇ વોરાએ પ્રાથમિક શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા આ વર્ષે જે નવા આયામો, સુવિધાઓ અને ગૂણાત્‍મક સુધારાના પગલાંઓ લેવાઇ રહ્યાં છે તેની ભૂમિકા આપી હતી.
શિક્ષણના અગ્ર સચિવશ્રી હસમુખ અઢિયાએ પ્રારંભિક રૂપરેખામાં જણાવ્‍યું કે દશ જ વર્ષમાં ગુજરાતસ્ત્રી સાક્ષરતા, કન્‍યા કેળવણી, શાળા નામાંકન અને ગુણોત્‍સવમાં મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શનથી લક્ષિત સફળતા મેળવી શકયું છે.
પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તાએ આગામી કન્‍યા કેળવણી યાત્રા અભિયાનની માર્ગદર્શક ભૂમિકા સાથે પ્રસ્‍તુતિ કરી હતી. નિયામકશ્રી આર. સી. રાવલે આભારદર્શન કર્યું હતું.
ગુજરાત સ્‍વર્ણિમ જ્‍યંતી નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવ માટે કલકત્તા ગુજરાતી સમાજને અભિનંદન આપતા મુખ્‍યમંત્રીશ્રી
મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને કલકત્તા ગુજરાતી સમાજના અગ્રણીઓએ ગાંધીનગરમાં મળીને, ગુજરાતની સ્‍વર્ણિમ જ્‍યંતિ નિમિત્તે કલકત્તામાં યોજાયેલા સ્‍વર્ણિમ ખેલકૂદ મહોત્‍સવના ઉત્‍સાહપ્રેરક આયોજનની રૂપરેખાથી માહિતગાર કર્યા હતા અને શ્રી રૂષિ દોશી તેમજ શ્રી નિમેષ ગાંધી શ્રેષ્‍ઠ રમતવીરો તરીકે જાહેર થતાં કલકત્તા ગુજરાતી સમાજ દ્વારા મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે તેમને પારિતોષિકો આપવામાં આવ્‍યા હતા.
મુખ્‍યમંત્રીશ્રીએ આ ખેલકૂદ ઉત્‍સવ સહિત સ્‍વર્ણિમ જ્‍યંતી ઉજવણીમાં ઉત્‍સાહપ્રેરક ભાગ લેવા માટે ગુજરાતી સમાજ કલકત્તાને અભિનંદન આપ્‍યા હતા.

સૂર્યઊર્જાની વૈશ્વિક રાજધાની ગુજરાત બનશે;મુખ્ય મંત્રીશ્રી ટૂંક સમયમાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે અને એમાં

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતના સૌથી મોટા પ મેગાવોટના એઝયોર સૂર્ય ઊર્જા સંચાલિત સૌર વીજ પ્લાન્ટનું સાબરકાંઠાના ખડોદામાં લોકાર્પણ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાત વિશ્વની સૂર્ય ઊર્જાની રાજધાની બનવાનું છે અને આગામી છ મહિનામાં ૧૦૦ મેગાવોટ સૂર્યઊર્જાથી વીજ ઉત્પાદન કરનારું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે જેમાં એક લાખ યુવાનોને રોજગારીના અવસર મળશે.
રિન્યુએબલ અને સોલાર એનર્જીના સેકટરમાં પણ ગુજરાત "ગ્લોબલ હબ' બની રહ્યું છે એવો ગૌરવપૂર્વક ઉલ્લેખ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો.
ગુજરાત સરકારની સોલાર એનર્જી પોલીસી અન્વયે સૂર્યઊર્જા ક્ષેત્રે દેશની અગ્રગણ્ય એવી એઝયુર પાવર દ્વારા સાબરકાંઠાના મોડાસા તાલુકામાં ખડોદા નજીક ૬૩ એકર જમીનમાં, માત્ર નવ જ મહિનામાં રૂા. ૧૭૦ કરોડના ખર્ચે આ સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પાંચ મેગાવોટની ક્ષમતાનો પાવર પ્લાન્ટ કાર્યરત થયો છે જે ભારતમાં સૌથી મોટો સૂર્યઊર્જા વીજળીનો પ્લાન્ટ છે. આ સોલર પાવર પ્લાન્ટથી ૧પ૦ ગામોમાં ર૦,૦૦૦ કુટુંબોના ધરોમાં સૂર્યઊર્જાનો સૂર્યોદય થયો છે. ભવિષ્યમાં એઝયુર પાવર વધુ પ મેગાવોટ વીજ સ્થાપિત ક્ષમતાનું આ સોલાર પાવર પ્લાન્ટમાં વિસ્તૃતિકરણ થશે.
ભારત સરકારે સોલાર એનર્જીની પોલીસી ગુજરાત પછી અમલમાં મુકી છે. પરંતુ તેની નીતિમાં એવી વિસંગતતા છે કે હિન્દુસ્તાનમાં ગુજરાત અને રાજસ્થાન એવા પ્રદેશો છે જયાં સૌથી વધુમાં વધુ સૂર્યઊર્જા ઉપલબ્ધ છે પરંતુ ભારત સરકાર પાસે ગુજરાતમાં સૂર્ય ઊર્જાનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની દરખાસ્ત આવે છે ત્યારે આવા વિકાસકારને ગુજરાત સિવાય બીજે બધે જ સૂર્યઊર્જાથી વીજળીમથક બનાવવા સમજાવાય છે. ગુજરાતને વિકાસમાં આગળ વધતું રોકવા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત અનેક પેંતરા કરે, વિકાસમાં રોંડા નાંખવાનો અન્યાય, અત્યાચાર કરે છે પણ ગુજરાતના વિકાસને કેન્દ્રની સલ્તનત રોકી શકી નથી. છ કરોડ ગુજરાતીઓના સમર્થનથી રાજ્ય સરકાર ગુજરાતની વિકાસયાત્રા આગળ ધપાવી રહી છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં સૂર્યઊર્જાથી વીજઉત્પાદન કરવા માટે કેન્દ્ર સરકારે ૮૦૦ મેગાવોટ સોલાર પાવરનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ તેમાંથી ગુજરાતને માત્ર ને માત્ર ર૦ મેગાવોટની જ ફાળવણી કરવામાં આવી છે. આ ગુજરાતને સરાસર અન્યાય છે, એમ જણાવતાં તેમણે આક્રોશ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના સંકટની પરેશાનીનું વાતાવરણ છે ત્યારે સમયની માંગ છે કે, આપણા પૂર્વજોએ કુદરતના શોષણ કે સંધર્ષની નહીં પણ કુદરતી સંસાધનો સાથે સુસંગત એવી જીવનશૈલીનો માર્ગ બતાવ્યો છે તે માર્ગે ફરી એકવાર ચાલવાની અનિવાર્યતા છે. આપણને જો ભાવિ પેઢીની ચિંતા હોય તો આપણું દાયિત્વ છે કે પ્રાકૃતિક સંસાધનોની અને પર્યાવરણની રક્ષા કરીએ.
ઊર્જાના સંકટના પડકારો ઝીલવા માટે પ્રકૃતિએ જે ઊર્જાના સંસાધનોની આપણને ભેટ ધરી છે તેના માધ્યમોનો વિકાસમાં સદ્દઉપયોગ કરીએ એવો સંકલ્પ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે કલાઇમેટ ચેન્જનો સ્વતંત્ર વિભાગ સરકારમાં શરૂ કર્યો છે એટલું જ નહીં, આખા દેશમાં સૌથી પહેલી સૂર્ય ઊર્જા નીતિ ર૦૦૧માં અમલમાં મુકી દીધી છે. વિશ્વનો સૌથી વિશાળ સોલાર પાર્ક પણ ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં આકાર લઇ રહ્યો છે જેમાં સૂર્યઊર્જા દ્વારા વીજ ઉત્પાદન ઉપરાંત સોલાર કોમ્પોનેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ આકાર લઇ રહ્યા છે અને વિશ્વભરની અગ્રગણ્ય સોલાર એનર્જી સેકટરની કંપનીઓ સહભાગી બની છે.
""દેશમાં આ સરકાર એવી છે કે જે વર્તમાન સમાજની સુખાકારીની તો ચિંતા કરે જ છે પણ ભવિષ્યની પેઢી માટે પણ ચિંતા કરીને વિકાસનો માર્ગ સુનિヘતિ કરી રહી છે'' એમ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વના ઊર્જાના નકશા ઉપર ખડોદાનું નામ ધ્રૃવ તારાની જેમ ચમકતું થઇ ગયું છે એવી આજની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બનેલા સૌને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ આડેના બધા ગ્રહણોથી મુક્ત રહીને આપણે પર્યાવરણના વિકાસ સાથે પ્રગતિની યાત્રાને જોડી છે અને તેથી જ ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇ સર કરી રહ્યું છે.
એઝયોર પાવરનો આ સોલાર પાવર પ્લાન્ટ ગુજરાત જ નહીં ભારતનો સૌથી મોટો સૂર્યઊર્જાથી વીજળી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ છે અને ટૂંક સમયમાં તેની સ્થાપિત ક્ષમતા બમણી થઇ જવાની છે. ગુજરાત સરકાર વિકાસની ઝડપ કેટલી ગતિથી આગળ વધારી રહ્યું છે એની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ એ હક્કિતનો ખાસ ઉલ્લેખ કર્યો કે, ગુજરાતમાં ઔઘોગિક વિકાસ નવી હરણફાળ ગતિ ઉપર પહોંચ્યો છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વાવેતરનો વિસ્તાર એકલા ગુજરાતનો જ વધ્યો છે અને પર્યાવરણ ક્ષેત્રે સુરક્ષાની પહેલ પણ ગુજરાતે જ કરી છે.
ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક માત્ર રાજ્ય છે જયાં સતત ર૪ કલાક વીજળી આપે છે. કોલસો અને ગેસ ન હોવા છતાં દેશમાં સૌથી વધુ વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત કાર્યરત છે.
આજે પણ ખેડૂતોને ગુજરાત સરકાર વીજળીમાં રૂા. રપ૦૦ કરોડની સબસીડી આપે છે. વીજક્ષેત્રે થતો ભાવ વધારાનો બોજ ગુજરાત સરકાર ઉઠાવે છે અને રાજ્યની પ્રજા પર તેનો બોજ નથી પડવા દેતી. રાજ્યમાં છેવાડાના વિસ્તારના પરિવારોમાં પ લાખ વીજ કનેકશન આપ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોઇપણ ધર વીજસુવિધા વિનાનું હોય તો તાત્કાલિક વીજ કનેકશન આવશે તેવી ખાત્રી તેમણે આપી હતી. આગામી એક જ વર્ષમાં ૧૪૦ નવા સબસ્ટેશનો શરૂ કરાનાર છે. જેનાથી ગામડાઓમાં સતત અને ગુણવત્તાયુકત વીજ પુરવઠો ઉપલબ્ધ થાય એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વિશ્વનું "સોલાર કેપિટલ' બને તે દિશામાં ગુજરાતે ડગ માંડયા છે. ગુજરાત સરકારની હકારાત્મક વીજ નીતિ આ દિશામાં વધુ વેગવાન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આઇ.એફ.સી.ના ડાયરેકટર શ્રીમતી અનિતા જયોર્જે જણાવ્યું હતું કે, ગુજરાત એ ઊર્જા પાવર ક્ષેત્રનું શ્રેષ્ઠ રાજ્ય છે. એટલે જ ગુજરાતમાં આઇ.એફ.સી. રૂા. ૪પ૦ કરોડનું રોકાણ કરી ૧૦૦ મે.વો. સોલાર પાવર ઉત્પાદન કરવા કટીબદ્ધ છે. એઝયોરમાં પણ આઇ.એફ.સી.એ રૂા. ૪પ કરોડનું રોકાણ કર્યું છે.
એઝયોર પાવરે દેશમાં સોલાર સેકટરમાં રૂા. ૩૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને ર૦૧પ સુધીમાં આ રોકાણ વધારવા ઉત્સુક છે. જેનાથી મહત્તમ સોલાર ઊર્જાનું ઉત્પાદન કરી શકાશે. ગુજરાત સરકારના આ ક્ષેત્રે હકારાત્મક પગલાંથી ગુજરાત "સોલાર પાવર'નું કેપિટલ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રોજેકટ અંગે માહિતી આપતાં એઝયોર પાવરના ચેરમેન શ્રી એચ. એસ. વાધવાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનું અમલીકરણ કરવામાં અમને રાજ્યના પ્રતિનિધિઓ તરફથી અને ખાસ કરીને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી અત્યંત ફળદાયી સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રોજેકટ માટે જમીનની ફાળવણીથી માંડીને અન્ય જરૂરી પરવાનગી આપવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઝડપી સહયોગ આપી ગુજરાતે સારા ભવિષ્ય માટેની કલ્પનાને અમલીકરણ સાથે સુસંગત કેવી રીતે કરી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડયું છે. ભારતના ગામડાઓનું વીજળીકરણ કરવા માટે વિતરિત સૌર ઊર્જા એ ઉત્તમ વિકલ્પ છે અને અમે આ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ રહીશું, એમ જણાવી ગુજરાતનો આજે કાર્યાન્વિત કરેલો પ્લાન્ટ "વર્લ્ડ કલાસ' ટેકનોલોજી ધરાવે છે. ગુજરાત સરકારે ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. વિશ્વના અનેક ઉઘોગપતિઓ એટલે જ ગુજરાતમાં આવવા ઉત્સુક છે, એમ શ્રી વાધવાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન, "જેડા'ના અધ્યક્ષ શ્રી ઇશ્વરભાઈ ભાવસાર, ઊર્જા વિભાગના અગ્ર સચિવ શ્રી ડી. જે. પાંડિયન, એઝયોરના સીઇઓ શ્રી ઇન્દરપિ્રત વાધવા, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

विभागों से संबद्ध श्रम संबंधी स्‍थायी समिति द्वारा खान (संशोधन) विधेयक, 2011 के संबंध में सुझाव आमंत्रित

माननीय लोकसभा अध्‍यक्ष ने राज्‍यसभा में यथा पुर:स्‍थापित खान (संशोधन) विधेयक, 2011 को जांच करने और प्रतिवेदन देने के लिए श्रम संबंधी स्‍थायी समिति को भेज दिया है । प्रस्‍तावित संशोधन के व्‍यापक निहितार्थों तथा खान कामगारों की सुरक्षा और संरक्षा के प्रति गहन चिंता के मद्देनजर ने सामान्‍य रूप से आम जनता तथा विशेष रूप से कर्मचारियों/नियोक्‍ताओं समूह, राज्‍य सरकारों/ संघ राज्‍य प्रशासन आदि जैसे पणधारकों से सुझाव /टिप्‍पणी विचार आमंत्रित करने का निर्णय लिया ।

लिखित ज्ञापन/सुझाव भेजने के इच्‍छुक व्‍यक्‍ति इससे संबंधित विज्ञापन के प्रकाशन की तारीख से 20 दिनों के भीतर, अंग्रेजी अथवा हिंदी में उसकी दो प्रतियां , संयुक्‍त सचिव (डीएस), लोकसभा सचिवालय, कमरा सं. 414 , संसदीय सौध, नई दिल्‍ली -110001, दूरभाष सं. 23034414, फैक्‍स नं. 23792726 को भेज सकते हैं ।

समिति को प्रस्‍तुत किए गए ज्ञापन /सुझाव समिति के रिकार्ड का हिस्‍सा होंगे और उन्‍हें पूर्णतया गोपनीय रखा जाएगा तथा ये समिति के विशेषाधिकार का लाभ लेंगे ।

जो व्‍यक्‍ति ज्ञापन देने के अतिरिक्‍त समिति के समक्ष उपस्‍थित होना चाहते हैं उनसे अनुरोध है कि वे इसे विशिष्‍ट रूप से इंगित करें /तथापि इस संबंध में समिति का निर्णय अंतिम होगा ।

विनोद /वीना -2243

મુખ્‍યમંત્રીશ્રીનો આક્રોશ મુંબઇ ર6/11ના આતંકવાદી હુમલાના પકડાયેલા આરોપી રાણાને અમેરિકાની શિકાગો અદાલતમાં દોષમૂકત કરવાની ઘટનામાં કોણે પેંતરો રચ્‍યો? અમ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મુંબઇ ઉપરના ર6/11ના આતંકવાદી ઘટનામાં પકડાયેલા આતંકવાદી-રાણાને અમેરિકાની શિકાગો ન્‍યાય અદાલતમાં કેસ ચલાવવા અને દોષમૂકત કરવાની પાછળ અતિગંભીર પેંતરો હોવાનો સ્‍પષ્‍ટ નિર્દેશ કર્યો છે અને વેધક સવાલો ઉઠાવ્‍યા છે કે મુંબઇની આતંકવાદી હિંસાના દોષિતોને અમેરિકાની અદાલત નિર્દોષ ઠરાવવાની હિંમત કઇ રીતે કરી શકે? કયા આધાર ઉપર કોણે તપાસ કરીને? આમા કોની કઇ ભૂમિકા છે?
હિન્‍દુસ્‍તાનના મુંબઇમાં ર6/11ની આતંકવાદી હિંસામાં પાકિસ્‍તાનની સાઝિશ તો પૂરવાર થઇ ચૂકી છે અને છતાં આતંકવાદીઓને આશ્રય દેનારા પાકિસ્‍તાનને અમેરિકા છાવરી રહ્યું છે તે પણ જગજાહેર છે ત્‍યારે અમેરિકા અને પાકિસ્‍તાનની સાંઠગાંઠનો આ પેંતરો રચાયો છે એવો સ્‍પષ્‍ટપણે આક્ષેપ મુખ્‍યમંત્રીશ્રીએ કર્યો છે.
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ભારત સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા જણાવ્‍યું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી તો અમેરિકાના મિત્ર ગણાય છે ત્‍યારે મુંબઇ આતંકવાદના દોષીને અમેરિકાની શિકાગો અદાલતમાં કેસ ચલાવીને મૂકત કરવાની કાર્યવાહી અંગે તેઓએ દેશને જવાબ આપવો રહ્યો. ભારત સરકાર તત્‍કાળ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્‍યકત કરે તેવી માંગ કરતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે અમેરિકાનું પાકિસ્‍તાન તરફી જે વલણ છે તેની સામે કેન્‍દ્ર સરકારે અને વડાપ્રધાને વિરોધ કરવો જ રહ્યો સમયની માંગ એ પણ છે કે ભારત સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કરવો જ પડશે. અન્‍યથા હિન્‍દુસ્‍તાનમાં આતંક-હિંસા ગતિવિધિ કરનારા આતંકવાદીઓ એવી જ પેરવી કરશે કે તેમના કેસો અમેરિકાની અદાલતો ચાલવે અને અમાનુષી આતંકવાદી હિંસા આચર્યા પછી પણ નિર્દોષ છૂટી જાય.-શું ભારત સરકાર આતંકવાદનો ભોગ બનેલા હિન્‍દુસ્‍તાનના નિર્દોષ નાગરિકોને ન્‍યાયના અધિકારથી વંચિત રાખવા માંગે છે? હિન્‍દુસ્‍તાનની ન્‍યાયપ્રણાલી ઉપર વિશ્વાસ નથી?
મુખ્‍યમંત્રીશ્રીએ આક્રોશપૂર્વક એવા વેધક સવાલો પણ ઉઠાવ્‍યા છે કે શું અમેરિકા તેના 9/11 આતંકવાદી હુમલાના દોષિતોને હિન્‍દુસ્‍તાનની અદાલતમાં કેસ ચલાવવા પરવાનગી આપશે? શું ભારતનું ન્‍યાયતંત્ર અમેરિકાના 9/11ના આતંકવાદી હુમલાની ઘટના અંગે કોઇ ફેંસલો આપી શકે? સમગ્ર વિશ્વની ન્‍યાય-પ્રણાલી સમક્ષ આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે અને આતંકવાદ સામે લડનારી હરેક શકિત અને સરકારની સામે પણ સવાલ ખડાં કર્યા છે.
એકબાજુ હિન્‍દુસ્‍તાન આતંકવાદીઓને પકડીને તેની સામે દેશની ન્‍યાયપ્રણાલી અનુસાર ન્‍યાયિક કાર્યવાહી કરે છે, ત્‍યારે હિન્‍દુસ્‍તાનમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાના ભારતે જ પકડેલા આતંકવાદીઓને અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવીને છોડી મૂકવામાં આવે તે ઘટના ભારત કઇ રીતે સાંખી લેશે? આતંકવાદનો ભોગ બનેલા નિર્દોષ પીડિતો પ્રત્‍યે આ ઘોર અન્‍યાય નથી?
આના પરિણામે તો સમગ્ર ન્‍યાયતંત્ર, આંતરરાષ્‍ટ્રીય સંબંધો સંદર્ભમાં પણ ગંભીર સંકટ પેદા થશે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ ભારત સરકાર દેશની જનતા સમક્ષ આ સંદર્ભમાં સ્‍પષ્‍ટ વલણની પ્રતિક્રિયા તત્‍કાલ આપે એવી માંગણી કરી છે.

વ્યવસાય, સેવા અને કલા જેવા ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓ ""ગરિમા-૨૦૧૧'' એવોર્ડથી સન્માનિત બિઝનેસ વિમેન કમિટી દ્વારા આયોજિત સન્માન સમા

અનેક પડકાર, સામાજિક વિષમતાઓ વચ્ચે આત્મબળ અને પુરુષાર્થના સથવારે રાજ્યની જે મહિલાઓએ વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી છે, તેવી મહિલાઓનું ગઇકાલે "ગરિમા-૨૦૧૧' એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. નારી નહીં પણ નારીશકિતનું આ અભિવાદન અને સન્માન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની બિઝનેસ વિમેન કમિટી, દ્વારા આઉટ સ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ "ગરીમા-૨૦૧૧' અંતર્ગત ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલના હસ્તે કરાયું હતું.
વ્યવસાયના જે ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓને "ગરીમા એવોર્ડ'થી સન્માનતિ કરાયા હતા. તેમાં શ્રી દેવી હરિક્રિશ્નન, શ્રીમતી પૌલોમી લશ્કરી, શ્રીમતી સંગીતા એન. ચોકસી, શ્રીમતી સુલુબેન જ. શાહ, ડૉ.દર્શિની વી.શાહ, ડૉ.મેધા શાહ, શ્રીમતી સરોજ શર્મા, શ્રીમતી ઇલાબેન નિર્મલ, બિજલ શાહ, શ્રીમતી રમોના વ્હોરા તથા શ્રીમતી શિલ્પા એસ. ચોકસીનો સમાવેશ થાય છે. મેન્યુફેકચરિંગ, ટ્રેડિંગ, પ્રોફેશનલ, સર્વિસ, રૂરલ એન્ટરપ્રાઇઝ, કલ્ચરલ, મધર ડોટર ઇન્સ્પિરેશન અને ઇનોવેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં અનેક સંધર્ષ વચ્ચે આ મહિલાઓએ સિદ્ધિ હાંસલ કરતા તેમને સન્માનિત કરાઇ હતી.
જાણીતા ડિઝાઇનર અનુરાધા વકીલના અતિથિ વિશેષપદે યોજાયેલ સમારોહમાં આ મહિલાઓના સન્માનને નારીશકિતના અને તેમનામાં રહેલા કૌશલ્યના સન્માન સમાન લેખાવી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમ ગુજરાતની સિદ્ધિઓનો આ દાયકો છે તેમ ગુજરાતની મહિલાઓની યશસ્વી સિદ્ધિઓનો પણ આ દાયકો છે. અનેક સંધર્ષનો સામનો કરી વિવધિ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું આ સન્માન અન્ય પુરુષાર્થી બહેનો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડશે. રાજ્ય સકારે પણ સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે રાજ્યમાં સખીમંડળોની રચના કરીને મહિલાઓને સ્વાવલંબી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્કર્ષના સંદર્ભમાં તેમણે "બિઝનેસ વૂમન કમિટી'ના પદાધિકારીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, ગૃહ ઉઘોગ આધારિત વસ્તુઓના બજાર માટે ઉભા કરાયેલા ગ્રામહાટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા જો કોઇ પણ રચનાત્મક સૂચનો હશે તો રાજ્ય સરકાર એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવા તત્પર છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રીમતી અનુરાધા વકીલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિંતન પરીખ, બિઝનેસ વિમેન કમિટીના ચેરપર્સન શ્રીમતી દિપા શાહ વગેરેએ પ્રાસંગિક ઉદ્‍બોધનમાં કમિટી દ્વારા થઇ રહેલ પ્રવૃત્તઓિની વિગતવાર રૂપરેખા આપી હતી. પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરીએ જ્યૂરી તરીકે સેવા આપી તેમનો પ્રતિભાવ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૧ વર્ષથી બિઝનેશ વિમેન કમિટી આ પ્રકારના એવોર્ડ બહેનોને આપે છે. અગાઉ ત્રણ કેટેગરીમાં એવોર્ડ અપાતા હતા, હવે સાત કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે.

महिलाओं के लिए सेना में और अधिक अवसर बढ़ाए जाएंगे- एंटनी

रक्षा मंत्री श्री ए.के. एंटनी ने हिमालय की ऊंची चोटी एवरेस्‍ट पर देश और भारतीय वायु सेना का झंडा फहराने वाले पर्वतारोही दल को और विशेष रूप से दल में शामिल महिलाओं को बधाई देते हुए कहा है कि महिलाओं की इस सफलता से उन्‍हें आम तौर से समाज और विशेष रूप से सशस्‍त्र बल के विभिन्‍न भागों में और अधिक प्रतिनिधित्‍व दिया जा सकेगा।

श्री एंटनी ने एवरेस्‍ट के पर्वतारोही दल के सम्‍मान में आयोजित एक कार्यक्रम में यह बात कही। उन्‍होंने कहा कि यह बात सराहनीय है कि भारतीय वायु सेना द्वारा महिला अधिकारियों को पर्वतारोहण जैसे जोखिम भरे खेल-कूद में समान अवसर उपलब्‍ध कराये जा रहे हैं, जबकि पहले इस तरह के खेलों पर पुरुषों की ही दावेदारी समझी जाती थी। श्री एंटनी ने कहा कि उन्‍हें यह जानकर बहुत खुशी हुई कि वायु सेना के इस पर्वतारोही दल में वायु सेना की तीन महिला अधिकारी भी शामिल हैं।
विनोद/शीराजी /बिष्‍ट —2254
(Release ID 9668)

"યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.--- મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચથી ઔધોગિક તાલીમ સંસ્થાનું ભવ્ય બિલ્ડીંગ બનશે. આ બિલ્ડીંગના ભૂમિ પૂજનનો કાર્યક્રમ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને અને વરદ્હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,યુવા ધનના ઝડપી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ રીતે સંકલ્પબધ્ધ અને સક્રિય છે.તેમણે કહ્યું કે,શિક્ષિત અને રોજગારી મેળવતા યુવાધનને લીધે ઝડપથી સુખમય સમાજનું નિર્માણ થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમગ્ર રાજયમાં વિવિધ પ્રકારના શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે.મંત્રી શ્રી વાઘેલાએ જણાવ્યું કે, કુશળ નેતૃત્વ ધરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અજોડ અને વિક્રમજનક સર્વાગી વિકાસ થયો છે. રાજયમાં વિશાળ પાયે ઉધોગો સ્થપાઇ રહ્યાં છે, સમગ્ર વિશ્વના ઉધોગપતિઓ ગુજરાતમાં મુડી રોકાણ માટે આતુર બન્યા છે ત્યારે ગુજરાતના યુવાધનને રોજગારી માટે સુવર્ણ અવસર પ્રાપ્‍ત થઇ રહ્યો છે ત્યારે બાળકોને સારુ ટેકનિકલ શિક્ષણ અપાવીએ. મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું કે,યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.તેમણે કહ્યું કે,ગ્રામ્ય કક્ષાએ સારા અને કુશળ કારીગરો તૈયાર થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રી વાઘેલાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના ઝડપી અને સર્વાગી વિકાસ માટે રાજય સરકારશ્રી ધ્વારા અભિયાન સ્વરૂપ કામગીરી કરવામાં આવે છે. પરિણામે લોકોની શહેરીકરણ તરફની દોટ પડતી મુકાઇ છે.તેમજ ગામડા સુવિધાભર્યા અને સમૃધ્ધ બન્યા છે. મંત્રીશ્રીએ કહ્યું કે,જ્ઞાન અને વિકાસના આ યુગમાં બાળકને કાળજીપૂર્વક તેની આવડત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીએ. શ્રી વાઘેલાએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર ઉદાર હાથે મદદ કરે છે તેનો લાભ લઇને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરીએ.
ઉલ્લેખનીય છે કે,વડગામ ખાતે ઓગસ્ટ-૨૦૦૮ થી ઔધોગિક તાલીમ સંસ્થા કાર્યરત છે. હાલમાં સંસ્થા ખાતે ૪ વ્યવસાય કાર્યરત છે જેની આઠ બેચમાં કુલ-૧૦૨ તાલીમાર્થી ભાઇ બહેનો તાલીમ લઇ રહ્યાં છે. વિશાળ સંકુલમાં અધતન સુવિધાસભર બિલ્ડીંગ બનતા વધુ તાલીમાર્થી ભાઇ બહેનોને લાભ મળશે.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વ શ્રી એન.ટી.રાઠોડ, શ્રીમતી રમીલાબેન આસેડીયા, શ્રી ચિમનલાલ સોલંકી, શ્રી પ્રવિણસિંહ રાણા,શ્રી દુધાભાઇ પરમાર, આઇએમસી ચેરમેન શ્રી અલીઅસગર મુસા, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ,તાલીમ સંસ્થાઓના આચાર્યશ્રીઓ,તાલીમાર્થી ભાઇ બહેનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

रेलवे ने अप्रैल-मई 2011 में 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया

भारतीय रेलवे ने अप्रैल-मई 2011 के दौरान राजस्‍व अर्जि‍त करने वाला 157.30 मि‍लि‍यन टन माल ढ़ोया । पि‍छले वर्ष की इसी अवधि‍में ढ़ोए गए 146.41 मि‍लि‍यन टन माल से यह 10.89 मि‍लि‍यन टन वृद्धि‍को दर्शाता है । इस प्रकार यह वृद्धि‍7.73 प्रति‍शत हुई ।

मई 2011 के दौरान भारतीय रेलवे द्वारा ढ़ोया गया राजस्‍व अर्जि‍त करने वाला माल 79.78 मि‍लि‍यन टन रहा । पि‍छले वर्ष की इसी अवधि‍के दौरान भारतीय रेलवे द्वारा वास्‍तवि‍क रूप से ढ़ोए गए 74.24 मि‍लि‍यन टन माल से यह 5.54 मि‍लि‍यन टन अधि‍क है, जो 7.46 प्रति‍शत वृद्धि‍को दर्शाता है ।

वि‍नोद/शर्मा/मनोज- 2246
(Release ID 9663)

आइये विश्व के श्रेष्ठतम परिवार सहारामे जुड़े


શુક્રવાર, 10 જૂન, 2011

કલાસર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજય સરકાર પ્રયત્‍નશીલ - નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળા


સ્‍વ. ઉમાશંકર જોશી જન્‍મ શતાબ્‍દી નિમિતે ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશી નાટકને મનભરીને માણતા રાજકોટવાસીઓ
રાજકોટ તા. ૯ જુનઃ રમત-ગમત, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે લબ્‍ધ પ્રતિષ્‍ઠિત સાહિત્‍યકાર સ્‍વ. ઉમાશંકર જોશીની જન્‍મ શતાબ્‍દી નિમિતે તેમના જીવન અને સાહિત્‍યકૃતિઓ પરનું નેમ આર્ટસ, રાજકોટ નિર્મિત મનીષ પારેખ લિખિત, દિગ્‍દર્શીત, અભિનિત દ્વિઅંકી સંગીત નાટક ‘‘વિશ્‍વ માનવીઃ ઉમાશંકર જોશીની પ્રસ્‍તુતિ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે થઇ હતી. આ નાટય-કાર્યક્રમના શુભારંભ પ્રસંગે દિપ પ્રાગટય રાજયના નાણાંમંત્રીશ્રી વજુભાઇ વાળાએ કર્યુ હતું. આ પ્રસંગે રાજયના રમત-ગમત અને યુવક સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્‍યેશ જહા ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્‍યું હતું કે, ‘રાજય સરકાર કલા અને સાહિત્‍યને વધુ ઉતેજન મળે તે માટે પ્રયત્‍નશીલ છે. લેખકો, કલાકારો, સંગીતકારો જેવા કલા સર્જકોની કૃતિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેમજ સાહિત્‍યકારોના વિચારો લોકો જાણે અને ઉજ્જવળ સમાજ-જીવનનો ઉત્‍કર્ષ થાય તેવો રાજય સરકારનો અભિગમ છે.‘
આ નાટકમાં સુનિલ ઓઝા, નિહિર ધામેચા, ચેતસ ઓઝા, ડો..નમ્રતા દોશી વગેરે કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. નાટકનું નિર્માણ હર્ષદ પારેખે કર્યુ હતુ. જયારે સ્‍વર સ્‍વ. અજીત શેઠ, નિરૂપમા શેઠ, સ્‍વ..પરેશ ભટ્ટ, ઉદય મઝુમદાર, સાધના સરગમ વગેરેએ આપ્‍યો હતો. નૃત્‍ય નિર્દેશન નેહા મહેતા પારેખે અને રંગભૂષા પ્રદીપ દવેએ સંભાળી હતી.
આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના સભ્‍ય સચિવ ડો.પ્રદિપ આઝાદ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડી.એચ.બ્રહમભટ્ટ, જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી મણવર, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજ્યમાં ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી -મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ * રાજ્યના ૧૧ જિલ્લામાં જમીનોનો આધુનિક ટેક્નોલોજીથી થતો રિસર્વે

રાજકોટ-જેતપુરની ઉદ્યમશિલ જનતાની સુવિધા માટે રૂ.૧૦.૨૧ કરોડના ખર્ચથી બનનારા તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરતા મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે અનેક પ્રકારના નિર્ણયો કર્યા છે. બિનખેતીના પ્રિમિયમમાં ૫૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કર્યો છે. ખેતીથી ખેતીના વેચાણના પ્રિમિયમમાં પણ રાહતો આપવામાં આવી છે. ખેડૂતની જમીન કોઇ જમીન માફિયા હડપ ન કરી જાય એ માટે મહેસૂલ વિભાગ દ્વારા ઈ-જમીનનો પ્રોગ્રામનું અમલીકરણ શરૂ કર્યું છે. રાજ્યના ૧૫૦ જેટલા ભૂમાફિયા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવ્યા છે.
મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ઉમેર્યું હતું કે ઇ-જમીન અંતર્ગત જે તે ખેડૂત ખાતેદારના અંગૂઠાના નિશાન લેવામાં આવી રહ્યા છે. તેના ફોટોઓળખ પણ લેવામાં આવી રહી છે. એના કારણે ખેડૂતની મંજૂરી વીના એ જમીન વેચી શકાશે નહીં. રાજ્યની જમીનનો રિસર્વે પણ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં આ સર્વેની કામગીરી લગભગ પૂરી થવામાં આવી છે. રિસર્વેની કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને એના માપણી પત્રકો આપવામાં આવશે. આ માટે બાયસેગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના કારણે ખેડૂતોની માપણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યના સર્વાંગી વિકાસના કારણે સમાજના દરેક વર્ગને સુખાકારીનો અનુભવ થઇ રહ્યો છે. જરૂરી હોય ત્યા વિધાનસભામાં બિલો લાવવામાં આવ્યા છે. રાજ્યમાં દરેક તાલુકામાં અદ્યતન સેવા સદન બનાવવાનું આયોજન છે.
રાજયમાં કૃષિ મહોત્‍સવને કારણે કૃષિ ઉત્‍પાદનમાં ધરખમ વધારો થયો છે. પશુપાલન ક્ષેત્રે એનીમલ હોસ્‍ટેલ બનાવવા જેવા નવતર નિર્ણયો લેવામાં આવ્‍યા છે. તેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થશે. શિક્ષણ ક્ષેત્રે ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, ચિલ્‍ડ્રન યુનિવર્સિટી અને સ્‍પોર્ટસ યુનિવર્સિટી સ્‍થાપવા જેવા ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્‍યા છે.
ઉપલેટાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સરકાર વિકાસ અને વહીવટમાં પરિવર્તન લાવી છે. તેનો લોકોને સ્વાનુભાવ થઇ રહ્યો છે. સેવા સદનના કારણે લોકોની સુવિધામાં વધારો થશે.
જેતપુરના ધારાસભ્ય જસુમતીબેન કોરાટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સમક્ષ મેં જેતપુરમાં તાલુકા સેવા સદન બનાવવા માટે રજૂઆત કરી એટલે તુરંત તે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને આ માટે રૂ. ૧૦.૨૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એક વર્ષમાં આ સેવા સદનનું નિર્માણ થયેથી જેતપુર તાલુકાના લોકોને દરેક સરકારી કચેરીઓની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી નલિન ઉપાધ્યાય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઇ ક્યાડા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન વૈષ્‍ણવે પણ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કમરીબાઇ સરકારી હાઇસ્કૂલની છાત્રાઓ દ્વારા પ્રારંભે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી સુરેશ સખરેલિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઇ ડોબરિયા, આર. કે રૈયાણી, નાયબ કલેક્ટર શ્રી લિમ્બાસિયા, અધિક્ષક ઇજનેર શ્રી પી. જે. ભગદેવ, કાર્યપાલક ઇજનેર શ્રી પી. આર. શાહ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એન. આર. ઠક્કર સહિત વેપારીઓ, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મામલતદાર શ્રી દૂધાતે કરી હતી.
તાલુકા સેવા સદનનું કૂલ ૫૩૦૩ ચોરસ મીટરનું બાંધકામ થશે. હેરીટેજ પ્‍લાસ્‍ટર કરવામાં આવશે. આંતરિક રસ્‍તા આરસીસીના બનાવાશે. પાર્કિંગ રોડ, અગ્‍નિશામકની સુવિધા, વોટર હોર્વેસ્‍ટિંગ, ટ્રી પ્‍લાન્‍ટેશન, બોર અને લિફટની સુવિધા રહેશે. મામલતદાર, સબ રજીસ્‍ટ્રાર, સબ ટ્રેજરી, સિટી સર્વે, વન વિભાગ, પશુપાલન, આર એન્‍ડ બી., જિલ્‍લા પંચાયત અને સ્‍ટેટ, સિંચાઇ હોમગાર્ડ અને મેલેરીયાનું યુનિટ બેસશે.
બાદમાં મહેસૂલ મંત્રીશ્રીએ નવાગઢ પ્રાથમિક શાળામાં ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યા સગર્ભા માતા અને બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા અપાતા પૌષ્‍ટિક આહારમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન નિહાળ્યું હતું.

હળવાથી ભારે વરસાદની આગાહી તકેદારીના તમામ પગલા લેવા સૂચના

રાજકોટ- હવામાન ખાતાની યાદી મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવતા આગામી ૪૮ કલાક દરમ્‍યાન હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના હોઇ આવી પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખી તકેદારીના જરૂરી પગલા લેવા તેમજ અધિકારી-કર્મચારીઓની રજા મંજુર નહીં કરવા રાજકોટ જિલ્‍લા કલેકટર કચેરી દ્વારા વહિવટી તંત્રના અધિકારીઓને જણાવાયું છે.

બીજા અને ચોથા શનિવારની જાહેર રજાના દિવસોમાં રોજગાર કચેરી કાર્યરત રહેશે

રાજકોટ-એસ.એસ.સી, એચ.એચ.સી. તેમજ કોલેજકક્ષાના વિવિધ્ ફેકલ્‍ટીના પરિણામ પ્રસિધ્‍ધ થયેલ હોઇ, મદદનીશ (રોજગાર)ની કચેરી, રાજકોટ ખાતે નામ નોંધણી કરાવવા ઇચ્‍છુક ઉમેદવારોને કામકાજના દિવસો ઉપરાંત શનિવારની જાહેર રજાઓ તા.૧૧/૬/૧૧ તા.૨૫/૬/૧૧, તા.૯/૭/૨૦૧૧ અને તા.૨૩/૭/૨૦૧૧ દિવસોએ પણ રોજગાર કચેરી ખાતે નામ નોંધણી, રીન્‍યુઅલ તેમજ લાયકાત વધારાની કામગીરી ચાલુ રહેશે આ સેવાનો ઉમેદવારોને લાભ લેવા મદદનીશ રોજગાર અધિકારી, રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

રાજકોટ,જેતપુર, ડેડરવા,જેતપુર,મોરબી,મોવિયા,નાનીવાવડી,ગુમ થનારનો પતો આપવા અનુરોઘ

રાજકોટ-રાજકોટના નીતાબેન દેવશીભાઇ ચાવડા ઉ.વ.૨૧ ગત તા.૧૮/૩/૧૧ના પોતાના ઘરેથી ચાલ્‍યા ગયા છે. તેઓ ૪‘પ ફૂટ ઉંચાઇ, પાતળા બાંધાના અને ઘઉંવર્ણ વાન ધરાવે છે. જેતપુરના રાજેશભાઇ ચંદુભાઇ ખાંટ ઉ.વ ૨૨ ગત તા.૧૬/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ ૫.૪ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને શ્‍યામવર્ણ વાન ધરાવે છે. જેતપુર તાલુકાના ડેડરવા ગામના જીજ્ઞાબેન મોરબિયા ઉ.વ.૨૫ ગત તા.૨૫/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૫ ફૂટ ઉંચાઇ, મધ્‍યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. જેતપુરના ચીમનલાલ ગાંડાલાલ થડેશ્‍વર ઉ.વ. ૪૨ ગત તા.૨૪/૪/૧૧ના પોતાના ઘરેથી અસ્‍થિર મગજના હોઇ ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘પ ફૂટ ઉંચાઇ, પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. મોરબીના નાનીવાવડીના ચીરાગભાઇ વ્‍યાસ ઉ.વ. ૨૮ ગત તા.૨૮/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૬ ફૂટ ઉંચાઇ મધ્‍યમ બાંધો અને રૂપાળો વાન ધરાવે છે. ગોંડલના મોવિયા ગામના પ્રજ્ઞાબેન ભાલાળા ઉ.વ.૧૮ ગત તા.૧૪/૫/૧૧ના રોજ પોતાના ઘરેથી ચાલ્‍યા ગયા છે. તેઓ પ‘૩ ફૂટ ઉંચાઇ, મધ્‍યમ બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે. રોશનબેન સંધિ ઉ.વ.૩૦ ગત તા.૨૬/૫/૧૧ના પોતાના ઘરેથી કોઇને કહયા વિના ચાલ્‍યા ગયા છે. તેઓ પાતળો બાંધો અને ઘંઉવર્ણ વાન ધરાવે છે.
ઉપરોકત ગુમ થનાર વિશે કોઇ પતો મળેતો પોલીસને જાણ કરવા પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ શહેર અને ગ્રામ્‍યની યાદીમાં જણાવાયું છે.

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ...1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.

1...વિકલાંગ ઓળખકાર્ડ ની મુદત લંબાવાઇ.
જામનગર તા. ૯ જુન- વિકલાંગ વ્‍યકિતઓને તેઓના નોકરી ધંધાના સ્‍થળે તેમજ અભ્‍યાસ કે સારવાર માટે ગુજરાત રાજયની એસ.ટી.નિગમની બસોમાં પ્રવાસ ની સુવિધા સરળતાથી વિકલાંગોને મળી રહે તે માટે જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી દ્વારા વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) ઇસ્‍યુ કરવામાં આવેલ છે.આ પાસ સાથે એસ.ટીની નિયત કરેલ બસોમાં વિકલાંગો મફતમાં મુસાફરીનો લાભ લઇ શકશે. જે વિકલાંગો ના ૨૮ ફેબ્રુઆરી-૨૦૧૧ માં વિકલાંગ ઓળખકાર્ડ (એસટી) પુર્ણ થતા હોય તઓએ નવા વિકલાંગ ઓળખકાર્ડ ઇસ્‍યુ કરવાની કામગીરી ગતિમાં હોય જેથી આ વિકલાંગતા ઓળખકાર્ડ ની મુદતતા. ૩૧/૮/૨૦૧૧ સુધી વધારવામાં આવેલ છે. તથા ૩૧/૮/૨૦૧૧ સુધીમાં પોતાના કાર્ડ સમાજ સુરક્ષા અધિકારી દ્વારા રીન્‍યુઅલ કરાવી લેવાના રહેશે. તેમજિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરદ્વારા કરવામાં આવે છે.


2...શોધ અને બચાવ ની બે દિવસ ની તાલીમ યોજાઇ
જામનગર તા.૯, જુન – જામનગર જીલ્‍લામાં જી.એસ.ડી. એમ.એ. અને યુ.એન.ડી.પી.ના સંયુકત ઉપક્રમે ડી.આર.આર. કાર્યક્રમ અમલી છે. આફતો સદર્ભે આયોજનો તૈયાર કરવા ક્ષમતાવર્ધન અર્થે તાલીમ કાર્યક્રમ અને જાગૃતિ નિર્માણ કાર્યક્રમનું મુખ્‍ય પાસુ છે. ઉકત કાર્યક્રમ અંતર્ગત ક્ષમતાવર્ધનના ભાગરૂપે જામનગર જિલ્‍લાની તમામ નગરપાલિકાના ફાયરમેન માટે ફાયર એન્‍ડ મરજન્‍સી સર્વિસસીસ ખાતે તા. ૩ અને ૪ જુન૨૦૧૧ ના બે દિવસ શોધ અને બચાવની તાલીમ યોજાઇ.તમામ નગરપાલિકાના ફાયરમેનો માંથી ૨૪ એ તાલીમ લીધી.તાલીમ નું સંકલન નિવાસી નાયબ કલેકટરઅને જીલ્‍લા પ્રોજેકટ ઓફીસર દ્રારા કરવામાં આવ્‍યુ હતુ. તેમ કલેકટર કચેરી, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

પાણી પુરવઠા બોર્ડની કચેરીએ કંટ્રોલ રૂમ નો પ્રારંભ

જામનગર – જામનગર જિલ્‍લાના ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્‍યાને પહોંચી વળવા જામનગર ખાતે પાણીપુરવઠા બોર્ડની કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ, જલભવન દુધની ડેરીની બાજુમાં શરૂ સેકશન રોડ જામનગર ની કચેરીએ સવારે ૮-૦૦ થી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જે અંગેની જામનગર જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારની કોઇપણ ફરીયાદ ફોન નં. ૦૨૮૮-૨૬૭૭૨૭૯ પર નોંધવામાં આવશે. તેમ કાર્યપાલક ઇજનેર , જાહેર આરોગ્‍ય બાંધકામ વિભાગ.નં.૧ જામનગર ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રાજ્ય સરકારે અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ–પછાત વર્ગના લોકોની ખેવના કરી છે - શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા

વડગામ ખાતે દેવીપૂજક સમાજ આયોજીત સમસ્‍ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો : ૭૮ નવ દંપતિઓએ પ્રભૂતામાં પગલાં પાડ્યા
સુરેન્‍દ્રનગર :- સુરેન્‍દ્રનગર જિલ્લાના વડગામ ખાતે આજે વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડના સહ્યોગથી દેવીપૂજક સમાજ આયોજીત સમસ્‍ત દેવીપૂજક સમાજનો સમૂહ લગ્ન રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી અને સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રમણલાલ વોરાની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ વોરાએ સમૂહલગ્નના કાર્ય બદલ આયોજકોને બિરદાવતાં વધુમાં જણાવ્‍યું હતુ કે, છેવાડાના માનવીની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા સરકારે અંતરિયાળ વિસ્‍તાર સુધી અનેકવિધ લોકોપયોગી યોજનાઓના લાભો તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડી ગરીબ – પછાતવર્ગના લોકોને આર્થિક રીતે પગભર બનાવવાનું કાર્ય કરી તેની ખેવના કરી છે.
મંત્રીશ્રી વોરાએ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઉપસ્‍થિત દેવીપૂજક સમાજના લોકોને કન્યા દાનની સાથે તેમની દિકરીઓને વિદ્યારૂપી દાન આપવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કન્યાદાનની સાથે વિદ્યાદાનનું પણ આજના યુગમાં એટલું જ મહત્વ છે. આ માટે દિકરા – દીકરી વચ્ચે ભેદભાવ ન રાખતા બન્નેને સમાન શિક્ષણની તક પૂરી પાડવી જોઈશે. તેમણે આ તકે દેવીપૂજક સમાજના લોકોને વ્યસનોને તિલાંજલી આપી શિક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદશ્રી નટુજીભાઈ ઠાકોર, મુંદ્રાના ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, પાટડીના ધારાસભ્યશ્રી શંભૂપ્રસાદ ટુંડીયા, સમીના ધારાસભ્યશ્રી ભાવસંગજી રાઠોડ, માજી સાંસદ શ્રીમતી ભાવનાબેન દવે તથા મત્સ્ય ઉદ્યોગ કમિશનરશ્રી પી. બી. પટણીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં લગ્નગ્રંથીથી જોડાયેલા તમામ નવદંપતિઓને ભાવિ જીવનની શુભેચ્છાઓ પાઠવી દેવીપૂજક સમાજના લોકોને શિક્ષિત બની, સંગઠીત થઈ અન્ય સમાજની સાથે વિકાસની દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં વિરમગામના ધારાસભ્યશ્રી કમાભાઈ રાઠોડે સ્‍વાગત પ્રવચન કર્યું હતું જ્યારે અંતમાં આભારવિધિ ખેંગારભાઈ ડોડીયાએ કરી હતી.
આ સમસ્‍ત દેવીપૂજક સમાજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૭૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને મંત્રીશ્રી – મહાનુભાવો તથા સંતો – મહંતોએ આર્શિવાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બિપીનભાઇ દવે, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દર્શનાબેન પટેલ સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો, સંતો – મહંતો તથા મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યાં હતા.

ભુજમાં ૧૨મીએ રાજયપાલ ડો.કમલા, સારસ્‍વતમ વુમન હોસ્‍ટેલનું લોકાર્પણ કરશે

ભુજ,ગુરૂવારઃ રાજયના ગવર્નર ડો.શ્રીમતિ કમલા આગામી ૧૨મીએ એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા ભુજ આવી રહયા છે.
રાજયપાલ ડો.કમલા ૧૨મી જુનના રોજ ગાંધીનગરથી સ્‍ટેટ હેલિકોપ્‍ટર મારફતે સવારે અગિયાર વાગ્‍યે ભુજ આવી પહોંચશે અને ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્‍યા દરમિયાન સારસ્‍વતમ, માંડવી આયોજિત ભુજ ખાતે સારસ્‍વતમ વુમન હોસ્‍ટેલનું લોકાર્પણ કરશે.
આ કાર્યક્રમ ભુજમાં મુન્‍દ્રા રિલોકેશન સાઇટ પ્રમુખ સ્‍વામિનગર ગેટ નં.૨ પાસે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયે, રાજયપાલ ડો.કમલા ભુજ એરપોર્ટથી ગાંધીનગર જશે.

વિજ્ઞાન પ્રવાહના બે વિષયમાં પરિણામ સુધારણાને પત્ર ઉમેદવારની પરીક્ષા

ભુજ-ગુરૂવારઃ ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવાર ઉપરાંત માર્ચ-૨૦૧૧ અગાઉની ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા આગામી જુલાઇ-૨૦૧૧માં લેવાનાર છે.
અગાઉ ઉચ્‍ચતર પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે. તે જ રીતે આ સાથે ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની યાદી સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. તેમાં સબંધિત ઉમેદવારોની સહી તથા જરૂરી ફીના ડીડી. સાથે બોર્ડની કચેરીને તા.૨૦/૬/૧૧ સુધીમાં રૂબરૂમાં અથવા રજિસ્‍ટર્ડ પોસ્‍ટ એ.ડી.થી તા.૨૦/૬/૨૦૧૧ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.
ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ અગાઉના બે વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારો માટેના આવેદનપત્ર ભરવા માટે આ સાથે નમૂનાનું ફોર્મ સબંધિત શાળાઓને મોકલી આપવામાં આવ્‍યું છે, તેમાં આવેદનપત્ર ભરી સમયમર્યાદામાં જરૂરી ફી સાથે બોર્ડને પહોંચતું કરવાનું રહેશે.
વિજ્ઞાન પ્રવાહના ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૧૧ના બે વિષયમાં પરીણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની જ જુલાઇ-૨૦૧૧ પૂરક પરીક્ષા યોજાવાની છે. સામાન્‍ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં પરિણામ સુધારણાને પાત્ર ઉમેદવારોની પરીક્ષા યોજાશે.
સીદીક કેવર....